અનુયાયીઓ

બુધવાર, 6 જુલાઈ, 2011

શાળા કક્ષાએ ક્રિકેટનો વ્યાપ વધારવા ગાંધીનગર જિલ્લા સ્વામિ વિવેકાનંદ હિલ શિલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

શાળામાં નિયમિત અભ્યાસ કરતા (અન્ડર-૧૯) વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે
ગાંધીનગર, મંગળવારઃ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ક્રિકેટની રમતનો શાળાકીય કક્ષાએ યોગ્ય વિકાસ થાય અને તેના થકી રાજ્યને પ્રતિભાશાળી નવા ક્રિકેટરો મળી રહે તેવા રમતલક્ષી ઉદ્દેશથી ચાલુ વર્ષે ૨૦૧૧-૧૨ના ઓગષ્ટ માસમાં ગાંધીનગર જિલ્લા સ્વામિ વિવેકાનંદ હિલ શિલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનંા આયોજન કરવામાં આવ્યું છે.
આ ક્રિકેટ સ્પર્ધામાં ભાગ લેવાની ઇચ્છા ધરાવતી ગાંધીનગર મહાનગરપાલિકા અને ગાંધીનગર જિલ્લાની શાળાઓએ તેમના ખેલાડીઓના પ્રવેશ ફોર્મ મેળવવા તથા વધુ માહિતી માટે સિનિયર કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી, મહાત્મા ગાંધી વિદ્યાલય, સેક્ટર-૨૧, ગાંધીનગરનો સંપર્ક કરવો. જેમનો ફોન નં. ૦૭૯-૨૩૨૪૧૧૮૦ છે તેમજ ભરેલા પ્રવેશપત્રો શાળાના આચાર્યશ્રીએ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરીમાં મોકલી આપવાના રહેશે. સ્પર્ધાનું અંગે સ્થળ અને તારીખની જાણ એન્ટ્રી મોકલનાર શાળાઓને કરવામાં આવશે તેમ સિનિયર કોચ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: