મતદારો કહે છે વિઠ્ઠલભાઈ કમળ મુરઝાવા નહિ ધ્યે, જગાભાઇ હાથને નબળો નહિ પડવા ધ્યે !!
જેતપુર તાલુકા-જીલ્લા પંચાયતની ચુંટણીમાં બે બાહુબલીની ટક્કર
જેતપુર તા.૨૨ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકા અને જીલ્લા પંચાયતની ચૂંટણીમાં ભલે ઉમેદવારો કાટેકી ટક્કર જેવો જંગ ખેલી રહ્યા હોય, હકીકતમાં ઉમેદવારોને સાઈડમાં રાખીએ તો અહીનો ચુંટણી જંગ ભાજપના વિઠ્ઠલભાઈ રાદડિયા અને કોંગ્રેસના જગદીશભાઈ પાંભર એમ બે બાહુબલીઓ વચ્ચેનું ધમાસાણ હોવાનું રાજકીય આગેવાનો કહે છે.
બંને રાષ્ટ્રીય પક્ષોના જોરસોરથી થઇ રહેલા પ્રચાર પણ બંને પક્ષોના વજનદાર ઉમેદવારો પક્ષપલટો કરી એકાબીજા પક્ષો સામે બળાપો કાઢી રહ્યા છે.
પોરબંદરના સાંસદ અને રાજ્ય મંત્રી જયેશભાઈના પિતા વિઠ્ઠલભાઈ રાદડિયા એવું કહી રહ્યા છે કે, અનામત મળી જવાની આશાએ મતદારો હાથને મજબુત બનાવવા મથશે તો આ માન્યતા ખોટી પડશે. જયારે શહેરના ઉદ્યોગપતિ અને દાતા જગદીશભાઈ પાંભર કહે છે કે જેતપુર તાલુકામાં સહકારી મંડળીઓમાં થયેલા વ્યાપક ગોટાળાઓ જમીનમાં ધરબી દઈ ખેડૂતો સાથેજ અન્યાયી પગલું ભરાવતી કમળની સરકારને હવે જાકારો આપવાનો સમય પાકી ગયો છે. અને એટલેજ ભાજપને બાય બાય કરી અનેક સહકારી આગેવાનો, hyapકાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસના આ આગેવાને જેતપુર તાલુકાભરમાં રેશમડી ગાલોળ, બોરડી સમઢીયાળા, દેવકી ગાલોળ, કેરાલી વેગેરે ગામોમાં રાત્રીના જઈને સભાઓ યોજતા તેઓના હરીફ પક્ષને માણસોએ રીતસરનો વગોવી હાથને જંગી બહુમતીથી જીતાડવાના કોલ આપ્યા છે. તો ભાજપના આગેવાનો કહે છે કે, જેતપુર તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની બેઠકો પર કમળને મુરઝાવા નહિ દઈએ.
આ લખાય છે ત્યારે રેશમડી ગાલોળમાં સભા દરમિયાન જીલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ જગદીશ પાંભર, નીલેશ પંડયા, ધીરુભાઈ અને ભાનુભાઈ પાઘદાર વિગેરે આગેવાનોની હાજરીમાં થાણાગાલોળ બેઠકના અપક્ષ ઉમેદવાર ભરતભાઈ વઘાસીયાએ પોતાના સમર્થકોની સાથે કોંગ્રેસના ઉમેદવારોને ટેકો જાહેર કરી દીધો છે. દાવા પ્રતિદાવા સાથે બંને પક્ષના આ બંને બાહુબલીઓએ પોતપોતાની તાકાત કામે લગાડી પોતાના ઉમેદવારોને જીતાડવા કમ્મર કસી રહ્યા છે. ૨૯ મી નવેમ્બરે ચૂંટણી બાદ એવીએમ મશીનમાં કેદ ઉમેદવારોના નશીબ કેવા સાબિત થશે ? કોણ જીતશે કે હારશે ? તે મતગણનાના દિવસે સાબિત થઇ જશે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો