સેન્ટ્રલ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરિયાએ 'કામધેનુ ચેર' તથા 'કામધેનુ ગૌવિજ્ઞાન પ્રચાર–પ્રસાર' પરીક્ષા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે અનેકવિધ યુનિવર્સિટીઓના ડીરેકટર્સ અને કુલપતિઓ હાજર રહયાં હતા અને એજયુકેશન પોલીસી–ર૦ર૧ ના વિષય પર પણ ચર્ચા કરી હતી.
આ તબકકે ડો. કથીરિયાએ ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી કેવી રીતે આત્મનિર્ભર બની શકાય તે સહિતનાં વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે હાલમાં ગોબરમાંથી ઘડીયાળ, કિચેન, દેવી–દેવતાઓની મૂર્તિ અને ગૌમૂત્રમાંથી બાયોગેસ, લીકવીડ વગેરે બનાવીને ગૌશાળા–પાંજરાપોળો–પશુપાલકોને આત્મનિર્ભર બનાવવાનો પુરૂષાર્થ દેશનાં અનેક રાજયોમાં સફળતા પુર્વક શરૂ થઈ ગયો છે જેના દ્રારા લોકોને મોટા પ્રમાણમાં રોજગારી પણ આપી શકાય છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો