અનુયાયીઓ

રવિવાર, 29 નવેમ્બર, 2020

"કાલે છાયા ચંદ્રગ્રહણનો અદ્દભૂત અવકાશી નજારો"



ભારતના પૂર્વ ભાગમાં ગ્રસ્તોદય સ્થિતિમાં ૧૫ મિનિટ સુધી જોવા મળશે. ગ્રહણની અવધિ ૪ કલાક ને ૨૩ મિનિટ રહેશે : ટેલીસ્કોપથી ચંદ્ર બિંબ ઉપરનો બદલાવ, પ્રકાશના ફેરફારો જોઈ શકાય છે. વિજ્ઞાન જાથા ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપશે.

અમદાવાદ : આજે ભારતના પૂર્વ ભાગમાં ગ્રસ્તોદય સ્થિતિમાં જયારે વિશ્વના અમુક દેશો-પ્રદેશોમાં છાયા-માધે ચંદ્રગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો બનવાનો છે. ટેલીસ્કોપ દૂરબીનથી ગ્રહણની ગતિવિધિ, તેજસ્વીતામાં ફેરફારો, પડછાયાની કરામત સ્પષ્ટ જોવા મળશે. વિશ્વના પ્રદેશોમાં આશરે ૪ કલાક ૨૩ મિનિટનો ગ્રહણનો અવધિનો સમય છે. ભારતના પૂર્વ ભાગમાં માત્ર ૧૫ મિનિટનો અવકાશી નજારો જોવા મળવાનો છે. ગુજરાતમાં આ ગ્રહણ જોવા મળશે નહીં. રાજયમાં ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી લોકોને આપશે.



ભારતીય સમય મુજબ ગ્રહણ સ્પર્શ : ૧૨ કલાક ૫૯ મિનિટ ૪૧ સેકન્ડ પ્રારંભ થઈ સાંજે ગ્રહણ મોક્ષ : ૫ કલાક ૨૫ મિનિટ ૩૨ સેકન્ડની અવધિ છે. ભારતના પુર્વ ભાગમાં અલ્હાબાદ, બાલી, ભાગલપુર, ભુવનેશ્વર, બોકારો, કટક, ગોરખપુર, જમશેદપુર, લખનઉં, પટણા, ગૌહાટી, ગયા, કાનપુર, મુઝફરપુર, રાંચી વિગેરે વિસ્તારોમાં ૧૫ મિનિટ સુધીનો ગ્રહણ મોક્ષ સમયનો આહલાદક અદ્દભુત નજારો જોઈ શકાશે અને ફોટોગ્રાફી-વિડીયોગ્રાફી કરી શકાશે.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે, રાજયમાં ગ્રહણ દેખાવાનું નથી છતાં પસંદગીના સ્થળોએ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સોશ્યલ ડિસ્ટન્સ જાળવી નિદર્શન સાથે ચા-નાસ્તાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ચંદ્ર ગ્રહણના વિવિધ પ્રકારો, તેમાં છાય. ગ્રહણમાં તેજસ્વીતામાં ફેરફાર, પડછાયાની કરામત ઉપર સમજણ આપવામાં આવશે.


ટિપ્પણીઓ નથી: