ડો.આંબેડકર આવાસ યોજના અંગર્ગત ૭૯ હજાર લાભાર્થીઓને રૂ.૧૭૮ કરોડની સહાય અપાઇ
મુખ્યઅમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના સબળ નેતૃત્વાને લીધે ગુજરાતમાં
અનુ.જાતિના ઉત્ક ર્ષ માટે અનેક નવા-નવા આયામો ઉભા થયા છે.
અનુ.જાતિના શૈક્ષણીક ઉત્કર્ષ માટે રાજય સરકારે વિવિધ યોજના અમલી બનાવી
છે. જેમાં વિદેશમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને ૪૩ કરોડની વધુ લોન સહાય કરી
છે. કોમર્શીયલ પાયલટ બને તે માટે ૪૮ હજાર વિધાર્થીઓને ૬ કરોડની વધુ લોનની
સહાય અપાઇ છે.
અનુ.જાતિની દીકરીઓ શાળાએ ભણવા જાય તે માટે ૧.૨૧ લાખ કન્યા ઓને રૂ.૧૮
કરોડથી વધુ ખર્ચે સાયકલની સુવિધા અપાય છે. ૪૦ લાખથી વધુ વિધાર્થીઓને ૫૨
કરોડથી વધુ શિષ્ય.વૃતિ એનાયત થઇ છે. ૨૩ લાખ વિધાર્થીઓને ૩૬ કરોડથી વધુ
ગણવેશની સહાય થઇ છે.
અનુ.જાતિના આર્થિક ઉત્ક ર્ષ માટે ૭૯ હજાર લાભાર્થીઓને ડો.આંબેડક આવાસ
યોજના અંગર્ગત રૂ.૧૭૮ કરોડની સહાય અપાઇ છે. દીકરીઓના લગ્ન માટે
કુંવરબાઇનું મામેરૂ યોજનામાં ૪૪ હજાર કન્યા્ઓને ૨૧ કરોડથી વધુની સહાય
અપાઇ છે.
અનુ.જાતિના લોકોના આરોગ્ય માટે ૭૨ હજાર લાભાર્થીઓને રૂ.૭ કરોડથી વધુની
તબીબી સહાય કરાઇ છે. અનુ. જાતિ વિકાસ નિગમ દ્વારા રૂ.૧.૫૬ લાખ
લાભાર્થીઓને રૂ.૨૮૬ કરોડની લોન સહાય અપાઇ છે. સફાઇ કામદાર વિકાસ નિગમ
દ્વારા ૪૮ હજાર લાભાર્થીઓને રૂ.૧૫૧ કરોડની સહાય અપાઇ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો