અનુયાયીઓ

શુક્રવાર, 8 જાન્યુઆરી, 2016

જેતપુરમાં આવતીકાલે વિવિધ રોગોનો નિદાન કેમ્પ યોજાશે...

જેતપુરમાં આવતીકાલે વિવિધ 
રોગોનો નિદાન કેમ્પ યોજાશે... 
જેતપુર તા.8
સીટી કાઉન્સિલ ઓફ જેતપુરના સ્થાપક પ્રમુખ સ્વર્ગીય પરબતભાઈ પટેલની પુણ્યતિથી નિમિતે આવતીકાલ તા.10 ના રોજ સીટી કાઉન્સિલ, બી.ટી.સવાણી કીડની હોસ્પિટલ અને રાહત સમિતિ દ્વારા કીડની, પેશાબ, તેમજ આંતરડા, અને લીવરના રોગોના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરના કણકિયા પ્લોટમાં આવેલ વણિક જ્ઞાતિની વાડી ખાતે સવારના 8-30 વાગ્યે યોજાનાર આ કેમ્પમાં ઉદ્ઘાટક તરીકે પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા, અધ્યક્ષ તરીકે રાજ્ય પ્રધાન જયેશભાઈ રાદડિયા તેમજ મહેમાનોમાં જેતપુર ડાઈંગ એશોશીયેશનના પ્રમુખ રાજુભાઈ હિરપરા સહિતના ઉદ્યોગપતિઓ, તબીબો હાજર રહેશે. કેમ્પનો લાભ લેવા સંસ્થાના પ્રમુખ વિનોદભાઈ સીદ્પરા, જેન્તીભાઈ રામોલીયા વિગેરેએ અનુરોધ કર્યો છે.                                                                                                                                                                     કશ્યપ જે. જોશી જેતપુર 

ટિપ્પણીઓ નથી: