સૌથી વધુ સૌરાષ્ટ્ર રીજીયનમાં ૨૯.૫૧ ટકા સરેરાશ વરસાદ
રાજ્યના ૮૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ
૨૭ તાલુકાઓમાં બેથી પાંચ ઇંચ વરસાદ
જેતપુર, ઊનામાં ૫ ઇંચ, કેશોદ, વંથલી, ઉપલેટા, પારડી અને વલસાડમાં ૪ ઇંચથી વધુ વરસાદ
ગાંધીનગર,
રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં સાર્વત્રિક રીતે વરસવાનું ચાલુ રાખ્યું છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના ૮૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં, ૨૭ તાલુકાઓમાં બે થી પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ૧૮-૭-૨૦૧૧ને સવારે ૭-૦૦ કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં ૧૨૫ મી.મી., જૂનાગઢ જિલ્લાના ઊનામાં ૧૨૨ મી.મી. એટલે કે, પાંચ ઇંચ જેટલો, જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ૧૦૦ મી.મી., વંથલીમાં ૧૦૩ મી.મી., રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ૧૦૦ મી.મી., વલસાડ જિલ્લાના પારડીમાં ૧૦૪ મી.મી. અને વલસાડમાં ૧૧૧ મી.મી. મળી કુલ પાંચ તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
આ ઉપરાંત અમરેલી જિલ્લાના બગસરામાં ૭૬ મી.મી., ધારીમાં ૮૫ મી.મી., સાવરકુંડલામાં ૭૩ મી.મી., લાઠીમાં ૮૯ મી.મી., જૂનાગઢ જિલ્લાના ભેંસાણમાં ૭૨ મી.મી., માળીયામાં ૯૪ મી.મી., વીસાવદરમાં ૭૭ મી.મી., પોરબંદર જિલ્લાના રાણાવાવમાં ૯૧ મી.મી. મળી કુલ આઠ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ અને કચ્છ જિલ્લાના મુંન્દ્રામાં ૫૪ મી.મી., અમરેલી જિલ્લાના અમરેલીમાં ૫૯ મી.મી., ખાંભામાં ૬૫ મી.મી., વાડીયામાં ૫૦ મી.મી., જામનગર જિલ્લાના કાલાવાડમાં ૬૫ મી.મી., ખંભાળીયામાં ૫૫ મી.મી., જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં ૬૪ મી.મી., તાલાળામાં ૫૫ મી.મી., પોરબંદર જિલ્લાના કુતિયાણામાં ૫૦ મી.મી., રાજકોટ જિલ્લાના જામ કંડોરણામાં ૫૬ મી.મી., નવસારી જિલ્લાના ગણદેવીમાં ૬૨ મી.મી., જલાલપોરમાં ૬૪ મી.મી. મળી કુલ ૧૨ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોવાના અહેવાલો છે.
રાજ્યના અંજાર, દાંતા, ગાંધીનગર, તલોદ, લીંબડી, સાયલા, બાવળા, રાણપુર, સાણંદ, કરજણ, વઢવાણ, ચુડા, લીલીયા, રાજુલા, ધ્રોળ, જામજોધપુર, તીલકવાડા, ચીખલી, જામનગર, કલ્યાણપુર, જૂનાગઢ, કોડીનાર, નવસારી, મેંદરડા, વેરાવળ, પોરબંદર, ધોરાજી, મોરબી, માળીયા મીયાણા, રાજકોટ, ટંકારા, વાંકાનેર મળી કુલ ૩૪ તાલુકાઓમાં એક ઇંચથી વધુ જ્યારે અન્ય ૨૪ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે આણંદ, દાહોદ, ખેડા, પંચમહાલ, ભાવનગર, ભરૂચ અને ડાંગ મળી કુલ સાત જિલ્લાઓ વરસાદ વિહોણા રહેવા પામ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ મોસમનો રાજ્યનો સરેરાશ વરસાદ ૨૦.૮૧ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૧૩.૩૮ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૮.૬૨ ટકા, મધ્ય ગુજરાતમાં૧૪.૯૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૨૯.૫૧ અને દક્ષિણ ગુજરાતમાં ૧૯.૯૮ ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો હોવાના અહેવાલો છે.
આઇ.ટી.આઇ.માં પ્રવેશ મેળવતા પહેલા ઉમેદવારોએ એન.સી.વી.ટી. પેટર્નના અભ્યાસક્રમની માન્યતાની ખાતરી કરવીઃ નિયામક, રોજગાર અને તાલીમ
રાજ્યની તમામ સરકારી / ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર આઇ.ટી.આઇ.ને લાગુ પડશે
ગાંધીનગર,
રાજ્યની સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને સ્વનિર્ભર આઇ.ટી.આઇ.માં ચાલતાં એન.સી.વી.ટી. પેટર્ન (રાષ્ટ્રકક્ષા)ના તેમજ જી.સી.વી.ટી. પેટર્ન (રાજ્યકક્ષા)ના અલગ અલગ કોર્ષમાં પ્રવેશ આપવાની કાર્યવાહી વર્તમાનમાં ચાલી રહી છે. તેવા સમયે પ્રવેશવાંચ્છુ ઉમેદવારો એન.સી.વી.ટી. પેટર્નના વ્યવસાયમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તેઓએ જે તે વ્યવસાયને પ્રવેશની તારીખે એન.સી.વી.ટી. દ્વારા એફીલીએશન મળેલ છે કે કેમ ? તેની પૂરીપૂરી ખાતરી કરી લેવા રોજગાર અને તાલીમ નિયામક દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે તેમજ પ્રવેશની તારીખે જે ટ્રેડ / યુનિટને એફીલીએશન મળ્યું હશે તેવા તાલીમાર્થીઓ જ અખિલ ભારતીય વ્યવાસય કસોટી આપીને નેશનલ ટ્રેડ સર્ટીફિકેટ મેળવાને પાત્ર ઠરશે.
વધુમાં ભારત સરકાર / એન.સી.વી.ટી. દ્વારા કોઇ પણ ખાનગી કે સરકારી આઇ.ટી.આઇ. / આઇ.ટી.સી.ને ‘‘માન્ય સંસ્થા’’ તરીકે માન્યતા આપવામાં આવતી નથી. પરંતુ સંબંધિત સંસ્થાના ચોક્કસ ટ્રેડ / યુનિટને નિયમાનુસાર એફીલીએશન આપવામાં આવે છે. તેમજ એન.સી.વી.ટી. પેટર્નના કોઇ પણ વ્યવસાયમાં એફીલીએશન વગર પ્રવેશ આપી શકાતો નથી. વધુ માહિતી માટે રોજગાર અને તાલીમ કચેરીની વેબસાઇટ www.talimrojgar.org ઉપર ઉપલબ્ધ છે તેમ નિયામક, રોજગાર અને તાલીમ કચેરીની યાદીમાં જણાવાયું છે.
રક્ષા શક્તિ યુનિવર્સિટીના ડીપ્લોમાં - ડીગ્રી ધારકોને પોલીસ સેવામાં પોલીસ કોન્સ્ટેબલ / પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી વેળાએ અગ્રતા અપાશે
પ્રથમ વર્ષે ૧૪૧ પોલીસ સાયન્સના ડીપ્લોમાં ધારકો ઉત્તીર્ણઃ આગામી વર્ષે પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા શરૂ કરાશે
ગાંધીનગર,
ગુજરાત સરકાર દ્વારા દેશની સૌપ્રથમ શરૂ કરાયેલ રક્ષાશક્તિ યુનિવર્સિટીના ડીપ્લોમા-ડીગ્રી ધારકોને પોલીસ સેવામાં પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની ખાલી જગાઓની ભરતી વખતે અગ્રતા ભારાંક આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
ગૃહ વિભાગના ઉપસચિવશ્રી દ્વારા જણાવ્યા મુજબ, રાજ્યના પોલીસ સંવર્ગોની સીધી ભરતીમાં વેઇટેજ તરીકે વધારાના ગુણ આપવા રાજ્ય સરકારે પોલીસ સંવર્ગની ભરતી પરીક્ષાના નિયમોમાં જોગવાઇ કરી છે. આ વધારાના ગુણ નીચે પ્રમાણે આપવામાં આવશે.
કોન્સ્ટેબલ સંવર્ગની જગ્યા માટે
રક્ષાશક્તિ યુનિવર્સિટીની ડીગ્રી/
ડિપ્લોમાં મેળવેલ વર્ગ ભરતીમાં મળનાર વધારાના ગુણ
ડિસ્ટિકશન ૫
પ્રથમ વર્ગ ૪
દ્વિતીય વર્ગ ૩
પાસ ક્લાસ ૨
પી.એસ.આઇ. સંવર્ગની જગ્યા માટે
રક્ષાશક્તિ યુનિવર્સિટીની ડીગ્રી/
ડિપ્લોમાં મેળવેલ વર્ગ ભરતીમાં મળનાર વધારાના ગુણ
ડિસ્ટિકશન ૧૫
પ્રથમ વર્ગ ૧૨
દ્વિતીય વર્ગ ૯
પાસ ક્લાસ ૫
અત્રે ઉલ્લેખનીય છે કે, આ યુનિવર્સિટી દ્વારા પ્રથમ વર્ષના અંતે ૧૪૧ જેટલા પોલીસ સાયન્સના ડિપ્લોમાં ધારકો બહાર પાડ્યા છે અને આગામી વર્ષથી યુનિવર્સિટી ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં શરૂ કરવામાં આવશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો