LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
ગુરુવાર, 13 ઑક્ટોબર, 2011
તેણે મારાં દેશને તોડવાની કોશિશ કરી અને મેં તેનું માથું...
તેણે મારાં દેશને તોડવાની કોશિશ કરી અને મેં તેનું માથું...
દિલ્હીમાં બ્લાસ્ટનું કાવતરૂં નિષ્ફળ: અંબાલા પાસેથી વિસ્ફોટક ભરેલી કાર મળી આવી
પ્રશાંત ભૂષણ પર હુમલો કરનાર અન્ય બે આરોપી ઝડપાયા
2G કેસ : ખુરશીદના નિવેદનથી સુપ્રિમ કોર્ટ હેરાન
ભાજપના ઘણા નેતા વડાપ્રધાન બનવા યોગ્ય : યશવંત
વિવાદાસ્પદ નિવેદનો પ્રશાંત ભૂષણની પોતાની લાગણી :કિરણ બેદી
ફાસીવાદી સામાજિક સંગઠનો પર પ્રતિબંધ લાગવો જોઇએ : પ્રશાંત ભૂષણ
લોકપાલ નહીં તો ચુંટણીનો બહિષ્કાર : અણ્ણા હજારે
બ્લેકબેરીની સેવાઓ સામાન્ય બની
બ્લેકબેરીની સેવાઓ સામાન્ય બની
ટુજી મામલે PMના પત્ર પર કાર્યવાહી શા માટે ન થઈ : સુપ્રીમ
ટુજી મામલે PMના પત્ર પર કાર્યવાહી શા માટે ન થઈ : સુપ્રીમ
કોર્ટ પરિસરમાં અણ્ણા સમર્થકો સાથે મારઝૂડ
કોર્ટ પરિસરમાં અણ્ણા સમર્થકો સાથે મારઝૂડ
શુક્રવાર, 30 સપ્ટેમ્બર, 2011
નવરાત્રિ મહોત્સવ નિહાળવા આવેલા ૧૭ દેશોના રાજદૂતો સાથે સંવાદ કરતા મુખ્ય મંત્રીશ્રી ગુજરાત મૂડીરોકાણનું કેન્દ્ર નહીં, ગ્લોબલ બિઝનેસ હબ બની ગયું છે
રાજકોટ જિલ્લામાં મતદારયાદીની ખાસ સંક્ષીપ્ત સુધારણાનો જાહેર થયેલો કાર્યક્રમ મતદારો મતદાર-યાદીમાં પોતાના નામો જોઇ શકશે-સુધારા-વધારા સૂચવી શકશે
ગુરુવાર, 29 સપ્ટેમ્બર, 2011
જેતપુર ની જાય ભગવતી ગરબી માં મહાકાય અગરબત્તી જ્લાવાતાં દર્શનાર્થે ભાવિકો ઉમટી પડ્યા.
બુધવાર, 28 સપ્ટેમ્બર, 2011
સોમવાર, 26 સપ્ટેમ્બર, 2011
સોમનાથ સાનિધ્યે મોરારિબાપુની રામકથા : ૮ મી ઓક્ટોબરે કથાનો પ્રારંભ : તડામાર તૈયારીઓ
For More Details Contact Mr. Dipakbhai Kakkad Ananddham Complex, Shop No. 16, Nr. Bus Station, Veraval - 362 266 Phone 02876-245771 / 241181 E-mail ramkathadehotsarg@live.com /ramkathadehotsarg@ymail.com Customer Care 98242 98336 / 94273 88122 / 98242 83103 / 99791 21200 / 99250 29766 / 94269 82461
રવિવાર, 25 સપ્ટેમ્બર, 2011
જેતપુરમાં ૬ રાજસ્થાની પાખંડીઓને ઝડપી લેતું જાથા.
જેતપુર પોલીસ ના પી આઈ બી,જી,લીંબાસીયા, ફોજદારો ત્રિવેદી અને સોનારની પ્રશંશનીય કામગીરી.
બીજી બાજુ જેતપુરના ધારાસભ્ય જસુબેન કોરાટે યુવા પત્રકાર કશ્યપ જોશી ને જન્વેલ કે પાખંડીઓ ને રૂમ ભાડે અપાવનાર રાજુ વાણંદ નામના યુવાનને પણ પૂછ પરછ માટે પોલીસ બોલાવશે, તો સોના ચાંદી ની વીંટીઓ બનાવવા માટે ચોક્કસ સોની પાસે ભોળી પ્રજાને ધકેલાતી હોય, આ સોની મહાજન ને પણ શોધતી પોલીસ.
શાળા સંચાલક (શારદા વિદ્યા મંદિર) ભરત પટેલે પોતાની શાળાનો રૂમ પાખંડી ઓને ભાડે આપ્યાની વાત થી તેમના પર સર્વત્ર ફિટકાર..
જાણો, નવરાત્રિમાં મા અંબેના સ્થાપન-પૂજાવિધિની વિવિધ રીતો
ધર્મશાસ્ત્રોમાં નવરાત્રિ પર્વની પૂજાના અનેક પ્રકારો દર્શાવ્યા છે. જેમાં અભિગમન, ઉપાદાન, યોગ, સ્વાઘ્યાય અને યજ્ઞ રૂપી પાંચ પ્રકાર મુખ્ય છે. પૂજા સ્થાનને પવિત્ર , સ્વચ્છ કરવાં વગેરે અભિગમન પૂજાની શ્રેણીમાં આવે છે. જુદી જુદી પૂજા વિધિ(ગંધ, ધૂપ, દીપ, નૈવેધ વગેરે) ઉપાદાન પૂજામાં આવે છે. પોતાનાં ઈષ્ટ (દેવી-દેવતા)ની આત્માસ્વરૂપે પૂજા કરવી યોગ કહેવાય છે. દેવી-દેવતાનાં સૂક્ત, સ્ત્રોત, ગુણ, નામ, લીલા વગેરેનો પાઠ કરવો તે સ્વાઘ્યાય પૂજા કહેવાય છે. અષ્ટમીના રોજ માતાજીનો યજ્ઞ કરીને આહુતિ આપવી તેને યજ્ઞપૂજા કહે છે. દેવીપૂજામાં પૂજા સામગ્રીથી દેવીપૂજાની ઉપાસના કેવી રીતે કરીએ આ એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન છે. આમ તો દેવીપૂજાના ૬૪, ૧૬, ૧૦ અને પાંચ ઉપચારોથી પૂજા કરવાની પદ્ધતિઓ જોવા મળે છે. તેની સાથે રાજોપચાર પૂજાનો ઉલ્લેખ પણ જોવા મળે છે. અહીં આપણે માત્ર પંચોપચાર પૂજા જે ઓછા સમયમાં વધુમાં વધુ ફળદાયી છે તેની ચર્ચા કરીશું. પંચોપચારમાં ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેધનું વધુ મહત્ત્વ છે. પૂજાવિધિની શરૂઆત કરતા પહેલાં જળથી સંપૂર્ણ શરીરની શુદ્ધિ કરી લો, પૂજા સામગ્રીને એક તાસકમાં એકત્રિત કરીને પોતાની સામે મૂકો. એક પાટ કે બાજઠ ઉપર માતાજીની તસવીર, મૂર્તિ અથવા યંત્ર ઉપલબ્ધ હોય તેની સ્થાપના કરો.
ઘટ (કળશ) સ્થાપન:
એકમના રોજ શુભ મુહૂર્તમાં શુદ્ધતા અને પવિત્રતાપૂર્વક માતાજીની સામે પાટ ઉપર ઘટ(કળશ)ની સ્થાપના કરો. એક તાંબાના પાત્રમાં જળ ભરીને તેમાં નાગરવેલનાં પાંચ લીલાં પાન મૂકો અને તેની ઉપર શ્રીફળ મૂકી દો. આને ધાન્ય(ઘઉ) ઉપર મૂકી તેની ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવૈધથી પૂજા કરો. આને કળશ સ્થાપના કહેવામાં આવે છે. શક્તિપૂજામાં કળશ સ્થાપનાનું ખૂબ જ મહત્ત્વ છે. કળશને લક્ષ્ય કહેવામાં આવે છે. કળશ પવિત્રતા અને સમૃદ્ધિનું સૂચક છે.
જવારા રોપણ:
માતાજીના ભક્તો એકમના દિવસે પરિવારની સુખસમૃદ્ધિ માટે જવારાઓનું રોપણ કરે છે. માટીના એક મોટા કોડિયામાં કાળી માટી નાખીને ઘઉ કે જવને વેરી દો અને તેને માતાજી સમક્ષ મૂકી દો. ત્યારબાદ જળ છાટીને તેની પંચોપચારથી પૂજા કરો તથા રોજ નવે-નવ દિવસ સુધી તેની ઉપર પાણી છાંટો. જવારાઓ કે જવ માંગલિક અને વર્ધનશીલ હોય છે. જે લીલોતરી અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.
અંખડદીપ સાધના :
માતાજીની પ્રસન્નતા માટે નવરાત્રિમાં અંખડદીપ સાધનાનું ખૂબ જ મહત્ત્વ છે. દીવાને માતાજીની આગળ શુદ્ધ ઘી અથવા તેલના મોટા દીવડામાં રૂની મોટી વાટ બનાવીને સુરક્ષિત સ્થાને મૂકી દો. પછી તેનું પંચોપચાર પૂજન કરો. અખંડદીપ સાધના, ઐશ્વર્ય, સુખ, સમૃદ્ધિ અને અખંડતાનું પ્રતીક છે.
દેવી પૂજા :
માતાજીની મૂર્તિ અથવા તસવીરને શુદ્ધ જળથી સ્નાન કરાવી ચોખ્ખા કપડાથી સાફ કરી લો. ત્યારબાદ ચોકીની વચ્ચે ફોટો અથવા મૂર્તિની સ્થાપના કરો. પૂજા એવી રીતે કરવી કે સાક્ષાત્ માતાજી તમારી સન્મુખ બિરાજેલા હોય અને તમે માતાજીની ઉપાસના કરી રહ્યા હો. અનામિકા આંગળીથી માના મસ્તક, હૃદય, ભુજાઓ(હાથો) અને પગોમાં ગંઘ લગાવો. પછી માતાજીને લાલ ફૂલ સમર્પિત કરો. અગરબત્તી અથવા ગૂગળનો ધૂપ આપો. દીવો સળગાવી પૂજા કરો અને નૈવેધ સમર્પણ કરી પૂજાવિધિ સમર્પિત કરો. આ થઈ પંચોપચાર દેવીપૂજા.
કુળદેવી પૂજન :
પોતપોતાની કુળ પરંપરા પ્રમાણે દુર્ગાષ્ટમી અથવા નોમના રોજ કુળદેવી પૂજાનો પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે. જો આપણે નવરાત્રિના નવે-નવ દિવસ સુધી માતાજીની પૂજા, ઉપાસના ન કરી શકીએ તો આઠમ અથવા તો નોમના રોજ સમગ્ર પરિવાર સાથે મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને ભૈરવીપૂજનની સાથે બટુક અને કુમારી પૂજન કરી કુળદેવીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો.
કુમારી પૂજન :
નવરાત્રિમાં કુમારિકાઓની પૂજાનો પણ ઉલ્લેખ જોવા મળે છે. જો એકમથી લઈ નોમ સુધી બે થી દસ વર્ષ સુધીની કન્યાઓની પૂજા કરવામાં આવે તો અતિ ઉત્તમ માનવામાં આવે છે. જો શકય હોય તો નોમના રોજ એકીસાથે નવદુર્ગા સ્વરૂપ કુમારી પૂજાથી ઐશ્વર્ય, ભોગ અને મોક્ષ ચારેય પુરુષાર્થ, શ્રી અને સંપદાની પ્રાપ્તિ થાય છે.
દેવી સ્તવન :
એકમથી નોમ સુધી દુર્ગા સપ્તશતીનો પાઠ પણ કરી શકાય છે. આ દુર્ગાપૂજાનો એક મહત્ત્વનો ભાગ માનવામાં આવ્યો છે. દુર્ગાસપ્તશતીમાં ૧૩ અઘ્યાય છે જે ત્રણ ભાગોમાં વહેંચવામાં આવેલ છે. પહેલા, બીજા ને ત્રીજામાં ચરિતને એકમ, બીજ અને ત્રીજના રોજ પઠન કરી શકો છો અથવા નવ દિવસ સુધી પણ તેનું પારાયણ કરી શકાય છે. જો શક્ય ન બને તો નવાર્ણ મંત્ર ‘ઓમ એં હ્રીં કલીં ચામુંડાયૈ વિચ્ચૈ’ આ મંત્રનો રોજેરોજ પાઠ કરવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. જો તે પણ શક્ય ન હોય તો ‘ઓમ દું દુર્ગાયૈ નમ:’ આ મહામંત્રનો જાપ કરવાથી પણ માતાજીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.
રાજકીય વિવાદમાં દોરવાયા વગર સમાજના હિતમાં અને શિક્ષણ ઉપર વિકાસ માટેનું ધ્યાન કેન્દ્રીત કરવા મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન માલધારી સમાજના સંતો અગ્રણીઓના પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રીશ્રીને મળી પ્રશ્નોની રજૂઆત કરી
સમાજના વર્ષો જૂના પ્રશ્નો ઉકેલવા માટેની મુખ્યમંત્રીશ્રીની પ્રતિબધ્ધતા અને વિધેયાત્મક અભિગમની પ્રતીતિ થઇ
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને મળેલા માલધારી-રબારી સમાજના સંતો-મહંતો અને આગેવાનોના પ્રતિનિધિમંડળે સમાજના સાંપ્રત પ્રશ્નોની રજૂઆતો કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ માલધારી સમાજના વર્ષો જૂના પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે સમસ્યાના મૂળમાં જઇને હિંમતપૂર્વક નિર્ણયો લેવાની વર્તમાન સરકારની પ્રતિબધ્ધતા અને સકારાત્મક અભિગમ અંગે વિગતવાર ભૂમિકા આપી હતી.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ લોકશાહીમાં પ્રશ્નો રજૂ કરવાનો અધિકાર દરેક સમાજને છે પણ રાજકારણના કાવાદાવાથી સરવાળે તો સમાજનું જ અહિત થશે એમ જણાવી રાજ્યના વિકાસમાં બધા જ સમાજવર્ગોની સાથે વિકાસમાં ભાગીદાર બનવા અને શિક્ષણ દ્વારા પ્રગતિની દિશા લેવાનું માર્ગદર્શન પણ આપ્યું હતું.
માલધારી સમાજના આગેવાનો એ ગૌચરની જમીન, ગૌરક્ષા, ઘરખેડના કાયદા, વીડીઓ અને વાડાની જમીન વગેરે પ્રશ્નો અંગે કરેલી રજૂઆતના સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારનો અભિગમ જ વિકાસલક્ષી રહ્યો છે અને પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવા તેના મૂળમાં જઇને હિંમતપૂર્વક નિર્ણયો લેનારી આ જ સરકાર છે.
ગૌવંશ રક્ષા માટે સર્વોચ્ચ ન્યાયપાલિકા પાસેથી ન્યાય મેળવીને આ જ સરકારે કાયદો કર્યો છે પરંતુ, ભારત સરકારે હજુ સુધી આવો કાયદો કરવા વિચારણા પણ હાથ નથી ધરી. ઉલટુ, માંસ-મટનની નિકાસ માટે પ્રોત્સાહન આપી રહી છે. રાજકીય વિવાદમાં દોરાઇ જવાથી સમાજનું ભલુ થવાનું નથી એમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતમાં પશુપાલકો અને માલધારીઓના પશુઓની રક્ષા માટેનું સૌથી મોટું જીવદયાનું કામ ર૭૦૦ જેટલા પશુ આરોગ્ય મેળાઓ યોજીને અને લાખો પશુઓનું રસીકરણ કર્યું છે અને ૧૧ર જેટલા પશુરોગો કાયમી ધોરણે નેસ્તનાબૂદ પણ આ સરકારે કર્યાં છે. આના પરિણામે જ ગુજરાતમાં દૂધ ઉત્પાદનમાં દશ વર્ષમાં ૬૦ ટકાનો વધારો થયો છે.
ગોચરની જમીન માટે અને તેના દબાણો દૂર કરવા સર્વોચ્ચ અદાલતે જ ફેસલો આપેલો છે, તે અંગે આ સરકારે જ હિંમતપૂર્વક તેનો અમલ કરી ૮૦ ટકા દબાણો પણ દૂર કર્યા છે. ગુજરાતમાં ઉદ્યોગોની સ્થાપના કરનારે ગૌચરની જમીનના બદલામાં વળતરરૂપે ગૌચરની જમીન ખરીદીને પણ આપવી પડે તેવો નિયમ કરેલો છે. એટલું જ નહીં, ગુજરાતમાં ઉદ્યોગો મહદ્અંશે જ્યાં ઘાસનું તણખલું પણ ઉગતુ ના હોય એવી બિનઉપજાઉ જમીનમાં સ્થપાય છે. ઉદ્યોગોની સાથોસાથ ખેતી માટે વાવેતર વિસ્તાર વધ્યો હોય એવું એકમાત્ર અપવાદરૂપ રાજ્ય પણ ગુજરાત જ છે જે આ સરકારની મહેસૂલના કાયદાઓમાં હિંમતપૂર્વક સુધારા કરીને એકેએક ઇંચ જમીનની માપણી કરવાની પ્રતિબધ્ધતામાં વ્યકત થાય છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
પશુધન માટે માલધારી સમાજ જેટલી જ ચિન્તા આ સરકારની રહી છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ માલધારી પશુપાલકોને વૈજ્ઞાનિક પશુસંવર્ધન અપનાવવા અને જે વર્ષોજૂની સમસ્યાઓ છે તેની વહીવટી ગૂંચ ઉકેલવામાં રાજ્ય સરકારના પ્રયાસોને સમજવા માર્ગદર્શન આપ્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રબારી સમાજની નવી પેઢીને શિક્ષિત બનાવવાની નેમ વ્યકત કરતા માર્મિક શબ્દોમાં એમ પણ જણાવ્યુ઼ હતું કે માલધારીઓની લાકડી છોડાવીને તેમના સંતાનોને કલમ (શિક્ષણ) હાથમાં આપવી છે! શિક્ષણ જ વિકાસનો ઉત્તમ પર્યાય છે એમ તેમણે જણાવ્યું હતું.
નર્મદાના પાણીની સુવિધા અને દુષ્કાળ જેવી કુદરતી આપત્તિથી મૂકત રહેલા ગુજરાતમાં સૌનો સાથ સૌના વિકાસમાં માલધારી સમાજ પણ જોડાય એવી અપીલ તેમણે કરી હતી.
આ પ્રતિનિધિમંડળમાં રબારી સમાજના મહંત વડવાળા મંદિરના શ્રી કનીરામ બાપુ, આગેવાન શ્રી તેજાભાઇ દેસાઇ, શ્રી રણછોડભાઇ રબારી, ધારાસભ્યશ્રી બાબુભાઇ દેસાઇએ રાજકારણથી પર રહીને મુખ્યમંત્રીશ્રીની સમાજના પ્રશ્નો ઉકેલવા માટેની તત્પરતા અને વિધેયાત્મક અભિગમને આવકારી સંતોષની લાગણી વ્યકત કરી હતી અને ખૂબજ સાનુકુળ વાતાવરણમાં પ્રશ્નો સાંભળવા માટે સમય ફાળવ્યો તે માટે આભારની લાગણી વ્યકત કરી હતી.
માનવીય સંવેદનાઓ સાથે વિશ્વની સમસ્યામઓના સમાધાન માટે ટેકનોલોજીનો વિનિયોગ જરૂરી
ગ્રામીણ વિકાસમાં ઇન્ફમર્મેશન ટેકનોલોજીનું નેટવર્ક સમગ્ર દેશમાં ગુજરાતે જ વિકસાવ્યું છે
ગ્રામ વિકાસમાં ઇન્ફ્ર્મેશન એન્ડો કોમ્યુ નિકેશન ટેકનોલોજીનો વિનિયોગ- વિષયક બે દિવસના વાર્ષિક અધિવેશનનું ઉદ્દઘાન કરતા શ્રી નરેન્દ્ર ભાઈ મોદી
મુખ્યા મંત્રી શ્રી નરેન્દ્રકભાઈ મોદીએ ગ્રામ વિકાસમાં ઇન્ફ ર્મેશન એન્ડધ કોમ્યુનનિકેશન ટેકનોલોજી વિષયક બે દિવસના અધિવેશનનું અમદાવાદમાં ઉદ્દઘાટન કરતાં ટેકનોલોજીનો પ્રભાવ સમગ્ર વિશ્વમાં સતત વધી રહ્યો છે ત્યાંરે ઇન્ફંર્મેશન ટેકનોલોજી( IT) અને એન્વા્યર્નમેન્ટન ટેકનોલોજી(ET)નું કોમ્બીેનેશન માનવીય સંવેદનાઓ સાથે વિશ્વની સમસ્યા ઓનું સમાધાન કરી શકે તે દિશામાં ટેકનોલોજીનો વિનિયોગ કરવા અનુરોધ કર્યો હતો.
ઇન્ટીે દ ટયુટ ઓફ ઇલેકટ્રોનિકસ એન્ડધ ટેલી કોમ્યુિનિકેશન્સ્ એન્જીાનીયર્સ (IETE)નું પ૪મું વાર્ષિક અધિવેશન આજથી અમદાવાદમાં બે દિવસ માટે શરૂ થયું છે. આઇ.ટી એન્ડ ટેલીકોમ્યુ્નિકેશન ક્ષેત્રના તજજ્ઞો એમાં ભાગ લઇ રહ્યા છે.
ઇન્ફતર્મેશન એન્ડઇ ટેલીકોમ્યુનનિકેશન ટેકનોલોજીના ક્ષેત્રનાં જીવનભર ઉત્તમ યોગદાન આપનાર તજજ્ઞ ઇજનેરોનું અભિવાદન કરતાં મુખ્યર મંત્રીશ્રીએ જણાવ્યુંન કે, ટેકનોલોજી અને વિજ્ઞાનના રહસ્યોતની શોધ માટે જીવન ખપાવી દેનારા દુનિયામાં માનવ સંસ્કૃએતિ વિકાસમાં પોતાનું યોગદાન અંકિત કરેલું છે. સુસંસ્કૃુત માનવસમાજના નિર્માણમાં ટેકનોલોજી અને વિજ્ઞાન દ્વારા સાતત્યલપૂર્ણ વિકાસે મહત્વંની ભૂમિકા ભજવી છે, એમ તેમણે જણાવ્યું હતું.
ર૧મી સદીમાં સૌથી શક્તિછશાળી-વિકસીત સમાજ અને રાષ્ટ્રં એ જ ગણાય છે જે ટેકનોલોજીના માધ્યંમથી વિકાસની કેટલી ઉંચાઇ ઉપર પહોંચ્યોવ છે તેનો માપદંડ બની ગયો છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યુંથ કે, ટેકનોલોજીનો ઉપયોગી ભારત જેવા દેશમાં ‘‘સાયન્સે યુનિવર્સલ એન્ડે ટેકનોલોજી ઇઝ લોકલ''નો સિદ્ધાંત ધ્યાોનમાં લેવો પડશે. ભારત કૃષિપ્રધાન ગ્રામ વિકાસનો દેશ છે ત્યાોરે ઉપલબ્ધ ટેકનોલોજીનું જ્ઞાન ગામડા સુધી, ગરીબ ઘર સુધી કેવી રીતે પહોંચે અને તેના જીવનમાં ગુણાત્મેક પરિવર્તનની અનુભૂતિ કરાવે તે જ મહત્વાનું છે, એમ તેમણે જણાવ્યુંો હતું.
મુખ્યા મંત્રીશ્રીએ ગુજરાતમાં ટેકનોલોજી દ્વારા ગ્રામીણ અર્થતંત્ર, કૃષિ વિકાસ અને સામાજિક માળખાકીય વિકાસ સુવિધાના ક્ષેત્રોમાં કેવો બદલાવ આવ્યોા છે તેના દ્રષ્ટાંબતો આપતાં જણાવ્યું કે, ટેલીમેડીસીન ટેકનોલોજીનો ઉપયોગ અને સોઇલ હેલ્થ કાર્ડ જેવી ટેકનોલોજીની જાણકારીથી કિસાન અને ગ્રામસમાજ સુપેરે પરિચિત થયેલો છે. કૃષિ ક્ષેત્રે ગુજરાતનો વિકાસ દર લગાતાર દશ વર્ષ સુધી ૧૧ ટકા રહ્યો છે તેનું શ્રેય કૃષિ ટેકનોલોજીની સફળતાને તેમણે આપ્યુંર હતું.
શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ પશુઆરોગ્યશ મેળાઓમાં ટેકનોલોજીથી પશુઓના મોતિયાના ઓપરેશનો અને દંતચિકિત્સાુના પ્રયોગો સફળ રહ્યા છે એનાથી ગુજરાતની દૂધ ઉત્પા દન ક્ષમતામાં ૬૦ ટકા વૃદ્ધિ થઇ છે અને ૧૧૨ જેટલા પશુરોગો નાબૂદ થઇ ગયા છે તેમ જણાવ્યું હતું.
ગુજરાતમાં બધી જ ગ્રામ પંચાયતોમાં આઇ.ટી. બ્રોડબેન્ડા કનેકટીવીટીની સુવિધા ઉપલબ્ધદ છે અને સમગ્ર ભારતમાં આ પ્રકારનું ગ્રામીણ વિકાસમાં ઇન્ફનર્મેશન ટેકનોલોજીનું નેટવર્ક ગુજરાતે જ વિકસાવ્યુંમ છે તેની ભૂમિકા આપી મુખ્યન મંત્રીશ્રીએ જણાવ્યું કે, મોબાઇલ ટેકનોલોજીના કોમ્યુ્નિકેશનથી ગુજરાતે ગ્રામીણ ક્ષેત્રમાં આપત્તિ વ્યશવસ્થાાપનને સુચારૂ સ્વ રૂપે સુગ્રથિત કરી છે. એ જ રીતે ગુજરાતમાં ૧૦૮ ઇમરજન્સીી એમ્યુત્તિલન્સે સર્વિસ સાથે કોમ્યુવનિકેશન ટેકનોલોજીનું જોડાણ પણ માનવીય સંવેદનાને અનુલક્ષીને વિકસાવ્યુંી છે, એમ જણાવી ૧૦૮ ઇમરજન્સીમ એમ્યુકેશનલન્સશ સર્વિસ ૧૩ મિનિટમાં ભોગ બનનારાને મદદ માટે પહોંચી જાય છે તેની જાણકારી આપી હતી.
ટેકનોલોજી દ્વારા જનસેવા અને પારદર્શિતાનો ઉત્તમ વિનિયોગ ગુજરાતે કર્યો છે, એમ જણાવતાં મુખ્યલ મંત્રીશ્રીએ ગુજરાત અને મહારાષ્ટ્રવની સરહદે આર.ટી.ઓ. ચેકપોસ્ટસની આવકમાં પ અબજ રૂપિયાનો તફાવત એટલા માટે છે કે, ગુજરાતે આર.ટી.ઓ. સાથે આઇટી1જરાવર્ક જોડી દીધું છે. ગુજરાતે શિક્ષકોની ભરતી માટેની પારદર્શિતા માટે ઓનલાઇન ટેકનોલોજી સર્વિસનો વિનિયોગ કર્યો છે, એમ તેમણે જણાવ્યુંદ હતું.
આઇ.ઇ.ટી.ઇ.ના અધ્યંક્ષ શ્રી આર. કે. ગુપ્તાએ ગુજરાતને દેશના સૌથી વધુ પ્રગતિશીલ રાજ્યન તરીકે ઓળખાવી જણાવ્યુંી હતું કે, કૃષિ, ઉદ્યોગ, શિક્ષણ, આરોગ્યે અને જાહેર માર્ગ ક્ષેત્રે ગુજરાતે જે વિકાસ કર્યો છે તેના કારણે દેશમાં ગુજરાતે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. તેમણે જણાવ્યુંપ હતું કે, આ સાર્વત્રિક વિકાસના કારણે આજે ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસનું વાતાવરણ બન્યું છે. ગુજરાતમાં એના કારણે જ વ્યાવવસાયિક પ્રવૃત્તિ વધી છે.
ર્ડા. આર. આર. નવલકુંડે જણાવ્યુંા હતું કે, દેશનો આત્મા ગામડાં છે, ગામડાના વિકાસ વિના દેશનો વિકાસ ન જ થઇ શકે. એટલે જ દેશની સમૃદ્ધિ માટે ગામડાની સમૃદ્ધિ જરૂરી છે. બદલાતા સમયના કારણે આ સમૃદ્ધિમાં ટેકનોલોજીની ખૂબ મોટી ભૂમિકા છે.
આ કાર્યક્રમ અંતર્ગત ર્ડા. આર. કે. ગુપ્તા, પ્રખર શિક્ષણશાષા ડી. પી. અગ્રાવત, કે. કે. અગ્રવાલ, વૈજ્ઞાનિક એસ.એસ. અગ્રવાલ, વૈજ્ઞાનિક, કેરાલા યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેડલર એ. ભાસ્કારનારાયણ વગેરેને વિવિધ ફેલોશિપ, એવોર્ડથી મુખ્યપ મંત્રીશ્રીના હસ્તેટ સન્માચનિત કરાયા હતા.
આ પ્રસંગે આઇ.ઇ.ટી.ઇ.ના બેસ્ટએ સેન્ટ્ર તરીકે અમદાવાદને પ્રથમ તથા ગૌહાટીને દ્વિતીય ક્રમે જાહેર કરીને મુખ્યા મંત્રીશ્રીના હસ્તે. એવોર્ડ એનાયત કરાયો હતો. જયારે બેસ્ટપ સબ સેન્ટદર એવોર્ડ ઇમ્ફા લને પ્રથમ ક્રમ માટે જયારે રાજકોટને બીજા ક્રમ માટે એનાયત કરાયો હતો. રામલાલ વાઘવા એવોર્ડ સી.એસ.આઇ.ઓ., ચંદીગઢના નિયામક ર્ડા. પવન કપૂરને એનાયત કરાયો હતો.
આ પ્રસંગે ઇન્ફ્ર્મેશન એન્ડઓ ટેકનોલોજી, ઇજનેરી ક્ષેત્રે કાર્યરત વૈજ્ઞાનિકો, ગ્રામ વિકાસ સાથે સંકળાયેલ સંસ્થાઇઓ, મહાનુભાવો વગેરે મોટી સંખ્યાામાં ઉપસ્થિ્ત રહ્યા હતા.
સિવિલ કેમ્પસસમાં સ્વાચ્છતા અંગેની કામગીરી સઘન રીતે કરવા તાકીદ
અમદાવાદઃ શનિવારઃ આરોગ્યા મંત્રી શ્રી જયનારાયણ વ્યાકસે આજે સિવિલ હોસ્પિાટલ સંકુલની તાત્કાદલિક મુલાકાત લીધી હતી અને સ્વ્ચ્છયતા સંદર્ભે ઉભા થયેલા પ્રશ્નો અંગે સિવિલ હોસ્પિતટલના અધિકારીઓ સાથે બેઠક યોજીને આ કામગીરી સઘન રીતે અને યુદ્ધના ધોરણે ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરી હતી.
આરોગ્યક મંત્રીશ્રી સાથે કાયદા મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા પણ ઉપસ્થિ્ત રહ્યા હતા. મંત્રીશ્રીઓએ સમગ્ર કેમ્પતસનું જાત નિરીક્ષણ કર્યું હતું તથા સિવિલ હોસ્પિણટલના કેમ્પરસમાં ડ્રેનેજ લાઇનના ચોકીંગ અને મચ્છમર નાબૂદી માટે પણ અમદાવાદ મહાનગરપાલિકાના સહયોગથી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવે તેમ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ કેમ્પાસમાં દર્દીઓની અને ડોક્ટજર તથા મુલાકાતીઓની સલામતી માટે અમદાવાદ મ્યુેનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ અધિકારી શ્રી સાચાની ઓફિસર ઓન સ્પે શિયલ ડયુટી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
અમદાવાદ
૨૭ સપ્ટેમ્બરથી બદલાઈ જશે એસએમએસની દુનિયા
નવા નિયમ : ગ્રાહકો માટે
૧. જો આપ ‘ડુ નોટ ડિસ્ટર્બ લિસ્ટ’ (ડીએનડી)માં રજિસ્ટર્ડ છો તો આપને પ્રમોશનલ એસએમએસ નહીં મોકલાય.
મહત્વ : ગ્રાહકોને અનિચ્છિત એસએમએસમાંથી મુક્તિ માટે જોગવાઈ કરાઈ છે. તેના ઉલ્લંઘનની પહેલી ફરિયાદમાં ગ્રાહકને રૂપિયા ૨૫ હજારનું વળતર મળશે. આ રકમ દર ફરિયાદે વધતી જશે અને રૂપિયા ૨.૫ લાખ સુધી પણ પહોંચી શકશે. આ રકમ ટેલિમાર્કેટિંગ કંપનીએ ચૂકવવાની રહેશે.
૨. એક દિવસમાં સોથી વધારે એસએમએસ નહીં મોકલી શકાય.
નવા નિયમો: ટેલિમાર્કેટિંગ કંપની માટે
૧ .અઠવાડિયામાં બે વખત અપડેટેડ ડીએનડી લિસ્ટ ડાઉનલોડ કરવાનું રહેશે.
મહત્વ : ટેલિમાર્કેટિંગ કંપનીઓએ દર મંગળવાર અને શુક્રવારે ડીએનડીમાં રજિસ્ટ્રેશન કરાવનાર ગ્રાહકોનું લિસ્ટ ડાઉનલોડ કરવું પડશે જેથી તેમને એસએમએસ ન મોકલે.
૨. સવારે નવથી રાત્રે નવ દરમિયાન જ પ્રમોશનલ એસએમએસ મોકલી શકાશે.
મહત્વ : ટેલિમાર્કેટિંગ કંપનીઓ રાત્રે એસએમએસ મોકલવાનું વધુ બહેતર માને છે કારણ કે ત્યારે મોબાઈલ નેટવર્ક બહેતર કામ કરે છે. પરંતુ તેનાથી એસએમએસ મેળવનાર પરેશાન થઈ જાય છે.
ડીએનડીનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું?
૧. જેમને પ્રમોશનલ એસએમએસ નથી જોઈતા-
મોબાઈલ કંપનીના કોલ સેન્ટર નંબર ૧૯૦૯ પર અંગ્રેજીમાં ‘સ્ટાર્ટ ડીએનડી’ લખી એસએમએસ કરો. રજિસ્ટ્રેશનના ૪૫ દિવસમાં પ્રમોશનલ એસએમએસ બંધ થઈ જશે.
૨. જેઓ ચોક્કસ ક્ષેત્રના એસએમએસ ઈચ્છે છે -
કોલ સેન્ટરના નંબર ૧૯૦૯ પર ફોન કરી સાતમાંથી કોઈપણ શ્રેણી પસંદ કરી શકે છે.
ટેલિમાર્કેટિંગની સાત શ્રેણીઓ :
૧. બેકિંગ અને ફાઈનાન્સ, ૨. રિઅલ એસ્ટેટ, ૩. એજ્યુકેશન, ૪. હેલ્થ, ૫. કન્Íયુમર ગુડ્સ, ૬. આઈટી અને એન્ટરટેઈનમેન્ટ, ૭. ટુરિઝમ અને ટ્રાવેલ્સ
તેમને સંબંધિત શ્રેણીના મેસેજ મળવા લાગશે.
ફરિયાદ કેવી રીતે કરવી :
ડીએનડી રજિસ્ટ્રેશનના ૪૫ દિવસ પછી પણ જો પ્રમોશનલ એસએમએસ અથવા કોલ આવે તો, પોતાના મોબાઈલ સર્વિસ પ્રોવાઈડરને ફરિયાદ કરી શકો છો., ફરિયાદમાં આવનાર કોલનો નંબર, સમય અને વિવરણ અનિવાર્યપણે આપવું પડશે., જો એસએમએસમાં નંબર જોવા ન મળે તો, તેના કોડ અને વિષયનું વિવરણ આપવું પડશે., ફરિયાદ કર્યા બાદ ફરિયાદ નંબર અવશ્ય લઈ લેવો.
કાર્યવાહી કેવી રીતે થશે:
જો ફરિયાદ સર્વિસ પ્રોવાઈડરને સંબંધિત ટેલિમાર્કેટિંગ કંપની સામે હશે તો કાર્યવાહીની જાણકારી ૨૮ દિવસમાં આપવાની રહેશે, જો ટેલિમાર્કેટિંગ કંપની અન્ય સર્વિસ પ્રોવાઈડર સાથે સંકળાયેલી હશે તો કાર્યવાહીની જાણકારી ૩૫ દિવસમાં આપવાની રહેશે.
શુક્રવાર, 23 સપ્ટેમ્બર, 2011
ગુરુવાર, 22 સપ્ટેમ્બર, 2011
::: આજ ના સુવિચારો :::
(૨) વ્યક્તિએ શાંતિ અને સુખ મેળવવા માટે પોતાના વિચાર
મુજબની અભિવ્યક્તિ અને તે મુજબનું જ કાર્ય કરવું જોઈએ.
(૩) સમાધાન એ એક સરસ છત્રીરૂપ જરૂર બની શકે છે પણ
એ કદી છત બની શકતી નથી.
(૪) સદગુણ એકમાત્ર એવું રોકાણ છે જેમાં ક્યારેય નુકસાન થતું નથી.
(૫) પરિવારમાં જો પરસ્પર પ્રેમ, વિશ્વાસ અને સમર્પણ હોય
તો સૌનાં જીવન સ્વર્ગ સમાન બની જાય છે.
(૬) આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે- જે કામથી તમે
ડરો છો તે જ કરો.
(૭) જે કામ ઉપાયથી થઈ શકે છે, તે પરાક્રમથી થઈ શકતું નથી.
(૮) અપવિત્ર કલ્પના પણ એટલી જ ખરાબ હોય છે, જેટલું અપવિત્ર કર્મ.
(૯) જે દ્રઢનિશ્ચયી છે, તે દુનિયાને પોતાના બીબામાં ઢાળી શકે છે.
(૧૦) કોઈ પણ શ્રેષ્ઠ કામ આપમેળે જન્મતું નથી, તેણે વિચારોના
ખોળામાં ખૂંદવું પડે છે.
(૧૧) દેવું એક એવું મહેમાન છે જે એક વખત આવ્યા પછી જવાનું
નામ નથી લેતું.












