રાજકોટ,
મુખ્યમંત્રીશ્રીના તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત કોટડાસાંગાણી તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા. ર૭-૭-૧૧ના રોજ ૧૧-૦૦ કલાકે યોજવામાં આવશે.
મામલતદાર કચેરી, કોટડાસાંગાણી ખાતે તાલુકા મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રી, કોટડાસાંગાણીના અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં આ કાર્યક્રમમાં નીચે દર્શાવેલ પ્રકારની અરજીઓ સ્વીકારવામાં આવશે.
(૧) તાલુકા સ્વાગત માં અરજી કરતાં પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય. (૨)તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખીતમાં રજુઆત કરેલી હોવી જોઇએ અને અનિર્ણિત હોય. (૩)આ કાર્યક્રમમાં રજુ થતાં પ્રશ્નો ગ્રામ અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા હોવા જોઇએ. તે સિવાયના પ્રશ્નો હોય તો જે તે સક્ષમ કચેરીને રજુઆત કરવી. (૪)આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે. (૫)આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે, સામુહિક રજુઆતો નહિ.
ઉપર મુજબની કેટેગરીમાં આવતી અરજીઓજ ધ્યારનમાં લેવામાં આવશે. તે સિવાયની અરજીઓ ધ્યાનનમાં લેવામાં આવશે નહીં, તેમ મામલતદારશ્રી, કોટડાસાંગાણીની યાદીમાં જણાવાયું છે.
રાજકોટની તરૂણી ગુમ-પત્તો આપવા સૂચના
રાજકોટરાજકોટની ૧૬ વર્ષની તરુણી ઇના નાથાભાઇ દુધરેજીયા રેસકોર્સ લોકમેળામાંથી ગત તા.૧૬-૮-૨૦૦૯ના રોજ રાત્રે ૧૦.૩૦ વાગ્યે ગુમ થયેલ છે. પાતળા બાંધાની, વાને શ્યાેમવર્ણી આ તરૂણી આજ દિન સુધી તે ઘરે પાછી ફરી નથી. તેનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો રાજકોટ શહેરના પ્રદ્યુમ્નરનગર પોલીસ સ્ટેશનને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.
જિલ્લા કક્ષાની હિલ શિલ્ડપ ક્રિકેટ ટુર્નામેન્ટો મુલત્વીન રખાઇ.
રાજકોટ
રાજકોટ ખાતે યોજાનાર જિલ્લાન કક્ષાની હિલ શિલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટા સંજોગોવશાત્ મુલત્વીા રાખવામાં આવેલ છે. સ્પોગર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજિત અને સીનિયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર , રાજકોટ દ્વારા સંચાલિત જિલ્લાફ કક્ષાની હિલ શિલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ તા. ૧૯ થી ૨૭ જુલાઇ-૨૦૧૧ દરમ્યા ન રાજકુમાર કોલેજ અને સનફલાવર સ્કૂુલ ખાતે યોજાનાર હતી, જે સંજોગોવશાત્ મુલત્વીષ રાખવામાં આવી છે. ડ્રો યથાવત રહેશે. અને ટુર્નામેન્ટોની નવી તારીખની જાણ કરવામાં આવશે, જેની રાજકોટ શહેર અને ગ્રામ્યરની ભાગ લીધેલ શાળાઓને નોંધ લેવા સીનિયર કોચ શ્રીમતિ રોશનબેન ચૌહાણની યાદીમાં જણાવાયું છે.
રાજકોટના ખોવાયેલ વ્યાક્તિ પત્તો આપવા સૂચના
રાજકોટ
રાજકોટના ૪૫ વર્ષની ઉંમરના રમેશભાઇ ઢાલુમલ લીલાણી પરસાણાનગર મેઇન રોડ ૪/૫ની વચ્ચેઇ, લાલુભાઇની મીલની બાજુમાં, રાજકોટ ખાતેથી ગત તા.૩૦-૬-૨૦૧૦ના રોજ રાત્રે ૧૦.૦૦ વાગ્યે ગુમ થયા છે. સાડા પાંચ ફુટ ઉંચાઇના, મધ્યગમ બાંધાના, વાને શ્યારમવર્ણા આ ભાઇ માનસિક બીમારીને કારણે ગુમ થયા છે. અને આજ દિન સુધી ઘરે પાછા ફર્યા નથી. તેમનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો રાજકોટ શહેરના પ્રદ્યુમ્ન નગર પોલીસ સ્ટેશનને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.
રાજકોટના ખોવાયેલ બહેન વિષે પત્તો આપવા સૂચના
રાજકોટ
રાજકોટના ૬૫ વર્ષના બહેન મોંઘીબેન અમૃતભાઇ વાળા રેલ્વે કોઠી કમ્પાટઉન્ડવ, બ્લોજક નં-૮૯, રેલ્વેડ કલબ સામે, રાજકોટ ખાતેથી ગત તા.૬-૧૦-૨૦૧૦ના રોજ અસ્થિકર મગજની બીમારીને કારણે બપોરે ૨.૦૦ વાગ્યે ગુમ થયા છે. મધ્યસમ બાંધાના અને વાને રૂપાળા આ બહેનને ગળા પાસે ડાબી બાજુ ઓપરેશનનું નિશાન છે, અને તે આજ દિન સુધી ઘરે પાછા ફર્યા નથી. તેમનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો રાજકોટ શહેરના પ્રદ્યુમ્ન નગર પોલીસ સ્ટેશનને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.
સોનલ
સરકારી કર્મચારીઓના કલ્યાનણ માટે જિલ્લા-તાલુકા કલ્યાણ સમિતિ રચાઇઃ
જિલ્લા ને રૂ.૫૦ હજારની રકમ ફાળવાઇઃ
સમિતના અધ્યચક્ષ કલેકટરઃસહ અધ્યરક્ષ જિલ્લાક વિકાસ અધિકારી રહેશેઃ
ભુજ
સરકારી કર્મચારીઓના કલ્યા ણ માટે જિલ્લાિ અને તાલુકા કક્ષાએ કલ્યાિણ યોજનાઓ અને તેના અમલીકરણ માટે સમિતિની રચના અંગે વખતોવખત સૂચનાઓ બહાર પાડવામાં આવી હતી પરંતુ આ યોજનાઓના અસરકારક અમલીકરણ માટે કામગીરી વધુ સારી રીતે થઇ શકે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા નવેસરથી વિચારણા કરીને સચિવાલય કલ્યા ણ સમિતિની કામગીરીના આધારે જિલ્લાદ/તાલુકા કક્ષાએ કર્મચારી કલ્યાણ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવા જિલ્લાકને રૂ. ૫૦ હજારની ફાળવણી કરાઇ છે.
સામાન્યક વહીવટ વિભાગના તા. ૭/૭/૨૦૧૧ના ઠરાવથી જિલ્લાથ કક્ષાએ કર્મચારીઓની કલ્યાઅણ પ્રવૃતિઓ હાથ ધરવા માટે સમિતિ ઘડવામાં આવી છે. જિલ્લાથ કલેકટરશ્રી એમ. થેન્ના રસન અધ્યચક્ષશ્રી તરીકે જયારે જિલ્લાવ વિકાસ અધિકારીશ્રી પટેલ સહ અધ્યીક્ષ રહેશે. આ સમિતિના સભ્યો્માં જિલ્લા્ શિક્ષણાધિકારીશ્રી મહેશ રાવલ, જિલ્લાર માહિતી અધિકારી શ્રી કે.બી.આહિર અને જિલ્લા્ના માન્યલ કર્મચારી મંડળોના બે પ્રતિનિધિ રહેશે. જિલ્લા રમતગમત અધિકારીશ્રી ડી.સી. ચાંગેલા સભ્ય સચિવ રહેશે. ઉપરાંત સભ્યાશ્રી તરીકે નાયબ સચિવશ્રી(પ્રોટોકોલ) કલ્યાશણ-સામાન્યે વહીવટ વિભાગ રહેશે.
તાલુકા કર્મચારી કલ્યારણ સમિતિમાં પાંચ સભ્યો રહેશે. તાલુકા કલ્યાણ સમિતિના અધ્યિક્ષ તરીકે મામલતદાર રહેશે. જયારે સહ અધ્યપક્ષ તરીકે તાલુકા વિકાસ અધિકારી તથા સભ્ય સચિવ તરીકે કલ્યાદણકારી પ્રવૃત્તિઓમાં રુચિ ધરાવતા અને આ યોજનાના ઉદ્દેશોનો અમલ કરવાની ક્ષમતા ધરાવતા હોય તેવા ઉત્સાહહી અધિકારી/કર્મચારીઓની નિમણૂક કરવાની રહેશે. આ ઉપરાંત તાલુકા કક્ષાના માન્યે મંડળોના બે પ્રતિનિધિ સભ્યા તરીકે રહેશે.
જિલ્લા/તાલુકા કલ્યાીણ સમિતિઓ દ્વારા રાજય સેવા અને પંચાયત સેવાના કર્મચારીઓની કલ્યાવણ પ્રવૃતિઓમાં આંતર જિલ્લા્ અને આંતર તાલુકા રમતગમત સ્પવર્ધાઓનું જિલ્લાય અને તાલુકા મથકોએ આયોજન તેમજ રાજયકક્ષાની સ્પલર્ધાઓનું આયોજન કરવું. અધિકારી/કર્મચારીઓને કામકાજના કલાકો સિવાય રમતગમતો માટે પ્રોત્સાુહિત કરવા અને તેમને રમતગમતનાં સાધનો પૂરા પાડવા તથા સમગ્ર જિલ્લારમાં અધિકારી/કર્મચારીઓના તેજસ્વીે(પુત્ર-પુત્રી) ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના (વિજ્ઞાન અને સામાન્યમ પ્રવાહ માટે અલગ-અલગ) માં ૮૦ ટકા કે તેથી વધારે ટકાવારી સાથે ઉતિર્ણ થયા હોય તેવા વિદ્યાર્થીઓમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવે તેઓનું સન્માેન કરાશે.
ધો.૧૦નાં વિદ્યાર્થીઓ માટે પ્રથમ રૂ. ૧૫૦૦/-, દ્વિતીયને રૂ.૧૦૦૦/- અને તૃતીયને રૂ.૫૦૦/- જયારે ધો. ૧૨ના વિદ્યાર્થીઓ માટે રૂ. ૨૦૦૦/- રૂ. ૧૫૦૦/- અને રૂ.૧૦૦૦/- ઇનામ અપાશે.
ઉપરાંત કર્મચારીઓ તથા તેમના કુટુંબીજનો માટે નાટક, સંગીત, મનોરંજન, પર્યટનો, સાંસ્કૃીતિક તેમજ શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન તથા મહિલા ઉત્કજર્ષની પ્રવૃતિઓ, રકતદાન શિબિર, સ્વાટસ્ય્ વ વિષયક સગવડોમાં મદદરૂપ થવા આરોગ્યજ લક્ષી કેમ્પો તેમજ આરોગ્યિ વિષયક જાગૃતિ અંગેના પ્રવચનો, કાર્યક્રમોનું આયોજન અને સમિતિને યોગ્ય્ લાગે તેવી અન્ય કર્મચારી કલ્યાાણકારી પ્રવૃતિઓનો સમાવેશ થાય છે.
આ સમિતિ નકકી કરે તે મુજબની કર્મચારીઓ પાસેથી ફી ઉઘરાવી શકશે તથા બોર્ડ/કોર્પોરેશન/ખાનગી સંસ્થાિઓની સ્પોજન્સરરશીપનો લાભ મેળવી શકશે. વાર્ષિક હિસાબો સ્થા્નિક ભંડોળ હિસાબની કચેરી દ્વારા ઓડીટ કરાવવાના રહેશે, તેમ વધુમાં જણાવાયું છે.
૨૦મીએ ભુજમાં ‘સરહદી વિસ્તાારનું પત્રકારત્વર’ સેમીનાર યોજાશે
ભુજ,
ભુજમાં તા.૨૦મીએ રાજકોટની પ્રાદેશિક માહિતી કચેરીના ઉપક્રમે જિલ્લા પંચાયત સભાખંડમાં સવારે ૧૦-૩૦ વાગ્યેવ ‘સરહદી વિસ્તાારનું પત્રકારત્વ ’ એ વિષય પર એક પ્રેસ સેમીનારનું આયોજન કરાયું છે. સેમીનારને જિલ્લાય કલેકટરશ્રી એમ.થેન્નાકરસન ખુલ્લું મૂકશે અને ‘ઇન્ડિસયન એકસપ્રેસ’ રાજકોટના વિશેષ સંવાદદાતા મીસ. હિરલ દવે પ્રવચન આપશે. બોર્ડર રેન્જેના પોલીસ મહાનિરીક્ષક શ્રી વી.એમ.પારગી અતિથિવિશેષ તરીકે જયારે ‘કચ્છેમિત્ર’ના તંત્રી શ્રી કીર્તિભાઈ ખત્રી, બી.એસ.એફ.ના ડી.આઇ.જી. શ્રી વીરેન્દ્ર્કુમાર પ્રેરક ઉદબોધન કરશે.
આ સેમિનારમાં જિલ્લાદના મહાનુભાવો, અધિકારીઓ, ઇલેકટ્રોનિક અને પ્રિન્ટક મીડિયાના પત્રકારો, ફોટોગ્રાફર, વિડીયોગ્રાફરને ઉપસ્થિીત રહેવા પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ સંયુકત માહિતી નિયામકશ્રી એન.એ.પરમારે નિમંત્રણ પાઠવ્યું છે.
બીપીએલ-અંત્યોમદય કાર્ડધારકોને તહેવારોમાં રૂ.૪૦/-ના ભાવે પામોલીન અપાશે
ભુજ,
જાહેર વિતરણ યોજના હેઠળના બીપીએલ/અંત્યો દય યોજનાના કાર્ડધારકોને ઓગષ્ટા થી નવેમ્બરર-૨૦૧૧ સુધીના સમયગાળા માટે તહેવારોમાં રાહતદરે પ્રતિકાર્ડદીઠ એક લીટર રૂ.૪૦/-ના ભાવે આર.બી.ડી. પામોલીનની જિલ્લામને ૧,૫૬,૬૦૩ ફાળવણી થઇ છે. જેનું ઓગષ્ટ થી નવેમ્બકર-૨૦૧૧ માટે દર માસે કાર્ડદીઠ એક લીટર પ્રતિ લીટરના રૂ.૪૦/-ના ભાવે વિતરણ કરાશે.
ભુજ-ગાંધીધામની બે મંડળી ફડચામાં લેવાઇઃ
ભુજ
જિલ્લાં રજિસ્ટ્રા ર, સહકારી મંડળીઓની કચેરી, ભુજના અંતિમ આદેશથી ભુજની જનરલ કન્ટ્રાર કશન કો.ઓપ. સહકારી મંડળી લી., અને ગાંધીધામની આર્થિક પછાત વર્ગ કો.ઓપ. હા.સોસાયટી લી.ને ફડચામાં લઇ જઇ મંડળીના ફડચા અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. લાગતા-વળગતાઓએ નોંધ લઇ મંડળી પાસે જેમનું જે કાંઇ લેણું હોય તેમણે તેનો હિસાબ, જરૂરી આધાર-પુરાવા દિન-૬૦માં ફડચા અધિકારીને મોકલી આપવા અને જો કોઇ રજૂઆત કરવામાં નહીં આવે તો મંડળીના દફતર મુજબની જે કાંઇ બાકી હશે તે મુજબ આગળની કાર્યવાહી આટોપવાની કાર્યવાહી કરવામાં આવશે અને આ મંડળીના બાકીદારોએ મંડળીનું લેણું ભરી જવા ફડચા અધિકારી દ્વારા વધુમાં જણાવાયું છે.
આદિપુરથી ગાંધીધામ આવતો મુખ્યે રસ્તોચ ભારે માલવાહક વાહનો માટે બંધ કરાયોઃ
જિલ્લાથ મેજીસ્ટ્રે ટે આખરી જાહેરનામું બહાર પાડયુંઃ
ભુજ
આદિપુરથી ગાંધીધામ આવતા મુખ્યપ રસ્તાક ઉપર રોટરી સર્કલથી કંડલા પોર્ટ સર્કલ સુધી વધતા જતા ટ્રાફિકને કારણે દ્રિચક્રી તેમજ ફોર વ્હીતલ નાના વાહનોના ટ્રાફિકને ભારે વાહનો અવરોધરૂપ બનતા હોવાનું તંત્રના ધ્યાદને આવતા અકસ્માતત તેમજ ટ્રાફિક જામ જેવા બનાવો નિવારવા આ વિસ્તાનરમાં ભારે વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યોત છે. જિલ્લાા મેજીસ્ટ્રે ટ દ્વારા આ વાહન નિયમન અંગે અગાઉ પ્રાથમિક જાહેરનામું બહાર પાડયું હતું અને ત્યાલરપછી હવે આખરી ફરમાન બહાર પાડી સવારના ૭ વાગ્યાિથી રાત્રિના ૨૨ વાગ્યાર સુધી ભારે માલવાહક વાહનો પર પ્રવેશબંધી જાહેર કરી છે. વાહન નિયમનમાં આદિપુર તરફથી આવતા ભારે માલવાહક વાહનો ગાંધીધામ શહેરમાં નહીં પ્રવેશતા રોટરી સર્કલથી ડાબી બાજુ વળી જઇ રાજવી રિસોર્ટ-રેલવે ફાટક થઇ સીધા ગળપાદર રોડ થઇ ગાંધીધામ બાયપાસ રસ્તેીથી ગાંધીધામ કંડલા નેશનલ હાઈવે ૮-એ થી કંડલા, ભચાઉ તરફ જઇ શકશે. કંડલા તથા ભચાઉ તરફથી આવતા માલવાહક વાહનો કંડલા સર્કલથી ગાંધીધામ શહેરની અંદર પ્રવેશ નહી કરી ગળપાદર રોડ ત્રણ રસ્તાાથી પ્રવેશી ગાંધીધામ બાયપાસ રસ્તેેથી ગળપાદર ચાર રસ્તાજથી ગાંધીધામ તરફ પ્રવેશી રાજવી રીસોર્ટ, રેલવે ફાટક, રામબાગ ચાર રસ્તાચ, રોટરી સર્કલવાળા રસ્તેાથી આદિપુર, મુન્દ્રા તરફ જઇ શકશે. આ જાહેરનામામાંથી આવશ્યનક ચીજવસ્તુીઓ, જેવી કે અનાજ, શાકભાજી, રાંધણગેસ, ફળફળાદી, દવા વિગેરે, કે જેની હેરફેર ગાંધીધામ શહેરમાં કરવાની છે, તેનું વહન કરતા ભારે માલવાહક વાહનો પોલીસ અધિક્ષકશ્રી, પૂર્વ કચ્છ , ગાંધીધામે અધિકૃત કરેલ અધિકારી દ્વારા પરવાનગી આપવામાં આવેલ હોય તેવા ઈમરજન્સી્માં પસાર થવાની જરૂર પડે તેવા ભારે માલવાહક વાહનોને મૂકિત આપવામાં આવી છે. આ હુકમની અંદર ભારે માલવાહક વાહન શબ્દરનો અર્થ મોટર વ્હીકકલ એકટમાં જે વ્યાવખ્યાગ આપી છે તેનો સમાવેશ થાય છે.
આરટીઓ પોસ્ટછ ખાતા મારફતે લાયસન્સન ઘરે પહોંચાડશે
ભુજ,
કચ્છે જિલ્લાસની ડ્રાઇવીંગ લાયસન્સ ને લગતી કામગીરી પારદર્શક અને લોકાભિમુખ વહીવટની પ્રતિતિ થાય માટે સ્પીચડ પોસ્ટ્ મારફતે ડ્રાઇવીંગ લાયસન્સ , લાયસન્સર ધારકે મોકલવાનો રાજય સરકારએ નિર્ણય કર્યો છે અને તેની અમલવારી તા.૧૮/૭/૧૧થી શરૂ થઇ છે. જેથી ડ્રાઇવીંગ લાયસન્સય રૂબરૂ આપવામાં આવશે નહીં. પોસ્ટા ખાતા મારફતે સ્પીવડ પોસ્ટી મારફતે અરજદારને ડ્રાઇવીંગ લાયસન્સગ ઘર બેઠા પહોંચતા કરવામાં આવશે. પોસ્ટ્ ખાતા દ્વારા પુરતા પ્રયત્નોટ કર્યા બાદ પણ લાયસન્સવ, ધારકને ન મળી આવે તે સંજોગોમાં પરત આવેલ લાયસન્સ્ના કવરો કસ્ટવડીમાં રાખવામાં આવશે. જેને લાયસન્સ ઇસ્યુ થયા હોય તે વ્યેકિત આરટીઓ કચેરીનો સંપર્ક કરે ત્યાીરે લાયસન્સ શાખાના હેડ કલાર્કે પોતે ઓળખની ખરાઇ કરી, મોટર વાહન ધારા અને નિયમ હેઠળ ઠરાવેલ સરનામા માટેના પુરાવા ચકાસી લાયસન્સર આપવાનું રહેશે. અરજદારે રજુ કરેલ પુરાવાની ઝેરોક્ષ કોપી મુળ કાગળો સાથે રાખવાની રહેશે અને આ પ્રક્રિયા બાદ જ અરજદારની સહી મેળવીને લાયસન્સે આપવાનું રહેશે. પરત આવેલ લાયસન્સે ૩૦ દિવસ સુધી અરજદાર ન આવેતો અરજદારના સરનામે રજી.એ.ડી.થી પત્ર લખી જાણ કરવામાં આવશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો