LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શુક્રવાર, 21 ડિસેમ્બર, 2018
રાજકોટની આઈએનજી વૈશ્ય બેંકનાં 3.58 કરોડનાં કૌભાંડમાં વોન્ટેડ મહિલા 16 વર્ષ બાદ ઝડપાઈ
વોન્ટેડ હતી તે દરમિયાન લગ્ન કરી લીધા મુંબઈથી પોલીસે ઝડપી લઈ તા.૨૪ સુધીનાં રીમાન્ડ મેળવ્યા
રામકૃષ્ણનગર મેઈન રોડ પર આવેલી આઈએનજી વૈશ્ય બેંકમાં ૬૮ જેટલા બોગસ ખાતા ખોલી આચરાયેલા ૩.૫૮ કરોડનાં કૌભાંડમાં છેલ્લા ૧૫ વર્ષથી વોન્ટેડ શિતલ વખારીયાને અંતે એ.ડિવિઝન પોલીસે મુંબઈથી ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરી તા.૨૪ સુધીનાં રિમાન્ડ મેળવ્યા છે.
તાજેતરમાં જ ડીજીપીએ રાજયભરની પોલીસને વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવાની ઝુંબેશ ચલાવવા સુચના આપતા અચાનક એ.ડિવિઝન પોલીસને શિતલ વખારીયા છેલ્લા ૧૬ વર્ષથી વોન્ટેડ હોવાનું યાદ આવ્યું હતું.
જો કે તેની વિરુધ્ધ પોલીસે સીઆરપીસીની કલમ ૭૦ મુજબનું વોરન્ટ પણ મેળવ્યું હતુ.ં આખરે તેના વિશે માહિતી મળતાં એ.ડિવિઝન પોલીસની ટીમ મુંબઈ પહોંચી હતી અને ત્યાંથી તેને ઝડપી લીધી હતી.
તે મુંબઈમાં બોરીવલીમાં ડોન બોસ્કો સ્કુલ સામે પંચમ એપાર્ટમેન્ટમાં રહેતી હતી. તેનાં પિતાનું નામ રસિકભાઈ વખારીયા છે. તેની વિરૂધ્ધ ૨૦૧૨માં ગુનો નોંધાયો હતો. પોલીસે જણાવ્યું કે ત્યારબાદ તેણે ૨૦૧૩માં લગ્ન કરી લીધા હતા.
એટલે કે ગુનામાં વોન્ટેડ હોવા છતાં મેરેજ કર્યા હતાં અને હાલ એક સંતાનની માતા છે તે કરૂર વૈશ્ય બેંકમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે જે તે વખતે નોકરી કરતી હતી. હાલ તેની ઉંમર ૪૨ વર્ષ છે. આ કૌભાંડમાં આ અગાઉ સાતેક આરોપીઓ પકડાયા છે જેમાંથી મુખ્ય આરોપીમાંની એક બેંકનો સેલ્સ મેનેજર દેવાંગ ખીરા તાજેતરમાં જ આગોતરા જામીન સાથે પોલીસ સમક્ષ હાજર થતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
પુત્રીના જન્મ દિવસે અકસ્માતમાં શિક્ષક પિતાનું મોત, 4 મિત્રોને ઈજા
પુત્રીના જન્મ દિવસ નિમિત્તે ઠેબચડા મિત્રની વાડીએ પાર્ટી ગોઠવી હોય તમામ મિત્રો જમીને પરત ફરી રહ્યા હતા ને અકસ્માત નડયો

રાજકોટ - ભાવનગર હાઈવે પર મહિકાના પુલ પરથી જીપ ઉંડા ખાડામાં ખાબકતાં શિક્ષક પ્રશાંતભાઈ દિલાવરખાન પંજવાણી (ઉ.વ.૩૩ રહે અલિફ એપાર્ટમેન્ટ દુધ સાગર રોડ, રાજકોટ) નું મોત નિપજયું હતું. જયારે તેના ચાર મિત્રોને ઈજા પહોંચી હતી. પુત્રનો જન્મ દિવસ હોવાથી શિક્ષક તેના મિત્રો સાથે ઠેબચડા જમવા ગયા હતાં, જયાંથી પરત ફરતી વખતે અકસ્માત નડયો હતો.
પોલીસ સુત્રોનાં જણાવ્યા મુજબ મુળ ચોટીલાના પ્રશાંતભાઈ પંજવાણી (ઉ.વ.૩૩) પ્રિમીયર સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતાં.તેની પુત્રીનો ગઈકાલે જન્મ દિવસ હોવાથી તે મિત્ર અર્જુનભાઈ મનસુખભાઈ ચાવડા (ઉ.વ.૨૫ રહે. પોલીસ હેડકવાર્ટર), હિતેશગીરી શાંતીગીરી ગોસાઈ (ઉ.વ.૨૫ રહે. પોલીસ કવાર્ટર) ટ્રાન્સપોર્ટર ફિરોઝભાઈ અસરફભાઈ ચૌહાણ ઉ.વ.૩૪ રહે. લાખાજી રાજ શ્રમજીવી સોસાયટી અને મહેશભાઈ રહે. રાજકોટ સાથે ઠેબચડા ગામે રહેતા મિત્રની ાડીએ પાર્ટીનું આયોજન કર્યું હોથી ત્યાં ગયા હતાં.
જયાંથી જમીને તમામ સ્કોર્પીયોમાં પરત રાજકોટ આવવા રવાના થયા હતાં. દરમિયાન રાજકોટ ભાવનગર હાઈવે પર મહિકા પાસે રસ્તાનું કામ ચાલું હોવાથી ચાલક ફિરોઝભાઈએ ર્યવર્ઝન પાસે કાબુ ગુમાવતા જીપ ખાડામાં ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં તમામને ઈજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જયારે પ્રશાંતભાઈનું મોત નિપજયું હતું. જયારે તેનાં મિત્રોને દલીલ કરાયા હતાં. બનાવથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં RMO નિમણુંકના કચવાટને શાંત કરવા 'કુનેહતા" અપનાવશે : સુપ્રિ.ડો.મહેતા
આરોગ્ય કમિશ્નરના આદેશનું પાલન
કરવા ત્રણેય મેડીકલ ઓફિસરની બદલી
"નિશ્ચિત" કરવા
હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટની કવાયત : તબીબો નિષ્ઠાથી ફરજ બજાવે
રાજકોટ શહેરની સિવિલ હોસ્પીટલમાં એક
સાથે ૩ તબીબોની મોરબી ખાતે બદલી થયાની વાતનો કચવાટ હજુ શમ્યો નથી ત્યાં હવે આર.એમ.ઓ.ની
નિમણુંક બાબતે હોસ્પિટલના તબીબોમાં આંતરિક ચણભણાટ શરુ થયો છે.
જો કે આવા ચણભણાટને શાંતિથી, એકબીજાની સમજુતી વચ્ચે "કુનેહતા"થી
શાંત કરી દેવાની વાત હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.
મનિષ મહેતાએ "સાંજસમાચાર" સમક્ષ દોહરાવી હતી. તેઓએ એવું પણ જણાવ્યું છે કે, અહીંથી
૩ મેડીકલ ઓફિસરની બદલીના આદેશો બાદ હાલ ૧ મેડીકલ ઓફિસરની બદલી કરી દેવાઈ છે.
બાકીના બે મેડીકલ ઓફિસરની પણ બદલી નિશ્ચિત હોય, આ બાબતે કોઈ ઉહાપોહ કરતુ હોય
તો વાજબી નથી.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરની
સિવિલ હોસ્પીટલમાં એકબાજુ તબીબોના ઘસારાને પહોચી વળવા અહી વધુ તબીબોની જરૂરીયાત
વર્તાઈ રહી છે. ત્યારે આવા કઠીન સમયે જ ગાંધીનગર ખાતેથી ડો.અગ્રાવત,
ડો.ટાંક, ડો.ચાવડાની મોરબી હોસ્પીટલમાં બદલી કરવાના આદેશ છૂટતા આરોગ્યલક્ષી સેવાઓ માટે
સિવિલ હોસ્પીટલમાં "એક સાંધે ત્યાં તેર તૂટે" તેવી પરિસ્થિતિનો તબીબી આલમમાં કચવાટ
ફેલાયો છે.
સિવિલ હોસ્પીટલના સુપ્રિન્ટેન્ડેન્ટ
ડો. મનિષ મહેતાએ ટેલીફોનીક મુલાકાત દરમિયાન "સાંજસમાચાર"ને
જણાવેલ કે, આરોગ્ય કમિશ્નરના આદેશો બાદ ત્રણેય મેડીકલ ઓફિસરને અહીંથી છુટા કરી
ડેપ્યુટેશન ઉપર મોરબી મોકલવાની કાર્યવાહી ચાલી રહી છે.
હાલ એક ડો. અગ્રાવતની બદલી કરવામાં આવી છે. આ વાતને લઈને એટલે કે
ત્રણમાંથી એક જ મેડીકલ ઓફિસરની બદલી કેમ કરાઈ ? તે વાતને લઈને કોઈ ઉહાપોહ
સર્જાવાના પ્રયાસો કરતુ હોત તો તે ગેરવાજબી અને નિરર્થક બની રહેશે.
કારણ બાકી રહેતા ડો.ચાવડા
અને ડો. ટાંકની પણ બદલી પણ નિશ્ચિત જ છે અને આજે બંનેને છુટા કરશે તેવું
કહી આરોગ્ય કમિશનરના આદેશને "રીસ્પેકટ" આપવું તે તેઓની ફરજ થતું હોવાનું
ડો.મેહતાએ જણાવ્યું હતું. ટૂંકા ગાળામાં અગાઉ મેડીકલ ઓફિસર ડો.દુસરાની મોરબી બદલી થયા બાદ
વધુ ૩ મેડીકલ ઓફિસર ડો.અગ્રાવત, ડો.ટાંક અને ડો. ચાવડાની મોરબી ખાતે બદલીની નોબત સહનાર ડો. મનિષ મહેતા એવું પણ જણાવ્યું
હતું કે, સિવિલ હોસ્પીટલમાં ખાલી પડનાર ૩ મેડીકલ ઓફિસરની જગ્યાઓ
તાકીદે ભરવા તેઓ દ્વારા ઉચ્ચ આરોગ્ય તંત્રને રજુઆતો કરવામાં આવી રહી છે.
RMO નિમણુંકનો વિવાદ શું છે ?
રાજકોટ :
સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.
મહેતાએ આર.એમ.ઓ. તરીકે ડો.રોયની નિમણુક કરી ત્યારથી તબીબોમાં આંતરિક ચણભણાટ શરુ થયો છે.
આર.એમ.ઓ.ના પદ પર સ્વાભાવિક સિનિયર તબીબોની નિમણુંકો થતી હોય છે.
જ્યારે ડો.રોય તો જુનિયર હોવાનું બતાવી અમુક તબીબો વચ્ચે ચર્ચાઓ થઇ રહી છે કે, સુપ્રિન્ટેન્ડેન્ટ
દ્વારા તેમના નજીકના ડો. રોયને આર.એમ.ઓ.બનાવ્યા તે વાતમાં શું આશય હોય શકે ? સિવિલ હોસ્પીટલમાં તો ૧૦ જેટલા
તબીબ સીનીયરો કે જેઓ 20 થી ૨૩ વર્ષ થયા ફરજ બજાવી રહ્યા છે, તેમાંથી
કેમ કોઈની પસંદગી ના કરવામાં આવી ? ડો.
રોય તો ૧૦-૧૨ વરસ જ જુના તબીબ છે. ત્યારે આ વાતના વિખવાદના મૂળમાં હકીકત શું છે ? તે જાણવાના પ્રયાસમાં પણ
સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મેહતાએ જણાવેલ કે, આર.એમ.ઓ.ની નિમણુકમાં જુનિયર-સીનીયરને બદલે સંબંધિત તબીબની કાર્યકુશળતા, તેમની ફરજ,
ફરજ પરત્વેની નિષ્ઠા જોવાતી હોય છે. ક્યા તબીબ કેટલી અને કેવી ફરજ
બજાવે છે ? વી બાબતોની નોંધ લેવાતી હોય છે.
જ્યારે ઘડિયાળના કાટે ફરજ બજાવવા વાળા સંબંધિતોની આપોઆપ બાદબાકી થઇ જતી હોય છે.
અને આ માટેના તમામ હક, અધિકારો તેઓની પાસે હોય, વાજબી નિર્ણય લઈને ડો.
રોયને આર.એમ.ઓ.બનાવાયા છે. આર.એમ.ઓ. બનવા માટે કોઈ મેડીકલ ઓફિસર ઘસીને નાં પાડી દે તો શું થાય ? તેવા
પ્રશ્નના જવાબમાં ડો.મેહતાએ જણાવેલ કે, પ્રત્યેક તબીબની ફરજ જોવાતી હોય છે. આવા
પદ માટે કોણ અને ક્યારે યોગ્ય છે ? તે વાત પણ તેઓ દ્વારા નક્કી
થતી હોય, જો કોઈ આ મુદ્દે ચણભણાટ ઉભી કરતુ હશે કે તેઓની પાસે આ બાબતે મામલો આવશે તો
કુનેહતાથી મામલો થાળે પાડી દેવાનું જણાવ્યુ હતું.
મેંગોપીપલ પરીવાર દ્વારા ઝુપડપટ્ટીમાં પ્રમુખસ્વામીની જન્મ જ્યંતી ની ઉજવણી
તાજેતરમાં નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મેંગોપીપલ પરીવાર દ્વારા તેમના કાર્યરત ઝુપડપટ્ટીના દરેક ફ્રી એજ્યુકેશન ક્લાસમાં રાજકોટ તથા જામનગરમાં એક જ સાથે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીની જન્મ જ્યંતીની ઉજવણી કરવામાં આવેલ.
સ્વામીજીના ફોટાને તિલક કરી ઝુપડપટ્ટીના બધા બાળકોએ ફુલહાર પહેરાવેલ, શિક્ષકો દ્વારા બાળકો ને સ્વામીજીના જીવન વિશે સુંદર અને સરળ ભાષામાં સમજણ આપેલ અને ત્યાર બાદ બધા બાળકો ને સંસ્થા તરફથી નાસ્તાનું વિતરણ કરવામાં આવેલ.
આ સત્કર્મ ને સાર્થક કરવા માટે નરેન્દ્રભાઈ રાઠોડ, રાજુભાઈ ત્રિવેદી, રશ્મિબેન સગપરીયા, સોનલબેન વિરાણી, શિલ્પાબેન વિગેરે લોકો એ જહેમત ઉઠાવેલી.
અત્રે ઉલ્લેખનીય છે કે મેંગોપીપલ પરીવાર ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારો ના બાળકો માટે છેલ્લા ૫ વર્ષ થી સતત કાર્યશીલ સંસ્થા છે. તે આવા બાળકો માટે રાજકોટ તથા જામનગર માં ફ્રી એજ્યુકેશન ક્લાસ ચલાવી રહી છે. સંસ્થા ની વધુ માહિતી માટે પ્રમુખ મનીષભાઈ રાઠોડ ( મો. ૯૨૭૬૦૦૭૭૮૬/૯૨૨૭૦૦૭૭૮૬ ) નંબર પર સંપર્ક કરવા અનુરોધ છે.
રાજકોટ જિલ્લાની સ્વનિર્ભર શાળાઓને ફી નિર્ધારણ કાયદા અન્વયે એફીડેવીટ કરવા સુચના
રાજકોટ જિલ્લાની તમામ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક તેમજ રાજકોટ, ઉપલેટા તથા જેતપુર શહેરની પ્રાથમિક શાળાઓના આચાર્ય/સંચાલકશ્રીને જિલ્લા શિક્ષણાધિકારી તેમજ ફિ નિયમન સમિતી રાજકોટ ઝોન દ્વારા જણાવવામાં આવે છે કે, ફિ નિર્ધારણ, કાયદો-૨૦૧૭ હેઠળ દરેક સ્વ નિર્ભર શાળાઓની ફિ, ફિ નિર્ધારણ સમિતી દ્વારા નિર્ધારીત કરેલ હોય તેવી શાળા વર્ષ ૨૦૧૭-૧૮ તથા ૨૦૧૮-૧૯ ના વર્ષો માટે સમિતીના હુકમ મુજબ જ જે તે શાળાએ દરેક વિદ્યાર્થીની ફી લીધેલ છે અને તે હુકમથી વધુ કોઇ ફી ઉઘરાવેલ નથી તે સંબંધે એફીડીવીટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, રાજકોટને તા. ૧૦/૦૧/૨૦૧૯ સુધીમાં મોકલી આપવા જણાવવામાં આવે છે.
બુધવાર, 19 ડિસેમ્બર, 2018
આજનો વિચાર :
આજનો વિચાર : તુમ જો બિછડે હો જલ્દબાઝી મેં, યાર તુમ રૂઠ ભી તો સકતે થે... - મેહસર અફરીદી
આજનો વિચાર : લગ્નમાં
છોકરીવાળા વધુ ડાન્સ કરે તો સમજી લેવાનું કે એના ઘરની માથાકૂટ હવે તમારા
ઘરે આવી રહી છે.. અને છોકરાવાળા જોરશોરથી ડાન્સ કરતા દેખાય તો માની લેવાનું
કે ભાઈનું માંડમાંડ ગોઠવાણું છે... - વૉટ્સએપ પર વાંચેલું
આજનો વિચાર : જત જણાવવાનું તને કે છે અજબ વાતાવરણ, એક ક્ષણ તું હોય છે ને એક ક્ષણ તારું સ્મરણ.. - રાજેન્દ્ર શુક્લ
આજનો વિચાર : ખબર નથી પડતી કે કેમ અન્યોને ગમે છે એ, લખાતું હોય છે જે કંઈ ફકત એકાદ જણ માટે... - ડૉ. મુકુલ ચોક્સી
આજનો વિચાર : ઘર
તો હતાં અનેક ને ઝાંપા હતા અનેક, તોય આશરાના આપણે ફાંફાં હતા અનેક, એકાદ
ડગની દૂર પણ કપી શકાઈ નૈં, એકાદ ડગના માર્ગમાં ફાંટા હતા અનેક... — અનિલ ચાવડા
આજનો વિચાર : દરેક માણસ એની જીભની પાછળ છુપાયેલો હોય છે. જો એને સમજવો હોય તો એને બોલવા દો... - વૉટ્સઍપ પર વાંચેલુ
આજનો વિચાર : ખાઈ પીને ન્હાઈને કવિતા નથી બનતી, એ દોસ્ત.. લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ... - ડૉ. મુકુલ ચોક્સી
એક મિનિટ : બકો
: આ વૉટ્સઍપમાં જરૂર જાતજાતનાં વિટામિનો હોવાં જોઈએ.. પકો : કેમ એવું લાગે
છે તને..?? બકો : જો તે, એક દિવસ વૉટ્સઍપ ન વાપરીએ તો આખો દિવસ કમજોરી
લાગે છે, સુસ્તી જેવું લાગે છે...
એક મિનિટ :
જ્યોતિષ : બકા, તારી કુંડળીમાં અઢળક ધન છે.. બકો : એ બધું ઠીક પણ મહારાજ, એ
કહો કે આ ધન કુંડળીમાંથી મારા બૅન્ક અકાઉન્ટમાં ક્યારે ટ્રાન્સફર થશે..??
કાગળ પરના દીવા : અંદર
અંદર સળવળતી એક ઘટનાથી શરૂઆત કરું તો તમને એમાં વાંધો છે કંઈ..?? ઠરી
ગયેલી ફૂંક ફરી પેટાવી ઝંઝાવાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ..?? - સંજુ વાળા
એક મિનિટ : બકાની વાઈફ : હું આજે સાંજે કંઈ રસોઈ બનાવવાની નથી, થાકી ગઈ છું. થાકી.. બકો : હા, હોં, ન બનાવતી... અમેય થાકી ગયા છીએ...
સાયલન્સ પ્લીઝ : આપણે જે છીએ તે જ બની રહેવાની હિંમત રાખવી જોઈએ... ભલે પછી એમાં આપણને ડર લાગતો હોય કે બીજાઓને આપણે વિચિત્ર લાગતા હોઈએ... – અજ્ઞાત
પાન બનાર્સવાલા : ઘણી વખત આપણી સહમતી કે અસહમતીનું એકમાત્ર કારણ ગેરસમજણ હોય છે... – વોટ્સએપ પર વાંચેલું
પાન બનાર્સવાલા : જિંદગીમાં સમયનું બહુ મહત્વ છે એવું નથી, જિંદગીમાં સમયનું જ મહત્વ છે... - અજ્ઞાત
— સૌરભ શાહ
રાજકોટ: ફોરેન ટ્રેડ ડેવલપમેન્ટ ઓફિસર 4 હજારની લાંચ લેતા ઝડપાયો
રાજકોટ: ફોરેન ટ્રેડની કચેરીનો ફોરેન ટ્રેડ ડેવલપમેન્ટ ઓફિસર લીલાધર કેશવભાઇ શ્રીવાસ્તવ રૂ. 4 હજારની લાંચ લેવાના આરોપસરના છટકામાં સપડાયો હતો. આ અંગે એક્સપોર્ટનો ધંધો કરતાં આસામીએ તેના ફોરેન ટ્રેડ લાયસન્સમાં પાન નંબર ખોટો લખાવેલ હોય તે સુધારી આપવા માટે અરજી કરી હતી. આ અરજીના સંદર્ભમાં તાત્કાલીક પાન નંબર સુધારી આપવા માટે ફોરેન ટ્રેડ ડેવલોપમેન્ટ ઓફિસર લીલાધર કેશવભાઇ શ્રીવાસ્તવે રૂ. છ હજારની લાંચની માગણી કરી હતી. જે પૈકી રૂપિયા 2 હજાર સ્વીકારી લીધા હતાં.
બાકીના રૂપિયા 4 હજાર પછી આપવાનો વાયદો કરાયો હતો. આ લાંચની રકમ ધંધાર્થી આપવા માગતા ન હતાં આથી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદ પરથી રાજકોટ બ્યુરોના મદદનીશ નિયામક એચ.પી.દોશીના સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર સી.જે. સુરેજા અને તેમની ટીમે છટકુ ગોઠવ્યું હતું. આ છટકામાં લીલાધર શ્રીવાસ્તવ રંગેહાથ ઝડપાયો હતો. અધિકારી કલાસ-2માં આવતો હોય તેના નિવાસસ્થાનની તલાશી લેવાની પ્રક્રિયા ચાલી રહી છે.
અમદાવાદના તજજ્ઞ ડોક્ટર્સનો સિવિલ હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક ઓપરેશન કેમ્પ
નવજાત શિશુ થી ૧૮ વર્ષ સુધીના બાળકોની સર્જરી - ખોડખાપણ તેમજ કપાયેલા હોઠ અને તાળવાની સર્જરી નિ:શુલ્ક કરી આપવામાં આવશે
રાજ્ય સરકાર દ્વારા જનઆરોગ્ય માટે બહોળા પ્રમાણમાં નિ:શુલ્ક સ્વાસ્થ્ય સુવિધાઓ પૃરી પાડવામાં આવે છે. અનેકવિધ યોજનાઓ હેઠળ જરૂરિયાતમંદ દર્દીઓને વિવિધ સારવાર પુરી પાડવામાં આવે છે તેમજ અવાર નવાર કેમ્પનું વિશિષ્ઠ આયોજન કરવામાં આવે છે. જેના ભાગ રૂપે રાજકોટમા સર્વપ્રથમ વાર મુખ્યમંત્રી અમૃતમ યોજના, મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના અને આયુષ્માન ભારત યોજના હેઠળ ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અને જયદીપ હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે તા. ૨૯-૧૨ ને શનિવારના રોજ સવારે ૧૦ થી ૧૨ કલાક દરમયાન તજજ્ઞ ડોક્ટર્સની ટીમ દ્વારા નવજાત શિશુ થી ૧૮ વર્ષ સુધીના બાળકોનું નિ:શુલ્ક નિદાન તેમજ સર્જરીના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં અમદાવાદના ડો. જયુલ કામદાર (નવજાત બાળકોના સર્જન) ડો. નિશ્વલ નાયક (કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જન) ઉપસ્થિત રહી બાળકોની સર્જરી , દાજ્યા પછી રહી ગયેલ ખોડ ખાંપણ તથા સ્માઈલ ટ્રેન અંતર્ગત કપાયેલા હોઠ તેમજ ફાટેલા તાળવાનુ નિદાન તેમજ સર્જરી નિ:શુલ્ક કરી આપવામાં આવશે. આ કેમ્પનું આયોજન સવારે ૧૦ થી ૧૨ કલાક દરમ્યાન પીડીયું જનરલ હોસ્પિટલ, નવી ઓપિડી બિલ્ડીંગ, બાળકોના વિભાગ રૂમ નં ૧૯ ખાતે રાખવામાં આવેલ છે. આ કેમ્પનો વધુને વધુ જરૂરિયાતમંદ લોકો લાભ લે તેમ ચીફ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર તેમજ પીડીયું જનરલ હોસ્પિટલ તથા ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર રાજકોટ દ્વારા અનુરોધ કરાયો છે. (માહિતી બ્યુરો -રાજકોટ)
મંગળવાર, 18 ડિસેમ્બર, 2018
૧૨ વર્ષથી નાસતો ફરતો કોઠી ગામનો શખ્શ કુવાડવા રોડ પરથી પકડાયો બી-ડીવીઝન પોલીસે પકડી લીધો
રાજકોટ તા.૧૮
શહેરના બી-ડીવીઝન પોલીસના એક ગુના સબબ છેલ્લા ૧૨ વર્ષથી નાસતા ફરતા જસદણ તાલુકાના કોઠી ગામના શખ્શને પોલીસે કુવાડવા રોડ પરથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબા જસદણ તાલુકાના કોઠી ગામનો પોપટ સામત સીરોડીયા(ઉ.વ.૩૫) નામનો શખ્શ બી ડીવીઝન પોલીસ મથકમાં મારી નાખવાની ધમકીના ગુનામાં વર્ષ ૨૦૦૭ થી નાસતો ફરતો હતો. આ શખ્શ કુવાડવા રોડ પર આંટા મારતો હોવાની વિરમભાઇ ધગલ અને એભાલભાઈ બરાલીયાને બાતમી મળી હતી.
જેને બી ડીવીઝન પોલીસના પીઆઈ ઠાકર, પીએસઆઈ ડામોર સહિતના સ્ટાફે ગઈકાલે કુવાડવા રોડ, મેંગો માર્કેટ પાસેથી ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પેરોલ પર છૂટ્યા બાદ નાસતો ફરતો કાલાવડ પંથકનો શખ્શ ગોંડલમાંથી ઝડપાયો : કાલાવડ પોલીસને સોંપાશે
રાજકોટ તા.૧૮
કાલાવડ પોલીસમાં ખૂનના ગુનામાં આજીવન કેદ ભોગવતા અને પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પાછો હાજર નાં થઈને નાસતા ફરતા કાલાવડ પંથકના શખ્શને રાજકોટ રૂરલ એસ.ઓ.જી.કાફલાએ ગોંડલમાંથી ઝડપી લઇ ગોંડલ શહેર પોલીસને સોંપ્યો છે. અહીંથી ટ્રાન્સફર વોરંટના આધારે ગોંડલ પોલીસ કાલાવડ પોલીસને શોપશે.
પ્રાપ્ત વિગતો મુજબ કાલાવડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ખૂનના ગુનામાં આજીવન કારાવાસ ભોગવતો ગુલાબશા ગીગાશા શાહમદાર(રહે.વાવડી, તા.કાલાવડ,જીલ્લો જામનગર, મૂળ ધોરાજી) તા.૨૩-૫-૨૦૧૮ થી ૧૪ દિવસની પેરોલ પર છૂટ્યો હતો.
દરમિયાન નિયત તારીખે જેલમાં હાજર નહિ થઈને ગુલાબશા ભાગતો ફરતો હતો. બીજીબાજુ નાસતા ફરતા શખ્શોને પકડવાની કામગીરી કરતા રાજકોટ રૂરલ એસઓજીના વિજયભાઈ ચાવડાને બાતમી મળી હતી કે ગુલાબશા ગોન્ડળના વોરા વોંકળા રોડ, પંચ પીરની ધાર વિસ્તારમાં પોતાના ભાઈ ઈરફાનશા ગીગાશા સાથે રહે છે. બાતમીના આધારે પીઆઈ એમ.એન,.રાણા, વિજાભાઈ, ઉપેન્દ્રસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા ધર્મેન્દ્રભાઈ ચાવડા, જયવીરસિંહ રાણા વિગેરે સ્ટાફે ગુલાબશાને ગોંડલમાંથી ઝડપી લઇ ગોંડલ સીટી પોલીસને સોંપ્યો હતો
કાલાવડ પોલીસમાં ખૂનના ગુનામાં આજીવન કેદ ભોગવતા અને પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પાછો હાજર નાં થઈને નાસતા ફરતા કાલાવડ પંથકના શખ્શને રાજકોટ રૂરલ એસ.ઓ.જી.કાફલાએ ગોંડલમાંથી ઝડપી લઇ ગોંડલ શહેર પોલીસને સોંપ્યો છે. અહીંથી ટ્રાન્સફર વોરંટના આધારે ગોંડલ પોલીસ કાલાવડ પોલીસને શોપશે.
પ્રાપ્ત વિગતો મુજબ કાલાવડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ખૂનના ગુનામાં આજીવન કારાવાસ ભોગવતો ગુલાબશા ગીગાશા શાહમદાર(રહે.વાવડી, તા.કાલાવડ,જીલ્લો જામનગર, મૂળ ધોરાજી) તા.૨૩-૫-૨૦૧૮ થી ૧૪ દિવસની પેરોલ પર છૂટ્યો હતો.
દરમિયાન નિયત તારીખે જેલમાં હાજર નહિ થઈને ગુલાબશા ભાગતો ફરતો હતો. બીજીબાજુ નાસતા ફરતા શખ્શોને પકડવાની કામગીરી કરતા રાજકોટ રૂરલ એસઓજીના વિજયભાઈ ચાવડાને બાતમી મળી હતી કે ગુલાબશા ગોન્ડળના વોરા વોંકળા રોડ, પંચ પીરની ધાર વિસ્તારમાં પોતાના ભાઈ ઈરફાનશા ગીગાશા સાથે રહે છે. બાતમીના આધારે પીઆઈ એમ.એન,.રાણા, વિજાભાઈ, ઉપેન્દ્રસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા ધર્મેન્દ્રભાઈ ચાવડા, જયવીરસિંહ રાણા વિગેરે સ્ટાફે ગુલાબશાને ગોંડલમાંથી ઝડપી લઇ ગોંડલ સીટી પોલીસને સોંપ્યો હતો
શાપર(વેરાવળ) નજીક કાર હડફેટે ૨ ને ગંભીર ઈજાઓ
રાજકોટ તા.૧૮
ગઈકાલે સાંજે શાપર વેરાવળ નજીક એક અજાણી કાર ચાલકે રોડ પર ઉભેલા ૨ વ્યક્તિઓને હડફેટે લેતા બંનેને ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ સાથે સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ શાપર વેરાવળમાં શીતળા માતાજીના મંદિર પાસે રામપાર્ક સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ અંબારામબજાઓ નાધોરા(ઉ.વ.૨૨) સહીત ૨ યુવાનો ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ એડન્ટ પંપ ચોકડી પાઈ ઉભા મોબાઈલ પર વાતો કરતા હતા ત્યારે ત્યાં અચાનક ઘસી આવેલી એક નવી ઇકો કાર ચાલકે બંનેને હડફેટે લેતા બંનેને હાથે, પગે ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ પહોચતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.
બનાવની ફરિયાદ પરથી શાપર વેરાવળ પોલીસના એ.એસ.આઈ.એન.બી રાઠોડે કાર ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગઈકાલે સાંજે શાપર વેરાવળ નજીક એક અજાણી કાર ચાલકે રોડ પર ઉભેલા ૨ વ્યક્તિઓને હડફેટે લેતા બંનેને ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ સાથે સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ શાપર વેરાવળમાં શીતળા માતાજીના મંદિર પાસે રામપાર્ક સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ અંબારામબજાઓ નાધોરા(ઉ.વ.૨૨) સહીત ૨ યુવાનો ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ એડન્ટ પંપ ચોકડી પાઈ ઉભા મોબાઈલ પર વાતો કરતા હતા ત્યારે ત્યાં અચાનક ઘસી આવેલી એક નવી ઇકો કાર ચાલકે બંનેને હડફેટે લેતા બંનેને હાથે, પગે ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ પહોચતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.
બનાવની ફરિયાદ પરથી શાપર વેરાવળ પોલીસના એ.એસ.આઈ.એન.બી રાઠોડે કાર ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જેતપુરના નવાગઢમાંથી વરલીના આંકડા રમાડતો શખ્શ ઝડપાયો
તા.૧૮દિલીપ
જેતપુરના નવાગઢ ચોકડી વિસ્તારમાં જાહેરમાં વરલી ફીચરના આંકડાનો જુગાર રમાડતા એક શખ્શને પોલીસે પકડી પડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ જેતપુરના નવાગઢમાં ચોકડી વિસ્તારમાં કેડી પાન પાસે વરલી ફીચરનો જુગાર ખેલાતો હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પાડી દીપક હમીર વાળા નામના કોળી શખ્શને નજીવી રકમ સાથે પકડી પાડ્યો હતો. જેતપુર સીટી પોલીસના જમાદાર એચ.બી.સાવલિયાએ દીપક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જેતપુરના નવાગઢ ચોકડી વિસ્તારમાં જાહેરમાં વરલી ફીચરના આંકડાનો જુગાર રમાડતા એક શખ્શને પોલીસે પકડી પડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ જેતપુરના નવાગઢમાં ચોકડી વિસ્તારમાં કેડી પાન પાસે વરલી ફીચરનો જુગાર ખેલાતો હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પાડી દીપક હમીર વાળા નામના કોળી શખ્શને નજીવી રકમ સાથે પકડી પાડ્યો હતો. જેતપુર સીટી પોલીસના જમાદાર એચ.બી.સાવલિયાએ દીપક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોટીમારડમાં જુગાર દરોડો ૫ તાસપ્રેમીઓ પકડાયા
રાજકોટ તા.૧૮
પાટણવાવ પોલીસે મોટીમારડ ગામે જાહેરમાં રમાતા જુગાર પર દરોડો પાડી ૫ શખ્શોને પકડી લીધા હતા. પોલીસને મોટી રકમ જુગારના પટમાંથી મળવાની આશા હતી. પણ માત્ર રૂ.૨૬૯૦/- જ મળ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ પાટણવાવ પોલીસ વિસ્તાર હેઠળ આવતા મોટીમારડ ગામે ખરાવાડ પ્લોટ, રામદેવપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર ખેલાતો હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે દરોડો પાડતા સુખા માલા પરમાર(અમાપર, તા.ગઢડા), માધા મંગા ચૌહાણ), પુના હીરા રેવર, જેન્તી છગન પાટડીયા, બધા હીરા રેવર (રહે.બધા મો.મારડ) રોકડ રૂ.૨૬૯૦ સાથે પકડાઈ ગયા હતા. પાટણવાવ પોલીસના એ.એસ.આઈ. પી.બી.જાડેજાએ તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પાટણવાવ પોલીસે મોટીમારડ ગામે જાહેરમાં રમાતા જુગાર પર દરોડો પાડી ૫ શખ્શોને પકડી લીધા હતા. પોલીસને મોટી રકમ જુગારના પટમાંથી મળવાની આશા હતી. પણ માત્ર રૂ.૨૬૯૦/- જ મળ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ પાટણવાવ પોલીસ વિસ્તાર હેઠળ આવતા મોટીમારડ ગામે ખરાવાડ પ્લોટ, રામદેવપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર ખેલાતો હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે દરોડો પાડતા સુખા માલા પરમાર(અમાપર, તા.ગઢડા), માધા મંગા ચૌહાણ), પુના હીરા રેવર, જેન્તી છગન પાટડીયા, બધા હીરા રેવર (રહે.બધા મો.મારડ) રોકડ રૂ.૨૬૯૦ સાથે પકડાઈ ગયા હતા. પાટણવાવ પોલીસના એ.એસ.આઈ. પી.બી.જાડેજાએ તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જુનાગઢ રહેતા, જેતલસરના નિવૃત રેલ કર્મી વૃદ્ધ છતાં કાયમી યુવાન લખુભાઈ લખુભાઈ ગીરનારીનો આજે જન્મદિન
રાજકોટ તા.૧૮
જેતલસર જંકશનના રેલવેના નિવૃત લોકોચાર્જમેન લક્ષ્મણભાઈ મોહનભાઈ પરમાર(સેવક લખું ગિરનારી)નો આજે જન્મ દિન છે.પોતાના જીવનના ૭૬ માં વર્ષમાં પ્રવેશેલા લખુભાઈએ આજની તારીખે પણ યુવાન જેવા જ સેવાકીય કાર્યોમાં રત છે.
રેલ્વેમાં નિવૃત્તિના સમયે પણ રેલવેના કોઈ પણ પ્રશ્ને તેઓ સજાગ રહી જરૂરીયાતમંદોને મદદરૂપ થઇ રહ્યા છે. સમાજના કોઈ પણ વ્યક્તિઓને સુખ-દુઃખના ભાગીદાર થવા તેઓ હમેંશા પહેલા હોય છે. ઈશ્વર અને દત્ત મહારાજ તેઓને દીર્ધાયુષ્ય બક્ષે તેવી હિતેચ્છુઓ, મિત્રોએ શુભેચ્છા પાઠવવા તેમના મો. ૬૩૫૩૯ ૬૬૬૧૦ પર સંપર્ક કરી શકે છે.
શનિવાર, 15 ડિસેમ્બર, 2018
મેંગોપીપલ પરીવારના બાળકોએ લીધી સ્વામીનારાયણ નગરની મુલાકાત
તાજેતરમાં નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મેંગોપીપલ પરીવારના ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારોના બાળકો એ સ્વામિનારાયણ નગર પીકનીક ની માજા માણી હતી .
બાળકો એ ત્યાં ની કલાકૃતી અને પ્રવેશદ્વાર નિહાળી ઉપરાંત દરેક ડોમ ની પણ મુલાકાત લીધેલી. વ્યસન મુક્તિ અને માતાપિતા ની સાચી સેવા જેવી અનેક સમજણો મેળવી બાળકો ધન્ય બનેલ.
પીકનીક ના આયોજન માં ઉષાબેન, નિલેશભાઈ, અશોકસિંહ, તથા બ્રિજેશભાઈ એ સુંદર સહકાર આપેલ.
અત્રે ઉલ્લેખનીય છે કે મેંગોપીપલ પરીવાર ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારો ના બાળકો માટે છેલ્લા ૫ વર્ષ થી સતત કાર્યશીલ સંસ્થા છે. તે આવા બાળકો માટે રાજકોટ તથા જામનગર માં ફ્રી એજ્યુકેશન ક્લાસ ચલાવી રહી છે. સંસ્થા ની વધુ માહિતી માટે પ્રમુખ શ્રી મનીષભાઈ રાઠોડ ( મો. ૯૨૭૬૦૦૭૭૮૬/૯૨૨૭૦૦૭૭૮૬
રાજ્યના ખેડુતોના હિતમાં જમીન માપણીની અક્ષમ્ય ભૂલોના વિરોધ માટે ચાલતા આંદોલનને ગુજરાત ખેડૂત સમાજ રાજકોટ જિલ્લા પ્રમુખ સહિત રાજ્યના ખેડુત સંગઠનો સમર્થન આપવા મક્કમ
લેન્ડ રેકર્ડ વિભાગના કર્મચારીઓએ તારીખ 17 થી 21 ડિસેમ્બર દરમિયાન કાળી પટી બાંધી ફરજ બજાવશે.
વર્ષ 2010 - 11 થી રાજ્ય સરકાર દ્વારા આધુનિક રીતે જમીન માપણી કરવા માટે સંયુક્ત જિલ્લા ઓને પાઇલોટ પ્રોજેક્ટ તરીકે સ્વીકારી કામગીરી હાથ ધરાઈ હતી જમીન માપણી માટે બનેલ મેન્યુઅલ ખૂબ જ સરસ હતો, કાગળ પરના નિયમો પરફેક્ટ હતા પણ બધા નિયમો કાગળ પર રહ્યા ને આખી જમીન માપણી પણ કાગળ પર જ કરી નાખવામાં આવી જેના કારણે ગુજરાતના લગભગ 125 કરોડ સર્વે નમ્બરમાં ગોટાળા થયા, ખેતરો કાગળ પર ગોટાળે ચડ્યા છે., લાંબા ટૂંકા થયા, ત્રિકોણ હતા લંબ ચોરસ થયા આવી અનેક ભૂલો સામે આવી છે.
ગુજરાત ખેડૂત સમાજ પ્રમુખ ચેતન ગઢીયા અને સતત 5 વર્ષની લડતના ફળ સ્વરૂપ સરકારને 5814 ગામોને પ્રોમોલગેસન કરતા અટકાવવાની ફરજ પડી અને 12220 ગામોમાં જ્યાં પ્રમોલગેસન થઈ ગયું છે એવા ગામોમાં ભૂલ સુધારણા અરજી દ્વારા જમીન માપણીની ભૂલો સુધારવી શક્ય જ નથી ને અત્યારે આવો સરકાર આવો જે પ્રયત્ન કરી રહી છે એ "ધૂળમાં કાંકરા જોવા કે સોવા" કહેવત જેવું કામ આદર્યું છે જેના કારણે લેન્ડ રેકર્ડ શાખાના વર્ગ 3ના કર્મચારીઓ અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે "લ્યે લાલો ને ભારે હરદા" જેવી હાલત વર્ગ 3ના કર્મચારીઓની થઈ છે.
જમીન માપનીનું બધું ખોટું કામ ખાનગી એજન્સીઓ કરી ગયા, જમીન માપણી બાબતે મંજુર થયેલા બધા જ રૂપિયા ખાનગી એજન્સીઓ કાઈ કામ કર્યા વગર ચાઉ કરી ગયા છે ને એમની ભૂલો સર્વેયેરોએ સુધારા કરવાનો સમય આવ્યો છે. સર્વેયેરોએ જે રેગ્યુલર કામ કરવાનું હોય એ બધું મૂકીને આ ખાનગી એજન્સીઓએ કરેલી ભૂલો સુધારવા સર્વેયેરોને કામે લગાડ્યા છે, 2 વર્ષથી જમીન માપણીની લગતું ખેડૂતનું એકપણ રેગ્યુલર કામ સર્વેયેરો કરી શક્યા નથી.
સર્વેયેરોનું ખરેખર જે કામ છે એ કરાવવાને બદલે ખાનગી એજન્સીના ગોટાળા સુધારવા લેન્ડ રેકર્ડ ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યું છે. ખાનગી એજન્સીઓએ કરેલા ગોટાળા સરકારી સર્વેયેરો પાસે સુધરાવવા સર્વેયરોને કામે લગાડવા એટલે ગુજરાતના ખેડૂતોને હેરાન કરવા, ગુજરાતની જનતાના નાણાં ખોટી જગ્યાએ વાપરવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેના કારણે સર્વેયેરો પર કામનું એટલું બધું ભારણ આવી પડ્યું છે કે સર્વેયેરોએ ઇતિહાસમાં પહેલી વખત જિલ્લા બહાર જઈ કામ કરવાની ફરજ પડી છે.
એટલું જ નહીં સર્વેયેરોએ ડિસેમ્બર મહિનામાં રિસર્વે વાંધા અરજીઓ દફ્તરી, કામગીરી તથા હુકમો કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. સર્વેયેરો દીઠ રોજની 8 દરખાસ્ત પુરી કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે જે અશક્ય છે. માનવ અધિકારોનું હનન થઈ રહ્યું છે. એવું કર્મચારીઓ જણાવી વિરોધનો સુર પુરાવી રહ્યા છે અને લેન્ડ રેકર્ડ વિભાગના કર્મચારીઓએ તારીખ 17 થી 21 ડિસેમ્બર દરમિયાન કાળી પટી બાંધી ફરજ બજાવશે.
જ્યારે 24 થી 29 ડિસેમ્બર દરમિયાન લેન્ડ રેકર્ડ વિભાગના વર્ગ 3ના કર્મચારી મંડળના તમામ જિલ્લાના ના પ્રતિનિધિ વતી 5 કર્મચારીઓ પ્રતીક ઉપવાસ કરશે ત્યારબાદ 31 ડિસેમ્બરના રોજ રાજ્યના તમામ જિલ્લાના લેન્ડ રેકર્ડ વિભાગના કચેરીના વર્ગ 3 ના કર્મચારીઓ માસ સીએલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી વિરોધ નોંધાવી આંદોલન કરવા જઈ રહ્યા છે. ત્યારે ગુજરાત ખેડૂત સમાજ અને ગુજરાતના વિવિધ ખેડુત સંગઠનો તેમની સાથે ટેકામાં સમર્થન જાહેર કરી રહ્યા છે...
ઔદ્યોગિક કલસ્ટરના ટ્રીટ કરેલ વેસ્ટ વોટરને
ડીપ સી ડીસ્ચાર્જ કરવાની પોલીસી જાહેર
કરતી સરકાર : જેતપુરના ઉદ્યોગપતિઓ ખુશ
અમદાવાદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જેતપુર ડાઈંગ એશો.ના ૧૦૦ જેટલા પ્રતિનીધીઓની હાજરી
અમદાવાદ ખાતે ગુજરાત રાજ્યના સંતુલિત વિકાસની વાતે રાજ્ય સરકાર દ્વારા EASE OF DOING BUSINESS અંતર્ગત લીધેલા ઝડપી અને પ્રેરક નિર્ણયોને બિરદાવવા માટે મુખ્યમત્રી વિજયભાઈ રૂપાણીનો અભિવાદન સમારોહ ગુજરાત રાજ્યના તમામ સયુંકત પર્યાવરણીય અને ઓદ્યોગિક વિકાસ માટેની માળખાકીય સુવિધાઓના એશો.નો દ્વારા યોજાયેલ.
જેમાં જયદ્રથસિંહ પરમાર, રાજ્યકક્ષાના મંત્રી, કૃષિ, પંચાયત અને પર્યાવરણ, બળવંતસિંહ રાજપૂત(અધ્યક્ષ ગુજરાત ઓદ્યોગિક વિકાસ નિગમ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં જેતપુરના ટેક્ષટાઈલ ઉદ્યોગના પ્રતિનિધિ તરીકે જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એશો. દ્વારા ૧૦૦ જેટલા કારખાનેદાર સભ્યો તેમજ પ્રમુખ રાજુભાઈ હીરપરા, ઉપપ્રમુખ જેન્તીભાઈ રામોલીયા, કારોબારીઓ ગોવિંદભાઈ ઠુંમર, સુરેશભાઈ સખરેલીયા, ભાવિકભાઈ વૈષ્ણવ અને સર્વે કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.
સમારોહમાં મુખ્યમંત્રીએ જીપીસીબી તેમજ જીઆઈસીડીસીને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકારે લીધેલા નિર્ણયોની જાહેરાત કરી હતી. તેમજ સમગ્ર રાજ્યના જુદા જુદા ઓદ્યોગિક કલસ્ટરના ટ્રીટ કરેલ વેસ્ટ પાણીને ડીપ સી ડીસ્ચાર્જ માટેની પોલીસીની મહત્વની જાહેરાત કરી હતી. જેનેન જેતપુર સહિતના સમગ્ર ઉદ્યોગકારોએ ઉત્સાહ સાથે વધાવી લીધી હતી.
આ નવા અને ખુબ મહત્વાકાંક્ષી પ્રોજેકને લીધે શુદ્ધ કરેલ ઓદ્યોગિક વેસ્ટ પાણીના નિકાલનો પ્રશ્ન સરળ થતા સંતુલિત વિકાસ સાથે પર્યાવરણની જાળવણી અને રોજગારીની નવી તકોનું સર્જન થશે. મુખ્યમંત્રીના દીપ સી ડીસ્ચાર્જ પોલીસીની જાહેરાત અંગે રાજ્ય સરકારના અભિગમને લીધે જેતપુરના ઉદ્યોગકારો વતી જેતપુર ડાઈંગ એશો.જોદેદારોએ રાજ્યસરકાર અ(ને મુખ્યમંત્રીનો આભાર માન્યો હોવાનું રાજુભાઈ હિરપરાએ જણાવ્યું હતું.
ડીપ સી ડીસ્ચાર્જ કરવાની પોલીસી જાહેર
કરતી સરકાર : જેતપુરના ઉદ્યોગપતિઓ ખુશ
અમદાવાદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જેતપુર ડાઈંગ એશો.ના ૧૦૦ જેટલા પ્રતિનીધીઓની હાજરી
અમદાવાદ ખાતે ગુજરાત રાજ્યના સંતુલિત વિકાસની વાતે રાજ્ય સરકાર દ્વારા EASE OF DOING BUSINESS અંતર્ગત લીધેલા ઝડપી અને પ્રેરક નિર્ણયોને બિરદાવવા માટે મુખ્યમત્રી વિજયભાઈ રૂપાણીનો અભિવાદન સમારોહ ગુજરાત રાજ્યના તમામ સયુંકત પર્યાવરણીય અને ઓદ્યોગિક વિકાસ માટેની માળખાકીય સુવિધાઓના એશો.નો દ્વારા યોજાયેલ.
જેમાં જયદ્રથસિંહ પરમાર, રાજ્યકક્ષાના મંત્રી, કૃષિ, પંચાયત અને પર્યાવરણ, બળવંતસિંહ રાજપૂત(અધ્યક્ષ ગુજરાત ઓદ્યોગિક વિકાસ નિગમ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં જેતપુરના ટેક્ષટાઈલ ઉદ્યોગના પ્રતિનિધિ તરીકે જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એશો. દ્વારા ૧૦૦ જેટલા કારખાનેદાર સભ્યો તેમજ પ્રમુખ રાજુભાઈ હીરપરા, ઉપપ્રમુખ જેન્તીભાઈ રામોલીયા, કારોબારીઓ ગોવિંદભાઈ ઠુંમર, સુરેશભાઈ સખરેલીયા, ભાવિકભાઈ વૈષ્ણવ અને સર્વે કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.
સમારોહમાં મુખ્યમંત્રીએ જીપીસીબી તેમજ જીઆઈસીડીસીને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકારે લીધેલા નિર્ણયોની જાહેરાત કરી હતી. તેમજ સમગ્ર રાજ્યના જુદા જુદા ઓદ્યોગિક કલસ્ટરના ટ્રીટ કરેલ વેસ્ટ પાણીને ડીપ સી ડીસ્ચાર્જ માટેની પોલીસીની મહત્વની જાહેરાત કરી હતી. જેનેન જેતપુર સહિતના સમગ્ર ઉદ્યોગકારોએ ઉત્સાહ સાથે વધાવી લીધી હતી.
આ નવા અને ખુબ મહત્વાકાંક્ષી પ્રોજેકને લીધે શુદ્ધ કરેલ ઓદ્યોગિક વેસ્ટ પાણીના નિકાલનો પ્રશ્ન સરળ થતા સંતુલિત વિકાસ સાથે પર્યાવરણની જાળવણી અને રોજગારીની નવી તકોનું સર્જન થશે. મુખ્યમંત્રીના દીપ સી ડીસ્ચાર્જ પોલીસીની જાહેરાત અંગે રાજ્ય સરકારના અભિગમને લીધે જેતપુરના ઉદ્યોગકારો વતી જેતપુર ડાઈંગ એશો.જોદેદારોએ રાજ્યસરકાર અ(ને મુખ્યમંત્રીનો આભાર માન્યો હોવાનું રાજુભાઈ હિરપરાએ જણાવ્યું હતું.
“ડુબેલી પ્રાચીન સોનાની દ્વારિકા ઉપર દરિયાઈ પ્રજાતિનો અભ્યાસ કરતા છાત્રો
ભારત દેશના રાષ્ટ્રિય ઉત્પાદનમાં ખેતી અને ખનીજ પેદાશોની સમક્ષક મરીન પ્રોડકટ પણ મોટો હિસ્સો ધરાવે છે. તેમજ હવા, પૃથ્વી અને પાણીના પેટાળમાં વસતી પ્રજાતિઓનો વૈવિધ્ય માણવા જમનગરથી આશરે ૧૨૫ કિલોમીટર દુર આવેલ ડની આઈલેન્ડથી વિશેષ કોઈ જગ્યા નથી. ધવલ ઈન્ટરનેશનલ સ્કૂલ જેતપુરના વિદ્યાર્થીનું એક ગ્રુપ પંચજન્ય પર્યાવરણ ટ્રસ્ટના એમ.ડી અને દરિયાઈ પ્રજાતિના નિષ્ણાંત રવિભાઈ વાઢેર અને અન્ય પર્યાવરણ વિંદ સાથે ત્રિદિવસીય શિબિરમાં હવા, પાણી અને જમીનની પ્રજાતિનો ઊંડો અભ્યાસ કર્યો હતો.
જેમાં મરીનપ્રોજેક્ટ નીચે હેલ્થ માટે અતિ ઉપયોગી એવી Algae(શેવાળ), લીલ અને અન્ય ઔષધીય વનસ્પતિઓ સાથે સ્ટાર ફિશ, પેફર ફિશ, ક્રેબ્સ, સી રેબીટસ, પોમ્ફર્ટ, ઓક્ટોપસ અને લોબસ્ટર જેવી અલભ્ય અને કિંમતી જીવંત દરિયાઈ પ્રજાતિનો અભ્યાસ કર્યો. ગગનમાં વિહરતા પક્ષીઓના અભયારણ્યમાં સાઈબીરીયાથી લઈને દુર પૂર્વના યુરોપિયન દેશોની પક્ષીઓની પ્રજાતિઓની જીવનશૈલી વિષે પ્રત્યક્ષ શિક્ષણ મેળવેલ દરિયાની અંદર પાંગરતી સૌથી સુંદર પ્રજાતિ પરવાળાઓને જોઇને વિધાર્થીઓએ સમુદ્રની સુંદરતાનો અહેસાસ કરેલ, તેમજ આ અભ્યાસ વર્ગની સાથેસાથ વિધાર્થીઓએ સ્વીમીંગ, ફ્લોટિંગ અંડર વોટેર વોકિંગ જેવા કરતબો નેચર કલેમીટી જેવા પ્રસંગોએ જીવનરક્ષાનીતાલીમો મેળવેલ. અંતમાં દરિયાઈ પ્રજાતિની ઈશ્વરની સૌથી સુંદર સર્જન એટલે કે ડોલ્ફિન કે જે માણસના મગજ જેવી વિચારિક શક્તિ ધરાવતી પ્રજાતિ સાથે ડી.જે. ના સથવારે ડોલ્ફિન ડાંન્સ મધદરિયે માણેલ હતો.
જેતપુરના મોટાગુંદાળા ગામે રૂ.૩૦ હજારની ઘરફોડ ચોરી
જેતપુર તા.૧૫
ગઈકાલે જેતપુર તાલુકાના મોટાગુંદાળા ગામે એક રહેણાંક મકાનમાં ત્રાટકેલા તસ્કરો રોકડ રૂપિયા ૧૨ હજાર અને સોના ચાંદીના દાગીના મળી રૂપિયા ૩૦ હજારની મત્તા ચોરી કરી ગયાની જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના મોટાગુનાદાલા ગામે રહેતા હરસુખભાઈ નાથાભાઈ સોલંકી મકાનમાં ગઈકાલે પ્રવેશેલા તસ્કરો રોકડ ૧૨ હજાર તથા ૧૮ હજારના સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૩૦ હજારની મત્તા ચોરી ગયા હતા. આ બનાવની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પીએસઆઈ પી.જે.બાંટવાએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જીવનની અંતિમ ક્ષણો પત્નીની સમાધિ પાસેજ ગાળી વયોવૃદ્ધનો ગળાફાંસો ખાઈ આપઘાત : પડધરીના પાટી રામપરનો બનાવ
રાજકોટ તા.૧૫
પડધરી તાલુકાના પાટી રામપર ગામે રહેતા એક વયોવૃદ્ધે ગઈકાલે સ્મશાનમાં પત્નીની સમાધિ નજીકના વૃક્ષ સાથે દોરડું ભરાવી ગળાફાંસો ખાઈ લેતા જાણકારોમાં અરેરાટી વ્યાપી છે.
પ્રાપ્ત વિગતો મુજબ પડધરી પોલીસના એ.એસ.આઈ.પુજાબેન મંડલીએ "સાંજસમાચાર"ને જણાવ્યું હતું કે, પડધરી તાલુકાના પાટી રામપર ગામે રહેતા બળવંતભાઈ લક્ષ્મણભાઈ કણબી નામના ૮૨ વર્ષના રાવળદેવ વયોવૃદ્ધે ગઈકાલે ગામના સ્મશાનમાં પોતાના પત્નીની સમાધિ સ્થળ નજીકના જ વૃક્ષની ડાળીએ દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.
બનાવની જાણ પરથી પડધરી પોલીસ ઘટના સ્થળે દોડી જઈને મૃતક બળવંતભાઈના મૃતદેહને પીએમ માટે હોસ્પીટલે ખસેડેલ. પુજબેને વધુ વિગતો આપી હતી કે મૃતક વયોવૃદ્ધને ૪ સંતાનોમાં ૨ પુત્ર અને ૨ પુત્રી છે. લાંબા સમય થયા તેમના દિકરાની સાથે રહેતા હતા. પણ છેલ્લા દોઢ બે મહિના થયા તેઓ પત્નીની સમાધિ સ્થળ નજીક પાથરણું પાથરી રાત દિવસ ગાળતા હતા. પત્નીના વિરહમાં બળવંતભાઈએ આ પગલું ભર્યાનું મનાય છે. વધુ તપાસ પડધરી પોલીસે હાથ ધરી છે.
શુક્રવાર, 14 ડિસેમ્બર, 2018
સૌરાષ્ટ્ર યુનિ.ના કાર્યકારી રજીસ્ટ્રાર ધીરેન પંડયાનું રાજીનામું આજથી આર.જી.પરમાર રજીસ્ટ્રારનો હોદો સંભાળશે
- ગત ફેબુ્-૨૦૧૮ માં પણ રાજીનામુ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી
- સવા ચાર વર્ષ સુધી રજીસ્ટ્રાર તરીકેની કામગીરી સંભાળ્યા બાદ અંગત કારણથી
હોદ્દો છોડયો,
સૌરાષ્ટ્ર યુનિ.માં આંતરીક ખટપટ અને આંટીઘુટીવાળા વહીવટમાં સવાચાર વર્ષ સુધી કાર્યકારી રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવનારા ડો. ધીરેન પંડયાએ આજે અંગત કારણ દર્શાવી રજીસ્ટ્રાર પદેથી છૂટા થઈ જતાં યુનિ.ના તમામ કર્મચારીઓમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
લાંબા સમય સુધી રજીસ્ટ્રાર તરીકેની કામગીરી સંભાળ્યા બાદ એક એક આજે રજીસ્ટ્રારનો ચાર્જ છોડી દેતા તેમની કામગીરીનો હવાલો અગાઉ રજીસ્ટ્રારનો કાર્યભાર સંભાળનાર એસસીએસટી સેલનાં ડેપ્યુટી રજીસ્ટ્રાર આર.જી. પરમારને સોંપવામાં આવ્યો હતો. તેઓ આવતીકાલ તા.૧૪ને શુક્રવારથી રજીસ્ટ્રાર તરીકે કામગીરી સંભાળશે.
સૌરાષ્ટ્ર યુનિ.માં રજીસ્ટ્રારની પોસ્ટ છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી ખાલી રહી છે આ રજીસ્ટ્રારની જગ્યા ભરવા માટે અગાઉ અરજીઓ મગાવવામાં આવી હોવા છતાં નવી નિમણુંક કરવાને બદલે કાર્યકારી રજીસ્ટ્રારથી ગાડુ ગબડાવવામાં આવતું હતું. આ જગ્યા ઉપર ચાર વર્ષથી વધુ સમય સુધી ફરજ બજાવી આજે રાજીનામું આપી દઈ હોદા ઉપરથી મુક્ત થનાર ડો. ધીરેન પંડયાએ તેમની કામગીરીનો હિસાબ આપી જણાવ્યું હતું કે મારા ફરજ કામ દરમિયાન રૂા ૧૨૬ કરોડની ગ્રાન્ટ મળી છે યુનિ.ને એ ગ્રેડ પ્રાપ્ત થયો છે તેમજ ૭૮ મેજર રીસર્ચ પ્રોજેકટ ૩૫ માઈનોર રીસર્ચ પ્રોજેકટ ઉપરાંત ૪૦ હજાર વૃક્ષોનું નંદનવન ઉભુ કરવા સહિતનાં કામો થયા છે.
યુનિ.માં આધુનિક મેદાનો, લાયબ્રેરી, હોસ્ટેલ, વિવિધભવનો, સીસીડીસી સેન્ટર ભરતી મેળાસહિતના કામો થયા છે. અલબત તેમ છતાં તેઓએ અગાઉ ફેબુ્રઆરી ૨૦૧૮માં પણ અંગત કારણોથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
પરંતુ નવા અધિકારીની નિમણુંક નહી થતી હોવાથી આખરે આજે તેઓએ રાજીનામું ધરી દેતા રજીસ્ટ્રાર તરીકેની કામગીરીમાંથી મુક્ત કરવામાં આવ્યા હતાં. તેઓ હવે એચ.આર.ડી.સી.માં એસો. પ્રોફેસર તરીકે કામગીરી સંભાળશે. વધુમાં તેઓએ રાજીનામા પાછળ કોઈની સાથે મનભેદ કે મતભેદ નહી હોવાનું જણાવ્યું હતું.
યુનિ.ના કાર્યકારી રજીસ્ટ્રાર ડો. નિલાબંરીબેન દવે એ પણ ડો. ધીરેન પંડયાની કાર્યનિષ્ઠા પ્રત્યે સંતોષ વ્યક્ત કરી તેમની કૌટુંબિક જવાબદારી સંભાળવા માટે તેઓએ રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. યુનિ. માં લાંબા સમયથી કુલપતિ રજીસ્ટ્રાર, પરીક્ષા નિયામક, એકેડેમીક ઓફિસર સહિતની ખાલી પડેલી જગ્યાઓને લીધે દિન-પ્રતિદિન વહીવટ વિવાદાસ્પદ બ નતો રહ્યો છે.
આગામી વર્ષ દરમિયાન નેકના એક્રીડીએશન યુનિ. પુરજોશથી તૈયારી કરી રહી છે. ત્યારે રજીસ્ટ્રાર જેવા મહત્વના પદ ઉપરથી ડો. ધીરેન પંડયાએ રાજીનામું આપતા આંતરીક ખટપટ હવે ચરમસીમાએ પહોંચી ગઈ હોવાની ચર્ચાઓ પણ સંભળાતી રહી છે.
સંતાનોનાં પિતા દ્વારા નવાગામની ૧૪ વર્ષની તરૂણી પર ત્રણ દૂષ્કર્મ
- રાજકોટ નજીકનાં નવાગામની ચોંકાવનારી ઘટના
- 'સેલ્ફી' બતાવી બદનામ કરી દેવાની ધમકી આપી ડરાવી, ધમકાવી હવસનો શિકાર બનાવી, આરોપીની ધરપકડ
શહેરની ભાગોળે નવાગામ આણંદપર ગામની રંગીલા સોસાયટીમાં રહેતાં ૨૯ વર્ષનાં અને ત્રણ સંતાનોનાં પિતા અરવિંદ હકાભાઈ બાલાણી નામનાં શખ્સે એક તરૂણીને બદનામ કરવાની બીક બતાવી તેની ઉપર અવારનવાર દૂષ્કર્મ ગુજાર્યાનો બ નાવ કુવાડવા પોલીસમાં જાહેર થયો છે. પોલીસે રેપ અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
ભોગ બ નનારની ઉપર માત્ર ૧૪ વર્ષ છે. તેણે પોલીસને કહ્યું કે આરોપીનાં ઘરે તેને તથા તેનાં પરિવારને અવાર જવર કરવાનો વહેવાર હતો આરોપી જયારે પણ તેનાં ઘરે આવતો ત્યારે તેની ઉપર નજર બગાડતો હતો.
પાંચેક માસ પહેલા આરોપીની પત્ની તેને ઈમિટેશનનું કામ કરવા પોતાનાં ઘરે તેડી ગઈ હતી. બાદમાં આરોપીની પત્ની કોઈ કામ અર્થે બહાર જતાં એકલા પડેલા આરોપીએ તેને હવસનો શિકાર બ નાવી હતી. એટલું જ નહીં તેની સાથે સેલ્ફી પણ લીધી હતી. આ ઘટનાને કારણે તે ગભરાઈ જતાં ચાર પાંચ દિવસ તો ઘરની બહાર પણ નિકળી ન હતી.
આ ઘટનાનાં એકાદ માસ પછી આરોપી ફરીથી તેનાં ઘરે આવ્યો હતો. ત્યારે ઘરમાં કોઈ ન હતું. જેનો ગેરલાભ લઈ આરોપીએ સેલ્ફી બતાવી અન્યથા બધાને તે દેખાડી બદનામ કરી નાખવાની ધમકી આપી ફરીથી તેની ઉપર દૂષ્કર્મ ગુજાર્યું હતું.
આ પછી સાતેક દિવસ પછી ફરીથી તેનાં ઘરે આવી સીમકાર્ડ સહિતનો મોબાીલ આપ્યો હતો. જેની ઉપર તેની સાથે વાતચીત કરતો હતો. છેલ્લા એક માસમાં આરોપીએ તેને ડરાવી, ધમકાવી પોતાનાં ઘરે બોલાવી ચારથી પાંચ વખત બળજબરી કરી હતી.
ગઈ તા. ૮મીએ આરોપીએ તેને કોલ કરી મારે તારી સાથે લગ્ન કરવા છે તેમ કહી મોડીરાત્રે ઘરની બહાર બોલાવી નવાગામ ઢોરે લઈ જઈ ત્યાં હવસનો શિકાર બનાવી હતી. ત્યારબાદ અત્યારે મારી પાસે રૂપિયા નથી.
પછી જમીન વેંચી તને ભગાડી જઈશ તેમ કહી ત્યાંથી ભાગી ગયો હતો તે ડરી જતાં તે દિવસે ઘરે પણ ગઈ ન હતી. અંતે ઘરે પહોંચી વાલીઓને આપવીતી જણાવતા ફરિયાદ નોંધાવાનો નિર્ણય લઈ આજે બપોરે કુવાડવા પોલીસમાં જઈ ફરિયાદ નોંધાવતાં પીઆઈ એમ.ડી. ચંદ્રવાડીયા અને હિતેષ ગઢવીએ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી.
મેંગોપીપલ પરીવાર દ્વારા જામનગરની પછાત વિસ્તારોની આંગણવાળીમાં પૌષ્ટિક નાસ્તાનું વિતરણ શરૂ કરાયું
તાજેતરમાં
નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મેંગોપીપલ પરીવાર દ્વારા જામનગરમાં
જુના રેલ્વે સ્ટેશન પાસે આવેલ ભીમવાસ અને ગંજીવાળાની ટોટલ ૩ આંગણવાળી ના
બાળકોને શુદ્ધ, પૌષ્ટિક અને ઘરનો બનાવેલ નાસ્તો આપવાની શરૂવાત કરી છે.
જેમાં ઘરે જ બનાવેલ પૌવા બટેટા , ઈડલી - ચટણી અને કઠોળ જેવા નાસ્તો આપવા
માં આવી રહ્યો છે.
ગરમ
ગરમ અને પૌષ્ટિક નાસ્તો મેળવી અંદાજે ૫૦ થી વધુ બાળકોના ચહેરા પર આવેલ
સ્મિત અદભુત હૉય છે. સંસ્થા દ્વારા અહીં વધુ પ્રવૃત્તિઓ પણ થતી રહેશે તેવું
સંસ્થા પ્રમુખ જણાવી રહ્યા છે.આંગણવાળીમાં
સતકર્મ કરવા માટે શિલ્પાબેન મશરૂ અમલાની, નરેન્દ્રભાઈ રાઠોડ, રાજુભાઈ
ત્રિવેદી અને મેંગોપીપલ પરીવાર ની જામનગર ટીમ દ્વારા સુંદર જહેમત ઉઠવામાં
આવેલ.
અત્રે
ઉલ્લેખનીય છે કે મેંગોપીપલ પરીવાર છેલ્લા ૪ વર્ષ થી રાજકોટ અને જામનગર ની
ઝુપડપટ્ટી માટે સતત કાર્યશીલ સંસ્થા છે. સંસ્થા આવા બાળકો માટે ફ્રી
એજ્યુકેશન ક્લાસ ચલાવી રહી છે. સંસ્થા ની વધુ માહિતી માટે પ્રમુખ શ્રી
મનીષભાઈ રાઠોડ ( મો. ૯૨૭૬૦૦૭૭૮૬/૯૨૨૭૦૦૭૭૮૬) નંબર પર સંપર્ક કરવા અનુરોધ
છે.
ભારત સંચાર નિ.લિ. બ્રોડબેન્ડ અને લેન્ડલાઇન ટેરિફ પ્લાનમાં ફેરફાર
ભારત સંચાર નિ.લિ. દ્વારા એક્સપિરિયન્સ બ્રોડબેન્ડ ૨૪૯ પ્લાનમાં તા.૧ ડિસે.-૨૦૧૮થી ફેરફાર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રભરના બીએસએનએલ નેટવર્ક પર અનલિમિટેડ કોલ્સની સુવિધાની સાથે રાત્રે ૧૦.૩૦ થી સવારે ૬ સુધી અને રવિવારે આખો દિવસ દેશભરના બધા જ નેટવર્ક પર અનલિમિટેડ કોલ્સની સુવિધામાં ઉમેરો કરી રૂ.૩૦૦ સુધીના કોલ્સ કોઇપણ નેટવર્ક પર ફ્રી આપવામાં આવશે.
બ્રોડબેંડની ૮ Mbps સુધીની સ્પીડ ૧૫ GB સુધી અને ત્યારબાદ ૧ Mbps સુધીની સ્પીડ અનલિમિટેડ બ્રોડબેંડ વપરાશ માટે મળતી હતી તેમાં સુધારો કરીને દરરોજ ૮ Mbps સુધીની સ્પીડ ૧.૫ GB સુધી અને ત્યારબાદ ૧ Mbps સુધીની સ્પીડ અનલિમિટેડ બ્રોડબેંડ વપરાશ માટે મળશે. તા.૧ ડિસે.-૨૦૧૮થી આ પ્લાનનું માસિક ભાડું રૂ.૨૪૯થી વધારીને રૂ.૨૯૯ કરવામાં આવ્યું છે. માસિકભાડા વાળા વર્તમાન ગ્રાહકો કે જેમને આ પ્લાનમાં ૬ માસ પૂરા થયા નથી તેમને ૬ માસ પૂરા થયેથી ઉપરોક્ત ફેરફાર લાગુ પડશે. તા.૧ ડિસે.-૨૦૧૮થી નવા જોડાનાર ગ્રાહકોને ૧૮૦ દિવસ સુધી માસિક ભાડામાં રૂ.૫૦નું કેશબેક આપવામાં આવશે.
ભારત સંચાર નિ.લિ. દ્વારા અર્બન જનરલ લેન્ડલાઇન પ્લાન, રૂરલ જનરલ લેન્ડલાઇન પ્લાન અને LL 99 onnet પ્લાનમાં તા.૧ ડિસે.-૨૦૧૮થી ફેરફાર કરવામાં આવ્યો છે. અર્બન જનરલ લેન્ડલાઇન પ્લાનમાં અનુક્રમે રૂ.૨૪૦ અને રૂ.૨૦૦ના કોલ્સ ફ્રી આપવામાં આવતા હતા, હવે ગ્રાહકોને આ બંને પ્લાનમાં દેશભરના કોઇપણ નેટવર્ક પર ૨૪ કલાક અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા મળશે. રૂ.૨૪૦નું રૂ.૨૯૯ અને રૂ.૨૦૦નું રૂ.૨૪૯ ભાડું કરવામાં આવ્યું છે. રૂરલ જનરલ લેન્ડલાઇન પ્લાનમાં અનુક્રમે રૂ.૧૮૦ અને રૂ.૧૬૦ના કોલ્સ ફ્રી આપવામાં આવતા હતા, હવે ગ્રાહકોને આ બંને પ્લાનમાં દેશભરના કોઇપણ નેટવર્ક પર ૨૪ કલાક અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા મળશે. બંને પ્લાનું ભાડું વધારીને રૂ.૧૮૦ કરવામાં આવ્યું છે.
LL 99 onnet પ્લાનમાં ગ્રાહકોને દેશભરના બીએસએનએલ નેટવર્ક પર ૨૪ કલાક અનલિમિટેડ ફ્રી કોલિંગની સાથે રાત્રે ૧૦.૩૦ થી સવારે ૬ સુધી અને રવિવારે આખો દિવસ દેશભરના બધા જ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલ્સની સુવિધા આપવામાં આવતી હતી તેમાં વધારો કરીને રૂ.૧૦૦ સુધીના ફ્રી કોલ્સ અન્ય નેટવર્ક પર આપવામાં આવશે. આ સાથે આ પ્લાનનું માસિક ભાડું રૂ.૯૯ થી વધારીને રૂ.૧૨૯ કરવામાં આવે છે.
માસિકભાડા વાળા વર્તમાન ગ્રાહકો કે જેમને આ પ્લાનમાં ૬ માસ પૂરા થયા નથી તેમને ૬ માસ પૂરા થયેથી ઉપરોક્ત ફેરફાર લાગુ પડશે. તા.૧ ડિસે.-૨૦૧૮થી અમલી છે. વાર્ષિક, દ્વિવાર્ષિક અને ત્રિવાર્ષિક પેમેન્ટ ઓપ્શનવાળા ગ્રાહકોને તેમના પેમેન્ટ મુજબની અવધિ પૂરી થયેથી ઉપરોક્ત ફેરફાર લાગુ થશે, વધુ વિગતો માટે ભારત સંચાર નિ.લિ.ની નજીકની કચેરીનો સંપર્ક કરી શકાશે. (માહિતી બ્યુરો - રાજકોટ)
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)






















