અનુયાયીઓ

રવિવાર, 30 ઑક્ટોબર, 2011

એટીએમ કાર્ડ ખોવાઇ જાય તો બેંકને માત્ર SMS કરવાથી બ્લોક કરી શકાશે



વડોદરા,:  બેંકોમાં ગ્રાહક સેવાઓ વધારવા માટે દામોદરન કમિટીએ સૂચવેલી ભલામણોનો અમલ કરવાની રિઝર્વ બેંકે જાહેરાત કરી છે. તેના પગલે હવે જો કોઇ ખાતેદારનુ એટીએમ કાર્ડ ગુમ થઇ જાય તો તેણે મોબાઇલ પરથી એક એસએમએસ કરીને બેંકને એલર્ટ કરી કાર્ડ બ્લોક કરાવી શકશે. જ્યારે બેંકના ખાતેદારને હાલમાં થાપણ પર રૂ.૧ લાખ સુધીનું વીમા કવચ મળતુ હતુ. તેમાં વધારો થઇને રૂ.૫ લાખ સુધીનું કવચ મળશે. આ ભલામણોના અમલ માટે ટૂંક સમયમાં જ આઇબીએ દ્વારા વિધિવત રીતે જાહેરાત કરાશે, તેમ બેંકિગ સૂત્રોએ જણાવ્યુ છે. રિઝર્વ બેંકના ગવર્નરે કરેલી જાહેરાત મુજબ ટૂંક સમયમાં જ ઇન્ડિયન બેંકસ એસોસિએશન (આઇબીએ) દ્વારા દામોદરન કમિટીની ભલામણોના અમલ માટે વિધિવત નિર્ણય લેવામાં આવશે. એટીએમ કાર્ડ ચોરાઇ જાય તો વર્તમાન પધ્ધતિ મુજબ ખાતા નંબર અને બેંકના સંબંધિત અધિકારીનો સંપર્ક સાધવામાં જ સમય જતો હોય છે. આ સમયમાં જ કૌભાંડીઓ ઘણી વખત એટીએમ કાર્ડનો દુરૂપયોગ કરીને નાણાં ઉપાડી લેતા હોય છે. પણ દામોદરન કમિટીની ભલામણ મુજબ બેંક દ્વારા ગ્રાહકને અપાયેલા નંબર પર માત્ર એસએમએસ કરવાનો અને તેમાં પણ માત્ર’ બ્લોક ‘ લખાતા જ ગ્રાહકનું એટીએમ કાર્ડ બ્લોક કરી દેવામાં આવશે. જ્યારે ગ્રાહક સેવા માટે પણ દરેક બેંકો માટે એક જ ટોલ ફ્રી નંબર જાહેર કરવાનો રહેશે. જે નંબર ખાતેદાર ડાયલ કરે ત્યાર બાદ ખાતેદાર જે બેંકની સેવાની વાત કરતો હોય તે બેંકના પ્રતિનિધિની સાથે વાત કરાવાશે. ટોલ ફ્રી નંબરના પગલે પણ ઘણા ખાતેદારોની સમસ્યાઓનો ઝડપી નિકાલ થશે.બેંકો દ્વારા થર્ડ પાર્ટી કોમન સિંગલ નોયોર કસ્ટમર ડેટા બેંક પણ તૈયાર કરાશે. જેથી અલગ અલગ રીતે પોતાની માહિતી અલગ અલગ બેંકોને આપનારા કૌભાંડીઓ પણ ઝડપાઇ જશે. કેવાયસી ડેટા બેંક હોવાથી ઝડપથી દેશભરમાં બેંક અધિકારીઓ જરૂરી નિર્ણય લઇ શકશે.જ્યારે પેન્શનરો માટે પણ એવી ભલામણ કરવામાં આવી છે કે, જો પેન્શનરો પોતાની હયાતીનું પ્રમાણપત્ર રજૂ કરે તેની સાથે જ  બેંકની કોર બેંકિંગ સુવિધા ધરાવતી કોઇ પણ બ્રાન્ચમાં સિનિયર સિટીજન તરીકેની નવી માહિતી ઉમેરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, બેંકોમાં ગ્રાહક સેવાને વધુ મજબૂત બનાવવા માટે ગત વર્ષે રિઝર્વ બેંકે એમ.દામોદરન વડપણ હેઠળની એક કમિટીની રચના કરી હતી. આ કમિટીએ તેનો અહેવાલ તાજેતરમાં જ રિઝર્વ બેંકને રજૂ કર્યો હતો.
 Reply
 Reply to all
 Forward

નીરા રાડિયાએ પીઆર કન્સલ્ટન્સી વ્યવસાય છોડ્યો

નીરા રાડિયાએ પીઆર કન્સલ્ટન્સી વ્યવસાય છોડ્યો: ટાટા ગ્રૃપ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવા દિગ્ગજ કોર્પોરેટ ગ્રાહકો માટે પીઆર કન્સલ્ટેન્સી આપનારી કંપની વૈષ્ણવી ગ્રૃપની નીરા...

સુદર્શન અને મૌલાના કલ્બે સાદિક વચ્ચે મુલાકાત

સુદર્શન અને મૌલાના કલ્બે સાદિક વચ્ચે મુલાકાત: ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના ભૂતપૂર્વ સરસંઘ ચાલક...

આંધ્ર પ્રદેશમાં 3 કોંગ્રેસી ધારાસભ્યોએ પાર્ટી છોડી

આંધ્ર પ્રદેશમાં 3 કોંગ્રેસી ધારાસભ્યોએ પાર્ટી છોડી: આંધ્ર પ્રદેશમાં સત્તાધારી કોંગ્રેસના તેલંગણા ક્ષેત્રના 3 ધારાસભ્યોએ રવિવારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું. ત્રણેયે તેલંગણા રાષ્ટ્ર સમિતિ...

ક્વીન્સ બેટન મામલે CBI આશિષ પટેલને આરોપી બનાવશે

ક્વીન્સ બેટન મામલે CBI આશિષ પટેલને આરોપી બનાવશે: સ્કોટલેન્ડ યાર્ડથી મળેલા પુરાવાના આધારે સીબીઆઈ એએમ ફિલ્મ્સ એન્ડ એએમ વેન્સના માલિક આશિષ પટેલને કોમનવેલ્થ ગેમ્સ...

શુંગલૂ કમિટિ દ્વારા CAG, CVCમાં પરિવર્તનની ભલામણ

શુંગલૂ કમિટિ દ્વારા CAG, CVCમાં પરિવર્તનની ભલામણ: કન્ટ્રોલર જનરલ ઑફ એકાઉન્ટ્સ (કેગ)ના કેટલાક રિપોર્ટોને લઈને પેદા થયેલા વિવાદ વચ્ચે કોમનવેલ્થ ગેમ્સ પરિયોજનાઓના સંબંધમાં...

દેશના દરેક જિલ્લામાં બે-બે શાળાઓ ખોલશે અઝીમ પ્રેમજી, જ્યાં અપાશે મફત શિક્ષણ

દેશના દરેક જિલ્લામાં બે-બે શાળાઓ ખોલશે અઝીમ પ્રેમજી, જ્યાં અપાશે મફત શિક્ષણ: અઝીમ પ્રેમજી ફાઉન્ડેશને દેશની શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન આણવાનું બીડું ઝડપ્યું છે. ફાઉન્ડેશનની દેશભરમાં 1300 શાળાઓ ખોલવાની યોજના છે. આ પ્રકારે દરેક જિલ્લા

રાલેગણ : ટીમ અણ્ણાની બેઠક જારી

રાલેગણ : ટીમ અણ્ણાની બેઠક જારી: રાલેગણ સિદ્ધિમાં વરિષ્ઠ સમાજસેવી અણ્ણા એન્ડ ટીમની બેઠક ચાલી રહી છે. બેઠકમાં ટીમ અણ્ણા પર થઇ રહેલા હુમલા સામે પહોંચી વળવા અંગેની રણનીતિ પર ચર્ચા વિચારણા ચાલી રહી છે.

કઠોર મહેનત

કઠોર મહેનત 

RSS મુદ્દે દિગ્ગીનો ફરી અણ્ણા પર વાર : કહ્યું, હઝારે કરતા રામદેવ વધુ ઈમાનદાર

RSS મુદ્દે દિગ્ગીનો ફરી અણ્ણા પર વાર : કહ્યું, હઝારે કરતા રામદેવ વધુ ઈમાનદાર: યોગગુરુ બાબા રામદેવને દરેક તબક્કે અપ્રામાણિક ગણાવવાના પ્રયાસો કરનારા કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજયસિંહ આજકાલ તેમની પ્રામાણિકતાની પ્રશંસા કરતા ફરી રહ્યા છે.

સુંદર રંગોળી

સુંદર રંગોળી

અમરસિંહને હોસ્પિટલમાંથી રજા મળી

અમરસિંહને હોસ્પિટલમાંથી રજા મળી: સમાજવાદી પાર્ટીના પૂર્વ મહાસચિવ અને રાજ્યસભાના સબ્ય અમરસિંહને રવિવારે દિલ્હીના અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન(એમ્સ)માંથી રજા આપી દેવામાં આવી. કેશ ફોર વોટ

પ્રોસેસ હાઊસ સંચાલકોના પાપે જેતપુરનો સાદી ઉદ્યોગ ભૂતકાળ બનવાના આરે ?


પ્રોસેસ હાઊસ સંચાલકોના પાપે જેતપુરનો સાડી ઉદ્યોગ ભૂતકાળ બનવાના આરે ?  

ITને ચૂકવવાની રકમ માટે મિત્ર પાસેથી લોન લેશે કેજરીવાલ

ITને ચૂકવવાની રકમ માટે મિત્ર પાસેથી લોન લેશે કેજરીવાલ: ટીમ અણ્ણાના મહત્વના સભ્ય એવા અરવિંદ કેજરીવાલે ઇનકમટેક્સ ડિપાર્ટમેન્ટને ચૂકવવાના નાણા માટે લોન લેવાનો નિર્ણય કર્યો છે. ભારતીય રાજસ્વ સેવા (IRS)ના અધિકારી રહી ચૂકેલા કેજરીવા

શુક્રવાર, 21 ઑક્ટોબર, 2011

મુખ્યમંત્રીશ્રી ઉપર ફ્રાન્સના સન્નારી ચેન્ટાલ આડીન્વેનો પુસ્તક લખી રહ્યાં છે સદભાવના મિશનમાં ઉપસ્થિત રહીને અનુભવ લીધો



મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની કાર્યશૈલી-જાહેરજીવન અંગે સને ૨૦૧૨ સુધીમાં સ્વરચિત પુસ્તકનું ફ્રેન્ચ ભાષામાં પ્રકાશન કરવા કટિબધ્ધ ફ્રાન્સના સન્નારી સુશ્રી ચેન્ટાલ આન્ડીવેનો નવસારીના સદભાવના મિશનનો અનુભવ મેળવીને ખૂબ જ પ્રસન્ન થયાં હતાં.રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિકાસની સાથે પ્રેમ, ભાઇચારો, એકતા અને સદ્‍ભાવના માટે ઉપવાસની સાધના કરે તે જાણીને તેમણે આનંદની લાગણી વ્યકત કરી હતી.
ખાસ ઉલ્લેખનીય વાત એ છે કે સુશ્રી ચેન્ટાલ ભારતીય સંસ્કૃતિથી ધણાં પ્રભાવિત છે. તેઓ વૈદિક સંસ્કૃતિના પુરસ્કર્તા આર્ય સમાજના ગાઢ સંપર્કમાં છે. અને તેમનું ભારતીય નામકરણ શકુન્તલા કરવામાં આવ્યું છે. જેનો તેઓ હંમેશા પોતાના મૂળ નામની સાથે સગર્વ ઉલ્લેખ કરે છે.
સુશ્રી ચેન્ટાલ ઉર્ફે શકુન્તલાની સદભાવના મિશનની મુલાકાતનો વિશેષ આશય જાહેર જીવનમાં પ્રવૃત્ત મુખ્યમંત્રીશ્રીને નિકટથી નિહાળવાનો છે. આ અગાઉ તેમણે મુખ્યમંત્રીશ્રીના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો અનુભવ મેળવ્યો છે. તેમણે સંખ્યાબંધ વાર ગુજરાતની મુલાકાત લીધી છે.
નવસારીના જિલ્લા કલેકટર સંધ્યા ભુલ્લરે આ વિદેશી અતિથિને મંડપમાં ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો. સુશ્રી ચેન્ટાલે ગઇકાલે રાજ્યના વરિષ્ઠ મંત્રીશ્રી મંગુભાઇ પટેલ અને સાંસદ ભરતસિંહ પરમાર સાથે સંવાદ કર્યો હતો. તેમણે ડૉ. સુષ્મા અગ્રવાલ સાથે વિકાસશીલ ગુજરાત પ્રદર્શન નિહાળ્યું હતું તથા યાદગીરી માટે તસવીરો પાડી હતી. સદભાવના મિશનના મુખ્યમંચ પર ભારત માતાની તસવીર નિહાળી અને એક ગોડેસ દેવી સ્વરૂપે રાષ્ટ્રને કલ્પીને તેનું પૂજન કરવાની ભાવના અંગે જાણકારી મેળવીને આનંદની લાગણી વ્યકત કરી હતી.
ભારતીય કુટુંબ જીવનની ઉષ્માપૂર્તતાનો અનુભવ કરાવવા સુશ્રી ચેન્ટાલને રોટરી કલબના ડિસ્ટ્રીકટ ગવર્નર અને નવસારીના અગ્રણી ઉઘોગપતિ રોટેરીયન દિનેશસિંહ ઠાકુરના ધેર ઉતારો આપવામાં આવ્યો હતો. શ્રી દિનેશભાઇ અને તેમના ધર્મપત્ની વિણાબેનનું ઉષ્માભર્યું આતિથ્ય માણીને સુશ્રી ચેન્ટાલ ખૂબ જ અભિભૂત થયાં હતા. ભારતીય પરિવારોમાં મહેમાનનું આગમન આનંદનો પ્રસંગ ગણાવાય છે અને યજમાન પરિવાર મહેમાનને દખલરૂપ ન ગણતા, અતિથિ દેવો ભવની ભાવનાની સત્કાર કરે છે તે જાણીને તેઓએ સાનંદાર્યની લાગણી અનુભવી હતી. ઠાકુર દંપતિએ તેમને સમય ફાળવીને નવસારી અને અખંડ હરિયાળી ધરાવતા દક્ષિણ ગુજરાતની મુલાકાત લેવા અને મહેમાન બનવા ઇજન પાઠવ્યું હતું.

રાજયના પોલીસદળમાં ટૂ઼ંક સમયમાં થનાર મોટાપાયે ભરતી પી.એસ.આઇ અને કોન્સ્ટેબલની અંદાજે ૮૬૦૦ જેટલી જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણુંક અપાશે


રાજયના પોલીસદળમાં ટૂ઼ંક સમયમાં થનાર મોટાપાયે ભરતી
પી.એસ.આઇ અને કોન્સ્ટેબલની અંદાજે ૮૬૦૦ જેટલી જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણુંક અપાશે
રાજ્યના પોલીસદળને મજબૂત બનાવવા માટે ટૂંક સમયમાં મોટાપાયે ભરતી કરવામાં આવનાર છે. જેમાં પી.એસ.આઇ. અને કોન્સ્ટેબલની અંદાજે ૮૬૦૦ જેટલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે એમ ગૃહ વિભાગની યાદીમાં જણાવાયું છે.
ભરતી કાર્યક્રમમાં પી.એસ.આઇ. કક્ષામાં અનાર્મ્ડ, એસ.આર.પી.એફ. અને ઇન્ટેલીજન્સ ઓફિસર તરીકે જ્યારે કોન્સ્ટેબલ દરજ્જાની આર્મ્ડ, અનાર્મ્ડ, મહિલા, એસ.આર.પી.એફ. બેન્ડ, ધોડેસ્વાર, સ્વાનદળ અને ઊંટદળ જેવી વિવિધ કક્ષામાં ભરતી કરવામાં આવશે.
ઉપરોક્ત જગ્યાઓ માટે સૌ પ્રથમ શારીરિક કસોટી યોજવામાં આવશે. આ કસોટી પાસ કરનાર ઉમેદવારોને જ લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. કોન્સ્ટેબલ સંવર્ગની જગ્યા માટેની લેખિત પરીક્ષાનું એક પેપર રહેશે. જ્યારે પી.એસ.આઇ. સંવર્ગની જગ્યાઓ માટેની લેખિત પરીક્ષા માટે કુલ ચાર પેપર તેમજ પ૦ ગુણનું ઇન્ટરવ્યુ રહેશે.
ભરતી માટે શારીરિક કસોટીનાં ધોરણો નીચે મુજબ રહેશે. જેમાં પુરૂષ ઉમેદવાર માટે ઊંચાઇ ૧૬ર થી ૧૬પ સે.મી., છાતી ફુલાવ્યા વગરની અને ફુલાવેલી અનુક્રમે ૭૯ સે.મી. અને ૮૪ સે.મી., ૮૦૦ મીટર દોડ ૩ મીનીટ ૧૦ સેકન્ડમાં તેમજ પાંચ કિલોમીટરની દોડ રપ મીનીટમાં પૂરી કરવાની રહેશે.
જ્યારે મહિલા ઉમેદવાર માટે ઊંચાઇ ૧પ૮થી ૧૬૦ સે.મી., વજન ૪૦ કિલોગ્રામ અને ૧૬૦૦ મીટરની દોડ ૯ મીનીટમાં પૂરી કરવાની રહેશે. ઉમેદવાર જો એક્સ સર્વિસમેન હશે તો તેણે ર૪૦૦ મીટરની દોડ ૧ર મીનીટ ૩૦ સેકન્ડમાં પૂરી કરવાની રહેશે.
કોન્સ્ટેબલ સંવર્ગની જગ્યા માટેની લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રમાં સામાન્યજ્ઞાન, વર્તમાન પ્રવાહો, મનોવિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર, વિજ્ઞાન તેમજ ભારતનું બંધારણ, ઇન્ડિયન પીનલકોર્ડ, સી.આર.પી.સી. અને ભારતીય પુરાવા, કાયદાને લગતા પ્રાથમિક પ્રશ્નો આવરી લેવાશે.
જ્યારે પોલીસ સબ ઇન્સ્પેકટર કક્ષાની અલગ અલગ જગ્યાઓ માટેના ચાર પ્રશ્નોપત્રોમાં ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા, સામાન્ય જ્ઞાન(વર્તમાનપ્રવાહો અને મનોવૈજ્ઞાનિક બાબતો) અને કાયદાકીય બાબતોને લગતા પ્રશ્નપત્રો રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રક્ષાશક્તિ યુનિવર્સિટી દ્વારા અપાતા ડિગ્રી, ડિપ્લોમામાં જે ઉમેદવારોએ ડિગ્રી મેળવી હશે જેમાં કોન્સ્ટેબલની ભરતી માટે ડીસ્ટીકશન વર્ગને ૦પ ગુણ, પ્રથમવર્ગને ૦૪ ગુણ, બીજા વર્ગને ૦૩ ગુણ તથા પાસ વર્ગને ૦ર ગુણ વધારાના મળશે. એજ રીતે પી.એસ.આઇ. માટે ડીસ્ટીકશનમાં ૧પ ગુણ, પ્રથમ વર્ગમાં ૧ર ગુણ, બીજા વર્ગમાં ૦૯ ગુણ તેમજ પાસવર્ગમાં ૦પ ગુણ મળવા પાત્ર થશે.


મુખ્યમંત્રીશ્રીનો સ્તુત્ય નિર્ણય ગંભીર ગુના સિવાયના ૬૦ વર્ષથી ઉપરના કેદીઓને દિવાળી ઉજવવા પેરોલ અપાશેઃ દિલીપ સંધાણી


મુખ્યમંત્રીશ્રીનો સ્તુત્ય નિર્ણય
ગંભીર ગુના સિવાયના ૬૦ વર્ષથી ઉપરના કેદીઓને દિવાળી ઉજવવા પેરોલ અપાશેઃ દિલીપ સંધાણી
ગાંધીનગરઃ ગુરૂવારઃ જેલ સુધારણા અને કેદીઓની કલ્યાણ પ્રવૃત્ત્િાના ભાગ રૂપે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજયની વિવિધ જેલોમાં સજા ભોગવતા કેદીઓને દિવાળીનો તહેવાર પરિવારજનો સાથે ઉજવી શકે તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેલોમાં સજા ભોગવતા ગંભીર ગુના સિવાયના ૬૦ વર્ષથી ઉપરના કેદીઓને દિવાળી ઉજવવા માટે ધનતેરસના દિવસથી પંદર દિવસના પેરોલ અપાશે એમ જેલ મંત્રીશ્રી દિલીપ સંધાણીએ જણાવ્યું છે.
મંત્રીશ્રી સંધાણીએ ઉર્મેયું કે, મુખ્યમંત્રીશ્રીએ માનવીય અભગિમ દાખવીને કેટલીક શરતો સાથે પેરોલ આપવાનો નિર્ણય કર્યો છે. ૬૦ વર્ષથી ઉપરની વયના પુરુષ કેદીઓ તેઓના કુટુંબ સાથે દિવાળી ઉજવી શકે તે માટે રાજયની જેલોમાં સજા ભોગવી રહેલા અને પાત્રતા ધરાવતા તમામ મહિલા કેદીઓને પણ નિયમોનુસાર યોગ્ય શરતો તેમજ જામીન લઇને પેરોલ મંજૂર કરવાનો રાજય સરકારે 

સદ્‍ભાવના મિશન જિલ્લા અભિયાનઃ નવસારી સૌનો સાથ, સૌનો વિકાસ પ્રદર્શન ખુલ્લુ મૂક્તા મુખ્યમંત્રીઃ


સદ્‍ભાવના મિશન
જિલ્લા અભિયાનઃ નવસારી
સૌનો સાથ, સૌનો વિકાસ પ્રદર્શન ખુલ્લુ મૂક્તા મુખ્યમંત્રીઃ
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સદ્‍ભાવના મિશન જિલ્લા અભિયાનનાં નવસારીનાં કાર્યક્રમપૂર્વે ગુજરાત સરકારની પંચશક્તિ આધારિત સૌનો સાથ, સૌનો વિકાસ પ્રદર્શનને ખુલ્લું મુક્ી તેને રસપૂર્વક નિહાળ્યું હતું. તેમજ ગુજરાતની વિકાસગાથાઓ પ્રગટ કરતી પુસ્તિકાઓ તેમજ મુખ્યમંત્રીશ્રીની કાર્યશૈલી તેમજ જીવનશૈલીને પ્રતિબિંબિત કરતી વિવિધ લેખકો દ્વારા લખાયેલી પુસ્તિકાઓનાં પુસ્તક પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી.
માહિતી વિભાગ દ્વારા છેલ્લા દાયકામાં જળશક્તિ, ઊર્જાશક્તિ, જ્ઞાનશક્તિ, રક્ષાશક્તિ ક્ષેત્રે વિવિધ સરકારી વિભાગો દ્વારા હાંસલ કરવામાં આવેલા ઉચ્ચત્તમ લક્ષ્યાંકોને પ્રતિબિંબિત કરતા પ્રદર્શનમાં અબાલવૃધ્ધ સૌને રસ પડે તેવી સરળ ભાષામાં સુંદર ચિત્રોના માધ્યમ થકી ગુજરાતની વિકાસયાત્રાને વણી લેવામાં આવી છે.
સંકુલમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ, ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ તેમજ નવસારી જિલ્લાના વિવિધ સ્વયંસેવી સંગઠનો, શૈક્ષણિક વિભાગો તથા સરકારી કચેરીઓ દ્વારા નયનાકર્ષક પ્રદર્શની અત્રે ગોઠવવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીએ લગભગ ૩૦ મિનિટ સુધી ફરીને ભારે રસપૂર્વક સમગ્ર પ્રદર્શન નિહાળ્યુ હતું.
ગુજરાત સરકારના માહિતી વિભાગ વતી દક્ષિણ તથા મધ્ય ગુજરાત ઝોનના સંયુક્ત માહિતી નિયામક શ્રી સેસિલ ક્રિસ્ટીએ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું.
પ્રભારી મંત્રીશ્રી મંગુભાઇ પટેલ, પંચાયત મંત્રીશ્રી નરોત્તમભાઇ પટેલ, રાજ્યસભાના સાંસદશ્રી કાનજીભાઇ પટેલ, પ્રભારી સચિવ શ્રી એ.કે.રાકેશ, જિલ્લા કલેકટર ડો.સંધ્યા ભુલ્લર સહિતના મહાનુભાવોએ પ્રદર્શનીની મુલાકાત લીધી હતી.

સદ્‍ભાવના મિશન જિલ્લા અભિયાનઃ નવસારી બધા જ સંપ્રદાયોના વડાઓએ મુખ્યમંત્રીશ્રીને આશીર્વાદ આપ્યા અનશનના આરંભ પૂર્વે વિનમ્રભાવે જનતા જનાર્દનનું ઉષ્માભર્યું અભિવાદન કરતા નરેન્દ્રભાઇ મોદીઃ


સદ્‍ભાવના મિશન
જિલ્લા અભિયાનઃ નવસારી
બધા જ સંપ્રદાયોના વડાઓએ મુખ્યમંત્રીશ્રીને આશીર્વાદ આપ્યા                  
અનશનના આરંભ પૂર્વે વિનમ્રભાવે જનતા જનાર્દનનું ઉષ્માભર્યું અભિવાદન કરતા નરેન્દ્રભાઇ મોદીઃ
·         મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સદ્‍ભાવના મિશન - જિલ્લા અભિયાનના અનશનનો નવસારીમાં પ્રારંભ કરતા પૂર્વે જનતા જનાર્દન અને બધા ધર્મો-સંપ્રદાયોના વડાઓ અને સંતો-મહંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
·         અનશન સભાકક્ષમાં આજે સવારે પ્રવેશતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિનમ્રભાવે સૌનું અભિવાદન કર્યું હતું.
·         નવસારી જિલ્લાની તમામ નગરપાલિકાઓ અને તમામ તાલુકા પંચાયતોએ ભાવભીનું અભિવાદન કર્યું, તો નવસારી જિલ્લાના કેટલાંય ગામોના એકેએક પરિવારો તેમનું અભિવાદન કરવા ઊમટી પડયા.
·         મિશન મંડપના પ્રવેશદ્વારે મુખ્યમંત્રીશ્રીનું આદિજાતિ કલ્યાણ મંત્રી શ્રી મંગુભાઇ પટેલે પરંપરાગત વનવાસી નૃત્યોની રમઝટ વચ્ચે અનોખું સ્વાગત કર્યું. સવારના ૯ઃ૩૦ કલાકે મિશન મંડપમાં આવી પહોંચેલા મુખ્યમંત્રીશ્રી સીધા પ્રદર્શન ખંડમાં ગયા હતા, અને વિકાસશીલ ગુજરાત પ્રદર્શનનો શુભારંભ કરાવ્યો હતો.
·         રાષ્ટ્રીય પદાધિકારીઓ ધર્મેન્દ્ર પ્રધાન અને સુષ્માબેન બાડી સદ્‍ભાવના મિશનમાં જોડાવા છેક ઓરીસ્સાથી નવસારી આવ્યા.
·         સમાજના વિવિધ વર્ગો-સંપ્રદાયોના હજ્જારો શુભેચ્છકોએ મુખ્યમંત્રીશ્રીનું પુષ્પગુચ્છોનો ઢગ ખડકી દઇને સોડમભર્યું અભિવાદન કર્યું. તમામ ધર્મ સંપ્રદાયના વડાઓએ તેમના મિશનની સફળતાના આશીર્વાદ આપ્યા.
·         ગુજરાતના નકશામાં ગરવી ગુજરાતનું લખાણ ધરાવતા અને રક્તદાતા બનવાની પ્રેરણા આપતા તથા સૌનો સાથ, સૌનો વિકાસનો સંદેશ આપતાં સદ્‍ભાવના ધ્વજની પતાકાઓ લહેરાવીને મુખ્યમંત્રીશ્રીને આવકારવામાં આવ્યા.
·         બિલિમોરાથી ૧૦૮ યુવક/યુવતિઓ તથા ર૦ સ્વયંસેવકો ધોમધખતા તાપમાં બિલિમોરાથી નવસારી સુધીનું ૩૦ કિલોમીટરનું અંતર ચાલીને મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા.
·         મહાનુભાવોના પ્રવચનોમાં આવતા ગુજરાતની પ્રગતિના ઊલ્લેખને જનમેદની દ્વારા વારંવાર વંદે માતરમ્‍.., ભારત માતા કી જય.., જય જય ગરવી ગુજરાત..ના નારા સાથે વધાવાયા.
·         મુખ્યમંત્રીશ્રીના પ્રવચનને સભામંડપમાં ઉપસ્થિત હકડેઠઠ જનમેદની શાંતિપૂર્ણ રીતે સાંભળતી હતી. બેસવાની જગ્યા મળતા, ઊભા પણ લોકો પ્રવચનને માણવા તલપાપડ હતા. પ્રવચન દરમિયાન સતત તાળીઓ તથા હર્ષનાદો વડે મેદનીએ તેમને વધાવી લીધા હતા.
·         મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જે રીતે ગુજરાતની સેવા કરી રાજ્યને નંબર વન રાજ્ય બનાવ્યું છે. તે રીતે દેશનું નેતૃત્વ સંભાળી હિન્દુસ્તાનને દુનિયાનો નંબર વન દેશ બનાવો એવી લાગણી બિલિમોરાથી નવસારી સુધી કુલ ૩૦ કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરનાર ૧૦૮ પદયાત્રીઓના લીડર એવા શ્રી સનમભાઇ પટેલે વ્યક્ત કરી હતી.
·         લોકગાયિકા ફરીદા મીરે મુખ્યમંત્રીશ્રીના સદ્‍ભાવના મિશનને સૂર અને સંગીતમય પીઠબળ આપતા મિશન મંચ પરથી ભજનો અને દેશભક્તિ ગીતની રસલ્હાણ વહાવી હતી.
·         મુખ્યમંત્રીશ્રીના એક દાયકાના શાસનકાળ દરમિયાન નવસારી જિલ્લાની વિકાસ ગાથાને વર્ણવતી માહિતી વિભાગ સંકલિત સીડી બતાવવામાં આવી હતી.
·         ઉપવાસી મુખ્યમંત્રીશ્રીને શુભેચ્છા પાઠવવા લાગણીશીલ લોકપ્રવાહ સતત વહેતો રહેતો હતો. લોકોએ પુષ્પમાળાઓ અને પ્રેમના પતીક જેવી વિવિધ ભેટો દ્વારા મુખ્યમંત્રીશ્રી પ્રત્યેની શુભકામના પ્રગટ કરી હતી.
·         છેલ્લા દાયકામાં પોતાના ગામના થયેલા અદ્‍ભુત વિકાસનું ઋણ ચુકવવા નવસારી જિલ્લાનું સમગ્ર એરૂ ગામ મુખ્યમંત્રીને મળવા તથા તેમને નજદીકથી નિહાળવા ઉમટી પડયું હતું.
·         મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સદ્‍ભાવના મિશનના મંચ પરથી નવસારી હાઇસ્કૂલની વિઘાર્થિનીએ બેટી બચાવોની હૃદયસ્પર્શી અપીલ કરવાની સાથે, તંત્રના બેટી વધાવો આંદોલનની સામાજિક અસરકારકતાને બિરદાવી હતી.
·         બિલિમોરામાં વસતા શીખ સમુદાયે વિવિધ સમાજોની સાથે મુખ્યમંત્રીશ્રીનું પવિત્ર કિરપાણ અને તલવારની ભેટ આપીને ભાવસભર અભિવાદન કર્યું હતું.
·         નવસારીના માધ્યમ જગતના અગ્રણી ગૌતમભાઇ મહેતાએ પ્રાસંગિક પ્રવચનમાં મુખ્યમંત્રીશ્રીને અર્વાચીન નર્મદનું બિરૂદ આપ્યું હતું.

સદ્‍ભાવના મિશન જિલ્લા અભિયાનઃ નવસારી ગુજરાત વિકાસનો પર્યાય ગણાય છેઃ આદિજાતિ કલ્યાણમંત્રી દેશ મુખ્યમંત્રીશ્રીને વિકાસપુરૂષ તરીકે પીછાણે છે શહેરો તરફ ધ્રુવીકરણ અટકાવવા રૂા.૫૦૦ કરોડની યોજનાઃ નરોત્તમ પટેલ


સદ્‍ભાવના મિશન
જિલ્લા અભિયાનઃ નવસારી
ગુજરાત વિકાસનો પર્યાય ગણાય છેઃ આદિજાતિ કલ્યાણમંત્રી
દેશ મુખ્યમંત્રીશ્રીને વિકાસપુરૂષ તરીકે પીછાણે છે
શહેરો તરફ ધ્રુવીકરણ અટકાવવા રૂા.૫૦૦ કરોડની યોજનાઃ નરોત્તમ પટેલ
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નવસારી ખાતેના સદ્‍ભાવના મિશન જિલ્લા અભિયાનમાં બોલતા વન અને આદિજાતિ કલ્યાણમંત્રી શ્રી મંગુભાઇ પટેલે જણાવ્યું હતું કે,  ૧૫હજાર કરોડની વનબંધુ કલ્યાણ યોજના દ્વારા આદિજાતિ વિકાસનો સુવર્ણયુગ આણ્યો છે. નવસારી જિલ્લાને મુખ્યમંત્રીશ્રીની આદિજાતિ કલ્યાણ યોજનાઓ ઉપરાંત સાગરખેડુ યોજનાનો ધણો લાભ મળ્યો છે. રાજીવ ગાંધી ફાઉન્ડેશનના એવોર્ડનો ઉલ્લેખ કરતાં તેમણ જણાવ્યું હતું કે, હવે દેશ તેમને વિકાસ પુરુષ તરીકે ઓળખે છે અને ગુજરાત હવે વિકાસનો પર્યાય ગણાય છે. આજે રાજયના ૧૨ આદિજાતિ છોકરાઓ પાયલોટની તાલીમ મેળવે છે, ૫૮ આદિજાતિ યુવા-યુવતિ વિદેશમાં અભ્યાસ કરે અને ૪૫ આદિજાતિ વ્યકિતઓ વિદેશોમાં નોકરી રાજય સરકારની યોજનાઓનો લાભ લઇને કરે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના શાસનકાળ હેઠળ ગુજરાતના ગામડાંઓ નંદનવન બન્યાં છે અને શહેરીકરણ અટકાવવા અને ગામડાંઓને વિકસાવવા રૂા.૫૦૦ કરોડની યોજના અમલમાં મૂકવામાં આવી છે, તેવી માહિતી આપતાં પંચાયત અને ગ્રામવિકાસ મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલે જણાવ્યું હતું કે, અસરકારક ગ્રામસભાઓ દ્વારા ગામ લોકોના ૮લાખ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો છે. ઇ-ગ્રામ - વિશ્વ ગ્રામ યોજના હેઠળ ગુજરાતના ૧૩૫૦૦ ગામડાંઓ વીજાણુ નેટવર્કથી જગત સાથે જોડયાં છે. તેમણે સમરસ ગ્રામ, તીર્થ ગ્રામ, પંચવટી સહિતની ગ્રામવિકાસ યોજનાના પરિણામોની જાણકારી આપવાની સાથે જણાવ્યું હતું કે, દેશ અને દુનિયાએ સદ્‍ભાવના મિશન દ્વારા વિકાસની સાથે ભાઇચારો અને સદ્‍ભાવનાને જોડવાના મુખ્યમંત્રીશ્રીના અભિયાનની નોંધ લીધી છે.
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સદ્‍ભાવના મિશન દ્વારા પ્રત્યેક વ્યકિત અને સમાજમાં રહેલા સદ્‍ભાવના તત્વને ચેતનવંતુ કર્યું છે, તેવી લાગણી વ્યકત કરતા નવસારીના સાંસદ શ્રી ચંદ્રકાંત પાટિલે જણાવ્યું હતું કે, સદ્‍ભાવનાના વિચારની સાથે ગુજરાતના નાગરિકોની એકાત્મતા જોઇને દેશ ચકિત થઇ ગયો છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના અજોડ વિકાસ દ્વારા દેશવ્યાપી લોકચાહના અને વિશ્વની માન્યતા મેળવી છે તેવા શબ્દો સાથે તેમણે ઉમેર્યું હતું કે, દેશ અને વિશ્વના ઉઘોગપતિઓ ગુજરાતમાં ઉઘોગ સ્થાપવા ઉત્સુક છે. કટૃર વિરોધીઓને પણ ગુજરાતના વિકાસની નોંધ લેવાની ફરજ પડી છે તેનો ઉલ્લેખ સાંસદે કર્યો હતો.
સાંસદ શ્રી ભરતસિંહ પરમારે જણાવ્યું કે, સર્વ સમાવેશક અને સર્વપોષક વિકાસ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની આગવી દેન છે. તેવી લાગણી વ્યક્ત કરતાં સાંસદ શ્રી ભરતસિંહ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસની તેમની તપસ્યા આજે રંગ લાવી છે. મુખ્યમંત્રી શ્રી ગુજરાતની પ્રજાની સેવાનું સ્વપ્ન લઇને કામ કરી રહ્યાં છે, અને એટલે જ તેમના પગલે આજે ગુજરાતમાં માંગ્યા મેહ વરસે છે. શ્રી મોદીને વિઝા નકારનારા અમેરીકાને આજે ગુજરાતમાં આવવાની પ્રબળ ઇચ્છા જાગી છે. તેવી લાગણી વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી ગુજરાતના વિકાસની જેમ દેશના વિકાસનું મોડેલ આપે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
ગુજરાતે પારસી સમુદાયને સમાવી લઇને પહેલાંથી જ વિશ્વને સદ્‍ભાવનાનો પરિચય કરાવ્યો હતો તેવી લાગણી વ્યક્ત કરતા રાષ્ટ્રીય પદાધિકારી ઓરીસ્સાના ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પ્રજાપાલક લોકનાયક તરીકે પ્રસ્થાપિત થયા છે, અને તેમના શાસન હેઠળ ઓરીસ્સાવાસીઓને ગુજરાત પોતીકું લાગે છે. ગુજરાતે ગરીબી નિવારવાનો માર્ગ બતાવ્યો છે, અને વિકાસમાં હિમાલયની ઊંચાઇઓ સિધ્ધ કરી છે. ગુજરાતે સફળ વિકાસનો દાખલો બેસાડયો છે. તેમણે રોજગાર આપવાની ગુજરાતની વિશાળ ક્ષમતાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો, અને ૧ર લાખથી વધુ ઓરીસ્સાવાસીઓને રોજગારી આપવા માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ ગુજરાતે પંચશકિત આધારિત વિકાસની વ્યૂહરચના સાકાર કરી બતાવી છે એવી લાગણી વ્યકત કરતા ગુજરાત પ્રવાસન નિગમના નિયામક મંડળના સદસ્ય શ્રી દિનેશભાઇ દાસાએ જણાવ્યું હતું કે, જયોતિ ગ્રામ યોજના હેઠળ સતત ચોવીસ કલાક વીજળી મળવાથી ગુજરાતના ગામડાંઓની આર્થિક સક્ષમતા વધી છે અને શિક્ષણ સુધર્યું છે. દેશના શાસકોએ જયોતિ ગ્રામ જેવી યોજના બનાવવાની દૂરંદર્શી દાખવી હોત તો આજે સમગ્ર દેશના ગામડાં સબળ બન્યાં હોત. ગુજરાતમાં ૧૩ હજાર મેગાવોટ જેટલી વીજળી પેદા થાય છે, ૪૨ હજાર કિલોમીટર લાંબી વીજ લાઇનો છે અને ૨૨૦૦ કિ.મી.ની ગેસ ગ્રીડ છે એટલે જ તાતા, રીલાયન્સ સહિત વિશ્વના ઉઘોગ ગૃહો ગુજરાતમાં આવે છે.
મુખ્યમંત્રીશ્રીના સદ્‍ભાવના મિશનને ટેકો આપવા બિલીમોરાના યુવાનોએ નવસારી સુધી પદયાત્રા કરી હતી. આ સદ્‍્‍ભાવના પદયાત્રીઓએ બપોરના સમયે મિશન મંડપમાં મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માસભર અભિવાદન કર્યું હતું.

સદ્‍ભાવના મિશન જિલ્લા અભિયાનઃ નવસારી મુખ્યમંત્રીશ્રી ઉપર ફ્રાન્સના સન્નારી ચેન્ટાલ આડીન્વેનો પુસ્તક લખી રહ્યાં છે સદભાવના મિશનમાં ઉપસ્થિત રહીને અનુભવ લીધો


સદ્‍ભાવના મિશન
જિલ્લા અભિયાનઃ નવસારી
મુખ્યમંત્રીશ્રી ઉપર ફ્રાન્સના સન્નારી ચેન્ટાલ આડીન્વેનો પુસ્તક લખી રહ્યાં છે
સદભાવના મિશનમાં ઉપસ્થિત રહીને અનુભવ લીધો
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની કાર્યશૈલી-જાહેરજીવન અંગે સને ૨૦૧૨ સુધીમાં સ્વરચિત પુસ્તકનું ફ્રેન્ચ ભાષામાં પ્રકાશન કરવા કટિબધ્ધ ફ્રાન્સના સન્નારી સુશ્રી ચેન્ટાલ આન્ડીવેનો નવસારીના સદભાવના મિશનનો અનુભવ મેળવીને ખૂબ જ પ્રસન્ન થયાં હતાં.રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિકાસની સાથે પ્રેમ, ભાઇચારો, એકતા અને સદ્‍ભાવના માટે ઉપવાસની સાધના કરે તે જાણીને તેમણે આનંદની લાગણી વ્યકત કરી હતી.
ખાસ ઉલ્લેખનીય વાત એ છે કે સુશ્રી ચેન્ટાલ ભારતીય સંસ્કૃતિથી ધણાં પ્રભાવિત છે. તેઓ વૈદિક સંસ્કૃતિના પુરસ્કર્તા આર્ય સમાજના ગાઢ સંપર્કમાં છે. અને તેમનું ભારતીય નામકરણ શકુન્તલા કરવામાં આવ્યું છે. જેનો તેઓ હંમેશા પોતાના મૂળ નામની સાથે સગર્વ ઉલ્લેખ કરે છે.
સુશ્રી ચેન્ટાલ ઉર્ફે શકુન્તલાની સદભાવના મિશનની મુલાકાતનો વિશેષ આશય જાહેર જીવનમાં પ્રવૃત્ત મુખ્યમંત્રીશ્રીને નિકટથી નિહાળવાનો છે. આ અગાઉ તેમણે મુખ્યમંત્રીશ્રીના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો અનુભવ મેળવ્યો છે. તેમણે સંખ્યાબંધ વાર ગુજરાતની મુલાકાત લીધી છે.
નવસારીના જિલ્લા કલેકટર સંધ્યા ભુલ્લરે આ વિદેશી અતિથિને મંડપમાં ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો. સુશ્રી ચેન્ટાલે ગઇકાલે રાજ્યના વરિષ્ઠ મંત્રીશ્રી મંગુભાઇ પટેલ અને સાંસદ ભરતસિંહ પરમાર સાથે સંવાદ કર્યો હતો. તેમણે ડૉ. સુષ્મા અગ્રવાલ સાથે વિકાસશીલ ગુજરાત પ્રદર્શન નિહાળ્યું હતું તથા યાદગીરી માટે તસવીરો પાડી હતી. સદભાવના મિશનના મુખ્યમંચ પર ભારત માતાની તસવીર નિહાળી અને એક ગોડેસ દેવી સ્વરૂપે રાષ્ટ્રને કલ્પીને તેનું પૂજન કરવાની ભાવના અંગે જાણકારી મેળવીને આનંદની લાગણી વ્યકત કરી હતી.
ભારતીય કુટુંબ જીવનની ઉષ્માપૂર્તતાનો અનુભવ કરાવવા સુશ્રી ચેન્ટાલને રોટરી કલબના ડિસ્ટ્રીકટ ગવર્નર અને નવસારીના અગ્રણી ઉઘોગપતિ રોટેરીયન દિનેશસિંહ ઠાકુરના ધેર ઉતારો આપવામાં આવ્યો હતો. શ્રી દિનેશભાઇ અને તેમના ધર્મપત્ની વિણાબેનનું ઉષ્માભર્યું આતિથ્ય માણીને સુશ્રી ચેન્ટાલ ખૂબ જ અભિભૂત થયાં હતા. ભારતીય પરિવારોમાં મહેમાનનું આગમન આનંદનો પ્રસંગ ગણાવાય છે અને યજમાન પરિવાર મહેમાનને દખલરૂપ ન ગણતા, અતિથિ દેવો ભવની ભાવનાની સત્કાર કરે છે તે જાણીને તેઓએ સાનંદાર્યની લાગણી અનુભવી હતી. ઠાકુર દંપતિએ તેમને સમય ફાળવીને નવસારી અને અખંડ હરિયાળી ધરાવતા દક્ષિણ ગુજરાતની મુલાકાત લેવા અને મહેમાન બનવા ઇજન પાઠવ્યું હતું.

સદ્‍ભાવના મિશન જિલ્લા અભિયાનઃ નવસારી જનતા જનાર્દન અને બધા જ પંથ-સંપ્રદાયોના વડાઓના આશીર્વાદ લઇને નરેન્દ્રભાઇ મોદીએ સદ્‍ભાવના મિશનના અનશનનો આરંભ કર્યો આપણી સદ્‍ભાવનાથી માનવસેવાની સંવેદના અને ગરીબના ધરમાં રોશની પ્રગટાવીએ-મુખ્યમંત્રીશ્રી વિશાળ સંખ્યામાં આદિવાસી-સાગરખેડુ પરિવારો ઉમટયા


સદ્‍ભાવના મિશન
જિલ્લા અભિયાનઃ નવસારી
જનતા જનાર્દન અને બધા પંથ-સંપ્રદાયોના વડાઓના આશીર્વાદ લઇને નરેન્દ્રભાઇ મોદીએ સદ્‍ભાવના મિશનના અનશનનો આરંભ કર્યો
આપણી સદ્‍ભાવનાથી માનવસેવાની સંવેદના અને ગરીબના ધરમાં રોશની પ્રગટાવીએ-મુખ્યમંત્રીશ્રી
વિશાળ સંખ્યામાં આદિવાસી-સાગરખેડુ પરિવારો ઉમટયા
કરોડ ગુજરાતીઓએ એકતા અને શાંતિના વાતાવરણમાં વિકાસ કરીને સદ્‍ભાવનાની શક્તિ જીવી જાણી છે
આજે દસ વર્ષ પછી ગુજરાતની સદ્‍ભાવનાની શક્તિમાં કેટલું સામર્થ્ય છે તેની પ્રતીતિ ડંકાની ચોટ ઉપર કરાવી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નવસારીમાં સદ્‍ભાવના મિશનના અનશનનો આજે સવારે પ્રારંભ કરતા જણાવ્યું હતું કે, કરોડ ગુજરાતીઓએ એકતા અને શાંતિના વાતાવરણથી વિકાસ કરીને સદ્‍ભાવનાની તાકાત જીવી જાણી છે.
જનતા  જનાર્દન અને તમામ પંથ-સંપ્રદાયના ધર્મગુરૂઓના આશીર્વાદ લઇને નવસારીમાં સદ્‍ભાવના મિશનના અનશનની તપસ્યા કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, દસ વર્ષ પછી સદ્‍ભાવના મિશન લઇને નીકળવાનું કારણ છે કે, દસ દસ વર્ષથી સદ્‍ભાવનાની શક્તિ ગુજરાતના વિકાસનું ચાલક બળ છે, એવો વિશ્વાસ આપણે પ્રસ્થાપિત કર્યો છે. સદ્‍ભાવના મિશન સમગ્ર દેશને કોમવાદ-જાતિવાદના ઝેર છોડવાની સાચી દિશા આપે છે.
નવસારી જેવા નાના એવા પાંચ તાલુકાઓના નવા જિલ્લાનો પૂર્વપ્રભાગ આદિવાસીઓની વિકાસની ચેતનાથી ધબકે છે, તો મિકાંઠો દરિયાના સાગરખેડુ સમાજના વિકાસ ધબકાર ઝીલે છે, એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, વસુધૈવ કુટુંબકમ આપણા પૂર્વજોના વિકાસનો મંત્ર રહ્યો છે. આજે પણ દુનિયા સમજે તો આતંકવાદ ખતમ થઇ  જાય. સત્યરૂપી ઇશ્વર એક છે. તેને પહોંચવાના રસ્તા ભલે જુદા હોય તેના રૂપ ભિન્ન હોય. કોઇ મંદિરમાં જાય, શિવાલયમાં જાય, દેવળમાં જાય કે મસ્જિદમાં જાય. બધા રસ્તા એક પરમાત્મા પાસે જાય છે, અને આપણી ભારતીય પરંપરા રહી છે, અને ગુજરાતે છેલ્લા દસ વર્ષથી સદ્‍ભાવનાની શક્તિથી વિકાસ કરી બતાવ્યો છે.
ધણા લોકો ગુજરાતની સરકાર સારુ શાસન ચાલે છે, તેને જુદા જુદા દ્રષ્ટિકોણથી મૂલવે છે. કિસાનને લાગે છે કે કૃષિ મહોત્સવ અને જળસંચયના વિકાસની પ્રગતિ માટે સરકાર સારી છે. વેપારીઓને શાંતિથી વેપાર-ધંધા રોજગારના વાતાવરણથી સરકાર સારી લાગે છે. ગરીબોને તેના કલ્યાણના કામો માટે સરકાર ગમે છે. યુવાશક્તિને લાખો રોજગારના અવસર મળ્યા તેનાથી સરકાર ખૂબ સારી લાગે છે. સહુ પોતાના દ્રષ્ટિકોણથી સરકારના શાસનને ઉત્તમ માને છે. તેમના કારણોમાં પણ સચ્ચાઇ છે, પરંતુ ગુજરાતના વિકાસની સાચી તાકાત તો છે દસ વર્ષની સદ્‍ભાવનાની શક્તિ !
"હું જિલ્લે જિલ્લે સદ્‍ભાવના મિશન અભિયાન કરીને દુનિયાને ડંકાની ચોટ ઉપર દર્શાવવા માંગુ છું કે, કરોડ ગુજરાતીઓની શાંતિનો સંકલ્પ, એક્તાની ભાવના, સદ્‍ભાવનાની શક્તિ, ભાઇચારાનો સંપ ગુજરાતના વિકાસની ગતિના આધારસ્થંભ બન્યા છે' એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના ૧૯૮૦-૮પ-૯૦ના વર્ષોમાં કોમી હુલ્લડો, છૂરા-ચાકુબાજી, કરફયુ, ટીયરગેસ, હિંસાની આગ, ભાઇ-ભાઇના લોહીની તરસના બેબસ સમયનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, ગરીબ પરિવારો કોમવાદના ઝેરનો ભોગ બનતા હતા, કોઇ ગરીબ રીક્ષાવાળાની કે કોઇ ગરીબ વેપારીની દુકાન સળગી જતી, તેની રોજીરોટી છીનવાઇ જતી, ગરીબ પરિવારોને ભૂખે ટળવળવું પડતું, ગરીબ માતાને બહાર ગયેલો દીકરો સહી-સલામત પાછો ધેર પહોંચશે કે નહીં તેનો ફફડાટ હતો. કોમી હિંસાના દિવસો ભૂલાતા નથી, એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ છેલ્લા દસ વર્ષમાં શાંતિ અને ભાઇચારો કરોડ ગુજરાતીઓનો સ્વભાવ બની ગયો, તેને સદ્‍ભાવનાની શક્તિનો પ્રભાવ ગણાવ્યો હતો.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, દસ વર્ષ પહેલાનું બાળક પહેલા કરફયુ શબ્દ શીખતું પછી મા-મામા શબ્દ બોલતું. આજે દસ વર્ષના બાળકને કરફયુ શું છે તેની સમજ પણ નથી. પરિવર્તન સદ્‍ભાવનાની શક્તિથી આવ્યું છે.
દસ વર્ષથી ગુજરાત સદ્‍ભાવનાની તાકાતથી વિકાસ કરતું રહ્યું, પરંતુ આજે સદ્‍ભાવના મિશન શા માટે ? તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. તેમણે જણાવ્યું કે, મારે ગુજરાતની સદ્‍ભાવના કેવી છે તેના પરિણામો લાવીને દુનિયાને પહેલા બતાવવા હતા. આજે દસ વર્ષ પછી હું ડંકાની ચોટ ઉપર દેશ અને દુનિયાને કહી શકું છું કે, કોમવાદ-જાતિવાદનું ઝેર છોડો, ભારતમાતાની સેવા માટે એક્તા અને સદ્‍ભાવનાથી તેને શક્તિશાળી બનાવો. શહેર હોય કે ગામ, જાતિવાદનું ઝેર કોઇનું ભલું નથી કરવાનું, કોમ-કોમ વચ્ચે લડાઇ-ઝગડા કોઇનું ભલુ નથી કરતા. ભૂતકાળમા માનગઢ સહિત ગુજરાતમાં ભાઇ-ભાઇનું લોહી રેડવાની સ્થિતિ હતી. આજે દસ વર્ષથી ગુજરાતમાં ભાઇચારો અને એકતા છે. કરોડ ગુજરાતીઓએ ગુજરાતમાં સદ્‍ભાવનાનો મંત્ર જીવી જાણ્યો છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
આજે આપણે કરોડ ગુજરાતીઓ આપણી સદ્‍ભાવનાની તાકાતને દુનિયા સમક્ષ ઉન્નત મસ્તકે મૂકી શકીએ છીએ. એવો વિશ્વાસ પણ જગાવી શક્યા છીએ. સદ્‍ભાવનાની શક્તિથી આપણે ગરીબના ધરમાં વિકાસની રોશની પ્રગટાવીએ, દુઃખી-પીડિતના આંસુ લુછવા સંવેદનાથી સહભાગી બનીએ, એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આજે ઓરિસ્સાના પૂરપીડિતો માટે નવસારી અને સુરતના સમાજોએ સદ્‍ભાવના મિશનના અવસરે જીવન આવશ્યક રાહત સામગ્રી મોકલવાની જે ઉમદા માનવસેવાની સદ્‍ભાવના બતાવી તેને પ્રેરણારૂપ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં ઓરિસ્સાના નાગરિકો રોજી-રોટી માટે આવીને વસેલા છે. ગુજરાત સોમનાથની ભૂમિ છે, તો ઓરિસ્સા જગન્નાથની ભૂમિ છે. આપણે સહુ એક પરમાત્માના પરિવારના ભાઇઓ છીએ. ઓરિસ્સામાં પૂરપ્રકોપનો ભોગ બનેલા ગરીબ, દુઃખી પરિવારોની પડખે ઊભા રહેવા આજે ૮૦,૦૦૦ સાડીઓ, પ૦,૦૦૦ પુરૂષો માટેના ગમછા વસ્ત્રો, ૧ર૦૦૦ ગરમ ધાબળા સહિત દવાઓ અને જીવનજરૂરી વસ્તુઓ જનશક્તિની ભાગીદારીથી એકત્ર કરીને ઓરિસ્સાના સાંસદ ધર્મેન્દ્રજી પ્રધાન અને બહેન સુષ્માજીને આજે સાંજે સુપરત કરાશે.આપણી સદ્‍ભાવનાની શક્તિથી આપણે દુનિયામાં કરોડ ગુજરાતીઓના વિકાસની તાકાતનો ડંકો વગાડી રહ્યાં છીએ, એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીનાં અનશન અને સદ્‍ભાવના મિશનમાં જોડાવા નવસારી જિલ્લાના પાંચેય તાલુકા નવસારી, ગણદેવી, ચીખલી, વાંસદા અને જલાલપોરના ગામેગામથી વનવાસીઓ અને સાગરખેડુ પરિવારો અવિરત જનપ્રવાહરૂપે સમર્થન આપી રહ્યાં છે.

રાજકોટ ખાતે એરમેન ભરતી મેળો યોજાશે


રાજકોટ ખાતે એરમેન ભરતી મેળો યોજાશે
ભુજ, ગુરૂવારઃ ભારતીય હવાઇ દળમાં એરમેનની (ગૃપ વાય) ભરતી કરવા માટે આગામી તા.૫/૧૧/૨૦૧૧ થી તા.૮/૧૧/૨૦૧૧ના રોજ સવારના ૭ વાગે ઈન્‍ડોર સ્‍ટેડિયમ, એથ્‍લેટિકસ ગ્રાઉન્‍ડ, ઈન્‍કમ ટેક્ષ ઓફિસ સામે, રેસ કોર્ષ રાજકોટ ખાતે જાહેર ભરતી મેળો યોજાશે.
આ ભરતી કાર્યક્રમમાં આર્ટસ, કોમર્સ, સાયન્‍સ અથવા વ્‍યવસાયલક્ષી પ્રવાહમાં સરેરાશ ૫૦ ટકા સાથે ધોરણ ૧૨ પાસ અથવા માન્‍ય બોર્ડ/ઈન્‍સ્‍ટીટયુટમાં ત્રણ વર્ષનો ડિપ્‍લોમાં ઈન એન્‍જિનિરીંગ (કોઇપણ સ્‍ટ્રીમમાં પાસ) અને તા.૧/૧/૧૯૯૧ થી તા.૩૧/૩/૧૯૯૫ વચ્‍ચે જન્‍મેલા અને ઓછામાં ઓછી ૧૬૫ સે.મી.ની ઊંચાઇ ધરાવતા હોવો જોઇએ. માત્ર પુરૂષ અપરિણિત ઉમેદવારો (અપંગો સિવાય) જોડાઇ શકશે. કચ્‍છ જિલ્‍લાના ઉમેદવારોએ તા.૫/૧૧/૨૦૧૧ના રોજ સવારના ૭ વાગ્‍યે ઉપસ્‍થિત રહેવું.
આ ભરતીમાં ઉમેદવારી કરનાર ઉમેદવારોએ તમામ અસલ માર્કશીટ, એસ.એસ.સી. બોર્ડ તરફથી મળેલી પાર્સીંગ સર્ટીફિકેટ, એન.સી.સી. સર્ટિફિકેટ (જો હોય તો) ત્રણ નકલ ઝેરોક્ષ સાથે તેમજ ૭ પાસપોર્ટ સાઈઝના કલર (ત્રણ માસથી જુના ન હોય તેવા ટોપી અને ગોગલ્‍સ વિનાના) તેમજ અન્‍ય રાજયના કે અન્‍ય રાજયમાંથી ધોરણ ૧૨ પાસ કરેલ હોય તેવા ઉમેદવારોએ ડોમીસાઇલ પ્રમાણપત્ર સાથે ભરતીના સ્‍થળે, નિયત સમયે અને તારીખે અચૂક ઉપસ્‍થિત રહેવા રોજગાર અધિકારી, ભુજ દ્વારા જણાવાયું છે.


Date : 20 October 2011
સદ્‌ભાવના મિશન
જિલ્લા અભિયાન : નવસારી
મુખ્‍યમંત્રીશ્રીના સદ્‌ભાવના મિશન અંતર્ગત અનશનને નવસારીમાં વિશાળ જનશક્‍તિનું સમર્થન
નરેન્‍દ્રભાઇ મોદીનું પ્રેરણાદાયી સમાપન સંબોધન
ગુજરાત વિકાસની પારાશીશી
દીવાળીનું પર્વ ગુજરાતની સદ્‌ભાવનાનું પર્વ બનશે
મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ સદ્‌ભાવના મિશન અંતર્ગત નવસારી જિલ્લા અભિયાનના અનશનનું પ્રેરક સમાપન પ્રવચન કરતા જણાવ્‍યું કે, આ દીવાળીનું પર્વ સમગ્ર ગુજરાતમાં સદ્‌ભાવનાનું પર્વ બની રહે એવો રાષ્‍ટ્ર ભાવનાનો પ્રકાશ ફેલાશે.
દિલ્‍હીની સલ્‍તનત ગુજરાત ઉપર જૂલ્‍મ ગમે એટલા કરે તો પણ ફીફા ખાંડતા રહેવાના છે. તમે જૂલ્‍મ કરવામાં કાંઇ બાકી નથી રાખ્‍યું પણ કશુ કરી શક્‍યા નથી. હજુ પણ મારો પડકાર છે આવો ખેલ ખેલાડીના, ઘોડા અસવારના !
નવસારીમાં સદ્‌ભાવના મિશન અનશનમાં જોડાવા ઉમટેલી જિલ્લાના પાંચેય તાલુકાની વિશાળ જનશક્‍તિનો આશીર્વાદ માટે અંતઃકરણથી આભાર માનતા શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું કે, આ સદ્‌ભાવના મિશન જિલ્લે જિલ્લામાં રંગ જમાવવાનું છે.
ગુજરાત અને વિકાસ એકબીજાનો પર્યાય બની ગયા છે. વિકાસની વાત કોઇ કરે તો ગુજરાત જ યાદ આવે અને ગુજરાતની વાત થાય તો વિકાસનો વાવટો જ ફરકે. જેમને ગુજરાત ગમે છે તે ગુજરાતના વિકાસનું ગૌરવ કરે છે, પણ જેમને ગુજરાત પ્રત્‍યે અણગમો છે તે પણ તેમના સારા કામ માટે સરખામણી તો ગુજરાત સાથે જ કરે છે. વિકાસના માપદંડ ગુજરાતે જ નક્કી કરી આપ્‍યા છે.
ગુજરાત વિકાસની પારાશીશી બની ગયું છે. 60 વર્ષની દેશની રાજનીતિમાં વોટબેંકે દેશને તબાહીમાં ધકેલી દીધી છે, અને શું આ સ્‍થિતિ બદલવી જોઇએ નહીં ? ક્‍યાં સુધી ટૂકડા ફેંકી મતપેટી ભરવા માંગો છો ? તમારી મતપેટી ભરાણી, પણ ગરીબનું પેટ ભરાયું નથી, એવો આક્રોશ મુખ્‍યમંત્રીશ્રીએ વ્‍યક્‍ત કર્યો હતો.
વનબંધુ યોજનાથી વનબંધુઓના વિકાસ અને એકતાના પરિણામે ગુજરાતની ધરતી ઉપર નક્‍સલવાદ ડોકાઇ શક્‍તો નથી. આતંકવાદ પણ, સમાજની એકતા હશે, સદ્‌ભાવનાની તાકાત હશે તો દેશની ધરતી ઉપર વકરી શકે નહીં. સમાજને તોડીને ભાઇભાઇ વચ્‍ચે કોમવાદના ઝેર રેડીને નક્‍સલવાદ, આતંકવાદને રોકી શકાય નહીં, એમ તેમણે સ્‍પષ્‍ટપણે જણાવ્‍યું હતું.
નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું કે, મારા આ ઉપવાસ એવા છે કે મારા મનના ભાવ જનજનના હૈયા સુધી પહોંચે એવું અભિયાન, સદ્‌ભાવના મિશન લઇને નીકળ્‍યો છું. મારે તો ગુજરાતને નમૂનારૂપ બનાવવું છે, જેનો વિકાસ સર્વત્ર પ્રગતિનો પથદર્શક બની રહેશે.
તેમણે 99 ટકા પાકા ગ્રામીણ રસ્‍તા અને સો ટકા કન્‍યા શિક્ષણ અને શાળા પ્રવેશના અભિયાનોમાં કોઇ ભેદભાવ નથી રાખ્‍યો તેની ભૂમિકા આપી હતી, અને જણાવ્‍યું કે, પણ જેમણે વિઘટનના, ભેદભાવના ચશ્‍મા પહેર્યા છે તેઓ તો સદ્‌ભાવ અને એકતા જાણે તેમના ખાટલામાં વીંછી ચડયો હોય એમ હવાતિયા મારે છે, એમ પણ તેમણે જણાવ્‍યું હતું.
ગુજરાતના કિસાનોએ પરિશ્રમ કરીને પૂરી તાકાતથી હાંસલ કરેલ કૃષિ વિકાસની સમૃધ્‍ધિથી ગામડાના સમાજ પાસે ખરીદ શક્‍તિ આવી છે.