ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા રાજયમાં આવેલી જિલ્લા/
નગર શિક્ષણ સમિતિ હસ્તાકની પ્રાથમિક શાળાઓમાં મુખ્યવ શિક્ષકની સીધી
ભરતીથી નિમણૂક આપવા માટેની જિલ્લા પસંદગી કાર્યક્રમનું આયોજન તા.
૧૫,૧૬/૦૬/૨૦૧૨ અને તા.૧૮/૦૬/૨૦૧૨ દરમિયાન કરવામાં આવ્યુંા હતું. અને
ઉમેદવારોની જિલ્લા પસંદગી કરાવવામાં આવી છે. આ ભરતી પ્રકિયામાં સામાન્યન
વહીવટ વિભાગના તા.૨૯/૧/૨૦૦૦ ના પરિપત્રની જોગવાઇ મુજબ છૂટછાટ આપવાની
ક્ષતિ ધ્યાાન ઉપર આવતાં તેના નિવારણ માટે જે ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી
છે. તે ઉમેદવારોને આપવામાં આવેલી જિલ્લા પસંદગી રદ કરવામાં આવી છે.અને તે
માટે પુનઃ જિલ્લા પસંદગી માટે તા. ૨૫,૨૬,/૦૬/૨૦૧૨ અને તા.૨૭/૦૬/૨૦૧૨ ના
રોજ હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.
આ અંગેની વધુ વિગતો માટે વેબસાઇટ www.vidyasahayakgujarat.org પરથી મળી
શકશે. શારીરિક અશકતતા ધરાવતા ઉમેદવારોની તા. ૧૫/૬/૨૦૧૨ ના રોજ કરેલી
જિલ્લા પસંદગી યથાવત રહેશે.
છેતરપીંડી કરનારી ટોળકી ધ્યાસને આવે તો આ ટેલીફોન નંબરો પર જાણ કરશો.
ભરીમાતાના મંદિરમાં અજાણ્યાઇ બે શખ્સોે મહિલાની સોનાની બંગડી લઇ ગયાઃ
સૂરત :
સૂરત જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રદિપ શેજુળએ તાજેતરમાં બારડોલી ટાઉન કાન
ફળિયા વિસ્તાલરનાં મંદિરમાં બે અજાણ્યાધ શખ્સોર દ્વારા મહિલા સાથે બનેલા
છેતરપીંડીના બનાવને ધ્યારને લઇ આવી આચરતી કોઇ ટોળકી ધ્યાાને આવે તો સીધી
જાણ કરવા જણાવાયું છે.
સૂરત ગ્રામ્યામાં ૦૨૬૧-૨૬૫૧૮૩૨/૩૩, વલસાડ ૦૨૬૩૨-૨૫૩૩૩૩,
નવસારી-૦૨૬૩૭-૨૪૬૩૦૩, તાપી ૦૨૬૨૬- ૨૨૧૮૫૦૦, ડાંગ ૦૨૬૩૧-૨૨૦૬૫૮ અથવા ૧૦૦
નંબર ડાયલ કરી કંટ્રોલરૂમને જાણ કરવા તેમજ અત્રેની કચેરીએ રૂબરૂ લેખિતમાં
તેમજ અત્રેની કચેરીના ફેકસ નંબર ૦૨૬૧-૨૬૫૫૩૯૬ ઉપર અથવા સંબધિત જિલ્લા
પોલીસ અધિકારીશ્રીઓનો સીધો સંપર્ક કરી જાણ કરવા જણાવાયું છે.
ઉલ્લેખનીય છે, કે આ વિસ્તાસરમાં ભરીમાતાના મંદિરમાં દર્શન કરવા આવેલા બે
અજાણ્યાપ વ્યૂકિતઓએ મંદિરમાં આવેલી અજાણી મહિલાને તેઓએ ગુપ્ત દાન કરવું
છે તેમ કહી હજાર- હજારની બે નોટો કાઢી સોનાનો સ્પવર્શ કરાવવાનું જણાવી
મહિલાપાસે સોનાની બંગડી કઢાવી હજારની નોટો તથા મહિલાની સોનાની બંગડી એક
પ્લા સ્ટીવકની કોથળીમાં મૂકી દઇ, આશિર્વાદ આપવાના બહાને મહિલાને મંદિર
બહાર બોલાવ્યાં તે દરમિયાન અજાણ્યામ પૈકીનો એક કોથળી હજાર- હજારની નોટો
તથા સોનાની બંગડી મૂકેલી કોથળી નજર ચૂકવી લઇ ગયો હતો.
મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા જોગ.
તા.૨૭ જૂન સુધી હક્ક, દાવા અને વાંધાની અરજી સ્વીોકારાશે.
ભરૂચઃ
ભારતના ચૂંટણી પંચ ધ્વાનરા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા
કાર્યક્રમ-૨૦૧૨ તા.૧/૬/૧૨ થી ૧૮/૬/૧૨ દરમ્યાતન નક્કી થયેલ છે. પરંતુ
તા.૧૦/૬/૧૨ ના રોજ રવિવાર ના રોજ ખાસ ઝુંબેશના દિવસે મતદારો તરફથી મોટી
સંખ્યામાં હક્ક, દાવા અને વાંધા અરજીઓ રજુ કરવામાં આવતા અરજીઓ
સ્વીરકારવાના સમયગાળામાં વધારો કરવા પંચને રજૂઆત મળતાં ભારતના ચૂંટણી પંચ
ધ્વાકરા મતદારયાદી સુધારણાના કાર્યક્રમમાં આ મુજબ ફેરફાર કરવામાં આવેલ
છે.
મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-૨૦૧૨ સુધારેલ કાર્યક્રમ અન્વૂયે
હક્ક-દાવા-વાંધા અરજીઓ રજુ કરવાની તા.૧/૬/૧૨ થી ૧૮/૬/૧૨ ના બદલે હવે
૧/૬/૧૨ થી ૨૭/૬/૧૨(બુધવાર) સુધી સ્વી૨કારવામાં આવશે. ખાસ ઝુંબેશની
તા.૧૭/૬/૧૨ ના બદલે હવે ૧૭/૬/૧૨ અને ૨૪/૬/૧૨ (રવિવાર) નક્કી થયેલ છે. આ
દિવસે તમામ મતદાન મથકો ઉપર બુથ લેવલ ઓફીસરશ્રીઓ બેસી હક્ક-દાવા અને
વાંધાઓ સ્વીનકારશે. (ફોર્મ ૬-૭-૮-૮(ક)) સ્વીધકારશે. મતદારયાદીની આખરી
પ્રસિધ્ધિદ તા.૩૧/૭/૧૨ ના બદલે હવે તા.૧૪/૮/૧૨ ના રોજ કરવામાં આવશે તેની
જાહેર જનતાએ તથા માન્યન રાજકીય પક્ષોએ નોંધ લેવા નાયબ જિલ્લા ચૂંટણી
અધિકારી ભરૂચની એક યાદીમાં જણાવ્યુંં છે.
છેલ્લા દસ વર્ષમાં ગુજરાતે વિકાસ અને પ્રગતિના સોપાનો સર ર્ક્યાંા છે.
ગુજરાત વિકાસના તમામ ક્ષેત્રોમાં અગ્રેસર રહયું છે.
જંબુસર ખાતે રૂા.૨૪૫ લાખના ખર્ચે તૈયાર થનાર પ્રાંત કચેરીનું ખાતમુર્હુત
કરતાં મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ.
આમોદ ખાતે રૂા.૧૮૫ લાખના ખર્ચે તૈયાર થયેલ નૂતન ભવન મામલતદાર કચેરીનું લોકાર્પણ.
રૂા.૨૦૭ લાખના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત મામલતદાર કચેરી હાંસોટને ખુલ્લી મુકાઇ.
ભરૂચઃ
જંબુસર પ્રાંત કચેરીનું ખાત મુર્હુત કરતાં મહેસુલ મંત્રીશ્રીમતી
આનંદીબહેન પટેલે જણાવ્યુંક કે, હજુ હમણાં જ રાજયમાં ૫૫ પ્રાંતમાંથી ૧૧૨
પ્રાંત ઉભા કરી બે તાલુકા દીઠ એક પ્રાંત કચેરીનું આયોજન થયું ત્યાારે
રાજયમાં ૩૫ જેટલી પ્રાંત કચેરીઓનાં આધુનિક સુવિધા યુકત મકાન-ભવનો માટે
બજેટમાં જોગવાઇ કરી અને આજે ખાત મુહૂત કરી રહયાં છીએ. માર્ગ મકાન
મંત્રીશ્રીમતી આનંદીબહેન પટેલે રાજય ભરમાં માળખાગત સુવિધાઓ ઉભી કરવાના
ભાગરૂપે ૨૦૦૧ અને ૨૦૧૧-૧૨ ની બજેટ ની સ્થિ તિ સ્પ ષ્ટ કરતાં જણાવ્યું
કે, માર્ગ-મકાનનું રાજયભરનું બજેટ રૂ.૪૨૭૦ કરોડ છે. વર્ષ ૨૦૧૧ માં
રૂ.૩૬૦૦ કરોડ હતું. મંત્રીશ્રીમતી આનંદીબહેન પટેલે જણાવ્યું્ કે, છેલ્લા
ચાલીસ વર્ષમાં રૂ.૬૨૫૦ કરોડ હતું જયારે મુખ્યંમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ
મોદીના નેતૃત્વામાં છેલ્લા દશ વર્ષમાં આ બજેટ રૂ.૧૨૨૫૦ કરોડ હતું.
માળખાગત સુવિધાઓ પુરી પાડવા અગાઉની સરકારોની નિષ્ક્રીમયતાને તેમણે લોકોને
સમજાવી હતી.
ભરૂચ જિલ્લાનાં નવા રસ્તાીના રૂ.૧૦૬ કરોડના કામોની મંજુરીની જાહેરાત
કરતાં મંત્રીશ્રી આનંદીબહેન પટેલે જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લાના ત્રણ
રસ્તાીઓ રૂા.૬૦.૮૯ કરોડ નબીપુરથી દયાદરા રસ્તાળને ચાર માર્ગીય કરવાની
કામગીરી રૂા.૨૮.૦૮ કરોડ, દયાદરાથી દેરોલ રોડને ચાર માર્ગીય કરવાની
કામગીરી રૂા.૧૭.૦૯ કરોડ અને દેરોલથી વાગરા (વિલાયત પાટીયા) રોડને ચાર
માર્ગીય કરવાની કામગીરી રૂા.૧૫.૭૨ કરોડની અંદાજીત રકમથી પ્રગતિ હેઠળ છે.
તદઉપરાંત ક્રિટીકલ ઇન્ફ્રા સ્ટ્રીક્ચરરમાં ભરૂચ જિલ્લાના
વાગરા-પખાજણ-રહીયાદ રોડને પહોળો તથા મજબૂતી કરણ કરવાના કામને રૂા.૬૬.૫૦
કરોડની વહીવટી મંજુરી મળે છે. આ કામ પ્રગતિ હેઠળ છે. તેમણે ઉમેર્યું હતું
કે, ભરૂચ જિલ્લામાં વાલીયા-નેત્રંગ રોડ કિ.મી.૨૦/૦ થી ૪૩/૨ ને ૧૦મી.
પહોળો કરવાની કામગીરી રૂા.૧૫.૯૨ કરોડના ખર્ચે પૂર્ણ કરેલ છે. ભરૂચ
જિલ્લાના અંકલેશ્વર નગરપાલિકાના કામો રૂા.૩.૭૩ કરોડની અંદાજી રકમના કામો
પૂર્ણ કરેલ છે તથા ભરૂચમાં લીંક રોડનું કામ રૂા.૪.૫૪ કરોડના ખર્ચે પૂર્ણ
કરાયું.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લાના બે કામો ગોવાલી-ગુમાનદેવ
રોડ કિ.મી.૦/૦ થી ૫/૨ નું કામ રૂા.૩.૭૮ કરોડનું કામ પૂર્ણ કરાયું છે.
ભરૂચ જિલ્લાનો જંબુસર થી ભરૂચ વચ્ચેલ ૧૭.૬ કિ.મી.ને ૧૦ મીટર પહોળો કરવા
રૂા.૨૫.૨૭ કરોડના ખર્ચે તથા અંકલેશ્વર થી રાજપીપળા વચ્ચે ૬૨.૨ કિ.મી.ને
૧૦મી. પહોળો કરવા રૂા.૩૩.૭૭ કરોડની કામગીરી પ્રગતિ હેઠળ છે જે ટુંક
સમયમાં પૂર્ણ કરવાનું આયોજન છે. ભરૂચ જિલ્લાના વાલીયા-વાડી રસ્તાંના ૨૧.૦
કિ.મી.ને ૧૦મી. પહોળો કરવાની કામગીરી રૂા.૨૨.૧૧ કરોડના ખર્ચે હાલ પ્રગતિ
હેઠળ છે. આમોદ-રોઝા-ટંકારીયા રસ્તાુના ૪૫.૮૦ કિ.મી.ને ૧૦ મી. પહોળો
કરવાની કામગીરી રૂા.૭૬.૦૦ કરોડના ખર્ચે ટુંક સમયમાં શરૂ કરવાનું આયોજન
છે.
રાજયના મહેસુલ મંત્રીશ્રી આનંદીબહેન પટેલે આજના એક દિવસીય ભરૂચ જિલ્લાના
પ્રવાસ દરમ્યારન રૂ.૨૪૫ લાખના ખર્ચે તૈયાર થનાર જંબુસર પ્રાંત કચેરીનું
ખાત મર્હુત કર્યુ હતું. જયારે રૂ.૧૮૫ લાખના ખર્ચે તૈયાર થયેલ આમોદ
મામલતદાર કચેરીનું ઉદધાટન કર્યુ હતું. જયારે રૂ.૨૦૭ લાખના ખર્ચે તૈયાર
થયેલ હાંસોટ મામલતદાર કચેરીનું લોકાર્પણ કર્યુ.
તાલુકાને સક્ષમ બનાવવા મુખ્યુમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના અભિગમને
સ્પ૦ષ્ટ કરતાં શ્રીમતી આનંદીબહેન પટેલે કહયું કે પ્રાંત અધિકારીથી કક્ષાએ
વિશેષ ગ્રાંટ આપવામાં આવી છે. તે માત્ર ખૂટતી કડીઓ, ગામડાની મુશ્કે લી,
પ્રાથમિક શાળાના કામો જે નાનાં નાનાં કામો માટે છે. ડ્રીપ ઇરીગેશન ગરીબ
પરિવારો માટે સમજણ-વૃક્ષો વાવો- ઓરગેનીક ખાતરો અંગે સમજણએ એ.ટી.વી.ટી.નો
હેતુ છે.
આમોદ ખાતે રૂ.૧૮૫ લાખના ખર્ચે તૈયાર થયેલ ' નૂતન ભવન 'મામલતદાર કચેરીનું
લોકાર્પણ બાદ યોજાયેલ જાહેર સમારોહમાં ઉમટેલી મેદનીને સંબોધતા શ્રીમતી
આનંદીબહેન પટેલે કહયું કે દેશમાં એક માત્ર ગુજરાત એવું રાજય છે કે, જેમાં
બાળ કુપોષણ મુકિત માટે માતાની પ્રસૃતિ સલામત કરવા માટે આંગણવાડીમાં
બાળકોને ફળ અને દુધ આપવા માટે રૂ.૪૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યોર છે.
પહેલાના ૪૦ વર્ષમાં કેટલી માતા અને બાળકોના મૃત્યુા થયા આજે ૯૨ ટકા
પ્રસુતિ હોસ્પિ ટલમાં સલામત રીતે થાય છે. જે અમો સો ટકાએ લઇ જવા માંગીએ
છીએ.
હાંસોટ ખાતે રૂા.૨૦૭ લાખના ખર્ચે તૈયાર થયેલ નૂતન મામલતદાર કચેરીનું
લોકાપર્ણ કરતાં મહેસુલ મંત્રીશ્રીમતી આનંદીબહેન પટેલે ગુજરાત સરકારે
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના નેત્ૃત્વતમાં દરેક ક્ષેત્રે
મેળવેલ સિધ્ધિ ઓની વિગતો આપી હતી. આ ઉપરાંત રાજ્યીભરમાં સામાન્ય રીતે
ખેડૂતો ખાતેદારોની જમીનની વિગતો અને તેના ક્ષેત્રફળને લગતી બાબતો તેમજ ૭
અને ૧૨ ના ઉતારાની વિગતો અંગે રાજ્યી સરકારે લીધેલા નિર્ણય અને કામગીરીની
વિગતો આપતા જણાવ્યું કે, ખેડૂતો ખાતેદારોની જમીનનું સર્વે સામાન્ય રીતે
દર ૩૦ વર્ષે થતું હોય છે. પરંતુ કમ નસીબે ૧૦૦ વર્ષથી આ કામગીરી થઇ નથી.
જેથી રાજયના ૧૩ જેટલાં જિલ્લાઓમાં આ કામગીરીનો પ્રારંભ કરાવ્યોે હતો.
કેટલાંક જિલ્લામં પૂર્ણ થયેલ છે.
મહેસુલ મંત્રીશ્રીમતી આનંદીબહેન પટેલે વધુમાં જણાવ્યું કે, આ રી સર્વેની
કામગીરીમાં જમીનની વિગત ગામની વિગત, ગામના ગૌચર, તળાવો, સર્વે નંબરો,
ખાતેદારો, ખાતેદારોના ફીંગરપ્રીન્ટરસ, વગેરેથી પાકુ કરવામાં આવશે. જેથી
ભવિષ્યૌમાં જમીનના કૈભાંડ અટકશે. આ ઉપરાંત હવેથી ૭ અને ૧૨ ઉતારાની
કામગીરીનું વિભાજન કરી ૭ ની કામગીરી મહેસુલી તંત્ર કરશે અને ૧૨ ની
કામગીરી પંચાયતી તંત્ર કરશે એવી વ્યનવસ્થાન કરવામાં આવી રહી છે.
હાંસોટ ખાતે રાજ્યવકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે રાજ્ય અને ભરૂચ
જિલ્લાના બે કામો ગોવાલી-ગુમાનદેવ રોડ કિ.મી.૦/૦ થી ૫/૨ નું કામ રૂા.૩.૭૮
કરોડનું કામ પૂર્ણ કરાયું છે. ભરૂચ જિલ્લાનો જંબુસર થી ભરૂચ વચ્ચેક ૧૭.૬
કિ.મી.ને ૧૦ મીટર પહોળો કરવા રૂા.૨૫.૨૭ કરોડના ખર્ચે તથા અંકલેશ્વર થી
રાજપીપળા વચ્ચેિ ૬૨.૨ કિ.મી.ને ૧૦મી. પહોળો કરવા રૂા.૩૩.૭૭ કરોડની
કામગીરી પ્રગતિ હેઠળ છે જે ટુંક સમયમાં પૂર્ણ કરવાનું આયોજન છે. ભરૂચ
જિલ્લાના વાલીયા-વાડી રસ્તાંના ૨૧.૦ કિ.મી.ને ૧૦મી. પહોળો કરવાની કામગીરી
રૂા.૨૨.૧૧ કરોડના ખર્ચે હાલ પ્રગતિ હેઠળ છે. આમોદ-રોઝા-ટંકારીયા રસ્તા ના
૪૫.૮૦ કિ.મી.ને ૧૦ મી. પહોળો કરવાની કામગીરી રૂા.૭૬.૦૦ કરોડના ખર્ચે ટુંક
સમયમાં શરૂ કરવાનું આયોજન છે. જિલ્લાના કરજણ-કરેણા-દોરા-સમની-દહેજ રોડ
ઉપર વેલમ ખાડી ઉપર પુલનું કામ રૂા.૪.૩૪ રોડના ખર્ચે પ્રગતિ હેઠળ છે.
વધુમાં ઉમેર્યું હતું કે, ભરૂચ શહેરમાં કલેક્ટાર ઓફિસથી નેશનલ હાઇવે
નંબર-૮ (એલ.સી.નં.૧૭૮) ને જોડતા રેલ્વેમ ઓવર બ્રીજનું એપ્રોચ સહિતનું કામ
રૂા.૩૦.૧૩ કરોડના ખર્ચે બનાવવાનું કામ હાથ ધરેલ છે. જે પૈકી બ્રીજના
એપ્રોચીસનું કામ રાજ્યઓ માર્ગ અને મકાન વિભાગ ધ્વા રા રૂા.૧૯.૨૦ કરોડના
ખર્ચે હાથ ધરાનાર છે. જિલ્લાના કુલ ૯ કામો રૂા.૧૮.૨૧ કરોડની અંદાજીત
રકમના કામો ગત વર્ષમાં પૂર્ણ થયેલ છે. ભરૂચ-જંબુસરના કિ.મી.૫૨/૦ થી ૬૩/૮,
૭૬/૮ થી ૭૭/૪,૮૯/૦ થી ૯૭/૦ મળી કુલ ૨૦.૪૦ કિ.મી.ની લંબાઇ દાંડી રૂટમાં
સમાવેશ થયેલ છે.
પ્રારંભે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઇ ગોહિલે જણાવ્યુંલ કે, ભરૂચ
જિલ્લાના માળખાગત સુવિધા અને રસ્તાજઓના વિકાસ માટે રાજ્યહ સરકારે
રૂા.૧૨૫૦ કરોડ ફાળવ્યાભ છે અન્યા બધી વિકાસની ગ્રાન્ટો મળી કુલ ત્રણ
હજાર કરોડ આ જિલ્લામાં વિકાસ માટે ખર્ચ થઇ રહ્યો છે.
ધારાસભ્ય શ્રી દુષ્યંાતભાઇ પટેલે કહ્યું કે, આ રાજ્યળ સરકાર માત્રને
માત્ર વિકાસને વરેલી છે અને જે કહેવામાં આવે છે તે જ કરીએ છીએ અને
માત્રને માત્ર પ્રજાની સુખાકારી સુવિધા અને મુશ્કેયલી દુર કરવા કટિબ્ધા
હોવાનું ભારપૂવર્ક જણાવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યન શ્રી દુષ્યં્તભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી
મનહરભાઇ ગોહિલ, મહિલા આર્થિક વિકાસ નિગમના અધ્યયક્ષા શ્રીમતી સીતાબેન
નાયક અને જિલ્લા કલેકટરશ્રી રૂપવંતસિંહજી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી
આદ્રા અગ્રવાલ સહિત મોટી સંખ્યાયમાં અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિ્ત રહયાં
હતાં.











