અનુયાયીઓ

મંગળવાર, 12 જાન્યુઆરી, 2021

મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિતે ભગવાન કૃષ્ણની પ્રાણપ્યારી ગૌમાતાની સેવા–રક્ષાનો સંકલ્પ કરીએ–ડો. વલ્લભભાઈ કથીરિયા (ચેરમેન, રાષ્ટ્રીય કામધેનુ આયોગ) ગૌશાળાઓ–પાંજરાપોળોને આર્થિક સહાય કરીએ, પંચગવ્ય પ્રોડકટસનો ઉપયોગ કરીએ.



ગૌમાતાની સીધી સેવા ભગવાન શ્રી કૃષ્ણ સુધી પહોંચે છે ગૌમાતાની સેવા માટે તેમનું નામ ગોપાલ પડયું. એમ કહી શકાય કે ગાય આપણા આરાધ્યની આરાધ્યા છે. ગૌમાતામાં સમગ્ર દેવી–દેવતાઓ નિવાસ કરે છે, ગૌમાતાની સેવાથી પૂર્વજોની પણ સદગતી પ્રાપ્ત થાય છે.
આજના આ યુગમાં કૃષ્ણ ભગવાનને તો અનેક પ્રકારના ભોગો ધરવામાં આવે છે. પરંતુ તેમની પ્રાણ પ્યારી ગૌમાતા ઘણી જગ્યાએ ભૂખી–તરસી, રખડતી જોવા મળે છે.મકર સંક્રાંતિના પવિત્ર દિવસે ગૌમાતાની સેવાનું પુણ્ય સંકલ્પ લઈએ.



ગૌમાતા માટે આપણે શું શું કરી શકીએ ?
(૧) ભારતની દેશીકૂળની ગાયના, દૂધ, દહીં, ઘીનો જ ઉપયોગ કરીએ
(ર) પંચગવ્યથી નિર્મિત દવાઓનો ઉપયોગ કરીએ
(૩) ગૌ આધારીત જૈવિક ખેતી અપનાવીએ
(૪) ગૌ આધારીત ગ્રામોદ્યોગની સ્થાપના કરીએ
(પ) એક પરીવાર થકી એક ગાયનું પાલન–પોષણ કરીએ
(૬) ગૌચરની જાળવણી કરીએ અને દબાણ હટાવીએ
(૭) ગૌશાળા શરૂ કરવામાં નિમિત બનીએ
(૮) ગૌ સારવાર કેન્દ્રો–હોસ્પીટલને મદદરૂપ થઈએ(૯) માંગલિક કાર્યો અને શુભ અવસરો પર ગૌમાતા માટે મંગલનિધિ આપીએ
(૧૦) જન્મદિવસ, લગ્ન સંસ્કાર એવં અન્ય પ્રસંગો ઉપર ગૌમાતાનું સ્મરણ કરી દાન કરીએ
(૧૧) દિકરીને એક ગાયનું દાન આપીએ
(૧ર) ગોપાલકોને આદર અને સન્માન આપીએ
(૧૩) ઘરમાં સર્વ દેવમયી ગૌમાતાનું ચિત્ર લગાવીએ
(૧૪) દરરોજ ગૌમાતાના દર્શન કરીએ
(૧પ) વર્ષમાં અનેક વખત ગૌશાળા–પાંજરાપોળની મુલાકાત લઈએ(૧૬) ગૌ ઉત્સવો જોર–શોરથી ઉજવવાની શરૂઆત કરીએ
(૧૭) ગૌસેવા અર્થે પ્રકાશિત થતી – પત્રિકાઓ અને સાહિત્ય જરૂર મંગાવીએ. પ્રિન્ટ મીડીયા, સોશ્યલ મીડીયા, ઈલેકટ્રોનીક મીડીયામાં ગૌસેવાનો પ્રચાર–પ્રસાર કરીએ
(૧૮) ગૌરક્ષા, ગૌપાલન અને ગૌ સંવર્ધન સહિતના ગૌસેવાના તમામ કાર્યોમાં સહયોગ આપીએ.
(૧૯) માત્ર મકર સંક્રાંતિના દિવસે જ નહી પરંતુ દરરોજ ગૌમાતાનું પાલન પોષણ કરીએ.
(ર૦) સમગ્ર ભારતમાં ગૌશાળા–પાંજરાપોળોને સ્વાવલંબન તરફ વાળવા, ગૌ આધારીત સંસ્કૃતીનું પુનઃસ્થાપન, ગૌચર વિકાસ, ગૌ આધારીત કૃષિ–આરોગ્ય, ગૌ આધારીત કૃષિ, ગૌચરનું નવ નિર્માણ, પર્યાવરણર્થે જનજાગરણ, ગૌપાલન, દેશીકૂળના ગૌ સંવર્ધનને પ્રોત્સાહનનાં પગલાઓમાં યથાયોગ્ય સહકાર આપીએ.
(ર૧) ગૌ સંસ્કૃતિના પુનઃસ્થાપનથી જ ભારત ફરીથી વિ
શ્વગુરૂ બની શકશે.

ભગવાનો–મહાનુભાવોના અવતરણો
(૧) ગૌરક્ષા વિના માનવ રક્ષા સંભવ નથી.– ભગવાન મહાવીર
(ર) માતા–પિતા, ભાઈ–બહેન જેમ આપણા કુટુંબીજનો છે તેમ ગાય પણ
આપણાં કુટુંબીજનો છે તેમ ગાય પણ આપણાં કુટુંબની જ સભ્ય અને
મિત્ર છે. –ભગવાન બુધ્ધ
(૩) ગાયનું સન્માન કરો, કારણ કે તે સર્વ પ્રાણીઓમાં શ્રેષ્ઠ છે. ગાયનું દુધ,
દહીં, ઘી અમૃત છે. ગૌમાંસ ભક્ષણ રોગોનું મુખ્ય કારણ છે. –મહંમદ  પયગંબર
(૪) ગૌવંશની હત્યાએ માનવ હત્યા જેટલું જ પાપ છે. –ઈસુ ખ્રિસ્ત
(પ) ગાય ભારતના વિકાસ અને પ્રગતિના મૂળમાં છે. – મહાત્મા ગાંધી
(૬) હિન્દુસ્તાનની સભ્યતાનું નામ જ ગૌસેવા છે. – આચાર્ય વિનોબા ભાવે
(૭) ગાય ધર્મ, અર્થ, કામ અને મોક્ષદાયિની હોવાથી કામધેનુ છે. –મહર્ષિ અરવિંદ
(૮) જો આપણે ગાયની રક્ષા કરીશું તો ગાય આપણી રક્ષા કરશે. –
પં.મદનમોહન સાવલીયા
(૯) જયાં સુધી ગૌહત્યા બંધ નહીં થાય ત્યાં સુધી કોઈ રાષ્ટ્ર કે ધર્મ કદી પણ
સફળ નહીં થાય. –દેવર્ષિ બાબા
(૧૦) ગાય ભારતની આધ્યાત્મિક દિવ્યતાનું પ્રતિક છે.


ટિપ્પણીઓ નથી: