અનુયાયીઓ

મંગળવાર, 12 જાન્યુઆરી, 2021

છેલ્લા ૧૦ મહિનાના કોરોના સંકટકાળ વચ્ચે ઘાસચારાના અભાવથી દુભાતી ગૌમાતાઓ માટે સંક્રાંતિએ દાન અપીલ


ગુજરાતનું ગૌરવરૂ૫ ગૌતિર્થ શ્રીજી ગૌશાળા (ન્યારા) આપને અપીલ કરે છે ૧૯૦૦ ગૌમાતાઓને ચારો નીરી પૂણ્ય અર્જીત કરવાનો અવસર...


શહેરભરમાં ખુલેલા ૭૫ થી વધુ સંસ્થાના ગૌદાન–મંડપોમાં પહોંચી દાન કરવા જાહેર અપીલ.

સંક્રાંતિ પર્વે શ્રીજી ગૌશાળા જઈ ગાયોને લાડુ-ગોળ-ખોળ જાતે નિરવાનો અચુક લાભ લઈએ.

ગૌશાળા ખાતે ૧૪ જાન્યુ. સંક્રાંતિ પર્વે પરથી જ ગરમા-ગરમ પુરી-શાક ભોજનની તૈયારી

સુજ્ઞ ગૌપ્રેમી દાતા પરિવારો આપણે સૌ સુપેરે જાણીએ છીએ કે, ૧૪-જાન્યુઆરી મકર સંક્રાંતિના પર્વને આપણા હિન્દુ શાસ્ત્રોએ જીવદયા દાન પૂણ્ય માટેનો ઉત્તમ અવસર કે શ્રેષ્ઠ સમય કહ્યો છે. સૂર્યના સંક્રાંતિ કાળમાં કરેલુ  ગૌસેવા -દાન પૂણ્ય માનવીનો જન્મારો સુધારનારૂ સુકૃત કર્મ બની રહે છે.
વળી આ વર્ષે છેલ્લા ૧૦ મહિનાઓમાં કોરોનાના સંકટકાળને લઈને વ્યાપાર-ઉદ્યોગની મંદી અને સામાજીક જીવન અસ્ત-વ્યસ્ત થવાથી અને સરકારી નિયંત્રણોને લઈને ગૌપ્રેમી દાતાઓ ગૌસંસ્થાઓ સુધી પહોંચી નહિ શકતા પ્રત્યેક ગૌશાળાઓને ગૌનિભાવ ખૂબ જ કઠીન બની રહ્યો છે અને એ કારણે દાનની આવક શૂન્ય થઈ જતા ગૌમાતાઓ ચારાના અભાવમાં જુરી છે ત્યારે આ વર્ષે પ્રત્યેક સદગ્રસ્ત ગૌપ્રેમી પરિવારએ ચિવટપૂર્વક સંક્રાંતિએ ગૌસેવા દાન કરી ગૌમાતાના પાલન-રક્ષણની નૈતિક જવાબદારી નિભાવવાનો અવસર છે
ત્યારે રાજકોટ શહેરની ઉત્તર-પશ્ચિમ ભાગોળે જામનગર હાઈવે પર આવેલ નમુના રૂપ ગતિર્થ શ્રીજી ગૌશાળા એમા વિહરતી ૧૯૦૦ ગૌમાતાઓના ધીંગા અને તંદુરસ્ત ગૌસમુહને કારણે ગૌપ્રેમી સમાજનું માનીતું સ્થાન બની રહી છે.
વળી સૌરાષ્ટ્ર ભરમાંથી તરછોડાઈને આવતી અંધ-અપંગ–બિમાર અને લુલી લંગડી ગૌમાતાઓ માટે શ્રીજી ગૌશાળા છેલ્લા એક દશકમાં સુરક્ષીત અને સુવિધા સજજ આશ્રય સ્થાન બની રહી છે. અહીં એક એક ગાયને એના આરોગ્ય – શારીરીક મુશ્કેલીઓ કે બિમારી અનુસાર અલગ-અલગ આશ્રય આપીને નિષ્ણાંત ડોકટરો દ્વારા ચિકિત્સા કરાવીને તંદુરસ્ત અને નિરોગી બનાવી એનું લાલન પાલન કરાવવામાં આવે છે. એ ઉપરાંત ધીંગી અને તંદુરસ્ત દેશી | ગીર ગાયોના ગૌમૂત્ર દ્વારા ૪૦ થી વધુ પ્રકારના ગૌમૂત્ર અર્ક અને ઔષધીઓના નિર્માણ થકી સંસ્થા સૌરાષ્ટ્ર / ગુજરાતમાં સાત ગૌમૂત્ર ચિકિત્સા કેન્દ્રો દ્વારા નિઃશુલ્ક (વિનામૂલ્ય) ૧૪૦ થી વધુ રોગોની સારવાર આપી રહી છે. જેમાં ડાયાબીટીસ - બી.પી. – હાર્ટ ડીસીઝ – કીડની ફેલ્યોર – કેન્સર સહિત ચામડી – વા અને મનોરોગોની ચિકિત્સામાં ચમત્કારીક પરિણામો પ્રાપ્ત કરાઈ રહયાં છે.
ગૌ આધારીત સજીવ ખેતી અને ગૌસત્વ (પંચગવ્ય) ના વિવિધ રચનાત્મક ઉપયોગો વડે અનેકો ગૃહ ઉપયોગી સામગ્રીના નિર્માણ અને વિતરણ સાથે ગૌશાળા અને પાંજરાપોળોને સ્વાવલંબન તરફ દોરવી જતુ નમુના રૂપ કાર્ય કરી શ્રીજી ગૌશાળા સમગ્ર દેશને એક નવો રાહ ચીંધી રહી છે.
આવી અનેક વિધ ગૌસેવા – જીવદયા અને માનસેવા કાર્ય રૂપી પ્રવૃતિઓથી ધબકતી શ્રીજી ગૌશાળાના આ સંક્રાંતિદાન પર્વ પ્રસંગે રાજકોટ શહેરભરમાં પ્રત્યેક જાહેર ચોક અને માર્ગો ઉપર તેમજ બધા જ જાણીતા મંદિર-દેવાલયોના દ્વારે ૭૫ થી વધુ દાન પ્રાપ્તિ મંડપો ખોલવામાં આવ્યાં છે. ત્યારે આપણા ઘર /ઓફીસથી માત્ર બે ડગલા ચાલીને ગૌદાન કરી ગૌ ઋણમુકત થવાનો અલભ્ય અવસર જીલીએ. ઉપરાંત સંસ્થાના બેંક એકાઉન્ટ SBI A/c. No. 63007765851, IFSC Code : SBIN0060070 કે ફોનપે Mo.98250 69859 મોબાઈલ એપ્લીકેશન દ્વારા પણ આપનું દાન જમા કરાવી ગૌસેવાનું ગૌરવ લઈ શકો છો.
સંક્રાંતિના દિવસે શ્રીજી ગૌશાળા ન્યારા ખાતે – ગૌમાતાના સાનિધ્યમાં રૂબરૂ જઈ દાન પુણ્ય કરવા સંસ્થા દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉપરાંત સંક્રાંતી પર્વે આપના હાથે જ ગૌમાતાઓને લાડુ–લાપસી-ગોળ-ખોળ જેવા વ્યંજનો ખવડાવી પૂણ્ય અર્જીત કરવાની વિશેષ વ્યવસ્થા ગૌશાળા પ્રાંગણમાં કરવામાં આવી છે. જેનો અચુક લાભ લઈએ.
૧૪ જાન્યુ. સંક્રાંતિના દિવસે ગૌપ્રેમી દાતા–મુલાકાતીઓ માટે ગૌશાળામાં સવાર થી સાંજ સુધી ગરમા-ગરમ પુરી-શાક જેવા ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી સૌ ગૌપ્રેમીઓને ગૌશાળાએ જઈ ગૌમાતાની સેવાનો લાભ લેવા જાહેર નિમંત્રણ કરવામાં આવેલ છે.
આવો સંક્રાંતિ પર્વે શાસ્ત્રોકત સંસ્કાર મુજબ ગૌદાન કરી ગૌ ઋણ મુકત થઈએ.
                               
                                       -:: દાન સંપર્ક :

શ્રી પ્રભુદાસભાઈ તન્ના  
મો. ૯૮૨૫૪ ૧૮૯૦૦        
 
શ્રી જયંતિભાઈ નગદીયા
 મો. ૯૪ર૭૪ ૨૯૦૦૧        

 શ્રી અમુભાઈ પટેલ
 મો. ૯૮રપ૦  ૬૯૮પ૯

શ્રી રમેશભાઈ ઠકકર
મો. ૯૯૦૯૯ ૭૧ ૧૧૬

શ્રી ચંદુભાઈ રાયચુરા
 મો. ૯૮૯૮૨ ૪૧ ૧૯૦

શ્રી ભુપેન્દ્રભાઈ છાટબાર
 મો. નં. ૯૩૭૬૭ ૩૩૦૩૩
                           
                         અસ્તુ : :
શ્રીજી ગૌશાળા/શ્રી ગિરિરાજ ગૌમૂત્ર ચિકિત્સા કેન્દ્રના ગૌસેવક મિત્રો


ટિપ્પણીઓ નથી: