ગાંધીનગર,
રાજ્યના કલાકારોને પ્રોત્સાહન આપવા તથા નવોદિત યુવક-યુવતીઓને સાહિત્ય, કલા અને સંગીત ક્ષેત્રે જરૂરી માર્ગદર્શન આપીને તૈયાર કરવાના હેતુસર રાજ્યમાં, તાલુકા, જિલ્લા, પ્રદેશ, રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ યુવા ઉત્સવ-૨૦૧૧-૧૨નું આયોજન કરવામાં આવશે. તાલુકા કક્ષાએ સપ્ટેમ્બર-૨૦૧૧, જિલ્લા કક્ષાએ ઓક્ટોબર-૨૦૧૧, પ્રદેશ કક્ષાએ નવેમ્બર-૨૦૧૧, રાજ્ય કક્ષાએ ડિસેમ્બર-૨૦૧૧ અને રાષ્ટ્ર કક્ષાએ ૧૨ થી ૧૬, જાન્યુઆરી-૨૦૧૨ દરમિયાન એમ પાંચ કક્ષાએ આ યુવા ઉત્સવ યોજાનાર છે.
આ માટેની જરૂરી અરજીઓ સંબંધિતોએ તા. ૩૦-૧૧-૨૦૧૧ સુધીમાં સંબંધિત જિલ્લાના યુવા ઉત્સવ સમિતિના વડાને મોકલી આપવાની રહેશે. રાષ્ટ્રીય યુવા ઉત્સવના એકાંકી સ્પર્ધામાં એકાંકી અંગ્રેજી, હિન્દી ઉપરાંત પ્રાદેશિક ભાષામાં પણ રજૂ કરી શકાશે. તાલુકા કક્ષા માટે મામલતદાર અને જિલ્લા કક્ષા માટે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષપણા હેઠળ વ્યવસ્થાપક સમિતિની રચના કરવામાં આવી છે. યુવા ઉત્સવમાં ૧૫ થી ૩૫ વર્ષ સુધીના ઉંમરના યુવક - યુવતી - વિદ્યાર્થી - બિનવિદ્યાર્થી ભાગ લઇ શકશે. (ક) વિભાગમાં સાહિત્ય, (ખ) વિભાગમાં કલા, (ગ) વિભાગમાં સાંસ્કૃતિક વિભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાહિત્ય વિભાગમાં વકતૃત્વ, નિબંધ, પાદ પૂર્તિ, ગઝલ-શાયરી લેખન, કાવ્ય લેખન, દોહા-છંદ-ચોપાઇ, લોકવાર્તા, શીધ્ર વકતૃત્વ સ્પર્ધા (હિન્દી / અંગ્રેજી)નો સમાવેશ થાય છે. જ્યારે કલા વિભાગમાં સર્જનાત્મક કારીગરી અને ચિત્ર કલાનો સમાવેશ થાય છે. સાંસ્કૃતિક વિભાગમાં વિવિધ સંગીત શાસ્ત્રીય નૃત્ય, લોકનૃત્યો, સિતાર, વાંસળી, વીણા, મૃદંગમ્, હાર્મોનિયમ, ગિટાર, તબલા વાદન કલાનો સમાવેશ થાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો