ત્રણ દિવસીય વેપાર મેળો ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સીટી એકેડમિક પાર્ટનર રાજ્યભર ના સ્ટાર્ટ અપ્સ ને મળશે પ્લેટફોર્મ તથા સ્ટોલ્સ 15 દેશો માંથી 60 ડેલિગેસ ના રજીસ્ટ્રેશન આવી ગયા, કુલ 150 થી વધુ આવે તેવી સંભાવના
સૌરાષ્ટ્ર
વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા યોજાતા આંતર રાષ્ટ્રીય વેપાર મેળા ની તારીખ
માં સંભવિત સ્થાનિક સ્વરાઘુ ની ચૂંટણીઓ ને ધ્યાન માં રાખી ને ફેરફાર કરવા
માં આવેલા છે. આગામી 11 - 13 ફેબ્રુઆરી 2021 ને બદલે 19 - 21 માર્ચે 2021
ના રોજ યોજાશે ત્રણ દિવસીય વેપાર મેળો. આ મેળામાં ગુજરાત ટેક્નોલોજિકલ
યુનિવર્સીટી એકેડેમિક પાર્ટનર તરીકે જોડાયેલ છે જયારે સાયન્સ અને
ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ, ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિમિટેડ, ઈન્ડસ્ટ્રી અને
માઇનિંગ ડિપાર્ટમેન્ટ, ઈન્ડેક્સ બી, તરફથી સહયોગ આપવામાં આવેલ છે. -
આંતરરાષ્ટ્રીય વેપાર મેળા માં રાજયભર ના સ્ટાર્ટ અપ્સને પ્લેટફોર્મ પૂરું
પાડવામાં આવશે તથા જે સ્ટાર્ટ અપ્સ પોતાની પ્રોડક્ટ્સ માર્કેટ માં લાવી
ચુક્યા હશે તેમને સ્ટોલ્સ પણ વિના મુલ્ય જીટીયુ અને જીઆઇએલ દ્વારા સંયુક્ત
રીતે ફાળવવામાં આવશે, આ સ્ટાર્ટ અપ્સ ની વિદે શી ડેલિગેટ્સ સાથે બી 2 બી
મીટ યોજવામાં આવશે ઉપરાંત સ્થાનિક ઉદ્યોગ કા રો સાથે મિટિંગ માટે સંભવિત
કોલોબ્રેશન માટે પ્રયત્ન કરવા માં આવશે. તારીખ 20 મી માર્ચ 2021 ના રોજ
સ્ટાર્ટ અપ્સ માટે નો ખાસ સેમિનાર પણ રાખવા માં આવેલ છે.
આજના
કોરોના મહામા રી ના સમય માં સંસ્થા દ્વારા શો ના આયોજન ની બીડું ઝડપવા માં
આવ્યું છે જેને ખુબજ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે. રાજકોટ ની વિશ્વ
વિખ્યાત મશીન ટુલ્સ કંપની જ્યોતિ સી.એન.સી પ્લેટિનમ સ્પોન્સૌર તરીકે
જોડાયેલ છે જયારે ગ્રેટ બ્રિટન કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાયેલ છે. તાજેતર
માં જામનગર ખાતે જામનગર ફેક્ટરી ઓનર્સ એશોશિએશન સાથે થયેલ મિટિંગ મુજબ
જામનગર નો એક ખાસ ડોમ આ શો માં. રાખવામાં આવે તેવા પ્રયત્નો શરુ કરવામાં
આવેલ છે.
આફિકા ચાઈના નું
એક મોટું ગ્રાહક છે, કોરોના મહામારી પછી તેઓ ભારત તરફ મીટ માંડી રહ્યા છે
ત્યારે છેલ્લા સાત વર્ષ થી યોજાતા એસ.વી.યુ.એમ શો ને કારણે રાજકોટ
સૌરાષ્ટ્ર આફ્રિકાના લોકો માં વધુ પ્રચલિત થયું છે જેને કારણે શો ની
જાહેરાત થતા જ ટોગો, બેનિન, ઘાના, બુર્કિના ફાસો, આઈવરી કોસ્ટ, નાઈજીરિયા,
સુદાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ઝામ્બિયા, માલાવી, તાન્ઝાનિયા, સિંગાપોર,
માડાગાસ્કર અને અંગોલા સહીત ના 15 દેશો ના 60 કરતા વધુ ડેલિગેટસ ના
રજીસ્ટ્રેશન આવી ગયા છે.
304, Rajat Comm. Complex, Sadar Nagar Main Road, Rajkot - 360 001 (Gujarat) India. Mo. 94262 54611 E-rmall: president.svum@gmail.com Web: www.svumshow.com
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો