અનુયાયીઓ

શુક્રવાર, 8 જાન્યુઆરી, 2016

જેતપુરના જેપુર ગામે યુવાનને ભરખી જતો વીજશોક જેતપુર તા.8

જેતપુરના જેપુર ગામે યુવાનને ભરખી જતો વીજશોક

જેતપુર તા.8

જેતપુર તાલુકાના જેપુર ગામે આજે પોતાની વાડીયે નાનું મોટું કામ કરતા ખાંટ યુવાનનું વીજશોકથી મોત થયાની ઘટનાથી નાનકડા એવા જેપુર ગામમાં શોક ફેલાયો છે. મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના જેપુર ગામનો ખાંટ યુવાન ભૂપત કાળું ગુજરાતી (ઉ.વ.28) આજે રાબેતા મુજબ પોતાની વાડીયે કામ કરી રહ્યો હતો. દરમિયાન ઇલેક્ટ્રિક વાયરને અડકી જવાથી તેમને બેભાન હાલતમાં નજીકના વિરપુરના સરકારી દવાખાને ખસેડાયો હતો. પણ ફરજ પરના તબીબી વર્તુળોએ ભૂપતને મૃત જાહેર કર્યો હતો. ગામનો જુવાનજોધ અને આશાસ્પદ યુવાનના અકાળે મોતના બનાવથી ખાંટ સમાજ ઉપરાંત જેપુરવાસીઓમાં શોક વ્યાપી ગયો છે. બનાવની વધુ તપાસ વીરપુર પોલીસના જમાદાર દાફડાએ હાથ ધરી છે.                                                                                                                                                                        કશ્યપ જે. જોશી જેતપુર)


         

ટિપ્પણીઓ નથી: