અનુયાયીઓ

શુક્રવાર, 20 એપ્રિલ, 2012

એ ઉત્તરવાહીઓ વિજ્ઞાનના શિક્ષકોએ જ તપાસી છે ઃ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડે રદિયો આપ્યો

એ ઉત્તરવાહીઓ વિજ્ઞાનના શિક્ષકોએ જ તપાસી છે ઃ
ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડે રદિયો આપ્યો

વડોદરા
ધોરણ ૧૦માં ગુજરાતીના શિક્ષકોએ વિજ્ઞાનની ઉત્તરવહીઓ તપાસી - શિર્ષક હેઠળ
આજ તા. ૧૯/૪/૧૨ના રોજ પ્રસિદ્ધ થયેલા સમાચાર અંગે રદિયો આપતા ગુજરાત
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ખાસ ફરજ પરના અધિકારીએ
જણાવ્યું કે કે, એસ.એસ.સી. ધોરણ દશની પરીક્ષાની ઉત્તરવાહીઓનું મૂલ્યાંકન
જે તે વિષયના અને જે તે માધ્યમના જ શિક્ષકો દ્વારા તપાસવામાં આવે છે.
માર્ચ ૨૦૧૨ની પરીક્ષામાં ૪૧ લાખ જેટલી ઉત્તરવાહીઓનું મીકસીંગ કરી વિષયવાર
અને માધ્યમવાર નકકી કરેલા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર જે તે વિષયના
અને માધ્યમના શિક્ષકો દ્વારા તપાસવા મોકલી આપવામાં આવે છે.
અમદાવાદ શહેરના પાલડી વિસ્તારની અમરદીપ વિઘાલયમાં ગુજરાતી દ્વિતિય ભાષાની
ઉત્તરવાહીઓનું મૂલ્યાંકન ચાલતું હતું. ગુજરાતી દ્વિતિય ભાષાની
ઉત્તરવાહીઓમાં પાલો કરતી વખતે વિજ્ઞાન વિષયની અંગ્રેજી માધ્યમની
ઉત્તરવાહીઓ શરતચૂકથી મોકલાઈ હતી. ૪૧ લાખ જેટલી ઉત્તરવાહીઓના પાલા કરતી
વખતે આવી ક્ષતિ થઈ શકે છે. તેની જાણ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રના
નિયામકને થતા તરત જ એ બધી ઉત્તરવાહીઓ એકત્રિત કરી બોર્ડને પરત મોકલી આપી
હતી. ને અંગ્રેજી માધ્યમના વિજ્ઞાન વિષયની આ ઉત્તરવાહીઓ અંગ્રેજી
માધ્યમના જ અન્ય કેન્દ્રો પર મોકલી આપી. અંગ્રેજી માધ્યમના વિજ્ઞાન
શિક્ષકો દ્વારા આ ઉત્તરવાહીઓ તપાસવામાં આવી હતી. વિજ્ઞાન વિષયની એકપણ
ઉત્તરવહી ગુજરાતી વિષયના શિક્ષકે તપાસી નથી.

ટિપ્પણીઓ નથી: