આતંકવાદી બોમ્બદ વિસ્ફોબટની આ ઘટના ભવિષ્યગના મોટા આતંકવાદી હુમલાની સાજીશનું રિહર્સલ હોય એમ જણાય છે
ભારતની વર્તમાન સરકારને આતંકવાદીઓએ પડકાર ફેંકયો છે
આતંકવાદી બોમ્બર વિસ્ફોકટ ઘટનાનો ભોગ બનેલા લોકો-પરિવારો પ્રત્યેશ મુખ્યીમંત્રીશ્રીની સંવેદના
મુખ્યીમંત્રી શ્રી નરેન્દ્ર્ભાઇ મોદીએ આજે મોડી સાંજે મુંબઇમાં થયેલી શ્રેણીબધ્ધભ આતંકવાદી બોમ્બી વિસ્ફોશટની ઘટનાની આકરી ટીકા કરતાં જણાવ્યુંજ છે કે આ વધુ એક આતંકવાદી ઘટનાએ માનવતાવાદી શકિતઓને પડકાર ફેંકયો છે. પહેલી નજરે એવું સમજાય છે કે મુંબઇની આજની આતંકવાદી બોમ્બક વિસ્ફો.ટની ઘટનાથી આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા નરાધમો એવું પુરવાર કરવા માંગે છે કે હિન્દુસ્તાથનની વર્તમાન સરકાર તેમનું કશું બગાડી શકવાની નથી અને હજુ પણ આ નરાધમો ભારતને પીંખી નાખવા પુરા શકતશાળી છે.
મુખ્યળ મંત્રીશ્રીએ આતંકવાદી ઘટનામાં મૃત્યુપ પામેલા અને ઇજાગ્રસ્તોાના પરિવારો પ્રત્યેદ સંવેદના અને સહાનુભૂતિ દર્શાવતા જણાવ્યુંમ છે કે, આ ઘટનાની પ્રાથમિક જાણકારી પરથી એવું જણાય છે કે, આ બોમ્બ્ ધડાકા નજીકના ભવિષ્ય ની મોટી આતંકવાદી સાજીશ માટેનું રિહર્સલ હોઇ શકે પરંતું સમગ્ર દેશ એક સૂરથી આ નરાધમ આતંકવાદી કૃત્યાને વખોડી કાઢી આતંકવાદી પ્રવૃત્તિઓને જડ મુળથી ઉખેડી નાખવાની જવાબદારીમાં કોઇ પાછી પાની કરશે નહીં.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો