શાળા પ્રવેશોત્સાવ અને કન્યા કેળવણી મહોત્સ વ પ્રસંગે ડાયેટના સીનીયર
લેકચરરશ્રી માલદેભાઇ ચેતરીયા એ પોરબંદર જિલ્લાસના આદિત્યા ણા ખાતે શહેરી
વિસ્તા્રની કુમાર પ્રાથમિક શાળામાં બાળકોને શાળા પ્રવેશ અપાવી ઉજ્જવળ
કારકિર્દી અને સુખમય જીવન માટે શુભેચ્છાખઓ આપી હતી.
આ પ્રસંગે સંબોધન કરતા કહ્યું કે શાળા પ્રવેશોત્સછવ અભિયાનને લીધે
શિક્ષણના સ્તશરમાં નોંધપાત્ર સુધારો થયો છે. અને ડ્રોપઆઉટ રેટ પણ ઘટાડીને
નહીવત કરી દેવામાં સફળતા મળી છે. તેમણે કહ્યું કે લોકપ્રિય
મુખ્યનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના માર્ગદર્શન અને નેતૃત્વળ તળે
કાર્યરત રાજય સરકારશ્રી દ્વારા અમલી બનાવાયેલ દરેક અભિયાનમાં પ્રજા તરફથી
પ્રચંડ જનસમર્થન મળે છે. પરીણામે દરેક ક્ષેત્રોમાં વિક્રમજનક સિધ્ધિાઓ
મેળવી શકાઇ છે.
આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સરડવાએ કહયુ હતુ કે,
શાળામાં બાળકના ભાગ્યધનું નિર્માણ થાય છે. બાળકોને સંસ્કાલર સાથે સારૂ
શિક્ષણ અપાવીએ જેનાથી તેમનું જીવન સુખમય અને ઉજ્જવળ બનાવી શકાય. બાળકો
આચરણમાંથી વધારે શીખે છે તેથી દરેક માતા, પિતા અને શિક્ષકોએ આ બાબત સારી
રીતે સમજવાની જરૂર છે. બાળકોને તેમના રસ રૂચિ અને આવડત પ્રમાણે ઉચ્ચ
શિક્ષણ સુધી ભણાવવા વાલીઓને ભારપૂર્વક જણાવ્યું હતું, દિકરા દીકરીના
ભેદભાવ સિવાય બાળકોનો સમાનતાથી ઉછેર કરવા અને શિક્ષણ અપાવવા જણાવ્યું
હતું
પ્રવેશ મેળવનાર બાળકોને સ્કૂ લ બેગ તથા ચોકલેટ આપવામાં આવી હતી. આ
પ્રસંગે આંગણવાડીના બાળકો માટેની રમકડા કીટ પણ આપવામાં આવી હતી. ધોરણ ૩
થી ૭ ના અગ્રીમસ્થાણન મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યાક
હતા.મહાનુભાવો ના હસ્તેા વૃક્ષારોપણ કરવામાં આવ્યુી હતુ. કાર્યક્રમ
દરમિયાન સાંસ્કૃિતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યાપ હતા તેમજ તિથિભોજનના
દાતાઓનું સન્માેન કરવામાં આવ્યુય હતુ.
શાળા પ્રવેશોત્સયવ પ્રસંગે રાણાવાવ નગરપાલિકાના ઉપપ્રમખશ્રી ધીરૂભાઇ
કેશવાલા, ડાયેટના સીનીયર લેકચરરશ્રી અલ્તાપફભાઇ રાઠોડ, અગ્રણીશ્રી
રવજીભાઇ અમૃતિયા,બી.આર.સીકોર્ડીનેટરશ્રી લાખાભાઇ ચુંડાવદરા, શિક્ષકો તથા
વિશાળ સંખ્યાતમાં વાલીગણ ઉપસ્થિરત રહ્યા હતા.
શિક્ષણ દ્વારા વ્યકિતનો સર્વાગી વિકાસ અને ઘડતર થાય છે.
- ડાયેટના પ્રાચાર્યશ્રી વેકરીયા
પોરબંદર,
કુતિયાણા માં હરિ ઓમ પ્રાથમિક શાળામાં શાળાપ્રવેશોત્સવ અને કન્યાકેળવણી
ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં ડાયેટના પ્રાચાર્યશ્રી વેકરીયા એ પ્રેરક
હાજરી આપી હતી.
આ પ્રસંગે સંબોધન કરતા શ્રી વેકરીયા એ જણાવ્યુપ હતુ કે, શિક્ષણ દ્વારા
વ્યકિતનો સર્વાગી વિકાસ અને ઘડતર થાય છે. શિક્ષણ માટેના આ વિરાટ
અભિયાનમાં રાજય સરકારશ્રી દ્વારા વિશેષ ધ્યાયન કેન્દ્રી ત કરીને સંગીન
કામગીરી કરતાં જવલંત સફળતા મળી છે. સાક્ષરતા દરમાં વિક્રમજનક વધારો થયો
છે. તેમણે કહ્યું કે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેની કાળજી રાખવાની
જવાબદારી શિક્ષકો, વાલીઓ અને સમાજના સૌ કોઇની છે. શિક્ષણથી જ સુખમય
સમાજનું ઝડપભેર નિર્માણ થાય છે. આ બાબત લક્ષમાં લઇને બાળકોને ઉચ્ચ શિક્ષણ
સુધી જરૂર ભણાવીએ.
કાર્યક્રમ દરમ્યા ન સાંસ્કૃસતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યાન હતા.
પ્રવેશ મેળવનાર બાળકોને સ્કૂકલ બેગ તથા ચોકલેટ આપવામાં આવી હતી.
મહાનુભાવોના હસ્તેર વિદ્યાલક્ષ્મી બોન્ડ. નું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે અગ્રિમ સ્થાહન મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં
આવ્યુમ હતુ તેમજ શાળાની ધોરણ-૭ ની વિદ્યાર્થીનિ કુ.હેતલબેન દાસએ
કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યુ હતુ. કુતિયાણા નગર પાલિકા ના ચીફ
ઓફીસરશ્રી રાવલ, બી.આર.સી.કોર્ડીનેટરશ્રી સંજયભાઇ, સી.આર.સી.કોર્ડીનેટર
સહિતના પદાધિકારીઓ, અગ્રણીઓ અધિકારીઓ, શિક્ષકો તથા વિશાળ સંખ્યાસમાં
લોકો ઉપસ્થિીત રહ્યા હતા.
પોરબંદર જિલ્લાર સંકલન અને ફરિયાદ સમિતિની મળેલ બેઠક
પોરબંદર,
પોરબંદર જિલ્લાર સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લાઠ કલેકટરશ્રી ગિરીશ
શાહના અધ્યહક્ષસ્થા.ને મળી હતી આ બેઠક માં જિલ્લાક વિકાસ અધિકારીશ્રી
કે.બી.ભટ્ટ, જિલ્લાણ પોલીસ અધિક્ષકશ્રી દિપન ભદ્રન, અધિક નિવાસી
કલેકટરશ્રી ચિરાગ ચાવડા ઉપસ્થિરત રહ્યા હતા.
જિલ્લાિ કલેકટરશ્રી ગિરીશ શાહે જિલ્લા્ના અમલીકરણ અધિકારીઓને
લોકપ્રતિનિધિઓના પ્રશ્નો તથા લોકપ્રશ્નો નો સમય મર્યાદામાં નિવેડો લાવવા
અને બાકી સરકારી લેણાની વસુલાત માટે સઘન પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું
આ બેઠકમાં નાગરિક અધિકાર પરત્વેિની અરજીઓ, તુમાર નિકાલ તથા ગ્રામસભાના
પ્રશ્નો, માહિતી અધિકાર અન્વઠયેની અરજીઓ વિગેરે વિવિધ મુદ્દાઓની સમીક્ષા
કરાઇ હતી.અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
જિલ્લા કલેકટરશ્રી ગિરીશ શાહે સરકારી લેણાની વસુલાતો માટે જરૂર પડયે કડક
પગલાંઓ ભરવાની તાકીદ અમલીકરણ અધિકારીઓને કરી હતી.
આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી દિપક શુકલા, ,નાયબ કલેકટરશ્રી જે.આર.નાયક
સહિતના જિલ્લા ના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિશત રહયા હતા.
સ્ત્રીભૃણ હત્યા નાબુદી અંગેના કાયદાકીય માર્ગદર્શન માટે સેમિનારો યોજાયા
તબીબો, સંસ્થાઓ તથા સંબંધિત અધિકારીઓને પ્રેઝન્ટેશન સાથે વિસ્તૃત સમજ અપાઇ.
પોરબંદર,
પોરબંદર માં સ્ત્રીભ્રુણ હત્યા નાબુદી અંગેના કાયદાની વિસ્તૃત જાણકારી,
માર્ગદર્શન અને સમજ આપવા તથા જનજાગૃતિ ના હેતુથી પોરબંદરમાં બે સેમિનાર
યોજાયા હતા. જિલ્લા પંચાયતમાં યોજાયેલ સેમિનારમાં અધ્યક્ષ સ્થાનેથી
જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.બી.ભટ્ટે સદ્રષ્ટાંજત પ્રાસંગિક પ્રવચન
કર્યું હતું. આરોગ્ય કમિશ્નરશ્રી –ગાંધીનગર તરફથી ખાસ આવેલા
ડો..ટી.એલ.દવેએ પ્રેઝન્ટેશન સાથે આ કાયદાની વિસ્તૃત સમજ આપી હતી.
તે પછી યોજાયેલા બીજા સેમિનારમાં જિલ્લાના ખાનગી પ્રેકટીસ કરતા તબીબો,
પ્રાથમિક આરોગ્યશ કેન્દ્રોી તથા સામુહિક આરોગ્ય કેન્દ્રેના મેડીકલ
ઓફિસરો, સરકારી હોસ્પિટલના તબીબો, સંબંધકર્તા અધિકારીઓ તથા પી.એન.ડી.ટી
કમિટીના હોદ્દેદારોને પણ ડોકટર દવેએ વિસ્તૃત અને ઉંડાણપૂર્વકની સમજ
પ્રેઝન્ટેશન સાથે આપી હતી અને પ્રશ્નોતરી યોજી તબીબોને મુંઝવતા પ્રશ્નો
અંગે સંતોષકારક માર્ગદર્શન આપ્યું હતું.
કલેકટરશ્રી ગિરીશભાઇ શાહે, કાયદાકીય જોગવાઇઓની સાથે સાથે વ્યાપક
જનજાગૃતિની જરૂરીયાત જણાવી હતી. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી અશોકભાઇ
લાખાણીએ સેમિનારોનો ઉદ્દેશ્ય સમજાવી સૌને સત્કાર્યા હતા.શ્રી ઘનશ્યામમભાઇ
મહેતાએ સંચાલન કર્યું હતું આ સેમિનારમાં પ્રાંત અધિકારીશ્રી દિપકભાઇ
શુકલા અને શ્રી પંકજભાઇ ઔંધિયા, સિવીલ સર્જન શ્રીમતી મંજરીબેન મંકોડી,
ર્ડા સુરેખાબેન શાહ, શહેર તથા જિલ્લાના ગાયનેકોલોજીસ્ટ, રેડીયોલોજીસ્ટ,
પીડીયાટ્રીશ્યન સહિતના તબીબો, ર્ડા. ખુડખુડીયા તથા આરોગ્ય ક્ષેત્રના
અધિકારી-કર્મચારીઓ સાથે પી.એન.ડી.ટી કમીટીના સભ્યોત પણ ઉપસ્થિત રહયા હતા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો