૩૦૦૦ અને ૧૫૦૦ મીટર દોડમાં રાજ્ય કક્ષાએ પ્રથમ આવેલી
નવાગઢની વિપ્ર વિદ્યાર્થીની
ખેલ મહાકુંભમાં પણ ઝળકી
કુ.આસ્થા જીલ્લા કક્ષાએ પણ દોડમાં મેદાન માર્યું !
જેતપુર તા.૩
જેતપુરના નવાગઢમાં રહેતી અને અહીની કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી કુ.આસ્થા હિતેશભાઈ રાવલે અગાઉ તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભમાં તેજસ્વી દેખાવ કર્યા બાદ કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા યોજાયેલ દોડ સ્પર્ધામાં ૩૦૦૦ અને ૧૫૦૦ મીટર દોડમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી, ગ્વાલિયર(મધ્યપ્રદેશ) ખાતે રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી બ્રહ્મસમાજ, શાળા અને જેતપુર નવાગઢનું ગૌરવ વધાર્યું હતું.
તો તાજેતરમાં ગોંડલની એશિયાટિક કોલેજ ખાતે જીલ્લા કક્ષાની ૧૫૦૦ મીટર દોડમાં પ્રથમ અને ૮૦૦ મીટર દોડમાં તૃતીય નંબરો મેળવી પુનઃ આગામી ખેલમહાકુંભમાં જોડાવાની પાત્રતા હાંસલ કરતા કેન્દ્રીય વિદ્યાલય તેમજ જેતપુર-નવાગઢ શહેર અને બ્રહ્મસમાજનું ગૌરવ વધાર્યું છે. કુ.આસ્થા રાવલે દોડ સ્પર્ધા ક્ષેત્રે વખતો વખત પોતાની ચિત્તા સ્ટાઈલ દોડ સાબિત કરવાનું ચાલુ રાખતા જેતપુર બ્રહ્મસમાજના ભામાશા વી.આઈ.પંડ્યા, બ્રહ્મસમાજના આગેવાનો કમલેશભાઈ પંડ્યા, કાળુભાઈ જોશી, કશ્યપ જોશી વિગેરેએ આસ્થાને અભિનંદન પાઠવ્યા છે.
ફોટો : કશ્યપ જે.જોશી જેતપુર જેતલસર


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો