બબ્બે પુત્રોને રઝળાવી પરપુરુષ સાથે નાશી ગયેલી પત્નીને શોધતો પતિ !
છુટાછેડા ભલે માંગી લે, પણ એકવાર ઘરે આવી
બાળકો સામે તો જો ! ભટકતા પતિનો વસવસો !!
રોકકળ કરતા વિષ્ણુ અને દક્ષને છાના રાખવા માંની હુંફ જોઈએ, બીજા વગડાના વા !
જેતપુર તા.૨૭ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરમાં રહેતા એક કોળી યુવાનને અને પોતાના બે માસુમ પુત્રોને તરછોડી પર પુરુષ સાથે
નાશી છુટેલી કોળી પરિણીતાને
શોધતો પતિ એવો કોળી યુવાન આજે અખબારનવેશોની અદાલતમાં જઈને પોતાની આપવીતી
વર્ણવતા ઉપસ્થિતોને કંપારી છૂટી
ગઈ હતી.
૭-૭ વરસના લગ્નના વહાણા વીતી ગયા બાદ કોળી પરિણીતાને શું કબુદ્ધિ સુજી કે ભરથાર અને
બે માસૂમોને રઝળાવી ગઈ ?
આવું કેમ બન્યું તેની વિગતો આપતા દિનેશભાઈ બચુભાઈ મકવાણા નામના કોળી યુવાનની
આંખો અશ્રુઓથી અને ગળું શ્વાસોસ્વાસથી ભરાઈ ગયું હતું.
દિનેશે જણાવેલ કે, પોતે જેતપુરના જુના પાંચ પીપળા રોડ પર રહીને મકાનોના બાંધકામ
દરમિયાન સેન્ટીંગનું મજુરી કામ કરી જીવનનું ગાડું ગબડાવ્યે જાય છે. પત્ની શીતલ સાથે લગ્ન
કાર્ય બાદ છેલ્લા ૭ વર્ષના ગાળા દરમીયાન બે પુત્રો વિષ્ણુ(ઉ.વ.૪) અને દક્ષ(ઉ.વ.૨) રતન
સમા શીતલે જન્મી પરિવારમાં હસીખુશીનો ખજાનો ઉભો કર્યો હતો.
શીતલને સાસરીયે કોઈ દુઃખ કે પીડા નહોતી, આમ છતાં કોઈની કુસંગત નડી ગઈ હોય કે શું ? તે
રામ જાણે પણ એકવાર નહિ
બબ્બેવાર શીતલ તેમના પિયરીયાના રહેણાક વિસ્તાર એવા ભોજધારમાં રહેતા પરેશ નામના
યુવાન સાથે પ્રેમસંબંધમાં નાશી
ગઈ છે.
પ્રથમ વખત શીતલે આવું પગલું ભરતા દીનેશના વડીલોએ સમજાવી શીતલને પાછી ઘર
લાવ્યા હતા. અને માત્ર પાંચેક દિવસ
સાસરીયે રહી શીતલ ગઈ તા.૯-૧૧-૨૦૧૫ ના રોજ પાછી પરેશ સાથે નાશી છૂટી છે જેનો આજ
સુધી કઈ પત્તો લાગ્યો નથી.
આ બારાની જેતપુર શહેર પોલીસમાં ગુમસુધા શીતલની જાણ કરાઈ હતી. પણ પોલીસને મળી
નહોતી. હવે દિનેશ કહે છે કે તેમની પત્ની ભોજદાર ખાતે રહેતો તેમનો પ્રેમી પરેશના ઘરમાં રહે
છે. પોલીસ કહે છે કે જ્યારે પ્રથમ વખત શીતલ ભાગી ત્યારે
દિનેશના ચાર પાંચ વડીલોએ તમામ બાબતોની સ્પષ્ટતા કરીને શીતલને ઘરે લાવવાની જરૂર
હતી. તેને બદલે માત્ર માફામાફીની વાતો કરીને શીતલને પુનઃ સાસરીયે લવાતા તેણીને બીજી
વખત નાશી છૂટવાની તક મળી છે. કાયદો કહે છે કે એકવખત લગ્ન થઇ ગયા પછી કે છોકરો કે
છોકરીને બીજે ક્યાય લગ્ન કરવા હોય તો પહેલા પ્રથમ લગ્નનો છૂટાછેડા દ્વારા અંત લાવવો
જોઈએ, અને જ્યાં સુધી આ કાયદેસરની કાર્યવાહી ના આટોપાય ત્યાં
સુધી છોકરો કે છોકરી એમ બંનેમાંથી કોઈ ક્યાય કોઈની સાથે લગ્ન ના કરી શકે.
ત્યારે જેતપુરના આ યુવાન દિનેશ સાથે પત્ની શીતલે વજ્રઘાત સમાન અજુગતું પગલું તો ભર્યું જ
છે. કાયદાની ભાષામાં શીતલ કસુરવાર સાબિત થઇ શકે. અને તેમને ઘરમાં બેસાડનાર પરેશ
પણ કાયદાની ચુંગાલમાં ફસાઈ શકે. પણ ગરીબનું કોઈ હમદર્દી હોતું નથી તેવું લાગણીસભર
અવસ્થામાં દિનેશે જણાવેલ.
પત્ની ગુમાવનાર દિનેશ મકવાણા શું કહે છે ?
જેતપુર : દિનેશ બચું મકવાણા નામના કોળી યુવાને કહેલ કે ભલે શીતલ તેમની સાથે ના રહેવા
માંગે, અને છૂટાછેડા ભલે માંગી લ્યે, પણ એકવાર રોકકળ કરતા વિષ્ણુ અને દક્ષને છાના રાખવા
પોતાના ઘરે આવે..અને લગ્ન વિચ્છેદના કાગળો પર સહી કરી આપે એટલે તેણી(શીતલ) અને
હું(દિનેશ) બંને એકમેકથી છુટા પડી જીવનની દુઃખી પળોને દુર કરીએ. અન્યથા ના છુટકે
શીતલને ભગાડી જનાર પરેશ નામના યુવાન સામે મજબૂરીવશ કોર્ટમાં ફરિયાદ કરવી પડશે.
ફોટો અને સમાચાર કશ્યપ જે. જોશી જેતપુર
ફોટો વિગત : અમે બે અમારા બે એવી કહાવતની ખુશીને છિન્નભિન્ન કરી પરપુરુષ એવા પ્રેમી
સાથે નાશી ગયેલ શીતલ, તેનો પતિ દિનેશ, બે માસુમ બાળકો અને દુઃખી પરિવાર દેખાય છે.



















































