રાજકોટ - રાજકોટના ભુપેન્દ્ર રોડ ખાતે રહેતા શ્રી રવિકિરણભાઈ કોટકે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલની સારવાર એટલે સંતુલિત આહાર, યોગ્ય દવાઓ અને કાળજીભરી માવજતનો સરવાળો છે.
૨૮ નવેમ્બરે રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ ખાતેથી આઠ દિવસની કોરોનાની સઘન સારવાર લઈને કોરોના મુક્ત થયેલા દર્દી શ્રી રવિ કિરણભાઈએ તેમને મળેલ સારવારનો પ્રતિભાવ આપતા કહ્યું હતું કે વિશ્વભરમાં ફેલાયેલી કોરોનાની મહામારીનો સામનો કરવામાં રાજ્યનું આરોગ્ય તંત્ર ખડે પગે નાગરિકોની સેવામાં હાજર રહ્યું છે ત્યારે રાજ્યના નાગરિકોએ સરકારી સારવારનો જ આગ્રહ રાખવો જોઈએ કેમ કે અહીં બધુ ઉત્તમ કક્ષાનું જ મળે છે. મારી પાસે વિડીયો કોલ થઈ શકે તેવો મોબાઈલ ન હોવાથી અહીંના સ્ટાફે મને વિડીયોકોલ મારફતે મારા ઘરના સભ્યો સાથે વાત કરાવી હતી અને એક ઘરના સભ્યની જેમ મારો ખ્યાલ રાખ્યો છે તે બદલ હું તેમનો સદા ઋણી રહીશ.
શ્રી રવિકિરણભાઈ માસ્ક પહેરવા, સમયે સમયે હાથ સેનેટાઈઝ કરવા અને સામાજિક અંતર જાળવવા લોકોને આગ્રહ કરે છે અને કોરોનાની મહામારીનો સામનો કરવામાં રાજ્ય સરકારના પ્રયાસોને મદદરૂપ થવા પણ જણાવે છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો