અનુયાયીઓ

બુધવાર, 3 ફેબ્રુઆરી, 2016

વીરપુર નજીક વીજપોલ સાથે ટેન્કર અથડાયું બનાવ સ્થળેથી મળી અજાણ્યા યુવાનની લાશ

વીરપુર નજીક વીજપોલ સાથે ટેન્કર અથડાયું 
બનાવ સ્થળેથી મળી અજાણ્યા યુવાનની લાશ 
જેતપુર તા.૩
આજે સવારે જેતપુરના વીરપુર જલારામ નજીક એક ખાલી ટેન્કર વીજપોલ સાથે અથડાયું ત્યારે બનાવ સ્થળેથી એક અજાણ્યા યુવાનની લાશ પણ મળતા વીરપુર પોલીસના ફોજદાર ગોહિલે તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જેતપુરથી વીરપુર જતા વચ્ચે આવતા શ્રી ગણપતિબાપાનાં મંદિર સામે આજે સવારે રાજકોટ થી જેતપુર તરફ આવતા જીજે૧૮ એક્સ ૩૮૬૫ નંબરનું એક ખાલી ટેન્કર રોડ નીચે ઉતારી જઈ ધડાકાભેર એક વીજપોલ સાથે અથડાતા આજુબાજુનો વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. અને ટેન્કર ચાલક નાશી છૂટ્યો હતો.
બીજીબાજુ બનાવની જાણ થતાજ ઘટના સ્થળે પહોચેલી વીરપુર પોલીસના ધ્યાને એક અજાણ્યા પુરુષની લાશ આવી હતી. બનાવ બાદ વીજશોકથી આ યુવાનનું મોત થયું છે કે ટેન્કર અકસ્માતથી ? મૃતક ટેન્કરનો ક્લીનર છે કે કોઈ રાહદારી ? વિગેરે બાબતોની તપાસ વીરપુર પોલીસના પીએસઆઈ ગોહિલે હાથ ધરી છે. પોલીસના જણાવ્યાં અનુસાર અજાણ્યા મૃતકની લાશ હાલ વિરપુરના સરકારી દવાખાનામાં કોલ્ડ સ્ટોરેજમાં રખાઈ છે. કોઈ વાલી વારસો હોય તો વીરપુર સરકારી દવાખાનાનો સંપર્ક કરવા પોલીસનો અનુરોધ છે.

વીરપુરની પરિણીતાએ એસીડ પી લેતા ગંભીર 
જેતપુર તા.૩
વીરપુરની એક પરિણીતાએ આજે કોઈ અગમ્યો કારણોસર પોતાના ઘરે એસીડ પી લેતા પ્રાથમિક સારવાર વીરપુર અપાવી વધુ સારવાર માટે ગંભીર હાલતમાં રાજકોટની સરકારી હોસ્પીટલે ખસેડાઈ હોવાનું વીરપુર પોલીસે જણાવ્યું હતું.
મળતી વિગતો મુજબ વિરપુરના દેવપરા વિસ્તારમાં રહેતા નીલેશભાઈ બાબુભાઈ દેગામાની પત્ની ભારતીબેન(ઉ.વ.૨૮) એ આજે કોઈ અગમ્યો કારણોસર પોતાના ઘરે એસીડ પી લેતા સારવાર માટે વીરપુર સરકારી હોસ્પીટલમાં ખસેડાઈ હતી. દરમિયાન ત્યાં ભારતીબેનની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. એક વર્ષનો લગ્ન ગાળો ધરાવતી ભારતીએ એસીડ પીવા પાછળ કોઈ ગૃહકંકાશ કારણભૂત છે કે બીજું કોઈ કારણ ? તે અંગે ફોજદાર ગોહિલે વધુ તપાસ હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨ 

ટિપ્પણીઓ નથી: