અનુયાયીઓ

મંગળવાર, 12 જાન્યુઆરી, 2021

આપણે ગામડાઓનો આત્મા અને શહેરોની આધુનિકતાનો સમન્વય સાધવાનો છે- યુવાનો પાસે મને બહુ આશા છે :- મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાાણી

 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે

 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ભવનોનું ઈ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કર્યું.

........

.......

સતતનવુંવિચારતા રહોસતતનવુંકરતા રહો ક્યારેકક્ષણિકનિષ્ફળતામળેતો

સ્વામી વિવેકાનંદજીનાસંદેશાને અનુસરો

-    મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

........


-:શ્રી વિજયભાઇ રૂપાણી :-

Ø ગુજરાત સરકારે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ-એપ્રેન્ટિસશીપ યોજના-યુવા સ્વાવલંબન યોજનાઅને શોઘ યોજના થકી રાજ્યના યુવાનોને એમ્પાવર્ડ કર્યા

Ø છેલ્લા ૪ વર્ષમાં લગભગ દોઢ લાખ યુવાનોને સરકારી નોકરી અને ૧૨ લાખથી વધુ યુવાનોને પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી મળી - ગુજરાતમાં બેરોજગારી દર સૌથી ઓછો ૩%

Ø છેલ્લા બે દાયકામાં ગુજરાતના શિક્ષણ ક્ષેત્રનો કાયાકલ્પ થયો  - સમગ્ર ભારતમાં ગુજરાત એજ્યુકેશનલ હબ તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યું છે

Ø આત્મનિર્ભર ભારતની રાહે ચાલી રહેલા આપણા દેશે દુનિયાની તમામ ધારણાઓને ખોટી પાડીને એક નહીં પણ બે-બે સ્વદેશી વેક્સિન આપીને પોતાના સામર્થ્યનો પરિચય આપ્યો

Ø મને મારા રાજ્યના યુવાનોની શક્તિ પર પૂરો ભરોસો છે અને એ ભરોસોના આઘારે કહું છું કે આવનારા વર્ષોમાં ભારત એક મહાસત્તા હશે અને તેનું કેન્દ્ર બિંદુ ગુજરાત હશે

..........

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાતે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એપ્રેન્ટિસશીપ યોજના, યુવા સ્વાવલંબન યોજનાઅને શોઘ યોજના થકી રાજ્યના યુવાનોને એમ્પાવર્ડ કર્યા છે. છેલ્લા ૪ વર્ષમાંલગભગ દોઢ લાખ યુવાનોને સરકારી નોકરી આપી છે, ૫૪૦૦ જેટલા ભરતી મેળા ધ્વારા પ્રાઈવેટ સેક્ટરમાં ૧ર લાખથી વધુ નોકરીઓ આપી છે. હજારો યુવાનોને વ્યવસાય કરવા માટે લોન આપીને તેમને જોબ સિકર નહિ પરંતુ જોબ ગિવર બનાવ્યા છે. ગુજરાતમાં બેરોજગારી દર સૌથી ઓછો ૩% છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ અવસરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ભવનોના ઈ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત પ્રસંગે જણાવ્યું કે,રાજ્ય સરકારે બે દાયકામાં શિક્ષણ ક્ષેત્રે ગુજરાતનો કાયાકલ્પ કર્યો છે. સમગ્ર ભારતમાં ગુજરાત એજ્યુકેશનલ હબ તરીકે પ્રસ્થાપિત થઈ ગયું છે. ગુજરાતની સ્થાપના બાદ ૪૦ વર્ષો સુધી રાજ્યમાં માત્ર ૧૧ યુનિવર્સિટી હતી જ્યારે આજે વધીને ૭૭ થઇ છે.

મુખ્યમંત્રીશ્રીએ ૨૫,૦૦૦થી વધુ યુવા-વિદ્યાર્થીઓએ કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનો ઉલ્લેખ કરી તેમને બિરદાવ્યા હતા. ભલે દોઢસો વર્ષ વીતી ગયાં હોય પરંતુ આજે પણ સ્વામી વિવેકાનંદ યુવાનોના રોલ મોડલ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ યુવાનોને સતતનવુંવિચારવા અનેસતતનવુંકરતારહેવાની પ્રેરણા આપતા કહ્યું કે, જોક્યારેકક્ષણિકનિષ્ફળતામળેતોસ્વામી વિવેકાનંદજીનાસંદેશાને અનુસરો.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે,સ્વામીવિવેકાનંદજીએપશ્ચિમમાંજઈનેસમગ્રવિશ્વનેભારતીયજીવનદ્રષ્ટિથીપરિચિતકરાવ્યા હતા. સમગ્રવિશ્વનેવસુધૈવકુટુમ્બકમનીપ્રેરણાઆપી હતી. ગુજરાતીઓએગૌરવલેવાજેવીવાતએછે કેસ્વામીજીનેપશ્ચિમમાંજવાનીપ્રેરણાગુજરાતનીભૂમિમાંથીમળીહતી.

તેમણે સ્વ. શ્રી અટલજીનીકવિતાનો ઉલ્લેખ કરી કહ્યું કે, જ્યારેજ્યારેદુનિયામાંઅજ્ઞાનનોઅંધકારફેલાયો, જ્યારેજ્યારેમાનવજાતપરમોટીઆફતઆવીત્યારેત્યારેઆભારતદેશેવિશ્વનુંમાર્ગદર્શનકર્યુંછે. આપણેવેસ્ટર્નકલ્ચરનેફોલૉકરીને 'નમસ્તે' કરવાનુંઓછુંકરીદીધું હતુંપણઆજેકોવિડનાસમયમાં આપણે દુનિયાભરના લોકોને નમસ્તેકરતાજોયાછે.

તેમણે વધુમાં કહ્યું કે,‘આત્મનિર્ભર ભારતની રાહે ચાલી રહેલા આપણા દેશે દુનિયાની તમામ ધારણાઓને ખોટી પાડીને એક નહીં પણ બે-બે સ્વદેશી વેક્સિન આપીને પોતાના સામર્થ્યનો પરિચય આપ્યો છે. ભારતેબનાવેલીવેક્સિનમાટે આજેદોઢસોથીવધુદેશોએમાંગણીકરીછે. આ તાકાત દેશના યુવા વૈજ્ઞાનિકોની છે તેનું તેમણે ગૌરવ કર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએઉમેર્યુ કે, દેશના યુવાનો માટે આત્મનિર્ભર ભારત અભિયાન બહુ મોટો અવસર છે. પોતાની શક્તિ-સામર્થ્ય ભારતને મહાસત્તા બનાવવાની દિશામાં તેઓ બહુ મોટો ફાળો આપી શકે છે. મને મારા રાજ્યના યુવાનોની શક્તિ પર પૂરો ભરોસો છે અને એ ભરોસોના આઘારે હું આજે કહું છું કે આવનારા વર્ષોમાં ભારત એક મહાસત્તા હશે અને તેનું કેન્દ્ર બિંદુ ગુજરાત હશે, તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ભવિષ્યના વિકસીત ભારતમાં યુવાનો પોતાને ક્યાં જોવા માંગે છે તે માટે તેઓએ આજથી જ એ દિશામાં સંકલ્પબદ્ધ બની કામ કરવું જોઇએ તેવી પ્રેરણા પણ આપી હતી.

          મુખ્યમંત્રીશ્રીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં અભ્યાસ કરતાં વિદેશના વિદ્યાર્થીઓના ઉપયોગ માટે ૪ કરોડના ખર્ચેઈન્ટરનેશનલ ટ્રાન્ઝીસ્ટ હાઉસતથા સરસ્વતી વિમેન્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને વાંચનની સુવિધા માટે સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી દાદાની ચેર દ્વારા નિર્મિત લાઈબ્રેરીનું ઈ-લોકાર્પણ કર્યું હતું.

આ ઉપરાંત ૬ કરોડના ખર્ચે તૈયાર થનાર અદ્યત્તન લાઈબ્રેરી અને ૩ કરોડના ખર્ચે તૈયાર થનાર અદ્યત્તન સ્પોર્ટ્સ હોસ્ટેલ તથા સવા કરોડના ખર્ચે તૈયાર થનાર ઓપન એર થિએટરનું પણ ઇ-ખાતમુહર્ત સંપન્ન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કોરોના મહામારીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એન.એસ.એસ. ટીમ દ્વારા થયેલ સેવા કાર્યોની ગાથા વર્ણવતા પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું. એન.એસ.એસ.ને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ એન.એન.એસના વિદ્યાર્થીઓની કાર્ય પધ્ધતિથીનો ઉલ્લેખ કરી કહ્યું કે, ગામડામાં જઈને યુવાઓ કેમ્પ કરે છે. ગ્રામ્યજીવનને બહુજ બારીકાઈથી સમજે છે. આ પ્રકારની ગતિવિધિઓથી ચારિત્ર્યનું ઘડતર થાય છે. યુવાઓ માટે આ ખુબ જરૂરી છે. આપણે ભારતમાં ગામડાઓનો આત્મા અને શહેરોની આધુનિકતાનો સમન્વય સાધવાનો છે તેમાં મને યુવાનો પાસેથી બહુ આશા છે’, તેમ તેઓએ ઉમેર્યું હતું.

આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી નીતિનકુમાર પેથાણીએ યુનિવર્સિટીમાં સુવિધાસભર શિક્ષણ હેતુ નિર્ધારીત વિભિન્ન પ્રકલ્પો વિશે માહીતી આપી હતી. પ્રો. વાઇસ ચાન્સેલર શ્રી વિજય દેસાણીએ આવકાર પ્રવચન કર્યું હતું.

આ સમારોહમાં બહોળી સંખ્યામાં યુવા-વિદ્યાર્થિઓ ઇન્ટરનેટના માધ્યમથી જોડાયા હતા.

ટિપ્પણીઓ નથી: