દસેક દિવસ પહેલા માર્ગ અકસ્માતમાં
ઈજાગ્રસ્ત જેતપુરના આધેડનું મોત...
જેતપુર તા.8
આજથી દસેક દિવસ પહેલા જેતપુરના હરીપર નજીક એક માર્ગ અકસ્માતમાં મોતને ભેટેલા જેતપુરના ખાંટ આધેડનું આજે મોત થયાનું વીરપુર પોલીસ જણાવે છે.
મળતી વિગતો મુજબ આજથી દસેક દિવસ પહેલા જેતપુરના હરીપર ઉમરાળી ગામના રોડ પર એક બાઈક અકસ્માતમાં જેતપુરના ઘેટાવાળા પ્લોટ વિસ્તારમાં રહેતા ભગવાનજીભાઈ લક્ષ્મણભાઈ ગુજરાતી(ઉ.વ.50)ને ગંભીર ઈજાઓ થતા પ્રથમ જેતપુરની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયેલ, જ્યાંથી પણ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયેલ ભગવાનજીભાઈ નું આજે સાંજે પાંચ વાગ્યે સારવાર દરમિયાન મોત થયાનું વીરપુર પોલીસમાં જાહેર કરાયું છે. વીરપુર પોલીસના પીએસઓ હસમુખભાઈના જણાવ્યા પ્રમાણે આ બનાવની વધુ તપાસ નાથાભાઈ દાફડાને સોંપાઈ છે.
કશ્યપ જે. જોશી જેતપુર

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો