આજથી ૩૬ કલાક પહેલા ભાદર ડેમ ના પાટિયા ખોલતા જેતપુર ની ભાદર નદીમાં આવેલા ઘોડાપૂરમાં ચાર બિહારી યુવાનો તણાયા હતા. જેમાના બેને તરતા આવડતું હોય પવન અને વિકાસ નામના યુવાનો બચી ગયા હતા.
પણ ધર્મેન્દ્રરામ અને ગોવિંદરામ નામના બે યુવાનો નદીના પાણીમાં ગરક થઇ ગયા હતા. જેતપુર રાજકોટ અને ગોંડલ ના તરવૈયાઓ એ ભારે જહેમત ઉઠાવી લાપતા યુવાનોને શોધવા કવાયત આદરી હતી. પણ બંનેની લાશો હાથ આવી નહોતી.
દરમિયાન આજે સવારે ભાદર નદીના જુના પુલ હેઠળના પાણીમાં લાશ પડી હોવાની પોલીસ તેમજ જેતપુર નગર પાલિકાને જાણ કરતા પાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ, સુધરાઇ સભ્ય હિતેશ રામાણી, કે.બી.પટેલ., કેતન પંડ્યા વિગેરે કાફલો ઘટના સ્થળે દોડી જઈ મૃતકની(ધર્મેન્દ્રરામ ) ની લાશ ને હારુન રફાઇ, કિશોર રાંક વિગેરે દ્વારા પાણીમાંથી કઢાવી સરકારી દવાખાને ખસેડી હતી. જયારે હિતેશ રામાણી અને કિશોરભાઈ સહિતનો કાફલો અત્યારે જેતપુર છેક ઉપલેટા પંથકના નદી ના કાંઠાળ વિસ્તારો ખુંદી નદી કાંઠાના ખેડૂતોને બનાવથી વાકેફ કરી કોઈ (ગોવિંદ રામ ) કે યુવાનની લાશ જોવા મળે તો તેઓને જાણ કરવા અનુરોધ કરી રહ્યા હોવાનું યુવા પત્રકાર કશ્યપ જોશી ને જણાવેલ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો