અનુયાયીઓ

ગુરુવાર, 19 નવેમ્બર, 2015

જેતપુરના વીરપુરમાં જલારામબાપાનાં મંદિરને ફૂંકી મારવાનો ધમકી પત્ર મળતા ખળભળાટ

જેતપુરના વીરપુરમાં જલારામબાપાનાં મંદિરને 
ફૂંકી મારવાનો ધમકી પત્ર મળતા ખળભળાટ
જેતપુર તા.૧૯ (કશ્યપ જોશી દ્વારા)
રાજકોટના એસટી બસસ્ટેન્ડ અને વીરપુરમાં જલારામબાપાના મંદિરને ફૂંકી મારવાની ધમકી વ્યક્ત કરતો એક પત્ર આજે રાજકોટ ખાતે એસટી ડેપોસુત્રોને મળતા બંને જગ્યાએ પોલીસ સહિતના સરકારી તંત્રો રીતસરના ધંધે લાગ્યા હોવાની વિગતો મળી રહી છે.

મળતી વિગતો મુજબ આજે રાજકોટ એસટી ડેપોસુત્રોને મળેલા એક ધમકીપત્રમાં રાજકોટના એસટી બસસ્ટેન્ડ અને વિરપુરના જલારામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી દોહરાવતા જેતપુરના ડીવાયએસપી, જેતપુર તાલુકા પોલીસ, વીરપુર પોલીસનો કાફલો જલારામ મંદિરે પહોચી પ્રારંભિક તપાસ ચાલુ કરી ડોગ સ્કવોડ તથા બોમ્બ ડિસ્પોજલ સ્કવોડને બોલાવી લીધી હતી.
વીરપુર પોલીસસુત્રોએ આ લખાય છે ત્યારે સાંજના ૭ વાગ્યે જણાવેલ કે, પોલીસ તેમજ બોમ્બ ડિસ્પોજલ સ્કવોડ વીરપુર આવી પહોચીને સાધન તપાસ હાથ ધરી હતી. પણ કોઈ શંકાસ્પદ પદાર્થ કે ચીજ મળી નથી.  
અત્રે એ નોંધનીય છે કે દિવાળી પહેલા ગોંડલ અને જેતપુરના એસટી બસસ્ટેન્ડને ઉડાવી દેવાની ધમકી પણ ''વા વાયો ને નળિયું  ખસ્યું'' જેવી સાબિત થતા પોલીસે અધ્ધર શ્વાસ જેવી સ્થિતિમાંથી મુક્ત થઇ રાહતનો દમ ખેંચ્યો હતો.

સૌરાષ્ટ્રમાં જેતપુર, ગોંડલ, રાજકોટ, વિગેરે શહેરોમાં આવા ધમકી પત્રો મળી રહ્યા છે. ત્યારે પોલીસ સહિતના સરકારી તંત્રોએ ધમકી પત્રોમાંના હેન્ડરાઈટીંગ કોઈ અસરકારક કચેરીઓમાં તપાસી, ઓળખવાની કવાયત આદરવી જોઈએ કે જેથી પોલીસ સહિતના સરકારી પ્રશાશાનોને હાલતા ચાલતા ધંધે લગાડતા કોઈ ટીખળીખોર પકડાવા પામે. 
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

ટિપ્પણીઓ નથી: