જેતપુરના એસટી વર્કસ ડેપોમાંથી નીકળતી
બસે ૨ ને હડફેટે લેતા એક ગંભીર
જેતપુર તા.૧૯ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરના ધોરાજી રોડ પર આજે બપોરે એક એસટી બસ હડફેટે ચાલી ગયેલ બે જણામાના એક યુવાનને ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયો હોવાનું પોલીસ-હોસ્પિટલસુત્રોએ જણાવ્યું હતું.
મળતી વિગતો મુજબ આજે બપોરે અહીના ધોરાજી રોડ પર આવેલ એસટી વર્કસશોપમાંથી નીકળતી એક બસ ચાલકે રોડ પર જઈ રહેલા સંજય ભીખા પરમાર(ઉ.વ.૩૦) તથા દિલીપભાઈ મનજીભાઈ મારું(ઉ.વ.૪૨) રહે. બંને કડિયાવાસ, વણકરવાસ જૂનાગઢને હડફેટે લેતા બંનેને સરકારી એમ્બ્યુલન્સના પાઈલોટ દુર્ગેશ મંગલાણીએ અહીની સરકારી હોસ્પીટલમાં ખસેડ્યા હતા.
જ્યાંથી સંજય પરમારને ગંભીર ઈજાઓ સાથે વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાની હોસ્પીટલના મેડીકલ ઓફિસર નિકિતા પડિયાએ પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(સંજય પરમારનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત થયાની બિન સત્તાવાર વિગતો સંભળાઈ હોય તપાસ કરવા વિનંતી છે. તેમને સિવિલમાં લઇ ગયા હતા.)
ખીરસરા ગામે યુવાન પર પાવડાથી હુમલો
જેતપુર તા.૧૯
જેતપુર તાલુકાના ખીરસરા ગામે પોતાની મજાક કરતા હોવાનું માની લઇ ચના ભૂરા મકવાણા નામના શખ્સે તે જ ગામના જીતેન્દ્ર ગોબર સેન્જલીયા-પટેલ ઉપર પાવડા વતી હુમલો કરી ઈજા કર્યાની જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની વિધિ હાથ ધરી છે.
દેરડી ગામે ભાદર નદીમાંથી રેતી ભરવા બાબતે
દરબારોના બે જૂથ વચ્ચેની બોલાચાલી
સશસ્ત્ર ધીંગાણામાં ફેરવાતા ૩ ઘાયલ
જેતપુર તા.૧૯
જેતપુર તાલુકાના દેરડી ગામે ભાદર નદીમાંથી રેતી ભરવા આવેલા જેતપુરના દરબારોને દેરડીના દરબાર જગુભાઈ આલીન્ગભાઈ દરબારે ટપારતા રામકુભાઈ દરબાર, તેમના બે પુત્રો સહીત પાંચ જણાએ જગુભાઈ ઉપર ધારિયા અને તલવાર વતી હુમલો કરતા જગુભાઈને ગંભીર ઈજાઓ સાથે વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.
જયારે જેતપુરના કિશોરભાઈ રામકુભાઈ દરબારે પોતાના ઉપર સેલારભાઈ રાણીંગભાઈ દરબાર, તેમના ભાઈ જગુભાઈ અને એક અજાણ્યા ઇસમે તલવાર ધારિયા પાઈપ વતી હુમલો કરી ઘાયલ કર્યા હતા. દરબારના બે જૂથો વચ્ચેની આ અથડામણમાં કુલ ૩ જણને ઈજાઓ થઇ હોય, પોલીસે જગુભાઈ દરબાર અને કિશોરભાઈ દરબાર એમ બંને પક્ષોની ફરિયાદ લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ar
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો