LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શનિવાર, 26 સપ્ટેમ્બર, 2015
virpurma sagir putri par balaatkaar gujarnaar tahomatdaar kalu solanki photo by kashyap joshi jetpur
સગી પુત્રી પર નરાધમ પિતાનો બળાત્કાર
દેવીપૂજક માતાએ હિંમત કેળવી બીજા ભરથારના કાળા કામો પોલીસ થાણે જઈ
વર્ણવતા પોલીસ પણ ધ્રુજી ગઈ ! ફોજદાર ગોહિલે બળાત્કારી પિતાને ગણતરીની
કલાકોમાજ ઝડપી લીધો !
photo kashyap joshi jetpur
ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2015
KASHYAP J.JOSHI JETALSAR JETPUR
કોઇમ્બતુર ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં
જોડતા જેતપુરના અગ્રણી શિક્ષણશાસ્ત્રી હિરેન વ્યાસ
જેતપુર તા.૨૪ (કશ્યપ જોશી દ્વારા)
તાજેતરમાં કોઇમ્બતુર ખાતે યોજાયેલ ત્રીજી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ઇન્ટરનેશનલ માર્કેટિંગ ઇન એશિયા પેસિફિક ઇસ્યુસ એન્ડ ચેલેન્જીસ-૨૦૧૫ સમગ્ર વિશ્વના ડેલીગેટ્સ જોડાયા હતા. ગ્લોબલાઈજેસન ઇનોવેશન અંગેની આ કોન્ફરન્સમાં અમેરિકા, ઓસ્ટ્રેલીયા, જાપાન, કેનેડા, ફ્રાંસ, મલેશિયા અને ભારતના એમ છ દેશોના ખ્યાતનામ મહાનુભાવોએ કીનોટ સ્પીકર્સ તરીકે વ્યાખ્યાનો આપ્યા હતા. આ તકે ગુજરાતના જાણીતા શિક્ષણશાસ્ત્રી હિરેનભાઈ વ્યાસ(જેતપુર)એ શિક્ષણના વૈશ્વિક પ્રવાહો પર વ્યાખ્યાન રજુ કરી જેતપુરનું નામ રોશન કર્યું હતું. જયારે મારવાડી કોલેજના મેનેજમેન્ટ ફેકલ્ટીના દિન ડો.ચિન્મય રેડીએ ફાઈનાન્સ અંગે સ્પીચ આપી હતી.
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર
જેતપુર નજીકના છાપરવાડી નદી-ડેમ વિસ્તારમાં ગેરકાયદે ચાલતા
સાડી ધોલાઈઘાટો બંધ કરવા મેવાસાના ખેડૂતોનું મામલતદારને પા.પ્રદુષણ તંત્રને આવેદન
જેતપુર તા.૨૫ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકાના મેવાસા ગામના ખેડૂતોએ આજે જેતપુર દોડી આવી છાપરવાડી ડેમ અને નદીમાં પ્રદુષણ ફેલાવતા ગેરકાયદેસર સાડી ધોલાઈ ઘાટો તોડી પાડવાની માંગ કરી મામલતદાર અને પાણી પ્રદુષણ તંત્રને આવેદનો આપ્યા હતા.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના મેવાસા ગામના નીલકંઠ બરવાળીયા સહિતના ખેડૂતો આજે જેતપુર દોડી આવી મામલતદાર ભોરણીયા અને પાણી પ્રદુષણ કચેરી સુત્રોને આપેલા આવેદનમાં જણાવેલ કે છાપરવાડી ડેમ અને છાપર વાડી નદીની આજુબાજુ ગેરકાયદેસર ધમધમતા સાડધોલાઈ ઘાટોનાપ્રદુષિત પાણી ડેમ અને નદીના પાણીને પણ પ્રદુષિત કરતા હોય તાત્કાલિક બંધ કરવા જરૂરી છે. અરજદાર નીલકંઠ બરવાળીયાએ એવો આક્ષેપ કર્યો હતો કે આજથી એક થી દોઢ માસ પહેલા પણ આ બારાની રજુઆતો કરી હતી. પણ આ વાતનો કોઈ નિવેડો નાં આવ્યો હોય, છાપરવાડી ડેમ અને નદીના પાણી ભયંકર પ્રદુષિત થઇ રહ્યા છે.
અરજદારે એવું પણ જણાવેલ કે અગાઉ તમના દ્વારા રાજ્યના મુખ્ય મંત્રીને પણ આ બારામાં રજુઆતો કરવામાં આવતા મુખ્યમંત્રીના કાર્યાલયેથી ઉપસચિવે આ પ્રશ્ને વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવને મોકલી ફરીયાદવાળી જગ્યાએ ગેરકાયદેસર રીતે ચાલતા સાડીધોલાઈ ઘાટો, સોફરો બંધ કરવાની તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું છે.
જ્યારે વન અને પર્યાવરણ તંત્રએ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને આ પ્રશ્ન હલ કરવા આધેશો કર્યા છે, પણ સરકારના આવા હુકમોને સંબંધિતો ઘોળીને પી ગયા હોય તેમ આજની તારીખે ગેરકાયદેસર સાડીધોલાઈ ઘાટ સંચાલકો પ્રદુષિત પાણી છાપરવાડી ડેમ અને નદીમાં છોડી કુદરતના જળ જીવોને નાશ કરવા પ્રયાશો કરી રહ્યા છે.
બોક્સ: પાણી પ્રદુષણ તંત્રનો ઘાટ બંધ કરવા હુકમ...
જેતપુર : જેતપુર સ્થિત ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના કાર્યવાહકોએ જણાવેલ કે અરજદારની રજૂઆત અન્વયે જીપીસીબી ગાંધીનગર દ્વારા જેતપુર તાલુકાના મેવાસા ગામે ગેરકાયદેસર ચાલતા અને ચલાવાતા સાડીધોલાઈ ઘાટ માલિક મનજી ડાયા સરવૈયાએ પોતાનો ધોલાઈઘાટ દિવસ ૧૫ માં બંધ કરવા હુકમ કરાયો છે. એટલુજ નહિ જીપીસીબીએ આ જગ્યાએ વીજ પુરવઠો અને પાણી પુરવઠો પણ કાપી(ઠપ્પ)કરી દેવાનો સંબંધિતોને હુકમ કર્યો છે. જો આમ કરવામાં ઘાટ સંચાલક નિષ્ફળ નીવડશે તો પાણી અધિનિયમ ૧૯૭૪ ની કલમ ૪૧(૨) મુજબ ઘાટ સંચાલક અને તેમને સ્પર્શતા જવાબદા અધિકારીઓ કોર્ટમાં ફરિયાદ કરવાને પાત્ર ઠરશે તેવો જીપીસીબીના વરિષ્ઠ પર્યાવરણ ઈજનેર આર.વી.પટેલે હુકમ કર્યો છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર જેતપુર
જેતપુરના વાલીમંડળનું મામલતદાર-પોલીસ અને ડીઈઓને આવેદન
સ્કુલ સંચાલકો બાળકોની સલામતી નહિ જુએ તો
દેવ જેવા બાળકોના અપહરણ થતા રહેશે !!?
જેતપુર તા.૨૪ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરમાંથી એક પાંચ વર્ષના વિદ્યાર્થી દેવ પટેલના અપહરણની ઘટનાને ધ્યાને લઈને જેતપુરની તમામ શાળા સંચાલકો પોત પોતાના વિદ્યાર્થી બાળકોની વિશેષ સલામતી માટે અસરકારક પગલાઓ શરુ કરાવે તેવી જેતપુરના વાલીમંડળે સ્થાનિક મામલતદાર, પોલીસ અને જીલ્લા શિક્ષણધીકારીને આવેદન પાઠવી રજુઆતો કરી છે.
જેતપુર વાલીમંડળના જીતુભાઈ લાડવા, મહમદભાઈ સાંધ, શૈલેશ સાવલિયા, જાતિન દેગડા, વિનોદ જોશી અને મહેશ ભેડા સહિતના વાલીમંડળે સ્થાનિક મામલતદાર, પોલીસ અને રાજકોટ જીલ્લા શિક્ષણધીકારીને આવેદનો આપી જણાવ્યું છે કે જેતપુરમાં તમામ શાળા સંચાલકો તેમના બાળકોને સંબધિત વાહનમાં છેક ઘર સુધી મુકવા જવાની વાહન ચાલકોને સુચના આપે, વિદ્યાર્થી બાળકોના રક્ષણ માટે દરેક શાળાના મેદાનમાં પણ સીસી કેમેરા ગોઠવે, તમામ શાળાઓમાં સિક્યુરીટી ગાર્ડ ફરજીયાત રાખવામાં આવે, શાળામાં ચાલતા વાહનોના નંબર્સ, ચાલકના તમામ નામ, સરનામાં જેવા આધારો લેવા, આરટીઓમાન્ય સ્કુલવેન કે રીક્ષાઓ રાખવી, વાલીઓએ પણ આવા વાહન ચાલકોના નામ, મોબાઈલ નંબરો રાખવા, તેમજ પોત પોતાની શાળાઓમાં ચાલતા વાહન ચાલકો બાળકોને ઘેટા બકરાની માફક ના બેસાડે વિગેરે સુચારુ નિયમો, આદેશો, પ્રથાઓ ચાલુ કરે તે જરૂરી છે. અન્યથા જેતપુરમાં જેમ તાજેતરમાજ દેવ પટેલ નામના શિશુનું અપહરણ થયું તેમ અન્ય બાળકોની પણ સલામતી જોખમાતી રહેશે તેવું જેતપુરના વાલમંડળ નું કહેવું છે.
કશ્યપ જે. જોશી જેતલસર – ૯૯૭૪૨ ૬૨૮૧૨






























