અનુયાયીઓ

બુધવાર, 28 માર્ચ, 2012

[વલસાડ સમાચાર અંક - 243] જીવનને જાણવા, જીવવા, જીતવા અને માણવા માટે મને પહેલેથી જ ઉત્કંઠા રહી છે.

જીવનને જાણવા, જીવવા, જીતવા અને માણવા માટે મને પહેલેથી જ ઉત્કંઠા રહી છે. બાળપણમાં દાદા-દાદી પાસેથી વાર્તાઓ સાંભળતો .. માતા-પિતા પાસેથી એમના અનુભવ જાણતો .. કિશોરાવસ્થાએ મિત્રો સાથે ધમાલમસ્તી કરતા કરતા ભણ્યો અને ન શીખવાનું ય શીખ્યો .. યુવાનીમાં જીવનની અટપટી આંટીઘૂંટીઓ ના પાઠ જાણ્યા ... સંસારની જવાબદારી સ્વીકારી .. નિભાવી .. અને હવે એમ લાગે છે કે, આ ધરતી પરના પ્રત્યેક વ્યક્તિ પાસે કોઈકને કોઈક "વાર્તા" એવી છે જે આપણને જીવનની ગુઢ બાબત અત્યંત સરળતાથી સમજવા માટે પ્રેરિત કરી શકે છે.

તેથી મારી જીવનસાથી તૃપ્તિએ અને મેં નક્કી કર્યું કે, ચાલો.. આપણે ગામે ગામ આપના વિડીયો કેમેરા સાથે અજાણ્યા લોકોને જાણવા જઈએ .. મળવા જઈએ ... તેમની પાસે તેમની ભાષામાં તેમની અદામાં તેમના જીવનની "વાર્તાઓ" સાંભળીએ ... અને આ માધ્યમ દ્વારા વિશ્વભરના લોકો સુધી પહોચાડીએ .. !!

અમારી વાત વિડીયો દ્વારા .. તમારો અભિપ્રાય અક્ષરો દ્વારા .. અખિલ ટીવી ડોટ કોમ પરથી આવી રીતે મારા વિડિયો બ્લોગને શામેલ કરી આપણી ઇન્ટરેકટીવીટી વધારવા આ પ્રયોગ કર્યો છે. આશા છે તમને ગમશે અને આપણી વચ્ચે વિવિધ વિષયો પર સંવાદ રચવા કારણ મળશે કારણકે, જીવન સફરમાં રોજે રોજ કંઇક નવું જાણવા જેવું આપણી આજુ બાજુના વિશ્વમાં બનતું જ હોય છે. મને ગમતા મેં જોયેલા અન્યોના વિડિયો પણ અહિ ચર્ચામાં લઇશું.

પહેલી એપ્રિલે ઉદયપુરથી નીકળીને પાલનપુર, ડીસા, પાટણ, સિદ્ધપુર, મહેસાણા, અમદાવાદ, વિદ્યાનગર, વડોદરા, ભરૂચ, બારડોલી થઈને વલસાડ ૧૨મિ એપ્રિલે પહોચશું. તે દરમ્યાન આ પ્રયોગ / પ્રયાસ અંતર્ગત જેમને મળવા ધારીએ છીએ તેમના નામ ' schedules ' પર્ ક્લિક કરવાથી જાણી શકાશે. તમે પણ આ પ્રયોગમાં / પ્રયાસમાં ભાગ લો એવી મારી ઈચ્છા છે.


અખિલ સુતરીઆ
 
with best regards,
 
AKHIL sutaria | www.akhiltv.com  | +91 9427 222 777  |  My Blog




ટિપ્પણીઓ નથી: