અનુયાયીઓ

શુક્રવાર, 21 ઑક્ટોબર, 2011

સદ્‍ભાવના મિશન જિલ્લા અભિયાનઃ નવસારી ગુજરાત વિકાસનો પર્યાય ગણાય છેઃ આદિજાતિ કલ્યાણમંત્રી દેશ મુખ્યમંત્રીશ્રીને વિકાસપુરૂષ તરીકે પીછાણે છે શહેરો તરફ ધ્રુવીકરણ અટકાવવા રૂા.૫૦૦ કરોડની યોજનાઃ નરોત્તમ પટેલ


સદ્‍ભાવના મિશન
જિલ્લા અભિયાનઃ નવસારી
ગુજરાત વિકાસનો પર્યાય ગણાય છેઃ આદિજાતિ કલ્યાણમંત્રી
દેશ મુખ્યમંત્રીશ્રીને વિકાસપુરૂષ તરીકે પીછાણે છે
શહેરો તરફ ધ્રુવીકરણ અટકાવવા રૂા.૫૦૦ કરોડની યોજનાઃ નરોત્તમ પટેલ
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નવસારી ખાતેના સદ્‍ભાવના મિશન જિલ્લા અભિયાનમાં બોલતા વન અને આદિજાતિ કલ્યાણમંત્રી શ્રી મંગુભાઇ પટેલે જણાવ્યું હતું કે,  ૧૫હજાર કરોડની વનબંધુ કલ્યાણ યોજના દ્વારા આદિજાતિ વિકાસનો સુવર્ણયુગ આણ્યો છે. નવસારી જિલ્લાને મુખ્યમંત્રીશ્રીની આદિજાતિ કલ્યાણ યોજનાઓ ઉપરાંત સાગરખેડુ યોજનાનો ધણો લાભ મળ્યો છે. રાજીવ ગાંધી ફાઉન્ડેશનના એવોર્ડનો ઉલ્લેખ કરતાં તેમણ જણાવ્યું હતું કે, હવે દેશ તેમને વિકાસ પુરુષ તરીકે ઓળખે છે અને ગુજરાત હવે વિકાસનો પર્યાય ગણાય છે. આજે રાજયના ૧૨ આદિજાતિ છોકરાઓ પાયલોટની તાલીમ મેળવે છે, ૫૮ આદિજાતિ યુવા-યુવતિ વિદેશમાં અભ્યાસ કરે અને ૪૫ આદિજાતિ વ્યકિતઓ વિદેશોમાં નોકરી રાજય સરકારની યોજનાઓનો લાભ લઇને કરે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના શાસનકાળ હેઠળ ગુજરાતના ગામડાંઓ નંદનવન બન્યાં છે અને શહેરીકરણ અટકાવવા અને ગામડાંઓને વિકસાવવા રૂા.૫૦૦ કરોડની યોજના અમલમાં મૂકવામાં આવી છે, તેવી માહિતી આપતાં પંચાયત અને ગ્રામવિકાસ મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલે જણાવ્યું હતું કે, અસરકારક ગ્રામસભાઓ દ્વારા ગામ લોકોના ૮લાખ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો છે. ઇ-ગ્રામ - વિશ્વ ગ્રામ યોજના હેઠળ ગુજરાતના ૧૩૫૦૦ ગામડાંઓ વીજાણુ નેટવર્કથી જગત સાથે જોડયાં છે. તેમણે સમરસ ગ્રામ, તીર્થ ગ્રામ, પંચવટી સહિતની ગ્રામવિકાસ યોજનાના પરિણામોની જાણકારી આપવાની સાથે જણાવ્યું હતું કે, દેશ અને દુનિયાએ સદ્‍ભાવના મિશન દ્વારા વિકાસની સાથે ભાઇચારો અને સદ્‍ભાવનાને જોડવાના મુખ્યમંત્રીશ્રીના અભિયાનની નોંધ લીધી છે.
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સદ્‍ભાવના મિશન દ્વારા પ્રત્યેક વ્યકિત અને સમાજમાં રહેલા સદ્‍ભાવના તત્વને ચેતનવંતુ કર્યું છે, તેવી લાગણી વ્યકત કરતા નવસારીના સાંસદ શ્રી ચંદ્રકાંત પાટિલે જણાવ્યું હતું કે, સદ્‍ભાવનાના વિચારની સાથે ગુજરાતના નાગરિકોની એકાત્મતા જોઇને દેશ ચકિત થઇ ગયો છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના અજોડ વિકાસ દ્વારા દેશવ્યાપી લોકચાહના અને વિશ્વની માન્યતા મેળવી છે તેવા શબ્દો સાથે તેમણે ઉમેર્યું હતું કે, દેશ અને વિશ્વના ઉઘોગપતિઓ ગુજરાતમાં ઉઘોગ સ્થાપવા ઉત્સુક છે. કટૃર વિરોધીઓને પણ ગુજરાતના વિકાસની નોંધ લેવાની ફરજ પડી છે તેનો ઉલ્લેખ સાંસદે કર્યો હતો.
સાંસદ શ્રી ભરતસિંહ પરમારે જણાવ્યું કે, સર્વ સમાવેશક અને સર્વપોષક વિકાસ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની આગવી દેન છે. તેવી લાગણી વ્યક્ત કરતાં સાંસદ શ્રી ભરતસિંહ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસની તેમની તપસ્યા આજે રંગ લાવી છે. મુખ્યમંત્રી શ્રી ગુજરાતની પ્રજાની સેવાનું સ્વપ્ન લઇને કામ કરી રહ્યાં છે, અને એટલે જ તેમના પગલે આજે ગુજરાતમાં માંગ્યા મેહ વરસે છે. શ્રી મોદીને વિઝા નકારનારા અમેરીકાને આજે ગુજરાતમાં આવવાની પ્રબળ ઇચ્છા જાગી છે. તેવી લાગણી વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી ગુજરાતના વિકાસની જેમ દેશના વિકાસનું મોડેલ આપે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
ગુજરાતે પારસી સમુદાયને સમાવી લઇને પહેલાંથી જ વિશ્વને સદ્‍ભાવનાનો પરિચય કરાવ્યો હતો તેવી લાગણી વ્યક્ત કરતા રાષ્ટ્રીય પદાધિકારી ઓરીસ્સાના ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પ્રજાપાલક લોકનાયક તરીકે પ્રસ્થાપિત થયા છે, અને તેમના શાસન હેઠળ ઓરીસ્સાવાસીઓને ગુજરાત પોતીકું લાગે છે. ગુજરાતે ગરીબી નિવારવાનો માર્ગ બતાવ્યો છે, અને વિકાસમાં હિમાલયની ઊંચાઇઓ સિધ્ધ કરી છે. ગુજરાતે સફળ વિકાસનો દાખલો બેસાડયો છે. તેમણે રોજગાર આપવાની ગુજરાતની વિશાળ ક્ષમતાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો, અને ૧ર લાખથી વધુ ઓરીસ્સાવાસીઓને રોજગારી આપવા માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ ગુજરાતે પંચશકિત આધારિત વિકાસની વ્યૂહરચના સાકાર કરી બતાવી છે એવી લાગણી વ્યકત કરતા ગુજરાત પ્રવાસન નિગમના નિયામક મંડળના સદસ્ય શ્રી દિનેશભાઇ દાસાએ જણાવ્યું હતું કે, જયોતિ ગ્રામ યોજના હેઠળ સતત ચોવીસ કલાક વીજળી મળવાથી ગુજરાતના ગામડાંઓની આર્થિક સક્ષમતા વધી છે અને શિક્ષણ સુધર્યું છે. દેશના શાસકોએ જયોતિ ગ્રામ જેવી યોજના બનાવવાની દૂરંદર્શી દાખવી હોત તો આજે સમગ્ર દેશના ગામડાં સબળ બન્યાં હોત. ગુજરાતમાં ૧૩ હજાર મેગાવોટ જેટલી વીજળી પેદા થાય છે, ૪૨ હજાર કિલોમીટર લાંબી વીજ લાઇનો છે અને ૨૨૦૦ કિ.મી.ની ગેસ ગ્રીડ છે એટલે જ તાતા, રીલાયન્સ સહિત વિશ્વના ઉઘોગ ગૃહો ગુજરાતમાં આવે છે.
મુખ્યમંત્રીશ્રીના સદ્‍ભાવના મિશનને ટેકો આપવા બિલીમોરાના યુવાનોએ નવસારી સુધી પદયાત્રા કરી હતી. આ સદ્‍્‍ભાવના પદયાત્રીઓએ બપોરના સમયે મિશન મંડપમાં મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માસભર અભિવાદન કર્યું હતું.

સદ્‍ભાવના મિશન જિલ્લા અભિયાનઃ નવસારી મુખ્યમંત્રીશ્રી ઉપર ફ્રાન્સના સન્નારી ચેન્ટાલ આડીન્વેનો પુસ્તક લખી રહ્યાં છે સદભાવના મિશનમાં ઉપસ્થિત રહીને અનુભવ લીધો


સદ્‍ભાવના મિશન
જિલ્લા અભિયાનઃ નવસારી
મુખ્યમંત્રીશ્રી ઉપર ફ્રાન્સના સન્નારી ચેન્ટાલ આડીન્વેનો પુસ્તક લખી રહ્યાં છે
સદભાવના મિશનમાં ઉપસ્થિત રહીને અનુભવ લીધો
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની કાર્યશૈલી-જાહેરજીવન અંગે સને ૨૦૧૨ સુધીમાં સ્વરચિત પુસ્તકનું ફ્રેન્ચ ભાષામાં પ્રકાશન કરવા કટિબધ્ધ ફ્રાન્સના સન્નારી સુશ્રી ચેન્ટાલ આન્ડીવેનો નવસારીના સદભાવના મિશનનો અનુભવ મેળવીને ખૂબ જ પ્રસન્ન થયાં હતાં.રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિકાસની સાથે પ્રેમ, ભાઇચારો, એકતા અને સદ્‍ભાવના માટે ઉપવાસની સાધના કરે તે જાણીને તેમણે આનંદની લાગણી વ્યકત કરી હતી.
ખાસ ઉલ્લેખનીય વાત એ છે કે સુશ્રી ચેન્ટાલ ભારતીય સંસ્કૃતિથી ધણાં પ્રભાવિત છે. તેઓ વૈદિક સંસ્કૃતિના પુરસ્કર્તા આર્ય સમાજના ગાઢ સંપર્કમાં છે. અને તેમનું ભારતીય નામકરણ શકુન્તલા કરવામાં આવ્યું છે. જેનો તેઓ હંમેશા પોતાના મૂળ નામની સાથે સગર્વ ઉલ્લેખ કરે છે.
સુશ્રી ચેન્ટાલ ઉર્ફે શકુન્તલાની સદભાવના મિશનની મુલાકાતનો વિશેષ આશય જાહેર જીવનમાં પ્રવૃત્ત મુખ્યમંત્રીશ્રીને નિકટથી નિહાળવાનો છે. આ અગાઉ તેમણે મુખ્યમંત્રીશ્રીના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો અનુભવ મેળવ્યો છે. તેમણે સંખ્યાબંધ વાર ગુજરાતની મુલાકાત લીધી છે.
નવસારીના જિલ્લા કલેકટર સંધ્યા ભુલ્લરે આ વિદેશી અતિથિને મંડપમાં ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો. સુશ્રી ચેન્ટાલે ગઇકાલે રાજ્યના વરિષ્ઠ મંત્રીશ્રી મંગુભાઇ પટેલ અને સાંસદ ભરતસિંહ પરમાર સાથે સંવાદ કર્યો હતો. તેમણે ડૉ. સુષ્મા અગ્રવાલ સાથે વિકાસશીલ ગુજરાત પ્રદર્શન નિહાળ્યું હતું તથા યાદગીરી માટે તસવીરો પાડી હતી. સદભાવના મિશનના મુખ્યમંચ પર ભારત માતાની તસવીર નિહાળી અને એક ગોડેસ દેવી સ્વરૂપે રાષ્ટ્રને કલ્પીને તેનું પૂજન કરવાની ભાવના અંગે જાણકારી મેળવીને આનંદની લાગણી વ્યકત કરી હતી.
ભારતીય કુટુંબ જીવનની ઉષ્માપૂર્તતાનો અનુભવ કરાવવા સુશ્રી ચેન્ટાલને રોટરી કલબના ડિસ્ટ્રીકટ ગવર્નર અને નવસારીના અગ્રણી ઉઘોગપતિ રોટેરીયન દિનેશસિંહ ઠાકુરના ધેર ઉતારો આપવામાં આવ્યો હતો. શ્રી દિનેશભાઇ અને તેમના ધર્મપત્ની વિણાબેનનું ઉષ્માભર્યું આતિથ્ય માણીને સુશ્રી ચેન્ટાલ ખૂબ જ અભિભૂત થયાં હતા. ભારતીય પરિવારોમાં મહેમાનનું આગમન આનંદનો પ્રસંગ ગણાવાય છે અને યજમાન પરિવાર મહેમાનને દખલરૂપ ન ગણતા, અતિથિ દેવો ભવની ભાવનાની સત્કાર કરે છે તે જાણીને તેઓએ સાનંદાર્યની લાગણી અનુભવી હતી. ઠાકુર દંપતિએ તેમને સમય ફાળવીને નવસારી અને અખંડ હરિયાળી ધરાવતા દક્ષિણ ગુજરાતની મુલાકાત લેવા અને મહેમાન બનવા ઇજન પાઠવ્યું હતું.

સદ્‍ભાવના મિશન જિલ્લા અભિયાનઃ નવસારી જનતા જનાર્દન અને બધા જ પંથ-સંપ્રદાયોના વડાઓના આશીર્વાદ લઇને નરેન્દ્રભાઇ મોદીએ સદ્‍ભાવના મિશનના અનશનનો આરંભ કર્યો આપણી સદ્‍ભાવનાથી માનવસેવાની સંવેદના અને ગરીબના ધરમાં રોશની પ્રગટાવીએ-મુખ્યમંત્રીશ્રી વિશાળ સંખ્યામાં આદિવાસી-સાગરખેડુ પરિવારો ઉમટયા


સદ્‍ભાવના મિશન
જિલ્લા અભિયાનઃ નવસારી
જનતા જનાર્દન અને બધા પંથ-સંપ્રદાયોના વડાઓના આશીર્વાદ લઇને નરેન્દ્રભાઇ મોદીએ સદ્‍ભાવના મિશનના અનશનનો આરંભ કર્યો
આપણી સદ્‍ભાવનાથી માનવસેવાની સંવેદના અને ગરીબના ધરમાં રોશની પ્રગટાવીએ-મુખ્યમંત્રીશ્રી
વિશાળ સંખ્યામાં આદિવાસી-સાગરખેડુ પરિવારો ઉમટયા
કરોડ ગુજરાતીઓએ એકતા અને શાંતિના વાતાવરણમાં વિકાસ કરીને સદ્‍ભાવનાની શક્તિ જીવી જાણી છે
આજે દસ વર્ષ પછી ગુજરાતની સદ્‍ભાવનાની શક્તિમાં કેટલું સામર્થ્ય છે તેની પ્રતીતિ ડંકાની ચોટ ઉપર કરાવી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નવસારીમાં સદ્‍ભાવના મિશનના અનશનનો આજે સવારે પ્રારંભ કરતા જણાવ્યું હતું કે, કરોડ ગુજરાતીઓએ એકતા અને શાંતિના વાતાવરણથી વિકાસ કરીને સદ્‍ભાવનાની તાકાત જીવી જાણી છે.
જનતા  જનાર્દન અને તમામ પંથ-સંપ્રદાયના ધર્મગુરૂઓના આશીર્વાદ લઇને નવસારીમાં સદ્‍ભાવના મિશનના અનશનની તપસ્યા કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, દસ વર્ષ પછી સદ્‍ભાવના મિશન લઇને નીકળવાનું કારણ છે કે, દસ દસ વર્ષથી સદ્‍ભાવનાની શક્તિ ગુજરાતના વિકાસનું ચાલક બળ છે, એવો વિશ્વાસ આપણે પ્રસ્થાપિત કર્યો છે. સદ્‍ભાવના મિશન સમગ્ર દેશને કોમવાદ-જાતિવાદના ઝેર છોડવાની સાચી દિશા આપે છે.
નવસારી જેવા નાના એવા પાંચ તાલુકાઓના નવા જિલ્લાનો પૂર્વપ્રભાગ આદિવાસીઓની વિકાસની ચેતનાથી ધબકે છે, તો મિકાંઠો દરિયાના સાગરખેડુ સમાજના વિકાસ ધબકાર ઝીલે છે, એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, વસુધૈવ કુટુંબકમ આપણા પૂર્વજોના વિકાસનો મંત્ર રહ્યો છે. આજે પણ દુનિયા સમજે તો આતંકવાદ ખતમ થઇ  જાય. સત્યરૂપી ઇશ્વર એક છે. તેને પહોંચવાના રસ્તા ભલે જુદા હોય તેના રૂપ ભિન્ન હોય. કોઇ મંદિરમાં જાય, શિવાલયમાં જાય, દેવળમાં જાય કે મસ્જિદમાં જાય. બધા રસ્તા એક પરમાત્મા પાસે જાય છે, અને આપણી ભારતીય પરંપરા રહી છે, અને ગુજરાતે છેલ્લા દસ વર્ષથી સદ્‍ભાવનાની શક્તિથી વિકાસ કરી બતાવ્યો છે.
ધણા લોકો ગુજરાતની સરકાર સારુ શાસન ચાલે છે, તેને જુદા જુદા દ્રષ્ટિકોણથી મૂલવે છે. કિસાનને લાગે છે કે કૃષિ મહોત્સવ અને જળસંચયના વિકાસની પ્રગતિ માટે સરકાર સારી છે. વેપારીઓને શાંતિથી વેપાર-ધંધા રોજગારના વાતાવરણથી સરકાર સારી લાગે છે. ગરીબોને તેના કલ્યાણના કામો માટે સરકાર ગમે છે. યુવાશક્તિને લાખો રોજગારના અવસર મળ્યા તેનાથી સરકાર ખૂબ સારી લાગે છે. સહુ પોતાના દ્રષ્ટિકોણથી સરકારના શાસનને ઉત્તમ માને છે. તેમના કારણોમાં પણ સચ્ચાઇ છે, પરંતુ ગુજરાતના વિકાસની સાચી તાકાત તો છે દસ વર્ષની સદ્‍ભાવનાની શક્તિ !
"હું જિલ્લે જિલ્લે સદ્‍ભાવના મિશન અભિયાન કરીને દુનિયાને ડંકાની ચોટ ઉપર દર્શાવવા માંગુ છું કે, કરોડ ગુજરાતીઓની શાંતિનો સંકલ્પ, એક્તાની ભાવના, સદ્‍ભાવનાની શક્તિ, ભાઇચારાનો સંપ ગુજરાતના વિકાસની ગતિના આધારસ્થંભ બન્યા છે' એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના ૧૯૮૦-૮પ-૯૦ના વર્ષોમાં કોમી હુલ્લડો, છૂરા-ચાકુબાજી, કરફયુ, ટીયરગેસ, હિંસાની આગ, ભાઇ-ભાઇના લોહીની તરસના બેબસ સમયનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, ગરીબ પરિવારો કોમવાદના ઝેરનો ભોગ બનતા હતા, કોઇ ગરીબ રીક્ષાવાળાની કે કોઇ ગરીબ વેપારીની દુકાન સળગી જતી, તેની રોજીરોટી છીનવાઇ જતી, ગરીબ પરિવારોને ભૂખે ટળવળવું પડતું, ગરીબ માતાને બહાર ગયેલો દીકરો સહી-સલામત પાછો ધેર પહોંચશે કે નહીં તેનો ફફડાટ હતો. કોમી હિંસાના દિવસો ભૂલાતા નથી, એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ છેલ્લા દસ વર્ષમાં શાંતિ અને ભાઇચારો કરોડ ગુજરાતીઓનો સ્વભાવ બની ગયો, તેને સદ્‍ભાવનાની શક્તિનો પ્રભાવ ગણાવ્યો હતો.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, દસ વર્ષ પહેલાનું બાળક પહેલા કરફયુ શબ્દ શીખતું પછી મા-મામા શબ્દ બોલતું. આજે દસ વર્ષના બાળકને કરફયુ શું છે તેની સમજ પણ નથી. પરિવર્તન સદ્‍ભાવનાની શક્તિથી આવ્યું છે.
દસ વર્ષથી ગુજરાત સદ્‍ભાવનાની તાકાતથી વિકાસ કરતું રહ્યું, પરંતુ આજે સદ્‍ભાવના મિશન શા માટે ? તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. તેમણે જણાવ્યું કે, મારે ગુજરાતની સદ્‍ભાવના કેવી છે તેના પરિણામો લાવીને દુનિયાને પહેલા બતાવવા હતા. આજે દસ વર્ષ પછી હું ડંકાની ચોટ ઉપર દેશ અને દુનિયાને કહી શકું છું કે, કોમવાદ-જાતિવાદનું ઝેર છોડો, ભારતમાતાની સેવા માટે એક્તા અને સદ્‍ભાવનાથી તેને શક્તિશાળી બનાવો. શહેર હોય કે ગામ, જાતિવાદનું ઝેર કોઇનું ભલું નથી કરવાનું, કોમ-કોમ વચ્ચે લડાઇ-ઝગડા કોઇનું ભલુ નથી કરતા. ભૂતકાળમા માનગઢ સહિત ગુજરાતમાં ભાઇ-ભાઇનું લોહી રેડવાની સ્થિતિ હતી. આજે દસ વર્ષથી ગુજરાતમાં ભાઇચારો અને એકતા છે. કરોડ ગુજરાતીઓએ ગુજરાતમાં સદ્‍ભાવનાનો મંત્ર જીવી જાણ્યો છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
આજે આપણે કરોડ ગુજરાતીઓ આપણી સદ્‍ભાવનાની તાકાતને દુનિયા સમક્ષ ઉન્નત મસ્તકે મૂકી શકીએ છીએ. એવો વિશ્વાસ પણ જગાવી શક્યા છીએ. સદ્‍ભાવનાની શક્તિથી આપણે ગરીબના ધરમાં વિકાસની રોશની પ્રગટાવીએ, દુઃખી-પીડિતના આંસુ લુછવા સંવેદનાથી સહભાગી બનીએ, એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આજે ઓરિસ્સાના પૂરપીડિતો માટે નવસારી અને સુરતના સમાજોએ સદ્‍ભાવના મિશનના અવસરે જીવન આવશ્યક રાહત સામગ્રી મોકલવાની જે ઉમદા માનવસેવાની સદ્‍ભાવના બતાવી તેને પ્રેરણારૂપ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં ઓરિસ્સાના નાગરિકો રોજી-રોટી માટે આવીને વસેલા છે. ગુજરાત સોમનાથની ભૂમિ છે, તો ઓરિસ્સા જગન્નાથની ભૂમિ છે. આપણે સહુ એક પરમાત્માના પરિવારના ભાઇઓ છીએ. ઓરિસ્સામાં પૂરપ્રકોપનો ભોગ બનેલા ગરીબ, દુઃખી પરિવારોની પડખે ઊભા રહેવા આજે ૮૦,૦૦૦ સાડીઓ, પ૦,૦૦૦ પુરૂષો માટેના ગમછા વસ્ત્રો, ૧ર૦૦૦ ગરમ ધાબળા સહિત દવાઓ અને જીવનજરૂરી વસ્તુઓ જનશક્તિની ભાગીદારીથી એકત્ર કરીને ઓરિસ્સાના સાંસદ ધર્મેન્દ્રજી પ્રધાન અને બહેન સુષ્માજીને આજે સાંજે સુપરત કરાશે.આપણી સદ્‍ભાવનાની શક્તિથી આપણે દુનિયામાં કરોડ ગુજરાતીઓના વિકાસની તાકાતનો ડંકો વગાડી રહ્યાં છીએ, એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીનાં અનશન અને સદ્‍ભાવના મિશનમાં જોડાવા નવસારી જિલ્લાના પાંચેય તાલુકા નવસારી, ગણદેવી, ચીખલી, વાંસદા અને જલાલપોરના ગામેગામથી વનવાસીઓ અને સાગરખેડુ પરિવારો અવિરત જનપ્રવાહરૂપે સમર્થન આપી રહ્યાં છે.

રાજકોટ ખાતે એરમેન ભરતી મેળો યોજાશે


રાજકોટ ખાતે એરમેન ભરતી મેળો યોજાશે
ભુજ, ગુરૂવારઃ ભારતીય હવાઇ દળમાં એરમેનની (ગૃપ વાય) ભરતી કરવા માટે આગામી તા.૫/૧૧/૨૦૧૧ થી તા.૮/૧૧/૨૦૧૧ના રોજ સવારના ૭ વાગે ઈન્‍ડોર સ્‍ટેડિયમ, એથ્‍લેટિકસ ગ્રાઉન્‍ડ, ઈન્‍કમ ટેક્ષ ઓફિસ સામે, રેસ કોર્ષ રાજકોટ ખાતે જાહેર ભરતી મેળો યોજાશે.
આ ભરતી કાર્યક્રમમાં આર્ટસ, કોમર્સ, સાયન્‍સ અથવા વ્‍યવસાયલક્ષી પ્રવાહમાં સરેરાશ ૫૦ ટકા સાથે ધોરણ ૧૨ પાસ અથવા માન્‍ય બોર્ડ/ઈન્‍સ્‍ટીટયુટમાં ત્રણ વર્ષનો ડિપ્‍લોમાં ઈન એન્‍જિનિરીંગ (કોઇપણ સ્‍ટ્રીમમાં પાસ) અને તા.૧/૧/૧૯૯૧ થી તા.૩૧/૩/૧૯૯૫ વચ્‍ચે જન્‍મેલા અને ઓછામાં ઓછી ૧૬૫ સે.મી.ની ઊંચાઇ ધરાવતા હોવો જોઇએ. માત્ર પુરૂષ અપરિણિત ઉમેદવારો (અપંગો સિવાય) જોડાઇ શકશે. કચ્‍છ જિલ્‍લાના ઉમેદવારોએ તા.૫/૧૧/૨૦૧૧ના રોજ સવારના ૭ વાગ્‍યે ઉપસ્‍થિત રહેવું.
આ ભરતીમાં ઉમેદવારી કરનાર ઉમેદવારોએ તમામ અસલ માર્કશીટ, એસ.એસ.સી. બોર્ડ તરફથી મળેલી પાર્સીંગ સર્ટીફિકેટ, એન.સી.સી. સર્ટિફિકેટ (જો હોય તો) ત્રણ નકલ ઝેરોક્ષ સાથે તેમજ ૭ પાસપોર્ટ સાઈઝના કલર (ત્રણ માસથી જુના ન હોય તેવા ટોપી અને ગોગલ્‍સ વિનાના) તેમજ અન્‍ય રાજયના કે અન્‍ય રાજયમાંથી ધોરણ ૧૨ પાસ કરેલ હોય તેવા ઉમેદવારોએ ડોમીસાઇલ પ્રમાણપત્ર સાથે ભરતીના સ્‍થળે, નિયત સમયે અને તારીખે અચૂક ઉપસ્‍થિત રહેવા રોજગાર અધિકારી, ભુજ દ્વારા જણાવાયું છે.


Date : 20 October 2011
સદ્‌ભાવના મિશન
જિલ્લા અભિયાન : નવસારી
મુખ્‍યમંત્રીશ્રીના સદ્‌ભાવના મિશન અંતર્ગત અનશનને નવસારીમાં વિશાળ જનશક્‍તિનું સમર્થન
નરેન્‍દ્રભાઇ મોદીનું પ્રેરણાદાયી સમાપન સંબોધન
ગુજરાત વિકાસની પારાશીશી
દીવાળીનું પર્વ ગુજરાતની સદ્‌ભાવનાનું પર્વ બનશે
મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ સદ્‌ભાવના મિશન અંતર્ગત નવસારી જિલ્લા અભિયાનના અનશનનું પ્રેરક સમાપન પ્રવચન કરતા જણાવ્‍યું કે, આ દીવાળીનું પર્વ સમગ્ર ગુજરાતમાં સદ્‌ભાવનાનું પર્વ બની રહે એવો રાષ્‍ટ્ર ભાવનાનો પ્રકાશ ફેલાશે.
દિલ્‍હીની સલ્‍તનત ગુજરાત ઉપર જૂલ્‍મ ગમે એટલા કરે તો પણ ફીફા ખાંડતા રહેવાના છે. તમે જૂલ્‍મ કરવામાં કાંઇ બાકી નથી રાખ્‍યું પણ કશુ કરી શક્‍યા નથી. હજુ પણ મારો પડકાર છે આવો ખેલ ખેલાડીના, ઘોડા અસવારના !
નવસારીમાં સદ્‌ભાવના મિશન અનશનમાં જોડાવા ઉમટેલી જિલ્લાના પાંચેય તાલુકાની વિશાળ જનશક્‍તિનો આશીર્વાદ માટે અંતઃકરણથી આભાર માનતા શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું કે, આ સદ્‌ભાવના મિશન જિલ્લે જિલ્લામાં રંગ જમાવવાનું છે.
ગુજરાત અને વિકાસ એકબીજાનો પર્યાય બની ગયા છે. વિકાસની વાત કોઇ કરે તો ગુજરાત જ યાદ આવે અને ગુજરાતની વાત થાય તો વિકાસનો વાવટો જ ફરકે. જેમને ગુજરાત ગમે છે તે ગુજરાતના વિકાસનું ગૌરવ કરે છે, પણ જેમને ગુજરાત પ્રત્‍યે અણગમો છે તે પણ તેમના સારા કામ માટે સરખામણી તો ગુજરાત સાથે જ કરે છે. વિકાસના માપદંડ ગુજરાતે જ નક્કી કરી આપ્‍યા છે.
ગુજરાત વિકાસની પારાશીશી બની ગયું છે. 60 વર્ષની દેશની રાજનીતિમાં વોટબેંકે દેશને તબાહીમાં ધકેલી દીધી છે, અને શું આ સ્‍થિતિ બદલવી જોઇએ નહીં ? ક્‍યાં સુધી ટૂકડા ફેંકી મતપેટી ભરવા માંગો છો ? તમારી મતપેટી ભરાણી, પણ ગરીબનું પેટ ભરાયું નથી, એવો આક્રોશ મુખ્‍યમંત્રીશ્રીએ વ્‍યક્‍ત કર્યો હતો.
વનબંધુ યોજનાથી વનબંધુઓના વિકાસ અને એકતાના પરિણામે ગુજરાતની ધરતી ઉપર નક્‍સલવાદ ડોકાઇ શક્‍તો નથી. આતંકવાદ પણ, સમાજની એકતા હશે, સદ્‌ભાવનાની તાકાત હશે તો દેશની ધરતી ઉપર વકરી શકે નહીં. સમાજને તોડીને ભાઇભાઇ વચ્‍ચે કોમવાદના ઝેર રેડીને નક્‍સલવાદ, આતંકવાદને રોકી શકાય નહીં, એમ તેમણે સ્‍પષ્‍ટપણે જણાવ્‍યું હતું.
નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું કે, મારા આ ઉપવાસ એવા છે કે મારા મનના ભાવ જનજનના હૈયા સુધી પહોંચે એવું અભિયાન, સદ્‌ભાવના મિશન લઇને નીકળ્‍યો છું. મારે તો ગુજરાતને નમૂનારૂપ બનાવવું છે, જેનો વિકાસ સર્વત્ર પ્રગતિનો પથદર્શક બની રહેશે.
તેમણે 99 ટકા પાકા ગ્રામીણ રસ્‍તા અને સો ટકા કન્‍યા શિક્ષણ અને શાળા પ્રવેશના અભિયાનોમાં કોઇ ભેદભાવ નથી રાખ્‍યો તેની ભૂમિકા આપી હતી, અને જણાવ્‍યું કે, પણ જેમણે વિઘટનના, ભેદભાવના ચશ્‍મા પહેર્યા છે તેઓ તો સદ્‌ભાવ અને એકતા જાણે તેમના ખાટલામાં વીંછી ચડયો હોય એમ હવાતિયા મારે છે, એમ પણ તેમણે જણાવ્‍યું હતું.
ગુજરાતના કિસાનોએ પરિશ્રમ કરીને પૂરી તાકાતથી હાંસલ કરેલ કૃષિ વિકાસની સમૃધ્‍ધિથી ગામડાના સમાજ પાસે ખરીદ શક્‍તિ આવી છે.

અકસ્‍માતો નિવારવા જાહેર સ્‍થળોએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ,...સાહસ-શૌર્ય, તબીબી અને સેવા/જાહેર સુખાકારી ક્ષેત્રે વિશિષ્‍ટ સિધ્‍ધિ મેળવનારને એવોર્ડથી નવાજાશે.


અકસ્‍માતો નિવારવા જાહેર સ્‍થળોએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ
પોરબંદર તા.૨૦ -.. પોરબંદર જીલ્‍લામાં ધાર્મિક તહેવારો તથા દિવાળીના તહેવારો તેમજ અન્‍ય પ્રસંગોએ લોકો દ્વારા જાહેરમાં ફટાકડા ફોડવામાં આવે છે.જેના કારણે  આગ લાગવાના કે જાહેર જનતા/રાહદારીઓના દાઝવાના બનાવો કે અકસ્‍માતો થવાનો પુરો સંભવ છે. આથી જીલ્‍લામાં કોઇપણ વ્‍યકિત કે તેની મિલ્‍કતને નુકશાન કે તેને શારીરિક ઇજાઓ/જાનહાનિ ન થાય તે હેતૂથી કોઇપણ પ્રસંગે જાહેર રસ્‍તાઓ ઉપર/શેરીઓમાં/ગલીઓમાં વિસ્‍તારોમાં ફટાકડા ફોડવા પર તા. ૨૫/૧૦/૧૧ થી તા. ૧૦/૧૧/૨૦૧૧ સુધી પ્રતિબંધાત્‍મક આદેશો જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી ગિરીશ શાહ દ્વારા હોદ્દાની રૂએ જાહેર કરાયેલ છે. આ આદેશોનું ઉલ્‍લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.
સાહસ-શૌર્ય, તબીબી અને સેવા/જાહેર સુખાકારી ક્ષેત્રે વિશિષ્‍ટ સિધ્‍ધિ મેળવનારને એવોર્ડથી નવાજાશે.
પોરબંદર તા.૨૦ -. માનવ સમાજ સેવાના ઉદેશથી સાહસ-શૌર્ય, તબીબી અને સેવા જાહેર સુખાકારી ક્ષેત્રોમાં નોંધપાત્ર સેવાની કામગીરી કરી વિશિષ્‍ટ સિધ્‍ધિ હાંસલ કરી હોય તેવા ગુજરાત રાજયના કોઇપણ નાગરિકને પ્રતિવર્ષ સરકારશ્રી દ્વારા સન્‍માન કરી એવોર્ડ એનાયત કરવામાં  આવે છે.
તા. ૧-૧-૨૦૧૦ થી તા.૩૧-૧૨-૨૦૧૦ દરમ્‍યાન ઉકત કોઇ ક્ષેત્રમાં  જે કોઇ વ્‍યકિતએ વિશિષ્‍ટ કામ કરેલ હોય તેઓ આ એવોર્ડ માટે અરજી કરવાને પાત્ર છે.આ અંગેનું અરજીપત્ર જીલ્‍લા રમત ગમત અધિકારીની કચેરી અથવા કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ, બ્‍લોક નં.૧૧ ત્રીજો માળ, ડો.જીવરાજ મહેતા ભવન ગાંધીનગરનો સંપર્ક કરવો. અરજદારોએ સંપૂર્ણ વિગતો સાથે નિયત અરજીપત્રકો તા. ૩૦-૧૦-૨૦૧૧ સુધીમાં સંબંધિત જીલ્‍લા રમતગમત અધિકારી કચેરીને મોકલી આપવા કમિશ્નર, યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.
અવાજનું પ્રદૂષણ ફેલાવવા પર જાહેર પ્રતિબંધ
પોરબંદર તા.૨૦ઃ- નામદાર સુપ્રિમ કોર્ટના આદેશાનુંસાર દિવાળી કે  અન્‍ય તહેવારો/પ્રસંગોએ ફટાકડા ફાયગર ક્રેકર્સ દ્વારા તથા લાઉડ સ્‍પીકર, જાહેર કાર્યક્રમો, એમ્‍પ્‍લીફાયર વિગેરેના કારણે હવામાં ફેલાતા અવાજના પ્રદુષણથી લોકોની તંદુરસ્‍તી જોખમાતી હોવાથી અવાજના પ્રદૂષણને નિયમનમાં રાખવું જરૂરી છે. જે માટે અવાજ મર્યાદાથી વધુ અવાજ કાઢતા ફટાકડાનું ઉત્‍પાદન કે વેંચાણ કરવા તેમજ હોસ્‍પીટલ, સ્‍કૂલ, શૈક્ષણિક સંસ્‍થાઓ, ન્‍યાયાલય, ધાર્મિક સ્‍થળો તથા સાયલન્‍સ ઝોન તરીકે જાહેર થયેલા વિસ્‍તારની ૧૦૦ મીટરની ત્રિજયામાં રાત્રીના ૧૦ થી સવારના ૬ વાગ્‍યા સુધી તા.૨૫/૧૦/૨૦૧૧થી તા.૧૦/૧૧/૨૦૧૧ સુધી તથા અન્ય તહેવારો કે પ્રસંગો દરમિયાન ફટાકડા ફોડવા પર જાહેર પ્રતિબંધ છે. જેનું જાહેર જનતાએ ચૂસ્‍તપણે અમલ કરવા જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ દ્વારા જણાવાયેલ છે.  

આજે તાલુકા યુવક મહોત્‍સવ કાર્યક્રમ માટે એન્‍ટ્રી કરાવવી,અમરેલી જિલ્‍લામાં મતદાર યાદી સુધારણા-૨૦૧૨ અન્‍વયે ૧૭,૯૮૬ થી પણ વધુ અરજી ફોર્મ મળ્યા

 આજે તાલુકા યુવક મહોત્‍સવ કાર્યક્રમ માટે એન્‍ટ્રી કરાવવી
અમરેલી તા. ૨૦ ઓક્ટોબર,૨૦૧૧ ગુરૂવાર તા.૨૩/૧૦/૨૦૧૧ને રવિવારના રોજ સવારે ૯.૦૦ કલાકે તાલુકા યુવક મહોત્‍સવ કાર્યક્રમ યોજાનાર છે. શ્રીમતિ શાંતાબેન હરિભાઇ ગજેરા, શૈક્ષણિક સંકુલ, ચક્કરગઢ રોડ-અમરેલી ખાતે યોજાનાર આ મહોત્‍સવમાં ભાગ લેવા ઇચ્‍છુક સ્‍પર્ધકોએ, તા.૨૧મીને સાંજે ૬.૦૦ કલાક સુધીમાં કન્‍વીનરશ્રી ચતુરભાઇ ખૂંટનો સંપર્ક સાધી એન્‍ટ્રી કરવવાની રહેશે. આ માટે સંપર્ક નંબર ૨૩૨૩૨૧ થી ૨૬ છે, તેમ મામલતદારશ્રી-અમરેલીની યાદીમાં જણાવાયું છે.
અમરેલી જિલ્‍લામાં મતદાર યાદી સુધારણા-૨૦૧૨ અન્‍વયે ૧૭,૯૮૬ થી પણ વધુ અરજી ફોર્મ મળ્યા
તા. ૨૩ ઓક્ટોબરને રવિવારના રોજ સવારે ૯ થી સાંજે ૬ વાગ્‍યા સુધી મતદાન મથકો પર મતદાર યાદી અંગે ખાસ ઝૂંબેશ
બાકી રહેતા નાગરિકોને પણ નવા મતદારોના અરજી ફોર્મ તથા હક્ક દાવા અને વાંધા અરજી કરવા અનુરોધ
અમરેલી તા. ૨૦ ઓક્ટોબર,૨૦૧૧ ગુરૂવાર ભારતના ચૂંટણીપંચ દ્વારા રાજ્યની તમામ વિધાનસભા મતવિભાગની મતદારયાદીની સુધારણાના કાર્યક્રમ અન્વયે જે-તે વિસ્‍તારના મતદાન મથકો પર બુથ લેવલ ઓફિસરશ્રી દ્વારા અરજીઓ સ્‍વીકારવામાં આવશે.
તા.૧લી ઓક્ટોબરથી હાથ ધરવામાં આવેલ આ ઝૂંબેશ દરમ્‍યાન અમરેલી જિલ્‍લામાં અલગ અલગ અંદાજે ૧૭,૯૮૬ થી પણ વધુ અરજી ફોર્મ મળ્યા છે. જેમાં ના દાખલ કરવાની અરજી માટે ફોર્મ નં.૬ના ૧૩,૩૩૧, હક્ક-દાવા અને વાંધા અંગે અરજીના ફોર્મ નં.૭ના ૨,૮૮૨, ફોર્મ નં.૮ના ૧,૨૭૫ અને નોંધાયેલ નામોમાં સ્‍થળ ફેરબદલીના અરજી ફોર્મ નં. ૮ક ના ૪૯૮ ફોર્મ મળ્યા છે.
મતદાર સુધારણા યાદી ઝૂંબેશ શરૂ છે. રવિવારે દરેક મતદાન મથકો પર નામ ઉમેરવા, કમી કરાવવા, વિગતોમાં સુધારા-વધારા કરાવવા અને સ્‍થળાંતરિત મતદારોના સરનામામાં ફેરફાર માટે અલગ-અલગ પ્રકારના ફોર્મ ભરવાની કામગીરી શરૂ હોય જાહેર જનતા પોતાના નામ અંગે જરૂરી કાર્યવાહી રજાના દિવસે, રવિવારે પણ કરી શકે છે.
કામગીરી હજુ શરૂ છે ત્‍યારે બાકી રહેતા નાગરિકોને પણ આ રવિવારે તક સાંપડવાની છે. તા. ૨૩ ઓક્ટોબરને રવિવારના રોજ મતદાર યાદી સુધારણા માટે ખાસ ઝૂંબેશના દિવસે  સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી તા.૦૧/૦૧/૨૦૧૨ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરતાં હોય તેવા નવા મતદારો ના અરજી ફોર્મ નં.૬ અને હક્ક દાવા અને વાંધા અરજીઓ પણ મતદાન મથકો પર સ્‍વીકારવામાં આવશે. વધુ વિગતો માટે હેલ્‍પલાઇન નં. ૦૨૭૯૨-૨૩૪૦૦૧ પર સંપર્ક કરવા કલેક્ટરશ્રી-અમરેલીની યાદીમાં જણાવાયું છે.
કૃષિ, સહકારમંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણી અમરેલી જિલ્લાના પ્રવાસે
અમરેલી તા. ૨૦ ઓક્ટોબર,૨૦૧૧ ગુરૂવાર રાજયના કૃષિ, સહકાર અને પશુપાલન વિભાગના મંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણી આગામી તા. ૨૨ અને ૨૩ ઓક્ટોબર-૨૦૧૧ના રોજ અમરેલી જિલ્‍લાના પ્રવાસમાં આવનાર છે. મંત્રીશ્રી તા.૨૨-૧૦-૧૧ના રોજ ૧૦-૦૦ અને ૧૧.૦૦ કલાકે અમરેલી જિલ્‍લા મધ્‍યસ્‍થ સહકારી બેંક લિ.ની બેઠક તથા ૧૫.૦૦ કલાકે, પટેલ વાડી, હિરામોતી ચોક-અમરેલી ખાતે અમરેલી જિલ્‍લા મધ્‍યસ્‍થ સહકારી બેંક લિ. અમરેલી તથા જેસીંગપરા શાખાના ખેડુત સભાસદ ભેટ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે. તા.૨૩-૧૦-૨૦૧૧ના રોજ ૯.૦૦ કલાકે વાંકીયા, ૧૧.૦૦ કલાકે જાળીયા, ૧૫.૦૦ કલાકે મોટા આંકડિયા, ૧૭.૦૦ કલાકે ચિત્તલ ખાતે અમરેલી જિલ્‍લા મધ્‍યસ્‍થ સહકારી બેંક લિ. અમરેલી તથા જેસીંગપરા શાખાના ખેડુત સભાસદ ભેટ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે.

રાજયકક્ષાની શાળાકીય અં.-૧૯ બેઇઝબોલ સ્‍પર્ધા તા.૨૨મીએ યોજાશે,દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડા ફોડવા અંગે સલામતી માર્ગદર્શક સુચનો


રાજયકક્ષાની શાળાકીય અં.-૧૯ બેઇઝબોલ સ્‍પર્ધા તા.૨૨મીએ યોજાશે
રમતગમત યુવા સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર આયોજીત અને જિલ્‍લા રમતગમત અધિકારીની કચેરી જામનગર દ્વારા રાજયકક્ષાની શાળાકીય અં.-૧૯ બેઇઝબોલ ભાઇઓ બહેનોની સ્‍પર્ધા તા.૨૨/૧૦/૧૧ ના બપોરે ૩.૩૦ કલાકે ડીસીસી હાઇસ્‍કુલ, જામનગર ખાતે યોજાશે. સ્‍પર્ધાના ઉદઘાટક તરીકે રાજયના ઉચ્‍ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી પ્રો. વસુબહેન ત્રિવેદીના,  અધ્‍યક્ષસ્‍થાને ધારાસભ્‍યશ્રી આર.સી. ફળદુ અને અતિથિ વિશેષ તરીકે ધારાસભ્‍યશ્રી લાલજીભાઇ ત્રિવેદી, મેયર શ્રીમતી અમીબેન પરીખ અને પરસોતમભાઇ ભોજાણી ઉપસ્‍થિત રહેશે. તેમ જિલ્‍લા રમતગમત અધિકારીશ્રીની યાદીમાં જણાવાયુ છે.
દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડા ફોડવા અંગે સલામતી માર્ગદર્શક સુચનો
·         લાયસન્‍સ ધરાવતી દુકાનેથી જ ફટકડા ખરીદો
·         સળગતી વસ્‍તુથી દૂર રહો
·         ફટાકડા ફોડવા રમતના મેદાન, ખેતરો જેવી ખુલ્‍લી જગ્‍યા પસંદ કરો
·         ફટાકડા ફોડતી વખતે તમારી જાતને સલામત અંતરે દૂર રાખો
·         ઉપયોગમાં લીધેલા ફટાકડાઓને પાણી ભરેલી ડોલમાં નાખો
·         દાઝી જવાની સ્‍થિતિમાં ઉપયોગમાં લઇ શકાય તે માટે પાણી ભરેલી ડોલ અને ધાબળો તૈયાર રાખો
·         આગ સામે મહતમ સલામતી માટે જાડા અને સુતરાઉ કપડા પહેરો
·         કપડા આગ પકડી લે તો થોભી જાઓ, જમીન ઉપર આડા સુઇ જઇ આળોટો
·         આગ ઓલવાતી ન હોય તો અસરગ્રસ્‍તને ધાબળાથી આગ ઓલવાય નહી ત્‍યાં સુધી લપેટી રાખો
·         ઇજાગ્રસ્‍તને બળતરા બંધ ન થાય ત્‍યાં સુધી પાણી રેડવાનું ચાલુ રાખો
·         યોગ્‍ય તબીબી સારવાર માટે બને તેટલો ઝડપથી ડોકટરનો સંપર્ક સાધો
·         જરૂર જણાય તો ફાયર બ્રિગેડનો ફોન નં૧૦૧ અને એમ્‍બ્‍યુલન્‍સ માટે ફોન નં. ૧૦૨ ઉપર સંપર્ક સાધો
નિયત કરેલ સ્થળોની નજીક ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

દિવાળીના તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા દારૂખાનાથી આગના બનાવો તથા અકસ્માતો થવા ન પામે તે આશયથી ચાલુ સાલે દારૂખાના ઉપયોગ અને વપરાશ ઉપર નિયંત્રણ મુકવાનું જરૂરી જણાતા જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ અને જિલ્‍લા કલેકટરશ્રી સંદિપકુમારે જાહેરનામુ પ્રસિધ્ધ કરી તા.૨૫-૧૦-૨૦૧૧ થી તા. ૧૧-૧૧-૨૦૧૧ સુધી  નીચ જણાવેલ જામનગર જિલ્‍લાના સમગ્ર વિસ્‍તારમાં કોઇ પણ વ્‍યકિતી ઉંચે ચડી અગર દુર ફુટતું બલુન, એટમબોમ્બ, હવાઇ ચકરડી, રામબાણ, પ્રકારનું દારૂખાનું કે ફટાકડા ફોડવા કે વપરાશ કરવા, ફટાકડાના ઉત્‍પાદન અને વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્‍યો છે.
જનતાની સલામતી ખાતર જામનગર જિલ્‍લાના સમગ્ર વિસ્‍તારમાં આવેલ જાહેર સ્‍થળો, રહેણાંક વિસ્‍તાર વિગેરે જાહેર વપરાશના સ્થળોએ તેમજ પેટ્રોલ પંપ, કે કેરોસીનના ગોદામ અને દુકાનની જગ્‍યાના પ૦ મીટરના વિસ્‍તારમાં  દારૂખાનું ફટાકડા ફોડવા પર મનાઇ ફરમાવી છે.
આ ઉપરાંત આ પ્રકારનું દારૂખાનું ફટાકડા રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ લીમીટેડની રીફાઇનરી, એસ્‍સાર ઓઇલ લી., સિકકા તથા નાની ખાવડીમાં આવેલ ટેન્‍ક ફાર્મ તથા જેટી, કાનાલુસ નવાગામ, કાના છિકારી, ડેરા છિકારી રેલ્‍વે ટર્મીનલ્‍સનો વિસ્‍તાર, પડાણા, મેઘપર તથા ઓખા ખાતે આવેલ ઇન્‍ડિયન ઓઇલ ટર્મીનલ વિસ્‍તારની ૫૦૦ મીટરની હદમાં ફોડવું નહી.
જાહેર કરવામાં આવેલ સાયલન્સ ઝોન હોસ્પિટલો, ન્‍યાયાલય, શૈક્ષણિક સંસ્‍થાઓ વિગેરેના ફરતે ૧૦૦ મીટરના વિસ્તારમાં ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ ફરમાવેલ છે.
આ જાહેરનામાંનો ભંગ કરનાર શખ્સ શિક્ષાને પાત્ર થશે.

રાજકોટ જિલ્‍લા કક્ષાના ટપાલ ટિકિટ પ્રદર્શનમાં ભાગ લેવા અનુરોધ,રાજકોટ શહેરમાં મીઠાઇ-ફરસાણામાં સ્‍વૈચ્‍છિક ભાવ નિયમન,ઇલેકટ્રીકલ સુપરવાઇઝર/વાયરમેનની પરીક્ષાના ઉમેદવારો જોગ


રાજકોટ જિલ્‍લા કક્ષાના ટપાલ ટિકિટ પ્રદર્શનમાં ભાગ લેવા અનુરોધ
રાજકોટ તા. ૨૦ ઓકટોબર -  રાજકોટ જિલ્‍લા કક્ષાનું ટપાલ ટિકિટ પ્રદર્શન આગામી તા.૧૯ થી તા.૨૧ નવેમ્‍બર દરમ્‍યાન રેસકોર્સ ખાતે આવેલી  ડો. શ્‍યામાપ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી ખાતે યોજાશે.
આ પ્રદર્શનમાં ભાગ લેવા માગતા ઉમેદવારોએ પોતાનો સંગ્રહ (A-4) એ-ફોર સાઇઝના ગ્રાફશીટમાં રજૂ કરવાનો રહેશે. ૯૮ સે.મી. X ૧૨૦ સે.મી.ની એક ફ્રેમની ફી ૧૦૦ રૂ. રાખવામાં આવી છે. એક ફ્રેમમાં એ-ફોર સાઇઝની સોળ શીટ પ્રદર્શિત કરી શકાશે. આમંત્રિતો(બિન-હરીફ), જુનિયર ગુપ(હરીફ) અને સીનિયર ગુપ(હરીફ) વિભાગમાં યોજાનારા આ પ્રદર્શનમાં ભાગ લેવા માટે થીમેટિક કે વિષયવાર ગૃપ રાખવામાં આવેલ નથી. આ અંગેના એન્‍ટ્રીફોર્મ નજીકની પોસ્‍ટ-ઓફિસ અથવા સીનિયર સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ ઓફ પોસ્‍ટ ઓફિસીઝ, રાજકોટ ડિવિઝન, રાજકોટ ખાતેથી મળી શકશે, જે ભરીને ૩૦ ઓકટોબર સુધીમાં પરત કરવાના રહેશે.
રાજકોટ શહેરમાં મીઠાઇ-ફરસાણામાં સ્‍વૈચ્‍છિક ભાવ નિયમન

રાજકોટ તા. ૨૦ ઓકટોબર જિલ્‍લા પુરવઠા અધિકારીશ્રી, રાજકોટના અધ્‍યક્ષ સ્‍થાને ફરસાણ તથા માવાની મીઠાઇના સ્‍વૈચ્‍છિક ભાવ નિયમન માટે રાજકોટ શહેરના ફરસાણ તથા મીઠાઇના વેપારી એસોસીયેશનના પ્રતિનિધિઓની તથા વેપારીઓની બેઠક યોજાઇ હતી, જેમાં ખાદ્યતેલના તથા અન્‍ય ચીજવસ્‍તુઓના ભાવોમાં થયેલ ઘટાડો લક્ષમાં લઇ સ્‍વૈચ્‍છિક રીતે ગ્રાહકોના હિતમાં ફરસાણ તથા મીઠાઇના ભાવોમાં ઘટાડો કરવા ચર્ચા વીચારણા કરવામાં આવી હતી. જેના પરિણામ સ્‍વરૂપ ફરસાણના વેપારીઓએ (ગરમ) ગાંઠીયાના એક કિલોના ભાવો રૂ. ૧૬૦પ્રતિ કિલોથી ઘટાડીને રુ. ૧૪૦ અને ફરસાણના ભાવ પ્રતિ કિલોએ રૂ. ૧૨૦મૌથી ઘટાડીને રૂ.૧૦૦ લેવા સહમત થયેલ છે. અને માવાની મીઠાઇના ભાવો પ્રતિ કિલો રુ. ૨૧૦ થી ર૬૦ વાળી મીઠાઇના ભાવમાં રૂ. ર૦ પ્રતિ કિલો ધટાડેલ ભાવ મુજબ વેચાણ કરવા માટે અમલવારી કરવાની ખાતરી આપવામાં આવેલ છે જે-તે વિસ્‍તારમાં બનતા ફરસાણ તથા ચેવડામાં હાલના બજાર ભાવથી પ્રતિ કિલો રુ. ર૦ ઘટાડો કરવાનો રહેશે. આ બાબતની જાહેર જનતાને નોંધ લેવા જિલ્‍લા પૂરવઠા અધિકારીશ્રી રાજકોટની યાદીમાં જણવાયું છે.
ઇલેકટ્રીકલ સુપરવાઇઝર/વાયરમેનની પરીક્ષાના ઉમેદવારો જોગ
રાજકોટ તા. ૨૦ ઓકટોબર   અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને રાજકોટ કેન્‍દ્રો ખાતે બીજી અને ત્રીજી નવેમ્‍બરે ઇલેકટ્રીકલ સુપરવાઇઝર પરીક્ષા અને અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ, પાટણ ,જૂનાગઢ, વલસાડ અને ભુજ કેન્‍દ્રો ખાતે ૩૧ ઓકટોબરે અને પહેલી નવેમ્‍બરે ઇલેકટ્રીકલ વાયરમેનની લેખિત અને મૌખિક પરીક્ષા યોજાશે. ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિભાગના નિયંત્રણ હેઠળ આવેલ સચિવશ્રી, લાઇસન્‍સીંગ બોર્ડ, ઉદ્યોગભવન, ગાંધીનગર દ્વારા યોજાનારી આ પરીક્ષામાં બેસનાર ઉમેદવારોને તેમના બેઠક નંબરવાળા રોલ કાર્ડ રવાના કરવામાં આવી રહયા છે. પરીક્ષામાં પ્રવેશપાત્ર ઉમેદવારોના નામ અને રોલ નંબરની યાદી www.ceiced.gujarat.gov.in વેબસાઇટ પરથી પણ જોઇ શકાશે. જે ઉમેદવારોને રોલકાર્ડ ન મળે તેમણે ઉપર જણાવેલ પરીક્ષાસ્‍થળોએ આવેલ વિદ્યુત નિરીક્ષકશ્રી/સહાયક વિદ્યુત નિરીક્ષકશ્રીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે, તેમ યાદીમાં જણાવાયું છે.

વિરાણી બહેરા મુંગા શાળાની સુવર્ણ જયંતી પ્રસંગે યોજાયેલ સાંસ્‍કૃતિક કાર્યક્રમ ‘બધિર નાદ’..કારખાના ધારા હેઠળની લાયસન્‍સ રીન્‍યુઅલ અરજીઓ તા. ૩૧ સુધી સ્‍વીકારાશે


વિરાણી બહેરા મુંગા શાળાની સુવર્ણ જયંતી પ્રસંગે યોજાયેલ સાંસ્‍કૃતિક કાર્યક્રમ ‘બધિર નાદ’
રાજકોટ તા. ૨૦ ઓકટોબર છેલ્‍લા પાંચ દાયકાથી બધિર બાળકોને શિક્ષણ તેમજ વ્‍યાવસાયિક તાલીમ આપતી રાજકોટની જાણીતી સંસ્‍થા શ્રી અને શ્રીમતિ છગનલાલ શામજીભાઇ વીરાણી બહેરા મુંગા શાળા-ટ્રસ્‍ટના સુવર્ણ જયંતી વર્ષ ઉજવણી પ્રસંગે સંસ્‍થાના બાળકોનો તથા ગુજરાતની ચાર સંસ્‍થા નવસારી, ભાવનગર, હિંમતનગર તથા કછોલીની મૂક બધિર શાળાના બાળકોનો એક સાંસ્‍કૃતિક કાર્યક્રમ હેમુગઢવી હોલ ખાતે રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના સહયોગથી યોજાયો હતો. સામાન્‍ય બાળકો પણ કદાચ ન કરી શકે તેવી સુંદર મજાની કૃતિઓ સ્‍ટેજ પર રજુ કરી બાળકોએ શ્રોતાગણના દિલ જીતી લીધા હતા. સંસ્‍થાના પાંચ વર્ષથી વીસ વર્ષ સુધીના બાળકોએ પોતાનામાં રહેલ ઇશ્વરીય શકિને આબેહુબ રજુ કરી હતી. આ પ્રસંગે રાજકોટના મેયરશ્રી જનકભાઇ કોટક, અગ્રણ્‍ય ઉદ્યોગપતિશ્રી વસંતભાઇ માંગરોળીયા, સંસ્‍થાના પ્રમુખશ્રી રજનીભાઇ જી. બાવીશી, માનદમંત્રી ડો. પ્રફુલભાઇ પી.દોશી, રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના પ્રમુખશ્રી નીલેષભાઇ શેઠ, નાયબ પોલીસ કમિશ્નરશ્રી મયંકસિંહ ચાવડા, શ્રી પ્રશાંતભાઇ વોરા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
કારખાના ધારા હેઠળની લાયસન્‍સ રીન્‍યુઅલ અરજીઓ તા. ૩૧ સુધી સ્‍વીકારાશે
રાજકોટ તા. ૨૦ ઓકટોબર સંયુકત નિયામકશ્રી, ઔદ્યોગિક સલામતી અને સ્‍વાસ્‍થ્‍ય કચેરી, સૌરાષ્‍ટ્ર-કચ્‍છ રીજીયન રાજકોટની યાદી જણાવે છે કે સને ર૦૧૧ અને અનુવર્તી પાંચ વર્ષ સુધી કારખાના ધારા-૧૯૪૮ હેઠળના લાયસન્‍સ રીન્‍યુઆલ અરજીઓ સ્‍વીકારવાની છેલ્‍લી તારીખ ૩૧-૧૦-૧૧ છે.

લાઇસન્‍સ રીન્‍યુ કરવા માટેના ચલણ સંયુકત નિયામકશ્રી, ઔદ્યોગિક સલામતી અને સ્‍વાસ્‍થ્‍ય કચેરી(કારખાનાના નિરીક્ષકની કચેરી) બહુમાળી ભવન, ૭મો માળ, ૭મો બ્‍લોક, રાજકોટ ખાતેથી મેળવી ફોર્મ નં. ૩માં જરુરી વિગતો દર્શાવી અસલ લાયસન્‍સ અને સ્‍ટેબીલીટી સર્ટીફીકેટ સાથે મોડામાં મોડી તા. ૩૧-૧૦-૧ સુધીમાં ઉકત કચેરીમાં પહોંચાડવાની રહેશે.

વધુમાં તા. ૩૧-૧૦૧૧ના રોજ જાહેર રજા છે. પરંતુ કારખાનેદારની સરળતા ખાતર તારીખ ૩૧-૧૦-૧૧ના રોજ સંયુકત નિયામકશ્રી, ઔદ્યોગિક સલામતી અને સ્‍વાસ્‍થ્‍યની કચેરી, ૭/૭ બહુમાળી ભવન, રેસકોર્ષ રોડ, રાજકોટ ખાતેની કચેરી ચાલુ રાખવામાં આવશે, જેની સબંધકર્તાઓને નોંધ લેવા ડેપ્‍યુટી ડાયરેકટરશ્રી, ઇન્‍ડસ્‍ટ્રીયલ સેફટી એન્‍ડ હેલ્‍થ, રાજકોટની યાદીમાં જણાવાયું છે.

એરઈન્ડીયાના ડિસઇન્વેસ્ટમેન્ટનો ઈન્કાર

એરઈન્ડીયાના ડિસઇન્વેસ્ટમેન્ટનો ઈન્કાર: એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટની કોઇ યોજનાનો સરકારે આજે ઈન્કાર કર્યો હતો. એર ઇન્ડિયાને નો પ્રોફિટ, નો નુકસાનના સ્ટેટસ અથવા સુધી લાવવાના પ્રયાસ...

અણ્ણાની સુરક્ષામાં હવે 11 પોલીસકર્મીઓ રહેશે હાજર

અણ્ણાની સુરક્ષામાં હવે 11 પોલીસકર્મીઓ રહેશે હાજર: ટીમ અણ્ણાના સભ્ય પ્રશાંત ભૂષણ અને અરવિંદ કેજરીવાલ પર થયેલા હુમલા બાદ મહારાષ્ટ્ર સરકાર અણ્ણા હજારેની સુરક્ષા ફુલપ્રુફ બનાવવા ઇચ્છે છે. તેથી હવે તેમની સુરક્ષામાં ચાર

મારૂતિ પ્લાન્ટમાં હડતાળનો અંત, 64 કર્મચારીઓને પરત લેવાશે

મારૂતિ પ્લાન્ટમાં હડતાળનો અંત, 64 કર્મચારીઓને પરત લેવાશે: મારૂતિ સુઝુકી ઇન્ડિયાના માનેસર પ્લાન્ટમાં 14 દિવસથી ચાલી રહેલી હડતાળ ગુરુવારે સમાપ્ત થઇ ગઇ. કંપની મેનેજમેન્ટ, કર્મચારી અને હરિયાણા સરકાર વચ્ચે એક ત્રિપક્ષીય કરાક બાદ આ

ગ્રેટર નોઇડા એક્સટેંશન : હાઇકોર્ટનો ઐતિહાસિક નિર્ણય

ગ્રેટર નોઇડા એક્સટેંશન : હાઇકોર્ટનો ઐતિહાસિક નિર્ણય: ગ્રેટર નોઇડા અને નોઇડાના 63 ગામો પર ઇલાહાબાદ હાઇકોર્ટે આજે નિર્ણય આપી દીધો છે. હાઇકોર્ટે ત્રણ ગામોનું સંપાદન સંપુર્ણ રીતે રદ્દ કરી દીધું છે. અબ્દુલ્લાપુર, ચક શાહબેરી અને દેવ

ગ્રેટર નોઇડા એક્સટેંશન : હાઇકોર્ટનો ઐતિહાસિક નિર્ણય

ગ્રેટર નોઇડા એક્સટેંશન : હાઇકોર્ટનો ઐતિહાસિક નિર્ણય: ગ્રેટર નોઇડા અને નોઇડાના 63 ગામો પર ઇલાહાબાદ હાઇકોર્ટે આજે નિર્ણય આપી દીધો છે. હાઇકોર્ટે ત્રણ ગામોનું સંપાદન સંપુર્ણ રીતે રદ્દ કરી દીધું છે. અબ્દુલ્લાપુર, ચક શાહબેરી અને દેવ

પં. બંગાળમાં ટેન્કર-બસ વચ્ચે અકસ્માત : 12નાં મોત

પં. બંગાળમાં ટેન્કર-બસ વચ્ચે અકસ્માત : 12નાં મોત: પશ્ચિમ બંગાળના મિદનાપુર જીલ્લામાં ઓઈલના એક ટેન્કર અને પુરી જઈ રહેલી યાત્રી બસ વચ્ચે શુક્રવારે થયેલા અકસ્માતમાં 12 લોકોના...

પં. બંગાળમાં ટેન્કર-બસ વચ્ચે અકસ્માત : 12નાં મોત

પં. બંગાળમાં ટેન્કર-બસ વચ્ચે અકસ્માત : 12નાં મોત: પશ્ચિમ બંગાળના મિદનાપુર જીલ્લામાં ઓઈલના એક ટેન્કર અને પુરી જઈ રહેલી યાત્રી બસ વચ્ચે શુક્રવારે થયેલા અકસ્માતમાં 12 લોકોના...

મનમોહન સિંહ સૌથી નબળા વડાપ્રધાન : અડવાણી

મનમોહન સિંહ સૌથી નબળા વડાપ્રધાન : અડવાણી: વડાપ્રધાન મનમોહન સિંહ પર ફરી એક વખત નિશાન તાકતા વરિષ્ઠ ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણીએ શુક્રવારે કહ્યુ કે મનમોહન સિંહ સૌથી...

J&Kના કેટલાંક હિસ્સામાંથી હટાવી લેવાશે AFSPA

J&Kના કેટલાંક હિસ્સામાંથી હટાવી લેવાશે AFSPA: જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ શુક્રવારે કહ્યું કે પ્રદેશના કેટલાંક વિસ્તારોમાંથી થોડા દિવસોમાં સશસ્ત્ર બળ વિશેષાધિકાર કાયદો(એએફએસપીએ) તથા અશાંત ક્ષેત્ર કાયદો(ડીએએ)ને

J&Kના કેટલાંક હિસ્સામાંથી હટાવી લેવાશે AFSPA

J&Kના કેટલાંક હિસ્સામાંથી હટાવી લેવાશે AFSPA: જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ શુક્રવારે કહ્યું કે પ્રદેશના કેટલાંક વિસ્તારોમાંથી થોડા દિવસોમાં સશસ્ત્ર બળ વિશેષાધિકાર કાયદો(એએફએસપીએ) તથા અશાંત ક્ષેત્ર કાયદો(ડીએએ)ને

કેજરીવાલને ITની નોટિસ, 9 લાખ ચૂકવવાનું ફરમાન

કેજરીવાલને ITની નોટિસ, 9 લાખ ચૂકવવાનું ફરમાન: ઇન્કમટેક્સ વિભાગે ફરી એક વખત અણ્ણાના મુખ્ય સહયોગી અરવિંદ કેજરીવાલને 9 લાખ રૂપિયાની નોટિસ મોકલી છે. આઇટી વિભાગે કહ્યું છે કે તેઓ 27 ઓક્ટોબર સુધીમાં પૈસા ચૂકવી દે.

રાજ્યોના મુખ્યમંત્રીઓએ સતર્કતા વધારવી જોઇએ : ચિદમ્બરમ

રાજ્યોના મુખ્યમંત્રીઓએ સતર્કતા વધારવી જોઇએ : ચિદમ્બરમ: સુરક્ષા એજન્સીઓની વધતી જતી ચિંતાઓની વચ્ચે ગૃહમંત્રી પી. ચિદમ્બરમે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીને સાંપ્રદાયિક હિંસા પ્રત્યે સતર્ક રહેવાની સલાહ આપી છે. મુખ્યમં

જયલલિતા આજે પણ બેંગ્લોર કોર્ટમાં હાજર થશે

જયલલિતા આજે પણ બેંગ્લોર કોર્ટમાં હાજર થશે: આવક કરતા વધારે સંપત્તિના મામલે તામિલનાડુની મુખ્યમંત્રી જયલલિતા આજે ફરીથી બેંગ્લોરની કોર્ટમાં હાજર રહેશે. આ પહેલા ગઇકાલે સુપ્રિમ કોર્ટના આદેશ બાદ જયલલિતા કો