જેતલસર જંકશનના પોપટપરા વિસ્તાર પ્રત્યે
સંબંધિતોનું ઓરમાયું વર્તન, કોઈ સીસી રોડ
બનાવાયા નથી, પાણી અનિયમિત મળે છે !!
જેતલસર તા.૧૪
જેતલસર જંકશનના પોપટપરા વિસ્તારની પ્રજા સાથે વિકાસના કામો પ્રત્યે પંચાયતસુત્રો રીતસરનું ઓરમાયું વર્તન દાખવતા હોવાની ફરિયાદ ઉઠી છે.
આ બાબતે માધુભાઈ નાથાભાઈ જેઠવા જણાવે છે કે તેઓના પોપટપરા વિસ્તારમાં એક પણ જગ્યાએ તંત્ર એ સીસી રોડ બનાવ્યા ના હોય, પ્રજા ધુલિયા રસ્તાઓથી ત્રાસી ગઈ છે.
આ વિસ્તારમાં અનેક જગ્યાએ પીવાના પાણી વિતરણ કરતી પાઈપલાઈનો તૂટી ગઈ હોય, પાણી અપૂરતું તેમજ ત્રણ ચાર દિવસે અનિયમિત મળે છે. આ બાબતે અનેક વખતની રજૂઆત પછી પણ લાગતા વળગતા પંચાયતસુત્રો પોપટપરા વિસ્તાર જાણે કોઈ પાકિસ્તાનનો ભાગ હોય તેવું ઓરમાયું વર્તન દાખવે છે.
માધુભાઈએ રોષભેર જણાવેલ છે કે તેઓની ઉપરોક્ત પ્રશ્નોની વર્ષો જૂની માંગ સંતોષાય તેવી ખાતરી આપનાર ઉમેદવારને જ મત અપાશે. અને આ બાબતે કોઈ જવાબ નહિ આપે તો રજૂઆતકરનાર તેમના સમર્થકોને પણ મતદાન થી આઘા રાખશે. (કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર(૯૯૭૪૨ ૬૨૮૧૨)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો