સૂરતઃ રાજય સરકાર દ્વારા તુરી બારોટ કલાકારોની સંસ્થા/મંડળીને જૂના નાટકો કરવા માટે આર્થિક સહાય આપવાની યોજના અમલમાં છે. ગુજરાત રાજયમાં રહેતા તુરી બારોટ કલાકારોની ઓછામાં ઓછી પાંચ વર્ષથી કાર્યરત સંસ્થા/મંડળીને જૂના નાટકો કરવા માટે રૂા.૨૫ હજારની આર્થિક સહાય તથા વધુમાં વધુ પાંચ શો દીઠ રૂા.૧૫ હજાર મળી કુલ રૂા. એક લાખની સહાય આપવામાં આવશે. નાટકમાં કામ કરતા કલાકારો તુરી-બારોટ સમાજના હોવા જરૂરી છે. તેમજ નાટક અથવા જુના વેશ-પરંપરાગત હોવા આવશ્યક છે. આ યોજનામાં રસ ધરાવતી સંસ્થા/મંડળીઓ પાસેથી તા.૧૦/૬/૧૩ સુધીમાં ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીની કચેરી, બ્લોક નં.૯/૧લો માળ, ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરને મેળવી તા.૨૦/૬/૨૦૧૩ સુધીમાં આ સરનામે મળી જાય તે રીતે મોકલી આપવાનું રહેશે. વધુ વિગતો માટે ફોન નં.૦૭૯-૨૩૨ ૫૧૬૯૩ પર અકાદમીનો સંપર્ક સાધવો.
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શુક્રવાર, 24 મે, 2013
વાણિયાવાડીની પરિણીતા ઘર છોડી ચાલી ગઇ
રાજકોટ શહેરમાં વાણિયા વાડી ખાતે રહેતા ચંદ્રેશભાઇ ચાવડાની ૩૧ વર્ષની પત્ની હંસાબેન તા. ૧૬-૫-૧૩ના સાંજના પાંચેક વાગ્યે કોઇને કહ્યા વિના ક્યાંક ચાલ્યા ગયા છે. તે શરીરે મધ્યમ બાંધાની, રંગે ઘઉં વર્ણની છે. તેના વિશે કોઇ માહિતી મળે તો ભક્તિનગર પોલીસ સ્ટેશનને ફોન નંબર ૦૨૮૧-૨૩૯૧૦૫૮ ઉપર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
બ્રહ્માણીનગરની ખોવાયેલ યુવતી વિષે ભાળ આપવા અનુરોધ.
બ્રહ્માણી હોલની બાજુમાં, બાલાજી સીમેન્ટના વંડામાં, રાજકોટ ખાતે રહેતા વશરામભાઇ ભુસડીયાની ૧૮ વર્ષી ઉંમરની પુત્રી અનીતા ગત તા.૭.૫.૨૦૧૩ના રોજ ગુમ થઇ છે. મધ્યમ બાંધાની અને વાને ઘઉંવર્ણી આ યુવતીએ પાંચમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. અને ગુમ થતી વખતે સફેદ ડ્રેસ પહેર્યો છે. તેમના અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો રાજકોટ શહેર તાલુકા સ્ટેશનના ફોન નં-૦૨૮૧ ૨૪૭૪૫૯૬ અથવા ખોવાયેલ યુવતીના પિતાને ૯૯૧૩૦૮૫૮૧૦ નંબર પણ જાણ કરવા યાદીમાં જણાવાયું છે.
નગર(મહાનગર) પાલિકાઓ માટે જાહેર નોટીસ રાજકોટ
નદીઓમાં, વરસાદી નાળામાં કે ઉદ્યોગોના ગંદા પાણીની પાઇપો કે ચેનલમાં સુવેજ કે ઘર વપરાશના પાણી શુધ્ધ કર્યા સિવાય જવા દેવા એ પર્યાવરણના કાયદાનો ભંગ છે. પૂરતી સંખ્યામાં સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન ચલાવવા પણ જરૂરી છે.
એજ રીતે મ્યુનિસિપલ ઘનકચરાને રહેણાંકના ઘરો કે વ્યવસાયિક સ્થળોએથી એકત્ર કરવા માટે પૂરતી સંખ્યામાં કચરા પેટીઓ મૂકવી, તેમા એકત્ર થતો કચરો ઉઠાવીને નિયત જગ્યાએ પહોંચાડી ત્યાં તેનો યોગ્ય રીતે નિકાલ કરવો એ પણ નગરપાલિકાઓ/ મહાનગરપાલિકાઓની મ્યુનિસિપલ ઘનકચરો (વ્યવસ્થા અને જાળવણી) નિયમ-૨૦૦૦ અન્વયે જવાબદારી છે અને તેના ભંગ બદલ પર્યાવરણ સુરક્ષા ધારા ૧૯૬૮ની કલમ-૧૫ અન્વયે દંડ અને શિક્ષાને પાત્ર ગુનો બને છે.
ઉપરોકત બધી બાબતોની સ્થાનિક સત્તાવાળાઓને કાયદાકીય રીતે જાણ હોવા છતાં અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અવારનવાર તેમનું ધ્યાન દોરવા છતાં આ બાબતમાં પાલન અહેવાલો જોવા મળતા ન હોવાથી રાજયના તમામ મ્યુનિસિપલ કમિશ્નરશ્રીઓ, મેયરશ્રીઓ, ચીફ ઓફીસરશ્રીઓ તથા પ્રમુખશ્રીઓનું આ જાહેર નોટીસ દ્વારા ફરીથી ધ્યાન દોરવામાં આવે છે અને આ અંગેની બોર્ડ દ્વારા માગવામાં આવતી નિયત માહિતી નિયમિત મોકલી આપવા જણાવવામાં આવે છે.
ઉપરોકત બાબતે બોર્ડ દ્વારા માગવામાં આવતી નિયત માહિતી ન મળે કે કાનૂન ભંગ જોવા મળે તે સંજોગોમાં બોર્ડને કાયદાકીય પગલા ભરવા પડી શકે છે એની ગંભીરતાથી નોંધ લેવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવ શ્રી કે.સી. મિસ્ત્રીની યાદીમાં જણાવાયું છે.
દાહોદ જિલ્લા માહિતી કચેરી ખાતેથી કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૧૩ મળી શકશે.
દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રાજયના માહિતી ખાતા ધ્વારા ધો. ૧૦ અને ધો-૧૨ પછીના અભ્યાસક્રમો અને કારકિર્દીનો માહિતી સભર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૧૩ પ્રગટ કરવામાં આવ્યો છે. આ વિશેષાંક રૂા.૨૦/- ની કિંમતે જિલ્લા માહિતી કચેરી, ભોંયતળીયે, જિલ્લા સેવા સદન, છાપરી, ઝાલોદરોડ, દાહોદ ખાતેથી ચાલુ દિવસે કચેરી સમય દરમ્યાન મળી શકશે.
ગાદીકયારાથી અને ડ્રીપથી ધરૂ ઉછેર કરી ફેર રોપણી કરતાં ૧ વીધામાં ૬૦ મણ તમાકુંનું ઉત્પાદન મેળવે છે- આણંદ તાલુકાના ગામ-કુંજરાવના દિપેનકુમાર શાહ
પશુ આરોગ્ય મેળા અભિયાન અંતર્ગત ખંભાત તાલુકામાં ૭ પશુ આરોગ્ય મેળા યોજાયા ૬૦૭ પશુપાલકોએ લાભ લીધો/૧૭૬૫ પશુઓને સારવાર આપવામાં આવી
આણંદ
સમગ્ર રાજયમાં તા.૧૪/૦૫/૨૦૧૩ થી કૃષિ મહોત્સવ-૨૦૧૩ અંતર્ગત કૃષિરથ ગામેગામ ફરી રહયો છે કૃષિ મહોત્સવ દરમિયાન આણંદ જિલ્લામાં પશુ આરોગ્ય મેળા યોજવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. તા. ૧૪/૦૫/૨૦૧૩ થી શરૂ થયેલ પશુ આરોગ્ય મેળામાં તા. ૨૦/૦૫/૨૦૧૩ સુધીમાં ખંભાત તાલુકાના ગામોમાં ૭ પશુ આરોગ્ય મેળા યોજવામાં આવ્યા હતા. જેમાં કુલ ૧૯ ગામડા આવરી લેવામાં આવેલ છે. આ ૭ પશુ આરોગ્ય મેળા દરમિયાન ૨૭૩ પશુઓને મેડીકલ સારવાર આપવામાં આવી, ૭ પશુઓની શસ્ત્રક્રિયા કરવામાં આવી, ૭૨૮ પશુઓને જાતિય આરોગ્ય ચકાસવામાં આવ્યું, ૭૫૭ પશુઓને કૃમિનાશક દવા આપવામાં આવી, ૧૨૦ પશુઓને કૃત્રિમ બીજદાન અને ૧૫ પશુઓને ખસીકરણ કરવામાં આવ્યું. આમ, કુલ ૧૭૬૫ પશુઓની સારવાર કરવામાં આવી છે. આ પશુઆરોગ્ય મેળા દરમિયાન ૪૧૯૨ પશુઓને એચ.એસ રસીકરણ આપવામાં આવી છે. જેમાં ૬૭ સ્ત્રી અને ૬૫૩ પુરૂષ મળી કુલ - ૭૨૦ પશુપાલક લાભાર્થીઓએ પોતાના પશુઓ સાથે ભાગ લીધો હતો. પશુ આરોગ્ય મેળામાં ૭૫૩ ગાય, ૯૦૦ ભેંસ, ૭ ધેંટા, ૧૦૫ બકરાં મળી કુલ ૧૭૬૫ પશુઓને સારવાર આપવામાં આવી છે. આ ઉપરાંત ૭ પશુપાલન પ્રદર્શન પણ કૃષિ મહોત્સવ દરમિયાન ગામો ખાતે યોજવામાં આવ્યા હોવાનું પશુ ચિકિત્સા અધિકારી - ખંભાત દ્વારા જણાવ્યું છે.
રક્ષા શકિત યુનિવર્સીટી અમદાવાદ દ્વારા આણંદ ખાતે ૨૭ - મે ના રોજ સેમિનાર યોજાશે
આણંદ/ખેડા/વડોદરા અને પંચમહાલ જિલ્લાના યુવાનો/વિઘાર્થીઓ/વાલીઓ ભાગ લઇ શકશે
આણંદ
આણંદ ખાતે સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્ટ કેમ્પસ-ભાલેજ રોડ, આણંદ ખાતે ચંચળબા હોલમાં આગામી તા. ૨૭/૫/૨૦૧૩ ના સોમવારે સવારે ૯/૦૦ કલાકે રક્ષાશકિત યુનિવર્સીટી-અમદાવાદ દ્વારા આયોજિત અવરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સેમિનારનો હેતું વિઘાર્થીઓએ સંરક્ષણ દળમાં કારકિર્દી અને આંતરીક સુરક્ષા માટે ગુજરાત પોલીસ દળમાં કારકીર્દી થી વાકેફ થાય તે છે.
આ સેમિનારમાં ધો-૧૨ તથા સ્નાતક થયેલા આણંદ/ખેડા/પંચમહાલ અને વડોદરા જિલ્લાના વિઘાર્થીઓ તથા યુવાનો/વાલીઓએ આ કાર્યક્રમમાં ભાગ લેવા રક્ષાશકિત યુનિવર્સીટી, આણંદ સેન્ટરના કો-ઓર્ડીનેટર બી.કે.નાણાવટીએ જણાવ્યું છે.
આ ઉપરાંત વિઘાર્થી મિત્રો શ્રી બી.કે.નાણાવટીના મોબાઇલ નંબર-૯૯૨૪૮ ૩૯૬૧૪ ઉપર સંપર્ક કરી વધુ માર્ગદર્શન મેળવવા જણાવાયું છે.જૂની રંગભૂમિના નાટકોના પુનઃનિર્માણ માટે દિગ્દર્શકોને બે લાખની આર્થિક સહાય આપવામાં આવશે
નડિયાદ
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા જૂની રંગભૂમિના નાટકોના પુનઃનિર્માણ માટે આર્થિક સહાયની યોજના હેઠળ વર્ષ ૨૦૧૩-૧૪માં સહાય આપવાની છે. જે દિગ્દર્શકોએ ઓછામાં ઓછા પાંચ ફુલલેન્થ નાટકોનું દિગ્દર્શન કર્યુ હોય તેવા પાત્રતા ધરાવતા દિગ્દર્શકો પાસેથી નિયત નમુનાના અરજીપત્રકમાં અરજી મંગાવવામાં આવે છે. આ યોજના હેઠળ સહાય મેળવવા માટે નાટય દિગ્દર્શકો કે જેમણે ઓછામાં ઓછા પાંચ ફુલલેન્થ નાટકનું દિગ્દર્શન કર્યુ હોય તેવા દિગ્દર્શકો સહાય મેળવવા માટે પાત્ર ઠરશે. સહાય પેટે પ્રત્યેક દિગ્દર્શકને રૂ.૨,૦૦,૦૦૦(બે લાખ)ની સહાય ચુકવવામાં આવશે. દિગ્દર્શકે તેમના મંજૂર થયેલ નાટકના જુદા જુદા દસ સ્થળે શો કરવાના રહેશે. નિયત નમુનાનું ફોર્મ અકાદમીની કચેરીએથી મેળવી યોગ્ય રીતે ભરી, સાધનિક કાગળો સહ તા.૧૫/૦૬/૨૦૧૩ સુધીમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીની કચેરી, બ્લોક નં.૯/૧ લો માળ, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરને પહોચાડવાનું રહેશે. નિયત અરજી પત્રક અકાદમીની વેબસાઇટ www.sycd.in/yscac/san-forms પરથી પણ મળી શકશે. વધુ વિગત માટે અકાદમીનો સંપર્ક(૦૭૯-૨૩૨૫૧૬૯૩, ૨૩૨૫૪૫૫૨) કરવો. એમ સચિવશ્રી, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરની યાદીમાં જણાવાયુ છે.
નડિયાદ જિલ્લા ખાતે વ્યાજબી ભાવની નવી 30 દુકાનો શરૂ કરાશે પુરવઠા અધિકારી
નડિયાદ ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક મળીનડિયાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સલાહકાર સમિતિની બેઠક મળી હતી.આ બેઠકમાં જિલ્લાની વ્યાજબી ભાવની દુકાનોને પૂરક પુરવઠાની જરૂર જણાય ત્યાં પૂરક પુરવઠો આપવા, અનાજ અને કેરોસીન વિતરણ વખતે તોલમાપની ચકાસણી અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પલસાણાએ જણાવ્યું હતું કે જિલ્લામાં ૩૦ એકમો શરૂ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ૩૦ એકમોમાં ૧૫ એકમો નવા શરૂ કરવાનાં છે જ્યારે બીજા ૧૫ એકમો બંધ થઈ ગયા હતાં તેને ફરી શરૂ કરવામાં આવશે.
નવા બારકોડ રેશનકાર્ડ વિશેની માહિતી આપતા શ્રી પલસાણાએ જણાવ્યું કે, નવા રેશનકાર્ડ બનાવતી વખતે જો કોઈ ભૂલ જણાય તો નાગરિક તરત જ ભૂલ સુધારી આપવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી શાલિની અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સંદિપકુમાર સાંગલે, પોલીસ અધિક્ષકશ્રી મકરંદ ચૌહાણ, અધિક જિલ્લા કલેકટરશ્રી એસ.કે.લાંગા, ધારાસભ્ય સર્વશ્રી રામસિંહ પરમાર, માનસિંહ ચૌહાણ તથા પદાધિકારીઓ/અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
બાળ લગ્ન કરાવનારાઓને એક લાખ રૂપિયા સુધીનો દંડ અને બે વર્ષ સુધી સજા
વડોદરા
રાજયના સમાજ સુરક્ષા ખાતા દ્વારા વિવિધ કાયદાઓનું અમલીકરણ કરવામાં આવે છે. જે પૈકી બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ હાલ વડોદરા જિલ્લામાં બાળલગ્ન પ્રતિબંધક સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી નર્મદા ભવન, પ્રથમ માળે સી-બ્લોકમાં કચેરી કાર્યરત છે.
૧૮ વર્ષતી નાની ઉંમરની કન્યા અને ૨૧ વર્ષથી નાની ઉંમરનો પુરુષ લગ્ન કરે તો તે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ હેઠળ ગુનો બને છે અને લગ્ન કરાવનાર વર કન્યાઓના માતા-પિતા, ગૌર મહારાજ પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે આ લગ્નને ઉત્તેજન આપનાર તમામ શિક્ષા અને ગુન્હાને પાત્ર થાય છે. આ કાયદા હેઠળ અપરાધીને બે વર્ષ સુધીન સખ્ત કેદની અથવા એક લાખ સુધીનો દંડ થઇ શકે છે. મહિલા અપરાધીને કેદની શિક્ષા થઇ શકતી નથી. બાળલગ્નના કારણે સામાજિક સમસ્યાનો ઉદ્ભવે છે. નાની ઉંમરે લગ્નના કારણે બાળાઓ વધુ પ્રમાણમાં સગર્ભા બને છે. અપરીપકવ સુવાવડોનું પ્રમાણ વધે છે. સગીર માતાના મૃત્યુ દર વધે છે. ગર્ભપાત, કશુવાવડ તેમજ મૃત શિશુનું પ્રમાણ વધે છે. યૌન જન્ય રોગો તેમજ એચ.આઇ.વી. એઇડ્સ જેવા જીવલેણ રોગોનું જોખમ વધે છે. મંદબુદ્ધિ વિકલાંગ બાળકોનું પ્રમાણ વધે છે. સાથો સાથ બાળ મજૂરીમાં વધારો થાય છે. વસતી વધારાના પ્રશ્નો દેશ માટે ગંભીર પડકારો ઉભા કરે છે. આવી સામાજિક સમસ્યાઓની ચૂંગાલમાંથી બહાર આવી સમાજના વિકાસમાં સહયોગ આપવો એ આપણી નાગરિક તરીકેની, અત્યારે લગ્નસરાની મૌસમ ચાલી રહી છે ત્યારે આવા બાળલગ્નો ન થાય તે જોવાની આપણી નૈતિક ફરજ છે.
વડોદરા જિલ્લામાં ગમે તે સ્થળે ૧૮ વર્ષથી નાની વયની કન્યા અને ૨૧ વર્ષથી નાની ઉંમરનો પુરુષ લગ્ન કરતો જણાય તો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, નર્મદા ભવન, સી-બ્લોક, પ્રથમ માળ, વડોદરાને વર-કન્યાનું નામ, કન્યાના માતા-પિતાનું નામ, સંપૂર્ણ સરનામું લગ્ન સ્થળ, લગ્ન તારીખ અને લગ્નની કંકોત્રી જો હોય તો તે સાથે લેખિત અરજી કરી આવા બાળલગ્નો અટકાવવા સામાજિક કામગીરીમાં મદદરૂપ થવા વિનંતી છે. લગ્ન અંગેની માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, વડોદરાની યાદીમાં જણાવાયું છે.
એક ગાયે વિજયભાઈનું નસીબ બદલી નાખ્યું: આજે ૩૨ ગાયો અને ૪૨ વાછરડીઓથી હર્યોભર્યો તબેલો કાર્યરત છેઃ
સુરત સીટી તાલુકાની શ્રી જય રાધેશ્યામ કો.ઓ. હાઉસીગ સહકારી મંડળી લી. ફડચામાં:બાકી લહેણાં માંગણા માટે સંપર્ક સાધશોઃસુરતઃ સૂરતના સીટી તાલુકાની શ્રી જય રાધેશ્યામ કો.ઓ. હાઉસીગ સહકારી મંડળી લી.સુલતાનાબાદને જિલ્લા રજીસ્ટાર સહકારી મંડળીઓ સૂરતના હુકમથી ફડચામાં લઈ જવામાં આવી છે. આ માટે ફડચા અધિકારી તરીકે શ્રી રમેશભાઈ કાનાણીની નિમણુંક (સહકારી અધિકારી(ફડચા-૩) એ/૧લો માળ, જિલ્લા સેવા સદન-૨,અઠવાલાઇન્સ) કરવામાં આવી છે. જેમણે તા.૭/૫/૨૦૧૩ના રોજથી ચાર્જ સંભાળ્યો છે. જેમને પણ આ સંસ્થા પાસે જે કાંઇ લહેણા કે માગણું નિકળતું હોય તેમણે નોટીસ પ્રસિદ્ધ થયાની તારીખથી બે માસમાં ફડચા અધિકારીનો રૂબરુ સંપર્ક કરી પુરાવાઓ સહિત નોધાવવાનું રહેશે. જો આવું કરવામાં ચૂક થશે તો પાછળથી તેમનું લહેણું કે માગણું નોંધવામાં આવશે નહી અને મંડળીના ચોપડા પ્રમાણે મંડળીને આટોપી લેવાની કાર્યવાહી આગળ ચલાવવામાં આવશે.
જુના કે નવા મોબાઈલ ખરીદતી અને વેચતી વખતે વેપારીઓએ આઇડી પ્રુફ જરૂર લેવું:
સુરતઃ રાજ્યમાં બનતા ગુન્હાઓમાં મોબાઈલ ફોનના ઉપયોગ, ગુન્હાઓને શોધી કાઢવાના આશયથી સુરત જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.બી.બારડે જિલ્લાના સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં જુના મોબાઈલ ખરીદનાર/વેચનાર વેપારીઓ માટે એક જાહેરનામું બહાર પાડયું છે. જે અનુસાર મોબાઈલની દુકાન ચલાવતા એકમોના માલિકે કોઈપણ જાણી-અજાણી વ્યકિતઓની પાસે જુના મોબાઈલ લેતી વખતે તથા વેચાણ કરતી વખતે લેનાર તથા વેચનાર વ્યકિતનું પુરુ નામ, સરનામું ફરજિયાત નોધવાનું રહેશે. જે બાબતના અલગ-અલગ રજીસ્ટર નિભાવના રહેશે. નવા સીમકાર્ડ વેચાણ કરતી વખતે વિક્રેતાએ સીમકાર્ડ ખરીદનારનું નામ-સરનામા માટે ઓળખના પુરાવા તથા પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ મેળવી તે અંગેનું રજીસ્ટર રાખવાનું રહેશે. આ જાહેરનામાનું અમલ તા.૧૯/૭/૨૦૧૩ સુધી રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.કુટીર જયોત યોજના અન્વયે ૩,૦૯૦ ઝુપડાઓનું વીજળીકરણ કરવામાં આવ્યું:સુરતઃ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમીટેડ દ્વારા ગરીબી રેખા હેઠળ સમાવેશ થતા જરૂરીયાતમંદોને વિના મૂલ્યે ્વીજ સુવિધા આપવાની કુટીર જયોત યોજના અમલમાં છે. જે અનુસાર ૨૦૧૨-૧૩ના વર્ષ દરમિયાન આ યોજના હેઠળ સીંગલ પોઈન્ટ દ્વારા ૩,૦૯૦ જેટલા ઝુપડાઓનું વીજળીકરણ કરવામાં આવ્યું છે.
સિક્યુરીટી કંપનીના સંચાલકોએ બિનહથિયારી તથા હથિયારી પરપ્રાંતિય ગાર્ડની વિગત પોલીસ સ્ટેશનમાં આપવીઃસુરતઃ સૂરત જિલ્લામાં સુલેહ અને શાંતિ વાતાવરણ જળવાઈ રહે તે માટે સિક્યુરીટીના માલિકો/સંચાલકો માટે સૂરત જિલ્લાના અધિક જ્લ્લિા મેજીસ્ટ્રેટશ્રી આર.બી.બારડે એક જાહેરનામું બહાર પાડયું છે. જાહેરનામાં અનુસાર સમગ્ર સૂરત ગ્રામ્ય વિસ્તારમાં સિક્યુરીટી કંપની ચલાવતા માલિકો/સંચાલકોએ તેઓની કંપનીમાં બિનહથિયારી તથા હથિયારી પરપ્રાંતિય ગાર્ડની વિગત જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. પરપ્રાંતિય હથિયારી ગાર્ડના હથિયાર લાયસન્સનું વેરીફીકેશન એસ.ઓ.જી શાખા દ્વારા અથવા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે. આ સમય દરમિયાન નોટીસ મળ્યાથી અથવા માંગણી કરવાથી હથિયારી ગાર્ડ તથા તેનું હથિયાર તથા લાયસન્સ જે તે સિક્યુરીટી કંપની કે ખાનગી પેઢી/ફેક્ટરી વિગેરે સ્થળોના માલિકે નિયત નમૂના મુજબની વિગતો રજુ કરવાની રહેશે. આ જાહેરનામાનો અમલ તા. ૧૯/૭/૨૦૧૩ સુધી રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
બારીપાડા ખાતે ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી પધ્ધતી વિષયક ગહન માર્ગદર્શન આપતા ડાંગ કલેકટરશ્રી જી.આર.ચૌધરી..ડાંગ- ડાંગ જિલ્લામાં નવમા કૃષિ મહોત્સવની તારીખ ૧૪/૫/૨૦૧૩ થી તા. ૩૧/૫/૨૦૧૩ સુધી કરવામાં આવી રહેલી ઉજવણીના આઠમા દિવસે કૃષિ રથના માધ્યમથી તાલુકા પંચાયતની બેઠક મુજબ કલસ્ટર વાઇઝ બેઠકમાં સમાવેશ ગામે ગામ કિશાન સભાઓમાં ધરતી પુત્રોને ઘર બેઠા આધુનિક અને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા અંગે કૃષિ તજજ્ઞો ,કૃષિ વૈજ્ઞાનિકો તથા ખેતીવાડી અધિકારીઓએ માર્ગદર્શન અને જાણકારી આપી ઓછા ખર્ચે ઓછા પાણીએ મુલ્ય વર્ધક પાકોનું વાવેતર કરી વધુ ખેત ઉપજ મેળવવા પ્રેરિત કરી રહ્યા છે.
૨૨મીએ લહાનમાળુંગા ખાતે કિશાન સભામાં કૃષિ તજજ્ઞો દ્વારા ખેડુતોને આધુનિ ખેતી પધ્ધતિની જાણકારી અપાશે
ડાંગ- ડાંગ જિલ્લામાં કૃષિ મહોત્સવ-૨૦૧૩ની કરવામાં આવી રહેલી ઉજવણીના ભાગરૂપે ફરી રહેલા કૃષિ રથના તા. ૨૨/૫/૨૦૧૩ના રોજ તાલુકા પંચાયત બરડા વિસ્તારના ગામોમાં પરિભ્રમણ કરશે અને લહાનમાળુંગા ખાતે કિશાસભા યોજાશે. આ કૃષિ રથ સાથે જોડાયેલા કૃષિ વૈજ્ઞાનિકો, તજજ્ઞો દ્વારા ધરતીપુત્રોને ઘરબેઠા કૃષિપાક , આધ્ુનિક અને વૈજ્ઞાનિક ખેતી પધધતિ અને સુક્ષ્મ પિયત પધ્ધતિ અંગે તેમજ પશુપાલન અંગે જાણકારી આપશે તથા કૃષિ વિષયક કિટસનું વિતરણ કરવામાં આવશે. જેનો લાભ લેવા ખેતીવાડી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. સાંજે માહિતી ખાતા દ્વારા ડાંગ જિલ્લાના સ્થાનિક તમાશાના કલાકારો દ્વારા ગમત સાથે આધુનિક અને વૈજ્ઞાનિક ખેત પધ્ધતિ અને પશુપાલન કરવા તથા ખેતીના પાકો અને જંગલના સંરક્ષણ માટેની જાણકારી અપાશે.
વાપીની ૩૫ વર્ષિય મહિલા શોભા ગુડગેલ ગુમ
વલસાડઃ- વલસાડ જિલ્લાના પારડી તાલુકાના વાપી ખાતે રહેતી ૩૫ વર્ષિય મહિલા નામે શોભાબેન નારાયણશંકર ગુડગેલ ગુમ થઇ છે. વલસાડના નાયબ પોલીસ અધિક્ષક તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર શોભાબેન નારાયણશંકર ગુડગેલ, રહે.ભડકમોરા, સુલપડ, સંજય બાબુની ચાલીમાં, વાપી, તા.પારડીથી ગત તા.૪/૪/ર૦૧૩નાં રોજ ૮:૩૦ થી ર૦:૦૦ વાગ્યા દરમિયાન, ચણોદ કોલોનીમાં મજુરીકામે જાંઉ છું તેમ કહીને કયાંક ચાલી જતા ગુમ થઇ છે, તે આજદિન સુધી મળી આવેલ નથી. ગુમ થનાર શરીરે મધ્યમ બાંધાની, રંગે શ્યામવર્ણ, ઊંચાઇ ૪ ફૂટ-૯ ઇંચ છે. ગુમ થતી વખતે આ મહિલાએ ચોકલેટી કલરની સાડી તથા બ્લાઉઝ પહેરેલ હતા. ગુમ થનાર મરાઠી ભાષા જાણે છે. આ વર્ણનવાળી મહિલાની ભાળ કે પત્તો મળે તો વાપી ટાઉન પોલીસ સ્ટેશનનો ફોન નંબર : ૦૨૬૦-૨૪૬૧૧૦૦/૨૪૬૧૦૮૦ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.
જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક તા.૪થી જુને મળશે :વલસાડઃ- વલસાડ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની એક અગત્યની બેઠક, આગામી તા.૪/૬/ર૦૧૩નાં રોજ બપોરે ૧ વાગ્યે સરદાર વલ્લભભાઇ પટેલ સભાગૃહમાં યોજાનાર છે. આ બેઠકમાં સંબંધિતોને સમયસર ઉપસ્થિત રહેવા, એક અખબારી યાદી દ્વારા જણાવાયું છે.
પત્રકારત્વના વિદ્યાર્થીઓ ભરૂચ જિલ્લાના ગામડાના પ્રવાસે. ગ્રામડાના ખેડૂતોની સફળતાની માહિતી મેળવી.ભરૂચઃ- અમદાવાદની નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ માસ કોમ્યુનિકેશનના પત્રકારત્વના વિદ્યાર્થી, યુવક-યુવરીતઓએ ભરૂચ જિલ્લાનો બે દિવસનો પ્રવાસ કરી ગ્રામ્ય વિસ્તારમાં જઇ કૃષિ મહોત્સવના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ વિદ્યાર્થીઓએ ગ્રામ્ય વિસ્તારમાં ખેતી પાકો, બાગાયતી પાકો, મેળવેલી સફળતા અંગે પત્રકારત્વના વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ વાડીમાં જઇને માહિતી એકત્ર કરી હતી. અંકલેશ્વરના ઉમરવાડા ગામના મુસ્લીમ ખેડૂત શ્રી આદમજી યુસુફ પટેલ મહમદ ઇસ્માઇલ પટેલ અને બાબુ આદમજી દેસાઇ ધ્વારા આ વિસ્તારની ખારલેન્ડ જમીનમાં શેરડી, ડાંગરનું જુદી-જુદી જાતોનું વાવેતર, આંબા, જામફળ, લીંબુ સહિતના બાગાયતી પાકોના વાવેતર અને તમામ ઝાડ અત્યારે મોટા થયા છે. તે પાછળ મહેનત અને કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શનની વિગતો પત્રકારત્વના વિદ્યાર્થીઓને આપી હતી. પત્રકારત્વના વિદ્યાર્થીઓએ ગ્રામ્ય વિસ્તારમાં પશુ આરોગ્ય મેળાની પણ મુલાકાત લીધી હતી અને પશુઓની સારવારને નજરે નિહાળી હતી. પત્રકારત્વના આ વિદ્યાર્થીઓનો પ્રવાસ દરમ્યાન નાયબ માહિતી નિયામકશ્રી નિખીલેશ ઉપાધ્યાય સાથ
રહ્યા હતા.
ભરૂચ જિલ્લામાં ૧૩૫૭ સોઇલ હેલ્થકાર્ડ, ૧૪૧૯ કિસાન ક્રેડિટકાર્ડનું વિતરણઃ
૨૭૬૦ ખેડૂતોને કૃષિલક્ષી કિટ્સનું વિતરણ કરાયું:
ભરૂચઃ- ગુજરાત સરકાર દ્વારા રાજયનો નાનામાં નાનો ખેડૂતને તથા છેવાડાના ગામ સુધી કૃષિની જાણકારી પહોંચે તેવા ઉદે્શ્યથી સ્વર્ણિમ કૃષિ મહોત્સવ - ૨૦૧૩ની ઉજવણી તા.૧૪/૫/૧૩ થી શરૂ થયેલ છે. જે તા.૩૧/૫/૨૦૧૩ સુધી ચાલશે. કૃષિ કાર્યને લગતી નાની મોટી બધીજ બાબતોને સમાવી લઇને સંપૂર્ણ જાણકારી જિલ્લાના ગામડે ગામડે પહોંચે તે માટે કૃષિ મહોત્સવનું આયોજન કરાયુ છે.ભરૂચ જિલ્લાનાં અત્યાર સુધીમાં ૩૩ ગામોમાં કૃષિરથની ફેરણી થઇ હતી. ભરૂચ જિલ્લામાં કૃષિ મહોત્સવ કાર્યક્રમ દરમ્યાન કૃષિરથ સાથે કૃષિ તજજ્ઞો ખેડૂતોને આધુનિક ખેત પધ્ધતિથી વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા માર્ગદર્શન આપ્યું હતું. ખેડૂતો બહોળા પ્રમાણમાં ગામે ગામ લાભ લઇ રહયા છે. ખેડૂતોને રથના માધ્યમ દ્વારા બોરીબંધ, ચેકડેમ, ખેત તલાવડીના માધ્યમો દ્વારા પાણીની સ્ટોરેજ કરી ખેતીના ઉપયોગમાં લેવા ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં..રાજય સરકારના અભિગમ મુજબ ભરૂચ જિલ્લાના ૫૫ ગામોમાં કૃષિરથની ફેરણી થતાં ૨૭૬૦-ખેતીવાડી, ૧૨૩૮-પશુપાલનના કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. સાથે ૧૪૧૯-ખેડૂતોને કિસાન ક્રેડીટકાર્ડ, ૪૦૭૧૯-પશુ રસીકરણ, ૩૪૧- ડ્રીપઇરીગેશનના કામો અને ૨૯ ગામ તળાવોના કામો હાથ ધરાશે. ૧૦૦ સેલ્ફ ગૃપોના કામો, ૬૭૦-એસએચજી સખી મંડળની કામગીરી, ૨-વોટર સપ્લાય, ૩૦-કેનાલની વગેરે કામગીરી હાથ ધરવામાં આવી હતી. હજુ કૃષિરથ દ્વારા વિવિધ મુલાકાત લેવાશે. આમ રથના માધ્યમ દ્વારા ખેડૂતોને વિવિધ યોજનાઓની જાણકારી સાથે આધુનિક ખેતી પધ્ધતિઓનું પ્રદર્શન, ટી.વી.કેસેટના માધ્યમથી હરિયાળી ક્રાંતિ, જળસંચય, ડ્રીપઇરીગેશનના વિષયોની જાણકારી આપવામાં આવી રહી છે. ઉપરાંત જિલ્લા માહિતી કચેરી ભરૂચ ઘ્વારા કિસાનોને પ્રોત્સાહિત કરવા લોકડાયરા, કઠપૂતળી અને સાહિત્ય વિતરણ કામગીરી કરવામાં આવી.
ભરૂચ જિલ્લામાં ૪૦૭૧૯ પશુ રસીકરણ કરાયુંભરૂચઃ- રાજય સરકાર દ્વારા આગામી ૧૪ મી મે ૨૦૧૩ થી ૩૧ મી મે-૨૦૧૩ દરમ્યાન કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તે દરમ્યાન કિસાન રથ દ્વારા જિલ્લાના તાલુકા પંચાયત બેઠકોના વિવિધ ગામોની મુલાકાત લઇ કિસાનોના ઘર આંગણે જ આધુનિક કૃષિ પધ્ધતિ માટે માર્ગદર્શન અને નિદર્શન થકી કૃષિ ધિરાણ, જળસંચયના કામો અને કૃષિ પાકોના આયોજન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી માહિતગાર કરવામાં આવી રહયા છે.
ભરૂચ જિલ્લામાં કૃષિ મહોત્સવ દરમ્યાન કૃષિ અને પશુપાલન ઉઘોગને લોકભાગીદારીથી કામગીર કરવામાં આવી રહી છે. ખેડૂતોને કૃષિ ક્ષેત્રે મદદરૂપ થવા ૧૩૫૭-સોઇલ કાર્ડ હેલ્થ કાર્ડનું વિતરણ, ૨૭૬૦ - કૃષિ કિટ્સ, ૧૪૧૯-કિસાન ક્રિડીટકાર્ડ વિતરણ કરાયા.
ભરૂચ જિલ્લાના ગામોમાં કૃષિરથના કાર્યક્રમ દરમ્યાન આમોદ તાલુકામાં ૫૫૯૭- પશુ રસીકરણ કરયું છે. જયારે ૯૨૬૭ વાલીયામાં, ૪૭૧૪ અંકલેશ્વરમાં, ૨૭૬૬ હાંસોટમાં, ૩૯૬૦ ભરૂચમાં, ૪૮૦૪ જંબુસરમાં અને ૧૧૫૬-વાગરા તાલુકામાં પશુ રસીકરણ કરાયું છે.રાજય સરકારના હરિયાળી ક્રાંતિના નિર્માણ માટે યોજાઇ રહેલ મહોત્સવમાં વૈજ્ઞાનિક માહિતીનો ભરપુર લાભ મેળવીને આધુનિક ખેત પધ્ધતિ અપનાવવા તમામ કિસાનો જોડાઇ લોકજાગૃતિ કેળવે અતયંત જરૂરી છે. તેમ એક યાદીમાં જણાવાયું છે.કૃષિ મહોત્સવ દરમ્યાન ૨૪૦ સોઇલહેલ્થ કાર્ડ વિતરણ કરાયા
જંબુસર તાલુકામાં ૪૮૦૪ પશુ રસીકરણ કરાયુંભરૂચઃ- જંબુસર તાલુકામાં યોજાયેલ કૃષિ મહોત્સવની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત કૃષિ વૈજ્ઞાનિકો અને વિવિધ કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓ, સરપંચશ્રીઓ, ઉપસ્થિત રહી કૃષિ મહોત્સવનો હેતુ સમજાવ્યો હતો. ઉપરાંત જંબુસર તાલુકાના વિવિધ ગામોમાં ૪૮૦૪ પશુ રસીકરણ કરાયું છે. ૨૪૦-સોઇલ હેલ્થકાર્ડ વિતરણ, ૧૪૬ - કુષિ ક્રિટ્સ વિતરણ કરાયું છે. ઉપરાંત ૪ - ડ્રીપઇરીગેશન, ૧૦ - ન્યુસોઇલ સેમ્પલ, ૪ - ઇગ્રામ વગેરે કામગીરી કરવામાં આવી હતી.
કૃષિ મહોત્સવ સંદર્ભે અંકલેશ્વર તાલુકામાં ૨૬૧ કિસાન
ક્રેડિટકાર્ડ વિતરણ કરાયાઃ
ભરૂચઃ- અંકલેશ્વર તાલુકામાં યોજાયેલ કૃષિ મહોત્સવના કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત કૃષિ વૈજ્ઞાનિકો અને વિવિધ કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ અને સરપંચશ્રીઓ ઉપસ્થિત રહયા રહી કૃષિ મહોત્સવનો હેતું સમજાવ્યો હતો. ઉપરાંત અંકલેશ્વર તાલુકામાં ૪૭૧૪ પશુરસીકરણ કરાયું છે. ૩૨૦-ખેતીવાડી, ૧૩૪-પશુપાલનના કીટ્સ વિતરણ કરવામાં આવ્યા હતા. ૨૧-ડ્રીપ ઇરીગેશન કામનો પ્રારંભ થયો છે.
જેતપુર બેઠકની પેટા ચૂંટણી અન્વયે તારીખ ૨૪, ૨૫ બે દિવસ ઇવીએમ નિદર્શન યોજાશે
રાજકોટ: આગામી લોકસભા/ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૧૩ અંતર્ગત ૭૪- જેતપુર વિધાનસભા મતદાર વિભાગમાં ઇલેકટ્રોનિક વોટીંગ મશીન (ઇવીએમ) થી મતદાન થવાનું હોઇ ઇવીએમ નિદર્શનનો કાર્યક્રમ આગામી તા.૨૪/૫/૨૦૧૩થી તા.૨૫/૫/૨૦૧૩ એમ બે દિવસ રાખવામાં આવેલ છે. વધુમા જેતપુર નગરપાલિકા વિસ્તારના જુદા જુદા સ્થળોએ તા.૨૬/૫/૨૦૧૩, રવિવારના રોજ ઇવીએમનું ખાસ નિદર્શન કરવામાં આવશે. જેની તમામ મતદારોને નોંધ લેવા જેતપુર વિધાનસભા મતદાર વિભાગના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ.ડી. ધાનાણીની યાદીમાં જણાવાયું છે.
ગોકુલનગરમાં નવા બારકોડેડ રાશનકાર્ડનું વિતરણ
રાજકોટ
શહેરના વોર્ડ નંબર ૧૮માં આવેલા ગોકુલનગર સ્થિત વિજયભાઇ લક્ષમણભાઇ વાલાણી દ્વારા સંચાલિત વાજબી ભાવની દૂકાનમાં તા. ૨૧ થી ૨૫ મે દરમિયાન સવારે ૧૦.૩૦ થી ૨.૦૦ અને સાંજે ૨.૩૦ થી ૭.૦૦ વાગ્યા સુધી નવા બારકોડેડ રાશન કાર્ડનું વિતરણ કરવામાં આવશે. જે કાર્ડધારકોના ચૂંટણી કાર્ડના નામ કોમ્પ્યુટર સાથે મેચ થયા હોય તેને જ નવા કાર્ડ મળશે. હાલનું અસલ ચૂંટણી કાર્ડ અને જૂનું રાશન કાર્ડ સાથે લઇ દૂકાને જઇ નવા કાર્ડ મેળવી લેવા જિલ્લા પુરવઠા અધિકારીની યાદીમાં જણાવાયું છે.
તમે આસ્તીક કે નાસ્તીક ?
ગોવીન્દ મારુ posted: "-દીનેશ પાંચાલ એક ગામમાં આસ્તીકો અને નાસ્તીકો વચ્ચે ઈશ્વરના અસ્તીત્વ વીશે ઉગ્ર ચર્ચા થઈ રહી હતી. તેવામાં ત્યાંથી પસાર થતું કુંભારનું એક બળદગાડું ઉંડી ગટરમાં ઉથલી પડ્યું. આની જાણ થતાં આસ્તીકો અને નાસ્તીકો સૌ ત્યાં દોડી ગયા. સૌએ ધક્કા મારી ગાડું બહાર કાઢ્યુ"
|
ગુરુવાર, 23 મે, 2013
ટપાલનું અસ્તિત્વ ઓસરાઇ રહ્યુ છે
મહેસાણા તા.૨૨: આજે ૧,૫૪,૮૬૬ પોસ્ટ ઓફિસો અને ૪,૬૬,૯૦૩ કર્મચારીઓના વિશાળ નેટવક સાથે ભારતીય પોસ્ટ સેવા સંદેશ વાહકને બદલે કુરિયર સર્વિસનો સૌથી મોટો ઉદ્યોગ બની ગઇ છે. ૧૨૫ વર્ષ પહેલા સંદેશ વાહકનું એકમાત્ર સત્તાવાર માધ્યમ રહી ચૂકેલા પોસ્ટલ ડિપાર્ટમેન્ટે આજે રોકાણ, ગોલ્ડ વિતરણ, વીમા યોજના સહિત અનેક ક્ષેત્રોમાં ખાસ ઉપલબ્ધિ હાંસલ કરી છે. પરંતુ એક સમયની સંદેશાવ્યવહારની મુખ્ય સેવા ટપાલ પ્રથા સમેટાઇ રહી છે.જેનું મુખ્ય કારણ ઇન્ટરનેટ અને મોબાઇલ છે. દૂર રહેતા પરિજનોના ખબરઅંતર પૂછવા માટે ઉપયોગમાં લેવાતા પોસ્ટ કાર્ડ આજે ભૂતકાળ બની ગયા છે. સંદેશ પહોંચાડવાના હેતુ સાથે ઇસ્ટ ઇન્ડીયા કંપનીના ગર્વનર વોરન હેસ્ટિંગ્જે એપ્રિલ ૧૯૭૪ના પ્રથમ પોસ્ટ ઓફિસ કોલકાતામાં ખોલી હતી. આજે વિશ્વની સૌથી ઉંચી પોસ્ટ ઓફિસ હિમાચલ પ્રદેશના હિક્કીમમાં સ્થિત છે. જેની ઉંચાઇ ૧૫,૦૦૦ ફુટ છે. યાદ રહે કે આજે દેશમાં પ્રતિ ૨૧.૨૦ ચોરસ કિમીના અંતરે એક પોસ્ટ ઓફિસ છે. સંદેશ વાહક ટપાલ, પાર્સલ કે મનીઓર્ડર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે ઉંટ કે ઘોડા પર લાંબી મજલ કાપતા હતા. ત્યારબાદ રેલ સેવા શરૂ થવાથી ટપાલ માટે એક ખાસ કમ્પાર્ટમેન્ટ ફાળવવામાં આવ્યો. વાહન વ્યવહાર સુવિધાએ ટપાલ સેવાને સરળ બનાવી દીધી અને પોસ્ટમેન ટપાલ આપવા માટે પોસ્ટ ઓફિસથી ગામડામાં ચાલીને જતા હતા. ટપાલ સેવા બાદ તાર સેવા શરૂ કરવામાં આવી, પરંતુ આજે મોબાઇલ સેવા અને ઇન્ટરનેટ વગેરે સંદેશના સાધનો શરૂ થવાથી ટપાલ પ્રથા સમેટાઇ રહી છે.





































