અનુયાયીઓ

ગુરુવાર, 28 જૂન, 2012

આ હકીકત છે, અંધશ્રધ્ધા નથી....

ગોંડલ : હિન્દુ ધર્મમાં માન્યતા છે કે ગાયમાતામાં તેત્રીસ કરોડ દેવતાનો
વાસ છે. ગાયમાતાને પવિત્ર પ્રાણી મનાય છે. તેની પુજા પણ થાય છે. અર્થાત
ભગવાન શ્રીકૃષ્ણની માનીતી ગાયમાતા ઇશ્વરનાં અંશ જરૂર ધરાવે છે. આ વાતની
જીવંત પ્રતિતી મોવિયાના ગોવિંદનગરમાં જોવા મળી છે.

ગોવિંદનગરમાં ગોપીનાથ મહાદેવનું મંદિર આવેલુ છે. આ મંદિરનું નિર્માણ
આસપાસનાં વિસ્તારની સત્સંગી મહિલાઓએ પવિત્ર પરસોત્તમ માસ દરમિયાન ધાર્મિક
આયોજનો દ્વારા એકત્રીત થયેલ ફંડફાળામાંથી કરાયુ હોય તેનુ નામ ગોપીનાથ
મહાદેવ પડયું. હાલ મંદિરની બાજુમાં રાત્રીનાં બહેનો દ્વારા રોજીંદો
સત્સંગ કરાય છે.

શારદાબેન ચાંગેલા, લીલાબેન ભલાણી, પ્રફુલ્લાબેન ચાંગેલા, મુક્તાબેન
ચોવટીયા, મનિષાબેન રાદડીયા, કાશીબેન ભાલાળા, ઉષાબેન ભલાણી, કાંતાબેન બોરડ
વગેરે મહિલાઓ રાત્રે વાળુપાણીમાંથી પરવારી મંદિરની આરતી બાદ સત્સંગ માંડે
છે અને ભજન-કિર્તન સાથે પ્રભુની આહલેક જગાવે છે.

મહિલાઓનાં આ સત્સંગમાં એક ગાયમાતા છેલ્લા ઘણા સમયથી જોડાયા છે. શરૂઆતમાં
તો જેવો સત્સંગ શરૂ થાય કે ગાયમાતા અચુક હાજર થઇ જાય અને થોડે દુર બેસી
સત્સંગ શ્રવણ કરે. જેવો સત્સંગ પુરો થાય કે ગાયમાતા ચુપચાપ ત્યાંથી જતા
રહે.

કેટલાક બહેનોનું આ રોજીંદી ઘટના પ્રત્યે ધ્યાન ગયું. મહિલાઓની વચ્ચે જ
ગાયમાતા માટે બુંગણ જેવુ આશન પાથરી આપ્યું. હવે સત્સંગમાં આસન ઉપર બેસી
ગાયમાતા મહિલાઓ સાથે સત્સંગ કરી રહ્યા છે. કોઇ જાતની ખલેલ કર્યા વગર શાંત
અને સત્સંગ શ્રવણ કરતા ગાયમાતાએ મોવિયામાં કુતુહલ પેદા કર્યું છે.

મંદીરની બાજુમાં રહેતા પ્રવિણભાઇ ચાંગેલા કહે છે કે આ ગાયમાતા મોવિયાની
ગૌશાળામાં રહેતી હતી. હાલ ગૌશાળામાં નથી પણ મન લાગે ત્યાં પેટ ભરી લે.
પરંતુ રાત્રે ગમે ત્યાંથી મહિલાઓ જોડે સત્સંગ માટે અચુક પહોંચી જાય છે.

ટિપ્પણીઓ નથી: