ગાંધીનગર શહેર અને જિલ્લાના 4000 જરૂરિયાતમંદોને નિષ્ણાંત તબીબો દ્વારા વિનામૂલ્યે સારવાર : દવા વિતરણ
マદયરોગના દર્દીઓની સંખ્યા સતત વધતી જાય નહિ તે માટે જીવનશૈલી-ખાનપાનની ટેવો અને આરોગ્ય સમજણની વિશેષ જરૂર : マદયરોગ નિષ્ણાત ર્ડા.હેમાંગ બક્ષી
ગાંધીનગરમાં સેકટર-25માં આવેલાં કલ્પસેવા આરોગ્ય કેન્દ્ર ખાતે આજે યોજવામાં આવેલાં સુપર સ્પેશ્યાલીટી મેડીકલ કેમ્પમાં ગાંધીનગર શહેર અને જિલ્લાના અંદાજિત ચાર હજાર કરતાં પણ વધુ જરૂરિયાતમંદોએ ભાગ લીધો હતો. આ કેમ્પમા અદાવાદના જાણીતા ં જુદા જુદા રોગોના નિષ્ણાત સિમ્સ હોસ્પિટલ અને પાટનગરના સરકારી હોસ્પિટલના તેમજ ખાનગી નિષ્ણાંત તબીબોએ દર્દીઓને સારવાર આપી હતી. દર્દીઓને વિનામૂલ્યે દવાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
રોટરી કલબ ઓફ ગાંધીનગર દ્વારા સીમ્સ હોસ્પિટલ, ગાંધીનગર ઇલેકટ્રોનીક ઝોન એસોસિએશન અને કલ્પતરૂ પાવર ટ્રાન્સમીશનના સહયોગથી યોજવામાં આવેલાં આ કેમ્પમાં マદયની બિમારી, હાડકાના સાંધા, પેટ અને ચામડીના રોગો આંખ, કાન, નાક, ગળા અને મગજના રોગો, બાળરોગો,સ્ત્રીરોગો, તેમજ કેન્સર, પ્લાસ્ટીક સર્જરી ડાયાબીટિસ, પથરી, પેશાબ સહિતના રોગોનું તજજ્ઞ દ્વારા નિદાન કરીને વિનામૂલ્યે દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
マદયરોગના નિષ્ણાત ડૉ.હેમાંગ બક્ષીએ આ પ્રકારના કેમ્પના આયોજનને આવકારી જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં マદયરોગના દર્દીઓની સંખ્યા સતત વધતી જાય છે. આની અટકાયત માટે જીવનશૈલી, અને ખાનપાનની ટેવોમાં બદલાવ તથા આરોગ્ય વિષયક સમજણની ખાસ જરૂરીયાત છે. ગાંધીનગર સિવીલ હોસ્પિટલના જાણીતા ફિઝિશિયન ડૉ.દિનકર ગોસ્વામીએ આ કેમ્પના આયોજનને ‘‘માનવતાની મહેંક'' ગણવી કહ્યું કે, આહાર પર નિયંત્રણ નિયમિત ચાલવું, ફાસ્ટ ફૂડનો ત્યાગ, આરોગ્ય પ્રત્યે જાગૃતિ તથા સાદગીપૂર્ણ જીવનશૈલીથી સૌ કોઇ પોતાના આરોગ્યને વધુ સારી રીતે સંભાળી શકે છે. તેમણે આહાર પર નિયંત્રણ રાખીને ડાયાબીટીસને અંકુશમાં રાખી શકાય છે તેમ જણાવ્યું હતું. અહીં マદય માટે ઇકો કાર્ડીયોગ્રાફી તથા મૂળભૂત આરોગ્ય તપાસણી પણ તદન નજીવા દરે કરવામાં આવી હતી, જેનો લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.
આ કેમ્પમાં રોટરી કલબ, ગાંધીનગરના પ્રમુખ શ્રી જોય બક્ષી, ગાંધીનગર ઇલેકટ્રોનિક ઝોન એસો.ના પ્રમુખ શ્રી એચ.એમ.પટેલ, કલ્પતરૂ પાવર ટ્રાન્સમીશન, ગાંધીનગરના શ્રી સચદેવા અને શ્રી કમલ કિશોર જૈન, સીમ્સ હોસ્પિટલના ડૉ. મિલન, પ્રોજેકટ ચેરમેન શ્રી રાહુલ મહેતા, સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રણી અને સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવશ્રી જશવંત ગાંધી સહિત અનેકવિધ સંસ્થાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કલા સેવા આરોગ્ય કેન્દ્રના પ્રાંગણમાં આરોગ્ય વિષયક માહિતી આપતું પ્રદર્શન પણ ગોઠવામાં આવ્યું હતું જેને લોકોએ મોટી સંખ્યામાં નિહાળ્યું હતું તથા આરોગ્ય વિષયક માર્ગદર્શન મેળવ્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો