વડોદરા
રાજય સરકારે વર્તમાન વર્ષના અંદાજપત્રમાં વિવિધ
તાલુકા પુસ્તકાલયોના વિકાસનું આયોજન કર્યું છે.તદ્અનુસાર વડોદરા જિલ્લાના કવાંટ
તાલુકા પુસ્તકાલયના વિકાસ માટે રૂા. ૧૪.૪૫ લાખની ફાળવણી કરવામાં આવી છે. હાલમાં
શાળા ત્યાં પુસ્તકાલયની વ્યવસ્થા કરનારા શ્રીમંત સયાજીરાવ મહારાજની ૧૫૦મી
જન્મજયંતી ઉજવાઈ રહી છે.તેને અનુલક્ષીને પુસ્તકાલયોને મળવાપાત્ર અનુદાનના ધોરણોમાં
સુધારો કરવા રૂા. ૨ કરોડ ૬૭ લાખની ફાળવણી કરવામાં આવી છે. જયારે સરકારી
ગ્રંથાલયોના વાંચકોને પીવાના ચોખ્ખા પાણીની સુવિધા આર.ઓ. પ્લાન્ટ દ્વારા આપવા રૂા.
૩૫.૫૦ લાખનો પ્રબંધ કરવામાં આવ્યો છે.
વડોદરામાં સ્પોર્ટસ હોસ્ટેલ બનશે
વડોદરા
કલા અને સંસ્કૃતિની સાથે વડોદરા ખેલ પ્રવૃત્તિઓની પણ
રાજધાની ગણાય છે.વડોદરાના રમત વારસાને ઉત્તેજન આપવા વર્તમાન વર્ષના અંદાજપત્રમાં
વડોદરા ઉપરાંત નવસારી, સુરત, તાપી અને ભરૂચ જિલ્લાઓમાં સ્પોર્ટસ હોસ્ટેલ બનાવવા રૂા. ૧ કરોડની જોગવાઈ
કરવામાં આવી છે.
ફડચા હેઠળની સહકારી મંડળીઓનો રેકર્ડ જમા
કરાવવા સૂચના
વડોદરા
જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓએ ધી સુપ્રિમ
એમ્પલોઈઝ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી,મકરપુરા અને ધી મારૂતીકૃપા કો-ઓપરેટીવ ક્રેડિટ
સોસાયટી,સુભાનપુરાને ફડચામાં લઈ જવાનો આદેશ કર્યો છે.તેને અનુલક્ષીને આ બંને સંસ્થાઓના
ફડચા અધિકારી એફ.એમ.તડવીએ તેના પ્રમુખો અને કાર્યવાહકોને મંડળીનો રેકોર્ડ ૬૦
દિવસની મુદતમાં તેમની કચેરીમાં જમા કરાવવા અને જો તેમ ન કરવામાં આવે તો મંડળીને
આટોપી દેવાની કાર્યવાહી હાથ ધરવાની તાકીદ કરી છે.
કથામાં જવા નીકળેલા રમેશભાઈ ચૌહાણ ગુમ
થયાં છે
વડોદરા
સુલતાનપુરા, લાલભાઈના ખાંચાના નિવાસી રમેશભાઈ નાનાભાઈ ચૌહાણ તા.
૧૮/૦૩ની બપોરે કિસનવાડીમાં રાખેલી કથામાં જવા ધરેથી નીકળ્યા બાદ પાછા ફર્યા નથી.
ગુમ થયેલા આ ભાઈ ૫૮ વર્ષની ઉંમરના છે અને મગજમાં ગાંઠને કારણે ગમે ત્યાં બેભાન
થઈને પડી જાય છે. તેમની છાતીના ભાગે મસો અને પગ પર દરાજ(ચર્મરોગ)નું નિશાન છે
ગુમ થયાં ત્યારે શરીર પર ક્રિમ કલરનું શર્ટ અને મહેન્દી રંગનું પેન્ટ પહેરેલા
હતા.તેમની ભાળ મળેથી વાડી પોલીસ મથકને જાણ કરવા જણાવાયું છે.
સામુહિક આરોગ્ય કેન્દ્ર, ઉમરેઠ ખાતે વિકલાંગ મેડીકલ પ્રમાણપત્ર કેમ્પ યોજાશે
મુખ્ય જિલ્લા તબિબિ અધિકારી સહ સીવીલ સર્જનશ્રી,એસ.એસ.હોસ્પીટલ,પેટલાદ જિ. આણંદ દ્વારા તા.૨૮/૩/૨૦૧૨ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર-ઉમરેઠ ખાતે વિકલાંગ વ્યક્તિઓ માટે તબિબિ તપાસણી માટે વિકલાંગ મેડીકલ પ્રમાણપત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
વિકલાંગ વ્યક્તિઓના વિકાસ માટે વિકલાંગતા માટેનું ડોક્ટરનું પ્રમાણપત્ર અને ઓળખકાર્ડ જરૂરી હોઇ, તે માટે તબિબિ તપાસણી જરૂરી છે.આથી વિકલાંગ પ્રમાણપત્રથી વંચિત વિકલાંગ ભાઇ- બહેનોને આ કેમ્પમાં હાજર રહી પ્રમાણપત્રો મેળવી સમાજ સુરક્ષા ખાતાની તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ મળી રહેતે માટે કેમ્પોનો લાભ લેવા બાળ લગ્ન પ્રતિબંધક સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આણંદે જણાવ્યું છે.
જે વિકલાંગ દ્રષ્ટિહિન,મંદબુધ્ધિ,બહેરા,મુંગા,અસ્થિ વિષયક,લાભાર્થીઓએ પ્રમાણપત્ર મેળવેલ ન હોય તેઓએ રેશનકાર્ડ તથા તેની ઝેરોક્ષ અને પાસપોર્ટ સાઇઝના બે ફોટા લઇ સ્થળ/તારીખે રૂબરૂ હાજર રહેવું. તેમજ વિકલાંગ ઓળખકાર્ડ માટે બે સ્ટેમ્પ સાઇઝના ફોટા,એક પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટો,ટી.ડી.ઓ/મામલતદારશ્રીનો આવકનો દાખલો/બી.પીએલ. કાર્ડ,બ્લડ ગૃપ,તમામ દાખલા પ્રમાણિત(ખરીનકલ)લઇ આવવા જણાવાયું છે.
આત્મા પ્રોજેક્ટ
થકી ઇ-ગ્રામ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પશુપાલક મહિલાઓને માર્ગદર્શન અપાયું
વિડીયો કોન્ફરન્સ ૨૪૧ મહિલા પશુપાલકોએ ભાગ લીધો
આણંદ જિલ્લાના જુદા જુદા આઠ તાલુકાના ૧૫ ગામોમાં કાર્યરત આત્મા પ્રોજેક્ટના ફાર્મસ ઈન્ટરેસ્ટ ગૃપના મહિલા પશુપાલકો સાથે ઈ-ગ્રામ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે. કે. નિરાલાના અધ્યક્ષસ્થાને પ્રશ્નોત્તરી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
રાજ્યમાં પ્રથમવાર યોજાયેલ આ પ્રકારની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ૨૪૧ મહિલા પશુપાલકોએ ભાગ લીધો હતો. જેમાંથી ગાય-ભેસને સમતોલ આહાર,દૂધ ઉત્પાદકતા અને ગુણવત્તા(ફેટ) વધારવા અંગેના ઉપાયો તેમજ વેતર,વ્યંધત્વ,કૃત્રિમ વિર્યદાન,સૂકો ધાસચારો તેમજ પશુઆહાર સંબંધી પ્રશ્નોત્તરી કરીને વેટરનરી કોલેજના પ્રિન્સીપાલ ડો. ઠાકરડો.જી.સી.મંડલી,પશુ ચિકિત્સક ડૉ. મનાત પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું.
આ પ્રસંગે બોરિયાવીના પ્રગતિશિલ પશુપાલક શ્રી દેવેશભાઇ પટેલે દૂધનું મૂલ્યવર્ધીત કરવા તથા વર્મીકંપોસ્ટથી વધુ આવક રળવાનો સ્વાનુભવ વર્ણવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.કે.નિરાલાએ પશુ પાલકોને માર્ગદર્શન મેળવી તેનો વિનિયોગ કરી સફળ થવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન જિલ્લા આંકડા અધિકારીશ્રી અને આત્મા પ્રોજેકટના બ્લોક ટેકનોલોજી મેનેજર-આણંદ શ્રી સુરેશભાઇ મહેરીયાએ કર્યું હતું.
કીડઝ (KidZZ) કેમ્પસ માં ૩ થી ૫ વર્ષના બાળકો માટે થીમ
આધારિત સાંસકૃતિક કાર્યક્રમ યોજાયો
ગોધરાઃ
ગોધરા શહેરના ભૂરાવાવ
વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષ થી કાર્યરત
પ્લે સ્કુલ કીડઝ કેમ્પસ
માં ૩ થી ૫ વર્ષના
બાળકો માટે થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં જંગલ
આધારિત પર્યાવરણ થીમ,
દેશભકિત આધારિત વંદેમાતરમ થીમ મનોરંજન સાથે કોમી એકતાની ભાવના દ્ઢબનાવતા કાર્યક્રમો
રજૂ કરાયા હતા.
આ કીડઝ કેમ્પસ પ્લેસ્કુલમાં
જુનીયર કેજી અને સીનીયર કેજી શરૂ કરવામાં આવેલ છે પ્લે સ્કુલ માં બાળકોમાંરહેલી
શુસુપ્ત શકિતઓ બહાર લાવવા વિવિધ રમતો અને થીમ આધારિતા મનોરજન કાર્યક્રમ કરવામાં
આવેછે. અને ગુજરાતી અને અંગ્રજી માધ્યમ માં અભ્યાસ ની સુવિધા પુરી પાડવામાં આવે
છે. તેમ કીડઝ કેમ્પસપ્લે સ્કુલ ના આચાર્યશ્રી મનીન્દર કૌર દ્વારા જણાવાયું
છે.
ગોધરા ખાતે
ગુજકેટની પરીક્ષા અંગે આયોજન ૨૯૯૩ પરીક્ષાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે
ગોધરાઃ
ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ
પછી ડિગ્રી એન્જીનીયરીંગ ડિપ્લોમા, ફાર્મસી તથા તબીબી (મેડીકલ)
પ્રવાહમાં પ્રવેશ માટે
ગુજરાત સરકાર દ્વારા પ્રતિ વર્ષ ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ) લેવામાં
આવેછે. આ વર્ષે આગામી તા.૫/૪/૨૦૧૨ ના રોજ ગોધરા ખાતે અનાજ મહાજન સાર્વજનિક હાઇસ્કુલ, રોટરીઇંગ્લીશ મિડીયમ સ્કૂલ, એમ એન્ડ એમ. મહેતા, ધી ઇકબાલ યુનિયન, મેકબ મેમોરીયલ, ઇકબાલ ગર્લ્સ હાઇસ્કુલ તથા
ટી.સી.સોની માધ્યમિક શાળા ખાતે ગુજકેટની પરીક્ષા યોજાશે.
ગોધરા ખાતેના આ પરીક્ષા
કેન્દ્રોના ૧૫૫ પરીક્ષાખંડોમાં યોજાનાર ગુજકેટની પરીક્ષામાં વિદ્યાર્થીઓ પરીક્ષા
આપશે. જેમાં સવારે ૧૦ થી
૧૨ વાગે ફિઝીકસ અને કેમેસ્ટ્રી, બપોરે ૧૩ થી ૧૪ વાગે બાયોલોજી અને સાંજે ૧૫થી ૧૬ વાગે
ગણિતના વિષયની પરીક્ષા લેવામાં આવશે.ફિઝીકસ અને કેમેસ્ટ્રીના પેપરમાં ૨૯૯૩
પરીક્ષાર્થીઓ,
બાયોલોજીમાં ૧૧૧૫ તથા ગણિતના વિષયમાં ૧૮૮૪ પરીક્ષાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે.
ગુજકેટની પરીક્ષાના
સુચારૂ સંચાલન માટે પરીક્ષા કેન્દ્રોની ચારેબાજુ ૨૦૦ મીટરના વિસ્તારમાં ૧૪૪ ની
કલમ લાગુ કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્રોમાં બોર્ડની અધિકૃત રિસીપ્ટ ધરાવતા
પરીક્ષાર્થીને જ પ્રવેશ મળશે. પરીક્ષા ખંડમાં કોઇપણ જાતનું પાઠય પુસ્તક, અન્ય સંદર્ભ સાહિત્ય, સ્લાઇડ રૂલ્સ, લોગ ટેબલ, કોઇપણ જાતનું લખાણ,ચિઠ્ઠીઓ, મોબાઇલ ફોન, પેજર, અન્ય વિજાણુ ઉપકરણો કે સાહિત્ય
લઇ જઇ શકશે નહીં. તેમ જિલ્લા પરીક્ષા સમિતિના ચેરમેન અને જિલ્લા કલેકટરશ્રીએ
ગુજકેટ પરીક્ષાના આયોજન માટે યોજાયેલી બેઠકમાંજણાવ્યું છે.
ઘોઘંબા વિકાસશીલ તાલુકાના વિકાસ કામોની
સમીક્ષા બેઠક યોજાઇ
ગોધરાઃ
પંચમહાલ જિલ્લાનો ઘોઘંબા તાલુકો વિકાસશીલ તાલુકો
છે. આ તાલુકા માં મૂળભૂત જરૂરીયાતો તથા સુવિધા ને લગતા કામોની સમીક્ષા ઘોઘંબા
વિકાસશીલ તાલુકા ના પ્રભારી અને રાજય નામુખ્ય સચિવશ્રી એ.કે. જોતીના અધ્યક્ષપદે
બેઠક મળી હતી. આ બેઠકમાં શ્રી જોતીએ ઘોઘંબા તાલુકાના
યુવાનો ને કૌશ્લ્ય વર્ધક તાલીમ, સ્વરોજગાર તાલીમ તેમજ પોલીસ, એસ.આર.પી તથા ફાયરમેન જેવી જગ્યાઓ માટે તાલીમ તથા
ગુજરાત જાહેર સેવા આયોગ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, કારકુન, નાયબ મામલતદારશ્રી વગેર જગ્યાઓની સ્પર્ધાત્મક પરીક્ષા ઓ માટે કૌશલ્ય વધર્ક
તાલીમ આપવા ઉપર ભાર મૂકયો હતો.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી મનીષા ચંદ્રા, હવાલાના જિલ્લા વિકાસ અધિકારીશ્રી શર્મા પ્રાયોજના વહીવટદારશ્રી રાવલ,જિલ્લા
આયોજનઅધિકારીશ્રી દવે સહિત જિલ્લાના અમલીકરણી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા
હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો