ગીર સોમનાથ જિલ્લા પત્રકાર એકતા સંગઠનની રચના થઈ: શ્રી હેમલભાઈ ભટ્ટની પ્રમુખ પદે પસંદગી
( દિપક જોષી દ્વારા..)...
{ પત્રકારો લોક પ્રશ્નોને વાચા આપવાની સાથે લોક સુખાકારી સેવાકીય કાર્યોમાં પણ મદદરૂપ બની લોકોના આશીર્વાદ પ્રાપ્ત કરે: શ્રી લાભુભાઈ કાત્રોડીયા }
{ તાલાલા, વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, ગીર ગઢડા, સહિત ગીર સોમનાથ જિલ્લામાંથી બહોળી સંખ્યામાં પત્રકારોએ ભાગ લીધો હતો. }
ગુજરાતના 22 જિલ્લામાં પત્રકારોનું સંગીત અને કાર્યદક્ષ સંગઠન ધરાવતા ગુજરાત રાજ્ય પત્રકાર એકતા સંગઠન ની અગત્યની બેઠક સોમનાથ ભગવાનના સાનિધ્યમાં ગુજરાત પ્રદેશ એકતા પત્રકાર સંગઠનના પ્રમુખ શ્રી લાભુભાઇ કાત્રોડીયા ના અધ્યક્ષ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ ગીરવાનસિહ સરવૈયા સ્થાને મળી હતી.આ બેઠકમાં તાલાલા,વેરાવળ, સુત્રાપાડા,ઉના, કોડીનાર, ગીર ગઢડા સહિત ગીર સોમનાથ જિલ્લામાંથી બહોળી સંખ્યામાં પત્રકારોએ ભાગ લીધો હતો.
બેઠકમાં ઉપસ્થિત પત્રકારોને સંબોધન કરતાં પત્રકાર સંગઠન ના પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઇ કાત્રોડિયા એ જણાવ્યું હતું કે પત્રકાર એકતા સંગઠન ગુજરાત રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં 22 જિલ્લાના તાલુકા માં સંગીન અને કાર્યદક્ષ સંગઠનની રચના કરવામાં આવેલ છે. આ સંગઠનમાં જોડાયેલ પત્રકારો રાજ્યના 22 જિલ્લામાં લોકોના પ્રાણ પ્રશ્નો સમસ્યા તથા સામાજિક કાર્યો માટે કામ કરે છે. આ સંગઠનમાં અત્યાર સુધીમાં લોકપ્રહરી તરીકે સમાજ ઉપયોગી કામગીરી કરતા પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયા ના ૬ હજાર પત્રકારો જોડાયા હતા. બાકી એક આદર્શ જિલ્લામાં આ સંગઠનની રચના ની કામગીરી પુર્ણ થતા પત્રકાર સંગઠન સભ્યનું બળ દસ હજાર થશે.
લાભુભાઈ એ ઉમેર્યું હતું કે આજે પત્રકારો અનેક સમસ્યાનો સામનો કરી લોકોના પ્રાણ પ્રશ્નો- સમસ્યાને વાંચા આપી લોક પ્રહરી તરીકેની કામગીરી કરે છે. ત્યારે લોક પ્રશ્નોને ઉજાગર કરવા સાથે સાથે પત્રકારો લોક સુખાકારીના સેવાકીય કાર્યોમાં પણ મદદરૂપ બની લોકોના આશીર્વાદ પ્રાપ્ત કરવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં ઉપસ્થિત શ્રી રમેશભાઈ ખખ્ખર વેરાવળ, શ્રી સરદારસિંહ ચૌહાણ તાલાલા, દિનેશભાઈ જોશી કોડીનાર, શ્રી મહેન્દ્રભાઈ રાજા વેરાવળ, શ્રી ફારૂકભાઇ કાઝી ઉના, શ્રી રામજીભાઇ ચાવડા વેરાવળ, સહિતના ગીર સોમનાથ જિલ્લાના અગ્રીમ પત્રકારોએ પ્રાસંગિક પ્રવચન દરમિયાન પત્રકાર એકતા સંગઠન મજબૂત બનાવવા ઉપયોગી સૂચનો કર્યા હતા. બેઠકમાં ગીર સોમનાથ જિલ્લા પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ તરીકે વેરાવળના શ્રી હેમલભાઈ ભટ્ટ ની સર્વાનુમતે પસંદગી કરી હતી.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો