16300 રોકડ, 4 મોબાઈલ અને ચોરીના સાધનો કબ્જે કરતી પોલીસ
રાજકોટ: રાજકોટ રૂરલ પોલીસે ભાયાવદર અને ઉપલેટામાંથી 2 શખ્સોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. બંને શખ્સો ચોરી કરવા માટે GPS મેપનો ઉપયોગ કરતા હતા. પોલીસ તપાસમાં આ શખ્સોએ માત્ર ભાયાવદર અને ઉપલેટામાં જ નહીં પરંતુ મહારાષ્ટ્ર રાજ્ય સહિત 7 જગ્યા પર ચોરી કરી હોવાનું કબૂલ કર્યું છે. હાલ પોલીસે બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે.
રાજકોટ રૂરલ પોલીસને માહિતી મળી હતી કે, ભાયાવદર અને ઉપલેટા વચ્ચે ઝૂંપડામાં બે શખ્સો ચોરીના મુદ્દામાલના ભાગ પાડી રહ્યાં છે. જેથી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા આરોપી સાયમલ ઉર્ફે સાયમંડ ભાભોર અને કોલેજ ઉર્ફે કોયલો મીનાના નામના બંને શખ્સો પાસેથી ચોરેલા 16300 રોકડ, 4 મોબાઈલ અને ચોરીના સાધનો પોલીસે કબ્જે કર્યા હતા..બંને તસ્કરોએ જેન્તી જવસિંગ પલાસ સાથે મળી 7 ચોરી કાર્યનું કબુલતા હવે પોલીસ જેન્તિને શોધી રહી છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો