લીઝના તમામ બાકી લેણાં નિયત સમયે ભરપાઇ કરનારને વ્યાજની રકમમાં સંપૂર્ણ માફી
ગાંધીનગરઃ
રાજય સરકારના ઉઘોગ અને ખાણ વિભાગ દ્વારા ગૌણ ખનીજોના બાકી લેણાંની
વસુલાતના કેસો માટે રાહત યોજના દાખલ કરાઇ છે. આ યોજના ૩૧ ડિસેમ્બર ૨૦૧૨ના
રોજ પડતર તમામ પ્રકારના ગૌણ ખનીજોના બાકી લેણા/વસુલાતના કેસોમાં લાગુ
પડશે એમ મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની કચેરીની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં જણાવ્યાનુસાર આ યોજનાનો લાભ તા.૧-૪-૨૦૧૨થી તા. ૩૦-૯-૨૦૧૨ સુધીના
સમયગાળા દરમિયાન યોજનાની શરતો પ્રમાણેની રકમ ભરપાઇ કરનારને જ મળવાપાત્ર
થશે. લીઝના તમામ બાકી લેણાં યોજનાના સમયગાળા દરમિયાન ભરપાઇ કરેથી વ્યાજની
રકમ સંપૂર્ણ માફ કરવામાં આવશે. લાભ મેળવવા માટે બાકીદારોએ પડતર અપીલ/
રીવીઝન/ કોર્ટકેસ વિગેરે પરત ખેંચવાના રહેશે. પોલીસ કેસના કિસ્સામાં રાહત
યોજના મુજબની રકમ ભરપાઇ કરેથી કચેરી દ્વારા પોલીસ કેસ પરત ખેંચવામાં
આવશે.
લાભ લેવા ઇચ્છતા લીઝધારકો, કોન્ટ્રાકટરો, ઇંટભઠ્ઠા ધારકોએ જિલ્લામાં ખાણ
ખનિજના તા.૩૧-૧૨-૨૦૧૧ના રોજ પડતર તમામ પ્રકારના ગૌણ ખનીજોના બાકી લેણાં/
વસુલાત અંગે જીલ્લા ખાણ ખનીજ કચેરીનો સંપર્ક કરી રાહત યોજનાનો લાભ લેવા
જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો