LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
બુધવાર, 31 ઑગસ્ટ, 2011
મનિષ તિવારી સ્ટેન્ડિંગ કમિટિમાંથી બહાર
સરકારને હચમચાવી મૂકનાર અણ્ણાને પણ લાગે છે ડર! શેનો?
લોકસભામાં 5 સપ્ટેમ્બરના રોજ જસ્ટીસ સેન કરશે મહાભિયોગનો સામનો
એર ઈન્ડિયાના વિમાનનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ
સહારાના 16 અરબ ડોલર ચૂકવી દીધાના દાવાથી આરબીઆઇ પરેશાન
લાંચ લેનારા આઈટી કમિશ્નર 10 દિવસના રિમાંડ પર
ટ્રેનમાં સ્ટંટ કરવા મોંઘા પડી શકે છે... જરા આ નમૂનો જોઇ લો !
અણ્ણા હઝારેના સ્વાસ્થ્યમાં સુધારો : ડોક્ટર
ભાદર નદીમાં લાપતા ગોવિંદ રામ ની પણ લાશ મળી.
નાસિકમાં કિશોરીને બળાત્કાર બાદ જિવતી સળગાવી
નાસિકમાં કિશોરીને બળાત્કાર બાદ જિવતી સળગાવી
રાષ્ટ્રપતિના વિમાનમાં ટેક્નીકલ ખરાબી
કપિલ સિબ્બલને ત્યાં મોકલવામાં આવી એક લાખની ‘લાંચ’!
નવેમ્બર સુધી ભારતમાં 9/11ને અંજામ આપી શકે છે અલકાયદા
જેતપુર ની ભાદર નદીમાં લાપતા બેમાંના એક બિહારી યુવાનની લાશ મળી.
મંગળવાર, 30 ઑગસ્ટ, 2011
ગુજરાતમાં લોકાયુક્ત મામલે ભાજપના સાંસદો બીજીએ રાષ્ટ્રપતિને મળશે
ટુજી કેસમાં પાંચ કંપનીઓની મિલકતો ટાંચમાં લેવા આદેશ
સંસદ સત્રમાં હાજર રહેવા મામલે કલમાડીની અપીલ નામંજૂર
સિંગાપોર મ્યુઝિયમે પ્રાઇઝ માટે પાંચ ભારતીયોને નોમિનેટ કર્યા
એનઆઈટી વારાંગલના વિદ્યાર્થીને ૪૫ લાખની ઓફર !
ટુજી કેસમાં પાંચ કંપનીઓની મિલકતો ટાંચમાં લેવા આદેશ
સંસદ સત્રમાં હાજર રહેવા મામલે કલમાડીની અપીલ નામંજૂર
કાળાં નાણાં પર શ્વેતપત્રનો કોઈ પ્રસ્તાવ નથી : પ્રણવ
જેતપુરમાંથી રૂપિયા છ લાખ રોકડ ભરેલો થેલો ઉઠાવી જતા ગઠીયા.
રૂપિયા ૧૦-૧૦ હઝાર
રૂપિયા ૧૦-૧૦ હઝાર ના જમીન પર છૂટ્યા જેતપુર કારખાનેદાર આત્મહત્યા બનાવના તહોમતદારો . ફિંગર પ્રિન્ટ અને નિવેદન વિધિ જેતપુર પોલીસ માં ચાલુ.આવતીકાલ તારીખ ૩૧.૮ ના રોજ કેતન કોયાણી, પુંજા આહિર, મુકેશ મગન પરસાણા, કપિલ મગન પરસાણા, નાયબ મામલતદાર પરમાર અને તેનો ભત્રીજો કિશોર પરમાર, હિતેશ અને દિનેશ એમ આઠેય તહોમતદારોને આવતીકાલે અહીની કોર્ટમાં રીમાન્ડની માંગ સાથે રજુ કરનાર હોવાનું ધોરાજીના પાઈ ઝાલા જણાવે છે.
જેતપુર કારખાનેદાર આત્મહત્યા
ઇજ્જત બચાવવા ભરબજારમાં દોડતી રહી એ નિર્વસ્ત્ર યુવતી...
અણ્ણા વિરૂદ્ધ આરોપનો રેકોર્ડ નથી : PMO
ડિજિટલ નંબર પ્લેટ મામલે સુપ્રીમનું કડક વલણ
અણ્ણા હજારેની તબિયત સુધાર પર
ગુજરાતમાં લોકાયુક્તની નિયુક્તિ પર બીજેપીની ચેતવણી
અણ્ણાના લોકોથી મારા જીવને જોખમ : કોંગી સાંસદ
નેતાઓ સાથે જોડાયેલા છે શેહલા મસૂદની હત્યાના તાર
જેતપુરના ચકચારી જીતુભાઈ ગોન્દલીયા આત્મહત્યા બનાવના
ભાદર નદીના ઘોડા પૂરમાં ૨ યુવાનો લાપતા બન્યા.
આંદોલનને સમેટી લેતા ભાજપ ના કાર્યકરો.
જેતપુર પંથકમાં જન્મેલ બોગસ ખાતર
સોમવાર, 29 ઑગસ્ટ, 2011
અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે ‘‘ચાલો તાલુકે'' કાર્યક્રમ યોજાયો
ગ્રામ્ય સ્તરે સરપંચ પણ પાવર-પોઇન્ટથી પ્રેઝન્ટેશન રજૂ કરતા થયા તે વિકાસની પારાશીશી છે - મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ
અમદાવાદ જિલ્લાનાં ઓટોમાોબાઇલ નગરી તરીકે ઉભરી રહેલાં સાણંદ તાલુકાનાં સાણંદ ખાતે ‘‘ચલો તાલુકે'' કાર્યક્રમ યોજાયો હતો. આ અવસAરે અમદાવાદ જિલ્લાના પ્રભારી અને મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, સાણંદ તાલુકાનાં ગ્રામ્યસ્તરનાં સરપંચ પણ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન કરતાં થયાં છે તે વિકાસની પારાશીશી સમાન છે. આ પરિવર્તન ગ્રામ્યકક્ષા સુધી ટેકનોલોજીના વિસ્તારનો નિર્દેશ કરે છે. ગામનાં સરપંચ પણ પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન કરતાં ‘‘નેક્ષ્ટ, નેક્ષ્ટ'' કરે ત્યારે લાગે છે કે ટેકનોલોજી સાથે વિકાસનાં ફળ ઉપલા સ્તરથી નાનામાં નાના સ્તરે પહોંચ્યા છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વિકાસની વિભાવના ત્યારે સાર્થક થાય કે જ્યારે પૂરાં કરેલ કાર્યોમાં ગુણવત્તા આવે અને ગુણવત્તા સુધાર માટે સરકારે શાળાઓમાં ગુણોત્સવ જેવાં કાર્યક્રમો કરી ઉત્તમ શિક્ષણ પ્રદાન કર્યું છે, ઉત્તમ માનવબળ તૈયાર કરી રોજગારીની વધુ તકોનું સર્જન થઇ શકશે.
તેમણે ઉપસ્થિત સરપંચોને પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અને ટેકનીકલ શિક્ષણથી સુધારો લાવવા પ્રયત્ન આદરવા અનુરોધ કર્યો હતો. તેમણે આઇ.ટી.આઇ. અને કૌશલ્યવર્ધન કેન્દ્રો દ્વારા ટેકનીકલ રીતે સક્ષમ માનવબળ તૈયાર કરવા પણ પ્રેરક અનુરોધ કર્યો હતો.
મંત્રીશ્રીએ સિંચાઇ, બાગાયત, શિક્ષણ, કુપોષણ, કન્યા કેળવણી જેવાં કાર્યક્રમો થકી જે સુધાર આવ્યો છે તેની વાત કરી ચલો તાલુકે કાર્યક્રમો થકી કલસ્ટર લેવલે લક્ષ્યાંક નકકી કરી તેની પૂર્ણતાની મર્યાદામાં પૂરી કરવાની તાલુકા કક્ષાએ વિકાસની સ્પર્ધા થઇ રહી છે, તેમ જણાવ્યું હતું.
ચલો તાલુકે કાર્યક્રમ લક્ષ્યાંક નિર્ધારિત કરી તેને પ્રાપ્ત કરવાનો નમ્ર પ્રયાસ છે તેમ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે તાલુકાનાં વિકાસમાં લક્ષ્યાંકો અને કરેલી પરિમૂર્તિને લગતું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. સાણંદ તાલુકાના 6 ગામનાં સરપંચોએ પોતાનાં ગામમાં પ્રાપ્ત કરેલ સિધ્ધિનું પાવરપોઇન્ટ દ્વારા પ્રેઝન્ટેશન કર્યું હતું.
સાણંદ શહેરનાં કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલ ચલો તાલુકે કાર્યક્રમમાં ધારાસભ્યો સર્વશ્રી પ્રાગજીભાઇ પટેલ, કમાભાઇ રાઠોડ, બાબુભાઇ જમનાદાસ પટેલ, કાંતિભાઇ લકુમ, અમદાવાદ જિલ્લાં પંચાયતનાં પ્રમુખ સુરેશભાઇ પટેલ, અમદાવાદ જિલ્લાના પ્રભારી સચિવ શ્રી વી.એસ.ગઢવી, વેજલપુર પ્રાંત અધિકારી રાજેન્દ્ર ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બંછાનિધિ પાની તથા જિલ્લા-તાલુકા પંચાયતનાં સભ્યો, સરપંચશ્રીઓ, આગેવાનો, જિલ્લા-તાલુકાનાં અધિકારી, કર્મચારીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં
વિરમગામનો ચલો તાલુકે કાર્યક્રમ યોજાયો
ગ્રામ્યસ્તરેથી માંડી શહેરનો વિકાસ થાય તે સાથે માનવસૂચકાંક ઉંચો લાવવાનો આ પ્રયાસ છે - મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ
વિકાસ એટલે ભૌતિક સુવિધા પૂરતી સિમિત નથી એની સાથે સાથે માનવવિકાસ પણ જરૂરી છે અને આ ચલો તાલુકે કાર્યક્રમ એટલે ગ્રામ્ય સ્તરેથી માંડી શહેરનો વિકાસ થાય તેની સાથે સાથે માનવ સૂચકાંક પણ ઉંચો લાવવાનો આ પ્રયાસ છે તેમ જિલ્લા પ્રભારી અને મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે વિરમગામ તાલુકાના યોજાયેલા ચાલો તાલુકે કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે ગામના સરપંચને ગામના વિકાસની આગેવાની સોંપવાની હિમાયત સાથે માર્ગદર્શન આપતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગામનો તમામ ક્ષેત્રે વિકાસ થાય તે સાથે શિક્ષણ, આરોગ્ય કન્યા કેળવણી, કુપોષણ નાથવું સાક્ષરતા દર ઉંચો લાવવો ઉપરાંત ગ્રામ્ય અર્થતંત્રનો સમૃધ્ધિ દર ઉંચો લાવવા ગામના સરપંચથી માંડી ઉચ્ચ અધિકારીઓએ મથામણ કરવાનો આ અવસર છે.
રાજ્ય 46 ટકા રોજગારી આપવા સાથે સમગ્ર દેશમાં અગ્રેસર છે તેમ જણાવી તેમણે કહ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં 1 લાખથી વધુ ઔદ્યોગિક એકમોના આવાથી રોજગારીની તકો ઉપલબ્ધ થશે.
ચલો તાલુકા કાર્યક્રમ દરમિયાન તમામ તાલુકાના થીમ નકકી કરી સમય મર્યાદામાં થીમના લક્ષ્યાંક મુજબ કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. જે અંતર્ગત વિરમગામ તાલુકામાં સાક્ષરતા દર ઉંચો લાવવા સાથે કુપોષણમાંથી 100 ટકા બાળકોને મુકત કરવાની નેમ છે.
અમદાવાદની સિવીલ હોસ્પિટલનું ગરીબોની સેવા માટે રૂ.1000 કરોડના ખર્ચે આધુનિકરણ
ગુજરાત આરોગ્ય સેવાઓનું સમગ્રતયા સશક્તિકરણ કરાશે-દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ
ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપનું મોડેલ પ્રસ્થાપિત થયું
ગુજરાત કેન્સર સોસાયટીની મેડિકલ કોલેજ - હોસ્પિટલ - રીસર્ચ સેન્ટરનું લોકાર્પણ કરતા મુખ્ય મંત્રીશ્રીમુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત કેન્સર સોસાયટી સંચાલિત આધુનિકત્તમ જી.સી.એસ. મેડીકલ કોલેજ, હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટર નરોડામાં જનતાને સમર્પિત કરતાં અમદાવાદની સિવીલ હોસ્પિટલના આધુનિકરણનો વિશાળ મહત્વાકાંક્ષી પ્રોજેકટ રૂ. 1000 કરોડના ખર્ચે ઝડપથી સંપન્ન કરીને ગરીબોની આરોગ્ય સેવા માટે સમર્પિત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
જાહેર અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી અને જનસહયોગથી જાહેર આરોગ્ય સેવાઓનું ઉત્તમ સંકુલ ગુજરાત કેન્સર સોસાયટી દ્વારા રપ એકરમાં નિર્માણ પામ્યું છે અને પ્રથમ તબક્કે આ હોસ્પિટલમાં 300 પથારીઓની ક્ષમતા સાથે 1000 પથારીઓની આધુનિક હોસ્પિટલ સહિતની મેડિકલ કોલેજ અને રીસર્ચ સેન્ટર ગુજરાતની આરોગ્ય સેવાઓનું એક પ્રેરક સીમાચિન્હ છે.
આ પ્રસંગે મુખ્ય મંત્રીશ્રીના હસ્તે 14 દાતાઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ગુજરાતની પબ્લિક હોસ્પિટલોમાં પ્રથમ એવું પી.ઇ.ટી. સીટી સ્કેનનું પણ મુખ્ય મંત્રીશ્રીએ ઉદ્દઘાટન કર્યું હતું.
જીસીએસના સ્વર્ણિમ જયંતી વર્ષમાં આટલું વિશાળતમ આરોગ્ય સેવા સંકુલ કાર્યરત કરવા માટે સૌ સહયોગીઓને અભિનંદન આપતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, વિશ્વના સૌથી યુવા દેશ તરીકે ભારતની 6પ ટકા વસ્તી યુવાશક્તિ છે અને આજથી ત્રીસેક વર્ષ પહેલાં યુવા ભારતના આ સામર્થ્યની ચિંતા થઇ હોત તો આજે આ દેશની યુવાશક્તિ વિશ્વમાં સર્વોપરી હોત, પરંતુ કમનસીબે એમ નથી થયું અને હવે ર1મી સદી હિન્દુસ્તાનની સદી બને તે માટે યુવાશક્તિના સામર્થ્યને પ્રોત્સાહન આપવું પડશે. ગુજરાતે આ દિશામાં યુવાશક્તિને પ્રેરિત કરી માનવસંસાધન વિકાસમાં મેડીકલ કોલેજોની બેઠકોની સંખ્યા છેલ્લા એક જ દશકામાં અગાઉના 40 વર્ષમાં હતી તેના કરતાં પણ વધારે બેઠકોનો ઉમેરો કર્યો છે. આના પરિણામે ગુજરાતના યુવાનો અને તેના પરિવારોના દર વર્ષે અબજો રૂપિયા ગુજરાત બહાર અભ્યાસ માટે વહી જતા હતા તેવી સ્થિતિનો રાજ્ય સરકારના હ્યુમન રીસોર્સ ડેવલોપમેન્ટના વ્યૂહથી અંત આવ્યો છે.
ગુજરાતના દરેક જિલ્લામાં એક મેડીકલ કોલેજ શરૂ કરવાનો નિર્ધાર વ્યકત કરતાં મુખ્ય મંત્રીશ્રીએ નર્સિંગ અને પેરામેડિકલ સહિત સમગ્રતયા આરોગ્ય સેવા સ્વાસ્થ્યનું સશક્તિકરણ અને આધુનિકરણની રૂપરેખા આપી હતી.
જીનેટીક સાયન્સથી લાઇફ સાયન્સ સુધીની આરોગ્ય સેવાઓમાં ગુજરાત વૈશ્વિક કક્ષાની સવલતો સાથે હેલ્થ ટુરિઝમની દિશામાં પણ આગળ વધે તે ક્ષેત્રે પણ ગુજરાત સરકાર પ્રયાસ કરી રહી છે, તેમ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું.
ગુજરાતમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી હેલ્થકેરનું મેનેજમેન્ટ એ સમાજશક્તિનું પરિચાયક છે એમ તેમણે દાતાઓને અભિનંદન આપતાં જણાવ્યું હતું અને આરોગ્ય ક્ષેત્રે એકમાત્ર ગુજરાતે જ પી.પી.પી. (પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ) મોડેલ પુરું પાડયું છે એની ભૂમિકા સાથે ચિરંજીવી યોજના, 108 ઇએમઆરઆઇ વિરલ સફળતા સાથે આપી હતી.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જયનારાયણભાઇ વ્યાસે જનસહયોગથી જનઆરોગ્ય સેવાના નવતર પ્રકલ્પને બિરદાવતાં પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું કે, મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના દૃષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે માનવવિકાસ સૂચકાંકને શ્રેષ્ઠતાએ લઇ જવા આરોગ્ય સેવાઓના ફલકને વ્યાપક બનાવવાનો સેવાયજ્ઞ આદર્યો છે, એટલું જ નહિં રાજ્યમાં તબીબી શિક્ષણની સવલતો વિશેષ પ્રમાણમાં ઉપલબ્ધ કરાવીને રાજ્યના તેજસ્વી અને પ્રતિભાવંત વિદ્યાર્થીઓને ઊંચા ડોનેશન આપી અન્ય રાજ્યોમાં તબીબી શિક્ષણ મેળવવા જવું ન પડે તેવી સુદૃઢ વ્યવસ્થા પણ ઊભી કરી છે.
છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં 1000 કરતાં પણ વધુ બેઠકો તબીબી શિક્ષણ કોલેજોમાં ઊભી કરવા સહિત સુપરસ્પેશિયાલીટીની સુવિધાઓ, નર્સિંગ એજ્યુકેશન અને પેરામેડિકલ શિક્ષણ ક્ષેત્રે પણ ગુજરાતે હાંસલ કરેલી સિદ્ધિઓની ભૂમિકા પણ તેમણે આપી હતી.
પ્રારંભમાં ગુજરાત કેન્સર સોસાયટીના ચેરમેન શ્રી પંકજ પટેલે સ્વાગત પ્રવચનમાં રાજ્યના સામાન્ય માનવીને ઉત્તમ અને અદ્યતન સારવાર પરવડે તેવા ઉદ્દેશથી આ સંકુલનું નિર્માણ થયું છે અને તબીબી શિક્ષણ સંશોધન ક્ષેત્રને રાજ્ય સરકારના પ્રોત્સાહનના ફળ રૂપે નવી તબીબી કોલેજ શરૂ થઇ રહી છે તેનો હર્ષ વ્યક્ત કર્યો હતો.
ગુજરાત કેન્સર સોસાયટીને રૂ. 1 કરોડથી વધુ દાન આપનાર જુદા જુદા 14 દાતાઓનું મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે સન્માનપત્ર એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું. કેન્સર સોસાયટી દ્વારા તેની સ્વર્ણિમ જયંતિની ઉજ્વણી પ્રસંગે પ્રકાશિત કરવામાં આવેલ કોફીટેબલ બૂક ફીફટી યર ઓફ કેન્સર કેરનું વિમોચન મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.
આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના અગ્રસચિવ શ્રી રાજેશ કિશોર, ગુજરાત કેન્સર સોસાયટીના નિયામક શિરિન શુક્લ સહિત નિયામક મંડળના હોદ્દેદારો, દાતાઓ તથા મેડીકલ કોલેજના ફેકલ્ટી તબીબો, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગરમાં યોજાયો સુપર સ્પેશ્યાલીટી મેડીકલ કેમ્પ :
ગાંધીનગર શહેર અને જિલ્લાના 4000 જરૂરિયાતમંદોને નિષ્ણાંત તબીબો દ્વારા વિનામૂલ્યે સારવાર : દવા વિતરણ
マદયરોગના દર્દીઓની સંખ્યા સતત વધતી જાય નહિ તે માટે જીવનશૈલી-ખાનપાનની ટેવો અને આરોગ્ય સમજણની વિશેષ જરૂર : マદયરોગ નિષ્ણાત ર્ડા.હેમાંગ બક્ષી
ગાંધીનગરમાં સેકટર-25માં આવેલાં કલ્પસેવા આરોગ્ય કેન્દ્ર ખાતે આજે યોજવામાં આવેલાં સુપર સ્પેશ્યાલીટી મેડીકલ કેમ્પમાં ગાંધીનગર શહેર અને જિલ્લાના અંદાજિત ચાર હજાર કરતાં પણ વધુ જરૂરિયાતમંદોએ ભાગ લીધો હતો. આ કેમ્પમા અદાવાદના જાણીતા ં જુદા જુદા રોગોના નિષ્ણાત સિમ્સ હોસ્પિટલ અને પાટનગરના સરકારી હોસ્પિટલના તેમજ ખાનગી નિષ્ણાંત તબીબોએ દર્દીઓને સારવાર આપી હતી. દર્દીઓને વિનામૂલ્યે દવાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
રોટરી કલબ ઓફ ગાંધીનગર દ્વારા સીમ્સ હોસ્પિટલ, ગાંધીનગર ઇલેકટ્રોનીક ઝોન એસોસિએશન અને કલ્પતરૂ પાવર ટ્રાન્સમીશનના સહયોગથી યોજવામાં આવેલાં આ કેમ્પમાં マદયની બિમારી, હાડકાના સાંધા, પેટ અને ચામડીના રોગો આંખ, કાન, નાક, ગળા અને મગજના રોગો, બાળરોગો,સ્ત્રીરોગો, તેમજ કેન્સર, પ્લાસ્ટીક સર્જરી ડાયાબીટિસ, પથરી, પેશાબ સહિતના રોગોનું તજજ્ઞ દ્વારા નિદાન કરીને વિનામૂલ્યે દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
マદયરોગના નિષ્ણાત ડૉ.હેમાંગ બક્ષીએ આ પ્રકારના કેમ્પના આયોજનને આવકારી જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં マદયરોગના દર્દીઓની સંખ્યા સતત વધતી જાય છે. આની અટકાયત માટે જીવનશૈલી, અને ખાનપાનની ટેવોમાં બદલાવ તથા આરોગ્ય વિષયક સમજણની ખાસ જરૂરીયાત છે. ગાંધીનગર સિવીલ હોસ્પિટલના જાણીતા ફિઝિશિયન ડૉ.દિનકર ગોસ્વામીએ આ કેમ્પના આયોજનને ‘‘માનવતાની મહેંક'' ગણવી કહ્યું કે, આહાર પર નિયંત્રણ નિયમિત ચાલવું, ફાસ્ટ ફૂડનો ત્યાગ, આરોગ્ય પ્રત્યે જાગૃતિ તથા સાદગીપૂર્ણ જીવનશૈલીથી સૌ કોઇ પોતાના આરોગ્યને વધુ સારી રીતે સંભાળી શકે છે. તેમણે આહાર પર નિયંત્રણ રાખીને ડાયાબીટીસને અંકુશમાં રાખી શકાય છે તેમ જણાવ્યું હતું. અહીં マદય માટે ઇકો કાર્ડીયોગ્રાફી તથા મૂળભૂત આરોગ્ય તપાસણી પણ તદન નજીવા દરે કરવામાં આવી હતી, જેનો લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.
આ કેમ્પમાં રોટરી કલબ, ગાંધીનગરના પ્રમુખ શ્રી જોય બક્ષી, ગાંધીનગર ઇલેકટ્રોનિક ઝોન એસો.ના પ્રમુખ શ્રી એચ.એમ.પટેલ, કલ્પતરૂ પાવર ટ્રાન્સમીશન, ગાંધીનગરના શ્રી સચદેવા અને શ્રી કમલ કિશોર જૈન, સીમ્સ હોસ્પિટલના ડૉ. મિલન, પ્રોજેકટ ચેરમેન શ્રી રાહુલ મહેતા, સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રણી અને સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવશ્રી જશવંત ગાંધી સહિત અનેકવિધ સંસ્થાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કલા સેવા આરોગ્ય કેન્દ્રના પ્રાંગણમાં આરોગ્ય વિષયક માહિતી આપતું પ્રદર્શન પણ ગોઠવામાં આવ્યું હતું જેને લોકોએ મોટી સંખ્યામાં નિહાળ્યું હતું તથા આરોગ્ય વિષયક માર્ગદર્શન મેળવ્યું હતું.
જસદણ ખાતે ‘‘ચલો તાલુકે ’’ કાર્યક્રમ સંપન્ન
ગામડાને સમૃધ્ધ બનાવવા સત્તાના સુત્રો તાલુકા સુધી પહોંચાડવા ને સોંપવા યજ્ઞ આરંભ્યો છે.- નાણામંત્રીશ્રી વજુભાઇ વાળા
છેવાડાના ગામડાને સુવિધાસભર બનાવવા રાજય
રાજકોટ ગુજરાતની વિકાસયાત્રા ગતિશીલ બનાવવા સહુના સહીયારા પુરૂષાર્થથી ગામડાને સત્તાના વિકેન્દ્રીકરણ દ્વારા વિકાસ અને સત્તા એમ બે પ્રકારે સમૃધ્ધ બનાવવા રાજય સરકારે ‘‘ચલો તાલુકે’’ કાર્યક્રમો દ્વારા ગામડાના ઉત્કર્ષનો યજ્ઞ આરંભ્યો છે એમ નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાએ જણાવ્યુ હતું.
જસદણ ખાતે નાણામંત્રીશ્રી વજુભાઇ વાળા અને રાજકોટ જિલ્લાના સહપ્રભારી અને કૃષિ, જળસંપતિ રાજયમંત્રીશ્રી કનુભાઇ ભાલાળાની ઉપસ્થિતિમાં ‘‘ચલો તાલુકે’’
મંત્રીશ્રી વાળાએ આ તકે
મંત્રીશ્રી વજુભાઇ વાળાએ
મંત્રીશ્રી વાળાએ ઉપસ્થિત ગ્રામ્યકક્ષાના પદાધિકારીશ્રીઓ, સરપંચશ્રીઓને ગામડાને મળતી સુવિધાની યોજનાઓ વધુને વધુ મળે તેવા
કાર્યક્રમના
જિલ્લા વિકાસ અધિકારીશ્રી નલીન ઉપાધ્યાયે આ પ્રસંગે જિલ્લામાં
કાર્યક્રમમાં વિકાસની પરિભાષાની સીડીનું પ્રેઝન્ટેશન કરાયું હતું.
કાર્યક્રમમાં મંત્રીશ્રી વાળા તથા રાજયમંત્રીશ્રી ભાલાળાના હસ્તે દાતાઓ તરફથી આંગણવાડીના બાળકો માટે પ્રાપ્ત થયેલ ફળોનું
‘ચલો તાલુકે’
કાર્યક્રમના અંતમાં તાલુકા મામલતદારશ્રી એ.એમ.મોરીએ આભારદર્શન તથા કાર્યક્રમનું
કાર્યક્રમમાં ગૌસેવા આયોગના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરીયા,
જસદણ ખાતે યોજાયેલ ‘‘ચલો તાલુકે’’ કાર્યક્રમમાં તાલુકાના સરપંચશ્રીઓએ ગામડાના
સાંણથલી ગામના સરપંચે ગામની
રા
ગામને સમરસ બનાવવાના અમારા પ્રયત્નો રહ્યા છે.
શ્રી નાથાભાઇ વસાણીએ અમરાપુર ગામના
જસદણ તાલુકાના અમરાપુરના સરપંચશ્રી નાથાભાઇ વાસાણીએ તેમના ગામમાં થયેલા વિકાસ કામો વર્ણવતા જણાવ્યુ કે અમારા ગામમાં લાઇબ્રેરી,
મારૂ ગામ
ઝુંડાળા ગામના સરપંચશ્રી લિંબાભાઇએ તેમના ગામના વિકાસ કામોની વિસ્તૃત છણાવટ કરી હતી
ઝુંડાળા ગામના સરપંચશ્રી લીંબાભાઇ પદમાણીએ તેમના ગામમાં થયેલા વિકાસ કામો બાબતે જણાવ્યું કે રાજય સરકારની પ્રતિબધ્ધતા છે તે
જીવાપર ગામના સરપંચશ્રી રેખાબેન બોદરે તેમના ગામના વિકાસની છણાવટ કરી હતી
જીવાપરના સરપંચશ્રી રેખાબેન બોદરે તેમના ગામના વિકાસ વિષે બોલતા જણાવ્યુ કે
જીવાપર ગ્રામ પંચાયત કચેરીના તમામ સદસ્યશ્રીઓ સૌના સહિયારા પૂરુષાર્થ દ્વારા ગામને વિકસાવવા કટીબધ્ધ છે.
આ તકે કોટડાના સરપંચશ્રી રાઘવજીભાઇ રાજપરા, કાળાસરના સરપંચશ્રી ગોવીંદભાઇ દુમાદીયા તેમજ આસલપુરના સરપંચશ્રી ધીરૂભાઇ ડોડીયાએ તેમના ગામોના વિકાસની બાબતો વર્ણવી હતી.
ગામડાઓના વિકાસને ઉજાગર કરવા નવો ગ્રામોધ્ધારલક્ષી કાર્યક્રમ શરૂ કર્યો છે.
સાવરકુંડલા ખાતે ચલો તાલુકે કાર્યક્રમ
અમરેલી ગામડાના વિકાસના કામો ગાંધીનગર કે, જિલ્લા કક્ષાએથી નહીં પરતું ગ્રામજનોના સૂચન મુજબ અને માંગણી મુજબ તાલુકા કક્ષાએથી જ આયોજન થઇ મંજૂર થાય તેવો નૂતન અભિગમ રાજય સરકારે અમલમાં મૂકયો છે. સરકાર દ્રારા લોકોના પ્રશ્નોના ઉકેલની દિશામાં મહત્વપૂર્ણ કાર્ય કરાયું છે.હજુ પણ ગામડાઓમાં કયાંય પણ વિકાસમાં ખૂટતી બાબત ઉમેરવાની હોય તો તે માટે ‘‘ચાલો તાલુકે’’ કાર્યક્રમ હેઠળ ગાંધીજીના ગ્રામ સ્વરાજની પરિકલ્પના મુજબના ગામડાઓના વિકાસને ઉજાગર કરવા નવો ગ્રામોધ્ધારલક્ષી કાર્યક્રમ શરૂ કર્યો છે. તેમજ ગામડાના સર્વાંગી વિકાસ માટે સંકલ્પ કરી ગુજરાતના સ્વર્ણિમ યુગના મંડાણ કર્યા છે.તેમ પ્રભારી અને ઉચ્ચ ટેકનીકલ ,મહિલા અને બાળ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી વસુબેન ત્રિવેદીએ સરપંચો તેમજ સ્વરાજય સંસ્થાઓના પ્રતિનિધિઓને સાવરકુંડલા ખાતે ‘‘ચાલો તાલુકે’’ કાર્યક્રમમાં સંબોધતા જણાવ્યું હતું.
આ પ્રસંગે મહેસુલ વિભાગના અગ્ર સચિવ(અપીલ) સી.એ ભટ્ટાચાર્યએ
અગ્ર સચિવશ્રીએ પીવાના પાણીની પરિસ્થિતિ અને જળસંચયની
જિલ્લા કલેકટરશ્રી ડી.એ. સત્યાએ કાર્યક્રમના ઉદેશની
જિલ્લા
આ તકે મંત્રીશ્રીના હસ્તે આંગણવાડી બાળકોને લોક ભાગીદારીથી નાના નાના બાળકોને ફળ અને મીઠાઇનું વિતરણ કરી સમાજના નબળા અને કુપોષિત બાળકોને પૌષટિક
કાર્યક્રમનું
આ પ્રસંગે સાંસદશ્રી નારણભાઇ કાછડીયા,ધારાસભ્ય સર્વશ્રી કાળુભાઇ વીરાણી,મનસુખભાઇ ભુવા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત માયાણી,કારોબારી ચેરમેન શરદ લાખાણી જિલ્લા તથા તાલુકા પંચાયતના અને નગર પાલિકાના પ્રમુખશ્રીઓ,પદાધિકારીઓ,સરપંચો ઉપસરપંચો અધિકારી,કર્મચારી ગણ ઉપસ્થિત રહયા હતા.
અમરેલી
મારે ફરી એકવાર શાળાએ જવું છે.
રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે.
નવી નોટની સુગંધ લેતાં પહેલા પાને , સુંદર
અક્ષરે મારું નામ લખવું છે.
મારે ફરી એકવાર શાળાએ જવું છે.
રીસેસ પડતાં જ વોટરબેગ ફેંકી , નળ નીચે ...હાથ ધરી
પાણી પીવું છે.
જેમ તેમ લંચબોક્સ પૂરું કરી... મરચુ મીઠું ભભરાવેલ
આમલી-બોર-જમરુખ-કાકડી બધું ખાવું છે.
સાઈકલના પૈડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે ,
કાલે વરસાદ પડે તો નીશાળે રજા પડી જાય ,
એવાં વિચારો કરતાં રાતે સુઈ જવું છે ,
અનપેક્ષીત રજાના આનંદ માટે...
મારે ફરી એકવાર શાળાએ જવું છે.
છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતાં , મિત્રો સાથે
ગપ્પાં મારતાં વર્ગમાં બેસવું છે.
ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ કરીને , સાઈકલની
રેસ લગાવતાં ઘેર જવું છે.
રમત-ગમતના પીરીયડમાં તારની વાડમાંના
બે તાર વચ્ચેથી સરકી બહાર ભાગી જવું છે.
તો ભાગી જવાની મોજ અનુભવવા...
મારે ફરી એકવાર શાળાએ જવું છે.
દીવાળીના વેકેશનની રાહ જોતાં , છ માસીક
પરીક્ષાનો અભ્યાસ કરવો છે.
દીવસભર કિલ્લો બાંધીને માટીને પગથી
તોડી , હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે.
રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા પછી , તેમાંથી ન ફૂટેલા
ફટાકડા શોધતાં ફરવું છે.
વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા...
મારે ફરી એકવાર શાળાએ જવું છે.
કેટલીયે ભારે જવાબદારીઓના બોજ કરતાં , પીઠ પર
દફતરનો બોજ વગાડવો છે.
ગમે તેવી ગરમીમા એરકંડીશન્ડ ઓફીસ કરતાં , પંખા
વીનાના વર્ગમાં બારી ખોલીને બેસવું છે. કેટલીયે તૂટ્ફૂટ
વચ્ચે ઓફીસની આરામદાયક ખુરશી કરતાં ,
બે ની બાંકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે.
બચપણ પ્રભુની દેણ છે તુકારામના એ અભંગનો
અર્થ હવે થોડો સમજમાં આવવા માંડ્યો છે.
એ બરાબર છે કે નહી તે સાહેબને પુછવા માટે...
મારે ફરી એકવાર શાળાએ જવું છે. ............
નાનો હતો ત્યારે જલ્દી મોટા થવું હતું...
આજે જયારે મોટો થયો છે કે "તૂટેલા સ્વપ્નો"
અને "અધુરી લાગણીઓ" કરતા "તૂટેલા રમકડા"
અને "અધૂરા હોમવર્ક" સારા હતા..
આજે સમજાય છે કે જયારે "બોસ" ખીજાય એના
કરતા શાળા માં શિક્ષક "અંગુઠા" પકડાવતા હતા એ સારું હતું...
આજે ખબર પડી કે ૧૦-૧૦ રૂપિયા ભેગા કરી ને જે
નાસ્તાનો જે આનંદ આવતો હતો એ આજે "પીઝા"
મા નથી આવતો...
ફક્ત મારેજ નહી આપણે બધાને ફરી સ્કુલે જવુ છે




