અનુયાયીઓ

ગુરુવાર, 21 જુલાઈ, 2011

જેતપુર ના કારખાનેદાર જીતુભાઈ ને મરવા મજબુર કરનાર તહોમતદારોની આગોતરા જામીનની સુનાવણી ૨૫.૭ ના દિવસે

જેતપુર ના કારખાનેદાર જીતુભાઈ ને મરવા મજબુર કરનાર કેતન કોયાણી સહીત ના તહોમતદારો એ જેતપુર ની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જેમાં અગાઉ ત્રણ ચાર તારીખો પડ્યા બાદ ગઈ કાલે વધુ એક તારીખ ૨૫.૭.૨૦૧૧ PADI હોવાનું જાણવા મળે છે.
જીતુભાઈ પોતાની સુસાઈડ નોટમાં જે તહોમતદારોના નામો લખતા ગયા છે તેમાં કેતન કોયાણી, મુકેસ પરસાણા, HITESH કોયાણી, કપિલ પરસાણા, નાયબ મામલતદાર પરમાર, પરમારનો ભત્રીજો કિશોર પરમાર,પુંજા આહીર, વિગેરેનો સમાવેશ થાય છે.
આ તમામ શખ્શો કોઈ પણ ભોગે છૂટવા ખુબ ધમ પછાડા કરી રહ્યા છે. પણ પોલીસે એવા પુરાવાઓ હાથ કર્યાં છે કે તહોમતદારોને છૂટવું મોંઘુ પડશે તેવું જાણકારો કહે છે. (કશ્યપ જોશી) : (૯૯૭૪૨૬૨૮૧૨)

જેતપુર નો ભાદર ડેમ હવે ૧૦ ફૂટ વરસાદી જળ આવે તો છલકાશે

જેતપુર ની પ્રજા માટે જીવાદોરી સમાન ભાદર ડેમ અત્યારે 25.30 ફૂટ જળ થી ભરાઈ ગયો છે. જો હજુ પણ સારી MEGH કૃપા થઇ અને ૧૦ ફૂટ વરસાદી જળ આવે તો ભાદર ડેમ છલકાઈ જશે તેવું સરકારી સુત્રો જણાવે છે.

(તમારી આજુબાજુ બનતા સમાચારો આપવા મળો , કશ્યપ જોશી પત્રકાર જેતપુર 9974262812 ) જેતપુર વિસ્તારના સમાચારો ને પ્રાથમિકતા અપાશે.

જેતપુર પોલીસ ને તહોમતદારો મળતા નથી.


જેતપુરના કારખાનેદાર જીતુભાઈ પટેલ ને મારવા મજબુર કરનારા ભૂ માફિયા એવા આઠ તહોમતદારો પોલીસ ને મળતા ના હોય કોઈ ની નજરમાં પડે તો જાણ કરવા અપીલ કરી છે.
પોલીસ તંત્ર માટે નામોશી ભરેલી વાત એવી છે કે જેતપુર ના ભરત કામ ના કારખાનેદાર જીતુભાઈ ગોન્દલીયા એ તાજેતરમાં કેતન કોયાણી સહીત આઠ ભૂ માફિયા ના ત્રાસ થી આપઘાત કરી લીધો હતો.
પોલીસ એ સરુઆતમાં માં આ ઘટનાની તપાસ માટે ભારે ડોળ કર્યો. ચાર ચાર તપાસ એજન્સી ને આ બનાવ ની તપાસ સોંપી પણ કોઈ થોમત્દારોને પકડી ના શક્યું.
આ ઘટનાના આરોપી ઓને પકડવા આંદોલન પણ કરવું પડ્યું. છતાં આજની તારીખે જીતુભાઈ ને મારવા મજબુર કરનારા પકડાયા નથી.
છેવટે પોલીસે હવે લોકો સામે અપીલ નો ખોળો પાથરી અનુરોધ કર્યો છે કે તમોને કેતન કોયાણી સહીત કોઈ જોવા મળે તો અમોને જાણ કરશો. આ તમામ આરોપીઓને પકડવા જેતપુર ધોરાજી વીરપુર પોલીસ રીતસરની ધંધે લાગી છે.

જેતપુર માં લુક્ખાઓનો ત્રાસ વિપ્ર યુવતીની છેડતી કરી ધમકી આપી


જેતપુર શહેર માંલુક્ખા ટપોરીઓ ફાટી ને ધુમાડે ગયાનું જોવા મળે છે, અહી ળી તંત્ર ની કોઈને બીક નથી. દારુ જુગારના હાટડા પણ ચારે બાજુ જોવા મળે છે. પોલીસ ને કોઈ ફરિયાદ કરે તો માત્ર કામગીરી રૂપ દોડધામ કરે છે.ગઈ કાલે જેતપુર માં સુરેશ ભાઈ પંડયાની પુત્રી અમી ને બાઈક પાછળ બેસવાનું કહી Eક ટપોરી એ જતા જતા અમી ને મારી નાખવા ની ધમકી આપતા પોલીચે માં ફરિયાદ કરી છે. પોલીસે આ લુખ્ખાની અટક કરી છે કે કેમ તે રામ જાણે પણ અહી રોમીયોગીરી વધી છે તે સૌ જાણે છે . ગોંડલમાં ટપોરીઓની ધોલાઈ ધોલાઈ કરે તેમ જેતપુરપોલીસ ટપોરીઓને ના ધોકાવી શકે તેવો સવાલ ઉઠાવાયો છે..
અહી એમ પણ લખવું વાજબી લાગે છે કે જેતપુર માં ટપોરી ઓ મોદી રાત સુધી બર્મુડા પહેરી બાઈક લઈને ફરતા હોય છે પણ પોલીસ તેઓનો વાળ વાંકો કરી શક્તિ નથી. જો પોલીસ લોકોની સલામતી વિષે નહિ વિચારે તો અહી અસામાજિક તત્વો ને મોકળું મેદાન મળી જશે . બહેન દીકરીયું ની છેડતી થતી રહેશે. લાજ લુંટાતી રહેશે. બળાત્કાર થતા રહેશે. ગુનાખોરી નું પ્રમાણ વધતું રહેશે.

મંગળવાર, 19 જુલાઈ, 2011

JETPUR BHADAR DEM NI SAPATI 25 FUT PAR PAHONCHATA JETPUR VAASIOMA AANAND

JETPURMA ZARMAR ZARMAR VARSAAD

‘‘સૌનો સાથ સૌનો વિકાસ'' - ‘‘આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો '' પ્રકાશનોનું મુખ્યામંત્રીશ્રીએ કર્યું વિમોચન





મુખ્યામંત્રી શ્રી નરેન્દ્રિભાઇ મોદીએ તાલુકા સશકિતકરણ માટેના ‘‘આપણો તાલુકા વાઇબ્રન્ટુ તાલુકો''ના કાર્યક્રમ અમલીકરણની મહેસૂલ વિભાગે પ્રકાશિત કરેલી માર્ગદર્શિકા અને માહિતી વિભાગના ‘‘સૌનો સાથ સૌનો વિકાસ'' વિકાસ સિધ્ધિમ વિષયક પુસ્તણકનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, રાજ્યત મંત્રી શ્રી પ્રદિપસિંહજી જાડેજા, મોહનભાઇ કુંડારીયા તથા શ્રી લીલાધરભાઇ વાઘેલા અને મુખ્યર સચિવ શ્રી એ.કે.જોતી, ગ્રામ વિકાસના અધિક મુખ્યે સચિવ શ્રી આર.એમ.પટેલ, માહિતી અને પ્રસારણ વિભાગના અગ્રસચિવ શ્રી કે.કૈલાસનાથન ઉપસ્થિાત રહ્યા હતા.

રાષ્ટ્રા વિરોધી અને ગુનાહિત કૃત્યોકમાં સંડોવાયેલ પતિની રાષ્ટ્રપહિતમાં માહિતી આપનાર રેશમાબેનને રૂ.25000/-નું ગૃહ રાજ્યક મંત્રી શ્રીના વરદ્‌હસ્તેન ઇનામ અપાયું હિંમતપૂર્વક પોલીસને બાતમી આપીને રેશમાબહેને રાષ્ટ્ર હિત અને માનવતાનું પ્ર


હિંમતપૂર્વક પોલીસને બાતમી aઆપીને રેશમાબહેને રાષ્ટ્ર હિત અને માનવતાનું પ્રસંશનીય પ્રેરણાદાયી કાર્ય કયું છે - ગૃહ રાજ્યે મંત્રી શ્રી પ્રફુલભાઇ પટેલ


આતંકી અનેક ગુનાહિત કૃત્યોણમાં સંડોવાયેલ પોતાના પતિની રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓની પોલીસને હિંમતપૂવર્ક બાતમી આપીને પ્રસંશનીય માનવતા અને રાષ્ટ્ર હિતનું કામ કરનાર રેશ્માેબેન રંગરેજને તેમના ઘરે જઇને ગૃહ રાજ્યે મંત્રી શ્રી પ્રફુલભાઇ પટેલે રાજ્યન સરકાર વતી તેની કદર રૂપે રૂા.25000/- નો ચેક ઇનામરૂપે આપ્યોત હતો. આ પ્રસંગે રાજ્યર પોલીસ મહાનિદેશક શ્રી ચિતરંજન સિંઘ, પોલીસ કમિશનર શ્રી સુધીર સિન્હાન, સંયુકત પોલીસ કમિશનર શ્રી અતુલ કરવાલ ઉપસ્થિ5ત રહ્યા હતા.
રાજ્યરના ગૃહ રાજ્યસ મંત્રી શ્રી પ્રફુલભાઇ પટેલે રેશમાબેનની હિંમતને બિરદાવતાં જણાવ્યુંક હતું કે, પોતાના જ પતિ દ્વારા કરાતી ગુનાહિત પ્રવૃત્તિની માહિતી પોલીસ અને રાજ્યિ સરકારને આપીને રેશમાબેને હિંમતનું કામ કયું છે. રાજ્યત સરકારે પ્રસંશાના પ્રતિકરૂપે આ રોકડ ઇનામ આપ્યું છે. એક મહિલા હોવા છતાં ડર્યા વગર અને પોતાના વ્યપકિતગત સ્વાિર્થ કે સાંસારિક જીવન કરતાં સમાજજીવન અને માનવતાને પ્રાધાન્યો આપીને જે હિંમતનું કાર્ય કર્યું છે તે સમાજ માટે પ્રેરણારૂપ છે. તેમણે સ્વ હિત કરતાં માનવ સમાજની સુરક્ષાની ચિંતા કરીને પોતાના પતિની બાતમી આપી છે તે પ્રસંશાને પાત્ર છે તેમ ગૃહ રાજ્યા મંત્રીશ્રીએ કહ્યું હતું. રેશમા બહેને માનવ જાતિ માટે કામ કર્યું છે, મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રનભાઇ મોદીએની હિન્દુ -મુસ્લીબમ નહિ પણ છ કરોડ ગુજરાતીઓની વાતને સમર્થન આપીને કોમી એકતાની ભાવનાને ઉજાગર કરી છે.
રાજ્યનના પોલીસ મહાનિદેશક શ્રી ચિતરંજન સિંઘે કહ્યું હતું કે, રેશ્મામબહેને પરિવાર કરતાં માતૃભૂમિ અને દેશહિતને પ્રાધાન્યહ આપી કોમી ભાઇચારાનું ઉદાહરણ પુરૂ પાડયું છે. લઘુમતિ કોમની અનેક વ્ય કિતઓએ આપેલી આવી માહિતીને આધારે ઘણા ગુના પકડી શકાયા છે.
અમદાવાદ પોલીસ કમિશનર શ્રી સુધીર સિંહાએ રેશમાબહેનની ઇચ્છાા હશે તો અમે તેમને ટ્રાફિક બ્રિગેડમાં નોકરી આપીશું અને તેમને સુરક્ષાની જરૂર હશે તો તે પણ આપીશું તેમ તેમણે કહ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા રૂા.25000/-નો ચેક સ્વીપકાર કરનાર રેશમાબહેને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, માનવજાતની સુરક્ષા અને હિત માટે હું હંમેશા કાનુનનો સાથ આપીશ. માનવજાતની સુરક્ષાને ભયમાં મુકી ગેરકૃત્યવ આપનાર પોતાના પતિની વિરૂધ્ધામાં સરકારને મદદ કરવા દરેક મહિલાઓએ હિંમતભેર આગળ આવવું જોઇએ. રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનાર પતિને સાથ ન આપવો જોઇએ અને તેને સમાજની સામે લાવવો જોઇએ.
મુંબઇમાં ગોરેગાંવ વિસ્તાથરમાં ઉછરેલી અને અંગ્રેજી માધ્ય માં ધોરણ-12 સુધીનો અભ્યાતસ કરનાર રેશ્માેબેનને પોતાના પતિની વિરૂધ્ધેમાં પોલીસને બાતમી આપી નિર્દોષના જાન બચાવવામાં અને પોતાના પતિના કૃત્યોાની સજા માટે કરેલ કામ માટે ગર્વ વ્યરકત કર્યો હતો અને આવા ખોટા કામ કરનાર પતિઓના ગુનાઓને બહાર લાવવા મહિલાઓને હિંમત દાખવવા અપીલ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીનો કોટડાસાંગાણી તાલુકાનો જુલાઇ માસનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

રાજકોટ,
મુખ્યમંત્રીશ્રીના તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત કોટડાસાંગાણી તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા. ર૭-૭-૧૧ના રોજ ૧૧-૦૦ કલાકે યોજવામાં આવશે.
મામલતદાર કચેરી, કોટડાસાંગાણી ખાતે તાલુકા મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રી, કોટડાસાંગાણીના અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં આ કાર્યક્રમમાં નીચે દર્શાવેલ પ્રકારની અરજીઓ સ્વીકારવામાં આવશે.
(૧) તાલુકા સ્વાગત માં અરજી કરતાં પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય. (૨)તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખીતમાં રજુઆત કરેલી હોવી જોઇએ અને અનિર્ણિત હોય. (૩)આ કાર્યક્રમમાં રજુ થતાં પ્રશ્નો ગ્રામ અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા હોવા જોઇએ. તે સિવાયના પ્રશ્નો હોય તો જે તે સક્ષમ કચેરીને રજુઆત કરવી. (૪)આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે. (૫)આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે, સામુહિક રજુઆતો નહિ.
ઉપર મુજબની કેટેગરીમાં આવતી અરજીઓજ ધ્યારનમાં લેવામાં આવશે. તે સિવાયની અરજીઓ ધ્યાનનમાં લેવામાં આવશે નહીં, તેમ મામલતદારશ્રી, કોટડાસાંગાણીની યાદીમાં જણાવાયું છે.



રાજકોટની તરૂણી ગુમ-પત્તો આપવા સૂચના
રાજકોટરાજકોટની ૧૬ વર્ષની તરુણી ઇના નાથાભાઇ દુધરેજીયા રેસકોર્સ લોકમેળામાંથી ગત તા.૧૬-૮-૨૦૦૯ના રોજ રાત્રે ૧૦.૩૦ વાગ્યે ગુમ થયેલ છે. પાતળા બાંધાની, વાને શ્યાેમવર્ણી આ તરૂણી આજ દિન સુધી તે ઘરે પાછી ફરી નથી. તેનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો રાજકોટ શહેરના પ્રદ્યુમ્નરનગર પોલીસ સ્ટેશનને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.



જિલ્લા કક્ષાની હિલ શિલ્ડપ ક્રિકેટ ટુર્નામેન્ટો મુલત્વીન રખાઇ.
રાજકોટ
રાજકોટ ખાતે યોજાનાર જિલ્લાન કક્ષાની હિલ શિલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટા સંજોગોવશાત્ મુલત્વીા રાખવામાં આવેલ છે. સ્પોગર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજિત અને સીનિયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર , રાજકોટ દ્વારા સંચાલિત જિલ્લાફ કક્ષાની હિલ શિલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ તા. ૧૯ થી ૨૭ જુલાઇ-૨૦૧૧ દરમ્યા ન રાજકુમાર કોલેજ અને સનફલાવર સ્કૂુલ ખાતે યોજાનાર હતી, જે સંજોગોવશાત્ મુલત્વીષ રાખવામાં આવી છે. ડ્રો યથાવત રહેશે. અને ટુર્નામેન્ટોની નવી તારીખની જાણ કરવામાં આવશે, જેની રાજકોટ શહેર અને ગ્રામ્યરની ભાગ લીધેલ શાળાઓને નોંધ લેવા સીનિયર કોચ શ્રીમતિ રોશનબેન ચૌહાણની યાદીમાં જણાવાયું છે.



રાજકોટના ખોવાયેલ વ્યાક્તિ પત્તો આપવા સૂચના
રાજકોટ
રાજકોટના ૪૫ વર્ષની ઉંમરના રમેશભાઇ ઢાલુમલ લીલાણી પરસાણાનગર મેઇન રોડ ૪/૫ની વચ્ચેઇ, લાલુભાઇની મીલની બાજુમાં, રાજકોટ ખાતેથી ગત તા.૩૦-૬-૨૦૧૦ના રોજ રાત્રે ૧૦.૦૦ વાગ્યે ગુમ થયા છે. સાડા પાંચ ફુટ ઉંચાઇના, મધ્યગમ બાંધાના, વાને શ્યારમવર્ણા આ ભાઇ માનસિક બીમારીને કારણે ગુમ થયા છે. અને આજ દિન સુધી ઘરે પાછા ફર્યા નથી. તેમનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો રાજકોટ શહેરના પ્રદ્યુમ્ન નગર પોલીસ સ્ટેશનને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.



રાજકોટના ખોવાયેલ બહેન વિષે પત્તો આપવા સૂચના
રાજકોટ
રાજકોટના ૬૫ વર્ષના બહેન મોંઘીબેન અમૃતભાઇ વાળા રેલ્વે કોઠી કમ્પાટઉન્ડવ, બ્લોજક નં-૮૯, રેલ્વેડ કલબ સામે, રાજકોટ ખાતેથી ગત તા.૬-૧૦-૨૦૧૦ના રોજ અસ્થિકર મગજની બીમારીને કારણે બપોરે ૨.૦૦ વાગ્યે ગુમ થયા છે. મધ્યસમ બાંધાના અને વાને રૂપાળા આ બહેનને ગળા પાસે ડાબી બાજુ ઓપરેશનનું નિશાન છે, અને તે આજ દિન સુધી ઘરે પાછા ફર્યા નથી. તેમનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો રાજકોટ શહેરના પ્રદ્યુમ્ન નગર પોલીસ સ્ટેશનને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.
સોનલ



સરકારી કર્મચારીઓના કલ્યાનણ માટે જિલ્લા-તાલુકા કલ્યાણ સમિતિ રચાઇઃ
જિલ્લા ને રૂ.૫૦ હજારની રકમ ફાળવાઇઃ
સમિતના અધ્યચક્ષ કલેકટરઃસહ અધ્યરક્ષ જિલ્લાક વિકાસ અધિકારી રહેશેઃ

ભુજ
સરકારી કર્મચારીઓના કલ્યા ણ માટે જિલ્લાિ અને તાલુકા કક્ષાએ કલ્યાિણ યોજનાઓ અને તેના અમલીકરણ માટે સમિતિની રચના અંગે વખતોવખત સૂચનાઓ બહાર પાડવામાં આવી હતી પરંતુ આ યોજનાઓના અસરકારક અમલીકરણ માટે કામગીરી વધુ સારી રીતે થઇ શકે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા નવેસરથી વિચારણા કરીને સચિવાલય કલ્યા ણ સમિતિની કામગીરીના આધારે જિલ્લાદ/તાલુકા કક્ષાએ કર્મચારી કલ્યા‍ણ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવા જિલ્લાકને રૂ. ૫૦ હજારની ફાળવણી કરાઇ છે.
સામાન્યક વહીવટ વિભાગના તા. ૭/૭/૨૦૧૧ના ઠરાવથી જિલ્લાથ કક્ષાએ કર્મચારીઓની કલ્યાઅણ પ્રવૃતિઓ હાથ ધરવા માટે સમિતિ ઘડવામાં આવી છે. જિલ્લાથ કલેકટરશ્રી એમ. થેન્ના રસન અધ્યચક્ષશ્રી તરીકે જયારે જિલ્લાવ વિકાસ અધિકારીશ્રી પટેલ સહ અધ્યીક્ષ રહેશે. આ સમિતિના સભ્યો્માં જિલ્લા્ શિક્ષણાધિકારીશ્રી મહેશ રાવલ, જિલ્લાર માહિતી અધિકારી શ્રી કે.બી.આહિર અને જિલ્લા્ના માન્યલ કર્મચારી મંડળોના બે પ્રતિનિધિ રહેશે. જિલ્લા રમતગમત અધિકારીશ્રી ડી.સી. ચાંગેલા સભ્ય સચિવ રહેશે. ઉપરાંત સભ્યાશ્રી તરીકે નાયબ સચિવશ્રી(પ્રોટોકોલ) કલ્યાશણ-સામાન્યે વહીવટ વિભાગ રહેશે.
તાલુકા કર્મચારી કલ્યારણ સમિતિમાં પાંચ સભ્યો રહેશે. તાલુકા કલ્યા‍ણ સમિતિના અધ્યિક્ષ તરીકે મામલતદાર રહેશે. જયારે સહ અધ્યપક્ષ તરીકે તાલુકા વિકાસ અધિકારી તથા સભ્ય‍ સચિવ તરીકે કલ્યાદણકારી પ્રવૃત્તિઓમાં રુચિ ધરાવતા અને આ યોજનાના ઉદ્દેશોનો અમલ કરવાની ક્ષમતા ધરાવતા હોય તેવા ઉત્સાહહી અધિકારી/કર્મચારીઓની નિમણૂક કરવાની રહેશે. આ ઉપરાંત તાલુકા કક્ષાના માન્યે મંડળોના બે પ્રતિનિધિ સભ્યા તરીકે રહેશે.
જિલ્લા/તાલુકા કલ્યાીણ સમિતિઓ દ્વારા રાજય સેવા અને પંચાયત સેવાના કર્મચારીઓની કલ્યાવણ પ્રવૃતિઓમાં આંતર જિલ્લા્ અને આંતર તાલુકા રમતગમત સ્પવર્ધાઓનું જિલ્લાય અને તાલુકા મથકોએ આયોજન તેમજ રાજયકક્ષાની સ્પલર્ધાઓનું આયોજન કરવું. અધિકારી/કર્મચારીઓને કામકાજના કલાકો સિવાય રમતગમતો માટે પ્રોત્સાુહિત કરવા અને તેમને રમતગમતનાં સાધનો પૂરા પાડવા તથા સમગ્ર જિલ્લારમાં અધિકારી/કર્મચારીઓના તેજસ્વીે(પુત્ર-પુત્રી) ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના (વિજ્ઞાન અને સામાન્યમ પ્રવાહ માટે અલગ-અલગ) માં ૮૦ ટકા કે તેથી વધારે ટકાવારી સાથે ઉતિર્ણ થયા હોય તેવા વિદ્યાર્થીઓમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવે તેઓનું સન્માેન કરાશે.
ધો.૧૦નાં વિદ્યાર્થીઓ માટે પ્રથમ રૂ. ૧૫૦૦/-, દ્વિતીયને રૂ.૧૦૦૦/- અને તૃતીયને રૂ.૫૦૦/- જયારે ધો. ૧૨ના વિદ્યાર્થીઓ માટે રૂ. ૨૦૦૦/- રૂ. ૧૫૦૦/- અને રૂ.૧૦૦૦/- ઇનામ અપાશે.
ઉપરાંત કર્મચારીઓ તથા તેમના કુટુંબીજનો માટે નાટક, સંગીત, મનોરંજન, પર્યટનો, સાંસ્કૃીતિક તેમજ શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન તથા મહિલા ઉત્કજર્ષની પ્રવૃતિઓ, રકતદાન શિબિર, સ્વાટસ્ય્ વ વિષયક સગવડોમાં મદદરૂપ થવા આરોગ્યજ લક્ષી કેમ્પો તેમજ આરોગ્યિ વિષયક જાગૃતિ અંગેના પ્રવચનો, કાર્યક્રમોનું આયોજન અને સમિતિને યોગ્ય્ લાગે તેવી અન્ય‍ કર્મચારી કલ્યાાણકારી પ્રવૃતિઓનો સમાવેશ થાય છે.
આ સમિતિ નકકી કરે તે મુજબની કર્મચારીઓ પાસેથી ફી ઉઘરાવી શકશે તથા બોર્ડ/કોર્પોરેશન/ખાનગી સંસ્થાિઓની સ્પોજન્સરરશીપનો લાભ મેળવી શકશે. વાર્ષિક હિસાબો સ્થા્નિક ભંડોળ હિસાબની કચેરી દ્વારા ઓડીટ કરાવવાના રહેશે, તેમ વધુમાં જણાવાયું છે.




૨૦મીએ ભુજમાં ‘સરહદી વિસ્તાારનું પત્રકારત્વર’ સેમીનાર યોજાશે
ભુજ,
ભુજમાં તા.૨૦મીએ રાજકોટની પ્રાદેશિક માહિતી કચેરીના ઉપક્રમે જિલ્લા પંચાયત સભાખંડમાં સવારે ૧૦-૩૦ વાગ્યેવ ‘સરહદી વિસ્તાારનું પત્રકારત્વ ’ એ વિષય પર એક પ્રેસ સેમીનારનું આયોજન કરાયું છે. સેમીનારને જિલ્લાય કલેકટરશ્રી એમ.થેન્નાકરસન ખુલ્લું મૂકશે અને ‘ઇન્ડિસયન એકસપ્રેસ’ રાજકોટના વિશેષ સંવાદદાતા મીસ. હિરલ દવે પ્રવચન આપશે. બોર્ડર રેન્જેના પોલીસ મહાનિરીક્ષક શ્રી વી.એમ.પારગી અતિથિવિશેષ તરીકે જયારે ‘કચ્છેમિત્ર’ના તંત્રી શ્રી કીર્તિભાઈ ખત્રી, બી.એસ.એફ.ના ડી.આઇ.જી. શ્રી વીરેન્દ્ર્કુમાર પ્રેરક ઉદબોધન કરશે.
આ સેમિનારમાં જિલ્લાદના મહાનુભાવો, અધિકારીઓ, ઇલેકટ્રોનિક અને પ્રિન્ટક મીડિયાના પત્રકારો, ફોટોગ્રાફર, વિડીયોગ્રાફરને ઉપસ્થિીત રહેવા પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ સંયુકત માહિતી નિયામકશ્રી એન.એ.પરમારે નિમંત્રણ પાઠવ્યું છે.



બીપીએલ-અંત્યોમદય કાર્ડધારકોને તહેવારોમાં રૂ.૪૦/-ના ભાવે પામોલીન અપાશે
ભુજ,
જાહેર વિતરણ યોજના હેઠળના બીપીએલ/અંત્યો દય યોજનાના કાર્ડધારકોને ઓગષ્ટા થી નવેમ્બરર-૨૦૧૧ સુધીના સમયગાળા માટે તહેવારોમાં રાહતદરે પ્રતિકાર્ડદીઠ એક લીટર રૂ.૪૦/-ના ભાવે આર.બી.ડી. પામોલીનની જિલ્લામને ૧,૫૬,૬૦૩ ફાળવણી થઇ છે. જેનું ઓગષ્ટ થી નવેમ્બકર-૨૦૧૧ માટે દર માસે કાર્ડદીઠ એક લીટર પ્રતિ લીટરના રૂ.૪૦/-ના ભાવે વિતરણ કરાશે.



ભુજ-ગાંધીધામની બે મંડળી ફડચામાં લેવાઇઃ
ભુજ
જિલ્લાં રજિસ્ટ્રા ર, સહકારી મંડળીઓની કચેરી, ભુજના અંતિમ આદેશથી ભુજની જનરલ કન્ટ્રાર કશન કો.ઓપ. સહકારી મંડળી લી., અને ગાંધીધામની આર્થિક પછાત વર્ગ કો.ઓપ. હા.સોસાયટી લી.ને ફડચામાં લઇ જઇ મંડળીના ફડચા અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. લાગતા-વળગતાઓએ નોંધ લઇ મંડળી પાસે જેમનું જે કાંઇ લેણું હોય તેમણે તેનો હિસાબ, જરૂરી આધાર-પુરાવા દિન-૬૦માં ફડચા અધિકારીને મોકલી આપવા અને જો કોઇ રજૂઆત કરવામાં નહીં આવે તો મંડળીના દફતર મુજબની જે કાંઇ બાકી હશે તે મુજબ આગળની કાર્યવાહી આટોપવાની કાર્યવાહી કરવામાં આવશે અને આ મંડળીના બાકીદારોએ મંડળીનું લેણું ભરી જવા ફડચા અધિકારી દ્વારા વધુમાં જણાવાયું છે.



આદિપુરથી ગાંધીધામ આવતો મુખ્યે રસ્તોચ ભારે માલવાહક વાહનો માટે બંધ કરાયોઃ
જિલ્લાથ મેજીસ્ટ્રે ટે આખરી જાહેરનામું બહાર પાડયુંઃ
ભુજ
આદિપુરથી ગાંધીધામ આવતા મુખ્યપ રસ્તાક ઉપર રોટરી સર્કલથી કંડલા પોર્ટ સર્કલ સુધી વધતા જતા ટ્રાફિકને કારણે દ્રિચક્રી તેમજ ફોર વ્હીતલ નાના વાહનોના ટ્રાફિકને ભારે વાહનો અવરોધરૂપ બનતા હોવાનું તંત્રના ધ્યાદને આવતા અકસ્માતત તેમજ ટ્રાફિક જામ જેવા બનાવો નિવારવા આ વિસ્તાનરમાં ભારે વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યોત છે. જિલ્લાા મેજીસ્ટ્રે ટ દ્વારા આ વાહન નિયમન અંગે અગાઉ પ્રાથમિક જાહેરનામું બહાર પાડયું હતું અને ત્યાલરપછી હવે આખરી ફરમાન બહાર પાડી સવારના ૭ વાગ્યાિથી રાત્રિના ૨૨ વાગ્યાર સુધી ભારે માલવાહક વાહનો પર પ્રવેશબંધી જાહેર કરી છે. વાહન નિયમનમાં આદિપુર તરફથી આવતા ભારે માલવાહક વાહનો ગાંધીધામ શહેરમાં નહીં પ્રવેશતા રોટરી સર્કલથી ડાબી બાજુ વળી જઇ રાજવી રિસોર્ટ-રેલવે ફાટક થઇ સીધા ગળપાદર રોડ થઇ ગાંધીધામ બાયપાસ રસ્તેીથી ગાંધીધામ કંડલા નેશનલ હાઈવે ૮-એ થી કંડલા, ભચાઉ તરફ જઇ શકશે. કંડલા તથા ભચાઉ તરફથી આવતા માલવાહક વાહનો કંડલા સર્કલથી ગાંધીધામ શહેરની અંદર પ્રવેશ નહી કરી ગળપાદર રોડ ત્રણ રસ્તાાથી પ્રવેશી ગાંધીધામ બાયપાસ રસ્તેેથી ગળપાદર ચાર રસ્તાજથી ગાંધીધામ તરફ પ્રવેશી રાજવી રીસોર્ટ, રેલવે ફાટક, રામબાગ ચાર રસ્તાચ, રોટરી સર્કલવાળા રસ્તેાથી આદિપુર, મુન્દ્રા તરફ જઇ શકશે. આ જાહેરનામામાંથી આવશ્યનક ચીજવસ્તુીઓ, જેવી કે અનાજ, શાકભાજી, રાંધણગેસ, ફળફળાદી, દવા વિગેરે, કે જેની હેરફેર ગાંધીધામ શહેરમાં કરવાની છે, તેનું વહન કરતા ભારે માલવાહક વાહનો પોલીસ અધિક્ષકશ્રી, પૂર્વ કચ્છ , ગાંધીધામે અધિકૃત કરેલ અધિકારી દ્વારા પરવાનગી આપવામાં આવેલ હોય તેવા ઈમરજન્સી્માં પસાર થવાની જરૂર પડે તેવા ભારે માલવાહક વાહનોને મૂકિત આપવામાં આવી છે. આ હુકમની અંદર ભારે માલવાહક વાહન શબ્દરનો અર્થ મોટર વ્હીકકલ એકટમાં જે વ્યાવખ્યાગ આપી છે તેનો સમાવેશ થાય છે.



આરટીઓ પોસ્ટછ ખાતા મારફતે લાયસન્સન ઘરે પહોંચાડશે
ભુજ,
કચ્છે જિલ્લાસની ડ્રાઇવીંગ લાયસન્સ ને લગતી કામગીરી પારદર્શક અને લોકાભિમુખ વહીવટની પ્રતિતિ થાય માટે સ્પીચડ પોસ્ટ્ મારફતે ડ્રાઇવીંગ લાયસન્સ , લાયસન્સર ધારકે મોકલવાનો રાજય સરકારએ નિર્ણય કર્યો છે અને તેની અમલવારી તા.૧૮/૭/૧૧થી શરૂ થઇ છે. જેથી ડ્રાઇવીંગ લાયસન્સય રૂબરૂ આપવામાં આવશે નહીં. પોસ્ટા ખાતા મારફતે સ્પીવડ પોસ્ટી મારફતે અરજદારને ડ્રાઇવીંગ લાયસન્સગ ઘર બેઠા પહોંચતા કરવામાં આવશે. પોસ્ટ્ ખાતા દ્વારા પુરતા પ્રયત્નોટ કર્યા બાદ પણ લાયસન્સવ, ધારકને ન મળી આવે તે સંજોગોમાં પરત આવેલ લાયસન્સ્ના કવરો કસ્ટવડીમાં રાખવામાં આવશે. જેને લાયસન્સ‍ ઇસ્યુ થયા હોય તે વ્યેકિત આરટીઓ કચેરીનો સંપર્ક કરે ત્યાીરે લાયસન્સ શાખાના હેડ કલાર્કે પોતે ઓળખની ખરાઇ કરી, મોટર વાહન ધારા અને નિયમ હેઠળ ઠરાવેલ સરનામા માટેના પુરાવા ચકાસી લાયસન્સર આપવાનું રહેશે. અરજદારે રજુ કરેલ પુરાવાની ઝેરોક્ષ કોપી મુળ કાગળો સાથે રાખવાની રહેશે અને આ પ્રક્રિયા બાદ જ અરજદારની સહી મેળવીને લાયસન્સે આપવાનું રહેશે. પરત આવેલ લાયસન્સે ૩૦ દિવસ સુધી અરજદાર ન આવેતો અરજદારના સરનામે રજી.એ.ડી.થી પત્ર લખી જાણ કરવામાં આવશે.

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ રાજ્યનો સરેરાશ વરસાદ ૨૦.૮૧ ટકા

સૌથી વધુ સૌરાષ્ટ્ર રીજીયનમાં ૨૯.૫૧ ટકા સરેરાશ વરસાદ
રાજ્યના ૮૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ
૨૭ તાલુકાઓમાં બેથી પાંચ ઇંચ વરસાદ
જેતપુર, ઊનામાં ૫ ઇંચ, કેશોદ, વંથલી, ઉપલેટા, પારડી અને વલસાડમાં ૪ ઇંચથી વધુ વરસાદ

ગાંધીનગર,
રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં સાર્વત્રિક રીતે વરસવાનું ચાલુ રાખ્યું છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના ૮૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં, ૨૭ તાલુકાઓમાં બે થી પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ૧૮-૭-૨૦૧૧ને સવારે ૭-૦૦ કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં ૧૨૫ મી.મી., જૂનાગઢ જિલ્લાના ઊનામાં ૧૨૨ મી.મી. એટલે કે, પાંચ ઇંચ જેટલો, જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ૧૦૦ મી.મી., વંથલીમાં ૧૦૩ મી.મી., રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ૧૦૦ મી.મી., વલસાડ જિલ્લાના પારડીમાં ૧૦૪ મી.મી. અને વલસાડમાં ૧૧૧ મી.મી. મળી કુલ પાંચ તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
આ ઉપરાંત અમરેલી જિલ્લાના બગસરામાં ૭૬ મી.મી., ધારીમાં ૮૫ મી.મી., સાવરકુંડલામાં ૭૩ મી.મી., લાઠીમાં ૮૯ મી.મી., જૂનાગઢ જિલ્લાના ભેંસાણમાં ૭૨ મી.મી., માળીયામાં ૯૪ મી.મી., વીસાવદરમાં ૭૭ મી.મી., પોરબંદર જિલ્લાના રાણાવાવમાં ૯૧ મી.મી. મળી કુલ આઠ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ અને કચ્છ જિલ્લાના મુંન્દ્રામાં ૫૪ મી.મી., અમરેલી જિલ્લાના અમરેલીમાં ૫૯ મી.મી., ખાંભામાં ૬૫ મી.મી., વાડીયામાં ૫૦ મી.મી., જામનગર જિલ્લાના કાલાવાડમાં ૬૫ મી.મી., ખંભાળીયામાં ૫૫ મી.મી., જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં ૬૪ મી.મી., તાલાળામાં ૫૫ મી.મી., પોરબંદર જિલ્લાના કુતિયાણામાં ૫૦ મી.મી., રાજકોટ જિલ્લાના જામ કંડોરણામાં ૫૬ મી.મી., નવસારી જિલ્લાના ગણદેવીમાં ૬૨ મી.મી., જલાલપોરમાં ૬૪ મી.મી. મળી કુલ ૧૨ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોવાના અહેવાલો છે.
રાજ્યના અંજાર, દાંતા, ગાંધીનગર, તલોદ, લીંબડી, સાયલા, બાવળા, રાણપુર, સાણંદ, કરજણ, વઢવાણ, ચુડા, લીલીયા, રાજુલા, ધ્રોળ, જામજોધપુર, તીલકવાડા, ચીખલી, જામનગર, કલ્યાણપુર, જૂનાગઢ, કોડીનાર, નવસારી, મેંદરડા, વેરાવળ, પોરબંદર, ધોરાજી, મોરબી, માળીયા મીયાણા, રાજકોટ, ટંકારા, વાંકાનેર મળી કુલ ૩૪ તાલુકાઓમાં એક ઇંચથી વધુ જ્યારે અન્ય ૨૪ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે આણંદ, દાહોદ, ખેડા, પંચમહાલ, ભાવનગર, ભરૂચ અને ડાંગ મળી કુલ સાત જિલ્લાઓ વરસાદ વિહોણા રહેવા પામ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ મોસમનો રાજ્યનો સરેરાશ વરસાદ ૨૦.૮૧ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૧૩.૩૮ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૮.૬૨ ટકા, મધ્ય ગુજરાતમાં૧૪.૯૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૨૯.૫૧ અને દક્ષિણ ગુજરાતમાં ૧૯.૯૮ ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો હોવાના અહેવાલો છે.




આઇ.ટી.આઇ.માં પ્રવેશ મેળવતા પહેલા ઉમેદવારોએ એન.સી.વી.ટી. પેટર્નના અભ્યાસક્રમની માન્યતાની ખાતરી કરવીઃ નિયામક, રોજગાર અને તાલીમ
રાજ્યની તમામ સરકારી / ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર આઇ.ટી.આઇ.ને લાગુ પડશે

ગાંધીનગર,
રાજ્યની સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને સ્વનિર્ભર આઇ.ટી.આઇ.માં ચાલતાં એન.સી.વી.ટી. પેટર્ન (રાષ્ટ્રકક્ષા)ના તેમજ જી.સી.વી.ટી. પેટર્ન (રાજ્યકક્ષા)ના અલગ અલગ કોર્ષમાં પ્રવેશ આપવાની કાર્યવાહી વર્તમાનમાં ચાલી રહી છે. તેવા સમયે પ્રવેશવાંચ્છુ ઉમેદવારો એન.સી.વી.ટી. પેટર્નના વ્યવસાયમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તેઓએ જે તે વ્યવસાયને પ્રવેશની તારીખે એન.સી.વી.ટી. દ્વારા એફીલીએશન મળેલ છે કે કેમ ? તેની પૂરીપૂરી ખાતરી કરી લેવા રોજગાર અને તાલીમ નિયામક દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે તેમજ પ્રવેશની તારીખે જે ટ્રેડ / યુનિટને એફીલીએશન મળ્યું હશે તેવા તાલીમાર્થીઓ જ અખિલ ભારતીય વ્યવાસય કસોટી આપીને નેશનલ ટ્રેડ સર્ટીફિકેટ મેળવાને પાત્ર ઠરશે.
વધુમાં ભારત સરકાર / એન.સી.વી.ટી. દ્વારા કોઇ પણ ખાનગી કે સરકારી આઇ.ટી.આઇ. / આઇ.ટી.સી.ને ‘‘માન્ય સંસ્થા’’ તરીકે માન્યતા આપવામાં આવતી નથી. પરંતુ સંબંધિત સંસ્થાના ચોક્કસ ટ્રેડ / યુનિટને નિયમાનુસાર એફીલીએશન આપવામાં આવે છે. તેમજ એન.સી.વી.ટી. પેટર્નના કોઇ પણ વ્યવસાયમાં એફીલીએશન વગર પ્રવેશ આપી શકાતો નથી. વધુ માહિતી માટે રોજગાર અને તાલીમ કચેરીની વેબસાઇટ www.talimrojgar.org ઉપર ઉપલબ્ધ છે તેમ નિયામક, રોજગાર અને તાલીમ કચેરીની યાદીમાં જણાવાયું છે.




રક્ષા શક્તિ યુનિવર્સિટીના ડીપ્લોમાં - ડીગ્રી ધારકોને પોલીસ સેવામાં પોલીસ કોન્સ્ટેબલ / પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી વેળાએ અગ્રતા અપાશે
પ્રથમ વર્ષે ૧૪૧ પોલીસ સાયન્સના ડીપ્લોમાં ધારકો ઉત્તીર્ણઃ આગામી વર્ષે પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા શરૂ કરાશે

ગાંધીનગર,
ગુજરાત સરકાર દ્વારા દેશની સૌપ્રથમ શરૂ કરાયેલ રક્ષાશક્તિ યુનિવર્સિટીના ડીપ્લોમા-ડીગ્રી ધારકોને પોલીસ સેવામાં પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની ખાલી જગાઓની ભરતી વખતે અગ્રતા ભારાંક આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
ગૃહ વિભાગના ઉપસચિવશ્રી દ્વારા જણાવ્યા મુજબ, રાજ્યના પોલીસ સંવર્ગોની સીધી ભરતીમાં વેઇટેજ તરીકે વધારાના ગુણ આપવા રાજ્ય સરકારે પોલીસ સંવર્ગની ભરતી પરીક્ષાના નિયમોમાં જોગવાઇ કરી છે. આ વધારાના ગુણ નીચે પ્રમાણે આપવામાં આવશે.
કોન્સ્ટેબલ સંવર્ગની જગ્યા માટે
રક્ષાશક્તિ યુનિવર્સિટીની ડીગ્રી/
ડિપ્લોમાં મેળવેલ વર્ગ ભરતીમાં મળનાર વધારાના ગુણ

ડિસ્ટિકશન ૫
પ્રથમ વર્ગ ૪
દ્વિતીય વર્ગ ૩
પાસ ક્લાસ ૨
પી.એસ.આઇ. સંવર્ગની જગ્યા માટે
રક્ષાશક્તિ યુનિવર્સિટીની ડીગ્રી/
ડિપ્લોમાં મેળવેલ વર્ગ ભરતીમાં મળનાર વધારાના ગુણ
ડિસ્ટિકશન ૧૫
પ્રથમ વર્ગ ૧૨
દ્વિતીય વર્ગ ૯
પાસ ક્લાસ ૫
અત્રે ઉલ્લેખનીય છે કે, આ યુનિવર્સિટી દ્વારા પ્રથમ વર્ષના અંતે ૧૪૧ જેટલા પોલીસ સાયન્સના ડિપ્લોમાં ધારકો બહાર પાડ્યા છે અને આગામી વર્ષથી યુનિવર્સિટી ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં શરૂ કરવામાં આવશે.

શુક્રવાર, 15 જુલાઈ, 2011

FICCI યંગ લેડીઝ ઓર્ગેનાઇઝેશન YFLO આયોજિત સંવાદ ગોષ્ઠિમાં વિશેષ અતિથિ તરીકે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક સંબોધન












ભારતીય સંસ્કૃતિના મહિમાવંત મૂલ્યો અને નારી શકિતના અપ્રતિમ સામર્થ્યની વિશ્વને અનુભૂતિ કરાવવાનું પ્રેરક આહ્્વાન આપતા શ્રી નરેન્દ્રભાઇ મોદી
કુટુંબ સંસ્થાને જાળવવામાં નારીશકિતના નિર્ણાયક યોગદાનને બિરદાવતા મુખ્યમંત્રીશ્રી
નારીસશકિતકરણ અને બાળ સશકિતકરણ ક્ષેત્રે ગુજરાતની અનેકવિધ ક્રાંતિકારી પહેલઃ-
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતની મહાન સાંસ્કૃતિક વિરાસતના મૂલ્યો અને માતૃશકિતના અપ્રતિમ સામર્થ્યની વિશ્વને અનુભૂતિ કરાવવા ભારતીય મહિલાઓને પ્રેકર આહ્્વાન કર્યું હતું.

નવી દિલ્હીમાં FICCI યંગ લેડીઝ ઓર્ગેનાઇઝેશન દ્વારા ‘‘ભારતીય હોવાનું સ્વાભિમાન ધરાવીએ’’ વિષયક સંવાદ ગોષ્ઠિ યોજવામાં આવી હતી જેમાં, વિશેષ અતિથિ તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીને ખાસ નિમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ઊદ્યોગ, વેપાર, વ્યવસાય સહિતના અનેકવિધ ક્ષેત્રોમાં યોગદાન આપી રહેલી યુવા માતાઓને નવી પેઢીમાં ભારતીય સંસ્કાર મૂલ્યોના સંક્રમણ માટે મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક માર્ગદર્શન મળે તે હેતુથી મુખ્યમંત્રીશ્રી સાથે પ્રશ્નોત્તરી પણ યોજવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં માતૃશકિત અને નારીનો જે મહિમા છે તે દુનિયામાં બીજે કયાંય નથી. કુટુંબ સંસ્થાનું અદ્દભુત નજરાણું વિશ્વને ભારતીય સંસ્કૃતિએ આપ્યું છે અને કુટુંબ સંસ્થાને જાળવવામાં ભારતીય નારીનું યોગદાન જ નિર્ણાયક રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ નારી સશકિતકરણ ક્ષેત્રે ગુજરાત સરકારે જે નવિનત્તમ શ્રેણીબધ્ધ પહેલ કરી છે તેની સવિસ્તર ભૂમિકા આપી હતી. તેમણે જણાવ્યું કે, પરિવાર અને સમાજમાં નિર્ણય પ્રક્રિયામાં નારીને ભાગીદાર બનાવવાથી જ તેનું સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન મળી શકશે. મહિલા આર્થિક રીતે સ્વાશ્રયી હશે તો તે નિર્ણય પ્રકિયામાં પ્રભાવી બનશે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ આગામી બે વર્ષમાં મિશન મંગલમ પ્રોજેકટ અન્વયે રાજ્યમાં રપ લાખથી વધારે ગરીબ અને ગ્રામીણ મહિલાઓના હાથમાં બે લાખ જેટલા સખીમંડળોના માધ્યમથી આર્થિક પ્રવૃત્તિઓનું નેટવર્ક વિકસાવીને રૂા. પાંચ હજાર કરોડનું ભંડોળ આપવાનો ગુજરાત સરકારનો મહત્વાકાંક્ષી નિર્ધાર વ્યકત કર્યો હતો.
મિશન મંગલમમાં ભારતના ગણમાન્ય કોર્પોરેટ ગૃહો, બેન્કો, સ્વૈચ્છિક સંગઠનો, રાજ્ય સરકાર અને સખીમંડળોના સંયુકત સાહસ એવી અલગ સ્વતંત્ર કંપની રચીને નારી સશકિતકરણની ક્રાંતિકારી પહેલ ઉપરાંત સમગ્રતયા ગ્રામીણ અર્થતંત્રમાં નવી ચેતના જગાવવાની નેમ તેમણે વ્યકત કરી હતી.
માતૃશકિતના પારિવારીક પ્રભાવ માટે ગુજરાતમાં કેટલાક નવતર કાનૂન અમલમાં મૂકયા છે તેની રૂપરેખા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. તેમણે જણાવ્યું કે, મહિલા સભ્યના નામે પરિવારમાં મિલકતો ખરીદવા સ્ટેમ્પ ડયુટી રાહત અને નોંધણી ફી માફીની ક્રાંતિકારી યોજનાના અમલથી રાજ્યમાં નવ લાખથી વધારે બહેનો મિલ્કતની માલિક બની છે. ગુજરાતમાં શાળામાં બાળકના નામાંકન સાથે માતાનું નામ ફરજીયાત નોંધવાનો અને આવાસો સહિત સરકારી યોજનાઓના લાભોમાં લાભાર્થી પરિવારોની મહિલાના નામે ફાળવણીમાં પ્રાથમિકતા આપવાનો કાયદો પણ અમલમાં મૂકયો છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ભૃણ હત્યાનું પાપ મિટાવવા બેટી બચાવનું જનઆંદોલન સફળ રહ્યું છે તેની વિગતો આપી જણાવ્યું કે દાયકા પહેલાં ગુજરાતમાં દર હજારે ૮૧૬ સ્ત્રીઓનો જન્મદર હતો જે આજે વધીને ર૦૧૧માં ૯૧૬ ઉપર પહોંચ્યો છે.
તેમણે ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ઇન્ડીયન ઇન્સ્ટીટયૂટ ઓફ ટિચર્સ એજ્યુકેશન IITE જેવી વિશ્વની વિશિષ્ઠ યુનિર્વસિટીઓના અનોખા ઉદેશની ભૂમિકા આપતાં જણાવ્યું કે, દેશને અને દુનિયાને લાખો ઉત્તમ શિક્ષકોની જરૂરિયાત છે અને આવતીકાલના સામર્થ્યવાન સમાજ માટે માતૃશકિતનું સમર્થ યોગદાન તથા ઉત્તમ શિક્ષકો ભારતીય સંસકૃતિના મૂલ્યોને નવી પેઢીમાં આત્મસાત કરાવે તે દિશામાં ગુજરાત સરકારે આગવી પહેલ કરી છે.
તેમણે જણાવ્યું કે બાળકોમાં તેમની શકિતઓનો વિકાસ કરવા માટે પૂરતો અવસર મળે તે માટે માતા અને શિક્ષકની ભૂમિકા કેન્દ્રસ્થાને છે અને બાળ સશકિતકરણના ઉપેક્ષિત ક્ષેત્રમાં ગુજરાતે નવા આયામો અપનાવ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુલામી કાળખંડને કારણે વિશ્વના અનેક દેશોમાં ભારતીય નારી વિશે જે ભ્રામક છબિ પ્રવર્તે છે તેનો નિર્દેશ કરી જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં નારીશકિતનો જે મહિમા પ્રસ્થાપિત થયો છે તેને યોગ્ય પ્રરિપ્રેક્ષ્યમાં રજુ કરવો જોઇએ.
ભારતીય સમાજ અને સંસ્કૃતિની વિરાસતનો સનાતન મહિમા ઊજાગર કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિવિધ પ્રેરક દ્રષ્ટાંતો સાથે જણાવ્યું કે, દુનિયામાં ઘણી માનવ સંસ્કૃતિ કાળગ્રસ્ત થઇ છે પરંતુ ભારતની સંસ્કૃતિની વિશેષતા એ રહી છે કે ‘‘કભી મિટતી નહિં હસ્તી હમારી’’ ભારતની ધરતીની માટીમાં આપણા પૂર્વજોના વિચાર અને વ્યવસ્થા એવા વિકસીત થયા છે કે યુગો બદલાતાં પણ તે નિરંતર પ્રેરણા અને શકિતના પ્રસ્તૃત સ્ત્રોત બની રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ભારતીય સમાજમાં પરિવર્તન અને સમયાનુકુળ બનવાનું અદ્દભુત સાતત્ય રહ્યું છે અને કાળક્રમે આવતી વિકૃતિઓ સામે લડવામાં આ જ સમાજમાંથી મહાપુરૂષોએ ક્રાંતિકારી પરિવર્તનો હાંસલ કરી બતાવ્યા છે. કાળબાહ્યનો ત્યાગ કરવો અને સમયાનુકુળ નવી વ્યવસ્થાને સ્વીકારવામાં ભારતીય સંસકૃતિ નિત્ય નૂતન સમાજની દિશામાં વિશ્વને પ્રેરણા આપતી રહી છે. આપણે આપણી મહાન સંસકૃતિનું ગૌરવ અને સ્વાભિમાન જાળવવું જોઇએ.
YFLOના અધ્યક્ષ સુશ્રી અવંતિકા દાલમિયાએ મુખ્યમંત્રીશ્રીને ર૧મી સદીના પ્રગતિશીલ નેતૃત્વ અને નવી પેઢીના પ્રેરક માર્ગદર્શક તરીકે ભાવભર્યો આવકાર આપતાં સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, ગુજરાતને આધુનિક વિકાસ માટેનું મોડેલ બનાવવાની સાથે ભારતીય સંસ્કૃતિના મૂલ્યના સંવર્ધન માટે શ્રી નરેન્દ્રભાઇ મોદીમાં જે દીર્ઘદ્રષ્ટિ છે તે સમગ્ર રાષ્ટ્રને પથદર્શક બની રહેશે.
આ પ્રસંગે YFLOના શ્રીમતી મીના મલ્હોત્રા, સુશ્રી મનપ્રિત વાલીયા તેમજ દિવ્યા સૂરીએ પણ મુખ્યમંત્રીશ્રીના ભારતીય સંસ્કૃતિ વિષયક વિચારોને અત્યંત મનનીય ગણાવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી સાથે નારી સશકિતકરણ અને ગુજરાતના અભિનવ વિકાસ અંગે રસપ્રદ પ્રશ્નોતરી પણ કરવામાં આવી હતી.




માનવતા વિરોધી શકિતઓને પરાસ્ત કરવા મુખ્યમંત્રીશ્રીનુ આહ્્વાન
મુંબઇ આતંકી હુમલામાં મૃત્યુ પામેલાઓને FICCI ના કાર્યક્રમમાં દિલ્હી ખાતે શ્રધ્ધાંજલિ આપતા મુખ્યમંત્રીશ્રી

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નવી દિલ્હીમાં FICCI YLFO આયોજિત સમારોહની શરૂઆતમાં મુંબઇમાં આતંકવાદી બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ પામેલા નિર્દોષ નાગરિકોની સ્મૃતિમાં મૌન પાળીને શ્રધ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, નરાધમોના કૃત્યોનો ભોગ બનેલા પીડિતજનો પ્રત્યે સમગ્ર દેશ સંવેદના પ્રગટ કરે છે. તેમણે જણાવ્યું કે, નિર્દોષ નાગરિકોને આતંકવાદીઓના નરાધમ કૃત્યોથી બચાવી શકાય અને આપણે સૌ સંગઠિત બનીને માનવતા વિરોધી શકિતઓને પરાસ્ત કરી શકીએ તેવી શકિત ઇશ્વર આપણને સૌને આપે તેવી પ્રાર્થના તેમણે કરી હતી.

સમાજસેવાનો હોબાળો

સમાજસેવાનો હોબાળો
જ્યારે કોઈક ધર્મ–અધ્યાત્મ ગુરુની અલૌકીક ઉત્પત્તી અને ચમત્કારીક શક્તીનો સમાજ સમક્ષ પર્દાફાશ થઈ જાય છે અને તેમની માનવસહજ નીર્બળતાઓ સામે આવે છે ત્યારે તેમના પ્રચારકો એવા ગુરુઓની સામાજીક સેવાઓનો ગોકીરો મચાવી મુકે છે. આશ્વર્યની વાત એ છે કે આવા ગોકીરામાં કેટલાક ચર્ચાપત્રીઓ, કટારલેખકો અને મોટા ચીન્તકો પણ વગર વીચાર્યે જોડાઈ જાય છે.

સમાજસેવા કોણ નથી કરતાં ? વાસ્તવમાં બધા જ લોકો પોતાના કાર્ય દ્વારા નાની–મોટી સમાજસેવા જ કરે છે. એ દૃષ્ટીએ રાજનેતાઓ, અમલદારો, સરકારી–ખાનગી કર્મચારીઓ, ઉદ્યોગપતીઓ, ખેડુતો, પશુપાલકો, વહેપારીઓ, અભીનેતાઓ, લેખકો, પત્રકારો, શીક્ષકો, વૈજ્ઞાનીકો, ટેક્નીશીયનો, મજુરો અને સંડાસ–ગટર સાફ કરનારા પણ સમાજસેવા જ કરે છે. આમ આખો સમાજ સમાજસેવા કરે છે. એ સંજોગોમાં માત્ર ધર્મ–અધ્યાત્મગુરુના સમાજસેવાના કાર્યને જ કેમ અલૌકીક, દીવ્ય, મહાન અને શ્રેષ્ઠ ગણીને તેના ગુણગાન ગાવામાં આવે છે અને માત્ર તેમની જ પુજા–વંદના કેમ કરવામાં આવે છે ?

કોઈ અહીં દલીલ કરશે કે ‘તમે ધર્મ ગુરુ જેવું મહાન કાર્ય કેમ કરી બતાવતા નથી ? તમારી એવી હેસીયત છે ખરી ?’ આવી દલીલ કરનારાઓને મારો પ્રશ્ન છે કે ‘તમે રેલવે સ્ટેશનના પાટા પરની ગંદકી ઉઠાવવાનું અને ગંદી ગટરોની સફાઈનું નાનું અને સામાન્ય કામ કેમ કરી બતાવતા નથી ? તમારી એટલીય હેસીયત કેમ નથી ?’ તાત્પર્ય એ છે કે સંડાસ અને ગટર સફાઈનું કામ પણ સમાજસેવાનું અનન્ય, અજોડ અને મહાન કાર્ય છે. કારણ કે એના વીના આપણો સમાજ એક દીવસ પણ ટકી શકે નહીં. તો એવા મહાન કાર્ય કરનારાને માન–સન્માન આપવાને બદલે તેમનો તીરસ્કાર કેમ કરવામાં આવે છે ? વર્ણવ્યવસ્થાજન્ય પુર્વજન્મનાં પાપકર્મ અને પ્રારબ્ધના બહાના તળે એમને અન્યાય અને એમનું શોષણ કેમ કરવામાં આવે છે ? ધર્મગુરુઓએ આજ પર્યન્ત એ વર્ગનાં સર્વાંગી ઉત્થાનનાં સમાજસેવાનાં કાર્યો કેમ હાથ ધર્યા નથી ?

સંડાસ–ગટર સફાઈ કરનારાઓને અને તમામ પ્રકારના કાર્ય કરનારાઓને એની સમાજસેવાનો બદલો પગારરુપે મળે જ છે. તેમ ધર્મગુરુઓને પણ એમની સમાજસેવાના કાર્યો બદલ વળતર રુપે પગાર મળે જ છે ને ? આ ધર્મગુરુઓ પાસે કરોડો અબજોની સમ્પત્તી ભેગી થાય છે એ દર્શાવે છે એમને એમની સેવા બદલ વળતર પેટે ભરપુર મેવા–મીઠાઈ મળે જ છે.

સરકારી ક્ષેત્રોમાં અને જીવનનાં તમામ ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર છે તો ધર્મગુરુઓના આશ્રમોમાં શું ભ્રષ્ટાચાર નથી ? આશ્રમોમાં પણ લડાઈ–ઝઘડા, ખુન અને હત્યાઓ થાય છે, અસામાજીક પ્રવૃત્તીઓની દુર્ગન્ધો પણ એમાંથી અવારનવાર પ્રગટ થાય છે. સામાન્ય લોકોની સમાજસેવા અને ધર્મગુરુઓની સમાજસેવા વચ્ચે ખાસ કોઈ મોટો તફાવત તો છે જ નહીં. પછી ધર્મગુરુઓની સેવાઓને દીવ્ય અને અલૌકીક તથા મહાન શા માટે ગણવામાં આવે છે ? એનો આટલો બધો હોબાળો શા માટે ? વાસ્તવમાં સંશોધનનો આ મહાન વીષય છે.

કોઈ પણ માણસને જીવનમાં સફળતા અને સીદ્ધી માત્ર પોતાની લગન અને પુરુષાર્થને કારણે જ મળે છે. કોઈના આશીર્વાદથી કશું જ મળતું નથી. છતાંય એવું કોઈ માનતા હોય કે તેમને કોઈના આશીર્વાદથી સીદ્ધી મળી છે તો એ તેમનું અજ્ઞાન, શીશુવયમાં મળેલા કુસંસ્કાર યા ખોટું શીક્ષણ અને અન્ધશ્રદ્ધા છે. એટલું જ નહીં; એમાં સામાન્ય સમજણનો પણ અભાવ છે.

- એન. વી. ચાવડા
(નીવૃત્ત શીક્ષક, વીદ્વાન, ચીન્તક, અને લેખક)

સંપર્ક:

શ્રી એન. વી. ચાવડા, શીક્ષક સોસાયટી, કડોદ - ૩૯૪ ૩૩૫, જી. સુરત. ફોન નંબર: (02622) 247 088

ગોરમાનો વર કેવો ?

જે બાળાઓને હજુ રજ:સ્વલા (માસીક ધર્મ)નો સમય શરુ થયો ન હોય તેવી અબુધ બાળકીથી માંડીને દસ વર્ષ સુધીની વયની ગૌરીઓ માટેના વ્રતને ગૌરી પુજાનું વ્રત કહેવામાં આવે છે. આ વ્રતમાં માબાપ, નીત–નવીન પ્રલોભનો આપી શું ખવાય અને શું ન ખવાય તેના નીયમોનો લશ્કરી શીસ્તની જેમ જ અમલ કરાવવાની મથામણ કરતા હોય છે. એટલું જ નહીં, ‘તું જો આ વ્રત નીયમો તોડીશ તો તને ભવીષ્યમાં સારો વર નહીં મળશે’. એ મતલબનો આઘાતજનક ડર અને ભય કુમળા મન ઉપર જન્માવે છે ત્યારે તો માબાપ હદ વટાવી જાય છે. બાળાઓના શરીર પર દમન કરવાથી જ સુખ મળશે તે મતલબનો પાઠ અહીંથી જ શરુ કરાવે છે. અષાઢી સવારમાં બનીઠનીને પરાણે પહેરેલું ભપકાદાર રેશમી ઘાઘરી–પોલકું જોઈને બાળાઓનો ઉમંગ, આનંદ પાછળ વર પસંદ કરવાની પદ્ધતીમાં રહેલી ક્રુરતાને જોઈને કોઈ બુદ્ધીજીવીનો સુખમય દૃષ્ટીકોણ ક્યારે મુર્છા પામશે ???

–ગોવીન્દ મારુ
સંપર્ક:
શ્રી ગોવીન્દ મારુ, 405, સરગમ કો. ઓ. હાઉસીન્ગ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, વીજલપોર. પો: એરુ એ. સી. – 396450 જી. : નવસારી. સેલફોન: 9974062600 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

કલાકારોને પ્રોત્સાહન આપવા રાજ્યમાં ઊજવાશે યુવા ઉત્સવ-૨૦૧૧-૧૨ સાહિત્ય-કલા અને સંગીત વિભાગમાં વિવિધ સ્પર્ધાઓ યોજાશે

ગાંધીનગર,
રાજ્યના કલાકારોને પ્રોત્સાહન આપવા તથા નવોદિત યુવક-યુવતીઓને સાહિત્ય, કલા અને સંગીત ક્ષેત્રે જરૂરી માર્ગદર્શન આપીને તૈયાર કરવાના હેતુસર રાજ્યમાં, તાલુકા, જિલ્લા, પ્રદેશ, રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ યુવા ઉત્સવ-૨૦૧૧-૧૨નું આયોજન કરવામાં આવશે. તાલુકા કક્ષાએ સપ્ટેમ્બર-૨૦૧૧, જિલ્લા કક્ષાએ ઓક્ટોબર-૨૦૧૧, પ્રદેશ કક્ષાએ નવેમ્બર-૨૦૧૧, રાજ્ય કક્ષાએ ડિસેમ્બર-૨૦૧૧ અને રાષ્ટ્ર કક્ષાએ ૧૨ થી ૧૬, જાન્યુઆરી-૨૦૧૨ દરમિયાન એમ પાંચ કક્ષાએ આ યુવા ઉત્સવ યોજાનાર છે.
આ માટેની જરૂરી અરજીઓ સંબંધિતોએ તા. ૩૦-૧૧-૨૦૧૧ સુધીમાં સંબંધિત જિલ્લાના યુવા ઉત્સવ સમિતિના વડાને મોકલી આપવાની રહેશે. રાષ્ટ્રીય યુવા ઉત્સવના એકાંકી સ્પર્ધામાં એકાંકી અંગ્રેજી, હિન્દી ઉપરાંત પ્રાદેશિક ભાષામાં પણ રજૂ કરી શકાશે. તાલુકા કક્ષા માટે મામલતદાર અને જિલ્લા કક્ષા માટે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષપણા હેઠળ વ્યવસ્થાપક સમિતિની રચના કરવામાં આવી છે. યુવા ઉત્સવમાં ૧૫ થી ૩૫ વર્ષ સુધીના ઉંમરના યુવક - યુવતી - વિદ્યાર્થી - બિનવિદ્યાર્થી ભાગ લઇ શકશે. (ક) વિભાગમાં સાહિત્ય, (ખ) વિભાગમાં કલા, (ગ) વિભાગમાં સાંસ્કૃતિક વિભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાહિત્ય વિભાગમાં વકતૃત્વ, નિબંધ, પાદ પૂર્તિ, ગઝલ-શાયરી લેખન, કાવ્ય લેખન, દોહા-છંદ-ચોપાઇ, લોકવાર્તા, શીધ્ર વકતૃત્વ સ્પર્ધા (હિન્દી / અંગ્રેજી)નો સમાવેશ થાય છે. જ્યારે કલા વિભાગમાં સર્જનાત્મક કારીગરી અને ચિત્ર કલાનો સમાવેશ થાય છે. સાંસ્કૃતિક વિભાગમાં વિવિધ સંગીત શાસ્ત્રીય નૃત્ય, લોકનૃત્યો, સિતાર, વાંસળી, વીણા, મૃદંગમ્, હાર્મોનિયમ, ગિટાર, તબલા વાદન કલાનો સમાવેશ થાય છે.

ગુરુવાર, 14 જુલાઈ, 2011

મુખ્યમંત્રીશ્રી દિલ્હીમાં FICCI-YFLO આયોજિત સમારોહમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી તા.૧૪ જુલાઇ-ર૦૧૧ના રોજ નવી દિલ્હીમાં FICCI-YFLO આયોજિત યંગ-મધર્સ-પ્રાઉડ ટુ બી ઇન્ડિયન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પ્રેરક પ્રવચન આપશે.
ઊર્જા ક્ષેત્રે સર્વાંગીણ પ્રગતિની હરણફાળ ભરતા ગુજરાત પ્રત્યે કેન્દ્રના અન્યાયી વલણની આલોચના કરતા ઊર્જા રાજ્યમંત્રીશ્રી
નવી દિલ્હીમાં રાજ્યોના ઊર્જા મંત્રીશ્રીઓની પરિષદઃ
ગુજરાતના ઊર્જા ક્ષેત્રની નવતર પહેલ દેશ માટે પથદર્શક બની રહેશેઃ શ્રી સૌરભભાઇ પટેલ

ઊર્જા રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના કુશાગ્ર નેતૃત્વ અને રાજકીય ઇચ્છાશકિતથી ગુજરાતે ઊર્જા ઉત્પાદન, વિતરણ ક્ષેત્રે કરેલી નવતર પહેલ સમગ્ર દેશ માટે મોડેલરૂપ અને પથદર્શક બનશે તેવો સ્પષ્ટ અભિપ્રાય વ્યકત કર્યો હતો.
નવી દિલ્હીમાં મળેલી રાજ્યોના ઊર્જા મંત્રીશ્રીઓની પરિષદમાં ઊર્જા રાજ્યમંત્રીશ્રીએ ગુજરાતના વિકાસમાં અવરોધક બનતા કેન્દ્રના અન્યાયી વલણનો ઉગ્ર પ્રતિઘોષ પાડયો હતો.
આ પરિષદમાં ગુજરાતે ખોટ કરતા વીજ નિગમનું ચાર વીજ વિતરણ કંપનીઓના જનસેવાલક્ષી અભિગમથી રૂા. પપ૦ કરોડનો નફો કરતી કંપનીઓમાં રૂપાંતરણ કરવાની જે સિધ્ધિ મેળવી છે તેની વિસ્તૃત રૂપરેખા પ્રસ્તુત કરી હતી.
શ્રી સૌરભભાઇ પટેલે પરિષદમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, પાવર ફાયનાન્સ કોર્પોરેશને દેશની ૪૦ વીજ વિતરણ કંપનીઓનો સર્વે કરીને ગુજરાતની વીજ વિતરણ કંપનીઓના આર્થિક સધ્ધર વ્યવસ્થાપનને પ્રમાણિત કર્યું હોવા છતાં કેન્દ્ર સરકાર ગુજરાતના વીજ ક્ષેત્રની પ્રગતિમાં અંતરાય ઊભા કરી રહી હોવાની ઉગ્ર રજુઆત પણ કરી હતી.
ઊર્જા રાજ્ય મંત્રીશ્રીએ કેન્દ્રની યુપીએ સરકાર ગુજરાતને વીજ ઉત્પાદન માટે ગેસનો પૂરવઠો આપવાને બદલે ખાનગી કંપનીઓને આપી દેતી હોવાનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, જો દેશમાં ઉત્પાદિત થતો ગેસ ગુજરાતને અપાય તો વીજ ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થતાં સસ્તા દરે વીજળી ગ્રાહકો-ઉપભોકતાઓને આપી શકાય, પરંતુ કેન્દ્ર ગુજરાતને મોંઘાભાવનો આયાતી એલ.એન.જી. ગેસ ૧૪ ડોલર પ્રતિ એમ.એમ.બી.ટી.યુ.ના બજાર ભાવે લેવાની ફરજ પાડે છે. આ મોંઘાભાવનો આયાતી ગેસ વીજ ઉત્પાદન માટે વાપરવાની ફરજ પડતાં ગુજરાતમાં ગેસ બેઇઝડ વીજ ઉત્પાદનની પ્રતિ યુનિટ કોસ્ટ રૂા. ૬ જેવી ઊંચી આવતી હોવાનો આક્રોશ ઊર્જા રાજ્ય મંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.
ગુજરાતમાં ગેસ બેઇઝડ વીજ ઉત્પાદન ૩૮ર૧ મેગાવોટનું છે જે માટે રપ ટકા ગેસ વિદેશથી મોંઘાભાવે આયાત કરવામાં આવતો ગેસ અપાતો હોવાથી રાજ્યમાં પૂરતા ગેસની ઉપલબ્ધી ન થતાં ૪૭૦ મેગાવોટનો ગેસ આધારિત પ્લાન્ટ સંપૂર્ણ ઉત્પાદન સજ્જતા છતાં પુરતું ઉત્પાદન મેળવી શકાતું નથી તેમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતે ઊર્જાની પંચશકિતઓ સોલાર, થર્મલ, હાઇડ્રો, ગેસ અને ન્યૂકલીયરનો વીજ ઉત્પાદનમાં વિનિયોગ કરવાની નવતર પહેલ કરી છે અને ઊર્જા ઉત્પાદન-વિતરણમાં અગ્રેસરતા પ્રાપ્ત કરી છે તેનો સવિશેષ ઉલ્લેખ કરી ઊર્જા રાજ્ય મંત્રીશ્રીએ કહ્યું કે, ટૂંકસમયમાં રાજ્યમાં બે નવાં ગેસ આધારિત વીજ મથકો પીપાવાવ ખાતે ૭૦૦ મે.વો. તથા હજીરા ખાતે જી.એસ.ઇ.જી.ના ૩પ૦ મેગાવોટ માટે દેશમાં ઉત્પાદિત થતો ગેસ કેન્દ્રના અન્યાયી વલણને કારણે મળવાનો નથી, આથી સમગ્રતયા ૧પ૦૦ મે.વો. ની વીજ ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ ગુજરાત કરી શકશે નહીં. આ અન્યાય અને ભેદભાવ દૂર કરવા શ્રી પટેલે પરિષદમાં ભારપૂર્વક રજૂઆત કરી હતી. પીપાવાવના ગેસ આધારિત વિજમથક માટે ગેસ આપવાની કેન્દ્રની કોંગ્રેસ સરકારે ૧૯૮૮ના વર્ષમાં સંમતિ આપી હતી અને મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ ગેસ આધારિત વિજમથકનો શિલાન્યાસ કર્યો અને ઉત્પાદન માટેની પ્રતિબધ્ધતા દર્શાવી છે ત્યારે કેન્દ્રના આ ઓરમાયા વર્તનને કારણે પીપાવાવ મથકને હજુ સુધી વીજ ઉત્પાદન માટે ગેસ ઉપલબ્ધ થયો નથી. તે અન્યાય દૂર થવો જોઇએ તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
ઊર્જા રાજ્યમંત્રીશ્રીએ પરિષદમાં એવી પણ રજુઆત કરી હતી કે, કેન્દ્રની યુપીએ શાસિત વર્તમાન સરકારની અણઆવડતને પરિણામે આઝાદી પછી કયારેય ન વધ્યો હોય તેટલો ર૪૦ ટકાનો ભાવ વધારો એ અને બી ગ્રેડના કોલસામાં થયો છે જેની વિપરિત અસર કોલસા આધારિત વિજ ઉત્પાદન ઉપર પડી છે.
એટલું જ નહીં, ગુજરાતમાં કોલસા આધારિત વીજઉત્પાદન કરતા વીજમથકો માટે દૂરના રાજ્યોમાંથી કોલસો આપવામાં આવે છે જે સરવાળે પરિવહન કિંમત-ખર્ચમાં વધારો કરે છે તેથી વીજ ઉત્પાદન ખર્ચ વધે છે જેનું સીધું ભારણ રાજ્યની પ્રજાના શિરે આવે છે. અગાઉ કેન્દ્રમાં એન.ડી.એ.ના શાસનના સમયમાં તત્કાલિન વડાપ્રધાનશ્રી અટલબિહારી વાજયેઇજીએ ગુજરાતને નજીકના કોલ ફિલ્ડમાંથી વીજ ઉત્પાદન માટે કોલસો આપવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તે નિર્ણય અંગે પણ કેન્દ્રની વર્તમાન યુ.પી.એ. સરકારે કોઇ પરિણામલક્ષી કાર્યવાહી કરી નથી. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વયં આ પ્રશ્ને અવાર-નવાર કેન્દ્ર સમક્ષ ગુજરાતને નજીકનાં કોલ ફિલ્ડમાંથી કોલસાનો પૂરવઠો પૂરો પાડવા તેમજ કરાર મુજબનો પૂરેપૂરાં કોલસોનો જથ્થો ગુજરાતને ફાળવવા રજુઆતો કરી છે આમ છતાં, કેન્દ્રની યુપીએ સરકાર ગુજરાતના વિકાસમાં રોડા નાખવાના સિલસીલા રૂપે કોઇ જ વિધેયાત્મક પ્રતિભાવ આપતા નથી અને અન્યાયની પરંપરાથી ગુજરાત જેવા સર્વાંગીણ પ્રગતિને વરેલા રાજ્યની વિકાસયાત્રામાં રૂકાવટ ઊભી કરે છે તે દૂર થવા માટે પણ શ્રી પટેલે પરિષદમાં ઉગ્ર રજુઆત કરી હતી.
ગુજરાતે વીજ ઉત્પાદનમાં અનેક સુધારાલક્ષી ઉપક્રમ હાથ ધરીને આત્મનિર્ભરતા સાથે દેશના એનર્જી હબ બનવાની દિશામાં વર્તમાન શાસનની રાજકીય ઇચ્છાશકિત સાથે હરણફાળ ભરી છે ત્યારે, વીજ અછતવાળાં દેશના અન્ય રાજ્યોમાં ગુજરાત વીજળી પહોંચાડવા પ્રતિબધ્ધ છે, પરંતુ એ માટેનું ઇન્ટર રિજીયોનલ ટ્રાન્સમીશન કોરીડોર નેટવર્ક કેન્દ્ર સરકાર પોતાની જવાબદારી હોવા છતાં પુરૂ પાડતી નથી, દેશમાં જે રાજ્યોમાં વીજ માંગ વધી હોય અને ગુજરાત જેવું રાજ્ય તે પૂર્ણ કરવા સક્ષમ હોય ત્યારે આ કોરીડોર યુધ્ધના ધોરણે કેન્દ્ર હાથ ધરે તેવી હિમાયત પણ શ્રી સૌરભભાઇ પટેલે કરી હતી.
આ પરિષદમાં ઊર્જાના અગ્રસચિવશ્રી ડી. જે. પાંડિયન તથા ગુજરાત ઊર્જા વિકાસ નિગમના વહીવટી સંચાલક સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

ઊર્જા ક્ષેત્રે સર્વાંગીણ પ્રગતિની હરણફાળ ભરતા ગુજરાત પ્રત્યે કેન્દ્રના અન્યાયી વલણની આલોચના કરતા ઊર્જા રાજ્યમંત્રીશ્રી નવી દિલ્હીમાં રાજ્યોના ઊર્જા મંત્રીશ્રીઓની પરિષદઃ


ગુજરાતના ઊર્જા ક્ષેત્રની નવતર પહેલ દેશ માટે પથદર્શક બની રહેશેઃ શ્રી સૌરભભાઇ પટેલ
ઊર્જા રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના કુશાગ્ર નેતૃત્વ અને રાજકીય ઇચ્છાશકિતથી ગુજરાતે ઊર્જા ઉત્પાદન, વિતરણ ક્ષેત્રે કરેલી નવતર પહેલ સમગ્ર દેશ માટે મોડેલરૂપ અને પથદર્શક બનશે તેવો સ્પષ્ટ અભિપ્રાય વ્યકત કર્યો હતો.
નવી દિલ્હીમાં મળેલી રાજ્યોના ઊર્જા મંત્રીશ્રીઓની પરિષદમાં ઊર્જા રાજ્યમંત્રીશ્રીએ ગુજરાતના વિકાસમાં અવરોધક બનતા કેન્દ્રના અન્યાયી વલણનો ઉગ્ર પ્રતિઘોષ પાડયો હતો.
આ પરિષદમાં ગુજરાતે ખોટ કરતા વીજ નિગમનું ચાર વીજ વિતરણ કંપનીઓના જનસેવાલક્ષી અભિગમથી રૂા. પપ૦ કરોડનો નફો કરતી કંપનીઓમાં રૂપાંતરણ કરવાની જે સિધ્ધિ મેળવી છે તેની વિસ્તૃત રૂપરેખા પ્રસ્તુત કરી હતી.
શ્રી સૌરભભાઇ પટેલે પરિષદમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, પાવર ફાયનાન્સ કોર્પોરેશને દેશની ૪૦ વીજ વિતરણ કંપનીઓનો સર્વે કરીને ગુજરાતની વીજ વિતરણ કંપનીઓના આર્થિક સધ્ધર વ્યવસ્થાપનને પ્રમાણિત કર્યું હોવા છતાં કેન્દ્ર સરકાર ગુજરાતના વીજ ક્ષેત્રની પ્રગતિમાં અંતરાય ઊભા કરી રહી હોવાની ઉગ્ર રજુઆત પણ કરી હતી.
ઊર્જા રાજ્ય મંત્રીશ્રીએ કેન્દ્રની યુપીએ સરકાર ગુજરાતને વીજ ઉત્પાદન માટે ગેસનો પૂરવઠો આપવાને બદલે ખાનગી કંપનીઓને આપી દેતી હોવાનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, જો દેશમાં ઉત્પાદિત થતો ગેસ ગુજરાતને અપાય તો વીજ ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થતાં સસ્તા દરે વીજળી ગ્રાહકો-ઉપભોકતાઓને આપી શકાય, પરંતુ કેન્દ્ર ગુજરાતને મોંઘાભાવનો આયાતી એલ.એન.જી. ગેસ ૧૪ ડોલર પ્રતિ એમ.એમ.બી.ટી.યુ.ના બજાર ભાવે લેવાની ફરજ પાડે છે. આ મોંઘાભાવનો આયાતી ગેસ વીજ ઉત્પાદન માટે વાપરવાની ફરજ પડતાં ગુજરાતમાં ગેસ બેઇઝડ વીજ ઉત્પાદનની પ્રતિ યુનિટ કોસ્ટ રૂા. ૬ જેવી ઊંચી આવતી હોવાનો આક્રોશ ઊર્જા રાજ્ય મંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.
ગુજરાતમાં ગેસ બેઇઝડ વીજ ઉત્પાદન ૩૮ર૧ મેગાવોટનું છે જે માટે રપ ટકા ગેસ વિદેશથી મોંઘાભાવે આયાત કરવામાં આવતો ગેસ અપાતો હોવાથી રાજ્યમાં પૂરતા ગેસની ઉપલબ્ધી ન થતાં ૪૭૦ મેગાવોટનો ગેસ આધારિત પ્લાન્ટ સંપૂર્ણ ઉત્પાદન સજ્જતા છતાં પુરતું ઉત્પાદન મેળવી શકાતું નથી તેમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતે ઊર્જાની પંચશકિતઓ સોલાર, થર્મલ, હાઇડ્રો, ગેસ અને ન્યૂકલીયરનો વીજ ઉત્પાદનમાં વિનિયોગ કરવાની નવતર પહેલ કરી છે અને ઊર્જા ઉત્પાદન-વિતરણમાં અગ્રેસરતા પ્રાપ્ત કરી છે તેનો સવિશેષ ઉલ્લેખ કરી ઊર્જા રાજ્ય મંત્રીશ્રીએ કહ્યું કે, ટૂંકસમયમાં રાજ્યમાં બે નવાં ગેસ આધારિત વીજ મથકો પીપાવાવ ખાતે ૭૦૦ મે.વો. તથા હજીરા ખાતે જી.એસ.ઇ.જી.ના ૩પ૦ મેગાવોટ માટે દેશમાં ઉત્પાદિત થતો ગેસ કેન્દ્રના અન્યાયી વલણને કારણે મળવાનો નથી, આથી સમગ્રતયા ૧પ૦૦ મે.વો. ની વીજ ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ ગુજરાત કરી શકશે નહીં. આ અન્યાય અને ભેદભાવ દૂર કરવા શ્રી પટેલે પરિષદમાં ભારપૂર્વક રજૂઆત કરી હતી. પીપાવાવના ગેસ આધારિત વિજમથક માટે ગેસ આપવાની કેન્દ્રની કોંગ્રેસ સરકારે ૧૯૮૮ના વર્ષમાં સંમતિ આપી હતી અને મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ ગેસ આધારિત વિજમથકનો શિલાન્યાસ કર્યો અને ઉત્પાદન માટેની પ્રતિબધ્ધતા દર્શાવી છે ત્યારે કેન્દ્રના આ ઓરમાયા વર્તનને કારણે પીપાવાવ મથકને હજુ સુધી વીજ ઉત્પાદન માટે ગેસ ઉપલબ્ધ થયો નથી. તે અન્યાય દૂર થવો જોઇએ તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
ઊર્જા રાજ્યમંત્રીશ્રીએ પરિષદમાં એવી પણ રજુઆત કરી હતી કે, કેન્દ્રની યુપીએ શાસિત વર્તમાન સરકારની અણઆવડતને પરિણામે આઝાદી પછી કયારેય ન વધ્યો હોય તેટલો ર૪૦ ટકાનો ભાવ વધારો એ અને બી ગ્રેડના કોલસામાં થયો છે જેની વિપરિત અસર કોલસા આધારિત વિજ ઉત્પાદન ઉપર પડી છે.
એટલું જ નહીં, ગુજરાતમાં કોલસા આધારિત વીજઉત્પાદન કરતા વીજમથકો માટે દૂરના રાજ્યોમાંથી કોલસો આપવામાં આવે છે જે સરવાળે પરિવહન કિંમત-ખર્ચમાં વધારો કરે છે તેથી વીજ ઉત્પાદન ખર્ચ વધે છે જેનું સીધું ભારણ રાજ્યની પ્રજાના શિરે આવે છે. અગાઉ કેન્દ્રમાં એન.ડી.એ.ના શાસનના સમયમાં તત્કાલિન વડાપ્રધાનશ્રી અટલબિહારી વાજયેઇજીએ ગુજરાતને નજીકના કોલ ફિલ્ડમાંથી વીજ ઉત્પાદન માટે કોલસો આપવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તે નિર્ણય અંગે પણ કેન્દ્રની વર્તમાન યુ.પી.એ. સરકારે કોઇ પરિણામલક્ષી કાર્યવાહી કરી નથી. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વયં આ પ્રશ્ને અવાર-નવાર કેન્દ્ર સમક્ષ ગુજરાતને નજીકનાં કોલ ફિલ્ડમાંથી કોલસાનો પૂરવઠો પૂરો પાડવા તેમજ કરાર મુજબનો પૂરેપૂરાં કોલસોનો જથ્થો ગુજરાતને ફાળવવા રજુઆતો કરી છે આમ છતાં, કેન્દ્રની યુપીએ સરકાર ગુજરાતના વિકાસમાં રોડા નાખવાના સિલસીલા રૂપે કોઇ જ વિધેયાત્મક પ્રતિભાવ આપતા નથી અને અન્યાયની પરંપરાથી ગુજરાત જેવા સર્વાંગીણ પ્રગતિને વરેલા રાજ્યની વિકાસયાત્રામાં રૂકાવટ ઊભી કરે છે તે દૂર થવા માટે પણ શ્રી પટેલે પરિષદમાં ઉગ્ર રજુઆત કરી હતી.
ગુજરાતે વીજ ઉત્પાદનમાં અનેક સુધારાલક્ષી ઉપક્રમ હાથ ધરીને આત્મનિર્ભરતા સાથે દેશના એનર્જી હબ બનવાની દિશામાં વર્તમાન શાસનની રાજકીય ઇચ્છાશકિત સાથે હરણફાળ ભરી છે ત્યારે, વીજ અછતવાળાં દેશના અન્ય રાજ્યોમાં ગુજરાત વીજળી પહોંચાડવા પ્રતિબધ્ધ છે, પરંતુ એ માટેનું ઇન્ટર રિજીયોનલ ટ્રાન્સમીશન કોરીડોર નેટવર્ક કેન્દ્ર સરકાર પોતાની જવાબદારી હોવા છતાં પુરૂ પાડતી નથી, દેશમાં જે રાજ્યોમાં વીજ માંગ વધી હોય અને ગુજરાત જેવું રાજ્ય તે પૂર્ણ કરવા સક્ષમ હોય ત્યારે આ કોરીડોર યુધ્ધના ધોરણે કેન્દ્ર હાથ ધરે તેવી હિમાયત પણ શ્રી સૌરભભાઇ પટેલે કરી હતી.
આ પરિષદમાં ઊર્જાના અગ્રસચિવશ્રી ડી. જે. પાંડિયન તથા ગુજરાત ઊર્જા વિકાસ નિગમના વહીવટી સંચાલક સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

ગ્રામ વિકાસ રાજયમંત્રીશ્રી કુંડારીયા રાજકોટ જિલ્લાામાં વિવિધ સ્થંળોએ ગુરૂપુર્ણિમાના કાર્યક્રમોમાં હાજરી આપશે.

રાજકોટ
ગ્રામ વિકાસ રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા તા. ૧૫ જુલાઇના રોજ રાજકોટ જિલ્લા માં વિવિધ ધાર્મિક સ્થ ળોએ ગુરુપૂર્ણિમાના પવિત્ર દિને ગુરુવંદના કરશે. તેઓ તા. ૧૫મીના રોજ સવારે ૮-૩૦ કલાક થી સાંજના પ કલાક દરમિયાન મોરબીના શ્રી શાંતિવન આશ્રમમાં તેમજ સંતશ્રી શિવરામ સાહેબ, કબીરધામ, સ્વા મિનારાયણ મંદીર, હવેલી મહાપ્રભુ બેઠક, બગથળા ખાતે સંતશ્રી દામજી ભગત-નકલંક મંદિર, ટંકારા ખાતે શ્રી પ્રભુચરણદાસ આશ્રમ, પડધરી ખાતે હનુમાનધારાની જગ્યાગ અને પાળ ગામમાં શ્રી બચુદાસબાપુ-જખરાપીર જગ્યા્ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુવંદનાના કાર્યક્રમમાં ઉપસ્થિમત રહેશે. જયારે રાજયમંત્રીશ્રી કુંડારીયા તા. ૧૬ જુલાઇના રોજ સવારે ૯-૩૦ કલાકે મોરબી સરકીટ હાઉસ ખાતે ૧૩માં નાણાંપંચના કામોનું આયોજન તથા ‘ચલો તાલુકે’ કાર્યક્રમ હેઠળ આવરી લેવાના કામોના આયોજન અન્વ૩યેની બેઠકમાં હાજરી આપશે. આ પહેલા તા. ૧૪ના રોજ સાંજે પ વાગ્યેે લીલાપર ગામે ગ્રામસભામાં હાજરી આપશે.



જુના મોબાઇલ ફોનના ખરીદ વેચાણ કરનારા વેપારીઓએ રજીસ્ટયર નિભાવવા હુકમ
રાજકોટ
રાજયમાં બનતા ગુન્હાતઓમાં મોબાઇલ ફોનના ઉપયોગ થાય છે તેમજ મોબાઇલ ચોરીના ગુન્હાીઓનું પ્રમાણ વધવા પામેલ છે. આવા ગુન્હાુઓ શોધી કાઢવા માટે ગુન્હાયમાં વપરાયેલ અથવા ગયેલ મોબાઇલ ફોનના IMEI નંબરનું ટ્રેકીંગ કરીને ગુન્હાાના મુળ સુધી પહોંચવા પ્રયત્નોઅ કરવામાં આવે છે.
ઘણી વખતે મોબાઇલ ફોનના વપરાશ કર્તા સુધી પહોંચવામાં આવે ત્યારરે જાણવા મળે છે કે, તેમણે કોઇ અજાણ્યાે માણસ પાસેથી મોબાઇલ ખરીદેલ છે જે મોબાઇલ વેચનાર/ખરીદ કરનારને ચોરાયેલ અથવા ગુન્હાામાં વપરાયેલ હોવાની માહિતી હોતી નથી. અને મોબાઇલટ્રેકીંગ કરી અને ગુન્હાનના મુળ સુધી પહોંચે ત્યાહરે એવું જાણવા મળે છે કે મોબાઇલ કોઇ અજાણી વ્યાકતિએ આપેલ છે અને તેને હું ઓળખતો નથી તેમ જાણવા મળે છે જેથી તપાસમાં કોઇ ફળદાયક હકીકત મળતી નથી. આ બાબતે કોઇ વ્યનકિતઓ મોબાઇલ/સીમકાર્ડ હેન્ડફ સેટ વિગેરે અગર ઓળખકાર્ડ અથવા કોઇ પણ ઓળખપત્ર વગર લેનાર/વેચનારની જવાબદારી નકકી કરવી અને પ્રસ્તુરત બાબતે આવા ગુન્હાખઓના મુળ સુધી પહોંચી સાચા આરોપીને શોધી કાઢવા માટે જુના મોબાઇલના વપરાશકારે તે મોબાઇલ કોની પાસેથી ખરીદયો અથવા કોન વેચ્યોધ તે જાણવું જરૂરી જણાતા રાજકોટ શહેર પોલીસ કમિશ્નારશ્રીએ ફોજદારી કાર્યરીતી અધિનીયમ અન્વ્યે મળેલ સત્તાની રૂએ રાજકોટ શહેર પોલીસ કમિશનર વિસ્તા‍રમાં જુના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીએ મોબાઇલ લેતા પહેલા મોબાઇલ વેચનારનું તથા જુના મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનારાનું ઓળખ અંગેનું પુરેપુરુ નામ, સરનામું નોંધવું ફરજીયાત બનાવવામાં આવે તે માટે નિયત વિગતે સાથેના રજીસ્ટંરો નિભાવવાનો હુકમ કર્યો છે. જુના મોબાઇલ ખરીદતી વખતે વેપારીએ નિભાવવાના રજીસ્ટકરમાં મોબાઇલની વિગત/કંપની તથા IMEI No. તેમજ મોબાઇલ વેંચનાર/ખરીદનારનું નામ, સરનામાની વિગત અને ID પ્રુફની વિગત દર્શાવવાની રહેશે. જયારે જુના મોબાઇલ વેચતી વખતે વેપારીએ નિભાવવાના રજીસ્ટવરમાં મોબાઇલની વિગત/કંપની તથા IMEI No. તેમજ મોબાઇલ વેંચાનાર/ખરીદનારનું નામ, સરનામાની વિગત અને ID પ્રુફની વિગત દર્શાવવાની રહેશે.
આ હુકમ તા. ૧૫/૭/૧૧થી તા. ૧૪/૯/૧૧ સુધી અમલમાં રહેશે, આ હુકમનો ભંગ કરનાર વ્યહકિત ભારતીય દંડ સહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.



વિદ્યાર્થીનીઓના ટયુશન કલાસિસ માટે નિયત કરાયેલ સમય
રાજકોટ-
રાજકોટ શહેર પોલીસ કમિશ્ન રેટ વિસ્તાગરમાં વહેલી સવારના શરૂ થતા ટયુશન કલાસીસમાં વિદ્યાર્થીનીઓ અભ્યાિસ કરવા જાય છે. જેથી જાહેર સલામતી તેમજ વીદ્યાર્થી/વિદ્યાર્થીનિઓના હિતમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્નીરશ્રી ગીતા જૌહરીએ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરરેટના સમગ્ર વિસ્તા્રમાં તા. ૨૧-૭-૧૧ થી તા. ૨૦-૯-૧૧ સુધી સવારના કલાક ૭-૦૦ વાગ્યાત પહેલા તથા સાંજના કલાક ૮-૦૦ બાદ વિદ્યાર્થીનીઓ (Girl Student)ના શૈક્ષણિક ટયુશન કલાસીસ તથા શાળાઓ ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યોદ છે. આ હુકમ (Boys Student)ને લાગુ પડતો નથી. આ હુકમનો ભંગ કરનાર વ્ય કિત શિક્ષાને પાત્ર થશે.



રાજકોટના ખોવાયેલ બાળક વિષે પત્તો આપવા સૂચના
રાજકોટ
રાજકોટનો ૯ વર્ષનો બાળક રમેશ કેશાભાઇ ઓબ્ઝડર્વેશન હોમ(બાળ અદાલત), સમાજ સુરક્ષા ખાતું, ગોંડલ રોડ, રાજકોટ ખાતેથી ગત તા.૯-૫-૨૦૦૭ના રોજ સવારે ૮.૨૦ વાગ્યે ગુમ થયો છે. મધ્યગમ બાંધાના, વાને ઘઉંવર્ણા આ બાળકને જમણા નેણ પર વાગ્યાોનું નિશાન છે. અને આજ દિન સુધી તે પાછો ફર્યો નથી. તેનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો રાજકોટ શહેરના પ્રદ્યુમ્ન નગર પોલીસ સ્ટેશનને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.




રાજકોટનો યુવક ગુમ-પત્તો આપવા સૂચના
રાજકોટ
–રાજકોટનો ૨૧ વર્ષનો યુવક યસ્મીાન દામજીભાઇ મેઘાણી ૨/૧૧ ભક્તિનગર સ્ટેોશન પ્લો૩ટ, લોધાવાડ, રાજકોટ ખાતેથી ગત તા.૩૦-૫-૨૦૦૭ના રોજ સાંજે ૬.૦૦ વાગ્યે ગુમ થયો છે. પાંચ ફુટ પાંચ ઇંચ ઉંચાઇના, મધ્ય–મ બાંધાના, વાને ઘઉંવર્ણા આ યુવકના ડાબા હાથના કાંડા પર ‘‘Y’’ લખેલું છે. અને આજ દિન સુધી તે ઘરે પાછો ફર્યો નથી. તેનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો રાજકોટ શહેરના પ્રદ્યુમ્નધનગર પોલીસ સ્ટેશનને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.



વિકલાંગો તથા તેમના પ્લેસમેન્ટ ઓફિસર અને નોકરીદાતાઓને વિકલાંગ પારિતોષિકો અપાશે
રાજકોટ
વર્ષ-૨૦૧૧ના રાષ્ટ્રીય/રાજય વિકલાંગ પારિતોષિક સ્પર્ધા માટે શારીરિક ક્ષતિ(વિકલાંગતા) ધરાવતા કર્મચારીઓ અને સ્વરોજગાર કરતી વિકલાંગ વ્યકિતઓ તથા શારીરિક ક્ષતિ(વિકલાંગ) વ્યવક્તિઓને થાળે પાડવાનું અને વિકલાંગોને રોજગાર પૂરો પાડવાનું કામ કરતા પ્લેસમેન્ટ ઓફિસર અને વિકલાંગોને કામે રાખતા નોકરીદાતાઓ પાસેથી અરજી મંગાવવામાં આવે છે.
આ એવોર્ડ માટેના નિયત અરજી ફોર્મ જિલ્લા રોજગાર કચેરી ખાતેથી વિના-મૂલ્યે તા.૧૬ જુલાઇ-૨૦૧૧ સુધી મળશે. પુરી વિગતો ભરેલા આ ફોર્મ ૨૧ જુલાઇ-૨૦૧૧ સુધીમાં સંબંધિત રોજગાર કચેરીને રૂબરૂ અથવા ટપાલ દ્વારા મોકલી આપવાના રહેશે. શારીરિક ક્ષતિ ધરાવતા કર્મચારીઓના વ્યસક્તિગત કિસ્સાેમાં શારીરિક ક્ષતિ દેખાય તેવા તાજેતરના ત્રણ ફોટોગ્રાફસ અને ૪૦ ટકા કે તેથી વધુ ખોડ દર્શાવતું સિવિલ સર્જન પાસેથી ત્રણ માસની અંદર મેળવેલું વિકલાંગતાનું પ્રમાણપત્ર અરજી સાથે જોડવાનું રહેશે. અધૂરી વિગતોવાળા તથા સમયમર્યાદા બહાર મોકલેલા અરજીપત્રકો વિચારણામાં લેવામાં આવશે નહીં. આ અંગેની વધુ માહિતી માટે મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ૧/૩ બહુમાળી ભવન, રેઇસ કોર્ષ પાસે, રાજકોટ ફોન નં-૨૪૪૦૪૧૯ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.



રાજકોટનો તરૂણ ગુમ-પત્તો આપવા સૂચના
રાજકોટ–
રાજકોટનો ૧૫ વર્ષનો તરુણ શૈલેષ ભુરાભાઇ સારોલીયા બીગ બાઇટ હોટલ સામેની ફુટપાથ ઉપરથી ગત તા.૨૮-૮-૨૦૦૮ના રોજ સાંજે ૭.૫૦ વાગ્યે ગુમ થયો છે. પાતળા બાંધાના, વાને શ્યાટમવર્ણા આ તરૂણના જમણા હાથના કાંડા પર ‘‘શૈલેષ’’ લખેલું છે. અને આજ દિન સુધી તે ઘરે પાછો ફર્યો નથી. તેનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો રાજકોટ શહેરના પ્રદ્યુમ્નંનગર પોલીસ સ્ટેશનને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.




રાજકોટની તરૂણી ગુમ-પત્તો આપવા સૂચના
રાજકોટ
રાજકોટની ૧૬ વર્ષની તરુણી ઇના નાથાભાઇ દુધરેજીયા રેસકોર્સ લોકમેળામાંથી ગત તા.૧૬-૮-૨૦૦૯ના રોજ રાત્રે ૧૦.૩૦ વાગ્યે ગુમ થયેલ છે. પાતળા બાંધાની, વાને શ્યાેમવર્ણી આ તરૂણી આજ દિન સુધી તે ઘરે પાછી ફરી નથી. તેનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો રાજકોટ શહેરના પ્રદ્યુમ્નીનગર પોલીસ સ્ટેશનને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.
સોનલ




ઇ.સી.એચ.એસ.પૂણે ખાતે હેલ્પ લાઇન નો પ્રારંભ.
જામનગર
આર્મી સેંટ્રલ ઓર્ગેનાઇઝેશન ઇ.સી.એચ.એસ. પુણે ખાતે ૨૪ કલાક હેલ્પરલાઇન ની સુવિધા ચાલુ કરવામાં આવેલ છે. હેલ્પઇલાઇન ના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૦૩ ૮૬૬૬ અને ૦૮૦-૪૩૦૦-૮૩૦૦ તથા એસ.એમ.એસ. અને વોઇસ કોલ માટેના મોબાઇલ નંબર ૯૭૧૪૭૯૪૩૦૦ છે. તમામ માજી-સૈનિકો / સ્વં.માજી-સૈનિકોને ૨૪ કલાક ઇ.સી.એચ.એસ.હેલ્પમલાઇન સુવિધાનો લાભ લેવા તથા વધુ જાણકારી માટે જિલ્લા૦ સૈનિક કલ્યાછણ અને પુનર્વસવાટ જામનગર નો સંપર્ક કરવા જિલ્લા સૈનિક કલ્યાધણ અને પુનર્વસવાટ કચેરીની યાદીમાં જણાવાયુ છે.



ગૌરવ સેનાની કુમાર છાત્રાલય માં પ્રવેશ મેળવવા બાબત
અમદાવાદ શહેર બહાર વસતા માજી સૈનિકો/ દિવંગત માજી સૈનિકોના ધર્મ પત્નીપઓ ને જણાવવાનું કે ધોરણ ૮ થી ઉપરના અભ્યાનસ કરતા તેમના સંતાનોને શૈક્ષણિક વર્ષ ૨૦૧૧-૧૨ માં ગૌરવ સેનાની કુમાર ભવન (સૈનિક કુમાર છાત્રાલય) ની હોસ્ટેતલ માં પ્રવેશ આપવાની કાર્યવાહી ચાલુ છે.
આ છાત્રાલય માં પ્રવેશ ઇચ્છતતા સબંધિતોએ જિલ્લાટ સૈનિક કલ્‍યાણ અને પુનર્વસવાટ કચેરી, ગૌરવ સેનાની કુમાર ભવન સ્કુ લની સામે, ઓફ ડ્રાઇવઇન રોડ, થલતેજ,અમદાવાદ-૩૮૦૦૫૪ સરનામે તુરત જ અરજી લઇ રૂબરૂ સંપર્ક કરવા જિલ્લાી સૈનિક કલ્યા ણ અને પુનર્વસવાટ કચેરી, જામનગર દ્વારા જણાવાયુ છે.




આર્મી ના લેખિત પરિક્ષા કેન્દ્ર માં ફેરફાર
જુનાગઢ ખાતે યોજાયેલ આર્મી રેલીમાં એડમીટ કાર્ડ મેળવેલ ઉમેદવાર માટે તા. ૩૧/૭/૨૦૧૧ ના રોજ યોજાનાર લેખિત પરિક્ષા નું સ્થીળ ડી.એસ. ગોજીયા હાઇસ્કુષલને બદલે હવે ડી.કે.વી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, જામનગર ખાતે રાખેલ છે. જેની પાસ થયેલ તમામ ઉમેદવારોએ નોંધ લેવા રોજગાર અધીકારી (વ્ય .મા.) જામનગર ની યાદીમાં જણાવ્યુંા છે.




રેકોર્ડ કચેરી, રાજપૂત રેજીમેન્ટજ ફત્તેહગઢ ખાતે હેલ્પ લાઇન નો પ્રારંભ.
રાજપૂત રેજીમેન્ટ, ના સેવારત સૈનિકો, માજી-સૈનિકો/સ્વર.માજી સૈનિકોના ધર્મ પત્ની.ઓ તથા તેઓના આશ્રિતોના પેન્શ‍ન તથા મીલીટરીની નોકરીને લગતા પ્રશ્નોના તાત્કાંલિક નિરાકરણ માટે રેકર્ડ કચેરી, રાજપૂત રેજીમેન્ટે ફત્તેહગઢ ખાતે ફ્રી હેલ્પ લાઇન ટેલીફોન નંબર ૧૮૦૦-૧૮૦-૫૪૫૨ નો પ્રારંભ કરવામાં આવ્યોત છે. જે સવારે ૮-૦૦ થી સાંજના ૮-૦૦ કલાક સુધી કચેરીના કામકાજ ના દિવસો દરમ્યા ન હેલ્પતલાઇનની સુવિધા નો લાભ લેવા જીલ્લાગ સૈનિક કલ્યાનણ અને પુનર્વસવાટ કચેરી, લાલબંગલો, જામનગરની યાદીમાં જણાવ્યું છે.




સંચારી રોગને અટકાવવા જિલ્લાફ સર્વેલન્સ. અને સંકલન સમિતિની બેઠક યોજાઇ.
જામનગર
જામનગર જિલ્લાિ સર્વેલન્સઅ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરી ખાતે તાજેતરમાં જિલ્લા કલેકટરશ્રી સંદિપકુમાર ના અધ્યલક્ષસ્થા‍ને યોજાઇ હતી. બેઠકમાં કલેકટરશ્રી સંદિપકુમારે સંચારી રોગને અટકાવવા પાણીના ટાંકાઓની સફાઇ તેની તપાસ કરવા પર ભાર મુકયો હતો.વોટર સપ્લાાય પાઇપલાઇ તથા ડેમેજ લાઇન ચકાસવા જણાવ્યુસ હતુ. પાણી ના ટાંકા ની સફાઇ કરાવેલ બી.એચ.ઓશ્રીઓ ને અભિનંદન પાઠવ્યાન હતા.
કલેકટરશ્રીએ નગરપાલિકા દ્રારા સાફ સફાઇ બાબતે કાળજી લેવા જણાવી હોટલ, લોજ, રેસ્ટોરરંટ, તથા લારીઓની ચકાસણી કરવા જરૂર જણાય તો ફુડ એન્ડત ડ્રગ વિભાગ નો સંપર્ક કરી સેમ્પવલ લઇ ચકાસણી માટે મોકલવા તથા જરૂરી પગલાં લેવા સુચનાઓ આપી હતી.
આ બેઠક માં મુખ્ય જિલ્લાં આરોગ્ય અધિકારી પંડયા, જિલ્લા ના ઉચ્ચર અધિકારીઓ, જિલ્લાનના બી.એચ.ઓ.શ્રીઓ, ચીફ ઓફીસરશ્રીઓ સહભાગી થયા હતા.



જામનગર ખાતે માનવ અધીકારો અંગે કાનુની સેમિનાર યોજાશે
જામનગર ખાતે ટાઉનહોલમાં (એસી) તા.૧૭/૭/૧૧ ના રોજ ૧૦ થી ૧૨ કલાક દરમિયાન લોકજાગૃતિ લાવવા માનવ અધિકારો અંગે કાનુની સેમિનાર યોજાશે. ઓલ ઇન્ડિનયા હયુમન રાઇટસ એસો. જામનગર ઓલ્ડર સીટી યુનિટ દ્વારા ડો.શેહનઝબેન બાબીના અધ્યનક્ષસ્થા ને યોજાનાર સેમિનારમાં નોબત દૈનિકના તંત્રીશ્રી પ્રદિપભાઇ માધવાણી, એડવોકેટ સર્વશ્રી રસિકલાલ બથીયા, શ્રી ગૌતમભાઇ ગોહિલ જામનગર જેસીસના પૂર્વ પ્રમુખશ્રી ચંદુભાઇ ડાંગર, શ્રી રમેશભાઇ કટારમલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિરત રહેશે.



રાષ્ટ્રીય વિકલાંગ પારિતોષિક સ્પકર્ધા યોજાશે.
વર્ષ-૨૦૧૧ ના રાષ્ટ્રીોય વિકલાંગ પારિતોષિકો ની સ્પમર્ધા માટે શારીરિક ક્ષતિ ધરાવતી શ્રેષ્ઠો કાર્યક્ષમ વ્યષકિતઓ, સ્વોરોજગાર વિકલાંગ વ્યોકિતઓ, વિકલાંગોને કામ આપતા શ્રેષ્ઠે નોકરીદાતા, વિકલાંગો ને કામગીરી આપતા પ્લે સમેન્ટ‍ ઓફીસર્સ પાસેથી નિયત નમૂના માં અરજીઓ સાધનિક દસ્તાગવેજો સાથે મંગાવવામાં આવે છે. નિયત અરજી પત્રકો રોજગાર કચેરીએ થી વિનામૂલ્યેઅ તા. ૧૬/૭/૨૦૧૧ સુધી મળશે. તેમજ www.talimrojgar.org પરથી અરજી ડાઉનલોડ કરી શકાશે.ભરેલ અરજીપત્રકો રોજગાર કચેરીએ તા. ૨૭/૭/૨૦૧૧ સુધી માં રૂબરૂ અથવા ટપાલ દ્રારા મોકલી આપવાની રહેશે. વધુ માહિતી માટે રોજગાર કચેરી-જામનગર નો સંપર્ક સાધવો.



બીપીએલ તથા અંત્યોેદય કાર્ડ ધારકોને તેલની ફાળવણી અંગે
જામનગર
બીપીએલ તથા અંત્યોીદય કાર્ડ ધારકોને કાર્ડદીઠ ૧ લીટર રૂ.૪૦ ના ભાવ થી આરબીડી પામોલીન તેલ ઓગષ્ટ થી નવેમ્બ૧ર-૨૦૧૧ સુધી વિતરણ કરાશે.
જાહેર વિતરણ વ્યતવસ્થાલ હેઠળ બીપીએલ, અંત્યોાદય કાર્ડ ધારકોને ફાળવવામાં આવતા જથ્થા નું કાર્ડ દીઠ વિતરણ, પ્રમાણ અને સમયગાળો, વિતરણ ભાવ અંગેની વિગતો વ્યાકજબી ભાવના દુકાનદારોએ બોર્ડ ઉપર પ્રદર્શિત કરવાની રહેશે. તેમ જીલ્લાત પુરવઠા અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવાયુ છે.



સામાજીક ન્યાતય અને અધિકારીતા મંત્રીશ્રી ફકીરભાઇ વાઘેલા જામનગર જિલ્લાાના પ્રવાસે
સામાજીક ન્યા ય અને અધિકારિતા વિભાગના મંત્રીશ્રી ફકીરભાઇ વાઘેલા જામનગર જિલ્લાપના પ્રવાસે આવનાર છે. તેઓશ્રી તા. ૧૪/૭/૨૦૧૧ ના રોજ જામનગર ખાતે બપોરે- ૨-૦૦ કલાકે આદર્શ નિવાસી શાળા (વિ.જા) જામનગર અને આદર્શ નિવાસી શાળા (અનુ.જાતિ) જામનગર ના નવનિર્મિત મકાન નું લોકાર્પણ કરશે. તેમજ અનુસૂચિત જાતિ કન્યાન છાત્રાલય નું ભૂમિપૂજન કરી તેમના હસ્તેા સહાય વિતરણ કરવામાં આવશે.



મંત્રીશ્રી વાસણભાઇ આહિર નો પ્રવાસ કાર્યક્રમ
સામાજીક શૈક્ષણિક રીતે પછાતવર્ગ કલ્યારણ રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર તા. ૧૪/૭/૨૦૧૧ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે ખંભાળીયા ખાતે આહિર સમાજ ના તેજસ્વીહ તારલાઓ ના ઇનામ વિતરણ અને સ્નેકહ મિલન કાર્યક્રમ માં ઉપસ્થિ ત રહેશે. ત્યા રબાદ મંત્રીશ્રી બપોરે ૨-૦૦ કલાકે જામનગર ખાતે આદર્શ નિવાસી શાળા (વિ.જા) અને આદર્શ નિવાસી શાળા (અનુ.જાતિ) જામનગર ના નવનિર્મિત મકાનના લોકાર્પણ કાર્યક્રમ તેમજ અનુસૂચિત જાતિ કન્યાી છાત્રાલયના ભૂમિપૂજન કાર્યક્રમમાં ઉપસ્થિ-ત રહેશે.




નાણાંમંત્રીશ્રી વજુભાઇ વાળા જામનગર ખાતે ગુરૂવંદના કાર્યક્રમ માં ઉપસ્થિમત રહેશે.
નાણાંમત્રીશ્રી વજુભાઇ વાળ તા. ૧૫/૭/૨૦૧૧ ના રોજ ગુરૂપૂર્ણિમા નિમિત્તે જામનગર ખાતે આવનાર છે.તેઓશ્રી જામનગર ના વિવિધ ધાર્મિક સ્થાળોએ સવારે ૧૦-૦૦ કલાકે ગુરૂપૂર્ણિમા નિમિત્તે ગુરૂપૂજન કાર્યક્રમ માં ઉપસ્થિજત રહેશે.



ધ્રોલની બહેનોનું શણનું સર્જન દિલ્હીશ-મુંબઇ પહોંચશે
ધ્રોલની બહેનોએ આશા, ઉન્મીાદ અને અરમાન સેલ્ફશ હેલ્પપ ગ્રુપની રચના કરી

સૌરાષ્ટ્રહની મહિલાઓની ભરત ગુંથણની તાકાતથી આપણે સૌ પરિચિત છીએ. ભરત-ગુંથણનું અવનવુ સર્જન દેશના સીમાડાઓ વટાવી વિદેશો સુધી પહોંચ્યુા છે. ભરત ગુંથણથી નવો ચીલો ચાતરી ધ્રોલની બહેનો શણમાંથી(જયુટ) સર્જન કરવા આગળ ધપી રહી છે. શણની સ્કુાલ બેગ, આકર્ષક પર્સ, વોટર બેગ, ફાઇલ કવર, મોબાઇલ કવર બનાવવા ધ્રોલની બહેનોએ આશા, અરમાન અને ઉમ્મીોદ ત્રણ સેલ્ફ હેલ્પર ગ્રુપની રચના કરી છે. આ ગ્રુપની બહેનો ધ્રોલ ખાતે એમ.ડી. મહેતા ટ્રસ્ટ‍માં તાલીમબધ્ધુ થઇ મન ને ગમે તેવી વસ્તુબઓનું સર્જન કરી રહી છે. તેમનું આ સર્જન દિલ્હીે-મુંબઇ સુધી પહોંચશે.
સૌરાષ્ટ્રી ઇકોનોમીક ડેવલપમેન્ટ સેન્ટતર દ્વારા ભારત સરકારના નેશનલ જયુટ બોર્ડ તથા નાબાર્ડ રાષ્ટ્રી ય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્ક ના સહયોગથી આ બહેનો તાલીમબધ્ધર થઇ સ્વરરોજગારી મેળવી તેમના કુટુંબને સહાયરૂપ બની રહી છે. નાબાર્ડના જામનગર જિલ્લા્ના વડાશ્રી ભાલેરાવે આ બહેનોને તલીમ બધ્ધં કરવા નાબાર્ડ દ્વારા રૂ.૪૫ હજાર ફાળવાયા હોવાનું જણાવ્યુ હતું. નાની બચત મોટુ કામ માસિક રૂ.પ૦ ની બચત કરી બહેનો મૂડીનું સર્જન કરી રહી છે. તેમનું નવસર્જન નેશનલ જયુટ બોર્ડ સરકારી સંસ્થાાઓના મેળાના માધ્ય મથી દિલ્હીં-મુંબઇ સહિત દેશભરમાં પહોંચશે. તેમ સૌરાષ્ટ્રટ ઇકોનોમી ડેવલપમેન્ટઓ સેન્ટધરના ડાયરેકટરશ્રી સુરેશ ગણાત્રાએ જણાવ્યુે છે.
મહિલા શિક્ષણ માટે પ્રસિધ્ધી શ્રી એમ.ડી. મહેતા એજયુકેશન ટ્રસ્ટણના મેનેજીંગ કમીટીના સેક્રેટરી સુશ્રી સુધાબેન બેઢેરિયાએ તાલીમબધ્ધ થયેલ ૩૦ બહેનો સ્વહરોજગારી મેળવી તેમના કુટુંબ માટે આધાર સ્તંસભ બનશે. ઉપરાંત પ્લા સ્ટીથકના ઉપયોગથી પર્યાવરણને જે નુકશાન થાય છે તે શણના ઉપયોગ થકી પર્યાવરણને નુકશાન થતુ પણ બચાવી શકાશે.
સીવણ કામ, માંઝા વર્ક, આરી ભરત સહિતની બહેનોને અહીં તાલીમ મળે છે તેમ જણાવી બહેનોને તાલીમબધ્ધે કરતા ચેતના પંડયા અને તેજસ વ્યાસે કહયુ કે, ગરીબ વર્ગમાંથી આવતી બહેનો માટે તાલીમ સાથે માર્કેટીંગનુ ખૂબ મહત્વા છે. અહીં ટેકનીકલ સ્કીાલ મેળવી બહેનોએ બનાવેલ વસ્તુ ઓનું માર્કેટીંગ માટે પણ પૂરતુ માર્ગદર્શન આપવામાં આવે છે જેનાથી બહેનો પગભર બને છે.
તાલીમાર્થી રેખાબેન ભુવા અને નયનાબેન વૈષ્ણવે કહયુ કે, અમારી સુઝ છે તેને અહી તાલીમ મળતા કાંઇક નવું સર્જન કરવાની તક મળે છે જે તકનો લાભ લઇ અમારા કુટુંબ માટે અમે આધાર સ્તંઅભ બનશું. અહી બહેનોને માત્ર તાલીમ નથી અપાતી પરંતુ તેમની બનેલી વસ્તુટઓ લોકોને ઘર સુધી પહોંચે તેની પણ કાળજી લેવાઇ છે. હાલ ૩૦ બહેનો તાલીમબધ્ધં થઇ તેમાં વધારો કરી ૧૦૦ બહેનોને તાલીમ અપાશે.
પારૂલ



બી.પી.એલ કુટુબોને શૌચાલય બનાવવાની સહાયમાં રૂપીયા ૧૦૦૦નો વધારો
પોરબંદર
નીર્મળ ગ્રામ યોજના અંતર્ગત દરેક ગ્રામને નિર્મળ બનાવવા અને ગ્રામજનોના સ્વાંસ્થ ય જીવનશૈલીમાં સુધારો લાવવાના આશયથી તેમજ બહાર ખુલ્લાનમાં શૌચક્રીયા બંધ થાય તે માટે માટે રાજય સરકાર કમરકસી રહી છે. આ માટે અનેકવિધ અમલી યોજનાઓ પૈકિ બી.પી.એલ કુટુંબોને પોતાના આવાસમાં શૌચાલયની સુવિધા ઉભી કરવા માટે સહાય આપવાની યોજના પણ અમલી છે.જે અન્વનયે શૌચાલય બનાવવા બી.પી.એલ. કુટુંબોને રૂપીયા ૨૨૦૦/- તથા પહાડી વિસ્તારમાં રૂપીયા ૨૭૦૦/- ની સહાય ઉપલબ્ધ કરાવાઇ છે.
આ યોજનામાં તા.૧/૬/૨૦૧૧થી અમલ થાય તે રીતે સહાયમાં રૂપીયા ૧૦૦૦/- નો વધારો નક્કિ કરાયેલ છે જે અન્વ યે ગરીબી રેખા જીવનજીવતા લોકોને રૂપીયા ૩૨૦૦/- અને મુશ્કેલ તથા ડુગરાળ વિસ્તાારમાં વસતા આવા કુટુંબોને રૂપીયા ૩૭૦૦/- પ્રોત્સા૩હક સહાય રૂપે ચુકવવામાં આવશે.આ સહાયની રકમ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત/ ગ્રામ સુખાકારી સમિતિ મારફતે ચુકવવામાં આવશે. સરકારશ્રીની આ યોજનાનો મહત્તમ લાભ લેવા જિલ્લાી ગ્રામવિકાસ એજન્સીમના નિયામકશ્રીની યાદીમાં અનુરોધ કરાયો છે.


સમાજની કેળવણી માટે કન્યા‍ને કેળવવી અનિવાર્ય
આદિત્યાણા હાઇસ્કુલ ખાતે આંતર તાલુકા વકતૃત્વ સ્પીર્ધા સંપન્ન

પોરબંદર
જીવનના ઘડતરમાં કીશોરાવસ્થા્એ અતિ મહત્વરનો સમય છે.આ સમયગાળામાં બાળકમાં શિક્ષણ દ્વારા ચારીત્ર્યવાન અને નિતિમય જીવનના સિધ્ધાં તોનું સિંચન થાય છે. આજનું બાળક એ આવતી કાલનું નાગરિક છે આથી તેઓમાં ઉચ્ચન સંસ્કા્ર અને આંતરિક શક્તીઓનો સર્વાંગી વીકાસ થાય તે અતિ મહત્વગનું છે. રાજય સરકારના માહિતી ખાતા દ્વારા વીધાર્થીઓમાં પડેલી સુષૃપ્ત આંતરીક શક્તીઓને ખીલવાની તક મળે તે માટે જનજગૃતી કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પવર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.
પોરબંદર ખાતે આવેલી જીલ્લાે માહિતી કચેરી દ્વારા રાણાવાવ તાલુકાની આદિત્યાાણા હાઇસ્કુલ ખાતે આંતર તાલુકા વકતૃત્વજ સ્પાર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું. આ સ્પ્ર્ધામાં અનેક સ્પ ર્ધકોએ વિષયાનુગત પોતાના મંતવ્યો‍ વકતવ્યનમાં રજુ કર્યા જેમાં કન્યાા કેળવણી માટે આગવી ઝુંબેશ ચલાવવા માટે માન. મુખ્યેમંત્રીશ્રીનરેન્દ્રભાઇ મોદીનું અભીવાદન કરતાં કુ. રીટા ઓડેદરાએ કન્યા ની કેળવણીએ સમાજની કેળવણી માટે અનિવાર્ય હોવાનું જણાવતાં પ્રાચિનકાળની વિદુષી ગાર્ગી થી હાલના અર્વાચિન સમય સુધી અનેક સુપ્રસિધ્ધા મહિલાઓના સમાજ માટેના યોગદાન આલેખી સમાજના ઉત્થા ન અને સંસ્કાધરોના જતન માટે કન્યાુ કેળવણીની અગત્યાતા સિધ્ધખ કરી હતી.આ ઉપરાંત ગુજરાતના કૃષિ વિકાસ અને ઔધોગીક વિકાસના લાભો અને તેના દુરગામી પરીણામો વિશે જુદી જુદી સંસ્થાધમાંથી આવેલા સ્પ ર્ધકોએ પોતાના વકતવ્યામાં મંતવ્યોદ રજૂ કર્યા હતા.
સ્પ ર્ધાની શરૂઆતમાં સ્વાતગત પ્રવચન કરતાં આચાર્યશ્રી એલ.પી.ઓડેદરાએ વિધાર્થીઓને જીવનમાં આવી સ્પ ર્ધાઓ દ્વારા તેમનામાં પડેલા કૌશલ્યરને બહાર લાવવા અને કેળવવા અનુરોધ કર્યો હતો. આ તકે તેમણે વધુમાં જણાવ્યુંધ હતું કે શિક્ષણનો મેળવવાનો હેતુ વિધાર્થીના સર્વાગી વિકાસ સાથે સંકળાયેલો છે.
આ પ્રસંગે વિધાર્થીઓને પ્રોત્સાેહિત કરતાં જિલ્લાહ માહિતી કચેરીના શ્રી આર.જી.યાજ્ઞિકે જીવનના અનેક ચઢાવ ઉતારમાં સફળ થવા માટે આવી નાની નાની સ્પરર્ધાઓ દ્વારા સહનશિલતા, ધૈર્ય, સ્પષ્ટકવકતા, નિર્ણયશક્તિ અને ખેલદીલી જેવા ઉમદા સંસ્કારનું સિંચન થાય છે. આમ સ્પશર્ધાને હરિફાઇની દ્રષ્ટ્રીકથી ન મુલવતાં ચારીત્ર્ય ધડતર માટેના ઉમદા પ્રયાસ તરીકે મુલવવું જોઇએ. આ તકે તેઓએ સ્પ્ર્ધકોને શ્રેષ્ઠર દેખાવ માટે ધ્યા્નમાં રાખવા માટે જરુરી સુચનો કર્યા હતા.
આ સ્પ ર્ધામાં પ્રથમ ક્રમે આદિત્યા ણા હાઇસ્કુ લના વિધાર્થી મોઢવાડીયા વિપુલ કે., દ્વિતિય ક્રમે પરીશ્રમ સ્કુપલનો વિધાર્થિ મોઢવાડીયા અરભમ તથા તૃતીય ક્રમે આદિત્યા્ણા હાઇસ્કુધલની વિધાર્થિની કૃમારી ઓડેદરા રીટા એસ.આવેલ હતા. વિજેતાઓને અનુક્રમે ૫૧૧/-,૪૧૧/- અને ૩૧૧/- તથા પ્રમાણપ્રત વડે પુરષ્કૃિત કરવામાં આવ્યાુ હતા.
સ્પર્ધાના નિર્ણાયક તરીકે જાણિતા તબીબ અને પર્યાવરણવિદ્ ડો. નુતનબેન ગોકાણી, શિક્ષકો એલ.કે. બાપોદરા, અને મયુરભાઇ બી. રાઠોડે સેવા આપી હતી.આભારવિધિ વિજ્ઞાનશિક્ષકશ્રી શૈલેષ કણસાગરાએ કરી હતી.
આ કાર્યક્રમમાં નગર પાલીકાના પ્રમુખશ્રી ધિરુભાઇ કેશવાલા તથા અગ્રણીશ્રી રવજીભાઇ અમૃતિયા, શાળાના શિક્ષકો અને બહોળી સંખ્યામમાં વિધાર્થીઓ ઉપસ્થિશત રહયા હતા. આ સ્પાર્ધાને સફળ બનાવવા માટે માહિતી ખાતાના શ્રી ડી.પી. નાકરાણી, તથા આદિત્યાભણા હાઇસ્કુલના શિક્ષકો અને કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.


આગામી ૨૪ કલાક દરમિયાન મધ્ય મથી ભારે વરસાદની આગાહી
અમરેલી
હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી ૨૪ કલાક દરમ્યા ન સૌરાષ્ટ્રવના અમુક સ્થરળોએ મધ્ય મથી ભારે વરસાદ પડવાની આગાહી હોય, અમરેલી જિલ્લાામાં કન્ટીભજન્સી્ એકશન પ્લાવન મુજબ સાવચેતીનાં તમામ પગલા લેવા, લાયઝન અધિકારીઓ અને અત્રેના કંટ્રોલરૂમ સાથે સંપર્કમાં રહી તાલુકાનો કંટ્રોલરૂમ ચાલુ રાખી જવાબદારને હાજર રખાવવા તેમજ તમામ અધિકારીશ્રીઓએ હેડકવાર્ટરમાં હાજર રહેવા અને ફરજ કર્મચારીએ તાલુકા કંટ્રોલરૂમમાંથી દર બે કલાકે વરસાદના આંકડા જિલ્લાર કંટ્રોલરૂમને બિનચૂક લખાવવા કલેકટરશ્રી-અમરેલીની યાદીમાં જણાવાયું છે.



રાજ્યકક્ષાના પશુપાલન મંત્રીશ્રી પરષોત્તમભાઈ સોલંકી અમરેલી જિલ્લાના પ્રવાસે

અમરેલી
રાજય કક્ષાના પશુપાલન, મત્યોમરે દ્યોગ અને ગૌસંવર્ધન વિભાગના મંત્રીશ્રી પરષોત્તમભાઈ સોલંકી આગામી તા. ૧૫ જુલાઇના રોજ અમરેલી જિલ્લાીના પ્રવાસમાં આવનાર છે. મંત્રીશ્રી અકાળા ગુરૂ આશ્રમ તા. લાઠી ખાતે ગુરૂપૂર્ણિમા નિમિતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિછત રહેશે.
જુલાઇ-૨૦૧૧ દરમિયાન



અમરેલી જિલ્લા૦માં આવશ્યાક ચીજવસ્તુયઓનું વિતરણ પ્રમાણ અને ભાવ
અમરેલી
અમરેલી જિલ્લાતના વાજબી ભાવની દુકાનો ઉપરથી જુલાઇ-૨૦૧૧ દરમિયાન વિતરણ કરવામાં આવનાર આવશ્ય ક ચીજવસ્તુયઓનુ પ્રમાણ અને ભાવ નીચે પ્રમાણે છે. આથી કાર્ડધારકોને તેમને મળવાપાત્ર જથ્થોુ સંબંધિત વાજબી ભાવની દુકાનેથી મેળવી લેવા જણાવવામાં આવે છે.
એ.પી.એલ. રેશનકાર્ડ ધારકો
ક્ર
મ આવશ્યેક ચીજ-વસ્તુાનું નામ જથ્થાધનું પ્રમાણ વિતરણ પ્રમાણ પ્રતિ કિલોનાં ભાવ રૂ.પૈસા
વ્ય કિત દીઠ કિ.ગ્રા. કાર્ડ દીઠ કિ.ગ્રા. મહતમ
૧ ઘંઉ ૧૦.૦૦ કિલો ૨.૫૦૦ ૧૦.૦૦૦ ૭.૫૦
બી.પી.એલ. રેશનકાર્ડ ધારકો
૧ ફોર્ટીફાઇડ આટો ૧૦.૦૦૦ કિલોની બેગ -- ૧૦.૦૦૦ બેગદીઠ રૂ.૨૦/-
ઘંઉ ૩.૦૦ કિલો -- ૩.૦૦ ૫.૪૦
૨ ચોખા ૩.૫૦ ૧.૦૦ ૩.૫૦ ૩.૦૦
૩ ચોખા (સ્પે શ્ય લ) ૬.૫૦૦ કિલો -- ૬.૫૦ ૭.૦૦
૪ ઘંઉ ૭.૦૦૦ કિલો -- ૭.૦૦ ૫.૪૦
૫ એ.પી.એલ. ટુ બી.પી.એલ. ઘંઉ ૫.૦૦૦કિલો -- ૫.૦૦ ૫.૪૦
૮ ખાંડ ૦.૩૫૦ગ્રામ ૩૫૦ગ્રામ -- ૧૩.૫૦
અંત્યો દય રેશનકાર્ડ ધારકો
૧ ફોર્ટીફાઇડ આટો ૧૦.૦૦૦ કિલોની બેગ -- ૧૦.૦૦૦ કિલોની બેગ બેગદીઠ રૂ.૨૦/-
૨ ઘંઉ ૯.૦૦૦ -- ૯.૦૦૦ ૨.૦૦
૩ ખાંડ ૦.૩૫૦ગ્રામ ૩૫૦ગ્રામ -- ૧૩.૫૦
૪ ચોખા ૧૬.૦૦૦ કિલો -- ૧૬.૦૦ ૩.૦૦
૫ આયોડાઇઝડ મીઠું ૧.૦૦૦ કિલો -- ૧.૦૦ ૧.૦૦
રાંધણગેસ નહિ ધરાવતા તમામ રેશનકાર્ડ ધારકો
૧ કેરોસીન ૯.૦૦ લીટર ૧.૫૦૦ લીટર ૯.૦૦૦ લીટર ૧૪.૪૪ થી ૧૫.૪૪
પુરવઠો મેળવવામાં જો કોઇ મુશ્કેરલી કે ફરિયાદ હોય તો સ્થાીનિક તાલુકા મામલતદાર અથવા જિલ્લાા પુરવઠા અધિકારીશ્રી, અમરેલીને જાણ કરવા અખબારી યાદીમાં જણાવ્યું છે.

મુંબઇની આતંકવાદી બોમ્બજ વિસ્ફો ટ ઘટના અંગે મુખ્યછમંત્રીશ્રીનો આક્રોશ ભર્યો પ્રતિભાવ

આતંકવાદી બોમ્બદ વિસ્ફોબટની આ ઘટના ભવિષ્યગના મોટા આતંકવાદી હુમલાની સાજીશનું રિહર્સલ હોય એમ જણાય છે
ભારતની વર્તમાન સરકારને આતંકવાદીઓએ પડકાર ફેંકયો છે
આતંકવાદી બોમ્બર વિસ્ફોકટ ઘટનાનો ભોગ બનેલા લોકો-પરિવારો પ્રત્યેશ મુખ્યીમંત્રીશ્રીની સંવેદના
મુખ્યીમંત્રી શ્રી નરેન્દ્ર્ભાઇ મોદીએ આજે મોડી સાંજે મુંબઇમાં થયેલી શ્રેણીબધ્ધભ આતંકવાદી બોમ્બી વિસ્ફોશટની ઘટનાની આકરી ટીકા કરતાં જણાવ્યુંજ છે કે આ વધુ એક આતંકવાદી ઘટનાએ માનવતાવાદી શકિતઓને પડકાર ફેંકયો છે. પહેલી નજરે એવું સમજાય છે કે મુંબઇની આજની આતંકવાદી બોમ્બક વિસ્ફો.ટની ઘટનાથી આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા નરાધમો એવું પુરવાર કરવા માંગે છે કે હિન્દુ‍સ્તાથનની વર્તમાન સરકાર તેમનું કશું બગાડી શકવાની નથી અને હજુ પણ આ નરાધમો ભારતને પીંખી નાખવા પુરા શકતશાળી છે.
મુખ્યળ મંત્રીશ્રીએ આતંકવાદી ઘટનામાં મૃત્યુપ પામેલા અને ઇજાગ્રસ્તોાના પરિવારો પ્રત્યેદ સંવેદના અને સહાનુભૂતિ દર્શાવતા જણાવ્યુંમ છે કે, આ ઘટનાની પ્રાથમિક જાણકારી પરથી એવું જણાય છે કે, આ બોમ્બ્ ધડાકા નજીકના ભવિષ્ય ની મોટી આતંકવાદી સાજીશ માટેનું રિહર્સલ હોઇ શકે પરંતું સમગ્ર દેશ એક સૂરથી આ નરાધમ આતંકવાદી કૃત્યાને વખોડી કાઢી આતંકવાદી પ્રવૃત્તિઓને જડ મુળથી ઉખેડી નાખવાની જવાબદારીમાં કોઇ પાછી પાની કરશે નહીં.

બુધવાર, 6 જુલાઈ, 2011

JETPURNA KARKHANEDARNE MARVA MAJBOOR KARNARA HAVAMA OGALI GAYA.

શાળા કક્ષાએ ક્રિકેટનો વ્યાપ વધારવા ગાંધીનગર જિલ્લા સ્વામિ વિવેકાનંદ હિલ શિલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

શાળામાં નિયમિત અભ્યાસ કરતા (અન્ડર-૧૯) વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે
ગાંધીનગર, મંગળવારઃ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ક્રિકેટની રમતનો શાળાકીય કક્ષાએ યોગ્ય વિકાસ થાય અને તેના થકી રાજ્યને પ્રતિભાશાળી નવા ક્રિકેટરો મળી રહે તેવા રમતલક્ષી ઉદ્દેશથી ચાલુ વર્ષે ૨૦૧૧-૧૨ના ઓગષ્ટ માસમાં ગાંધીનગર જિલ્લા સ્વામિ વિવેકાનંદ હિલ શિલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનંા આયોજન કરવામાં આવ્યું છે.
આ ક્રિકેટ સ્પર્ધામાં ભાગ લેવાની ઇચ્છા ધરાવતી ગાંધીનગર મહાનગરપાલિકા અને ગાંધીનગર જિલ્લાની શાળાઓએ તેમના ખેલાડીઓના પ્રવેશ ફોર્મ મેળવવા તથા વધુ માહિતી માટે સિનિયર કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી, મહાત્મા ગાંધી વિદ્યાલય, સેક્ટર-૨૧, ગાંધીનગરનો સંપર્ક કરવો. જેમનો ફોન નં. ૦૭૯-૨૩૨૪૧૧૮૦ છે તેમજ ભરેલા પ્રવેશપત્રો શાળાના આચાર્યશ્રીએ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરીમાં મોકલી આપવાના રહેશે. સ્પર્ધાનું અંગે સ્થળ અને તારીખની જાણ એન્ટ્રી મોકલનાર શાળાઓને કરવામાં આવશે તેમ સિનિયર કોચ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

રાજકોટ જિલ્લારમાં નિર્મળ ગુજરાત કાર્યક્રમ હેઠળ ૧૧૫ ગામોમાં ઉકરડાઓનો થયેલો નિકાલ

રાજકોટ–
રાજય સરકારના નિર્મળ ગુજરાત કાર્યક્રમને અસરકાર રીતે પાર પાડવા સરકાર કૃતનિશ્ચીયીછે. આ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જીલ્લાુમાં ર૦૧૦-૧૧ના વર્ષમાં ૧૧૫ ગામોમાંથી ઉકરડાનો નિકાલ કરવામાં આવેલ જેની પાછળ રૂ. પ.૭૯ લાખનો ખર્ચ થયેલ હોવાનું ગ્રામ વિકાસ એજન્સીકના નિયામકશ્રી કે.કે.વાગડીયાએ જણાવ્યુંુ છે.
જિલ્લાકમાં ઘરવપરાશી ગંદા પાણીના નિકાલ માટે ૧૮ ગામોના ભૂગર્ભ ગટરના કામો માટે થનાર રૂ. ૮ર લાખના ખર્ચને મંજૂરી આપવમાં આવી છે.


૧૧મી જુલાઇએ વિશ્વ વસ્તી દિનની ઉજવણી થશે હેમુ ગઢવી હોલ ખાતે શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું સન્મા ન થશે રાજકોટ
તા.- દર વર્ષે ૧૧મી જુલાઇના દિને સમગ્ર વિશ્વમાં વિશ્વ વસતિ દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ ૧૧મી જુલાઇના દિનની વિશ્વ વસ્તીન દિન તરીકે ઉજવણી થનાર છે. તથા ૧૧મી જુલાઇથી તા. ર૪ જુલાઇ ર૦૧૧ સુધી વિશ્વ વસ્તીન પખવાડીયાની ઉજવણી થનાર છે. જિલ્લાં પંચાયત રાજકોટની કુટુંબ કલ્યારણ શાખા દ્વારા રાજકોટ ખાતેના હેમુ ગઢવી હોલ ખાતે તા. ૧૧/૭/૧૧ના રોજ સવારના ૯-૦૦ કલાકે યોજાનાર વિશ્વ વસ્તીો દિન અને પખવાડીયાની ઉજવણી સમારોહમાં વર્ષ ર૦૧૦-૧૧માં વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠા કામગીરી કરનાર આરોગ્યત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માાન કરાશે. આ ઉજવણી કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લાય કલેકટરશ્રી, જિલ્લાગ વિકાસ અધિકારીશ્રી, આરોગ્યી વિભાગના અધિક નિયામક(આરોગ્યુ) ડો. પરેશ દવે આરોગ્યે સમિતિના ચેરમેન તથા અન્ય્ પદાધિકારીઓ અધિકારીશ્રીઓ ઉપસ્થિાત રહેશે. રાજકોટ જિલ્લાિમાં મહાત્માા ગાંધી રાષ્ટ્રી ય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના હેઠળ રરર કામો પૂર્ણ ૧.૪૩ લાખથી વધુ જોબકાર્ડ ઇશ્યુમ કરાયા ૧.૭ર લાખ માનવદિન રોજગારી રાજકોટ તા. પ જુલાઇ – કેન્દ્રા સરકારની મહાત્માર ગાંધી રાષ્ટ્રિ ય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના અમલાં છે. રાજકોટ જિલ્લા માં આ યોજના હેઠળ વર્ષ ર૦૧૧-૧૨માં જુન-૨૦૧૧ અંતિત ૧.૪૩.૯૪૭ જોબકાર્ડ ઇશ્યુ કરવામાં આવેલ છે. જયારે ૪૭૫ કામો શરૂ કરાયા હતા જેની સામે રરર કામો પૂર્ણ થયેલ છે અને રપ૩ કામો પ્રગતિ હેઠળ હોવાનું જિલ્લાર ગ્રામ વિકાસ એજન્સીકના નિયામકશ્રી કે.કે.વાગડીયાએ જણાવ્યુ છે. રાજકોટ જિલ્લાુની ગ્રામ વિકાસ એજન્‍સીની ગવર્નિંગ બોડીની ગઇ તા. ર જુલાઇ -૧૧ના રોજ મળેલી બેઠકમાં આ વિગતો આપવામાં આવી હતી.
શ્રી વાગડીયાએ ૪૦૭૩ કુટુંબોને ૧.૬ર લાખ માનવદિન રોજગારી આપવામાં આવેલ છે અને કામો પાછળ કૂલ રૂ. ર૬૪.૮ લાખનો ખર્ચ થયેલ છે તેમ ઉમેર્યુ હતું.


ગોંડલની માતા તેના સંતાનો સાથે ગુમ-પત્તો આપવા સૂચના
રાજકોટ,:-
ગોંડલના નીલેશભાઇ કેશુભાઇ સોલંકીના ૨૩ વર્ષની ઉંમરના પત્નીલ સરોજબેન, ૬ વર્ષની ઉંમરની પુત્રી હર્ષિદાબેન અને ૪ વર્ષના પુત્ર હંસ સાથે આશાપુરા રોડ, જીન પ્લો્ટ, ગોંડલ ખાતેના પોતાના ઘરેથી ગત તા.૨૯.૫.૨૦૧૧ના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યે્ કોઇને કહયા વગર ગુમ થયા છે.આ બહેન અને બાળકો પાતળા બાંધાના, ગોળ ચહેરાવાળા અને વાને ઘઉંવર્ણા છે, બહેને લીલા કલરની સાડી, દીકરીએ બ્લેબક કલરના ચણિયાચોળી અને દીકરાએ બ્લેાક કલરના ટીશર્ટ-ચડ્ડી પહેર્યા છે. આ ત્રણેય આજ દિન સુધી ધરે પાછા ફરેલ નથી. તેમનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો ગોંડલ પોલિસ સ્ટેજશન અથવા રાજકોટ ગ્રામ્ય‍ના પોલીસ અધિક્ષકશ્રીની કચેરીને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.


જામનગર જિલ્લાિમાં ખાનગી કંપનીઓ પાસેથી રૂ. ૩.૩૭ કરોડની સ્ટે મ્પય ડયુટી વસુલવા જિલ્લાિ કલેકટર સંદિપકુમારનો આદેશ
જામનગર,
જામનગર જિલ્લાૂમાં ખાનગી કંપનીઓ પાસેથી રૂ. ૩.૩૭ કરોડની સ્ટે,મ્પટ ડયુટી વસુલવા જિલ્લાન કલેકટર સંદિપકુમારે સ્ટેામ્પ ડયુટી મૂલ્યાં કન તંત્રને આદેશ કર્યો છે. જૈ પૈકી સ્ટેપમ્પ ડયુટી મૂલ્યાંજકન તંત્ર દ્વારા તા.૩૧/૫/૧૧ સુધીમાં કુલ રૂ.૧.૩૮ કરોડની વસુલાત કરાઇ છે.
જિલ્લામમાં જુદી – જુદી કંપનીઓ દ્વારા ઔધોગિક હેતુ માટે જમીન ખરીદી કરી સરકારશ્રીની પ્રવર્તમાન જોગવાઇ મુજબ જે તે હેતુ માટે સ્ટેુમ્પ્ ડયુટી ભરપાઇ થયેલ ન હોય તેવા ખાનગી કંપનીઓ સહિત તમામ આસામીઓ સામે કાર્યવાહી કરવા જિલ્લાસ કલેકટરશ્રી સંદિપકુમાર દ્વારા સુચના અપાઇ છે.
જિલ્લા કલેકટર દ્વારા ૨૯૦ કિસ્સાકઓની વિગતો સ્ટેામ્પઇ ડયુટી તંત્રને ચકાસવા માટે મોકલાતા ૧૮૭ કેસોમાં કુલ રૂ.૩.૩૭ કરોડની બાકી વસુલાત હતી જે પૈકી સબંધીત આસામીઓને નોટીસ પાઠવી રૂ.૧.૩૮ કરોડની વસુલાત કરાઇ છે. અન્ય૨ બાકીદારો પાસેથી પણ સ્ટેીમ્પમ ડયુટી તંત્ર ધ્વાેરા વસુલાત કરવામાં આવી રહી છે. જિલ્લાદ કલેકટરશ્રી સંદિપકુમારની સુચના મુજબ નિયમાનુસાર સ્ટે મ્પં ડયુટી નહિં ભરનાર તમામ આસામીઓ સામે કડક પગલા લેવાશે.



જામનગર જિલ્લાડમાં હથિયારબંધી
જામનગર.
જામનગર જિલ્લામાં તહેવારોની ઉજવણી અને પ્રવર્તમાન સ્થિઆતને ધ્યાને લઇ કાયદો વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ, સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવો ન બને તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જામનગરે એક હુકમ પ્રસિધ્ધ કરી તાત્કાતલીક અસરથી તા. ૩૧-૭-૨૦૧૧ સુધી સમગ્ર જિલ્લાઅમાં હથિયારબંધી ફરમાવી છે.
આ પ્રતિબંધ અધિકૃત પરવાનગી ધરાવનારાઓને લાગુ નહિ પડે. અન્યથા પ્રતિબંધનો ભંગ થયેથી શિક્ષાત્મક પગલા લેવાશે.



જામજોધપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી માટે મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ
જામનગર,
જામજોધપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લીમીટેડની વ્યપવસ્થા્પક સમિતિના સભ્યોિની ચૂંટણી માટેની કામચલાઉ મતદાર યાદી અગાઉ પ્રસિધ્ધક થઇ હતી. આ મતદાર યાદી સામે દાવા- વાંધા રજૂ કરવા માટેની છેલ્લી તા.૨૪/૬/૧૧. દરમિયાન કોઇ દાવા-વાંધા અરજી રજૂ થયેલ નથી. આથી મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિે તા.૫/૭/૧૧ રોજ કરાઇ હોજાનું . ચૂંટણી સતાધિકારી અને પ્રાંત અધિકારી , લાલપુરની યાદીમાં જણાવાયુ છે



રૂ.૧૮.૭૬ કરોડના ખર્ચે ધ્રોલ-જોડિયા વિસ્તા રમાં રસ્તાાના કામો પૂર્ણ કરાયા
જામનગર,
ઘ્રોલ-જોડિયા વિસ્તાિરમાં માર્ગ – મકાન વિભાગ (રાજય) દ્વારા છેલ્લાથ એક વર્ષમાં રૂ. ૧૮.૭૬ કરોડના ખર્ચે વિવિધ રસ્તાયના કામ પૂર્ણ કરાયા હોવાનું કાર્યપાલક ઇજનેરશ્રી દ્વારા જણાવાયુ છે. આ રસ્તા ના કામોમાં રૂ.૧૪.૭૬ લાખના ખર્ચે માળિયા, આમરણ, જોડિયા, જાંબુડા પાટિયા ૩૨ કિમી. રસ્તાાનું મજબુતીકરણ અને અન્યા કામગીરી લતીપુર-ટંકારા રોડ રૂ.૨૧૦ લાખ, કાલાવડ-જામવંથલી-ફલ્લાશ રોડ રૂ.૧૪૦ લાખ તથા આમરણ-જીવાપર-માણેકવાડા રોડ રૂ. પ૦ લાખના ખર્ચે પ્રોટેકટીવ વોલની કામગીરી પૂર્ણ કરાઇ છે. રસ્તા ની કામગીરી પૂર્ણ થતાં ધ્રોલ-જોડિયા વિસ્તાવર સહિત આ રોડ ઉપરથી પસાર થતા તમામ લોકોને વધુ સારા રસ્તાનની સુવિધા મળતા પરિવહનમાં સરળતા રહેશે.



ભાણવડના ભવનેશ્વીર ખાતે ૪.૪૬ લાખના ખર્ચે પાણી પૂરવઠાના કામોનું નિર્માણ કરાશે
જામનગર,
ભાણવડ તાલુકાના ભવનેશ્વકર ખાતે રૂ.૪.૪૬ લાખના ખર્ચે પીવાના પાણીની સુવિધા માટે વિવિધ વિકાસ કામોનું નિર્માણ કરાશે.
સેકટર રીફોર્મ યોજના અંતર્ગત વાસ્મોો યુનીટ જામનગર દ્વારા પાણી વિતરણ પાઇપ લાઇન, રાઇઝીંગ મેઇન પાઇપલાઇન, પંપીગ મશીનરી અને પંપ હાઉસની કામગીરી હાથ ધરાશે.
ગ્રામ્યઇ વિસ્તાપરોમાં લોકોને ઘરે-ઘરે પાણી પૂરુ પાડવા વાસ્મો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ગ્રામજનો દ્વારા પાણી સમિતિ બનાવી ૧૦ ટકા લોકફાળો આપવામાં આવે છે.



ધ્રોલ ખાતે તા.૧૧ જૂલાઇના રોજ રોજગાર નોંધણી કેમ્પા યોજાશે
જામનગર,

ઘ્રોલ તાલુકા પંચાયત કચેરી ખાતે તા.૧૧ જૂલાઇના રોજ રોજગાર નોંધણી અને માર્ગદર્શન કેમ્પત યોજાશે. જિલ્લાર રોજગાર કચેરી જામનગર આયોજીત આ કેમ્પ૧માં ધ્રોલ તાલુકાના યુવાન/યુવતીઓ રોજગાર યાદીમાં તેમનું નામ નોંધાવી શકશે. ઉપરાંત રોજગાર સંબંધી માર્ગદર્શન અપાશે. તેમ જિલ્લાય રોજગાર કચેરી જામનગરની એક યાદીમાં જણાવાયુ છે.
અર્જૂન/પારૂલ




સુરેન્દ્રનનગર જિલ્લાીમાં સભા સરઘસબંધીનો અમલ જારી
સુરેન્દ્રનનગર
સુરેન્દ્રયનગર જિલ્લાશમાં હાલની પરિસ્થિતિને અનુલક્ષીને કાયદો અને વ્યતવસ્થામ જળવાઇ રહે તે માટે સુરેન્દ્રાનગરના અધિક જિલ્લાજ મેજીસ્ટ્રે ટશ્રીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સુરેન્દ્ર્નગર જિલ્લાજના સમગ્ર વિસ્તા્રમાં તા.૧૭ મી જુલાઇ-૨૦૧૧ સુધી સંબંધિત એકઝીકયુટીવ મેજીસ્ટ્રે ટશ્રીની અગાઉથી મંજૂરી મેળવ્યાલ સિવાય પાંચ કે વધુ માણસો એકઠા થવા તથા સભા સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યોઅ છે.
આ પ્રતિબંધ કલેકટર કચેરીના મુખ્યગ દરવાજા પાસે જમણી બાજુએ ફુટપાથ તરફ દરવાજાથી પાંચ મીટરનું અંતર રાખીને ત્યાકરબાદની પચાસ મીટર સુધીની ફુટપાથ ઉપરની જગ્યાતના વિસ્તાીરને તેમજ લગ્નનના વરઘોડાને - સ્મીશાન યાત્રાને લાગુ પડશે નહીં.
આ પ્રતિબંધક હુકમનો ભંગ કરનાર વ્‍યકિત દંડ અને શિક્ષાને પાત્ર થશે.



સુરેન્દ્ર્નગર જિલ્લાોમાં હથિયારબંધીનો અમલ જારી
સુરેન્દ્ર્નગર,
સુરેન્દ્રરનગર જિલ્લાામાં હાલની પરિસ્થિતિને અનુલક્ષીને કાયદો અને વ્યયવસ્થાર જળવાઇ રહે તે માટે સુરેન્દ્રાનગરના અધિક જિલ્લાપ મેજીસ્ટ્રે ટશ્રીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સુરેન્દ્રાનગર જિલ્લાધના સમગ્ર વિસ્તારરમાં તા. ૧૭મી જુલાઇ-૨૦૧૧ સુધી હથિયારબંધીનો અમલ જાહેર કરી સુરૂચિ કે નીતિનો ભંગ થાય તેવા કોઇપણ કૃત્યોા કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યોં છે.
આ પ્રતિબંધક હુકમનો ભંગ કરનાર વ્યંકિત દંડ અને શિક્ષાને પાત્ર થશે.



ચક્ષુદાન કરી જીવન સાર્થક કર્યું
સુરેન્દ્રધનગર,
શ્રી મહાત્મા ગાંધી સ્માનરક જનરલ હોસ્પિુટલ, સુરેન્દ્રજનગરની એક અખબારી યાદીમાં જણાવ્યાક મુજબ રાજસીતાપુરના રહેવાસી નેહલબા જદુવીરસિંહ રાણાનું ૧૩ વર્ષની વયે અવસાન થતાં તેઓની બંને આંખોનું ચક્ષુદાન ર્ડા. જે.એમ. વેસેટીયને લીધું હતું. પ્રેરણા શ્રી હરપાલસિંહએ આપી હતી. આ ચક્ષુદાન સિવિલ હોસ્પિનટલ અમદાવાદ આઇ બેંક ખાતે મોકલવાની વ્યવવસ્થાં કરી હતી.



મકાન માલિકે ભાડુઆતની સંપૂર્ણ વિગતો સબંધિત પોલીસ સ્ટે‍શને રજુ કરવી જરૂરી
સુરેન્દ્રકનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રે ટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું
સુરેન્‍દ્રનગર
ભાડેથી મકાન આપતા મકાન માલિકો તેમજ મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યેકિત ઉપર નિયંત્રણ મુકવાનું જરૂરી જણાતા સુરેન્દ્ર નગરના અધિક જિલ્લા મેજીસ્ટ્રે ટશ્રીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સુરેન્દ્ર નગર જિલ્લાેમાં ભાડેથી મકાન આપતા મકાન માલિકોને મકાન ભાડે આપેલ વ્યકકિતની માહિતી સબંધિત પોલીસ સ્ટેનશનને આપવા ફરમાવેલ છે.
આ જાહેરનામામાં રજૂ થયેલી વિગતો મુજબ મકાન માલિકોએ મકાન માલિકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત, તે કયા વિસ્તાકરમાં આવેલ છે. તેની પૂરી વિગત તથા કેટલા ચોરસ મીટર બાંધકામ છે? મકાન ભાડે આપવા સત્તા ધરાવતા વ્યવકિતનું નામ, મકાન ભાડે આપ્યાલની તારીખ તથા માસિક ભાડાની રકમ તેમજ જે વ્યસકિતઓને ભાડે આપેલ છે તેમના પાકા નામ-સરનામા તથા ફોટોગ્રાફ અને મકાન માલિક અને ભાડુઆતનો સંપર્ક કરાવનાર દલાલ કે ઓળખાણ આપનાર વ્યંકિતનું નામ સરનામું વગેરે વિગતો પોલીસ સ્ટેનશને રજુ કરવાની રહેશે.
આ જાહેરનામું તા.૩૧/૭/૨૦૧૧ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર કે તેમ કરવામાં મદદગારી કરનાર વ્યોકિત દંડ અને શિક્ષાને પાત્ર થશે.



ધોરણ-૧૧ થી કોલેજ સુધી અભ્યાિસ કરવા માંગતી અનુ.જાતિની કન્યાહઓ માટે છાત્રાલયમાં પ્રવેશ અંગે
સુરેન્દ્રાનગર,
સુરેન્દ્ર્નગર જિલ્લાછ પછાત વર્ગ કલ્યા્ણ અધિકારીશ્રી હસ્તંકની ર્ડા. ભીમરાવ આંબેડકર સરકારી કન્યાગ છાત્રાલય, સુરેન્દ્રનનગરમાં વર્ષ-૨૦૧૧-૧૨ માટે ધોરણ-૧૧, ૧૨ અને કોલેજ કક્ષા સુધીના અભ્યારસક્રમ માટે છાત્રાલયમાં રહીને અભ્યાનસ કરવા માંગતી અનુ. જાતિની કન્યાલઓ પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવે છે. આ છાત્રાલયમાં રહેવા જમવાની સરકાર તરફથી મફત સગવડ આપવામાં આવે છે. જેથી પ્રવેશ મેળવવા માંગતી કન્યા ઓએ ર્ડા. ભીમરાવ આંબેડકર સરકારી કન્યાય છાત્રાલય, મુળચંદ રોડ, માનવ મંદિર પાસે, સુરેન્દ્રતનગર ખાતેથી તાત્કારલિક અરજી ફોર્મ મેળવી તેજ કચેરીમાં રજુ કરવા જિલ્લાં પછાત વર્ગ કલ્યાંણ અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.



કુટીર ઉદ્યોગ તાલીમ કેન્દ્ર દ્વારા ૧ વર્ષ માટે વાયમેન અને ઓટો રિપેર્સના વર્ગો શરૂ થશે
સુરેન્‍દ્રનગર,
કુટીર અને ગ્રામોદ્યોગ, વિભાગ ગાંધીનગર સંચાલિત કુટીર ઉદ્યોગ તાલીમ કેન્દ્રસ ,સુરેન્દ્રતનગરમાં તા.૧ લી ઓગષ્ટ/-૨૦૧૧ થી ૧ વર્ષ ના સમય ગાળા માટે ૧૪ થી ૩૦ વર્ષની ઉંમર ધરાવતાં ધોરણ-૮ પાસ વ્યાકિતઓ માટે વાયરમેનના વર્ગો અને ધોરણ-૯ પાસ વ્યષકિતઓ માટે ઓટો રિપેર્સના વર્ગો શરૂ થનાર છે.
ઉપરોકત તાલીમ વર્ગોમાં અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ, બક્ષીપંચ તથા આર્થિક પછાત વર્ગના તાલીમાર્થીઓને પ્રવેશ આપવામાં આવનાર હોઇ તાલીમ લેવા ઇચ્છુતક ઉમેદવારોને કુટીર ઉદ્યોગ તાલીમ કેન્દ્ર્, બહુમાળી ભવન, બ્લો‍કનં.-સી/૨૦૪, ખેરાળી રોડ, સુરેન્દ્ર૦નગર ખાતે સાદા કાગળમાં અરજી કરી અથવા અસલ પ્રમાણપત્ર સાથે રૂબરૂ સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
તાલીમ સમય દરમિયાન તાલીમાર્થીઓને સરકારના નિયમોનુસાર શિષ્ય વૃતિ અને એસ.ટી. પાસ કન્સે શનની સુવિધા આપવામાં આવશે તેમ રેકટર કમ સુપ્રિટેન્ડેઅન્ટીશ્રી ની એક યાદીમાં જણાવાયું છે.



અનુસુચિત જાતિના ખેડૂતો માટે બાગાયત વિભાગ દ્વારા વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ
સુરેન્‍દ્રનગર,
સુરેન્દ્રેનગર જિલ્લાએમાં અનુસુચિત જાતિના બાગાયત ખેડૂતો માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા વિવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.
જે અંતર્ગત સેન્દ્રી ય ખેતી માટે ઇનપુટના ઉપયોગ માટે ખર્ચના ૭૫ ટકા કે એક હેકટર દીઠ રૂપિયા ૬ હજાર સુધી સહાય આપવામાં આવશે, પાવર ટીલર તથા મીની ટ્રેકટર વસાવવા માટે ખર્ચના ૫૦ ટકા અથવા રૂ.૬૦ હજારની સહાય તથા પાક સંરક્ષણ સાધનો ખરીદવા ખર્ચના ૭૫ ટકા કે હાથથી ચાલતા સાધનો માટે રૂ.૧૧૨૫, પાવરથી ચાલતા સાધનો માટે રૂ.૩૭૫૦/- અને ટ્રેકટર માઉન્ટેસડ પાવર સ્પ્રેાયર માટે ૨૫ હજાર સુધી સહાય અપાશે.
વેલાવાળા શાકભાજીના પાકા મંડપ બનાવવા ખર્ચના ૫૦ ટકા કે એક હેકટર દીઠ રૂ. ૫૦ હજાર અને કાપણીના સાધનો માટે ખર્ચના ૫૦ ટકા કે રૂ. ૫૦ હજાર સુધી, જયારે પ્રોસેસીંગના સાધનો માટે ખર્ચના ૫૦ ટકા કે રૂ. ૨ લાખ સુધી સહાય આપવામાં આવશે. શોટીંગ કે ગ્રેડીંગ તથા ખળાના સાધનો તાલપત્રી માટે ખર્ચના ૫૦ ટકા કે પ્રતિ લાભાર્થી રૂ. ૨ હજાર સુધી સહાય બહુ વર્ષીયુ ફળ પાકોના નવા વાવેતર માટે નિયત કરેલા ખર્ચના ૭૫ ટકા કે હેકટર દીઠ રૂ.૨૨,૫૦૦ જયારે બહુ વર્ષીયુ ન હોય તેવા ફળ પાક માટે ૫૦ ટકા કે ૪ હેકટર સુધી રૂ. ૧૫ હજારની સહાય આપવામાં આવશે.
અનુસુચિત જાતિના ખેડૂતોને ફળ શાકભાજીના પાકોના હાયબ્રીડ બીજ ખરીદીમાં ખર્ચના ૭૫ ટકા કે રૂ.૭,૫૦૦/- સુધીની સહાય અને શાકભાજી પાકોમાં મંડપ બનાવવા ખર્ચના ૭૫ ટકા મુજબ અર્ધ પાકા મંડપમાં પ્રતિ હેકટર રૂ. ૬૦ હજાર અને કાચા મંડપ માટે પ્રતિ હેકટર રૂ. ૩૯ હજારની સહાય ચૂકવાશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે ગ્રામસેવક, વિસ્ત રણ અધિકારી, બાગાયત, અધિકારી તેમજ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બહુમાળી ભવન, બ્લોતકનં.-સી/૨૦૮, ખેરાળી રોડ, સુરેન્દ્ર૫નગર (ફોનનં.-૦૨૭૫૨-૨૮૨૭૬૩)નો સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકશ્રીની એક યાદીમાં જણાવાયું છે.

તંબાકુ સેવન સામે લોકચેતના જગાવવા સ્કકવોડ રચાશેઃ ભુજમાં તંબાકુ નિષેધ અમલીકરણ સમિતિની મળેલી બેઠકઃ
ભુજ,
કચ્છકમાં તંબાકુ નિષેધ ધારાનો અમલ થાય અને તંબાકુના ગેરફાયદા સામે લોકજાગૃતિ આવે એ હેતુસર અધિકારીઓની સ્ક વોડ બનાવવામાં આવશે. ભુજ ખાતે તંબાકુ નિષેધ અમલીકરણ સમિતિની અધિક કલેકટરશ્રી સી.પી.નેમાના અધ્યયક્ષસ્થાિને મળેલી બેઠકમાં નકકી થયા અનુસાર જિલ્લાઅ આરોગ્ય અધિકારી, પોલીસ, મનોચિકિત્સઆક તથા સ્વૈબચ્છિરક સંસ્થા ઓના સભ્યોા સાથેની સ્કઅવોડ ખાસ કરીને ટોકિઝ, એસ.ટી. તેમજ અન્યક જાહેર સ્થસળોએ તંબાકુનું સેવન ન થાય તે માટે યોગ્યં પગલાં ભરશે. બેઠકમાં કચ્છ‍ મહિલા સંગઠનના સદસ્યક દ્વારા એસ.ટી.માં પ્રવાસ દરમ્યાઅન પ્રવાસીઓને હજુ પણ બીડી, સીગારેટના ધૂમાડાનો સામનો કરવો પડે છે અને ડ્રાયવર-કંડકટર તરફથી સાનુકુળ પ્રતિસાદ મળતી નથી, તેવી રજૂઆતના સંદર્ભમાં કચ્છવ એસ.ટી.ના નિયામકશ્રી સંજય જોષીએ આવા કિસ્સાયમાં તેમનું ધ્યાેન દોરવા જણાવી ખાતરી આપતા ઊમેર્યુ કે, એસ.ટી. પ્રવાસ દરમ્યાઆન બીડી, સિગારેટ અને તંબાકુનું સેવન ન થાય તેવા પ્રયાસ કરાશે, આવી કોઇપણ ફરિયાદ સામે સખતાઇથી કામ લેવાશે. રાજય સરકારના નિર્ધારિત નિયમોનું પાલન કરવા પણ અધિક કલેકટરશ્રી નેમાએ દરેક અધિકારીઓને સૂચના આપી હતી. તેમજ લોકચેતના જગાવવા અંગે જણાવ્યુંર હતું. બેઠકમાં ડો.પાન્ડેટ, માનસ શાસ્ત્રી તબીબ ડો.મહેશ ટિલવાણી વિગેરે ઉપસ્થિવત રહયા હતા. મુખ્યત જિલ્લા આરોગ્યન અધિકારી ડો.એસ.કે.મોઢે બેઠકનું સંચાલન કર્યુ હતું.