અનુયાયીઓ

ગુરુવાર, 23 મે, 2013

ટપાલનું અસ્‍તિત્‍વ ઓસરાઇ રહ્યુ છે

ઇન્‍ટરનેટ અને મોબાઇલના વપરાશથી ટપાલનું અસ્‍તિત્‍વ ઓસરાઇ રહ્યુ છે

મહેસાણા તા.૨૨: આજે ૧,૫૪,૮૬૬ પોસ્‍ટ ઓફિસો અને ૪,૬૬,૯૦૩ કર્મચારીઓના વિશાળ નેટવક સાથે ભારતીય પોસ્‍ટ સેવા સંદેશ વાહકને બદલે કુરિયર સર્વિસનો સૌથી મોટો ઉદ્યોગ બની ગઇ છે. ૧૨૫ વર્ષ પહેલા સંદેશ વાહકનું એકમાત્ર સત્તાવાર માધ્‍યમ રહી ચૂકેલા પોસ્‍ટલ ડિપાર્ટમેન્‍ટે આજે રોકાણ, ગોલ્‍ડ વિતરણ, વીમા યોજના સહિત અનેક ક્ષેત્રોમાં ખાસ ઉપલબ્‍ધિ હાંસલ કરી છે. પરંતુ એક સમયની સંદેશાવ્‍યવહારની મુખ્‍ય સેવા ટપાલ પ્રથા સમેટાઇ રહી છે.જેનું મુખ્‍ય કારણ ઇન્‍ટરનેટ અને મોબાઇલ છે. દૂર રહેતા પરિજનોના ખબરઅંતર પૂછવા માટે ઉપયોગમાં લેવાતા પોસ્‍ટ કાર્ડ આજે ભૂતકાળ બની ગયા છે.  સંદેશ પહોંચાડવાના હેતુ સાથે ઇસ્‍ટ ઇન્‍ડીયા કંપનીના ગર્વનર વોરન હેસ્‍ટિંગ્‍જે એપ્રિલ ૧૯૭૪ના પ્રથમ પોસ્‍ટ ઓફિસ કોલકાતામાં ખોલી હતી. આજે વિશ્વની સૌથી ઉંચી પોસ્‍ટ ઓફિસ હિમાચલ પ્રદેશના હિક્કીમમાં સ્‍થિત છે. જેની ઉંચાઇ ૧૫,૦૦૦ ફુટ છે. યાદ રહે કે આજે દેશમાં પ્રતિ ૨૧.૨૦ ચોરસ કિમીના અંતરે એક પોસ્‍ટ ઓફિસ છે. સંદેશ વાહક ટપાલ, પાર્સલ કે મનીઓર્ડર એક જગ્‍યાએથી બીજી જગ્‍યાએ પહોંચાડવા માટે ઉંટ કે ઘોડા પર લાંબી મજલ કાપતા હતા. ત્‍યારબાદ રેલ સેવા શરૂ થવાથી ટપાલ માટે એક ખાસ કમ્‍પાર્ટમેન્‍ટ ફાળવવામાં આવ્‍યો. વાહન વ્‍યવહાર સુવિધાએ ટપાલ સેવાને સરળ બનાવી દીધી અને પોસ્‍ટમેન ટપાલ આપવા માટે પોસ્‍ટ ઓફિસથી ગામડામાં ચાલીને જતા હતા. ટપાલ સેવા બાદ તાર સેવા શરૂ કરવામાં આવી, પરંતુ આજે મોબાઇલ સેવા અને ઇન્‍ટરનેટ વગેરે સંદેશના સાધનો શરૂ થવાથી ટપાલ પ્રથા સમેટાઇ રહી છે.

ટિપ્પણીઓ નથી: