૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
રાજકોટ-પ્રધાનમંત્રી સ્કોલરશિપ યોજના શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ હેઠળ માજીસૈનિકો/તટરક્ષક દળના જવાનો તથા સ્વ. જવાનોના સંતાનો કે જેમણે ગત શૈક્ષણિક વર્ષમાં ધોરણ ૧૦+૨/ડિપ્લોમા અભ્યાસક્રમમાં ૬૦ ટકા થી વધુ માર્કસ મેળવેલા હોય અને બી.ઇ., બી.ટેક., બી.ડી.એસ., એમ.બી.બી.એસ., બી.એડ, બી.બી.એ., એમ.બી.એ., બી.સી.એ., એમ.સી.એ., એમ.સી.આઇ., એ.આઇ.સી.ટી. અને યુ.જી.સી. જેવા વ્યવસાય ડીગ્રી કોર્ષમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તેઓને સ્કોલરશીપ આપવામાં આવે છે.
આ સ્કોલરશિપનો લાભ મેળવવા ઇચ્છુક માજીસૈનિકો/તટરક્ષક દળના જવાનો તથા સ્વ. જવાનોના સંતાનોએ કેન્દ્રીય સૈનિક બોર્ડ- નવી દિલ્હીની વેબસાઇટ www.ksb.gov.in પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવી ઓનલાઇન અરજી કરી શકશે. રજીસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ ૨૮/૦૨/૨૦૨૧ છે.
આ અંગે વધુ માહિતી માટે કેન્દ્રીય સૈનિક બોર્ડ- નવી દિલ્હીની વેબસાઇટ www.ksb.gov.in અથવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રાજકોટ ટેલીફોન નંબર ૦૨૮૧-૨૪૭૬૮૨૫ પર સંપર્ક કરવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીની યાદીમાં જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો