જેતપુર પાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં વિકાસના કામોનો વિરોધ કરનારા
ભાજપના 13 સભ્યો વિરુદ્ધ ગાંધીનગર ખાતે મોવડી મંડળ સમક્ષ
રીપોર્ટ કરતા પાલિકા પ્રમુખ અને શહેર ભાજપના આગેવાનો !
પક્ષની જે થાળીમાં સાથે જમવાનું હોય તેમાં પક્ષનોજ માણસ થુંકે તે વાત કેમ ચલાવી લેવાય ? પા.પ્રમુખ બારોટ
જેતપુર તા.2
થોડા દિવસો પહેલા જેતપુર નવાગઢ નગર પાલિકાની મળેલી જનરલ બોર્ડની બેઠકમાં પાણીની ટાંકી બનાવવા સહિતના પ્રજા વિકાસના કામો સામે વિરોધ કરનારા ભાજપના 13 સભ્યો સામે સ્થાનિક ભાજપ પ્રમુખ અને જેતપુર પાલિકા પ્રમુખ શારદાબેન બારોટે ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપના આગેવાનો(મોવડી મંડળ)ને રીપોર્ટ કર્યાની વાતથી પાલિકાના રાજકારણમાં ઠંડી ઉડાડતો ગરમાવો આવ્યો છે.
મળતી વિગતો મુજબ જેતપુર નવાગઢ નગર પાલીકાની તાજેતરમાં યોજાયેલ જનરલ બોર્ડની બેઠક દરમિયાન બાર-તેર પ્રશ્નોનો ઉપસ્થિત સદસ્યોમાના 13 ભાજપના અને 2 અપક્ષો મળી 15 સદસ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે ભાજપના પાલિકા પ્રમુખ શારદાબેન હરસુરભાઇ બારોટે સમસમી જઈને શહેર ભાજપ કિશોરભાઈ શાહને આ વાત બતાવતા તેઓ પણ મનોમન " જે પક્ષની થાળીમાં સાથે બેસીને જમવું જોઈએ અને પક્ષનો માણસ જ આ થાળીમાં થુંકે" ત્યારે આ વાત સહવી કઠણ સમજીને જેતપુર શહેર ભાજપ પ્રમુખ અને પાલિકા પ્રમુખે ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપના આગેવાનોને રૂબરૂ મળીને રીપોર્ટ કર્યાની વાત શહેરમાં ફરતી થતા પાલિકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
મૌખિક સુચના છતાં સભ્યો વિરુધ્ધમાં ગયા !
જેતપુર : નગર પાલિકાના પ્રમુખે દુખ સાથે જણાવ્યું હતું કે, જનરલ બોર્ડની બેઠક પહેલા રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ સખીયા અને પોરબંદરના સાંસદ રાદડીયાએ ભાજપના પાલિકા સદસ્યોને મૌખિક સૂચનાઓ આપી હતી કે, કોઈ પ્રશ્નનો વિરોધ કરવાનો નથી, તમારા જે પ્રશ્નો હશે તે બેઠક બાદ વિચારશે અને હલ કરવા પ્રયાશો કરાશે.. આમ છતાં પાલિકાના 13 ભાજપના સભ્યોએ તેરેક પ્રશ્નનો વિરોધ કરી જે મતિનું પ્રદર્શન કર્યું તે ભાજપ માટે દુખદ હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.
શિસ્તભંગના પગલા તોળાશે કે કેમ ? મોવડી મંડળ જાણે !!
જેતપુર: જેતપુર પાલિકાના ભાજપના 13 સભ્યોએ વિકાસના કામોમાં આડો પગ કરી પક્ષની પ્રતિભા ખરડાવવા કરેલા પ્રયાસની વાતમાં વિરોધ કરનારા રાજેશ ઉસદડિયા, સુરેશ સખરેલીયા, અરવિંદ વણઝારા, અશોક મંગલાણી, બટુક સાકરિયા, ગોપાલ ડોબરિયા, દિલીપ વડાલીયા, મહેશ ભડેલીયા, રમાબેન મકવાણા, વિજયાબેન બરવાળીયા, પ્રભાબેન આંબલીયા, રમાબેન સરવૈયા, કંચનબેન વોરા, કંચનબેન લુણાગરિયા તથા ગીતાબેન રાઠોડ વિગેરે સામે શું શિસ્તભંગના પગલા તોળાશે કે કેમ ? તેવા પ્રશ્નના જવાબમાં પાલિકા પ્રમુખે જણાવેલ કે અમોએ આ વાત મોવડી મંડળને લેખિત અને મૌખિક બહુ સારી રીતે જણાવી દીધી છે. હવે શું નિર્ણય લેવો ? તે મોવડીમંડળના હાથમાં છે !!
કશ્યપ જે. જોશી જેતપુર 9974262812
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો