અનુયાયીઓ

શનિવાર, 12 ડિસેમ્બર, 2020

ધ્રોલમાં તીસરી આંખ બંધ થતા તસ્કરો શક્રિય

ધ્રોલમાં તીસરી આંખ બંધ થતા તસ્કરો શક્રિય 
(સંજય ડાંગર) ધ્રોલ, તા.11
સરકાર સુરક્ષાને લઈને રાજ્યભરમાં અને ખાસ કરીને તાલુકા મથકો એવા શહેરમાં તીસરી આંખ એટલકે સીસી કેમેરા કાર્યરત કર્યા છે. તીસરી આંખથી ગુનાઓનું પ્રમાણ ઘટ્યું છે. એક તબ્બકે મહદંશે મેજર ગુનાઓ બનતા અટક્યા છે. પણ જામનગરના ધ્રોલ શહેરમાં મુકાયેલા તમામ સીસી કેમેરા(તીસરી આંખ) બંધ થઇ ગઈ હોવાથી તસ્કરોએ તેઓની આંખો ખોલી ચોરીચપાટી શરુ કરી છે.
તાજેતરમાં જ મામલતદાર કચેરીમાંથી ધોળે દિવસે એક બાઈકની ઉઠાંતરી થઇ ગઈ છે તો રાત્રિને લોકોને અધકચરું સૂવું પડતું હોવાની ફરિયાદો ઉઠી છે. એક રીતે કહીયે તો ધ્રોલમાં તમામ સીસી કેમેરા બંધ થઇ જતા તસ્કરો અને  અસામાજિક તત્વોને મોકળું મેદાન મળતું હોવાના આક્ષેપો થયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાને પૂનમ માડમ  જેવા બાહોશ સાંસદ  મળ્યા છે. પૂનમબેન સતત શક્રિય રહીને પ્રજા ફરિયાદો હલ કરવામાં પોતાનો સમય વધુ કાઢે છે.
ત્યારે ધ્રોલમાં બંધ પડેલા તીસરી આંખ જેવા તમામ કેમેરા કેમ બંધ થઇ ગયા ? આ વાત પાછળ કોઈ જવાબદાર છે કે કેમ ? તે બાબતે તપાસ કરાવીને બંધ સીસી  કેમેરા ચાલુ  કરાવે તે જરૂરી છે.

ઉમેરો હોય તો બોલ,મને બાદબાકી નહીં ફાવે

ઉમેરો હોય તો  બોલ,મને બાદબાકી  નહીં   ફાવે

ઉમેરો હોય તો  બોલ,મને બાદબાકી  નહીં   ફાવે
સીધે કાઢવું  છે ઘી તો બોલ,મને વાંકી નહીં  ફાવે

ભોળો ભલો  ને મૂર્ખ હું ,મને ચાલાકી  નહીં  ફાવે
કોઈની  લીટીને   ભૂંસીને ,મને  તરક્કી  નહીં  ફાવે

નિષ્ફળતા , વિઘ્નોને  હું  સ્વીકારી  લઈશ  આખા
સૌની પ્રાપ્તિ એકલાં લેવાની,મને પદ્ધતિ નહીં ફાવે

દેવા હોય તો  દર્શન  દે  પૂરાં  એ  ઈશ્વર , એ  પ્રિયે
સમૂળગાનો  જીવ  છું  હું, મને   ઝાંખી  નહીં  ફાવે

આજે ઉધારને કાલે  રોકડાં  એવું  ના  કર  તું  પ્રભુ
કર્મનો ચૂકતો કર  હિસાબ તું,મને બાકી  નહીં  ફાવે

તું કૃષ્ણ તો હું ય સુદામા  છું  તારો  જ  દોસ્ત  પ્રભુ
લેવાં તું જ આવજે  દોડીને,મને  પ્રોક્સી  નહીં  ફાવે

રાવણને  મારીશ  તીર  તો  છાતીએ જ  મારીશ  હું
રામનો જ  વંશજ  છું તો ય, મને  નાભિ  નહીં  ફાવે

પાવું  હોય  તો તું જ  પાજે  મને  મય  કે  ગંગાજળ
યજમાન તું જ બન પ્રભુ મારો,મને  સાકી  નહીં ફાવે

-મિત્તલ ખેતાણી(રાજકોટ,M.9824221999) નાં કાવ્ય સંગ્રહ 'स्वान्तः सुखाय' માં થી

શુક્રવાર, 11 ડિસેમ્બર, 2020

મિચ્છામિ દૂકડમ

મિચ્છામિ દુક્કડમ

કરવાં ખાતર  ના  આ  કાજ  કરજો
સાચે સાચું  જ  સૌને  માફ   કરજો

દુભાવ્યા   હોય  તેને  અશ્રુથી  ધોઈ
એ રીતે નિજ  હૃદયને  સાફ  કરજો

જીતવાં જેવું દિલ જ છે આ જગમાં
સરળ સહજ બની ત્યાં રાજ કરજો

માફી આપવી એ તો  છે વિરનું કામ
માફી માંગી મહાવીર રિવાજ કરજો

જે કર્મની માફી માંગી કર્મ તે ત્યજજો
રાગ દ્વેષ મોહ મત્સરથી લાજ ભરજો

જાણતાં સાથે અજાણતાંય થાય પાપ
ક્ષમા માંગી અશુભોને તારાજ  કરજો

મિચ્છામિ દુક્કડમ નો આજીવન અમલ
આચરણ થકી સદા  આ  જાપ  કરજો

-મિત્તલ ખેતાણી(રાજકોટ,M.9824221999)નાં કાવ્ય સંગ્રહ 'શબ્દ ઘેર આનંદ ભયો' માં થી

જેતપુર નગરપાલીકા વિસ્તારમાં કોરોના વાયરસ મહામારી અટકાવવા અંગે સધન કામગીરી કરાઈ

રેપીડ એન્ટીજન ટેસ્ટ તથા માસ્ક વિતરણ કરાયુ રાજકોટ : - રાજકોટ જિલ્લાના ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં કોરોના મહામારીના નિયંત્રણ માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસીયાના માર્ગદર્શન હેઠળ સધન કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જેતપુર શહેરની મેઇન બજાર, બસ સ્ટેશન તથા આસપાસના વિસ્તારમાં અધિકારીઓની ટીમ બનાવી ચાર દિવસમાં અંદાજિત ૯૯ જેટલા લોકોના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે તમામ ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા.
ઉપરાંત, જાહેર જનતાને યોગ્ય રીતે માસ્ક પહેરવા, વારંવાર સાબુથી હાથ ધોવા, ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવા માટે તથા સોશ્યલ ડીસ્ટસિંગ જાળવી રાખવાની બાબતો અંગે આરોગ્યલક્ષી શિક્ષણ આપવામાં આવ્યુ હતું. જિલ્લાના તમામ લોકોને તાવ, શરદી, ઉધરસ એવા કોઈપણ લક્ષણો જણાય તો તુરંત જ આરોગ્ય કર્મચારીઓનો સંપર્ક કરવા અથવા કોરના હેલ્પલાઇન નં. ૧૦૪ પર ફોન કરવો, તેમ આરોગ્યશાખા-જિલ્લા પંચાયત, રાજકોટની યાદીમાં જણાાવાયું છે.

જેતપુરના બિંદિયાબેન મકવાણાની શહેર ભાજપ મંત્રી તરીકે નિમણુંક

(કશ્યપ જોશી દ્વારા) જેતપુર નવાગઢ નગર પાલિકાના માજી પ્રમુખ રમાબેન રામજીભાઈ મકવાણાના સુપુત્રી બિંદિયાબેન અનેકવિધ મહિલા સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ગરીબ તેમજ મધ્યમ વર્ગના મહિલાઓના તેઓ સતત માર્ગદર્શક તરીકે ફરજ બજાવતા આવે છે. અનેક સરકારી યોજનાઓથી તેઓ મહિલા વર્ગને સતત વાકેફ કરતા રહે છે. એટલુંજ નહીં કોઈ સરકારી કચેરી સુધી અરજદારોને લઇ જઈને સરકારી સુવિધા પુરી પડાવવા તેઓ સતત કાર્યરત રહે છે. સૌથી મહત્વની વાત એ છે કે. માતા-પિતાની ભાજપ પરત્વેની સનિષ્ઠાનો તેઓને લાભ મળ્યો છે. એટલે બિંદિયાબેન પણ ભાજપ સાથે જોડાઈને કાર્યરત છે. નાનકડા જેતપુરમાં તેમની સતત શક્રિયતા જોઈને ભાજપના ઉચ્ચ પદાધિકારીઓએ બિંદિયાબેનને જેતપુર શહેર ભાજપ મંત્રી તરીકે સુકાન સોંપવાનું મુનાસીબ માન્યું છે. બિંદિયાબેનની શહેર ભાજપ મંત્રી તરીકે નિમણુંક થતાજ તેમના રહેણાંક વિસ્તાર વડલી ચોક ઉપરાંત શહેરમાં દલિત સમાજમાં રાજીપો છવાયો છે. સમાજની એક દીકરી આવા પદ પર પહોંચી છે ત્યારે માતા રમાબેન, પિતા રામજીભાઈ, ભાઈ યોગેશભાઈ ઉપરાંત દલિત સમાજના મોભી સમાન આગેવાનોએ બિંદિયાબેનનું સન્માન કરી બિરદાવ્યા છે. પ્રસ્તુત તસ્વીરોમાં બિંદિયાબેનની લત્તાવાસીઓ ઉપરાંત હિતેચ્છુંઓ દ્વારા સન્માન થતું નજરે પડે છે.

મુખ્યમંત્રીશ્રીનો મહેસૂલી પ્રક્રિયા સરળીકરણનો પ્રજાલક્ષી વધુ એક નિર્ણય

જમીન તકરારી નોંધની સૂનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ થઇ શકશે તકરારી અપિલના ત્વરિત નિકાલથી બિનજરૂરી લિટીગેશન નિવારવાનો ધ્યેય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મહેસૂલી પ્રક્રિયા સરળીકરણનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય લઇને જમીન તકરારી નોંધની અપિલ સૂનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ કરવા અંગે આખરી-ફાયનલ મંજૂરી આપી છે. અગાઉ આવી તકરારી નોંધ જમીન મહેસૂલ નિયમો ૧૯૭ર-૧૦૮ અન્વયે પહેલાં મામલતદાર કક્ષાએ સૂનાવણી હાથ ધરાયા બાદ પ્રાંત અધિકારી કક્ષાએ અને તે પછી કલેકટર સમક્ષ અપીલ કરવાની રહેતી હતી. શ્રી વિજયભાઇ રૂપાણીએ હવે આ પ્રક્રિયાને વધુ સરળ બનાવતાં જુદા જુદા ત્રણ તબક્કે મહેસૂલી અધિકારીઓ સમક્ષ કરવાની થતી અપિલને સ્થાને માત્ર બે તબક્કે એટલે કે પ્રાંત અધિકારી અને કલેકટર કક્ષાએ કરવાનો પ્રજાહિતકારી અભિગમ અપનાવ્યો છે. રાજ્યના મહેસૂલ વિભાગે આ અંગેનું આખરી (ફાયનલ) જાહેરનામું જારી કર્યુ છે, હવે રાજ્યમાં આ પ્રક્રિયાનો અમલ શરૂ થશે.
મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને પગલે હવે જમીન તકરારી નોંધ અંગે સમયમર્યાદામાં નિર્ણય થઇ શકશે અને બિનજરૂરી લીટીગેશન નિવારી શકાશે.અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે હક્કપત્રક એટલે ગામ નમુના નં.૬ જેમાં હક્ક સંપાદન થાય ત્યારે નોંધ કરવામાં આવે છે. સામાન્ય રીતે ૧૧ પ્રકારની નોંધ પાડવામાં આવે છે. આ પ્રકારની નોંધો અંગે નિર્ણય (પ્રમાણિત અથવા નામંજુર)કરવાની સત્તા નાયબ મામલતદારની છે.ઘણી બધી વખત જૂદા જૂદા કારણોસર હક્કપત્રકની નોંધોની નોટિસ આપવામાં આવે તે સમયે પક્ષકારો તરફથી કે ત્રાહિત પક્ષકાર તરફથી પણ વાંધો લેવામાં આવતો હોય છે. તેના કારણે હક્કપત્રકની નોંધો સમય મર્યાદામાં મંજૂર ન થવાથી હુકમની નોંધના કિસ્સાઓમાં રેકર્ડે અસર આવતાં ઘણો બધો સમય પસાર થઇ જાય છે. આ કારણે પક્ષકારને પ્રતિકૂળ અસર થવાની સંભાવના રહે છે. આમ, તકરારના કારણે નોંધની રેકર્ડે અસર લેવામાં વધુ ને વધુ વિલંબ થાય તે કારણે અરજદારને તેનો હક્ક સમયમર્યાદામાં ન મળવાથી સંતોષ થતો નથી તથા કેટલીક વખત બિનજરૂરી લીટીગેશનને પણ નોતરે છે. મુખ્યમંત્રીશ્રીએ મહેસૂલ વિભાગમાં જમીન મહેસૂલને સ્પર્શતી બાબતોમાં વિવિધ કાયદાઓ હેઠળ વખતોવખત તેમાંસુધારા, નિયમો, ઠરાવો-પરિપત્રો બહાર પાડીને મહેસૂલી વહીવટી પ્રક્રિયાઓને સરળ, પારદર્શી અને ઝડપી બનાવી છે. હવે, આ પ્રજાલક્ષી નિર્ણયને પરિણામે પડતર તકરારી અપિલોનો સત્વરે નિકાલ થઇ શકશે.

ગુરુવાર, 10 ડિસેમ્બર, 2020

કર્ણાટકમાં ગૌહત્યા નિવારણ કાયદાને અમલી બનાવવા બદલ મુખ્યમંત્રીશ્રી બી.એસ. યેદુરપ્પાનો આભાર માનતું એનીમલ હેલ્પલાઈન

• સમગ્ર રાષ્ટ્રમાં આ પ્રકારનો કડક કાયદો ઘડાય તેમજ તેનું કડક અમલીકરણ પણ થાય તેવી માંગણી કરતું એનીમલ હેલ્પલાઈન RAJKOT : કર્ણાટકના ગૌવ્રતી, મુખ્યમંત્રી બી.એસ. યેદુરપ્પાએ કર્ણાટકમાં ગૌમાતા અને ગૌવંશ સંરક્ષણ માટે "ગૌવધ નિવારણ અદ્યાદેશ-૨૦૨૦" ને મંજુરી આપી છે. ગૌમાતા પ્રત્યે અત્યંત આદર અને પ્રેમ ધરાવતા ગૌભકત મુખ્યમંત્રીએ કર્ણાટકમાં ગૌવંશને ક્ષતિ પહોંચાડનાર અપરાધી ઉપર ૩ થી લઈને ૭ વર્ષ સુધીની કડક કેદની જોગવાઈ કરી છે. આ કાયદામાં ગૌહત્યા, ગાય, વાછડા, બળદ, (૧૩ વર્ષથી ઓછી ઉંમરના) કત્લ પર કર્ણાટક સરકારે પ્રતિબંધ કરી દીધો છે. તથા ગૌહત્યાનાં કાયદામાં એક પશુ માટે રૂા. ૫૦ હજાર થી માંડીને ૧૦ લાખ રુપિયાનો દંડ તેમજ આવા આરોપીને ૩ થી લઈને ૭ વર્ષ સુધી સજાની જોગવાઈ કરવામાં આવી છે. તથા બીજા અપરાધો માટે ૩ થી ૫ વર્ષની જેલની સજા તથા પ૦ હજારથી લઈને ૫ લાખ રૂપીયા સુધીનો દંડ પણ ભરવો પડશે. કર્ણાટકની ગૌપ્રેમી જનતાની લાગણી અને માંગણીને ધ્યાનમાં લઈને તેમજ ગૌમાતા, ગૌવંશની રક્ષા અને ગૌ તસ્કરી તેમજ આ પ્રકારના અપરાધો સંપૂર્ણપણે અટકાવવાની ભાવનાથી આ કાયદો ઘડાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પણ જીવદયાપ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગૌહત્યા કરનાર અપરાધી સામે 'ઝીરો ટોલરન્સ"ની નીતી અપનાવીને જાહેરમંચ પર અનેકવાર કહયું છે કે, જે ગાયની દયા ન ખાય તેની દયા સરકાર ખાવા માંગતી નથી.સમગ્ર રાષ્ટ્રમાં આ પ્રકારના કડક કાયદાનું નિર્માણ થાય અને સૌથી મહત્વનું અધીકારીઓ તેનું ગ્રાસરૂટ લેવલે કડક અમલીકરણ કરાવે તેવી માંગણી ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડના મિતલ ખેતાણી,એનીમલ હેલ્પલાઈનના પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ સહીતનાએ મુખ્યમંત્રીશ્રી યેદુરપ્પાને અભિનંદન આપવાની સાથોસાથ કરી છે. કડક કાયદાઓ પણ જયા સુધી તેનું કડક અમલીકરણ ન થાય ત્યાં સુધી અધુરા જ છે. ગાય બચશે તો જ આપણે સૌ બચી શકીશું. કોરાના જેવી મહાભયંકર બીમારી સામે પણ ગૌમાતા આપણને રક્ષણ આપી શકતી હોય તેવી સમર્થ છે, ત્યારે તેના રક્ષણની જવાબદારી માટે સરકારની સાથોસાથ પ્રજા પણ જાગૃત થાય તેવી લાગણી એનીમલ હેલ્પલાઈન પરીવારે વ્યકત કરી છે. -- Thanks

રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્રારા કોઈપણ જાતનાં ઉપકરણો વિના ગાયનાં ગોબરમાંથી ધુપબતી તથા રંગોળી બનાવવાની ઓનલાઈન ટ્રેનીંગ અપાશે

. ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનું આયોગના પ્રથમ અધ્યક્ષ, પ્રખર ગૌવ્રતી ડો. વલ્લભભાઈ કથીરીયા દ્વારા “ગો આધારિત અર્થ વ્યવસ્થાનાં” પુનઃનિર્માણ માટે અનેકવિધ પ્રયત્નો થઈ રહ્યાં છે. જેનો અંતર્ગત કોઈપણ જાતના ઉપકરણો વિના ગોમય ધુપબતીઓ તથા ગાયનાં ગોબરમાંથી રંગોળી બનાવવા માટે તા.૧૧ ડીસેમ્બર ને શુક્રવારના રોજ સાંજે ૦૩-૦૦ થી પ-૦૦ દરમ્યાન ઓનલાઈન ટ્રેનીંગ શ્રી લોકેશજી (હેદરાબાદ) આપશે. પર જોઈન્ટ થવા યાદીમાં જણાવાયું છે. આ પ્રશિક્ષણ ટ્રેનીંગ ફેસબુક લીંક https://m.facebook.com/RKamdhenuAayog પણ જીવંત નિહાળી શકાશે. ગાયના છાણમાંથી નિર્મીત ૩૦૦ થી પણ વધુ વસ્તુઓ જેવી કે ધૂપ, ધૂપ લાકડીઓ, શુભ-લાભ, સ્વસ્તિક, સમરાની, હાર્ડબોર્ડ, વોલપીશ, પેપરવેટ, હવન સામગ્રી, ભગવાન ગણેશ અને લક્ષ્મીજી મૂર્તિઓનું નિર્માણ કાર્ય સમગ્ર રાજયમાં શરૂ થયું છે. આ ઉપરાંત છાણનો ઉપયોગ જૈવિક ઈધણ માટે થાય છે જેનાથી ગૌરક્ષા, સ્વનિર્ભરતાને પ્રખર વેગ મળશે.

બુધવાર, 9 ડિસેમ્બર, 2020

વોરિયર્સને સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો.


સુરેન્દ્રનગર શહેરના રતનપરમાં માનવ ઉત્થાન સેવા સમિતી અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતી દ્વારા કોરોના વોરિયર્સને સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો.


 

સુરેન્દ્રનગર શહેરના રતનપર માનવ ધર્મ આશ્રમ ખાતે કોરોના વોરિયર્સને સન્માનિત અને આયુવૈદીક ટેબલેટ વિતરણ સહિતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતી અને શહેરના ડોકટરોની ટીમના સહયોગથી સેવાનું સુંદર કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોગ પ્રતિરોધક નિઃશુલ્ક આયુર્વેદિક ઉકાળા શિબિર, માસ્ક વિતરણ, આયુર્વેદિક સંસવની વટી ટેબ્લેટ, હોમીઓપેથી આર્સેનિક 30, ટેબ્લેટ વિતરણ અને ડાયાબિટીસ ચેક-અપ કેમ્પ નુ આયોજન કરવામાં આવેલ હતું. 






કેમ્પ મા ઝાલાવાડ ના સામાજીક કાર્યકર સુબોધ જોષી એ કોરોના અટકાયત પગલાં રૂપે સરકાર શ્રી ની ગાઈડ લાઈન નુ ચુસ્ત પાલન કરવા સામુહિક સૌગંદ વિધિ કરાવી હતી. આ પ્રસંગે અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતી ગુજરાત રાજ્ય અધ્યક્ષ નિલેશભાઈ જોષીદ્વારા જિલ્લાની કારોબારી સદસ્ય ને કોરોના વોરિયર્સ તરીકે સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

આ પ્રસંગે માનવ ધર્મ આશ્રમ ના મહાત્મા પ્રવીણા બાઈજી દ્વારા કોરોના સમય દરમ્યાન સમાજ સેવા કરેલ મહાનુભાવો મોહનભાઈ પટેલ સહિતના અગ્રણિ આગેવાનો અને પત્રકાર મિત્રોને કોરોના વોરિયર્ષ તરીકે સન્માન પત્ર અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

આ પ્રસંગે સરકારી આયુર્વેદિક હોસ્પિટલના ડોક્ટર પરમાર સાહેબ, ડો.બારૈયા અને જિલ્લા એન. સી. ડી. સેલ ના ડોક્ટર ટીમ દ્વારા ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેસર ના દર્દીઓ ને ચકાસી સ્થળ પર દવા વિતરણ કરવામાં આવેલ હતી. 

કાર્યક્રમ ને સફળ બનાવવા માટે, માનવ અધિકાર નિગરાની સમિતિ સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ ઈલેશભાઈ ખાંદલા,જિલ્લા ઉપ પ્રમુખ અને સામાજીક કાર્યકર સુબોધભાઈ જોષી, શહેર પ્રમુખ સાગરભાઈ ચામડીયા,જિલ્લા મહામંત્રી કલ્પેશભાઈ વાઢેર, જિલ્લા મંત્રી નઝીરભાઈ સોંલકી, જિલ્લા ઉપ પ્રમુખ નવિનભાઈ પુજારા, પંકજભાઈ જાની, ઉન્નતિબેન શાહ, પીનાબેન વોરા, હેતલબેન પરમાર, શરીફાબેન જેડા, કૈલાશબેન સહિતનિઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનુ સફળ સંચાલન જાણીતા એન્કર અને સમાજ સેવક ધર્મેન્દ્રભાઈ શાહે કર્યું હતું. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે માનવ ઉત્થાન સમિતી અને અખિલ ભારતીય માનવ નિગરાની સમિતીના યુવા કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટર

 દિપકસિંહ વાઘેલા સુરેન્દ્રનગર

સંસદ રાજેશ ચુડાસમા એ ગળોડર ગામ માં સિમેન્ટ રોડ ખુલ્લો મુક્યો

: માળીયા હાટીના તાલુકા ના ગળોડર  ગામે થી શેપા તરફ જતો રસ્તો અતિ બિસ્માર હાલતમાં હતો તે વિસ્તાર ના ખેડૂતો એ અનેક વખત રસ્તો બનાવવા માંગણી કરી હતી . 


આવિસ્તાર ના ખેડૂતો એ તાલુકા પંચાયત ના પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા ને આ રસ્તા ની રજુઆત કરી હતી. દિલીપ ભાઈ સીસોદીયા એ તાત્કાલીક આ વિસ્તાર ના સંસદ રાજેશ ભાઈ ચુડાસમા ને રજુઆત કરી સંસદ સભ્ય એ પોતાની ગ્રાન્ટ માંથી 525000/મજૂર કરી આપ્યા.













 આ વર્ષો જૂનો રસ્તા નગડીયા વિસ્તાર    થી અમરાભાઈ ઠારણભાઈ ના વાડી તરફ જતા રસ્તા નું કામ સિમેન્ટ રોડ થી મઢવા બીજી તરફ ખુશી ની વાત એ છે કે  આ રસ્તો વધુ મજબૂત બને તે માટે આ વિસ્તાર ના ખેડૂતો એ 150000/ જેટલો ફાળો વધુ એકત્રિત કરી આ રસ્તા ના કામ માં વાપરિયા


 આ રસ્તો સંપૂર્ણ પણે તૈયાર થઈ જતા સંસદ રાજેશ ચુડાસમા અને તાલુકા પંચાયત ના પ્રમુખ દિલીપસિંહ સીસોદીયા દ્વારા રસ્તો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

તેમજ ઠાકરશી ભાઈ જાવીયા ,હમીરસિંહ સીસોદીયા, મુળુભાઈ જુનજીયા,રાજેશ ભાઈ ભાલોડિયા, ઠારણ ભાઈ સિંધવ, બચુભાઇ સીસોદીયા, જીતુભાઇ સીસોદીયા, વિક્રમભાઈસિંધવ, દિલીપભાઈ સીસોદીયા, બહાદુર ભાઈ કાગડા, માનસિંગ ભાઈ લાખાણી, જીવા સીસોદીયા,ભરત ભાઈ વાઢીયા સહિત ના આગેવાનો તેમજ તે વિસ્તાર ના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા



રિપોર્ટર પ્રતાપ સીસોદીયા 

માળીયા હાટીના

મો.7575863292


કલ્પેશ વાઢેરની મહામંત્રી તરીકે નિમણુંક..

 સુરેન્દ્રનગર જીલ્લા માનવ અધિકાર નિગરા સમિતિ દ્વારા આજે કલ્પેશ વાઢેરને સુરેન્દ્રનગર જિલ્લાના મહામંત્રી તરીકે કામગીરી સોંપવામાં આવી


ત્યારે લીંબડી તાલુકા કલ્પેશ વાઢેર જેઓ એમ એ બીએડ બીએ એલ એલ બી અને જનાલીજમ છે જેઓને માનવ અધિકાર નિગરા સમિતિના સુરેન્દ્રનગર જિલ્લાની મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે.




ત્યારે આ માનવ અધિકાર નિગરા સમિતિ ની કામગીરીની સોંપણી કરતા સુરેન્દ્રનગર જિલ્લાના મિત્રો દ્વારા શુભેચ્છા કલ્પેશ વાઢેર ને પાઠવવામાં આવી રહી છે


ત્યારે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર જિલ્લાના લોકોના કામ અર્થે સદાય તત્પર હોય છે ત્યારે આ વધુ કામગીરી સોંપતા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાંથી શુભેચ્છા પાઠવવામા આવી રહી છે.



રિપોર્ટર

દિપકસિંહ વાઘેલા, લીંબડી

ઇંગ્લીસ દારૂનો સફળ ક્વોલીટી કેસ શોધી કાઢતી લીંબડી પોલીસ


 લીંંબડી પોલીસ સ્ટેશન વિસ્તારના બોડીયા ગામે મહેન્દ્રસિંહ ભીખુભા ઝાલાના કબ્જા ભોગવટા વાળા વાડામા રેઇડ

કરી ભારતીય બનાવટનો ઇંગ્લીસ દારૂનો સફળ ક્વોલીટી કેસ શોધી કાઢતી લીંબડી પોલીસ



સુરેન્દ્રનગર જીલ્લાનાં પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબનાઓએ જીલ્લામાં ગે.કા. દારૂ-જુગારની પ્રવૃતિને જડ-મુળથી નાબુદ કરવા સુચનાં કરતાં મ્હે.ના.પો.અધિ.શ્રી સી.પી.મુંધવા સાહેબની સુચનાં અને માર્ગદર્શન હેઠળ તથા સી.પી.આઇ.શ્રી આર.જે.રામ સાહેબનાઓની સુચના મુજબ લીંબડી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.એન.એચ.સોલંકી તથા લીંબડી પોલીસ સ્ટાફના આસી સબ ઇન્સ.નંદલાલભાઇ જી.સાપરા તથા પો.હેઙ.કોન્સ.દશરથસિંહ એલ.જાદવ તથા ચંદુભાઇ પી.બાવળીયા તથા પો.કોન્સ.ભવાનભાઇ પી. બળોલીયા તથા ડ્રા.વિજયસિંહ ડી.ઝાલા નાઓ લીંબડી પો.સ્ટે.વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ.નંદલાલભાઇ જી.સાપરાને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે બોડીયા ગામના મહેન્દ્રસિંહ ભીખુભા ઝાલા તથા જયપાલસિંહ ઘનશ્યામસિંહ ઝાલા રહે.બંન્ને બોડીયા વાળા પોતાના અંગત આર્થિક ફાયદા સારૂબોડીયા ગામની આથમણી દિશાએ આવેલ રાજપુત સમાજની વાડી શક્તિમાં ના મંદીરની પાછળ વોકળાને અડીને આવેલ મહેન્દ્રસિંહ ભીખુભા ઝાલાના કબજા ભોગવટા વાળા વાડામા ભારતીય બનાવટની ઇંગ્લીસ દારૂની બોટલો સંતાડી રાખી છુટકમા વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમીહકીકત આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા બાતમીવાળી જગ્યાએથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલો નંગ-૯૫ કી.રૂા.૨૮,૫૦૦/-નો મુદામાલ મળી આવતા બંન્ને ઇસમો સામે લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.હાલે સદરહુ ગુન્હાની તપાસ ચાલુમા છે.



રિપોર્ટર

દિપકસિંહ વાઘેલા, લીંબડી

પી.આઈ.રામ સાહેબના વૈચારિક ક્રાંતિ ગ્રુપમાં જોડાવા જેવું..


પીઆઇ રામ સાહેબ આ નામ ને ભાગ્યે જ કોઈ ના ઓળખતું હોય આહીર સમાજ જ નહીં પણ અન્ય સમાજ પણ જાણીતા અને માનીતા પી આઈ એટલે રામ સાહેબ 

        રામ સાહેબે સોશ્યલ મીડિયા નો સદ્ઉપયોગ કરી ફેસબુક માં એક આહીર સમાજ માટે ગ્રુપ બનાવ્યું છે જેનું નામ છે આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ અને જોતજોતામાં તે ગ્રુપ એટલું બધું લોકપ્રિય અને ઉપયોગી બન્યું કે  આ ગ્રુપ ની જેણે પણ મુલાકાત લીધી તે લોકો ને ખુબ પસંદ આવ્યું અને આહીર સમાજ ના દરેક ફિલ્ડ માંથી તેમા લોકો જોડાયા અને આજે પણ જોડાઈ રહ્યા છે અને એક બીજા પરીચિત થય રહ્યા છે 

આ ગ્રુપ માં રામ સાહેબ પોતાનો કિંમતી સમય ફાળવી ને કાંઈક નું કાંઈક નવુ લોક ઉપયોગી થાય તેવી વસ્તુ હંમેશા ઉમેરતા રહે છે હંમેશા વ્યસ્ત રહેતો માણસ સમાજ માટે પોતાનો કિંમતી સમય આપી ને આવું કામ કરતો હોય તો સમાજ ના દરેક માણસ  ને ગર્વ લીધા જેવી બાબત છે

જો સમાજ મા વૈચારિક ક્રાંતિ આવશે તોજ સમાજ અને આ દેશ આગળ આવશે એવું મારૂં સ્પષ્ટ માનવું છે

ખાસ કરીને હકારાત્મક અભિગમ  થકી, દરેક સમાજ સાથે સંકલન રાખી, સમાજના વિકાસ થકી સક્ષમ રાષ્ટ્ નિર્માણમાં  આપણું યોગદાન આપવું એ મુખ્ય ઉદ્દેશ્ય છે.


પાયલ બાંભણિયા

ઉના

શુક્રવાર, 4 ડિસેમ્બર, 2020

આજે કરુણા ફાઉન્ડેશન-એનીમલ હેલ્પલાઈન દ્રારા "શાકાહાર તંદુરસ્ત જીવન શૈલીનો આધાર" પર વૈશ્વીક વેબીનાર

         

            કરૂણા ફાઉન્ડેશન-એનીમલ હેલ્પલાઈન દ્રારા "શાકાહાર-તંદુરસ્ત જીવનશૈલીનો આધાર" વિષય પર વૈશ્વીક વેબીનાર યોજાશે. જેમાં અચ્યુત ગોપાલદાસ (પ્રેકટીસીંગ માંક, જીવન દાર્શનીક,વિચારક,લેખક, વકતા અને સામાજીક કાર્યકર), ગીરીશભાઈ શાહ (વૈશ્વિક સ્તરે જન, જંગલ, જમીન,જાનવરની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી અને એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાનાં સદસ્ય), ડો. નિશિતા દિક્ષીત (સેક્રેટરી-જન ઉર્જા મંચ, હોસ્પીટલ તથા સ્વાસ્થય પ્રશાસન, વ્યુહાત્મક યોજના), સુશ્રી અનિકા (કલા, સંસ્કૃતિ,સામાજીક પ્રભાવકાર, ટીમ બીલ્ડર તથા ટાસ્ક માસ્ટર ઉ.વ.૧૨) પોતાનું માર્ગદર્શન આપશે.



આ વેબીનારનું સંચાલન મિતલ ખેતાણી દ્વારા કરવામાં આવશે. આ વેબીનાર તા. ૦૪, ડીસેમ્બર, શુક્રવારે સાંજે ૬-૦૦ થી ૭–૩૦ સુધી ફેસબુક પેઈઝ Facebook.com/animalhelplinekarunafoundation પર જીવંત નિહાળી શકાશે. આ વેબીનારની સફળતા માટે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઈનનાં મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ વિગેરે જહેમત ઉઠાવી રહયાં છે. આ વેબીનારની વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી મો.૯૮૨૪૨૧૯૯૯, પ્રતિક સંઘાણી મો.૯૯૯૮૦૩૦૩૯૩ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

ગુરુવાર, 3 ડિસેમ્બર, 2020

તાલાલા ગીરના અમર શહિદ ઇમરાન ભાઈ સાયલી ને સામૂહિક શ્રધ્ધાંજલિ અર્પવા શહેર સજ્જડ બંધ રહ્યું.

🖊️દિપક જોષી દ્વારા.... પ્રાચી...

તાલાલા શહેરમાં સુંદરમ સોસાયટી માં આવેલા કબ્રસ્તાનમાં ગાર્ડ ઓફ ઓનરની સલામી સાથે દફનવિધિ કરવામાં આવી.

તાલાલા શહેરમાં અંતિમ યાત્રા ના રૂટને રાષ્ટ્રધ્વજ તથા મોટા મોટા બેનરો થી શુસોભીત કરવામાં આવતા શહેર દેશભક્તિના રંગે રંગાયું.


તાલાલા ગિરના અરુણાચલ પ્રદેશની સરહદે વિરગતી પામેલ અમર સીદી બાદશાહ આદિવાસી યુવાન ઈમરાનભાઈ કાળુભાઈ સાયલી ઉંમર વર્ષ 33 ને તાલાલા શહેરમાં વસવાટ કરતાં તમામ સમાજે શહેર સજ્જડ બંધ રાખી સામૂહિક ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.









દેશના સીમાડા નો રખોપું કરતા કરતા રવિવારે વીરગતિ પામેલ  ભારત માતાના વીર સપૂત ઈમરાન ભાઈ સાયલી નો મૃતદેહ અમદાવાદથી હવાઇ માર્ગેજૂનાગઢ આવ્યા બાદ આર્મીના વાહનોમાં આર્મીના 31 જવાનો બોડી સાથે તાલાલા આવ્યા ત્યારે ભારત માતાના વીર સપૂત ઈમરાનભાઈ અમર રહોના નારા સાથે માર્ગ ઉપર એક કિ.મી લાંબી લાઈનમાં કલાકોની પ્રતિક્ષા કરી રહેલા હજારો લોકોએ તાલાલા ગીરના ગૌરવ વીર શહીદ જવાન ઉપર પુષ્પ વર્ષા કરી હતી. ત્યારે સમગ્ર શહેરમાં દેશભક્તિનુ અભૂતપૂર્વ માહોલ છવાઇ ગયું હતું. ત્યારબાદ શહીદ જવાનના મૃતદેહને રમણેચી રોડ ઉપર આવેલ તેમના નિવાસ સ્થાને લઇ જવામાં આવેલ ત્યાં શહીદ જવાનના પિતા કાળુભાઈ તથા માતા જુમા બેન મોટાભાઈ જાફર ભાઈ સહિત પરિવારજનો તથા તાલાલા શહેરના તમામ સમાજ તથા વેપારી મંડળ તથા તમામ રાજકીય પક્ષો સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અમર શહીદને પુષ્પાંજલી અર્પણ કરી તાલાલા ના ગૌરવ ને અંતિમ વિદાય આપી હતી.


|| મારો દીકરો દેશની રક્ષા કાજે શહીદ થયો છે ||

શહીદ વીર જવાન ના પિતા કાળુભાઈ સાયલી એ જણાવ્યું કે મારો દીકરો દેશની રક્ષા કાજે શહીદ થયો છે. જેનો અમને ગર્વ છે. માં ભોમની રક્ષા માટે અમારા પરિવારના બીજા દીકરાઓ પણ આર્મીમાં મોકલી ભારત માતાની રક્ષા કરશું. અમર શહીદ જવાન ઈમરાનભાઈ અરુણાચલ પ્રદેશ રાજપુત રેજીમેન્ટ-25 માં નાયક તરીકે 13 વર્ષથી સેવા આપતા હતા.


|| તાલાલા 36 વર્ષ પછી અભૂતપૂર્વ બંધ રહ્યું ||

તાલાલા ગીર નો જવાન અરૂણાચલ પ્રદેશ સરહદે શહીદ થયાના સમાચાર આવતા શહેરના વિવિધ માર્ગો તથા મુખ્ય ચોકમાં હિન્દુસ્તાન કે સૂત્રો સાથે મોટા-મોટા બેનરો તથા રાષ્ટ્રધ્વજ ઠેર ઠેર લગાવવામાં આવતા સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાઇ ગયું હતું.આજે સવારથી શહેરમાં શાકભાજી, ફ્રૂટ, ચા-પાન સહિત નાના-મોટા તમામ દુકાનો સ્વયંભૂ સજ્જડ બંધ રહેતા શહેરમાં થઈ ગયું હતું. 1984 માં જ્યારે ઇન્દિરા ગાંધીની નિર્મળ હત્યા થઈ હતી ત્યારે શહેર સ્વયંભૂ અભૂતપૂર્વ બંધ રહ્યું હતું. તેની જેમ 36 વર્ષ પછી આજે વીર શહીદના માનમાં બંધ રહી તમામ સમાજે સહિદ જવાન ને ભાવભરી ભાવાંજલિ અર્પણ કરી હતી.


|| તાલાલાના શહીદ જવાનની અંતિમવિધિ માં ઉચ્ચ આર્મી અધિકારીઓ જોડાયા ||

તાલાલા ગીરના અમર શહિદ જવાનની કાયમી વિદાય આપવા અંતિમવિધિમાં ચીફ આર્મી કમાન્ડર- નવી દિલ્હી, મદ્રાસ, અમદાવાદ, જામનગર સહિત 31 જવાનો ઉપરાંત જામનગર સૈનિક કલ્યાણ અધિકારી શ્રી સંદીપ જયસ્વાલ - જામનગર ખાતેની સૈનિક વેલફેર કચેરીના શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શ્રી રઈસભાઈ ધાંચી, શ્રી પ્રવિણસિંહ જાડેજા, ગીર સોમનાથ જિલ્લા માજી સૈનિક સંગઠનના પ્રમુખ શ્રી રામ ભાઈ ચારિયા, જૂનાગઢના પ્રમુખશ્રી રમેશભાઇ પરમાર ઉપરાંત તાલાલા પંથકમાંથી તમામ સમાજના તથા તમામ રાજકીય પક્ષો સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા.

બુધવાર, 2 ડિસેમ્બર, 2020

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની રાજ્યસભાના સાંસદ સ્વ. અભયભાઈ ભારદ્વાજને પુષ્પાંજલિ

અભયભાઈ ભારદ્વાજના નિધનથી ધારાશાસ્ત્રી જગત અને જાહેરજીવનને મોટી ખોટ પડી છે -મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી

૦૦

રાજકોટ ખાતે સ્વ.અભયભાઈ ભારદ્વાજના નિવાસસ્થાને  જઇ પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપી અંતિમયાત્રામાં જોડાતા મુખ્યમંત્રીશ્રી

૦૦૦૦૦૦



રાજકોટ:- મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યસભાના સાંસદ,રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી અને ભાજપા અગ્રણી શ્રી અભયભાઇ ભારદ્વાજનું નિધન થતા આજે રાજકોટ ખાતે  સ્વ. અભયભાઇ ભારદ્વાજના નિવાસસ્થાને જઈ પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી પુષ્પાંજલિ અર્પી હતી. મુખ્યમંત્રીશ્રીએ તેમના અદનાસાથી, સહકાર્યકર્તાના નિધનથી ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી અભયભાઇના શોકમગ્ન પરિવારજનોને સાંત્વના આપી હતી.

અભયભાઈ ભારદ્વાજના નિધનથી ઊંડા શોકની લાગણી વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે તેમના જવાથી જાહેર જીવનને- ધારાશાસ્ત્રી જગતને- સમાજને મોટી ખોટ પડી છે.અભયભાઈ રાજ્ય સભાના સાંસદ બનતા તેઓએ આદિવાસી વિસ્તારના વિકાસની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. કોરોના સામે તેઓએ ૯૦થી વધુ દિવસ લડત આપી હતી પરંતુ તેમનું નિધન થતાં અમે સારા મિત્ર ગુમાવ્યા છે એવી દુઃખની લાગણી મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી. અભયભાઈએ પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરી સમાજ સેવા માટે સમગ્ર જીવન વિતાવ્યું છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ભાજપાને પણ તેમના જવાથી મોટી ખોટ પડી છે તેમ જણાવ્યું હતું.

        મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને તેમના ધર્મપત્ની શ્રીમતી અંજલીબેન રૂપાણીએ રાજકોટ ખાતે સ્વ.અભયભાઇ ભારદ્વાજના નિવાસે  શ્રદ્ધાસુમન અર્પણ કરી સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

           મુખ્યમંત્રીશ્રી સ્વ.અભયભાઈની અંતિમયાત્રામાં જોડાયા હતા. કોરોનાવાયરસની પ્રવર્તમાન મહામારી  ને ધ્યાનમાં રાખીને જરૂરી સોશિયલ ડીસ્ટન્સની તકેદારી સાથે સ્વ.અભયભાઇના નિવાસ્થાને અગ્રણીઓએ  શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ સ્વ.અભયભાઇના પુત્ર અંશભાઇ સહિતના પરિવારજનોને સાંત્વના પાઠવી ઈશ્વર તેમને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

સ્વ. અભયભાઇ ભારદ્વાજના અંતિમ દર્શન- શ્રદ્ધાસુમનમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કૃષિમંત્રી શ્રી આર.સી.ફળદુ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા,  સાંસદ શ્રી નરહરિભાઇ અમીન, શ્રી મોહનભાઇ કુંડારીયા, શ્રી રમેશભાઈ ધડુક, ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા , લલિત કગથરા,શ્રી કિરીટસિંહ રાણા, મેયર શ્રી બીનાબેન આચાર્ય, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ શ્રી ધનસુખભાઇ ભંડેરી,અગ્રણી, અભયભાઇના નાના ભાઇ શ્રી નીતિનભાઇ ભારદ્વાજ, શ્રી કમલેશભાઈ મીરાણી, કમલેશભાઇ જોશીપુરા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મનસુખભાઈ ખાચરીયા તેમજ રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ વલ્લભભાઇ કથીરીયા, પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા, સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીશ્રીઓ, ભુવનેશ્ર્વરી પીઠ ગોંડલના આચાર્યશ્રી ઘનશ્યામજી મહારાજ, વ્હોરા- મુસ્લિમ સમાજના અગ્રણીઓ,  પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, કલેકટર સુશ્રી રેમ્યા મોહન, સંયુકત પોલીસ કમિશનર શ્રી ખુરશીદ અહેમદ, મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવશિયા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા, પીજીવીસીએલ એમડી શ્રી શ્વેતા તીઓટિયા, ભાજપ - સંગઠનના હોદ્દેદારો, બ્રહ્મસમાજના આગેવાનો, ધારાશાસ્ત્રીઓ, નગરસેવકો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.

સોમનાથ મંદિરના નિર્માણના સંકલ્પ ગ્રહણ કરનાર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ

(પાયલ બામણિયા)

શ્રી સરદાર વલ્લભભાઇ પટેલે ૧૯૪૭ માં ભારત આઝાદ થયું ત્યારે જુનાગઢ ને અખંડ ભારતમાં જોડી ૧૩ નવેમ્બર ૧૯૪૭ એ સમુદ્રનું જળ હાથમાં લઇ સોમનાથ મંદિરના જીર્ણોધ્ધારનો સંકલ્પ કરેલ, કાળ ક્રમે સરદારશ્રી ન રહ્યા પણ સરદારની આંખો શ્રી સોમનાથ મંદિરના સતત દર્શન કરી શકે તે રીતે તેઓની પ્રતિમા સોમનાથ પરીસરમાં લગાવવામાં આવેલી છે. ૧૯૯૫ માં શ્રી સોમનાથ મંદિર બાંધકામ પુર્ણ થયું, નૃત્યમંડપ કાર્ય પુર્ણ થતા ભારતના રાષ્ટ્રપતિ શ્રી શંકરદયાલ શર્માના કરકમલોથી નૃત્યમંડપ કળશ અનાવરણ વિધિ સંપન્ન કરવામાં આવેલ. શ્રી સરદાર પટેલ સાહેબ એ લીધેલ સંકલ્પ ૧૩ નવેમ્બર ૧૯૪૭ ની સિદ્ધી ૧ ડિસેમ્બર ૧૯૯૫ એ થયેલ.




૦૧ ડીસેમ્બર શ્રી સોમનાથ મંદિરના સંકલ્પ સિદ્ધિ દિવસ નિમિતે શ્રી સોમનાથ ટ્રસ્ટના માન ટ્રસ્ટી ી જે.ડી.પરમાર,જી.એમ એક્ઝિક્યુટીવ ઓફીસરના  હસ્તે  સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને   પૂષ્પાંજલી, સરદારવંદના કરવામાં આવેલ. શ્રી સોમનાથ મહાદેવની  મહાપૂજા કરવામાં આવેલ જેમાં સ્થાનીક તીર્થપૂરોહિતો, શ્રી સોમનાથ ટ્ર્‌સ્ટના અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા હતા.


શ્રી સોમનાથ ટ્ર્‌સ્ટ દ્વારા ડીજીટલ પ્લેટફોર્મના માધ્યમથી  શ્રધ્ધાળુઓએ ઘર બેઠા માસ એપ્રિલ શ્રી માસ નવેમ્બર સુધી માં સોમનાથ  મહાદેવના દર્શન જેમાં ફેસબૂકમાં (૧૯૫૪૭૬૫૯૪) ટ્વીટરમાં (૩૧૭૫૯૨૯૫) ઇન્સ્ટાગ્રામ (૨૯૫૮૯૭૨૧)યુ ટ્યુબમાં (૩૫૨૯૮૬૬૪) માધ્યમથી લોકોએ દર્શન કરેલ. તેમજ લોકડાઉનનો સમય પુર્ણ થયા બાદ શ્રી સોમનાથ મહાદેવના દર્શન અંદાજીત(૯૧૬૨૯૧)દર્શનાર્થીઓએ પ્રત્યક્ષ દર્શનનો લાભ  લીધેલો.

મંગળવાર, 1 ડિસેમ્બર, 2020

ગુજરાતના શહેરો વિશ્વના આધુનિક શહેરોની સમકક્ષ બને તે માટે રાજ્ય સરકારે શહેરોના સર્વાંગી વિકાસ માટે પાયાની અને માળખાગત સુવિધાઓ ઉભી કરી છે : મુખ્યમંત્રીશ્રી …….

 

\

Ø  જયાં માનવી ત્યાં સુવિધાના ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે

Ø  કોરોનાના કપરાકાળમાં પણ રાજ્ય સરકારે રૂા. ૧૫ હજાર કરોડના વિકાસના કામોની ભેટ ગુજરાતની જનતાને ધરી છે

Ø  જનતા-જનાર્દનના સહકારથી કોરોના સંક્રમણને નિયંત્રિત કરવામાં આપણે સફળ રહ્યા છીએ

Ø  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દેશમાં કોરોના સામે રક્ષણ માટે ઝડપથી વેકસીન પ્રાપ્ત થાય તેવા સતત પ્રયાસો કરી રહ્યા છે.



Ø  ગુજરાત પણ કોરોના વેકસીનના અસરકારક ડીસ્ટ્રીબ્યુશન માટે આયોજનબધ્ધ રીતે આગળ વધી રહ્યું છે

Ø  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની જનસુવિધા-જનસુખાકારીમાં વધારો કરતા  રૂા. ૩૪૪.૪૫ કરોડના

Ø  વિવિધ કામોનું ઇ-ખાતમુહૂર્ત અને ઇ-શુભારંભ કરાવ્યો

સોમવાર, 30 નવેમ્બર, 2020

જેતલસરના વોંકળા કાંઠે તાત્કાલિક કોઝવે બનાવવા માંગ

(કુલદીપ જોશી દ્વારા)

ખાતેદાર ખેડૂતો પાણી ભરાવાને લીધે વાડીએ જવા ભોગવે છે હાલાકી

જેતલસર:
જેતલસર ગામે વોંકળા કાંઠે વાડી ખેતર ધરાવતા ખેડૂતોને ત્રણ ચેકડેમ અને બે નદીના ભરાતા પાણીથી પારાવાર હેરાન પરેશાન થવું પડતું હોવાથી તાત્કાલિક આ જગ્યાએ કોઝવે બનાવવા જંક્શનના જાગૃત નાગરિક નરેશભાઈ(શામજીભાઈ) પોપટભાઈ જેઠવાએ ડેપ્યુટી કલેક્ટર સહિતના સતાવાળાઓને રજૂઆતો કરી છે.



રજૂઆત કરનાર યુવાનનું કહેવું છે કે, ગોંડલ સ્ટેટ વખતે તેમના બાપ-દાદાઓને આશરે 80 વીઘા ખેતીની જમીન મળી છે. આવી ખેતીની જમીનની આજુબાજુ ત્રણ ચેકડેમ આવેલા છે. તેમજ ડેડરવા અને જીથુડી હનુમાન દાદાની નદીઓ જયારે ચોમાસા દરમિયાન છલકાય ત્યારે બંને નદીઓ અને ચેકડેમોના પાણી ખેતીની જમીનની આસપાસ 8-10 મહિના સુધી નિકાલના અભાવે તળાવની માફક ભરાઈ રહે છે.
પરિણામે ખેડૂતોને ખેતર બળદ ગાળા ઉપરાંત નાના મોટા વાહનો લઇ જવા દુષ્કર બને છે. એટલુંજ નહિ આવી પાણી ભરવાની સમસ્યાથી ખેડૂતો પોતપોતાના ખેતરોમાં વાવેતર કરેલી ખેત જણસીઓની માવજત કરી શકતા નથી.
 નરેશભાઈએ રજુઆતમાં એવું પણ કહ્યું છે કે અત્યારે તેઓને પોતાના ખેતરે જવું હોય તો પહેલા 5 કિમિ દૂરના ડેડરવા ગામની સીમાથી જવું પડે છે. વર્ષો જુના આ પ્રશ્ને તાકીદે હલ કરી અહીં કોઝવે બનાવાય તેવી માંગ કરાઈ છે.
(કુલદીપ જે.જોશી, જેતલસર - 94095 30234 

ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલની મંજૂરી લેનાર વિશાલ મોઢા, વર્કિંગ પાર્ટનર ડો.તેજસ મોતીવારસ, ડો.દિગ્વિજયસિંહ જાડેજાને પણ આરોપી દર્શાવ્યા : હોસ્પિટલમાં રહેલી બેદરકારી અંગે માહિતી આપતા DCP મનોહરસિંહ

 પોલીસ એક્શન મોડમાં : રાજકોટના અગ્નિકાંડ મામલે ગોકુલ હોસ્પિટલના તબીબ પ્રકાશ મોઢા, તેજસ કરમટાની સહિત પાંચ સામે ફરિયાદ નોંધાઈ : ત્રણની અટકાયત


ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલની મંજૂરી લેનાર વિશાલ મોઢા, વર્કિંગ પાર્ટનર ડો.તેજસ મોતીવારસ, ડો.દિગ્વિજયસિંહ જાડેજાને પણ આરોપી દર્શાવ્યા : હોસ્પિટલમાં રહેલી બેદરકારી અંગે માહિતી આપતા DCP મનોહરસિંહ



રાજકોટઃ રાજકોટમાં ગોકુલ હોસ્પિટલ સંચાલિત ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના આઇસીયુમાં આગ લાગતા 5 દર્દીઓ જીવતા ભૂંજયા હતા. જે મામલે રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. આજે માલવીયાનગર પોલીસ મથકે ગોકુલ હોસ્પિટલના ડો.પ્રકાશ મોઢા, ડો.તેજસ કરમટા હોસ્પિટલની મંજૂરી લેનાર વિશાલ મોઢા, વર્કિંગ પાર્ટનર ડો.તેજસ મોતીવારસ, ડો.દિગ્વિજયસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને તમામની અટકાયત કરી કોવિડ ટેસ્ટ કરવામાં આવશે. આરોપીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેઓની ધરપકડ કરવામાં આવશે.


હોસ્પિટલમાં રહેલી બેદરકારી અંગે માહિતી આપતા ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગઈ તા.27ના રાત્રીના આશરે સાડા બારેક વાગ્યાની આસપાસ માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવીડ હોસ્પીટલના પ્રથમ માળે આઈ.સી.યુ. વોર્ડમાં કોઈ કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલો દોડી ગયો હતો. તાત્કાલીક બનાવવાની જગ્યાએ પહોંચી ફાયર બ્રિગેડની ટીમ સાથે મદદમાં રહી રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી.


વધુમાં ડીસીપીએ જણાવ્યું કે, બનાવની ગંભીરતા ધ્યાને લઈ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા તાત્કાલીક જગ્યાની વિઝીટ કરવામાં આવી હતી અને તેઓના સીધા માર્ગદર્શન હેઠળ તલસ્પર્શી તટસ્થ ન્યાયીક તપાસ થાય તે હેતુથી SIT ( Special Investigation Tearn )ની રચના કરવામાં આવી. જેમાં અધ્યક્ષ તરીકે ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા સભ્ય તરીકે એસીપી જે.એસ.ગેડમે અને એસ.ઓ.જી.શાખાના પીઆઇ . આર.વાય.રાવલની નિમણુંક કરવામાં આવી હતી. 


હોસ્પીટલમાં આગ લાગી ત્યારે કુલ -૩૩ કોરોના પોઝીટીવ દર્દીઓ સારવાર લઈ રહેલ હતા, જેમાંથી સાત દર્દીઓ આઈ.સી.યુ. વોર્ડમાં સારવારમાં દાખલ હતા. અન્ય દર્દીઓ આઈ.સી.યુ. રૂમની સામેના રૂમમાં તથા અન્ય વોર્ડમાં સારવાર લઈ રહ્યા હતા. આઈ.સી.યુ. વોર્ડમાં આગ લાગતા આ સાત દર્દીઓ પૈકી ત્રણ દર્દીઓના ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયા હતા. અને બે દર્દીઓને સારવાર અર્થે ગોકુલ હોસ્પીટલ, કુવાડવા રોડ ખાતે લઈ જવાતા તેમના પણ કરૂણ મૃત્યુ થયા હતા. જ્યારે બાકીના દર્દીઓને એબ્યુલન્સ વાહનો મારફત વિધાનગર મેઈન રોડ ઉપર આવેલ ગોકુલ હોસ્પીટલ તથા કુવાડવા રોડ ઉપર આવેલ ગોકુલ હોસ્પીટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા

ડીસીપીએ કહ્યું કે, આ બનાવ બાબતે માલવીયાનગર પોલીસ મથકે દર્દી કેશુભાઇ લાલજીભાઇ અકબરી (ઉ.વ. 50, રહે. ન્યુ શક્તિ સોસાયટી રાજકોટ), રામશીભાઇ મોતીભાઇ લોહ (ઉ.વ. 35, રહે. જસદણ, અર્જુનપાર્ક સોસાયટી, ધોરીયાની બાજુમાં), રસીકલાલ શાંતિલાલ અગ્રાવત (ઉ.વ. 56, રહે. શિવનગર શેરી નં. 2 , " રધુવીર ” , વેરાવળ - શાપર ), સંજયભાઇ અમૃતભાઇ રાઠોડ ઉ.વ. 27, રહે. પ્રહલાદ પ્લોટ 41, કેદાર કૃપા, કરણપરા ચોક) નીતીનભાઇ મણીલાલ બદાણી (ઉ.વ. 61, રહે. ઇસ્કોન ફ્લેટ, શનાળા જી.મોરબી)ની મૃત્યુ નોંધ લેવાઈ હતી. અને મૃતદેહોને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતા.


◆ પીએમ રીપોર્ટમાં ખુલાસો : એક દર્દીનું ગુગળાઈ જવાથી મોત થયું


પી.એમ. રૂમ ખાતે એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ રૂબરૂ ઈન્વેસ્ટ પંચનામાની કાર્યવાહી કરાવી પેનલ ડોકટર મારફતે ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન બનાવ સમયે ફરજ પર હાજર હોસ્પીટલ સ્ટાફ, ફાયર બ્રિગેડ સ્ટાફ, તેમજ કોવીડ હોસ્પીટલની મળેલ મંજુરી અંગેના લગત ડીપાર્ટમેન્ટના મંજુરીના કાગળો વગેરે દસ્તાવેજી પુરાવાઓ એકત્રીત કરી આ બનાવને લગત જરૂરી નિવેદનો નોંધવામાં આવ્યા હતા. તેમજ ઉદય શિવાનંદ કોવીડ હોસ્પીટલના સી.સી.ટી.વી ના રેકોર્ડીંગ ડી.વી.આર, કબ્જે લઈ પરીક્ષણ માટે એફ.એસ.એલ કચેરી ગાંધીનગર ખાતે તાત્કાલીક મોકલવામાં આવ્યા હતા. તેમજ આ બનાવમાં મરણજનાર પાંચેય દર્દીઓના પી.એમ, રીપોર્ટ આવતા કેશુભાઈ લાલજીભાઈ અકબરીનું મૃત્યુ ગુંગળામણના કારણે અને અન્ય મૃતકોનું દાઝી જવાથી મોત થયાનું સામે આવ્યું હતું.


◆ પોલીસ તપાસમાં હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી


તપાસ દરમિયાન જણાય આવેલ કે, હોસ્પીટલમાં આઈ.સી.યુ. વોર્ડનું ઈમરજન્સી એક્ઝીટ બંધ હાલતમાં તેમજ તેના દરવાજા પાસે મશીનરીની આડશથી અવરોધ ઉભો કરેલ હતો, આઈ.સી.યુ. વોર્ડમાં વેન્ટીલેશન ન હોવાને કારણે ધુમાડો થયેલ હતો, સેનેટાઈઝર જેવા જ્વલનશીલ પ્રવાહી વધુ માત્રામાં હતા, ઈમરજન્સી સમયે હોસ્પીટલમાંથી બહાર જવા માટે કોઈ ઈમરજન્સી દરવાજો ન હતો, ફક્ત ચાર ફુટની પહોળાઈ ધરાવતા પગથીયા વાટે જ ચડવા ઉતરવાની વ્યવસ્થા હતી. ફક્ત ગ્રાઉન્ડ ફ્લોરમાં નજીકના બે દરવાજા આપેલ હતા ત્યાં કોઈપણ જાતના ફાયર સાઈન બોર્ડ કે અન્ય કોઈ રીફલેકટર દ્વારા ઈમરજન્સી એક્ઝીટ દર્શાવેલ ન હતું. આઈ.સી.યુ.ના દરવાજાની પહોળાઈ ત્રણ ફુટ ચાર ઈંચ જેટલી હતી, આઈ.સી.યુ. પાસે રાખવામાં આવેલ ફાયર એસ્ટીમ્યુશર્સનો ફરજ પરનો હાજર પેરા મેડીકલ સ્ટાફ તાલીમના અભાવે ઉપયોગ કરી શકેલ નહીં. ફરજ પરના મેડીકલ સ્ટાફને હોસ્પીટલ સંચાલક દ્વારા ફાયર ફાઈટીંગ કે ઈમરજન્સી રેસ્કયુ અંગેની તાલીમ આપવામાં આવેલ ન હતી, ઈવેકયુએશન પ્લાન બનાવવામાં આવેલ ન હતો , ઓટોમેટીક પ્રીન્કલ રસીસ્ટમની વ્યવસ્થા ન હતી , NBC તથા NABHI & FIRE SAFETY ની ગાઈડ લાઈનનું પાલન થતું ન હતું.


◆ તબીબો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ


હોસ્પીટલના સંચાલકોની ગંભીર બેદરકારીના લીધે પાંચ દર્દીઓના મૃત્યુ થયા હોય ઉદય શિવાનંદ કોવીડ હોસ્પીટલનું સંચાલન કરતા ડો.પ્રકાશ મોઢા ( ચેરમેન - ગોકુલ લાઇફકેર પ્રા.લી.), વિશાલ મોઢા કે જેઓએ હોસ્પીટલની મંજુરી મહાનગરપાલીકા પાસેથી મેળવી છે તે તથા ડો.તેજસ કરમટા, ડો. તેજસ મોતીવારસ, ડો.દિગ્વીજયસિંહ જાડેજા તથા તપાસમાં નિકળે તેઓ વિરૂધ્ધ માલવીયાનગર પોલીસ મથકે ઇપીકો કલમ ૩૦૪ ( અ ), ૧૧૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓ ડો.પ્રકાશ મોઢા, તથા વિશાલ મોઢા તથા તેજસ કરમટાના કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ કરવામાં આવી છે. અને રીપોર્ટ આબે અટક કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આ ગુન્હાની આગળની તપાસ રાજકોટ તાલુકા પોલીસ મથકના પીઆઈ જે.વી.ધોળાને સોપવામાં આવી છે.

(સાભાર : સાંજસમાચાર)


રવિવાર, 29 નવેમ્બર, 2020

'મન કી બાત' : નવા કૃષિ કાયદાથી ખેડૂતોને અનેક અધિકાર મળ્યા કૃષિ સુધારોથી ખેડૂતોની મુશ્કેલી દૂર થઈ -પીએમ મોદી



નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતના માધ્યમથી દેશવાસીઓને સંબોધિત કરી રહ્યા છે. પીએમ મોદીએ મન કી બાતની શરૂઆત કરતાં કહ્યું કે, ભારતના લોકોને એક ખુશખબરી આપવા માંગું છું. દેવી અન્નપૂર્ણાની મૂર્તિ કેનેડાથી પરત આવી રહી છે જે કાશીથી ચોરી કરવામાં આવી હતી. પીએમ મોદીએ તેના માટે કેનેડા સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.


મન કી બાતમાં કૃષિ કાયદા વિશે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કૃષિ સુધારોથી ખેડૂતોની મુશ્કેલી દૂર થઈ રહી છે. પાકની ખરીદીના ત્રણ દિવસ બાદ જ ખેડૂતોને ચૂકવણી થઈ જાય છે. સંસદે કૃષિ કાયદાને સ્વરૂપ આપ્યું છે.
 વડાપ્રધાને કહ્યું કે, મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના ખેડૂત જિતેન્દ્ર ભોઇજીએ નવા કૃષિ કાયદાનો ઉપયોગ કેવી રીતે કર્યો તે આપને પણ જાણવું જોઈએ. હવે જ્યારે આ કાયદાની તાકાત આપણા ખેડૂતો પાસે છે તો તેમની સમસ્યાનું સમાધાન તો થવાનું જ હતું, તેઓએ ફરિયાદ કરી અને થોડાક જ દિવસમાં તેમની બાકી રકમની ચૂકવણી કરી દેવામાં આવી.


ચોરાઉ મુદ્દામાલ સાથે ભાયાવદર-ઉપલેટાના 2 શખ્સને ઝડપી લેતી રાજકોટ રૂરલ પોલીસ ત્રીજાને શોધતી પોલીસ : તસ્કર બેલડીએ 7 ચોરી કબૂલી

16300 રોકડ, 4 મોબાઈલ અને ચોરીના સાધનો કબ્જે કરતી પોલીસ

રાજકોટ: રાજકોટ રૂરલ પોલીસે ભાયાવદર અને ઉપલેટામાંથી 2 શખ્સોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. બંને શખ્સો ચોરી કરવા માટે GPS મેપનો ઉપયોગ કરતા હતા. પોલીસ તપાસમાં આ શખ્સોએ માત્ર ભાયાવદર અને ઉપલેટામાં જ નહીં પરંતુ મહારાષ્ટ્ર રાજ્ય સહિત 7 જગ્યા પર ચોરી કરી હોવાનું કબૂલ કર્યું છે. હાલ પોલીસે બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે.



રાજકોટ રૂરલ પોલીસને માહિતી મળી હતી કે, ભાયાવદર અને ઉપલેટા વચ્ચે ઝૂંપડામાં બે શખ્સો ચોરીના મુદ્દામાલના ભાગ પાડી રહ્યાં છે. જેથી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા આરોપી સાયમલ ઉર્ફે સાયમંડ ભાભોર અને કોલેજ ઉર્ફે કોયલો મીનાના નામના બંને શખ્સો પાસેથી ચોરેલા  16300 રોકડ, 4 મોબાઈલ અને ચોરીના સાધનો પોલીસે કબ્જે કર્યા હતા..બંને તસ્કરોએ  જેન્તી જવસિંગ પલાસ સાથે મળી 7 ચોરી કાર્યનું કબુલતા હવે પોલીસ જેન્તિને શોધી રહી છે.


મોરબી જીલ્લા ભાજપ કાર્યાલયનું ઉદ્દઘાટન કરતા રાજકોટના સંસદ મોહનભાઇ કુંડારીયા

રાજકોટ :  મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથારિયા મોરબી-માળીયા(મી) ના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, ગુજરાત રાજયના પૂર્વ રાજ્ય મંત્રી જયંતીભાઈ કવાડીયા,પૂર્વ જીલ્લા ભાજપના પ્રમુખ રધુભાઇ ફડારા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવિયા, 


મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જા રીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદળીયા, મોરબી શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કુંજારીયા. મોરબી જીલ્લા યુવાભાજપ ઉપપ્રમુખ જીગ્નેશ કૈલા, મોરબી તાલુકા યુવા ભાજપ પ્રમુખ વિશાલે ઘોડાસરા તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કોડીનારના નાગડકાની પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરાયું


રાજકોટ : તારીખ 28/11/20 ના રોજ પર્યાવરણ સમિતિ, શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા નાગડકા પ્રાથમિક શાળા ખાતે વૃક્ષોરોપણ કરવામાં આવેલ. પર્યાવરણ સમિતિ, શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા આયોજીત રાષ્ટ્રીય સ્પર્ધા જલોહાણા ગ્રીન વોરીયંસ૬ ના વિજેતા શ્રી યશભાઈ આડતિયા ને શ્રી લોહાણા મહાપરિષદ, પર્યાવરણ સમિતિના રાષ્ટ્રીય મંત્રી શ્રી ભાવિનભાઈ જોબનપુત્રા, રાષ્ટ્રીય કારોબારી સભ્ય શ્રી રવિરાજભાઈ ઠકરાર તથા રમતગમત સમિતિ ના રાષ્ટ્રીય મંત્રી શ્રી પ્રકાશભાઈ ઠકરાર દ્વારા મેમેન્ટો તથા સર્ટીફિકેટ આપીને સન્માનીત કર


વામાં આવેલ. 



શ્રીમતી ક્રિષ્નાબેન ઠકરાર, શ્રીમતી ખ્યાતીબેન માણેક તથા નાગડકા પ્રાથમિક શાળાના આચાર્યા શ્રીમતી પલ્લવીબેન મેહતા, શ્રી નરોત્તમભાઈ સેંજલીયા, શ્રી યોગેશભાઈએ પિત્રોડા, શ્રીમતી વિજયાબેન દાણીધારીયા તથા પર્યાવરણ પ્રેમીઓ દ્વારા પર્યાવરણ સમિતિના કવુક્ષો વાવો.. ધરતી બચાવો અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવેલ તથા લયુઝ ક્લોથ બેગ અભિયાનનું કેમ્પઈનીંગ કરવામાં આવેલ. પર્યાવરણ સમિતિ, શ્રી લોહાણા મહાપરિષદ ના અધ્યક્ષ શ્રીકિરીટભાઈ ભીમાણી દ્વારા સૌ પર્યાવરણ પ્રેમીઓને શુભેચ્છાઓ પાઠવામાં આવેલ અને ટેલીફોનીક રીતે પોતાનો રાજીપો વ્યકત કરેલ.

"કાલે છાયા ચંદ્રગ્રહણનો અદ્દભૂત અવકાશી નજારો"



ભારતના પૂર્વ ભાગમાં ગ્રસ્તોદય સ્થિતિમાં ૧૫ મિનિટ સુધી જોવા મળશે. ગ્રહણની અવધિ ૪ કલાક ને ૨૩ મિનિટ રહેશે : ટેલીસ્કોપથી ચંદ્ર બિંબ ઉપરનો બદલાવ, પ્રકાશના ફેરફારો જોઈ શકાય છે. વિજ્ઞાન જાથા ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપશે.

અમદાવાદ : આજે ભારતના પૂર્વ ભાગમાં ગ્રસ્તોદય સ્થિતિમાં જયારે વિશ્વના અમુક દેશો-પ્રદેશોમાં છાયા-માધે ચંદ્રગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો બનવાનો છે. ટેલીસ્કોપ દૂરબીનથી ગ્રહણની ગતિવિધિ, તેજસ્વીતામાં ફેરફારો, પડછાયાની કરામત સ્પષ્ટ જોવા મળશે. વિશ્વના પ્રદેશોમાં આશરે ૪ કલાક ૨૩ મિનિટનો ગ્રહણનો અવધિનો સમય છે. ભારતના પૂર્વ ભાગમાં માત્ર ૧૫ મિનિટનો અવકાશી નજારો જોવા મળવાનો છે. ગુજરાતમાં આ ગ્રહણ જોવા મળશે નહીં. રાજયમાં ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી લોકોને આપશે.



ભારતીય સમય મુજબ ગ્રહણ સ્પર્શ : ૧૨ કલાક ૫૯ મિનિટ ૪૧ સેકન્ડ પ્રારંભ થઈ સાંજે ગ્રહણ મોક્ષ : ૫ કલાક ૨૫ મિનિટ ૩૨ સેકન્ડની અવધિ છે. ભારતના પુર્વ ભાગમાં અલ્હાબાદ, બાલી, ભાગલપુર, ભુવનેશ્વર, બોકારો, કટક, ગોરખપુર, જમશેદપુર, લખનઉં, પટણા, ગૌહાટી, ગયા, કાનપુર, મુઝફરપુર, રાંચી વિગેરે વિસ્તારોમાં ૧૫ મિનિટ સુધીનો ગ્રહણ મોક્ષ સમયનો આહલાદક અદ્દભુત નજારો જોઈ શકાશે અને ફોટોગ્રાફી-વિડીયોગ્રાફી કરી શકાશે.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે, રાજયમાં ગ્રહણ દેખાવાનું નથી છતાં પસંદગીના સ્થળોએ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સોશ્યલ ડિસ્ટન્સ જાળવી નિદર્શન સાથે ચા-નાસ્તાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ચંદ્ર ગ્રહણના વિવિધ પ્રકારો, તેમાં છાય. ગ્રહણમાં તેજસ્વીતામાં ફેરફાર, પડછાયાની કરામત ઉપર સમજણ આપવામાં આવશે.


મોરબી જિલાના ખેડૂતોને સૌની યોજનાનું પાણી આપી રવિ સીઝનમાં મદદ કરો


રાજકોટ : મોરબી જીલ્લાના અનેક ગામો સિંચાઈની સુવિધાથી વંચિત છે અને રવિપાક લેવાની સીઝન આવી છે જેથી સિંચાઈ વિહોણા ગામોને સૌની યોજના કેનાલમાંથી સિંચાઈ સુવિધા આપવામાં આવે તેવી માંગ સંસ્થાએ કરી છે.



રાજ્યના મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે સૂકી ખેતીમાં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ , એટલે કે સૂકી દુષ્કાળ અને લીલો દુષ્કાળ નો ભય રહેતો હોય છે. જેના કારણે આ વિસ્તારના ખેડૂતો ખેતીનો વ્યવસાય છોડી ને અન્ય જગ્યા એ મજૂરી કામો માટે પોતપોતાના ગામો છોડી રહ્યા છે. મોરબી જિલ્લાના વર્ષામેડી, બોડકી, ખીરસરા, બગસરા, ચમનપર, નાનાભેલા, જાજા સાર, ભાવપર, લક્ષ્મીવાસ કુંતાસી, રાજપર, તેમજ અન્ય ગામોની તપાસ કરવી ને જાત માહિતી મેળવી શકો છો. જો કે અન્ય ગામો ની પણ સારી સ્થિતિ નથી.

મોરબી માળીયા વિધાન સભા ની પેટા ચૂંટણી ના પ્રચાર અર્થે મોરબી મુકામે યોજવામાં આવેલ જાહેર સભામાં આપે આ વિસ્તારના સિંચાઇ ના પ્રશ્ને ચિંતા વ્યક્ત કરી હતી જેથી સિંચાઈનો પ્રશ્ન તાકીદ ઉકેલવા માંગ કરી છે. આ વિસ્તારમાં સૌની યોજનાનાના મધર ડેમ એવા મચ્છુ-2 ડેમ માથી તેમજ અન્ય મચ્છ.3 ડેમ માથી કેનાલ દ્વારા આ વિસ્તારને સિંચાઇનું પાણી આપવા બાબતે જરૂર ન્યાય આપવા માંગ કરાઈ છે.


ગોંડલમાં રાજમાર્ગોની ફુટપાથોનું નવીનીકરણ પેવર બ્લોકથી મઢવાંનું શરુ


ગોંડલ તા.29 (જીતેન્દ્ર આચાર્ય દ્વારા)

ગોંડલ શહેર નાં મોટાં ભાગનાં રાજમાર્ગો સહીત રોડ રસ્તા ટનાટન બન્યાં બાદ ધારાસભ્ય તથા નગરપાલિકા દ્વારા રાજમાર્ગો ની ફુટપાથો ને પેવર બ્લોક થી મઢવા નું કાયૅ શરું કરાયું હોય ગંદાળા દરવાજા થી શ્યામ વાડી ચોક સુધી રુ.44 લાખ નાં ખર્ચે બની રહેલી ફુટપાથો નું ખાત મુહુર્ત માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ના હસ્તે કરાયું હતું.


 



સંસ્કૃતિ સજંક મહારાજા ભગવતસિંહજી નાં રાજવી કાળ માં રોડ રસ્તા અને પહોળી ફુટપાથો વિશ્રવ કક્ષાએ પ્રખ્યાત હતી. મહારાજા ની નગરરચનાં ચિરંજીવી બની રહે તે માટે સર્ચ્યુત કામગીરી નાં ભાગ રુપે ધારાસભ્ય ગીતાબા જાડેજા નાં માગૅદશન હેઠળ નગરપાલિકા નાં પ્રમુખ અશોકભાઈ પીપળીયા,ઉપ પ્રમુખ અપૅણા બેન આચાર્ય, કારોબારી અધ્યક્ષ પૃથ્વી સિંહ જાડેજા સહીત નાં તંત્ર દ્વારા રાજમાર્ગો નાં આધુનિકરણ માટે કટિબદ્ધ બની ફુટપાથો પર પેવર બ્લોક, અધતન લાઇટીંગ,વૃક્ષારોપણ સહીત ની કામગીરી શરું કરાઇ છે.ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર માં સિમેન્ટ નાં રોડ રસ્તા બનાવવાં ગોંડલ નગરપાલિકા અવ્વલ સ્થાન ધરાવે છે.ત્યારે ફુટપાથો નું કાયૅ યુદ્ધ નાં ધોરણે શરું કરાયું હોય જયરાજસિંહ જાડેજા દ્વારા અપાયેલું આધુનિક ગોંડલ નાં સુત્ર વેગવંતુ બન્યું છે.
********


સંતુલિત આહાર, યોગ્ય દવાઓ અને કાળજીભરી માવજત નો સરવાળો એટલે સિવિલ હોસ્પિટલની સારવાર -રાજકોટના રહીશ રવિકિરણભાઈ


રાજકોટ - રાજકોટના ભુપેન્દ્ર રોડ ખાતે રહેતા શ્રી રવિકિરણભાઈ કોટકે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલની સારવાર એટલે સંતુલિત આહાર
, યોગ્ય દવાઓ અને કાળજીભરી માવજતનો સરવાળો છે.

૨૮ નવેમ્બરે રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ ખાતેથી આઠ દિવસની કોરોનાની સઘન સારવાર લઈને કોરોના મુક્ત થયેલા દર્દી શ્રી રવિ કિરણભાઈએ તેમને મળેલ સારવારનો પ્રતિભાવ આપતા કહ્યું હતું કે વિશ્વભરમાં ફેલાયેલી કોરોનાની મહામારીનો સામનો કરવામાં રાજ્યનું આરોગ્ય તંત્ર ખડે પગે નાગરિકોની સેવામાં હાજર રહ્યું છે ત્યારે રાજ્યના નાગરિકોએ સરકારી સારવારનો જ આગ્રહ રાખવો જોઈએ કેમ કે અહીં બધુ ઉત્તમ કક્ષાનું જ મળે છે. મારી પાસે વિડીયો કોલ થઈ શકે તેવો મોબાઈલ ન હોવાથી અહીંના સ્ટાફે મને વિડીયોકોલ મારફતે મારા ઘરના સભ્યો સાથે વાત કરાવી હતી અને એક ઘરના સભ્યની જેમ મારો ખ્યાલ રાખ્યો છે તે બદલ હું તેમનો સદા ઋણી રહીશ.

શ્રી રવિકિરણભાઈ માસ્ક પહેરવા, સમયે સમયે હાથ સેનેટાઈઝ કરવા અને સામાજિક અંતર જાળવવા લોકોને આગ્રહ કરે છે અને કોરોનાની મહામારીનો સામનો કરવામાં રાજ્ય સરકારના પ્રયાસોને મદદરૂપ થવા પણ જણાવે છે.