અનુયાયીઓ

ગુરુવાર, 28 જૂન, 2012

મુખ્યમંત્રીશ્રીનો સ્વાગત ઓન લાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ સામાન્ય નાગરિકોની રજૂઆતોનું સંતોષજનક ન્યાયી નિરાકરણ

મુખ્યમંત્રીશ્રીનો સ્વાગત ઓન લાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ
સામાન્ય નાગરિકોની રજૂઆતોનું સંતોષજનક ન્યાયી નિરાકરણ

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગાંધીનગરમાં સ્વાગત ઓનલાઇન જનફરિયાદ
નિવારણ કક્ષમાં સામાન્ય નાગરિકોની રજૂઆતોને સાંભળીને જિલ્લાતંત્રોને
તેમને વાજબી ન્યાય મળે અને તેમની રજૂઆતોનો સંતોષકારક ઉકેલ લાવવા દિશા
નિર્દેશો આપ્યા હતા.
સ્વાગત ઓનલાઇનમાં સામાન્ય નાગરિકો તરફથી થતી રજૂઆતો અંગે તાલુકા અને
જિલ્લા તંત્રના અધિકારીઓ અને સંબંધિત સચિવ કક્ષાના રાજ્યસ્તરના
અધિકારીઓની ઉપસ્થિતિમાં દર મહિનાના ચોથા ગુરૂવારે મુખ્યમંત્રીશ્રી
જનફરિયાદો સંદર્ભમાં ઉકેલ લાવે છે. આ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં ર.પ૦
લાખ જેટલી જનફરિયાદો અને રજૂઆતો મુખ્યમંત્રીશ્રીના સ્વાગત ઓનલાઇનમાં
મળેલી હતી અને ૯૧ ટકાથી વધારે નિરાકરણ સ્થળ ઉપર અરજદારોની હાજરીમાં
લાવવામાં આવ્યું છે.
સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ ઉત્તમ જાહેર સેવા માટે અને જનફરિયાદોના ઉકેલ
માટે અત્યંત ફળદાયી બની રહ્યો છે અને સંયુકત રાષ્ટ્રસંધ દ્વારા તેને
પબ્લીક સર્વિસ એવોર્ડ મળેલો છે. આ કાર્યક્રમ હવે ર૬ જિલ્લાકક્ષાએ, રરપ
તાલુકા કક્ષાએ અને ૧૮૦૦૦ ગ્રામકક્ષાએ પણ જી-સ્વાન નેટવર્ક દ્વારા કાર્યરત
થયેલો છે.
આજે યોજાયેલા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં અધિક અગ્ર સચિવશ્રી જી. સી.
મુર્મુ સહિત મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કક્ષના અધિકારીઓ પણ ઉપસ્થિત
હતા.

2 ટિપ્પણીઓ:

Unknown કહ્યું...
આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
Unknown કહ્યું...

વિષય.માહિતી નાઆપવાબાબત
ધાનેરીગામપંચાયત મહિલા સરપંચ લિલાબેન નટવરભાઇ પટેલ તેમના પતી નટવરભાઇ મોતિભાઇ ભારતીય જનતા પાટી દાતીવાડાના મહા મંત્રી છે અને મોટા રાજકારણીછે જેઓ ધેનેરી પંચાયત સરપંચ નૃ તમામ કાયઁ સંભાઉળેછે અને તલાટી માનાભાઇ અજાભાઇ જેઓ તેમની મીલી ભગત સાથે તેમની મનમાની કરી ખૃબ ભસ્ટા ચાર કરેછે અને પ઼જાને ડરાવી ધમકાવી મહામંત્રીના ભાઇ કાકા સબંન્દીઓને બીન જરૂરી સબસીડીસહાય આપેછે અને મહામંત્રી નટવરભાઇ પોતે કોનટાકટર છે તો ખોટા ખરા કામો બોલાવી તલાટીની રહેમ નજર હેઠણ પંચાયતને બઉમોટૂનૂક્સાન કરી રહેછે અને ખોટા બીલો પાસ કરાવેછે અને પંચાયત રેકડ સાથેપણ હોસીયારીથી ચેડા કરેછે અને વારમ વાર માહીતી માગવા છતા આપતા નથી જેથી અમોએ તાલૂકા ક્કસાએ માહીતી માગવાછતા ત્યાથીપણ અમને માહીતી ના મળતા આપ શ્રીને રજૂઆત કરીએછીયે તો આબાબતની સંમ્પૂણ તપાસ કરી સત્ય બહાર લાવવા આપશ્રીને અમારી ગામ જનોની અરજ
લિ.આપના વિષવાસૃ ગામજનો