LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
મંગળવાર, 10 એપ્રિલ, 2018
આટકોટની સીમમાં જૂની બોલાચાલી મુદ્દે પ્રૌઢ પર ૭ શખ્શોનો હુમલો : બંને હાથ-પગ ભાંગી નાખ્યા !
જેતપુરની ખોડીયારધારમાં જુગાર દરોડો રોકડ ૧૦ હજાર સાથે ૭ તાસપ્રેમી ઝડપાયા
ખંભાળા-ઈશ્વરીયા વચ્ચે ટ્રેક્ટરે છકડો રિક્ષાને હડફેટે લેતા મહિલાનું મોત : ૭ ઘાયલ
વીરડા-વાજડી ગામેથી પિતૃકાર્ય કરી પરત ફરતા પડધરીના ચારણ-ગઢવી પરિવારને નડેલો અકસ્માત
પૂર્વ ઝોનના એસીપીની મિસિંગ ટીમે ૩ વર્ષ થયા નાસતા-ફરતા આરોપીને પકડી પાડ્યો
ચુનારાવાડ ચોકમાંથી ચોરાઉ બાઈક સાથે એક ઝડપાયો
મારામારીના અનેક ગુનામાં સંડોવાયેલ આનંદનગરના શખ્શને પાસા તળે અમદાવાદ જેલમાં ધકેલાયો
રૂ.૭૬૫૦ સાથે ૧૪ તાસપ્રેમી ઝડપાયા
રાજકોટ તા.૯
રાજકોટ જીલ્લા વિસ્તારમાં જેતપુર, જસદણ અને શાપર(વેરાવળ) પોલીસે જુગાર દરોડા પાડી કુલ ૧૪ તાસપ્રેમીને રોકડ રૂપિયા ૭૬૫૦/- સાથે ઝડપી લઇ ધોરણસરની
કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ જેતપુર શહેર પોલીસે નવાગઢ ખાટકીવાસમાં આવેલ અનાજના ગોડાઉન પાછળ મોટાપાયે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે જુગાર દરોડો
પાડતા ત્યાંથી તીનપત્તીનો જુગાર રમતા ૫ શખ્શો રોકડ ૧૮૬૦/- સાથે પકડાઈ ગયા હતા.
Jજેમાં વાલજી દાના પરમાર, આમદ સુલેમાન મતવા, અશરફ ગફાર સૈયદ, ગફાર હુસેન ચૌહાણ, તથા ઇકબાલ જુસબ સુમાંરાનો સમાવેશ થાય છે. સરકાર તરફે
ચેતનભાઈ ઠાકોરે જુગારીઓ સામે ફરિયાદી બન્યા હતા જે બનાવની વધુ તપાસ જમાદાર એસ.એન.પરમારે હાથ ધરી છે.
જસદણ પોલીસે તાલુકાના વનાળા ગામે જુગાર દરોડો પાડી તીપત્તીનો જુગાર રમતા ૪ શખ્શોને રોકડ રૂપિયા ૩૨૯૦/- સાથે પકડી પાડ્યા હતા. જેમાં જશા નાગજી ખેતરીયા, વિનોદ પીઠા ગોહેલ, વિનોદ ખોડીદાસ બાવાજી, તથા લાખ પાલા ખેતરીયાનો સમાવેશ થાય છે. બનાવની વધુ તપાસ જસદણ પોલીસના પ્રોબેશનલ
એ.એસ.આઈ. જે.એસ.ઝાપડીયાએ હાથ ધરી છે.
જયારે ત્રીજા જુગાર દરોડામાં શાપર વેરાવળ પોલીસે શીતળા માતાજીના મંદિર પહેલા જાહેરમાં જુગાર રમતા ૫ સખ્શોને જુગાર રમતા રોકડ રૂપિયા ૨૫૦૦/-સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ જુગાર દરોડામાં પકડાયેલા તત્વોમાં અતુલ ભીખા મકવાણા(રહે.માંડાસણ, તા.જામજોધપુર), રાકેશ નુરજી નીનામા(શાપર), કાળું મનુ ડામોર(શાપર), ધનરાજ કાનજી
સોમવાર, 9 એપ્રિલ, 2018
રાજકોટ શહેરની શાળા નં.૬૫નું સર્વગ્રાહી મૂલ્યાંકન કરતા મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય
શાળામાં અભ્યાસ કરતા બાળકોની વાંચન, ગણન અને લેખનની ક્ષમતા ચકાસી
રાજ્યની પ્રાથમિક શાળાનું મૂલ્યાંકન કરી શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તન લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાન ગુણોત્સવની આઠમી શ્રૃખંલા અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાયે શહેરમાં શ્રમજીવી સોસાયટી સ્થિત પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નં. ૬૫નું સર્વગ્રાહી મૂલ્યાંકન કર્યું હતું. મેયર ડો. ઉપાધ્યાય ઉક્ત શાળામાં પહોંચી ગયા હતા અને પ્રથમ બાળકો સાથે સંવાદ સાધ્યો હતો.
તેમણે જણાવ્યું કે પ્રવર્તમાન સમયના અગ્રગણ્ય અધિકારીઓ, પદાધિકારીઓ, તબીબો, વકીલો સહિતની વ્યક્તિ સરકારી પ્રાથમિક શાળામાં જ અભ્યાસ કરીને આગળ આવી છે. તેઓના ઘડતરમાં પ્રાથમિક શાળાઓની ભૂમિકા મહત્વની છે. ત્યારે, રાજ્ય સરકાર પણ સરકારી પ્રાથમિક શાળાઓ માટે કરોડો રૂપિયા ફાળવે અને તેમાં ગુણાત્મક પરિવર્તન આવે તે માટે સતત પ્રયત્નશીલ છે. વિશેષમાં મેયરશ્રીએ જણાવ્યું કે પાયાથી જ શિક્ષણ મજબુત થાય તે ખુબજ જરૂરી છે. અને આ માટે ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી અને હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શાળા પ્રવેશોત્સવ, બેટી બચાઓ બેટી પઢાઓ તેમજ ગુણોત્સવ જેવા કાર્યક્રમો આપી શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ લાવેલ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ શિક્ષણને મજબુત કરવા તેમજ ગરીબ વર્ગના વિદ્યાર્થી પણ ઉચ્ચ અભ્યાસ કરી શકે તેવા પગલાઓ લઈ રહેલ છે. આ અવસરે વિદ્યાર્થીઓને અત્યારથીજ અભ્યાસમાં ધ્યાન આપવા અને શિક્ષકોએ આ પાયાનું શિક્ષણ વધુ મજબુત બને અને ગુરૂની ભૂમિકા નિષ્ઠાપૂર્વક ભજવે તે જરૂરી છે. મેયર શ્રીએ વધુમાં કહ્યું બાળકો કોઇ પણ પ્રકારના ખોટા વ્યસન ન કરે તે જરૂરી છે. કોઇ ખોટી સોબતમાં વ્યસન ના લાગી જાય તે બાબતની તકેદારી રાખવા તેમણે બાળકોને ટકોર કરી હતી. તેમણે બાળકો પાસે પાઠ વાંચન કરાવ્યું હતું. ગણિતના દાખલા ગણાવ્યા હતા અને લેખન પણ કરાવ્યું હતું.
બાળકોને મુખપાઠ ઉપરાંત રાજકોટ શહેરને લગતા સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછ્યા હતા. જે બાળકોએ ઉત્સાહપૂર્વક જવાબ આપ્યા હતા. બાળકોની ક્ષમતા અંગે મેયરશ્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો. શાળા નંબર ૬૫માં ૯૧ છાત્રો અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે, મેયરશ્રીએ શિક્ષકોને સૂચન કર્યું હતું કે શાળામાં પ્રવેશપાત્ર બાળકોના વાલીઓનો સંપર્ક કરી, કોઇ બાળક શાળામાં પ્રવેશથી વંચિત ન રહે તેવું આયોજન કરવું જોઇએ. આ વેળાએ શાળાના આચાર્યશ્રી, સીઆરસી શ્રી હિમંતભાઇ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ જિલ્લાની વિકાસ વાટિકાનું વિમોચન કરતા પ્રભારી મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
રાજકોટ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા કરાયેલા વિકાસ કામોના દસ્તાવેજીકરણ સમાન પુસ્તિકા વિકાસ વાટિકા સંદર્ભ ગ્રંથ તરીકે કામ આવે તેવું સંપાદન
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રકાશિત અને પ્રાદેશિક માહિતી કચેરી-રાજકોટ દ્વારા સંપાદિત પુસ્તિકા રાજકોટ જિલ્લાની વિકાસ વાટિકા-૨૦૧૭નું પ્રભારી મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિમોચન કર્યું હતું. તેમણે આ તકે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજકોટ જિલ્લાની વિકાસ વાટિકા પુસ્તિકા અભ્યાસુઓ માટે સંદર્ભ ગ્રંથ તરીકે ગરજ સારશે. રાજકોટમાં કાર્યરત રાજ્ય સરકારની વિવિધ પ્રજા કલ્યાણકારી પ્રવૃત્તિને વિકાસ વાટિકામાં આલેખવામાં આવી છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં થયેલા વિકાસ કામોના પરિણામસ્વરૂપ આપેલા ગુણાત્મક પરિવર્તનના અહેવાલો સચિત્ર આપવામાં આવ્યા છે અને સરકારની પ્રવૃત્તિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.
આ વિકાસ વાટિકાનું સંપાદન કાર્ય પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા કરવામાં આવ્યું છે. માહિતી પ્રદાન કરવામાં વિવિધ સરકારી કચેરીઓનો પણ સહયોગ સાંપડ્યો છે. ઉપરાંત, માહિતી ખાતાના કર્મયોગીઓએ ખૂબજ ચીવટ પૂર્વક આ પુસ્તિકાનું સંપાદન અને ભાષાદોષ શુદ્ધિકરણ કાર્ય કર્યું છે. આ વિમોચન વિવિધમાં પ્રભારી સચિવ શ્રી હારીત શુક્લા, કલેક્ટર શ્રી રાહુલ ગુપ્તા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ રાણાવસૈયા, જિલ્લા પોલીસ વડા શ્રી અંતરીપ સુદ, નિવાસી અધિક કલેક્ટર શ્રી હર્ષદ વોરા, સંયુક્ત માહિતી નિયામક શ્રી કે. એ. કરમટા, સહાયક માહિતી નિયામક શ્રી જગદીશ ત્રિવેદી, મેનેજર શ્રી દર્શન ત્રિવેદી, ઓપરેટર શ્રી દિનેશ નાકરાણી તથા શ્રી અરવિંદ વેકરિયા અને શ્રી ભરત નિમાવત ઉપસ્થિત રહ્યા હતા.
૧૪ એપ્રિલ એટલે બાહોશ અને નીડર વક્તા અને બંધારણનાં ઘડવૈયા ડૉ.આંબેડકર સાહેબનો જન્મદિવસ
ડો. બાબા સાહેબ આંબેડકર માત્ર દલીતોના જ નહીં પરંતુ સમાજનાં દરેક વર્ગનાં મસીહા હતા. સંવિધાનનાં શિલ્પી, મુલ્યનિષ્ઠ રાજપુરૂષ ઉપરાંત સંનિષ્ઠ સમાજ સુધારકે પ્રાંભેલા કાર્યોને પૂર્ણ કરીએ એ જ એમનું યથોચિત સન્માન થયુ ગણાશે
૧૪ એપ્રિલ ૧૧૯૦નાં તત્કાલીન રાષ્ટ્રપતિશ્રી વૈંકટરામનનાં કરકમલોથી ડો. આંબેડકરજીનાં ધર્મચારીણી ડો.સવિતાદેવીને રાષ્ટ્રનો સર્વોચ્ચ ખિતાબ અર્પણ કરી ડો. બાબા સાહેબનું રાષ્ટ્રમાં ઉચિત સન્માન થયુ. ભારતની સંસદમાં ૧૨ એપ્રિલ ૧૯૯૦નાં રોજ બાબા સાહેબનું તૈલ ચીત્ર પણ મુકવામાં આવ્યુ છે. ભારતનાં લોકો આપણાં બાબા સાહેબને બંધારણનાં ઘડવૈયા તરીકે પણ ઓળખે છે. ભારતનાં પદદલીતો એમનાં પોતાનાં મુક્તીદાતા માનીને યાદ કરે છે. વિદ્વાનોની દ્રષ્ટીએ ડો. આંબેડકર વિદ્યા પુરૂષ હતા, રાજનિજ્ઞોની દ્રષ્ટીએ તેઓ લોકશાહીનાં સાચા પ્રવાહક હતા, ચિંતકોની દ્રષ્ટીએ તે સમાજ સુધારક હતા તો ધાર્મિક જનોની દ્રષ્ટીએ તેઓ ધર્મ પુરૂષ હતા.
ડો. બાબા સાહેબ બહુરંગી પ્રતિભાનાં સ્વામી હતા. કુશળ ધારાશાસ્ત્રી, વિદ્વાન અધ્યાપક, સ્વતંત્ર વિચારક, મૈાલીક સર્જક, આજીવન સમાજ સુધારક, દ્રષ્ટીવાન શિક્ષણશાસ્ત્રી, નારી શોષણ મુક્તીનાં લડવૈયા, લડાયક મિજાજનાં વિદ્રોહી પુરૂષ હતા. દરેક લેખકે ગુણનાં સાગરને પોતાની દ્રષ્ટીએ અને પોતાનાં માપદંડોથી માપવાનો સમજવાનો પ્રયત્ન કર્યો છે. જેવી જેની દ્રષ્ટી તેવુ તેનું દર્શન લાગ્યુ. આ મહામાનવનાં જીવનનું મુલ્યાંકન દરેકે ભલે પોતાનાં માપદંડથી કર્યુ હોય પણ એક વાત નિશ્વિત છે કે ડો. બાબા સાહેબ આંબેડકર આધુનિક ભારતનાં અને સાંપ્રત સમયનાં મહાપુરુષ હતા. ભારતનો આર્થીક સમાજીક અને ધાર્મિક અને રાજનૈતિક વિચારોનો અને ચળવળોનો ઇતિહાસ જ્યારે પણ લખાશે ત્યારે અનિવાર્યપણે અગ્રતાક્રમે બાબાસાહેબના નામોલ્લેખ કરવો જ પડશે. કરોડો લોકોનાં જીવનમાં પ્રકાશપુંજ પાથરી દેનાર ભારતનાં મહાનસુપુતે સમયનાં વહેણને બદલી દીધુ હતુ. ડો. બાબાસાહેબ જે યુગે આ ધરા પર અવતર્યા તે યુગ પરીવર્તનનો હતો. ભારત સહિત સમગ્ર વિશ્વમાં પોતાની આઝાદી માટે લડત ચલાવતા હતા. મહારાષ્ટ્રનાં કોંકણ વિસ્તારમાં લોકમાન્ય તિલક, ગોપાલકૃષ્ણ ગોખલે, બેરીસ્ટર સાવરકર જેવી મહાન હસ્તીઓ જે પ્રદેશે જન્મ ધારણ કરતી હોય તેવા રત્નાગીરી જીલ્લાનાં અમ્બવડે જેવા નાનકડા ગામનાં રહેવાસી દાદા માલોજીરાવ કે જે શકપાલ મહાર જાતીનાં આગેવાન હતા તેમનાં પુત્ર રામજીરાવનાં ૧૪માં સંતાનરત્નરૂપી ભીમરાવે જન્મ ધારણ કર્યો હતો. ફોઇ મીરાબાઇ એ લશ્કરી છાવણીમાં માતા ભીમાબાઇનાં લાડકોડ વચ્ચે ધાર્મિક પરીવારો સાથે ધાર્મિક ભજન કિર્તનનાં સંસ્કારનાં વારસા સાથે દાપોલી ગામમાં પ્રાથમિક શિક્ષણ સંપન્ન કર્યુ. ચતુર, બળવાન, અને સ્વાભિમાની ભીમરાવનાં અભ્યાસકાળે અશ્પૃશ્યતાનો તિરસ્કાર ભારોભાર સહન કર્યો. બાળપણથી જ અન્યાય, બુરાઇનો સામનો કરવાની પ્રકૃતિવાળા ભીમરાવ હમેંશા પોતાને સાચુ લાગે તેમ ડર વિના કહી દેવાની ઈચ્છાશક્તી ધરાવતા હતા. વિદ્યાભ્યાસની તીવ્ર ઝંખનાં સમજણશક્તિ વધતા અભ્યાસ પરત્વે ચિત્ત ખેંચાતા મન-ચિત્ત અભ્યાસમાં પરોવી દીધુ તેજસ્વીતા તો હતી. જ, તે સમયની અસ્પૃશ્યતાની અસરકારકતા ભીમરાવનાં જીવનને સ્પર્શવામાં કઇં બાકી રાખ્યુ ના હતુ. આમ છતા ભીમરાવની અભ્યાસ પ્રત્યેની તલપે મક્કમ મનોબળને મહારાજ ગાયકવાડ ત્રીજાએ પચીસ રૂપીયાની છાત્રવૃતી આપીને બી.એ.ની પદવી સુધી પહોંચવા મદદ કરી હતી.ભીમરાવના પિતા મિલિટરીમાં સુબેદારના હોદા પર હતા. લશ્કરની શાળામાં તેઓ હેડ માસ્ટર હતા. નાનપણથી જ બાળક ભીમરાવમાં માતાપિતાના સંસ્કારો ઉતર્યા. જયારે ભીમરાવ ૬ વર્ષની ઉમરના થયા ત્યારે માતા ભીમાબાઈનું અવસાન થયું ભીમરાવ રામજી આંબેડકર કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી હતા. તેઓ બાબાસાહેબ ના હુલામણા નામથી પણ જાણીતા છે. તેઓએ ભારતમાં બૌદ્ધ પુર્નજાગરણ આંદોલનની શરૂઆત કરી. તેઓ ભારતીય બંધારણના ઘડવૈયા અને પ્રથમ કાયદામંત્રી હતા.
ભીમરાવે પ્રાથમિક કેળવણી મુશ્કેલીઓ વચ્ચે પૂરી કરી હતી. પિતાને મુંબઈમાં રહેવાનું થતાં હાઇસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલ્ફીન્સ્ટન હાઇસ્કૂલમાં લીધું અને સને ૧૯૦૭માં મેટ્રીકની પરીક્ષા પસાર કરી.મેટ્રિક પાસ થયા પછી ભીમરાવના લગ્ન રમાબાઈ સાથે થયા. ભીમરાવના કોલેજ શિક્ષણ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશીપની વ્યવથા કરી, અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલ્ફીન્સ્ટન કોલેજમાં દાખલ થયા. ભીમરાવે ઈ.સ. ૧૯૧૨માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સીટીની બી.એ.ની પરીક્ષા પસાર કરી.સ્નાતક થયા પછી ભીમરાવ વધુ અભ્યાસ કરી શકે એવા એમના કુટુંબના સંજોગો રહ્યા ન હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવની નિમણુક રાજ્યના લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે કરી. તા. ૨ ફેબ્રુઆરી ૧૯૧૩ના રોજ પિતા રામજી સક્પાલનું નિધન થતાં ભીમરાવને નોકરીને તિલાંજલિ આપવી પડી. પિતાનું મૃત્યુના કારણે ભિમરાવને ખુબ જ દુ:ખ થયુ. આ સમયે વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ કેટલાક તેજસ્વી વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે, ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલવા માંગતા હતા. ભીમરાવની એ માટે પસંદગી થઈ. આમ સને ૧૯૧૩ના જુલાઈનાં ત્રીજા અઠવાડિયામાં ભારતનો એક ગ્રામીણ બાળક વિદ્યાના ગહન શિખરો શર કરવા ન્યુયોર્ક પહોચી ગયો. અમેરિકાની પ્રખ્યાત કોલમ્બિયા યુનિવર્સિટીમાં ખંતપૂર્વક અભ્યાસ શરુ કર્યો. અભ્યાસના પરિપાક રૂપે 'પ્રાચીન ભારતીય વ્યાપાર' વિષય ઉપર મહાનિબંધ લખી ૧૯૧૫માં કોલમ્બિયા યુનિવર્સીટીની એમ.એ.ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ સતત અભ્યાસ ચાલુ રાખી ૧૯૧૬ માં એમણે પી.એચ.ડી. માટે 'બ્રિટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ' વિષય ઉપરનો મહાનિબંધ કોલમ્બિયા યુનિવર્સીટીને રજુ કરી દીધો, અને સર્વોચ્ચ એવી પી.એચ.ડી.ની ડીગ્રી મેળવવા ભાગ્યશાળી બન્યા. આમ આંબેડકર હવે ડૉ. આંબેડકર બની ગયા.
એક ગરીબ મહાર પરિવારમાં જન્મેલા ભીમરાવ રામજી આંબેડકર શરૂઆતના ગણ્યાગાંઠ્યા દલિત સ્નાતકોમાના એક હતા. તેમને તેમના કાયદાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને રાજનીતિશાસ્ત્રના સંશોધન માટે કોલમ્બિયા યુનિવર્સિટિ અને લંડન સ્કુલ ઑફ ઇકોનોમિક્સ દ્વારા ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. આમ એક વિદ્વાન તરીકે નામના કાઢ્યા પછી તેઓએ થોડા સમય માટે વકીલાત કરી હતી. ત્યારબાદ તેઓએ ભારતના દલિતોના રાજનૈતિક હકો અને સામાજિક સ્વતંત્રતા માટે લડત આદરી હતી. હજુ એમની જ્ઞાન માટેની ભુખ સંતોષાયેલી નહોતી. સને ૧૯૧૬ માં તેઓ અમેરિકાથી ઇંગ્લેન્ડ ગયા. અને લંડનમાં કાયદાનો અભ્યાસ શરુ કર્યો સાથે સાથે એમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ ચાલુ જ રાખ્યો. પરંતુ પ્રતિકુળ સંજોગોને અને આર્થિક તેમજ કૌટુંબિક મુશ્કેલીઓને કારણે વિદ્યાભ્યાસ છોડી તેમને ભારત પાછા ફરવું પડ્યું . ઇંગ્લેન્ડથી પાછા આવ્યા પછી તેઓ વડોદરા નોકરી માટે ગયા. મહારાજા ગાયકવાડે આંબેડકરની નિમણુક વડોદરા રાજ્યના મીલીટરી સેક્રેટરી તરીકે કરી હત
ડૉ.આંબેડકર હિંમત હારી જાય તેવા પોચા નહોતા. તેમના પ્રયત્નોને સફળતા મળી ૧૯૧૮માં, મુંબઈની સિડનહામ કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે જોડાયા. આર્થીક ભીંસ ઓછી થવાથી અને થોડા પૈસા બચાવીને તેમજ કેટલીક રકમની મિત્રો પાસેથી વ્યવસ્થા કરીને ફરીવાર ડૉ.આંબેડકર ઇંગ્લેન્ડ ગયા, અને કાયદાનો તથા અર્થશાસ્ત્રનો અભ્યાસ ચાલુ રાખ્યો. ડૉ.આંબેડકરની ઇંગ્લેન્ડની સફર પહેલા તેમના પત્ની રમાબાઈની કુંખે ઇ.સ.૧૯૨૦માં બાળરત્ન યશવંતનો જન્મ થયો. ૧૯૨૩માં ડૉ.આંબેડકર બેરિસ્ટર થયા. આજ વખતે ડૉ.આંબેડકરને તેમના મહાનિબંધ રૂપિયાનો પ્રશ્ન એ વિષય ઉપર લંડન યુનિવર્સીટી એ ડૉક્ટર ઓફ સાયન્સની ઉચ્ચ ડીગ્રી એનાયત કરી. લંડનમાં અભ્યાસ પૂર્ણ થવાથી ડૉ.આંબેડકર જર્મની ગયા, અને ત્યાં પ્રખ્યાત બોન યુનિવર્સીટીમાં વિદ્યાભ્યાસ શરુ કર્યો. પરંતુ જર્મનીમાં તેઓ લાંબો સમય રહી શક્યા નહિ. તેમને ભારત પાછા ફરવું પડ્યું.
જુન ૧૯૨૮ માં ડૉ.આંબેડકર મુંબઈની ગવર્મેન્ટ લો કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા તેઓ કાયદાના અભ્યાસમાં નિપુણ હતા.તેઓ વિદ્યાર્થીઓમાં ઘણાજ પ્રિય થયા .આ સમયે સાયમન કમિશન ને મદદરૂપ થવા બ્રિટીશ ભારતમાં જુદી જુદી પ્રાંતીય સમિતિઓની રચના કરવામાં આવી.તા.૩ ઓગસ્ટ ૧૯૨૮ માં સરકારે ડૉ.આંબેડકરને મુંબઈની કમિટીમાં નીમ્યા.મુંબઈની ધારાસભામાં અને બહાર જાહેર સભાઓમાં ડૉ.આંબેડકરનો અવાજ ગાજવા લાગ્યો.તા.૨૩ ઓક્ટોબર ૧૯૨૮ મા ડૉ.આંબેડકર સાયમન કમિશન સમક્ષ અછૂતોના પ્રાણ પ્રશ્નો અને તેના નિરાકરણ ઉપર રજૂઆત કરી આજ સમયે તેમણે એક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી.મજુર ચળવળના પણ તેઓ પ્રણેતા બન્યા,અને એમના હક્કો તથા સગવડો બાબતમાં ઘણાજ પ્રયત્નો કર્યા. ડૉ.આંબેડકર નું નામ દેશભરમાં જાણીતું થઇ ગયું હતું.
બાર કાઉન્સીલની ચુંટણીમાં રાજકોટના દિલીપ પટેલ પ્રથમ ક્રમે વિજેતા જાહેર
સૌરાષ્ટ્રના શિક્ષણમાં જગતમાં કિડ્સ ગ્રેજ્યુએશન ડે સેલિબ્રેશન નવતર પ્રયાસ સંપન્ન
ડે સેલિબ્રેશન નવતર પ્રયાસ સંપન્ન
યુનિવર્સીટીઓની ફેકલ્ટીઓમાં ગ્રેજ્યુએટ થતા વયસ્થ વિદ્યાર્થીઓને દીક્ષાંત સમારોહમાં ગ્રેજ્યુએટની ડિગ્રીઓ રાજ્યપાલના
નામે ભવ્ય સમારોહમાં એનાયત કરવામાં આવે જયારે સૌરાષ્ટ્રની નામાંકીત સીબીએસસી અફીલીયેડ ધવલ ઇન્ટરનેશનલ સ્કૂલ જેતપુરમાં
ઉપસ્ક્ષિત પેરેન્ટસ અને પ્રિન્સીપાલશ્રીઓની હાજરીમાં કિન્ડરગાર્ટન એટલે કે કેજીમાં અભ્યાસ કરતાં ચારથી પાંચ વર્ષના ભૂલકાઓને
ગ્રેજ્યુએસન ડે સેલિબ્રેશનમાં પદવીદાન આપવામાં આવી.
આ સમારોહમાં વયસ્થ વિદ્યાર્થીઓને સેલિબ્રેશન જેવો માહોલ ધવલ ઇન્ટરનેશનલ સ્કુલના કેમ્પસમાં "ટીની ટોટસ"ને ગાઉન અને કેપમાં સજ્જ થયેલા ભૂલકાઓને હાયર કેજીની ડિગ્રીઓને એનાયત કરવામાં આવી. આ પ્રસંગે ભારતીય સેનના નિવૃત મેજર સુમેરસિંહ બુગલીયાએ આ બાળકોને પદવી એનાયત કરતા જણાવેલ કે વીસ વર્ષ પછી ભારતનું ભવિષ્ય જેના હાથમાં છે, તેવા ભાવિ નાગરિકોએ ડિસીપ્લીનના અને વતનપરસ્થના પાઠની સાથે પર્સનલ ડેવેલોમેન્ટનું ધડતર કરવું પડશે. આ
નવતર પ્રયોગ સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત આયોજન કરવાનો શ્રેય ધવલ ઇન્ટરનેશનલ સ્કુલના કેમ્પસના પ્રિ.પ્રાઈમારી પ્રિન્સીપાલ કુમારી અનિતા મેડમ અને તેમની
ટીમને આપી સીઈઓ હિતેશ પટેલએ પ્રિન્સીપાલશ્રીઓને અભિનંદન પાઠવ્યા. સંસ્થાના "ટીની ટોટસ" અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત
પેરેન્સ વિદ્યાર્થીઓ સાથે કુમારી ખિયાના ભુવાના હસ્તે અધતન અમ્યુઝમેન્ટ પાર્ક ખુલ્લુમાં આવેલ તે બદલ સંસ્થાના મેનેજીંગ ડીરેક્ટર દિનેશભાઈ ભુવાએ ધવલ ઇન્ટરનેશનલ સ્કુલના આ "ફન વિથ લર્ન" કન્સેપ્ટને ઉજાગર કરેલ હતો.
રાજકોટમાં ડબલ મર્ડર..
ઘટના ડબલ મર્ડરમાં ફેરવાઈ
3 આરોપીઓ કાર સાથે ગિરફ્તાર
ભરવાડ સમાજમાં શોક સાથે રોષ
રવિવાર, 8 એપ્રિલ, 2018
ગુરુવાર, 22 ફેબ્રુઆરી, 2018
મોબાઇલ વૉલેટ કંપનીઓને તેમના યુઝર્સના KYC સબમિટ કરાવવામાં નિષ્ફળ ?
મોદી સરકાર દ્વારા શરુ કરવામાં આવેલા કેશલેશના અભિયાનને કારણે હવે Paytm, mobikwik, payumoney, Freecharge વગેરે જેવા મોબાઇલ વૉલેટ્સ યંગસ્ટર્સની બેઝિક જરુરિયાત બની ગયા છે.
પરંતુ ‘રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા’એ દર્શાવેલી નોટીસ પ્રમાણે આ મોબાઇલ વૉલેટ્સની સામે સમસ્યા ઉભી થઈ છે. ગયા વર્ષે RBI એ તમામ મોબાઇલ વૉલેટ કંપનીઓને તેમના યુઝર્સના KYC સબમિટ કરાવવા માટે આદેશ કર્યો હતો, જેમાં દર મહિને 10 હજાર રૂપિયા કરતાં વધુ ટ્રાન્ઝેક્શન કરતા યુઝર્સે તેમનું KYC આપવું ફરજિયાત છે, જેનામાટેની છેલ્લી ડેડલાઇન 28 ફેબ્રુઆરી, 2018 છે. પરંતુ સ્થિતિ એ છે કે મોબાઇલ વૉલેટ કંપનીઓએ RBIના આ આદેશનું પાલન કર્યું નથી.
KYC સબમિટ કરાવનારા યુઝર્સની સંખ્યા ફક્ત 9% જેટલી જ છે એટલે કે 91% યુઝર્સે પોતાનાં KYC સબમિટ કર્યાં નથી. જો RBI તેના KYC ની મુદ્દત નહીં લંબાવે તો 91% યુઝર્સ માટે મોબાઇલ વૉલેટના ઉપયોગ પર ભયંકર પાબંદી આવી જશે અને તેઓ 10 હજાર રૂપિયાથી વધુનું ટ્રાન્ઝેક્શન જ નહીં કરી શકે અને 10 હજારથી વધુ રકમ તેઓ મોબાઇલ વૉલેટમાં રાખી પણ નહીં શકે. એક રિપોર્ટ પ્રમાણે મોબાઇલ વૉલેટ્સ દ્વારા ડિસેમ્બર, 2017માં 12 હજાર કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું. યૂઝર્સે KYC લિંક કરવા તેમના મોબાઇલ વૉલેટને આધાર કાર્ડ અને પાનકાર્ડ સાથે લિંક કરાવવાનું ફરજિયાત છે.
દિલ્હી ક્રિકેટ રમતા ચેતેશ્વરને પરિવારજનોએ સમાચાર આપ્યા
" જલેબી ઉત્સવ" ઉજવવા ચેતેશ્વર દિલ્હીથી રાજકોટ આવવા રવાના
ભારતીય ટેસ્ટ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના લક્ષ્મીજી અવતર્યા છે. ગુરુવારે સાંજના સમય પત્ની પૂજાએ પુત્રીને જન્મ આપ્યો. પૂજારા ક્રિકેટ રમવા માટે દિલ્હી હોઈ તેને પરિવારજનો દ્વારા ફોન પર આ ખબર આપવામાં આવી હતી. આવા શુભ સમાચાર સાંભળતાજ તે દિલ્હીથી રાજકોટ આવવા માટે રવાના થયો હતો.
ચેતેશ્વર પૂજારા રાજકોટ આવી માતા-પુત્રીને મળીને "જલેબી ઉત્સવ" આટોપી ફરી પાછો દિલ્હી જશે. સૌરાષ્ટ્રની ટીમ વિજય હઝારે ટ્રોફીની સેમી ફાઈનલમાં પહોંચી ગઈ છે જેથી તેને ટીમ સાથે જોડાવું પડશે. માતા-પુત્રી બંને સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, 30 વર્ષીય પૂજારાએ 2013માં પૂજા પાબારી સાથે લગ્ન કર્યા હતા અને આ તેમનું પ્રથમ સંતાન છે. પુત્રીના આગમનથી પૂજારા પરિવાર સહિત તેના ફેન્સ ખુબ જ ખુશ છે અને સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓનો વરસાદ થવા લાગ્યો છે.
સોમવાર, 9 ઑક્ટોબર, 2017
WILL WILL FINE WAY
આપના અભ્યાસના પેપરો વ્યાજબી ભાવે
ટાઇપ કરી આપીશુ. આજે જ સમ્પર્ક કરો.
૯૧ ૫૭ ૮૧૨ ૮૧૨
રવિવાર, 1 ઑક્ટોબર, 2017
બુધવાર, 20 સપ્ટેમ્બર, 2017
સોમવાર, 18 સપ્ટેમ્બર, 2017
અંગ્રેજી ટાઈપિંગ વર્ક
kkumarjoshi@gmail.com
Atul N. Chotai: candidate required for work
મંગળવાર, 30 મે, 2017
જેતપુર તાલુકા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા રેઢી મુકીને નાશી છુટેલ કારમાંથી ૧૪૭ બોટલ દારૂ જપ્ત...
ગુરુવાર, 30 માર્ચ, 2017
પ્રેમલગ્ન કરનારા યુગલને હિંસા સામે રક્ષણ આપવાની રાજ્યની ફરજ : હાઇકોર્ટ...
શુક્રવાર, 17 માર્ચ, 2017
ગોંડલના દેરડી (કુંભજી) માં બહુચરાજી મંદિરે સમહુલગ્ન...
શનિવાર, 11 માર્ચ, 2017
ઓલ ઇન્ડિયા પોસ્ટલ એમ્પ્લોઇઝ યુનિયન ગોંડલ ડિવિઝનની જનરલ મિટિંગ કાલે રીબડામાં...
કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં હોલીકા દહનઃ સોમવારે ધુળેટી...
ગોંડલમાં પ દુકાનો તૂટતા - ચેઇનની ચીલઝડપ થતા વેપારીઓ રોષે ભરાયાઃ ચક્કાજામ કર્યો...
મંગળવાર, 28 ફેબ્રુઆરી, 2017
જેતલસરમાં શ્રી ઇદ્રેશ્વર મહાદેવ મંદિરનું શિલાન્યાસ...
શનિવાર, 4 ફેબ્રુઆરી, 2017
જેતપૂરમાં રાંધણગેસનું લીક સિલિન્ડર ફાટતા મકાનમાં આગઃ ઘરવખરી બળીને ખાક...
ગુરુવાર, 2 ફેબ્રુઆરી, 2017
સાન્દીપની શ્રી હરિમંદિરે અન્નકુટ દર્શન કરતા કોકીલાબેન અંબાણી...
પ્રત્યેક મનુષ્યમાં ઇશ્વરનો અંશ : પૂ. રમેશભાઇ ઓઝા...
લ્યો કરો વાત ગાય મોબાઇલ ગળી ગઇ ...
મંગળવાર, 17 જાન્યુઆરી, 2017
ખોડલધામનાં મુખ્ય દાતા તરીકે ચમારડીના ગોપાલભાઇ વસ્તરપરા...
જુનાગઢમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના તેજસ્વી તારલાઓનું સન્માન...
'આપા ગીગાના ઓટલા'ની સેવા પ્રવૃત્તિઓ નિહાળી શ્રી પ્રેમગીરીજીબાપુએ આશિર્વાદ વરસાવ્યા...
કાગવડ શ્રી ખોડલધામ મંદિરનો અદ્ભૂત નજારો : રાજકોટ -ગોંડલ હાઇ-વે ઉપર કલાત્મક રંગાળી...
મવડી ચોકડીએ શોભાયાત્રાની વચ્ચેથી વાહનો નીકળવા માંડ્યાઃ દસેક મિનીટ યાત્રા થંભી ગઇ...
રાજકોટ- ગોંડલ હાઇ-વે ઉપર એક તરફ શોભાયાત્રા- બીજી તરફ વાહનવ્યવહાર...
૪૦૦૦ મોટરકાર, ૧૦,૦૦૦ બાઇક માર્ગો પર ખોડિયાર માતાનો જયજયકાર...
ઐતિહાસિક ખોડલધામ મહોત્સવનો મંગલારંભ...
સોમવાર, 16 જાન્યુઆરી, 2017
બગદાણામાં પૂ. બજરંગદાસબાપાની પૂણ્યતિથીઃ દોઢ લાખ ભાવિકો ઉમટ્યા...
પોરબંદર સાન્દીપનીમાં ક્રિકેટ રમતા પૂ.રમેશભાઇ ઓઝા - પૂ. જેન્તીરામબાપા...
ગોંડલના દેરડી (કુંભાજી) રૂદ્રાક્ષ વિદ્યાલયમાં યુવા દિનની ઉજવણી...
શુક્રવાર, 13 જાન્યુઆરી, 2017
ખંભાલીડામાં જામ્યો પતંગોત્સવ : કુલ ૩૫ પતંગવીરોએ ગગન રંગબેરંગી પતંગોથી છલકાવી દિધુ : પવન પણ અનુ કૂળ...
જેતલસર આરડીસી બેંકને તાળાબંધી : ગ્રાહકોનો મીજાજ જોઇને બેંકનો સ્ટાફ ભાગી ગયો...
મંગળવાર, 10 જાન્યુઆરી, 2017
ટીબીના કેમ્પેનમાં સહકાર આપવા બદલ બિગ બીને અમેરિકન એમ્બેસીએ એવોર્ડ આપ્યો...
ઉપલેટામાં ચોરાઉ બે ટ્રેકટર અને ખેત ઓજારો સાથે બે શખ્સોને ઝડપી લેતી રૂરલ એલસીબી...
સોમવાર, 9 જાન્યુઆરી, 2017
વડાપ્રધાનનો બે દિ'નો કાર્યક્રમ...
આખુ વર્ષ દોરો પાઇને ગુજરાન ચલાવતાં કાનપુરના મિથુનભાઇએ આઠ વર્ષથી ભાવ વધારો નથી કર્યો...
ખોડલધામ કાગવડ ઈતિહાસ બનવા જઈ રહ્યુ છેઃ નરેશભાઈ પટેલ...
અકસ્માતમાં જેતપુરના પીઠડીયા ગામના મનસુખભાઇ ધડુકના મોતથી અરેરાટી...
શનિવાર, 31 ડિસેમ્બર, 2016
૩૧મીની ઉજવણી કાયદામાં રહીને કરજોઃ પોલીસ કમિશ્નર અનુપમસિંહની તાકીદ...
ગાંધીનગર બન્યું દેશનું સૌપ્રથમ ડિજીટલ સિટી...
ગુરુવાર, 8 ડિસેમ્બર, 2016
૪ સ્કૂલના ટ્રસ્ટીઓ-સંચાલકો સામે ફોજદારીઃ રાતોરાત કાર્યવાહી...
દેરડી (કું)ની શાળાની કૃતિ રાજ્યકક્ષાએ પસંદ...
સોમવાર, 28 નવેમ્બર, 2016
જેતલસરમાં સિંહ ત્રિપુટીનો આતંકઃ ૧ બળદ બે વાછરડાનું મારણઃ ૪ને ઘાયલ કર્યાઃ ફફડાટ...
શુક્રવાર, 25 નવેમ્બર, 2016
જેતલસરના પીપળવામાં ૩ સિંહો ત્રાટકયા : ૬ પશુઓના મારણ...
બુધવાર, 23 નવેમ્બર, 2016
૮૦ જેટલી ચીજવસ્તુઓ ઉપર નહી લાગે GST...
જનધન-નાની બચત ખાતામાં જુની નોટ જમા કરવા ઉપર પ્રતિબંધ...
જેતપુરમાં ઘાતકી શખ્સોએ ૧૦ શ્વાનને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધા...
ગુરુવાર, 8 સપ્ટેમ્બર, 2016
વિરપુર (જલારામ) નજીકના પીઠડીયા ટોલનાકા પાસે સ્વયંભુ ગણેશજી મંદિરે ઉમટતા ભાવિકો...
જામકંડોરણાના મોટા ભાદરમાં મગફળીના પાકમાં મૂંડાના રોગથી ખેડુતો ચિંતીત...
જામકંડોરણાના મોટા ભાદરમાં મગફળીના પાકમાં મૂંડાના રોગથી ખેડુતો ચિંતીત...
બુધવાર, 3 ફેબ્રુઆરી, 2016
વીરપુર નજીક વીજપોલ સાથે ટેન્કર અથડાયું બનાવ સ્થળેથી મળી અજાણ્યા યુવાનની લાશ
લાયન્સ કલબ રોયલ જેતપુર દ્વારા પશુ રોગ નિદાન કેમ્પ યોજાયો
અવસાન નોંધ : ૩-૨-૨૦૧૬
જેતપુરના કણકિયા પ્લોટમાં સત્સંગ હોલ વાળો રોડ બનાવવામાં તંત્રની વ્હાલાદવલાની નીતિ...
૩૦૦૦ અને ૧૫૦૦ મીટર દોડમાં રાજ્ય કક્ષાએ પ્રથમ આવેલી નવાગઢની વિપ્ર વિદ્યાર્થીની ખેલ મહાકુંભમાં પણ ઝળકી
લ્હાવો દરિયાઈ પ્રજાતિઓનો..
મંગળવાર, 2 ફેબ્રુઆરી, 2016
ભાજપના 13 સભ્યો વિરુદ્ધ ગાંધીનગર ખાતે મોવડી મંડળ સમક્ષ રીપોર્ટ કરતા પાલિકા પ્રમુખ અને શહેર ભાજપના આગેવાનો !
સોમવાર, 1 ફેબ્રુઆરી, 2016
ખજૂરીગુંદાળા ગામના વિદ્યાર્થીનો ગળાફાંસો ખાઈ આપઘાત..
અમરનગરમાં કેન્સર નિદાન કેમ્પ યોજાયો
અમરનગરમાં કેન્સર
નિદાન કેમ્પ યોજાયો
જેતપુર તા.૧
જેતપુર તાલુકાના અમરનગર ગામના આરોગ્ય કેન્દ્રમાં તાજેતરમાં રાજકોટ કેન્સર સોસાઈટી દ્વારા મુખ્ય મંત્રી અમૃત્તમ યોજના અને મુખ્ય મંત્રી વાત્સલ્ય યોજના હેઠળ કેન્સર નિંદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરનગરના મેડીકલ ઓફિસર ડો.હેપ્પી અધ્યક્ષ સ્થાને યોજાયેલ અને ડો.સવાણીના હસ્તે ઉદ્ઘાટિત થયેલ આ કેમ્પમાં ઉપસ્થિત દર્દીઓનું નિદાનની સેવા ડો.ડી.કે.પીપળિયાની મળી હોવાનું ગામના સરપંચ જગદીશભાઈ અને આરોગ્ય કેન્દ્રના વાસુદેવભાઈ શીલુએ જણાવ્યું હતું.
ફોટો : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨
“સાહબ આપકા એટીએમ લોક હો ગયા હૈ, પાસવર્ડ દીજિયે” કહીને... જેતપુરના મુસ્લિમ આધેડના બેંક ખાતામાંથી રૂપિયા ૧૮ હજાર ઉપાડી લેતા ગઠીયાઓ !
"સાહબ આપકા એટીએમ લોક હો ગયા હૈ, પાસવર્ડ દીજિયે" કહીને...
જેતપુરના મુસ્લિમ આધેડના બેંક ખાતામાંથી
રૂપિયા ૧૮ હજાર ઉપાડી લેતા ગઠીયાઓ !
પેટીયું રળવા મજુરી કરી બેંકમાં પૈસા રાખ્યા હતા.પણ હિન્દીભાષી ગઠિયાઓએ ભોળવીને પૈસા સેરવી લીધા ! બેંકવાળા સતોષકારક જવાબ ના આપતા હોવાની પોલીસમાં રાવ......
જેતપુર તા.૧ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરના એક મુસ્લિમ આધેડને ફોન ઉપર ભોળવીને પરપ્રાંતીય શખ્શોએ તેમના જેતપુર સ્થિત બેંક ખાતામાંથી રૂપિયા ૧૮ હજાર ઉપાડી લઇ છેત્તરપીંડી કરી હોવાની જેતપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો મુજબ જેતપુરના ખીરસરા રોડ પર રહેતા અને મજુરી કરતા હનીફભાઈ ઈસ્માઈલભાઈ શાહમદાર ગત ૨૭-૧-૧૬ ના રોજ તેમના મોબાઈલ નંબર ઉપર એક અજાણ્યા હિન્દીભાસી યુવાનનો કોલ આવ્યો હતો કે "સાબ આપકા એટીએમ કાર્ડ લોક હો ગયા હૈ, પ્લીઝ આપકા એટીએમ કાર્ડ નંબર ઔર પાસવર્ડ દીજિયે, શુરુ કર દેતા હું" આવા સમયે જો એટીએમ કાર્ડ બંધ થઇ જાય તો ધંધે લાગી જઈએ તેવું મનોમન વિચારી હનીફભાઈએ હિન્દીભાષી યુવાનને તેમના એટીએમ કાર્ડ નંબર અને પાસવર્ડ આપી દીધા હતા.
દરમિયાન પાંચ જ મીનીટમાં હિન્દીભાસી શકશે એકવાર રૂપિયા ૯૦૦૦ અને બે વાર રૂપિયા ૫૦૦૦-૫૦૦૦ ઉપાડી લીધાના મેસેજ મળતા આ મુસ્લિમ આધેડ મૂંઝાયા હતા. બીજીબાજુ તેમને અહીના લાદી રોડ સ્થિત ઇન્ડિયન ઓવરસીજ બેંકમાં તપાસ કરતા રૂપિયા ૧૮૦૦૦ ઉપડી ગયાનું અને આ બાબતે બેંકસુત્રોએ કોઈ સંતોષકારક જવાબ નહિ આપતા હનીફભાઈએ આ વાતની જેતપુર શહેર પોલીસ અને રાજકોટ જીલ્લા પોલીસેને લેખિત ફરિયાદ કરી છે. અમુક બેંકસુત્રોએ જણાવેલ કે હિન્દુસ્તાનની કોઈ પણ બેન્કમાંથી એટીએમ કાર્ડ લોક થઇ ગયું તેવો કોઈ દિવસ કોઈ ગ્રાહકને ફોન નથી કરાતો. એક વખત જે તે બેન્કમાંથી એટીએમ કાર્ડ ગ્રાહકને સોંપાઈ કે અપાઈ ગયા પછી એટીએમના નંબર અને પાસવર્ડ સુરક્ષીત રાખવા જે તે ગ્રાહકની જવાબદારી છે. જયારે બેન્કિંગ કામકાજ સાથે સંકળાયેલા અમુક આગેવાનાઓ જણાવે છે કે, હિન્દુસ્તાનમાંથી ગમે તે જગ્યાએથી કોઈ પણ બેંક ખાતામાંથી પૈસા ઉપાડવાનો વહેવાર થાય એટલે સંબંધિત બેન્કને સો ટકા ખબર પડી જાય કે ક્યાંથી પૈસા ઉપડયા ? પણ કામગીરીઓના ભારણમાં કે આળસ નીચે દબાયેલા બેન્ક્સુત્રો આવી રીતે ઘણી વખત છેતરાયેલા ગ્રાહકો સાથે મનસ્વી-ઉડાઉ વર્તન કરતા હોય ઉપરી બેંકસુત્રોએ કોઈ કડક અમલવારી કરાવવી જોઈએ !
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર
રવિવાર, 31 જાન્યુઆરી, 2016
Join Live: Mann Ki Baat on 31st January
Join PM on Social Media
> Interact with PM
> Know the PM
> Give your Suggestions
> Forward it to a friend
> This message was sent to kkumarjoshi@gmail.com from Prime Minister's Office through no-reply@sampark.gov.in


































