સૂરતઃ નેશનલ કમિશન ફોર શીડયુલ કાસ્ટના મેમ્બરશ્રી રાજુભાઈ પરમાર તા.૨૬/૫/૨૦૧૩ના રોજ બપોરે ૧૨.૦૦ વાગે અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજના સમૂહલગ્નમાં હાજરી આપશે. બપોરે ૩.૦૦ વાગે સુરત ખાતે એસ.સી. અને એસ.ટી.ના વિદ્યાર્થીઓની હોસ્ટેલની મુલાકાત લેશે. સાંજે ૫.૦૦ વાગે અમદાવાદ જવા રવાના થશે.
બક્ષીપંચના ૧૫૧ જરૂરયાતમંદોને વિવિધ યોજનાઓ હેઠળ રૂા.૪૬,૬૦,૦૦૦ સહાયનું વિતરણ થશેઃ
સૂરતઃ વિકતી જાતિઓ માટે જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક આગામી તા.૨૭/૫/૨૦૧૩ના રોજ સાંજે ૫.૦૦ વાગે કલેકટર કચેરીના સભાખંડમાં રાખવામાં આવી છે. જેમાં ધારાસભ્યશ્રી રણજીતભાઈ ગીલીટવાલા તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે બક્ષીપંચના કલ્યાણ માટેની ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, સાતફેરા સમૂહલગ્ન, કુંવરભાઈનું મામેરુ, સેલ્સ ફાઈનાન્સ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ, પી.એચ.ડી. વગેરે યોજનાઓમાં કુલ ૧૫૧ લાભાર્થીઓને સહાય પેટે રૂા.૪૬,૬૦,૦૦૦ વિતરણ કરવામાં આવનાર છે.
સૂરત જિલ્લાના પાંચ પ્રગતિશીલ ખેડૂતોને ગાંધીનગર ખાતે જિલ્લાકક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ એનાયતઃ
સૂરતઃ ગાંધીનગર ખાતે ગત.૨૦મીના રોજ રાજયભરઢમાંથી આવેલા વિશાળ ખેડૂત સમૂદાયમાંથી રાજયક્ક્ષા અને જિલ્લાકક્ષાના પ્રગતિશીલ ખેડૂતોને તેમની વિશિષ્ઠ કામગીરી બદલ બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડથી સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજયકક્ષાના કૃષિમંત્રીશ્રી ગોવિદર્ભા પટેલના હસ્તે સુરત જિલ્લાના પાંચ પ્રગતિશીલ ખેડૂતોને આત્મા પ્રોજેકટ અંતર્ગત ખેતીલક્ષી ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ખેડૂતોને સ્મૃતિ ચિન્હ, ચેક અને શાલ ઓઢાડી જિલ્લાકક્ષાના બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ એનાયત કરી સન્માનિ કરવામાં આવ્યા હતા. જેમાં કામરેજ તાલુકાના મનહરભાઈ છોટુભાઇ પટેલને શેરડી પાકમાં સજીવ ખેતી માટે, માંડવી તાલુકાના શ્રી મનહરભાઈ ગીમાભાઈ ચૌધરીને ખેતરકક્ષાએ હળદર પાકમાં મુલ્ય વૃધ્ધિ માટે, ઓલપાડ તાલુકાના શ્રી મહેશભાઈ બાલુભાઈ પટેલને હળદર પાકમાં સજીવ ખેતી, મહુવા તાલુકાનાશ્રી મોહનભાઈ કાનજીભાઈ પટેલને શેરડીના પાકમાં આધુનિક ખેતી માટે તેમજ શ્રી ચંદુભાઈ મનજીભાઈ પટેલને ગ્રીન હાઉસમાં ટામેટાની ખેતી બદલ જિલ્લા કક્ષાના બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ એનાયત થયા હતા.
સુરત મહાનગર પાલિકાની કામગીરીની સમીક્ષા બેઠક મળીઃ
સૂરતઃ સૂરત મહાનગરપાલિકાની કામગીરીની સમીક્ષા બેઠક શહેરીવિકાસ, મહેસૂલ, માર્ગ અને મકાનમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
આ બેઠકમાં મંત્રીશ્રીએ વિકાસકામોમાં વિલંબ કરનારા કોન્ટ્રાકટરોની સામે કડક હાથે કામ લેવાની તેમજ જરૂર જણાય તો બ્લેક લિસ્ટમાં મૂકવાની તાકીદ કરી હતી. આ ઉપરાત વિકાસકામોમાં કવોલીટી મેન્ટન કરવા પર ભાર મૂકયો હતો. બેઠકમાં પડતર તુમારની વિગતો, ફરીયાદનો અરજીઓનો નિકાલ, આવસોની ફાળવણી, ટી.પી.હેઠળની રસ્તાઓની કામગીરીની સમીક્ષા કરી હતી. બાળકોમાં રહેલા કુપોષણને જનભાગીદારી દ્વારા કેવી રીતે દુર કરી શકાય તે દિશામાં પ્રયાસો હાથ ધરવા પર ભાર મૂકયો હતો. બાંધકામો કાયદેસર કરવા માટે અત્યારસુધીમાં શહેરભરમાંથી કુલ ૨૫૦૭૩ જેટલી અરજીઓ આવી છે. જેમાંથી ૫૭૬૧ જેટલી અજરીઓ મજુંર કરવામાં આવી છે. જયારે ૧૯૦૮૦ અરજીઓ કાર્યવાહી હેઠળ છે. મંત્રીશ્રીએ ગુમાસ્તાધારા હેઠળ ઓનલાઈન ટેકસ ભરીને લાયસન્સની ફી નોધવા અંગેની મ.ન.પા.ના પ્રોજેકટની કામગીરીને નિહાળી હતી.
આ પ્રસંગે મેયરશ્રી રાજેન્દ્રભાઈ દેસાઈ, ડે.મેયરશ્રી વર્ષાબેન રાણા, શાસકપક્ષના નેતા દયાશંકર સિંગ, મ્યુ.કમિશનરશ્રી એમ.કે.દાસ તેમજ અન્ય સંબધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
૩જીએ સુરત જીલ્લા સૈનિક કલ્યાણ સમિતિ અને સમસ્યા નિવારણ સમિતિની ત્રિમાસિક બેઠકઃ
સૂરતઃ સુરત જીલ્લા સૈનિક કલ્યાણ સમિતિ અને સમસ્યા નિવારણ સમિતિની ત્રિમાસિક બેઠક આગામી તા.૩/૬/૧૩ના રોજ સાંજે ૪.૦૦ વાગે કલેકટરશ્રી જયપ્રકાશ શિવહરેની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડમાં રાખવામાં આવી છે.
વાહક જન્ય રોગ નિયંત્રણ સંદર્ભે સંકલનની બેઠક યોજાઈઃ
સૂરતઃ વાહક જન્ય રોગ નિયંત્રણ હેઠળ પગલાઓ હાથ ધરવાના થાય તે બાબતે સંકલન બેઠક ગતરોજ તા.૨૩મીના રોજ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં મેલેરીયા રોગની પરિસ્થિતિ, રોગનો ફેલાવો જેવા મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં નગરપાલિકા વિસ્તારોમાં થતા બાંધકામોમાં મચ્છરોના ઉપદ્દવ સંબંધી નિયમોનું પાલન થાય તે દિશામાં પગલા ભરવાની તાકીદ કરી હતી. આ ઉપરાત ગ્રામ્ય વિસ્તારોમાં ભગાણ પડેલી ગટરોની રીપેરીગની વ્યવસ્થા ઝડપથી થાય, કેનાલોની સાફ સફાઈ, નક્કામા ટાયરોનો નિકાલ તેમજ આગામી સમયમાં મેલેરીયા વિરોધી માસમાં જનજાગૃતિ લાવવાના આયોજન બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતા
ચલાની ૧૯ વર્ષિય યુવતિ સંતાન સાથે ગðમ થઇ :
વલસાડઃ વલસાડ જિલ્લાના ચલા ખાતે રહેતી ૧૯ વર્ષિય યુવતિ નામે સોનમ દીપુ રાજેશ રાય, તેની દોઢ વર્ષની પુત્રી સાથે ગુમ થઇ છે. વલસાડના નાયબ પોલીસ અધિક્ષક તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર સોનમ દીપુ રાજેશ રાય, રહે. અપનાઘર સોસાયટી, ગ્યાનીભાઇની ચાલીમાં, ચલા, તા.પારડી, જિ.વલસાડથી ગત તા.૯/૪/ર૦૧૩નાં રોજ સાંજના ૭:૩૦ થી ૧૦/૪/ર૦૧૩નાં સવારે ૮:૦૦ વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી, કોઇને પણ-કંઇ પણ કહ્યા વિના તેની દોઢ વર્ષની પુત્રિ નામે તન્વિકા સાથે કયાંક ચાલી જતા ગુમ થઇ છે, તે આજદિન સુધી મળી આવેલ નથી. ગુમ થનાર યુવતિ શરીરે મજબુત બાંધાની, રંગે ઘંઉવર્ણ, ઊંચાઇ ૪ ફૂટ-૯ ઇંચ, મોઢુ ગોળ, વાળ અને આંખોનો રંગ કાળો છે. ગુમ થતી વખતે આ યુવતિએ કાળા અને પીળા રંગનો પંજાબી ડ્રેસ પહેરેલ હતો. ગુમ થનાર યુવતિ ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. તેણીની સાથે ગુમ થનાર બાળકી નામે તન્વિકા, ઉ.વ.દોઢ, રંગે ઘંઉવર્ણ, શરીરે પાતળા બાંધાની, ઊંચાઇ ર ફૂટ છે. બાળકીનીઆંખો ભુરી અને વાળ કાળા છે. તેણે સફેદ રંગનુ ફ્રોક પહેરેલ હતુ. આ વર્ણનવાળી યુવતિ તથા બાળકીની ભાળ કે પત્તો મળે તો વાપી ટાઉન પોલીસ સ્ટેશનનો ફોન નંબર : ૦૨૬૦-૨૪૬૧૧૦૦ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.
વાપી વિસ્તારમાં ભારે વાહનોના અવરજવર ઉપર પ્રતિબંધ તથા નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા
વલસાડઃ વલસાડ જિલ્લાના વાપી શહેરી વિસ્તારમાં ટ્રાફિક નિયમન સરળ રીતે કરી શકાય તે હેતુસર અધિક કલેકટરશ્રી જે.કે.ગઢવીએ એક જાહેરનામા દ્વારા (૧) સેલવાસથી વાપીમાં પ્રવેશ કરવા તથા (૨) વૈશાલી ગુંજન તરફના રસ્તા ઉપરથી સૂર્યા ગલીમાં પ્રવેશ તથા સૂર્યા ગલીમાંથી વૈશાલી-ગુંજન તરફના રસ્તા ઉપર નીકળવા (એકઝીટ) ઉપર સવારના ૭-૦૦ થી ૧૨-૦૦ તથા સાંજે ૪-૦૦ થી ૮-૦૦ સુધી ભારે વાહનોના અવરજવર માટે પ્રતિબંધિત જાહેર કર્યા છે. આ પ્રતિબંધમાંથી માર્ગ વાહન વ્યવહાર નિગમની એસ.ટી. બસો તેમજ સ્કૂલ બસો તેમજ અન્ય આવશ્યક સેવાના વાહનોને મુકિત આપવામાં આવી છે.
આ ઉપરાંત વાપી-દમણ તથા સેલવાસ તરફ જતા સર્વિસ રોડ ઉપર તેમજ નેશનલ હાઇવે નં.૮ ઉપર સલવાવથી દમણગંગાનદીના બ્રીજ સુધી નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવે છે.
આ જાહેરનામાનો ભંગ તથા ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ અન્વયે શિક્ષાને પાત્ર થશે.
કૃષિ મહોત્સવના લીધે ગુજરાતમાં કૃષિ વિકાસ દર વધ્યો છે
ધારાસભ્યશ્રી દુષ્યંતભાઇ પટેલ
જરૂરિયાતમંદ ખેડૂતોને કૃષિ કિટ્સ વિતરણ કરતાં ધારાસભ્યશ્રી.
સેંગપુર ખાતે કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો.
ભરૂચઃ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સેંગપુર ખાતે આજ રોજ યોજાયેલ કૃષિ મહોત્સવ પ્રસંગે ભરૂચના ધારાસભ્યશ્રી દુષ્યંતભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત વિકાસના તમામ ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે સૌ નાગરિકોએ ગુજરાતની વિકાસ યાત્રામાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે અને ખેત ઉત્પાદનમાં વધારો થાય તે માટે છેલ્લા આઠ વર્ષથી કૃષિ મહોત્સવના આયોજનને લીધે આજે ગુજરાતમાં કૃષિ ઉત્પાદનનો વિકાસદર વધ્યો છે. ગુજરાતના ખેડૂતો આધુનિક ખેત પધ્ધતિથી કાજુ અને ચંદન જેવી ખેતી કરી આર્થિક ઉપાર્જન મેળવી રહ્યા છે. ખેડૂત કેવી રીતે સમૃધ્ધ થાય તે માટે રાજ્ય સરકારે મથામણ આદરી છે. જેથી જુની ખેત પધ્ધતિ ત્યજી વૈજ્ઞાનિક ખેત પધ્ધતિ અપનાવી ખેત ઉત્પાદન વધારવા ભાર મુકયો હતો. તેમણે ઉમેર્યું હતું કે, પશુપાલકોને પ્રોત્સાહન આપવા માટે અને પશુપાલન પ્રવૃતિઓને વેગવાન બનાવવા અને પશુઓના સારવાર માટે પશુ આરોગ્ય શિબિરો યોજાવાને લીધે અનેક પશુઓને પશુસારવાર આપી રોગમુકત કરાયા છે.
ખેતી ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવવાનો ભાર મુકતાં ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે પ્રવર્તમાન રાજય સરકારે છેલ્લા આઠ વર્ષથી કૃષિમહોત્સવનું આયોજન કરી ખેડૂતોને કૃષિક્ષેત્રે શકિતમાન બનાવવા અથાગ પ્રયાસો આદર્યા છે. કૃષિમહોત્સવને લીધે ગામડાઓ કૃષિક્ષેત્રે ધબકતા અને ચેતનવંતા થયા છે. ખેડૂતોમાં જાગૃત્તત્તા આવી છે. રાજય સરકારના અવનવા પ્રયોગને કારણે ગુજરાત વિકાસના તમામ ક્ષેત્રોમાં અગ્રેસર રહી દેશના અન્ય રાજયોને ચાલકબળ બની રહયું છે. જે આપણા માટે ગૌરવની બાબત છે.
ધારાસભ્યશ્રી દુષ્યંતભાઇ પટેલે જણાવ્યું હતું કે, કૃષિ મહોત્સવ થકી ખેત ઉત્પાદન વધ્યું છે. ખેડૂતો આત્મનિર્ભર થયા છે. જે ખેડૂતો માટે આશિર્વાદરૂપ સાબિત થશે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, આજે ગુજરાત કૃષિ-શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે અગ્રેસર રહયું છે.
કૃષિ વૈજ્ઞાનિકો સર્વશ્રી દિનેશ પટેલ અને શ્રી રમાકાંતે આધુનિક ખેત પધ્ધતિ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. આ અવસરે જરૂરિયાતમંદ ખેડૂતોને ધારાસભ્યશ્રી દુષ્યંતભાઇ પટેલના હસ્તે કૃષિ કિટ્સ વિતરણ કરાયું હતું.
આ અવસરે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતિ લતાબહેન વસાવા, સામાજીક આગેવાનશ્રી પિંટુભાઇ મોદી, શ્રી વસંતભાઇ, શ્રી નારણભાઇ, શ્રી રમેશભાઇ, ખેડૂત આગેવાનશ્રી અંબુભાઇ પટેલ, તાલુકા પંચાયતના સભ્યશ્રીમતી
શકુબહેન વસાવા, સેંગપુર ગામના સરપંચશ્રી વિજયસિંહ સોલંકી, મદદનીશ ખેતીવાડી વિસ્તારના અધિકારીશ્રી ડી.એમ.પટેલ, તેમજ પદાધિકારીઓ-અધિકારીઓ, ગામજનો આગેવાનો અને પ્રજાજનો ઉપસ્થિત રહયાં હતાં.
ગામડાઓના વિકાસ માટે રાજ્ય સરકારે અથાગ પ્રયાસો આદર્યા છે.
ગામના વિકાસ માટે ગ્રામજનોએ જાગૃત્તા દાખવવી જરૂરી.
-: ધારાસભ્યશ્રી દુષ્યંતભાઇ પટેલ
સેંગપુર ખાતે નવનિર્મિત આર.સી.સી. રસ્તાનું લોકાપર્ણ કરતાં ધારાસભ્યશ્રી.
ભરૂચઃ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સેંગપુર ખાતે રૂા.૫.૭૫ લાખના ખર્ચે તૈયાર કાયેલ આર.સી.સી. રસ્તાનું લોકાપર્ણ પ્રસંગે ધારાસભ્યશ્રી દુષ્યંતભાઇ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત વિકાસના તમામ ક્ષેત્રમાં અગ્રેસર છે ત્યારે ગામડાઓના સુખ-સમૃધ્ધિ માટે અનેક વિધ વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા જેના પરિણામો જોઇ શકાય છે.
ભરૂચના ધારાસભ્યશ્રી દુષ્યંતભાઇ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા દસ વર્ષમાં વિકાસ ક્ષેત્રે અનોખી સિધ્ધિઓ હાંસલ કરી છે. એટલું જ નહિ ગામડાઓમાં ભૌતિક માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જે વિકાસના મીઠાં ફળો છેવાડા સુધી પહોંચ્યા છે. વધુમાં ઉમેર્યું હતું કે, ગામડાઓમાં રસ્તા, વિજળી, આરોગ્ય અને શિક્ષણ જરૂરી સગવડ ઉભી કરવામાં આવી છે. સાથો-સાથ આદિજાતિઓના સર્વાંગી વિકાસ માટે પણ રાજ્ય સરકાર ધ્વારા અનેક યોજનાઓ અમલિત બનાવાઇ છે. જેના લીધે તેઓ આર્થિક સધ્ધર થયા છે.
આ અવસરે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતિ લતાબહેન વસાવા, સામાજીક આગેવાનશ્રી પિન્ટુભાઇ મોદી, શ્રી કેતનભાઇ, શ્રી નારણભાઇ, શ્રી વસંતભાઇ, ખેડૂત આગેવાનશ્રી અતુલભાઇ પટેલ, તાલુકા પંચાયતના સભ્ય શકુબહેન વસાવા, સેંગપુર ગામના સરપંચ શ્રી વિજયસિંહ સોલંકી, માજી સરપંચશ્રી વિજયસિંહ દોડિયા તેમજ અધિકારીઓ-પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ર્ડા.આંબેડકરજીના જીવન કવન ઉપર નિબંધ સ્પર્ધાઓ
ભરૂચઃ
ભારત સરકારના ર્ડા.આંબેડકરજી પ્રતિષ્ઠાન અને સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના ઉપક્રમે હિન્દી અને અંગ્રેજી ભાષામાં ર્ડા.આંબેડકરજીના જીવન કવન ઉપર રાષ્ટ્રિય કક્ષાએ એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું છે.
આ સ્પર્ધામાં 'એ' શ્રેણીમાં ધો.૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે અને 'બી' શ્રેણીમાં કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. જેમાં રોકડ પુરસ્કાર રૂા.૨૫ હજાર, રૂા.૧૫ હજાર, રૂા.૧૦ હજાર છે.
વિષયોએ શ્રેણીમાં ર્ડા.આંબેડકર સોસીયલ રીફોરમર બે હજાર શબ્દોમાં બી શ્રેણીમાં ર્ડા.આંબેડકર અને મહિલા શસક્તિકરણ સાડાત્રણ હજાર શબ્દોમાં આ ઉપરાંત વેબસાઇટ www.ambedkarfoundation.nic.in ઉપરથી પણ વિગતો જાણી શકાશે. કોલેજ કક્ષા માટે પુરસ્કાર રૂા.૧ લાખ, રૂા.૫૦ હજાર અને રૂા.૨૫ હજાર છે. વધુ વિગતો માટે ઉપરોક્ત વેબસાઇટ ઉપર જઇ શકાય અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, ભરૂચ માધ્યમિકનો સંપર્ક કરવાનો રહેશે.
વાહન માલિકોને પસંદગીનો નંબર મેળવવા નોંધે
ભરૂચઃ એ.આર.ટી.ઓ., ભરૂચ કચેરીમાં ટ્રાન્સપોર્ટ વાહનો માટે તા.૬/૬/૨૦૧૩ ના રોજ GJ-16-Z નં.0001 TO 9999 સુધીના નંબરની સીરીઝ શરૂ કરવામાં આવનાર છે. જેમાં પસંદગીના નંબર મેળવવા અરજદારે પોતાનું વાહન રજીસ્ટ્રેશન કરાવેલું હશે તેવી જ અરજીઓ રૂબરૂમાં બંધ કવરમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના કારકુનશ્રી સમક્ષ તા.૫/૬/૨૦૧૩ ના રોજ સાંજે ૫:૦૦ કલાક સુધીમાં ઓફર સહિતની રકમ સીલેકટેડ નંબરના ફોર્મમાં બંધ કવરમાં દર્શાવવાની રહેશે જેની જાહેરજનતાએ નોંધ લેવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભરૂચની એક યાદીમાં જણાવ્યું છે.ડિપ્લોમાં ઇન હેન્ડલુમ ટેકનોલોજી કોર્ષમાં જોડાવા માટે અરજીઓ મંગાવાઇ.ભરૂચઃ ભારત સરકાર સંચાલીત ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ હેન્ડલુમ ટેકનોલોજી, જોધપુર(રાજસ્થાન) ખાતે જુલાઇ-૨૦૧૩ થી શરૂ થતાં ત્રણ વર્ષના ડિપ્લોમાં ઇન હેન્ડલુમ ટેકનોલોજી કોર્ષના પ્રથમ વર્ષમાં દાખલ થવા ઇચ્છતા તથા લાયકાત ધરાવતા ઉમેદવારોએ સાદા અરજી પત્રકમાં જરૂરી પ્રમાણપત્રોની નકલો સાથે કમિશ્નર, કુટિર અને ગ્રામોધોગ, બ્લોકનં.૭/૧, ઉદ્યોગભવન, ઘ-૪, સેકટર-૧૧, ગાંધીનગરની કચેરીને તા.૧૫/૬/૨૦૧૩ સુધીમાં મળી જાય તે રીતે અરજી મોકલી આપવાની રહેશે. અરજી કરનાર ઉમેદવારે પોતાનો મોબાઇલ નંબર અવશ્ય લખવાનો રહેશે.
જરૂરી લાયકાતોમાં ઉમેદવારે ધોરણ-૧૦ અંગ્રેજી વિષય સાથે ૪૫ ટકા માર્કસ સાથે પાસ કરેલ હોવું જોઇએ. ગણિત, વિજ્ઞાનના વિષયોમાં ઓછામાં ઓછા ૫૦ ટકા માર્કસ મેળવેલ હોવા જોઇએ. અનુસુચિત જાતિ, અનુ.જનજાતિના ઉમેદવારો માટે ૫ ટકાની છુટછાટ આપવામાં આવશે. ઉમેદવારોની વય મર્યાદા તા.૧/૭/૨૦૧૩ ના રોજ ૧૫ થી ૨૧ વર્ષ હોવી જોઇએ તથા અનુસુચિતજાતિ અને અનુસુચિતજાતિના ઉમેદવારો માટે ૧૫ થી ૨૩ વર્ષ હોવી જોઇએ. ત્રણ વર્ષના કોર્ષ માટે પસંદ થયેલ ઉમેદવારો તેની નિયમિતતા અને કામગીરી ધ્યાને લઇ પ્રથમ વર્ષ રૂા.૪૦૦/-, બીજા વર્ષે રૂા.૪૫૦/- અને ત્રીજા વર્ષે રૂા.૫૦૦/- લેખે માસિક શિષ્યવૃત્તિ સંસ્થા તરફથી ચુકવવામાં આવશે. પસંદગી પામેલ ઉમેદવારે સ્ટાઇપેન્ડ બોન્ડ આપવાનું રહેશે. રૂબરૂ પસંદગી માટે બોલાવવામાં આવે ત્યારે ઉમેદવારે પોતાના ખર્ચે હાજર રહેવાનું રહેશે તેમ સંયુક્ત નિયામક(ટેક્ષ્ટાઇલ) કુટીર અને ગ્રામોદ્યોગ, ગાંધીનગરની એક યાદીમાં જણાવ્યું છે.
કલ્યાણકારી યોજનાઓનો સંદેશો છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે નાટક, લોકડાયરા, ભવાઇ જેવા પ્રચારલક્ષી કાર્યક્રમો ઉપકારક બની રહ્યા છે
લીમપુરા ગામે " ધરતીના છોરૂ " નાટકના કાર્યક્રમને ખુલ્લો મુકતાં નાયબ માહિતી નિયામકશ્રી ગાદીવાલા
કૃષિ પ્રચારલક્ષી ઝુંબેશમાં રંગમંચ અને લોકસાહિત્યના કલાકારો કાર્યક્રમોમાં ગમ્મત સાથે જ્ઞાન પીરસી જિલ્લાભરમાં ધૂમ મચાવી રહ્યા છે
અમે ગામડાના માણસ છીએ, ઓ ભાઇ અમે ગામડાના માણસ છીએ,
ખેતર ખેડીને પાષાણે પોઢીને ખવરાવીને ખઇએ, ઓ ભાઇ, અમે ખવરાવીને ખઇએ
અમે ગામડાના માણસ છીએ, ઓ ભાઇ અમે ગામડાના માણસ છીએ "
નર્મદાઃ નર્મદા જિલ્લામાં હાલમાં ચાલી રહેલે કૃષિ મહોત્સવની ઉજવણી દરમિયાન ગામેગામ ઘૂમી રહેલા કૃષિરથની સાથોસાથ આ ગામો અને તેની આસપાસના વિસ્તારના ગામોમાં ધરતીપુત્રો – પશુપાલકોમાં કૃષિલક્ષી વિકાસની યોજનાઓ સહિત વૈજ્ઞાનિક ઢબે ઓછા ખર્ચે મબલક ઉત્પાદન મેળવવા માટેની લોકજાગૃત્તિ કેળવવાના હેતુસર નર્મદા જિલ્લા માહિતી કચેરીના ઉપક્રમે ગઇકાલે તિલકવાડા તાલુકાના લીમપુરા ગામે યોજાયેલા "ધરતીના છોરૂ" ના પ્રચારલક્ષી નાટકના સાંસ્કૃતિક કાર્યક્રમમાં રંગમંચના કલાકારોએ ગ્રામજનોને ગમ્મત સાથે જ્ઞાન અને મનોરંજન પીરસ્યુ હતું. નાટકના કાર્યક્રમની સાથોસાથ કઠપુતળીના યોજાયેલા કાર્યક્રમની પણ ગ્રામજનોએ રંગત માણી હતી.
ગઇકાલે રાત્રે લીમપુરા ગામે જિલ્લા માહિતી વિભગ દ્વારા અમદાવાદના ટી.વી.-રેડીયોના કલાકારો દ્વારા રજૂ કરાયેલા "ધરતીના છોરૂ" નાટ્ય પ્રયોગને ખુલ્લો મુકતાં નર્મદા જિલ્લાના નાયબ માહિતી નિયામકશ્રી યાકુબ ગાદીવાલાએ તેમના ઉદબોધનામાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવાયેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો છેવાડાના માનવી સુધી સંદેશો પહોંચાડી તેના લક્ષિત લાભાર્થી/વ્યક્તિ અને જૂથો મહત્તમ પ્રમાણમાં લાભ મેળવી તેમનું જીવનધોરણ ઉચું આવે તેવા આશયથી રાજ્યના માહિતી વિભાગ દ્વારા પરંપરાગત પ્રચાર માધ્યમો અંતર્ગત નાટક, લોકડાયરા, ભવાઇ, પપેટ-શો(કઠપુતળી), કથા-કિર્તન જેવા વિવિધ પ્રચારલક્ષી કાર્યક્રમો કૃષિ મહોત્સવ, શાળા-પ્રવેશોત્સવ, ગુણોત્સવ, ગરીબ કલ્યાણ મેળાઓ, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ જેવા સરકારશ્રીના ફ્લેગશીપ કાર્યક્રમો દરમિયાન ઝુંબેશના રૂપમાં હાથ ધરવામાં આવે છે અને જન-જન સુધી તેનો સંદેશો ગુંજતો કરી જાગૃત્તિ કેળવવામાં આવે છે. તેમણે રાજ્ય સરકારના મુખપત્ર "ગુજરાત પાક્ષિક" અને ગુજરાત રોજગાર સમાચાર સાપ્તાહિકના પ્રકાશન અંગે પણે વિસ્તૃત જાણકારી આપી આ અંકોની નોંધણી કરાવી તેનો મહત્તમ લાભ લેવાની પણ હિમાયત કરી હતી.
ગઇકાલે યોજાયેલા આ કૃષિલક્ષી પ્રચાર નાટક "ધરતીના છોરૂ" કાર્યક્રમમાં અમદાવાદની પૂર્વી સેવા ટ્રસ્ટ્ના સંચાલકશ્રી ભરતભાઇ પંચોલીના દિગ્દર્શન અને નેજા હેઠળ કિરીટભાઇ ભટ્ટ, ગંગારામ દાદા અને અરૂણાબેન ચૌહાણ જેવા લોકકલાકારોએ પાણીનો બગાડ અટકાવી તેની બચત કરવા, જળસંચય, પર્યાવરણની જાળવણી અને તેની સુરક્ષા, ચેકડેમ-બોરીબંધ, ટપક સિંચાઇ પધ્ધતિ, ફુવારા, સોઇલ હેલ્થ કાર્ડ, બીજ માવજત, કૃષિ વૈજ્ઞાનિકોના સંશોધનો અને માર્ગદર્શન મુજબના ખાતરનો ઉપયોગ, જંતુનાશક દવાઓના છંટકાવ ઉપરાંત પશુપાલનમાં રસીકરણ શ્રેષ્ઠ પશુ ઓલાદની પસંદગી, પશુ આરોગ્યની માવજત સાથે દુધ ડેરીની પ્રવૃતિ દ્વારા મહિલા સશક્તિકરણ તેમજ ફળફળાદિ અને શાકભાજી જેવા બાગાયતી પાકોમાં ઓછા ખર્ચે મબલખ ઉત્પાદન મેળવી સમૃધ્ધ ખેતી દ્વારા આર્થિક સધ્ધરતા હાંસલ કરવાની વાતને આબેહુબ રીતે રજુ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લા માહિતી વિભાગ દ્વારા જે તે કલ્સ્ટરના ગામમાં કૃષિરથના કાર્યક્રમની આગલી રાત્રે ઝુંબેશના રૂપમાં હાથ ધરાયેલા ૨૧ જેટલા નાટકના અને ૪૯ જેટલા લોકડાયરાના કાર્યક્રમોના ભાગરૂપે લોકસાહિત્ય અને રંગમંચની જુદી-જુદી સંસ્થાના કલાકારો જિલ્લાના ચારેય તાલુકાઓમાં તેમની કુશળ કલાના માધ્યમથી કૃષિ મહોત્સવની જાણકારી અને મનોરંજન સાથે ગામેગામ ધૂમ મચાવી રહ્યાં છે.
કાર્યક્રમના અંતમા ભારતીય સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતાં અને ગામ્ય સંસ્કૃતિને પણ ઉજાગર કરતાં "અમે ગામડાના માણસ છીએ, ઓ ભાઇ, અમે ગામડાના માણસ છીએ" – "ખેતર ખેડીને પાષાણે પોઢીને ખવરાવીને ખઇએ, ઓ ભાઇ, અમે ખવરાવીને ખઇએ" - અમે ગામડાના માણસ છીએ" ના રજુ થયેલા ભાવવાહી ગીતે પ્રેક્ષકોને રીતસરના ડોલાવી દીધા હતા.
આ પ્રસંગે લીમપુરા ગામના સરપંચ શ્રીમતી પાર્વતીબેન વણકર, પૂર્વ સરપંચશ્રી શીવરામભાઇ રબારી, ગામના અગ્રણીઓ શ્રી અર્જુનભાઇ બારીયા, શ્રી દેવશીભાઇ, શ્રી મહેશભાઇ વણકર સહિત માહિતી પરિવારના શ્રી આર.બી.જેઠવા, શ્રી જે.એસ.ખરાડી અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
પ્રારંભમાં શ્રી કિરીટભાઇ ભટ્ટે સ્વાગત પ્રવચન કર્યુ હતુ અને અંતમાં શ્રી ભરતભાઇ પંચોલીએ આભારદર્શન કર્યુ હતુ.
રાજપીપલા માહિતી કચેરી ખાતેથી રોજગાર સમાચારનો માર્ગદર્શન વિશેષાંક વેચાણથી ઉપલબ્ધનર્મદાઃ માહિતી ખાતાએ વાર્ષિક પરંપરા અનુસાર જાણકારીના ભંડાર જેવા દળદાર ગુજરાત રોજગાર સમાચારના કારકીર્દી માર્ગદર્શન વિશેષાંકનું પ્રકાશન કર્યું છે. આ વિશેષાંકમાં વિવિધ વિષયોના તજજ્ઞોના દશમા અને બારમા ધોરણ પછીના શૈક્ષણિક અભ્યાસક્રમો અને તાલીમોની સગવડો, પ્રોફેશનલ કોર્સિસ અને સંસ્થાઓ સહિતની ઉપયોગી માહિતી આપતા લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. માત્ર રૂ|.૨૦/- ની કિંમતે આ વિશેષાંકનું જિલ્લા માહિતી કચેરી, જિલ્લા સેવા સદનના ભોંય તળિયે, રાજપીપલા, જિ.નર્મદા ખાતેથી કામકાજના દિવસોમાં કચેરી સમય દરમિયાન ઉપલબ્ધ થશે, જેની જાહેર જનતાને નોંધ લેવા જણાવાયું છે.
ભદરપાડા અને રંભાસ ખાતે કિશાન સભા યોજાઇ
ડાંગઃ ડાંગ જિલ્લામાં કૃષિ મહોત્સવની ઉજવણી નિમિતે તા.૨૩મી મે મેના રોજ કિસાન રથ તાલુકા પંચાયતની સાકરપાતળ બેઠક મતદાર વિભાગના ગામોમાં પરિભ્રમણ કરી ભદરપાડા ખાતે તથા ૨૪ મેના રોજ તાલુકા પંચાયતની દગડીઆંબા બેઠક વિસ્તામાં ફરી રંભાસ ખાતે કિસાન સભા યોજાઇ હતી. તેમજ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા વેજ્ઞાનિક ખેતી પધ્ધતિઓ , ખેતીની જમીનની માવજત કેવી રીતે કરવી , જમીન ચકાસણી કરાવવા, જમીનમાં રહેલ ઉણપો દૂર કરવા કયા કારના ખાતરનો સમાણ ઉપયોગ કરવો , પરંપરાગત લેવાતા પાકોનું આધૂનિક ઢબે વાવેતર કરવા બગાયત ઉછેર વૃતિ , તથા વંશપરંપરાગત ચાલતી આદર પધ્ધતિ ખેતીની જમીનને કેટલી નુકશાન કારક હોય છે વિગેરે અંગે ખેત વિષયક ગહન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આદર સીસ્ટમ બંધ કરી આધુનિક વૈજ્ઞાનિક પધ્ધતી અપનાવી ખેતી કરવા ખેડૂતો પર ભાર મૂકયો હતો. ભદરપાડા ખાતે ધારાસભ્યશ્રી મંગળભાઇ ગાવિત તથા ઉપસ્થિત મહાનુંભાવોના હસ્તે જરૂરીયાત મંદ ખેડુતોને ખેતીવાડીની કીટસ, તથા પશુપાલનની કિટસનું વિતરણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે ઠકકર માજી પ્રમુખશ્રી રામજીભાઇ તથા તાલુકા તથા જિલ્લા પંચાયતના સદસ્યો , સરપંચશ્રી તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ડાંગના આદિવાસી ખેડૂતો નેટહાઉસથી ખેતી કરતા થયા..
ડાંગઃ ગુજરાતનું ચેરાપુંજી એટલે ડાંગમાં રાજયનો સૌથી વધારે વરસાદ પડે છે પરંતું અહીંનો વિસ્તાર ઢોળાવ વાળો હોવાના કારણે બધુ પાણી સમુદ્દમાં જહી જાય છે અને અને ફકત એકજ સિઝનમાં ખેડૂતો ખેતી કરી શકે છે. ડાંગ જિલ્લામાં ખેડૂતો હવે બાગાયતી પાકો જેવા કે ફળ, ફુલ અને શાકભાજી ના પાકો તરફ વળી ગયા છે અને ત્રણે સિઝનમાં બાગાયતી પાકો મેળવતા થયા છે. ડુંગરાળ જમીનમાં બાગાયતી પાકોથી વિશેષ ઉત્પાદન મેળવી શકાય છે.
ડાંગમાં છેલ્લા બે વર્ષમાં ૧૩૦ જેટલા નેટહાઉસ તૈયાર કરવામાં આવેલ છે. જેમાં ફળ, ફૂલ ,હળદર તથા શાકભાજી જેવા પાકોનું ઉત્પાદન મેળવવામાં આવે છે. જામલાપાડા ગામે હળદર પ્રોસેસીંગ પ્રોજેકટ સ્થાપવામાં આવેલ છે જેનાથી ડાંગના ખેડૂતોને ખૂબજ ફાયદો થયેલ છે. ચાલુ વર્ષે બાગાયત કચેરી તરફથી નેટહાઉસથી ખેતી કરવા માગતા જિલ્લાના ૨૩૫ ખેડૂતોની અરજી તથા પોલીહાઉસથી ખેતી કરવા માગતા ૫ ખેડૂતોની અરજીઓ મંજૂર કરવામાં આવેલ છે એમ મદદનીશ બાગાયત અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.
૨૬ મે રવિવારના રોજ આહવા ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે
ડાંગઃ લાર્સન અને ટુબ્રો હજીરા તથા સેવાધામ ડૉ.આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ, આહવા ડાંગ દ્વારા તા.૨૬/૦૫/૨૦૧૩ રવિવારના રોજ સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી સેવાધામ ,સનસેટ પોઇન્ટની સામે, આહવા ખાતે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આંખ, કાન, નાક,ગળા,સ્ત્રી રોગ, બાળરોગ તથા સામાન્ય રોગો માટે શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સુરતથી આવનાર નિષ્ણાંત ડોકટરો દ્વારા દર્દીઓની તપાસ કરી જરુરીયાત મંદોને માર્ગદર્શન તથા દવા અને આંખના દર્દીઓને ચષ્મા આપવામાં આવશે. એમ ડૉ.આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ, આહવા ડાંગની અખબારી યાદીમાં જણાવાયું છે.
ડૉ.એસ કે નંદા માન. અધિક મુખ્ય સચિવશ્રીનો ડાંગ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ
ડાંગઃ માન. અધિક મુખ્ય સચિવ, ગૃહ વિભાગ ગાંધીનગર અને પ્રભારી સચિવશ્રી , તા. ૨૪/૫/૨૦૧૩ના રોજ ગાંધીનગરથી નીકળી સાંજે ૧૮ કલાકે આહવા સર્કિટહાઉસ ખાતે આગમન કરશે. તથા તા. ૨૫/૦૫/૨૦૧૩ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે આહવા સર્કિટહાઉસ ખાતે દમણગંગા વિભાગની કામગીરીની સમિક્ષ, તા.૦૯/૦૯/૨૦૧૨ની બેઠકની કાર્યવાહીની નોંધ, જિલ્લાની કાયદા વ્યવસ્થા , તથા અછત ઘાસ ચારા, આગામી ચોમાસા દરમ્યાનની વ્યવસ્થા વિગેરે અંગે ડાંગ જિલ્લના અધિકારીઓ જોડે બેઠક યોજશે જેમાં અધિકારીઓને વિગતો સાથે હાજર રહેવા જણાવાયું છે. સાંજે ૧૮ કલાકે સાપુતારા ખાતે રાત્રી રોકાણ કરી સાપુતારાના વિકાસ સ્થળોની મુલાકાત લઇ અનુકુળતાએ ગાંધીનગર જવા રવાના થશે એમ કલેકટરશ્રી આહવા ડાંગની






























