મેડિકલ સારવાર મુઠ્ઠીમાં
>
> - મિતા ઉપાધ્યાય
>
>
> લગભગ એક દાયકા પહેલાં ગામ કે શહેરમાં રહેતી કોઈ વ્યક્તિ બીમાર પડતાં તેને ડૉક્ટરના ક્લિનિક સુધી જવું પડતું હતું. ગામ હોય તો ગામમાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં અને શહેર હોય તો ડૉકટરના ક્લિનિક સુધી જવું પડતું હતું. એમાં દરદી અને તેની સાથે જનારાને હાડમારી વેઠવી પડતી તે અલગ. આ સિનારિયો હવે સમૂળગો બદલાઈ ગયો છે. એકવીસમી સદીમાં દુનિયાના કોઈપણ દેશ કે ગામમાં રહેતી વ્યક્તિ બીમારી માટે ડૉક્ટરોનો સંપર્ક સાધી શકે છે. ટૅકનોલોજીના પ્રતાપે દરેક બીમારીનું નિદાન કરાવવાનું અને ડૉક્ટરની સલાહ મેળવવાનું અત્યંત સુલભ બની ગયું છે. આપણા દેશમાં મેડિકલ ફેકલ્ટીમાં ઍલોપેથી, હોમિયોપેથી, આયુર્વેદ, હોલિસ્ટિક ટ્રિટમેન્ટ, નેચરોપેથીમાંથી કોઈ એક ફેકલ્ટીની પસંદગી કરીને કોઈ પણ વ્યક્તિ પોતાને માફક આવે તેવી સારવાર મેળવી શકે છે. સ્માર્ટ ફોન અને વેબસાઈટ્સ પર મેડિકલ સલાહ અને સારવાર માટે સંબંધિત વિસ્તારમાં કાર્યરત ક્લિનિકસના ડૉક્ટરોનો સંપર્ક ઘેર બેઠાં સાધી શકાય છે. મોબાઈલ પર 'પ્રૅક્ટો' ઍપ-અપ્લિકેશનની સહાયથી નજીકના વિસ્તારના ડૉક્ટરનો સંપર્ક સાધીને જરૂર પડ્યે એપોઈન્ટમેન્ટ મેળવીને સારવાર મેળવી શકાય છે. હેલ્થ કૅરની વેબસાઈટ્સ પર ડૉક્ટરોનાં નામ, ફોન નંબર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ ઍપ્સ લોકપ્રિય બની રહ્યું છે. ડૉક્ટર અને પૅશન્ટની દૃષ્ટિએ મોટી સગવડ થઈ છે. વિદેશથી ભારત આવતાં લોકો આ સગવડનો લાભ લેતા થયા છે.
>
> પ્રેક્ટો
>
> મોબાઈલમાં આ ઍપ્સ ડાઉનલોડ કરીને દરદી પોતે જ્યાં રહેતો હોય ત્યાં મેડિકલ ક્લિનિક્સ અથવા ઈમર્જન્સીમાં હોસ્પિટલનો સંપર્ક સાધીને સ્પેશિયાલિસ્ટની સારવાર સમયસર મેળવી શકે છે. ક્રોનિક પેશન્ટ્સ માટે આ સગવડ વરદાન સમી છે. એકવાર એપોઈન્ટમેન્ટ મળે એટલે 'પ્રૅક્ટો' એપોઈન્ટમેન્ટની યાદ કરાવે છે. આ સિવાય લૅબોરેટરી અથવા ક્લિનિક સુધી પહોંચવાના રસ્તાની માહિતી પ્રૅક્ટો ઍપ દ્વારા મેળવી શકાય છે. 'પ્રૅક્ટોની યાદીમાં દેશના ૩૫ શહેરમાં પ્રૅક્ટિસ કરતા બે લાખ ડૉકટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઍપ્લિકેશનના માધ્યમથી દર મહિને બે લાખ દરદીઓને ઍપોઈન્ટમેન્ટ આપવામાં આવે છે. પ્રૅક્ટો કૉમ ઍન્ડ્રોઈડ, આઈઓએસ અને વેબ પર ઉપલબ્ધ છે. મેડિકલ સલાહ અને સારવાર માટે ઝિફી, લિબ્રેટ અને ડાયાબિટો ઍપ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.
>
> ઝિફી
>
> આ ઍપની મદદથી દરદી ડૉક્ટરની એપોઈન્ટમેન્ટ લઈ શકે છે. આ ઉપરાંત ડાયગ્નોસ્ટિક સેન્ટર્સની માહિતી મેળવી શકાય છે. આ ઍપ પર રજિસ્ટ્રેશન કરાવ્યા પછી ડૉક્ટરોનો અનુભવ, તેમના સ્પેશિયલાઈઝેશન, ડૉક્ટરોની ઉપલબ્ધતા, રેટિંગ અને રિવ્યુની માહિતી મળે છે. આ વેબ સર્વિસ પર ૧૯ હજાર ડૉક્ટર્સ, ૬ હજાર ડાયગ્નોસ્ટિક સેન્ટર્સની નોંધ છે.
>
> લિબ્રેટ
>
> આ ઍપની મદદથી ડૉક્ટરોની એપોઈન્ટમેન્ટ મેળવી શકાય છે. આ ઉપરાંત ખાનગી વિડીયો ક્ધસલ્ટેશન કરી શકાય છે. આ ઍપ પર ૪૦ શહેરના ૯૦ હજાર ડૉક્ટરની નોંધણી કરવામાં આવી છે. ઍપના ઓપન ફોરમમાં આરોગ્યના સંદર્ભમાં પોતાનું નામ ગુપ્ત રાખીને સવાલ પૂછવાની સગવડ છે. આ ઉપરાંત મેડિકલ રિપોર્ટ અપલોડ કરીને ડૉક્ટરનો ઓપિનિયન લઈ શકાય છે. ખાનગી ક્ધસલ્ટેશન માટે ફી આપવી પડે છે. અત્યાર સુધીમાં આશરે દસ લાખ લોકોએ આ ઍપ અપલોડ કર્યું છે.
>
> ડાયબિટો
>
> ડાયાબેટીકો માટે આ ઉપયોગી ઍપ છે. આ ઍપની મદદથી દરદીને તેના રોગના સંદર્ભમાં બધા અપડેટ્સ સમયાંતરે મળતા રહે છે. આ સાથે તેને આહાર કયા પ્રકારનો લેવો જોઈએ, કેટલા પ્રમાણમાં લેવો જોઈએ, કેવી કસરત કરી શકે તેનું દરરોજનું રૂટિન વગેરે બાબતે માર્ગદર્શન આપવામાં આવે છે. આ ઍપની મદદથી દરદી સાથે વિડિયો ક્ધસલટેશન કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલીક ફાર્મસી તેમના નિયમિત ગ્રાહકોનાં નામ સરનામાં નોંધી રાખીને તેમને કાર્ડ આપે છે. ફાર્મસીમાં ફોન કરો એટલે તમને ઘેરબેઠા દવા પહોંચતી કરવામાં આવે છે. કેટલીક પૅથોલોજિકલ લેબના સંચાલકો પણ મેડિકલ રિપોર્ટ ઘેર પહોંચાડવાની સેવા આપે છે. 'ન કરે નારાયણ ને' અચાનક બીમાર પડી જાવ તો જરાય રાહ જોવાને બદલે ઍપની મદદથી ડૉક્ટરનો સંપર્ક સાધી તરત સારવાર મેળવવાની સગવડનો લાભ લેવાનું તમારા હિતમાં છે. (Courtesy : Mumbai Samachar)
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શનિવાર, 16 જાન્યુઆરી, 2016
સ્વાસ્થ્ય સુધા
AVSAN NONDH JETPUR KASHYAP JOSHIઅવસાન નોંધ..જેતપુર..16.1.2016
અવસાન નોંધ..જેતપુર..16.1.2016
જેતપુર : બારોટ જેન્તીલાલ કાનજીભાઇ સોલંકી(ઉ.વ.83) તે પ્રવીણભાઈ(શિક્ષક), હરેશભાઇ(વકીલ), વિજયભાઈ(બેંકર) ના પિતા તા.14 ના રોજ અવસાન પામેલ છે. ઉઠમણું તા.18 ના રોજ તેમના નિવાસસ્થાન,શિવકૃપા, વિવેકાનંદ સ્કુલ પાસે, સાંજના 4 થી 6, જેતપુર ખાતે રાખેલ છે.
કશ્યપકુમાર જે.જોષી, પ્રતિનિધિ,
જેતપુર,જેતલસર,9974262812
શુક્રવાર, 15 જાન્યુઆરી, 2016
જેતપુરમાં ગુબારાએ ભંગારના ડેલામાં લગાડી આગ.
જેતપુરમાં ગુબારાએ ભંગારના ડેલામાં લગાડી આગ.
જેતપુર તા.15
ગઈકાલે જેતપુરમાં એક ભંગારના ડેલામાં આકાશમાંથી પડેલા એક ગુબારાએ ભયાનક આગ લગાડતા આજુબાજુના લત્તાવાસીઓ અને રાહદારીઓમાં ભયનું મોઝુ ફેલાયું હતું.
મળતી વિગતો મુજબ ગઈકાલે મકારસંકરાતીના દિવસે કોઈએ પતંગ સાથે ઉડાવેલ એક ગુબારો અહીંના ટાકુડીપરા વિસ્તારમાં આવેલ આલ્ફા સ્કુલ નજીકના એક ભંગારના ડેલામાં પડતા ભયાનક આગ લાગી ઉઠી હતી..આગમાં ભંગારના ડેલામાં પડેલો મોટાભાગનો ભંગાર બળીને ખાક થઇ જતા હજારોની નુકસાની અંદાજાઈ રહી છે.
બનાવની જાણ થતા જેતપુર પાલિકાનો ફાયર ફાઇટર સ્ટાફ દોડી જઇ આગને ઠારી હતી. જો કે આ બનાવની કોઈ નોંધ કે જાણ શહેર પોલીસમાં નહિ કરાઈ હોવાની પીએસઓ જયસુખભાઈએ જણાવ્યું હતું.
ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર
બુધવાર, 13 જાન્યુઆરી, 2016
જેતપુરમાં આજથી ૨ દિવસ પતંગ દોરીથી ઘવાયેલા પક્ષીઓની સારવાર કરશે છાત્ર સંગઠનના આગેવાનો
જેતપુરમાં આજથી ૨ દિવસ પતંગ દોરીથી ઘવાયેલા
પક્ષીઓની સારવાર કરશે છાત્ર સંગઠનના આગેવાનો
જેતપુર તા.૧૩ (કશ્યપ જોશી )
મકરસંક્રાંત પર્વ દરમિયાન મનુષ્યના આનંદ વચ્ચે અનેક અબોલ પક્ષીઓ રીતસરના મોતને ભેટશે, અનેક પક્ષીઓ પતંગની દોરીથી ઘવાઈને છેક ઉંચેથી જમીન પર પટકાશે, ત્યારે આવા ઘાયલ પક્ષીઓની ભાળ મળ્યે જેતપુરમાં સ્ટુડંટ યુનિયન ગ્રુપના યુવાન આગેવાનો ત્વરિત સારવાર માટે દોડશે. આ બાબતે વિગતો આપતા મયુર સરવૈયા, ભદ્રેશ વ્યાસ અને રવિ વઘાસીયા વી. જણાવ્યું છે કે આજે તા.૧૪ અને ૧૫ એમ બે દિવસ દરમિયાન પતંગોત્સવ દરમિયાન કોઈ ઘાયલ પક્ષીઓની સારવાર કરવાની હોય તો તાત્કાલિક આ સેવાની હેલ્પલાઈન એવા મોબાઈલ નંબરો ૯૦૩૩૭૯૧૨૦૨, ૯૮૨૪૩૮૪૨૮૪, ૯૧૭૩૭૯૧૨૦૨, ૮૧૪૦૯૯૫૬૭૮ ઉપર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.
કશ્યપ જે. જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨
જેતપુર પોલીસ કસ્ટડીમાં ચોરીના આરોપીનાં મોતના બનાવમાં હત્યાનો ગુન્હો નોંધાતા ચકચાર
જેતપુરનાં મેવાસામાં સમસ્ત ખાંટ રાજપુત સમાજની મળેલી બેઠકમાં મિટીંગમાં હોદેદારોની વરણી
જેતપુરનાં મેવાસામાં સમસ્ત ખાંટ રાજપુત સમાજની મળેલી બેઠકમાં મિટીંગમાં હોદેદારોની વરણી
જેતપુર તા.૧૩ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકાના મેવાસા ગામે આવેલ ખાંટ રાજપુત સમાજના સંતશિરોમણી ભકતશ્રી રામબાપાની જગ્યામાં સમસ્ત ખાંટ રાજપુત સમાજની બેઠક મળી હતી. જેમાં સર્વાનુમતે જગ્યાના પ્રમુખ તરીકે ભુપતભાઇ કે. સોલંકી(વાળાડુંગરા)
અને ઉપપ્રમુખ તરીકે રાજુભાઇ એ. સરવૈયા(રાજકોટ)ની નિમણુંક કરવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાત પછાત વર્ગ વિકાસના ડાયરેકટર વેલજીભાઇ સરવૈયા, રીટાયર્ડ ડી.જી.પી. એન. ડી. મોરી, અખીલ ભારતીય ખાંટ સમાજના પ્રમુખ નરશીભાઇ સરવૈયા, માજી પુરવઠા મામલતદાર કે. પી. ગુજરાતી, માજી જીલ્લા શિક્ષણાધિકારી ભાણજીભાઇ સરવૈયા, યુવા શકિત સંગઠ્ઠનના પ્રમુખ હસમુખભાઇ વાગડીયા, એડવોકેટ દિલીપભાઇ કંડોલીયા, સરવૈયા વિગેરે બહોળી સંખ્યામાં સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
કશ્યપ જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨
જેતપુર માર્કેટ યાર્ડમાં તમામ ૧૪ બેઠકો કબજે કરી ભાજપે યાર્ડમાં પગપેસારો કરવા માંગતા ઉમેવારોને આપી ભૂંડી હાર !
મંગળવાર, 12 જાન્યુઆરી, 2016
જેતપુર યાર્ડ ચૂંટણી ના ફોટો કશ્યપ જોશી જેતપુર
જેતપુર યાર્ડની આજે યોજાયેલ ચૂંટણી દરમિયાન કિશાન નેતા અને.પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયા વી આગેવાનો હાજર રહ્યા હતા.
ફોટો..કશ્યપ જોશી જેતપુર
જેતપુર માર્કેટ યાર્ડની યોજાયેલ ચુંટણીનો આજે ફેંસલો ખેડૂત પેનલમાં 99.70 ટકા, વેપારી પેનલમાં 94.67 ટકા અને ખરીદ વેચાણ મંડળીમાં 100 ટકા મતદાન નોંધાયું.. જેતપુર તા.12
જેતપુર માર્કેટ યાર્ડની યોજાયેલ ચુંટણીનો આજે ફેંસલો
ખેડૂત પેનલમાં 99.70 ટકા, વેપારી પેનલમાં 94.67 ટકા અને
ખરીદ વેચાણ મંડળીમાં 100 ટકા મતદાન નોંધાયું..
જેતપુર તા.12
જેતપુર માર્કેટ યાર્ડની ગઈકાલ તા.12 ના રોજ યોજાયેલ ચુંટણીનો આજે તા.13 નારોજ ફેંસલો થશે.
જેતપુરના જુનાગઢ રોડ પર આવેલ સ્વ.જમનાદાસ વેકરીયા માર્કેટ યાર્ડની આજે યોજાયેલ ચુંટણીમાં સંબંધિત મતદારોએ ભારે ઉત્સાહ દાખવી મતદાન કર્યું હતું..
આ બાબતે માહિતી આપતા જેતપુર યાર્ડના સેક્રેટરી જયસુખભાઈ ઠુંમરે જણાવેલ કે, આજે યાર્ડની ચુંટણી, ચુંટણી અધિકારી સંગીતાબેન રૈયાણી, રજીસ્ટ્રાર તથા યાર્ડના કાર્યવાહ્કોની હાજરીમાં યોજાયેલ મતદાનમાં કુલ 14 બેઠકોમાં ખેડૂત પેનલની 8 શીટ માટે ઉભા રહેલા 8-8 ભાજપ-કોંગ્રેસ સહીત કુલ 42 ઉમેદવારો માટે કુલ 462 મતદારોમાંથી 459 (99.70 ટકા) મતદારોએ મતદાન કર્યું હતું,
ખરીદ વેચાણ મંડળીની 2 શીટ માટે ઉભેલા 3 ઉમેદવારો માટે 43 તમામ મતદારોએ(100 ટકા) મતદાન કર્યું હતું. જયારે વેપારી પેનલની 4 બેઠક માટે ઉભેલા 6 ઉમેદવારો માટેના સંબંધિત 225 માંથી 213(94.67) મતદારોએ મતદાન કર્યું હતું. યાર્ડની ચુંટણીની રસાકસીની વાત એ જાણવા મળી છે કે એક બાજુ યાર્ડના જુના જોગી દિનેશ ભુવા સામે કોંગ્રેસના જગદીશ પામ્ભર તાલુકા-જીલ્લા પંચાયતવાળી કરવાના મૂડમાં છે. તો શહેરના એક સિધ્ધાંતવાદી નાગરિક નરેન્દ્ર પટેલ પણ યાર્ડ ચુંટણીના મેદાનમાં ઉતર્યા હોય તેઓ પણ યાર્ડમાં કંઈક નવા જૂની કરવા થનગની રહ્યા છે. એક વાત એવી પણ જાણવા અને અનુભવવા મળી કે, યાર્ડમાં ચેરમેન તરીકે દિનેશ ભુવા પુનઃ સત્તા હાંસલ કરે અને તેમના મતદારો કોઈનાથી ખરીદાય જાય તે પહેલાજ કાંડાબળિયા કિશાન નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાએ સાડા પાંચસો જેટલા મતદારોને છેલ્લા ત્રણ દિવસ થયા શ્રીનાથજી(નાથદ્વારા) સહેલગાહે મોકલી દીધા હતા. જે તમામ આજે સવારે પાછા જેતપુર આવી મતદાન કર્યું હોય જુના ચેરમેનું પલડું ભારે હોવાની વાતે ચર્ચા જગાવી છે.
કશ્યપ જે. જોશી જેતપુર 9974262812
જેતપુરમાં કારખાનાના કેશીયર પાસેથી
ત્રણ લાખ લુંટી લેનાર બે શખ્સોની શોધખોળ
જેતપુર, તા.૧ર
ગઈકાલે જેતપુરમાં છરીની અણીએ કારખાનાના કેશીયરને લુંટી લેનાર બે શખ્સોની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જેતપુરના થાણાગાલોળ ગામ પાસે આવેલ આર્યન પ્રોસેસમાં કેશીયર તરીકે નોકરી કરતા જીજ્ઞેશ સવજીભાઇ ચાવડા (રહે. ડેડરવા) ગઇકાલે બપોરે જેતપુરના કાણકીયા પ્લોટ વિસ્તારમાં આવેલ આઇસીઆઇસીઆઇ બેંકમાંથી ૩ લાખ ઉપાડી બાઇક પર જતો હતો ત્યારે ખીરસરા રોડ પર કાચા માર્ગે બે અજાણ્યા શખ્સોએ બાઇક આડુ નાખી છરી દેખાડી ૩ લાખની રોકડ ભરેલો થેલો લુંટી નાસી છુટયા હતા. આ અંગે જીજ્ઞેશભાઇ કારખાને પહોંચી માલીકને જાણ કરતા પોલીસને જાણ કરાતા નાકાબંધી કરાઇ હતી પણ બંન્ને શખ્સોના કોઇ સગડ મળ્યા ન હતા.
બાઇક સવાર બે શખ્સો પૈકી એકે કાળા કલરનું જેકેટ અને મોઢે બુકાની બાંધેલ હતું. જયારે બીજાએ ભુરા કલરનું જેકેટ અને માથે મફલર બાંધ્યું હતું. આ ઘટના બાદ પોલીસે નજીકના સીસીટીવી ફુટેજ ચકાસ્યા હતા પણ બંન્ને લુંટારૂઓના કોઇ સગડ મળ્યા ન હતા. વધુ તપાસ તાલુકા પોલીસ ચલાવી રહી છે.
કશ્યપ જે. જોશી જેતપુર 9974262812
અવસાન નોંધ : જેતપુર : 12-01-2016
સોમવાર, 11 જાન્યુઆરી, 2016
અવસાન નોંધ..11.1.2016
જેતપુર : નવાગઢ નિવાસી સહજાનંદ ફરસાણવાળા ધીરજલાલ મોહનભાઇ પાદરિયા(ઉ.વ.55) તે મહેશભાઈ, કપિલભાઈ અને ચેતનાબેનના પિતા તેમજ ગીરીશભાઈ અને પ્રવિણભાઇના મોટાભાઈ તા.11.1. ના રોજ અવસાન પામ્યા છે.
કશ્યપ જે.જોશી જેતપુર 99742 62812
2015_16 નો સ્ટુડન્ટ ઓફ ધી યરનો તાજ રૂપાલિને
2015_16 નો સ્ટુડન્ટ ઓફ ધી યરનો તાજ રૂપાલિને
જેતપુર :રાજકોટમાં સદગુરુ મહિલા કોલેજ અને એમ
જે.કુંડલીયા કોલેજના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં સ્ટુડન્ટ ઓફ ધી યર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જોડાયેલા 1200 વિદ્યાર્થીઓના એક પછી એક યોજાયેલા રાઉન્ડ દરમિયાન મૂળ જેતપુરના અને હાલ રાજકોટ રહેતા માનિષભાઈ(મુન્નાભાઈ) સગાલાની પુત્રી રૂપાલિએ સ્ટુડન્ટ ઓફ ધી યર 2015-16 નો તાજ જીતીને સમગ્ર જેતપુર, રાજકોટ અને સગાલા પરિવારનું ગૌરવ વધારેલ છે.
(કશ્યપ જે. જોશી,જેતપુર)
શનિવાર, 9 જાન્યુઆરી, 2016
જેતપુરમાં કિશોરનું ગળું ચિરતો પતંગનો દોરો..
જેતપુરમાં કિશોરનું ગળું ચિરતો પતંગનો દોરો..
જેતપુર તા.9
આજે સાંજે જેતપુરના અમરનગર રોડ પર એક કિશોરના ગળામાં પતંગનો દોરો ફસાઈ જતા કિશોરના વાલીઓ ભારે દોડધામમાં પડીને ખાનગી દવાખાને પોતાના પુત્રને સારવાર અપાવી હતી.
મળતી વિગતો મુજબ આજે સાંજે અહીંના અમરનગર રોડ પર ડોબરિયાવાડી બસસ્ટોપ નજીકથી પસાર થઇ રહેલ નરેશ નામના 14 વર્ષીય કિશોરના ગળામાં પતંગની દોરી ફસાઈ જતા તેમને લોહીલુહાણ હાલતમાં અહીંના ખાનગી દવાખાને સારવારમાં ખસેડાયો હતો..જ્યાં નરેશને ગળામાં 8 થી 10 ટાંકાઓ લેવાની સારવાર લેવી પડી હોવાનું જાણકારો કહે છે.
અમુક જાગૃત લોકોએ ત્યાં સુધી કહ્યું કે ગુજરાતના મોટાભાગના શહેરોમાં ચાઇનીઝ પતંગની દોરી વાપરવા પર લગભગ પ્રતિબંધ લદાયો છે. ત્યારે જેતપુરમાં પણ આ બાબતે સંબંધિતો કડક અમલવારી કરાવે તેવું પ્રજા ઇચ્છે છે.
કશ્યપ જે.જોશી જેતપુર
જેતપુરમાં આજે રવિવારના કાર્યક્રમો..કશ્યપ જોશી..
જેતપુરમાં આજે રક્તદાન શિબિર..
જેતપુર તા.9
જેતપુર મોટી હવેલીના યુવા વૈષ્ણવાચાર્ય પ્રિયંકરાયજીના આજે તા.10 ના રોજ જન્મદિન નિમિત્તે એમ.વાય.એમ.ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે. અહીંના ભાદર રોડ પરની બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી ખાતે સવારના 9 થી 12 યોજાનાર આ શિબિરના ઉદ્ઘાટક તરીકે સ્થાનિક પોલીસ ઇન્સપેક્ટર એન.કે.વ્યાસ, મુખ્ય મહેમાનો તરીકે રાજ્યમંત્રી જયેશ રાદડિયા, મોટી હવેલી ઉત્સવ સમિતિના પ્રમુખ રાજુભાઇ પટેલ હાજર રહેશે. આ તકે રક્તદાન કરવા સંસ્થાના પ્રમુખ કિશોર કાકડીયા અને મંત્રી મનીષ ધ્રુવનો અનુરોધ છે...
જેતપુરમાં આજે સમર્પણ ગ્રુપ દ્વારા
અનેકવિધ કાર્યક્રમોના આયોજનો..
જેતપુર તા.9
માનવ હૃદયને સ્પર્શવાની ઝંખના સાથે શહેરમાં અવિરત સેવાઓ કરતી સંસ્થા સમર્પણ ગ્રુપનો પાયો નંખાયો તે વાતને 20 વર્ષ પૂર્ણ થતા, વીશ વર્ષની સેવાકીય સફરોને વાગોળવા તેમજ 21 માં વર્ષમાં મંગલ પ્રવેશને ઉજવવા આજે તા.10 ના રોજ અનેકવિધ સાંસ્કૃત્તિક કાર્યક્રમોના આયોજનો કરાયા છે.જૂની લોહાણા મહાજન વાડીમાં સાંજના 4.30 વાગ્યે યોજાનાર આ કાર્યક્રમોને માણવા રાજ્યમંત્રી જયેશ રાદડિયા, માજી ધારાસભ્ય જશુબેન કોરાટ વી.હાજર રહેનાર હોવાનું સંસ્થાના પ્રમુખ હરીશ મણિયાર વી. સભ્યોએ જણાવ્યું છે..
કશ્યપ જે. જોશી..જેતપુર..99742 62812
શુક્રવાર, 8 જાન્યુઆરી, 2016
જેતપુરમાં આવતીકાલે વિવિધ રોગોનો નિદાન કેમ્પ યોજાશે...
દસેક દિવસ પહેલા માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત જેતપુરના આધેડનું મોત...
જેતપુરના જેપુર ગામે યુવાનને ભરખી જતો વીજશોક જેતપુર તા.8
જેતપુરના જેપુર ગામે યુવાનને ભરખી જતો વીજશોક
જેતપુર તા.8
જેતપુર તાલુકાના જેપુર ગામે આજે પોતાની વાડીયે નાનું મોટું કામ કરતા ખાંટ યુવાનનું વીજશોકથી મોત થયાની ઘટનાથી નાનકડા એવા જેપુર ગામમાં શોક ફેલાયો છે. મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના જેપુર ગામનો ખાંટ યુવાન ભૂપત કાળું ગુજરાતી (ઉ.વ.28) આજે રાબેતા મુજબ પોતાની વાડીયે કામ કરી રહ્યો હતો. દરમિયાન ઇલેક્ટ્રિક વાયરને અડકી જવાથી તેમને બેભાન હાલતમાં નજીકના વિરપુરના સરકારી દવાખાને ખસેડાયો હતો. પણ ફરજ પરના તબીબી વર્તુળોએ ભૂપતને મૃત જાહેર કર્યો હતો. ગામનો જુવાનજોધ અને આશાસ્પદ યુવાનના અકાળે મોતના બનાવથી ખાંટ સમાજ ઉપરાંત જેપુરવાસીઓમાં શોક વ્યાપી ગયો છે. બનાવની વધુ તપાસ વીરપુર પોલીસના જમાદાર દાફડાએ હાથ ધરી છે. કશ્યપ જે. જોશી જેતપુર)
જેતલસર સ્થિત NRI ગૃહસ્થનું પ્રેરણાદાયી પગલું !!
જેતલસર સ્થિત NRI ગૃહસ્થનું પ્રેરણાદાયી પગલું !!
પુત્રના જન્મ દિવસે જેતપુર તાલુકાનાં 36 કેન્સરગ્રસ્ત
દર્દીઓને રૂ.20-20 હજાર સહાય ચુકવતા સરાહના..
(કશ્યપ જોશી) જેતલસર તા.7
આજે સૌરાષ્ટ્ર ગુજરાતમાં એવા અનેક દાનવીર મહાનુભાવો જીવી અને વસી રહ્યા છે કે તેઓની નાની મોટી સેવાઓ અન્યો માટે પ્રેરણારૂપ બની જતી હોય છે.
આવી જ વાતને મૂળ જેતલસર ગામના અને હાલ અમેરિકા ખાતે વ્યવસાય કરતા રસિકભાઈ ગોંડલિયા અક્ષરસઃ સાબિત કરી રહ્યા છે.
ખાસ કરીને ભારત દેશની બહાર રહીને પણ વતન પ્રત્યેનું સમયાંતરે અનન્ય ઋણ ચૂકવવાનું નહિં ચુકતા રસિકભાઈ છેલ્લાં લાંબા સમય થયા પ્રતિ દશેરાના દિવસે આખા ગામમાં ગરીબો અને જરૂરિયાતમંદોને મીઠાઇના બોક્સ પહોંચાડી રહ્યા છે.
તો છેલ્લાં 2 વર્ષ થયા રસિકભાઈ પોતાના પરિવારજનોની ખુશી જેતપુર તાલુકામાં વસતા કેન્સર પીડિતો વચ્ચે ઉજવીને આર્થિક સહાય કરી રહ્યાં છે. આ સેવા બાબતે આજે તેઓએ જણાવેલ કે હૂં કોઈ મોટા ગજાનો માણસ નથી, કે નથી મારે કોઈ ટ્રસ્ટ બનાવવું, મારા સત્કર્મો સમસ્ત દરેક સમાજના લોકો, દાતાઓ વચ્ચે પ્રેરણાત્મક બને અને તેવી સેવાઓ જરૂરિયાતમંદો વચ્ચે નિરંતર થતી રહે કે કરાતી રહે તેવા ઉદ્દેશ સાથે આ વર્ષે પણ તાજેતરમાજ રસિકભાઈ માધાભાઈ ગોંડલિયાએ તેમના જ્યેષ્ઠપુત્ર અંજનીશભાઈના જન્મદિવસે જેતપુર તાલુકાના ગામડાઓમાં રહેતા 36 કેન્સરગ્રસ્ત દર્દીઓના પરિવારજનોને રૂપિયા 20-20 હજાર (7 લાખ, 20 હજાર)રોકડ સહાય કરી હતી. જે વાતનો અન્ય દાતાઓ ઘડો લ્યે અને સેવાઓની સુવાસ પ્રસરાવતા રહે તેવો અનુરોધ જેતલસર ગામના રસિકભાઈ ગોંડલિયા અને તેમના પુત્ર અંજનીશભાઈ સહિતના પરિવારજનો કરી રહ્યાં છે.
(કશ્યપ જે.જોશી, જેતલસર, જેતપુર..9974262812)
ગુરુવાર, 7 જાન્યુઆરી, 2016
જેતલસર સ્થિત NRI ગૃહસ્થનું પ્રેરણાદાયી પગલું !!
જેતલસર સ્થિત NRI ગૃહસ્થનું પ્રેરણાદાયી પગલું !!
પુત્રના જન્મ દિવસે જેતપુર તાલુકાનાં 36 કેન્સરગ્રસ્ત
દર્દીઓને રૂ.20-20 હજાર સહાય ચુકવતા સરાહના..
(કશ્યપ જોશી) જેતલસર તા.7
આજે સૌરાષ્ટ્ર ગુજરાતમાં એવા અનેક દાનવીર મહાનુભાવો જીવી અને વસી રહ્યા છે કે તેઓની નાની મોટી સેવાઓ અન્યો માટે પ્રેરણારૂપ બની જતી હોય છે.
આવી જ વાતને મૂળ જેતલસર ગામના અને હાલ અમેરિકા ખાતે વ્યવસાય કરતા રસિકભાઈ ગોંડલિયા અક્ષરસઃ સાબિત કરી રહ્યા છે.
ખાસ કરીને ભારત દેશની બહાર રહીને પણ વતન પ્રત્યેનું સમયાંતરે અનન્ય ઋણ ચૂકવવાનું નહિં ચુકતા રસિકભાઈ છેલ્લાં લાંબા સમય થયા પ્રતિ દશેરાના દિવસે આખા ગામમાં ગરીબો અને જરૂરિયાતમંદોને મીઠાઇના બોક્સ પહોંચાડી રહ્યા છે.
તો છેલ્લાં 2 વર્ષ થયા રસિકભાઈ પોતાના પરિવારજનોની ખુશી જેતપુર તાલુકામાં વસતા કેન્સર પીડિતો વચ્ચે ઉજવીને આર્થિક સહાય કરી રહ્યાં છે. આ સેવા બાબતે આજે તેઓએ જણાવેલ કે હૂં કોઈ મોટા ગજાનો માણસ નથી, કે નથી મારે કોઈ ટ્રસ્ટ બનાવવું, મારા સત્કર્મો સમસ્ત દરેક સમાજના લોકો, દાતાઓ વચ્ચે પ્રેરણાત્મક બને અને તેવી સેવાઓ જરૂરિયાતમંદો વચ્ચે નિરંતર થતી રહે કે કરાતી રહે તેવા ઉદ્દેશ સાથે આ વર્ષે પણ તાજેતરમાજ રસિકભાઈ માધાભાઈ ગોંડલિયાએ તેમના જ્યેષ્ઠપુત્ર અંજનીશભાઈના જન્મદિવસે જેતપુર તાલુકાના ગામડાઓમાં રહેતા 36 કેન્સરગ્રસ્ત દર્દીઓના પરિવારજનોને રૂપિયા 20-20 હજાર (7 લાખ, 20 હજાર)રોકડ સહાય કરી હતી. જે વાતનો અન્ય દાતાઓ ઘડો લ્યે અને સેવાઓની સુવાસ પ્રસરાવતા રહે તેવો અનુરોધ જેતલસર ગામના રસિકભાઈ ગોંડલિયા અને તેમના પુત્ર અંજનીશભાઈ સહિતના પરિવારજનો કરી રહ્યાં છે.
(કશ્યપ જે.જોશી, જેતલસર, જેતપુર..9974262812)










